મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. વિતેલા સપ્તાહે આપણે એક એવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી જેણે આપણને બધાંને ગર્વાન્વિત કર્યા. તમે સાંભળ્યું હશે કે ભારતે ગત સપ્તાહે ૪૦૦ અબજ ડૉલર, એટલે કે ૩૦ લાખ કરોડ રૂપિયાનું નિકાસ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. પહેલી વાર સાંભળવામાં લાગે છે કે આ અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી વાત છે, પરંતુ આ અર્થવ્યવસ્થાથી પણ વધુ, ભારતના સામર્થ્ય, ભારતની ક્ષમતા સાથે જોડાયેલી વાત છે. એક સમયે ભારતનો નિકાસનો આંકડો ક્યારેક ૧૦૦ અબજ, ક્યારેક દોઢસો અબજ, ક્યારેક ૨૦૦ અબજ સુધી રહેતો હતો. હવે આજે જ્યારે ભારત ૪૦૦ અબજ ડૉલર પર પહોંચી ગયું છે ત્યારે તેનો એક અર્થ એ છે કે દુનિયા ભરમાં ભારતમાં બનેલી ચીજોની માગ વધી રહી છે. બીજો અર્થ એ છે કે ભારતની સપ્લાય ચેઇન દિન-પ્રતિદિન મજબૂત થઈ રહી છે અને તેનો એક બહુ મોટો સંદેશ પણ છે. દેશ વિરાટ ડગલું જ્યારે ભરે છે, જ્યારે સપનાંઓથી મોટા સંકલ્પ હોય છે, જ્યારે સંકલ્પ માટે દિવસ-રાત પ્રમાણિકતાથી પ્રયાસ થાય છે તો તે સંકલ્પ સિદ્ધ પણ થાય છે. અને તમે જુઓ, કોઈ વ્યક્તિના જીવનમાં પણ તો આવું જ થતું હોય છે. જ્યારે કોઈના સંકલ્પ, તેના પ્રયાસ, તેનાં સપનાંથી પણ મોટા થઈ જાય છે તો સફળતા તેની પાસે સામે ચાલીને આવે છે.
સાથીઓ, દેશના ખૂણે-ખૂણેથી નવાં-નવાં ઉત્પાદન જ્યારે વિદેશ જઈ રહ્યાં છે. આસામના હૈલાકાંડીના લેધર પ્રૉડક્ટ હોય કે પછી ઉસ્માનાબાદના હેન્ડલૂમ પ્રૉડક્ટ, બીજાપુરનાં ફળ-શાક હોય કે ચંદોલીના બ્લેક રાઇસ, બધાની નિકાસ વધી રહી છે. હવે તમને લદ્દાખની વિશ્વ પ્રસિદ્ધ એપ્રિકૉટ દુબઈમાં પણ મળશે અને સાઉદી અરબમાં તમિલનાડુથી મોકલાયેલાં કેળાં મળશે. હવે સૌથી મોટી વાત એ છે કે નવાં-નવાં ઉત્પાદનો નવા-નવા દેશોમાં મોકલાઈ રહ્યાં છે. જેમ કે હિમાચલ, ઉત્તરાખંડમાં ઉગેલી બાજરી- જાડા અનાજની પહેલી ખેપ ડેનમાર્કમાં નિકાસ કરવામાં આવી. આંધ્ર પ્રદેશના કૃષ્ણા અને ચિત્તૂર જિલ્લાના બંગનપલ્લી અને સુવર્ણરેખા કેરી, દક્ષિણ કોરિયામાં નિકાસ કરવામાં આવી હતી. ત્રિપુરાથી તાજાં ફણસ, હવાઈ માર્ગે, લંડન નિકાસ કરવામાં આવ્યાં અને પહેલી વાર નાગાલેન્ડના રાજા મરચાને લંડન મોકલવામાં આવ્યું. આ રીતે ભાલિયા ઘઉંની પહેલી ખેપ ગુજરાતથી કેન્યા અને શ્રીલંકા નિકાસ કરવામાં આવી. અર્થાત્, હવે તમે બીજા દેશોમાં જશો તો મેઇડ ઇન ઇન્ડિયા પ્રૉડક્ટ્સ પહેલાંની સરખામણીમાં ઘણી વધુ નજરે પડશે.
સાથીઓ, આ યાદી બહુ લાંબી છે અને જેટલી લાંબી આ યાદી છે, તેટલી જ મોટી મેઇક ઇન ઇન્ડિયાની તાકાત છે. તેટલું જ વિરાટ ભારતનું સામર્થ્ય છે. અને સામર્થ્યનો આધાર છે- આપણા ખેડૂતો. આપણા કારીગરો, આપણા વણકરો, આપણા એન્જિનિયરો, આપણા લઘુ ઉદ્યમી, આપણું MSME ક્ષેત્ર, અલગ-અલગ અનેક વ્યવસાયના લોકો, આ બધા તેની સાચી તાકાત છે. તેમની મહેનતથી જ ૪૦૦ અબજ ડૉલરના નિકાસનું લક્ષ્ય પ્રાપ્ત થઈ શક્યું છે અને મને આનંદ છે કે ભારતના લોકોનું આ સામર્થ્ય હવે દુનિયાના ખૂણે-ખૂણે, નવાં બજારોમાં પહોંચી રહ્યું છે. જ્યારે એક-એક ભારતવાસી લૉકલ માટે વૉકલ થાય છે ત્યારે લૉકલને ગ્લૉબલ થવાં વાર લાગતી નથી. આવો, લૉકલને ગ્લૉબલ બનાવીએ અને આપણાં ઉત્પાદનોની પ્રતિષ્ઠા હજુ વધુ વધારીએ.
સાથીઓ, ‘મન કી બાત’ના શ્રોતાઓને એ જાણીને સારું લાગશે કે ઘરેલુ સ્તર પર પણ આપણા લઘુ ઉદ્યમીઓની સફળતા આપણને ગર્વ અપાવે તેવી છે. આજે આપણા લઘુ ઉદ્યમી સરકારી ખરીદીમાં ગર્વમેન્ટ ઇ-માર્કેટ પ્લેસ અર્થાત્ GEMના માધ્યમથી મોટી ભાગીદારી નિભાવી રહ્યા છે. ટૅક્નૉલૉજીના માધ્યમથી ખૂબ જ પારદર્શી વ્યવસ્થા વિકસિત કરવામાં આવી છે. ગત એક વર્ષમાં GEM પૉર્ટલ મારફત, સરકારે એક લાખ કરોડ રૂપિયાથી વધુની ચીજો ખરીદી છે. દેશના ખૂણે-ખૂણેથી લગભગ સવા લાખ લઘુ ઉદ્યમીઓ, નાના દુકાનદારોએ પોતાનો સામાન સરકારને સીધો વેચ્યો છે. એક જમાનો હતો, જ્યારે મોટી કંપનીઓ જ સરકારને સામાન વેચતી હતી. પરંતુ હવે દેશ બદલાઈ રહ્યો છે, જૂની વ્યવસ્થાઓ પણ બદલાઈ રહી છે. હવે નાનામાં નાનો દુકાનદાર પણ GEM પૉર્ટલ પર સરકારે પોતાનો સામાન વેચી શકે છે- આ જ તો નવું ભારત છે. તે ન માત્ર મોટાં સપનાં જુએ છે, પરંતુ તેને લક્ષ્ય સુધી પહોંચાડવાનું સાહસ પણ દેખાડે છે. જ્યાં પહેલા કોઈ નથી પહોંચ્યું. આ જ સાહસની શક્તિ પર આપણે બધા ભારતીયો મળીને આત્મનિર્ભર ભારતનું સપનું પણ અવશ્ય પૂરું કરીશું.
મારા પ્રિય દેશવાસીઓ, તાજેતરમાં જ યોજાયેલા પદ્મ સમ્માન સમારોહમાં તમે બાબા શિવાનંદજીને જરૂર જોયા હશે. ૧૨૬ વર્ષના વૃદ્ધની સ્ફૂર્તિ જોઈને મારી જેમ બધા જ આશ્ચર્ય પામી ગયા અને મેં જોયું, આંખ પટપટાવી ત્યાં તો તેઓ નંદી મુદ્રામાં પ્રણામ કરવા લાગ્યા. મેં પણ બાબા શિવાનંદજીને ઝૂકીને વારંવાર પ્રણામ કર્યા. ૧૨૬ વર્ષની ઉંમર અને બાબા શિવાનંદની ફિટનેસ, બંને, આજે દેશમાં ચર્ચાનો વિષય છે. મેં સૉશિયલ મિડિયા પર અનેક લોકોની ટીપ્પણી જોઈ, કે બાબા શિવાનંદ, પોતાની ઉંમરથી ચાર ગણી ઓછી ઉંમરના લોકોથી પણ વધુ ફિટ છે. ખરેખર, બાબા શિવાનંદનું જીવન આપણને બધાને પ્રેરિત કરનારું છે. હું તેમના દીર્ઘ આયુની કામના કરું છું. તેમનામાં યોગ પ્રતિ એક પ્રેમ છે અને તેઓ ખૂબ જ આરોગ્યમય જીવનચર્યા જીવે છે.
जीवेम् शरद: शतम् ।
આપણી સંસ્કૃતિમાં બધાને સો વર્ષના સ્વસ્થ જીવનની શુભકામનાઓ આપવામાં આવે છે. આપણે સાત એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ મનાવીશું. આજે સમગ્ર વિશ્વમાં આરોગ્ય માટે ભારતીય ચિંતન, ચાહે તે પછી યોગ હોય કે આયુર્વેદ, તેના પ્રત્યે ઝુકાવ વધી રહ્યો છે. હમણાં જ તમે જોયું હશે કે ગત સપ્તાહે જ કતારમાં એક યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ૧૧૪ દેસોના નાગરિકોએ ભાગ લઈ એક નવો વિશ્વ વિક્રમ બનાવી દીધો. આ રીતે આયુષ ઉદ્યોગનું બજાર પણ સતત મોટું થઈ રહ્યું છે. છ વર્ષ પહેલાં આયુર્વેદ સાથે જોડાયેલી દવાઓનું બજાર ૨૨ હજાર કરોડ રૂપિયાની આસપાસ હતું. આજે આયુષ મેન્યુફૅક્ચરિંગ ઇન્ડસ્ટ્રી એક લાખ ચાલીસ હજાર કરોડ રૂપિયાની આસપાસ પહોંચી રહી છે, અર્થાત્ આ ક્ષેત્રમાં સંભાવનાઓ સતત વધી રહી છે. સ્ટાર્ટ અપ વિશ્વમાં પણ આયુષ આકર્ષણનો વિષય બનતો જાય છે.
સાથીઓ, આરોગ્ય ક્ષેત્રના બીજાં સ્ટાર્ટ અપ પર તો હું પહેલાં અનેક વાર વાત કરી ચૂક્યો છું, પરંતુ આ વખતે આયૂષ સ્ટાર્ટ અપ પર તમારી સાથે વિશેષ રીતે વાત કરીશ. એક સ્ટાર્ટ અપ છે – Kapiva (કપિવા). તેના નામમાં જ તેનો અર્થ છુપાયેલો છે. તેમાં Kaનો અર્થ થાય છે કફ, Piનો અર્થ થાય છે પિત્ત અને Vaનો અર્થ થાય છે- વાત. આ સ્ટાર્ટ અપ આપણી પરંપરાઓ મુજબ આરોગ્યપ્રદ ખાવાની ટેવો પર આધારિત છે. એક બીજું સ્ટાર્ટ અપ નિરોગ સ્ટ્રીટ પણ છે. આયુર્વેદ આરોગ્ય આર્થિક પ્રણાલિમાં એક અનોખી પરિકલ્પના છે. તેનું ટૅક્નૉલૉજી ચાલિત પ્લેટફૉર્મ દુનિયાભરના આયુર્વેદિક ડૉક્ટરોને સીધા લોકો સાથે જોડે છે. ૫૦ હજારથી વધુ પ્રૅક્ટિશનર તેની સાથે જોડાયેલા છે. આ રીતે અત્રેય ઇન્નૉવેશન્સ એક આરોગ્ય કાળજી ટૅક્નૉલૉજી સ્ટાર્ટ અપ છે જે સમગ્ર સુખાકારીના ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે. ઇક્ઝૉરિયલે ન માત્ર અશ્વગંધાના ઉપયોગ માટે જાગૃતિ ફેલાવી છે, પરંતુ ઉચ્ચ ગુણવત્તાના ઉત્પાદનની પ્રક્રિયામાં પણ મોટા પાયે રોકાણ કર્યું છે. ક્યૉરવેદ એ જડીબૂટિઓની આધુનિક શોધ અને પારંપરિક જ્ઞાનના સંગમથી સમગ્ર જીવન માટે આહારવિહાર પૂરક (ડાયેટ્રી સપ્લીમેન્ટ)નું નિર્માણ કર્યું છે.
સાથીઓ, હજુ તો મેં કેટલાંક જ નામ ગણાવ્યાં છે, આ યાદી તો ઘણી લાંબી છે. આ ભારતના યુવા ઉદ્યમીઓ અને ભારતમાં બની રહેલી નવી સંભાવનાઓનું પ્રતીક છે. મારો આરોગ્ય ક્ષેત્રના સ્ટાર્ટ અપ અને ખાસ કરીને આયુષ સ્ટાર્ટ અપને એક અનુરોધ પણ છે. તમે જે પણ ઑનલાઇન પૉર્ટલ બનાવો છો, જે પણ સામગ્રી સર્જો છો, તે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા પ્રાપ્ત બધી ભાષાઓમાં પણ બનાવવાનો પ્રયાસ કરો. દુનિયામાં ઘણા બધા એવા દેશ છે જ્યાં અંગ્રેજી એટલી બોલાતી નથી અને ન તો સમજે છે. આવા દેશોને પણ ધ્યાનમાં રાખીને પોતાની જાણકારીનો પ્રચાર-પ્રસાર કરો. મને વિશ્વાસ છે, ભારતનાં આયુષ સ્ટાર્ટ અપ વધુ સારી ગુણવત્તાનાં ઉત્પાદનોની સાથે ટૂંક સમયમાં, દુનિયાભરમાં છવાઈ જશે.
સાથીઓ, સ્વાસ્થ્યનો સીધો સંબંધ સ્વચ્છતા સાથે પણ જોડાયેલો છે. ‘મન કી બાત’માં આપણે હંમેશાં સ્વચ્છતાના આગ્રહીઓના પ્રયાસોને જરૂર જણાવીએ છીએ. આવા જ સ્વચ્છાગ્રહી છે- ચંદ્રકિશોર પાટીલજી. તેઓ મહારાષ્ટ્રના નાસિકમાં રહે છે. ચંદ્રકિશોરજીનો સ્વચ્છતા અંગેનો સંકલ્પ બહુ પ્રબળ છે. તેઓ ગોદાવરી નદીની પાસે ઊભા રહે છે અને લોકોને સતત નદીમાં કચરો ન ફેંકવા માટે પ્રેરિત કરે છે. તેમને જો કોઈ આવું કરતો દેખાય તો તેને તરત ના પાડે છે. આ કામમાં ચંદ્રકિશોરજી પોતાનો ઘણો સમય આપે છે. સાંજ સુધી તેમની પાસે એવી ચીજોનો ઢગલો થઈ જાય છે, જે લોકો નદીમાં ફેંકવા માટે લાવેલા હોય છે. ચંદ્રકિશોરજીના આ પ્રયાસ, જાગૃતિને પણ વધારે છે અને પ્રેરણા પણ આપે છે. આ રીતે, એક બીજા સ્વચ્છાગ્રહી છે- ઉડીસામાં પુરીના રાહુલ મહારાણા. રાહુલ દર રવિવારે સવારે-સવારે પુરીમાં તીર્થસ્થળો પાસે આવે છે અને ત્યાં પ્લાસ્ટિકનો કચરો સાફ કરે છે. તેઓ અત્યાર સુધીમાં સેંકડો કિલો પ્લાસ્ટિકનો કચરો અને ગંદકી સાફ કરી ચૂક્યા છે. પુરીના રાહુલ હોય કે નાસિકના ચંદ્રકિશોર, તેઓ આપણને બધાંને ઘણું બધું શીખવાડે છે. નાગરિક તરીકે, આપણે આપણાં કર્તવ્યોને નિભાવીએ, પછી તે સ્વચ્છતા હોય, પોષણ હોય, કે પછી રસીકરણ, આ બધા પ્રયાસોથી પણ સ્વસ્થ રહેવામાં મદદ મળે છે.
મારા પ્રિય દેશવાસીઓ, આવો વાત કરીએ કેરળના મુપટ્ટમ શ્રી નારાયણનજીની. તેમણે એક પ્રૉજેક્ટની શરૂઆત કરી છે જેનું નામ છે Pots for water of life. તમે જ્યારે આ પ્રૉજક્ટ વિશે જાણશો તો વિચારશો કે કેવું કમાલનું કામ છે?
સાથીઓ, મુપટ્ટમ શ્રી નારાયણનજી, ઉનાળાની ગરમી દરમિયાન પશુ-પક્ષીઓને પાણીની તકલીફ ન પડે તે માટે માટીનાં વાસણો વહેંચવાનું અભિયાન ચલાવી રહ્યા છે. ઉનાળામાં તેઓ પશુ-પક્ષીઓની આ તકલીફ જોઈને પોતે પણ તકલીફ પામતા હતા. પછી તેમણે વિચાર્યું કે તેઓ પોતે જ કેમ માટીનાં વાસણો વહેંચવાનું શરૂ કરે, જેથી બીજા પાસે તે વાસણોમાં માત્ર પાણી ભરવાનું કામ રહે. તમને આશ્ચર્ય થશે કે નારાયણનજી દ્વારા વહેંચવામાં આવેલાં વાસણોનો આંકડો એક લાખને પાર કરવા જઈ રહ્યો છે. તેમના અભિયાનમાં એક લાખમું વાસણ તેઓ ગાંધીજી દ્વારા સ્થાપિત સાબરમતી આશ્રમને દાન કરશે. આજે જ્યારે ઉનાળાની ઋતુએ ટકોરા માર્યા છે તો નારાયણનજીનું આ કામ આપણને બધાને જરૂર પ્રેરિત કરશે અને આપણે પણ આ ઉનાળામાં આપણા પશુ-પક્ષી મિત્રો માટે પાણીની વ્યવસ્થા કરીશું.
સાથીઓ, હું ‘મન કી બાત’ના શ્રોતાઓને પણ અનુરોધ કરીશ કે આપણે આપણા સંકલ્પોનો ફરી ઉચ્ચાર કરીએ. પાણીનું એક-એક ટીપું બચાવવા માટે આપણે જે પણ કંઈ કરી શકીએ તે આપણે જરૂર કરવું જોઈએ. તે ઉપરાંત પાણીના રિસાઇકલિંગ પર પણ આપણે એટલું જ જોર આપતા રહેવાનું છે. ઘરમાં વપરાયેલું પાણી કુંડામાં છોડને પાણી પાવા કામ આવી શકે છે. બગીચામાં કામ આવી શકે છે. તે જરૂર ફરી વપરાવું જોઈએ. થોડા પ્રયાસોથી તમે તમારા ઘરમાં આવી વ્યવસ્થાઓ બનાવી શકો છો. રહીમદાસજી, સદીઓ પહેલાં, કંઈક હેતુથી જ કહી ગયા હતા કે ‘રહિમન પાની રાખિએ, બિન પાની સબ સૂન’. અને પાણી બચાવવાના આ કામમાં મને બાળકો પાસે ઘણી આશા છે. સ્વચ્છતાને જે રીતે આપણાં બાળકોએ આંદોલન બનાવ્યું, તે જ રીતે ‘પાણી યૌદ્ધા’ બનાવીને, પાણી બનાવવામાં મદદ કરી શકે છે.
સાથીઓ, આપણા દેશમાં જળ સંરક્ષણ, જળ સ્રોતોની સુરક્ષા સદીઓથી સમાજના સ્વભાવનો હિસ્સો રહ્યો છે. મને આનંદ છે કે દેશમાં ઘણા લોકોએ પાણી જાળવવાને જ જીવનનું ધ્યેય બનાવી લીધું છે. જેમ કે ચેન્નાઈમાં એક સાથી છે અરુણ કૃષ્ણમૂર્તિજી. અરુણજી પોતાના વિસ્તારમાં તળાવોને સાફ કરવાનું અભિયાન ચલાવી રહ્યા છે. તેમણે ૧૫૦થી વધુ તળાવોની સફાઈની જવાબદારી ઉપાડી અને તેને સફળતા સાથે પૂરી કરી. આ જ રીતે, મહારાષ્ટ્રના એક સાથી રોહન કાળે છે. રોહન વ્યવસાયથી એક એચઆર વ્યાવસાયિક છે. તેઓ મહારાષ્ટ્રમાં અનેક વાવના સંરક્ષણની ઝુંબેશ ચલાવી રહ્યા છે. તેમાંથી અનેક વાવ તો સેંકડો વર્ષ જૂની છે અને આપણા વારસાનો હિસ્સો હોય છે. સિકંદરાબાદમાં બંસીલાલ- પેટ કૂવો પણ આવી જ એક વાવ છે. વર્ષોની ઉપેક્ષાના કારણે આ વાવ માટી અને કચરાથી પુરાઈ ગઈ હતી. પરંતુ હવે ત્યાં એક વાવને પુનર્જીવિત કરવાનું અભિયાન જનભાગીદારીથી શરૂ થયું છે.
સાથીઓ, હું જે રાજ્યમાંથી આવું છું ત્યાં પાણીની સદા બહુ જ કમી રહી છે. ગુજરાત જેવા રાજ્યમાં વાવની મોટી ભૂમિકા રહી છે. આ કૂવા અથવા વાવડીઓના સંરક્ષણ માટે ‘જળ મંદિર યોજના’એ બહુ મોટી ભૂમિકા ભજવી. સમગ્ર ગુજરાતમાં અનેક વાવડીઓને પુનર્જીવિત કરવામાં આવી. તેનાથી તે વિસ્તારોમાં પાણીનું સ્તર વધારવામાં પણ ઘણી મદદ મળી. આવું જ અભિયાન તમે સ્થાનિક સ્તર પર ચલાવી શકો છો. ચેક ડેમ બનાવવાના હોય કે વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો હોય, તેમાં વ્યક્તિગત પ્રયાસ પણ મહત્ત્વના છે અને સામૂહિક પ્રયાસો પણ જરૂરી છે. જેમ કે સ્વતંત્રતાના અમૃત મહોત્સવમાં આપણા દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછાં ૭૫ અમૃત સરોવર બનાવી શકાય છે. કેટલાંક જૂનાં સરોવરોને સુધારી શકાય છે, કેટલાંક નવાં સરોવર બનાવી શકાય છે. મને વિશ્વાસ છે કે તમે આ દિશામાં કંઈ ને કંઈ પ્રયાસ જરૂર કરશો.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’ તેની એક સુંદરતા એ પણ છે કે મને તમારા સંદેશ અનેક ભાષાઓ, અનેક બોલીઓમાં મળે છે. અનેક લોકો MYGov પર ઑડિયો મેસેજ પણ મોકલે છે. ભારતની સંસ્કૃતિ, આપણી ભાષાઓ, આપણી બોલીઓ, આપણી રહેણીકરણી, ખાણીપીણીનો વિસ્તાર, આ બધી વિવિધતાઓ આપણી ઘણી મોટી શક્તિ છે. પૂર્વથી પશ્ચિમ સુધી, ઉત્તરથી દક્ષિણ સુધી, ભારતને આ વિવિધતાઓ એક કરીને રાખે છે. એક ભારત-શ્રેષ્ઠ ભારત બનાવે છે. તેમાં પણ આપણાં ઐતિહાસિક સ્થળો અને પૌરાણિક કથાઓ, બંનેનું ઘણું યોગદાન હોય છે. તમે વિચારી રહ્યા હશો કે આ વાત હું અત્યારે તમને કેમ કરી રહ્યો છું? તેનું કારણ છે માધવપુર મેળો. માધવપુર મેળો ક્યાં યોજાય છે, કેમ યોજાય છે, કેવી રીતે તે ભારતની વિવિધતા સાથે જોડાયેલો છે તે જાણવું મન કી બાતના શ્રોતાઓને બહુ જ રસપ્રદ લાગશે.
સાથીઓ, ‘માધવપુર મેળો’ ગુજરાતના પોરબંદરના સમુદ્ર પાસે માધવપુર ગામમાં લાગે છે. પરંતુ તેનો હિન્દુસ્તાનના પૂર્વીય છેડા સાથે પણ સંબંધ જોડાય છે. તમે વિચારતા હશો કે આવું કઈ રીતે સંભવ છે? તો તેનો પણ ઉત્તર એક પૌરાણિક કથામાં મળે છે. કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણનો વિવાહ પૂર્વોત્તરનાં રાજકુમારી રુક્મિણી સાથે થયો હતો. આ વિવાહ પોરબંદરના માધવપુરમાં સંપન્ન થયો અને આ વિવાહના પ્રતીક રૂપે આજે પણ ત્યાં માધવપુર મેળો યોજાય છે. પૂર્વ અને પશ્ચિમનો આ ગાઢ સંબંધ, આપણો વારસો છે. સમયની સાથે હવે લોકોના પ્રયાસથી, માધવપુર મેળામાં નવી-નવી ચીજો જોડાઈ રહી છે. આપણે ત્યાં કન્યા પક્ષને ઘરાતી કહેવાય છે અને આ મેળામાં હવે ઈશાન ભારતથી ઘણા ઘરાતી પણ આવવા લાગ્યા છે. એક સપ્તાહ સુધી ચાલતા માધવપુર મેળામાં ઈશાન ભારતના બધાં રાજ્યોના કલાકારો પહોંચે છે, હસ્તકળા સાથે જોડાયેલા કલાકારો પહોંચે છે અને આ મેળાની રોનકને ચાર ચાંદ લગાવી દે છે. એક સપ્તાહ સુધી ભારતના પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓનો આ મેળ, આ માધવપુર મેળો, એક ભારત-શ્રેષ્ઠ ભારતનું બહુ સુંદર ઉદાહરણ બની રહ્યો છે. મારો તમને અનુરોધ છે કે તમે પણ આ મેળા વિશે વાંચો અને જાણો.
મારા પ્રિય દેશવાસીઓ, દેશમાં સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ, હવે જનભાગીદારીનું નવું ઉદાહરણ બની રહ્યો છે. કેટલાક દિવસો પહેલાં ૨૩ માર્ચે શહીદ દિવસ પર દેશના અલગ-અલગ ખૂણામાં અનેક સમારોહ થયા. દેશે પોતાનાં સ્વતંત્રતાનાં નાયક-નાયિકાઓને યાદ કર્યાં, શ્રદ્ધાપૂર્વક યાદ કર્યાં. આ દિવસે જ મને કોલકાતાના વિક્ટૉરિયા મેમોરિયલમાં વિપ્લોબી ભારત ગેલેરીનું લોકાર્પણ કરવાનો અવસર મળ્યો. ભારતના વીર ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલી આપવા માટે તે પોતાની રીતે બહુ જ અનોખી ગેલેરી છે. જો અવસર મળે તો તમે તેને જોવા જરૂર જજો. સાથીઓ, એપ્રિલના મહિનામાં આપણે બે મહાન વિભૂતિઓની જયંતી પણ મનાવીશું. આ બંનેએ ભારતીય સમાજ પર પોતાનો ગાઢ પ્રભાવ ઊભો કર્યો છે. તેમનું નામ છે મહાત્મા ફૂલે અને બાબાસાહેબ આંબેડકર. મહાત્મા ફૂલેની જયંતી ૧૧ એપ્રિલે છે અને બાબાસાહેબની જયંતી આપણે ૧૪ એપ્રિલે ઉજવીશું. આ બંને મહાપુરુષોએ ભેદભાવ અને અસમાનતા વિરુદ્ધ મોટી લડાઈ લડી. મહાત્મા ફૂલેએ તે જમાનામાં દીકરીઓ માટે શાળાઓ ખોલી. કન્યા શિશુ હત્યા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. તેમણે જળ સંકટથી મુક્તિ અપાવવા માટે પણ મોટાં અભિયાન ચલાવ્યાં.
સાથીઓ, મહાત્મા ફૂલેની આ ચર્ચામાં સાવિત્રીબાઈ ફૂલનો ઉલ્લેખ પણ જરૂરી છે. સાવિત્રીબાઈ ફૂલેએ અનેક સામાજિક સંસ્થાઓના નિર્માણમાં મોટી ભૂમિકા નિભાવી. એક શિક્ષિકા અને એક સમાજ સુધારક તરીકે તેમણે સમાજને જાગૃત પણ કર્યો અને તેની હિંમત પણ વધારી. બંનેએ સાથે મળીને સત્યશોધક સમાજની સ્થાપના કરી. જન-જનના સશક્તિકરણના પ્રયાસ કર્યા. આપણે બાબાસાહેબ આંબેડકરનાં કાર્યોમાં પણ મહાત્મા ફૂલેનો પ્રભાવ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. તેઓ કહેતા હતા કે કોઈ પણ સમાજના વિકાસનું આકલન તે સમાજમાં મહિલાઓની સ્થિતિને જોઈને કરી શકાય છે. મહાત્મા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, બાબાસાહેબ આંબેડકરનાં જીવનમાંથી પ્રેરણા લઈને, હું બધાં માતાપિતા અને વાલીઓને અનુરોધ કરું છું કે તેઓ દીકરીઓને જરૂર ભણાવે. દીકરીઓનો શાળામાં પ્રવેશ વધારવા માટે કેટલાક દિવસો પહેલાં જ કન્યા શિક્ષણ પ્રવેશ ઉત્સવ પણ શરૂ કરાયો છે, જે દીકરીઓનું ભણતર કોઈ કારણથી છૂટી ગયું છે તેમને ફરી શાળા લઈ જવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
સાથીઓ, આપણા બધાં માટે સૌભાગ્યની વાત છે કે આપણે બાબાસાહેબ સાથે જોડાયેલાં પંચ તીર્થો માટે કાર્ય કરવાનો પણ અવસર મળ્યો છે. તેમનું જન્મ સ્થાન મહુ હોય, મુંબઈમાં ચૈત્યભૂમિ હોય, લંડનનું તેમનું ઘર હોય, નાગપુરની દીક્ષા ભૂમિ હોય, કે પછી દિલ્લીમાં બાબાસાહેબનું મહાપરિનિર્વાણ સ્થળ, મને બધી જગ્યાઓ પર, બધાં તીર્થો પર જવાનું સૌભાગ્ય મળ્યું છે. હું ‘મન કી બાત’ના શ્રોતાઓને અનુરોધ કરીશ કે તેઓ મહાત્મા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે અને બાબાસાહેબ આંબેડકર સાથે જોડાયેલાં સ્થાનોનાં દર્શન કરવા અવશ્ય જાય. તમને ત્યાં ઘણું બધું શીખવા મળશે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આ વખતે આપણે અનેક વિષયો પર વાત કરી. આગામી મહિને અનેક પર્વ-તહેવારો આવી રહ્યા છે. કેટલાક દિવસો પછી જ નવરાત્રિ છે. નવરાત્રિમાં આપણે વ્રત-ઉપવાસ, શક્તિની સાધના કરીએ છીએ. શક્તિની પૂજા કરીએ છીએ, એટલે કે આપણી પરંપરાઓ આપણને ઉલ્લાસ પણ શીખવે છે અને સંયમ પણ. સંયમ અને તપ પણ આપણા માટે પર્વ જ છે. આથી નવરાત્રિ હંમેશાંથી આપણા બધા માટે ખૂબ જ વિશેષ રહી છે. નવરાત્રિના પહેલા જ દિવસે ગુડી પડવાનું પર્વ પણ છે. એપ્રિલમાં જ ઇસ્ટર પણ આવે છે અને રમઝાનના પવિત્ર દિવસો પણ શરૂ થઈ રહ્યા છે. આપણે બધાંને સાથ લઈને પોતાના પર્વ મનાવીએ, ભારતની વિવિધતાને સશક્ત કરીએ, બધાને આ જ કામના છે. આ વખતે ‘મન કી બાત’માં આટલું જ. આગામી મહિને તમારી સાથે નવા વિષયો સાથે ફરી મુલાકાત થશે. ખૂબ-ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. વિતેલા સપ્તાહે આપણે એક એવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી જેણે આપણને બધાંને ગર્વાન્વિત કર્યા. તમે સાંભળ્યું હશે કે ભારતે ગત સપ્તાહે ૪૦૦ અબજ ડૉલર, એટલે કે ૩૦ લાખ કરોડ રૂપિયાનું નિકાસ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. પહેલી વાર સાંભળવામાં લાગે છે કે આ અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી વાત છે, પરંતુ આ અર્થવ્યવસ્થાથી પણ વધુ, ભારતના સામર્થ્ય, ભારતની ક્ષમતા સાથે જોડાયેલી વાત છે. એક સમયે ભારતનો નિકાસનો આંકડો ક્યારેક ૧૦૦ અબજ, ક્યારેક દોઢસો અબજ, ક્યારેક ૨૦૦ અબજ સુધી રહેતો હતો. હવે આજે જ્યારે ભારત ૪૦૦ અબજ ડૉલર પર પહોંચી ગયું છે ત્યારે તેનો એક અર્થ એ છે કે દુનિયા ભરમાં ભારતમાં બનેલી ચીજોની માગ વધી રહી છે. બીજો અર્થ એ છે કે ભારતની સપ્લાય ચેઇન દિન-પ્રતિદિન મજબૂત થઈ રહી છે અને તેનો એક બહુ મોટો સંદેશ પણ છે. દેશ વિરાટ ડગલું જ્યારે ભરે છે, જ્યારે સપનાંઓથી મોટા સંકલ્પ હોય છે, જ્યારે સંકલ્પ માટે દિવસ-રાત પ્રમાણિકતાથી પ્રયાસ થાય છે તો તે સંકલ્પ સિદ્ધ પણ થાય છે. અને તમે જુઓ, કોઈ વ્યક્તિના જીવનમાં પણ તો આવું જ થતું હોય છે. જ્યારે કોઈના સંકલ્પ, તેના પ્રયાસ, તેનાં સપનાંથી પણ મોટા થઈ જાય છે તો સફળતા તેની પાસે સામે ચાલીને આવે છે.
સાથીઓ, દેશના ખૂણે-ખૂણેથી નવાં-નવાં ઉત્પાદન જ્યારે વિદેશ જઈ રહ્યાં છે. આસામના હૈલાકાંડીના લેધર પ્રૉડક્ટ હોય કે પછી ઉસ્માનાબાદના હેન્ડલૂમ પ્રૉડક્ટ, બીજાપુરનાં ફળ-શાક હોય કે ચંદોલીના બ્લેક રાઇસ, બધાની નિકાસ વધી રહી છે. હવે તમને લદ્દાખની વિશ્વ પ્રસિદ્ધ એપ્રિકૉટ દુબઈમાં પણ મળશે અને સાઉદી અરબમાં તમિલનાડુથી મોકલાયેલાં કેળાં મળશે. હવે સૌથી મોટી વાત એ છે કે નવાં-નવાં ઉત્પાદનો નવા-નવા દેશોમાં મોકલાઈ રહ્યાં છે. જેમ કે હિમાચલ, ઉત્તરાખંડમાં ઉગેલી બાજરી- જાડા અનાજની પહેલી ખેપ ડેનમાર્કમાં નિકાસ કરવામાં આવી. આંધ્ર પ્રદેશના કૃષ્ણા અને ચિત્તૂર જિલ્લાના બંગનપલ્લી અને સુવર્ણરેખા કેરી, દક્ષિણ કોરિયામાં નિકાસ કરવામાં આવી હતી. ત્રિપુરાથી તાજાં ફણસ, હવાઈ માર્ગે, લંડન નિકાસ કરવામાં આવ્યાં અને પહેલી વાર નાગાલેન્ડના રાજા મરચાને લંડન મોકલવામાં આવ્યું. આ રીતે ભાલિયા ઘઉંની પહેલી ખેપ ગુજરાતથી કેન્યા અને શ્રીલંકા નિકાસ કરવામાં આવી. અર્થાત્, હવે તમે બીજા દેશોમાં જશો તો મેઇડ ઇન ઇન્ડિયા પ્રૉડક્ટ્સ પહેલાંની સરખામણીમાં ઘણી વધુ નજરે પડશે.
સાથીઓ, આ યાદી બહુ લાંબી છે અને જેટલી લાંબી આ યાદી છે, તેટલી જ મોટી મેઇક ઇન ઇન્ડિયાની તાકાત છે. તેટલું જ વિરાટ ભારતનું સામર્થ્ય છે. અને સામર્થ્યનો આધાર છે- આપણા ખેડૂતો. આપણા કારીગરો, આપણા વણકરો, આપણા એન્જિનિયરો, આપણા લઘુ ઉદ્યમી, આપણું MSME ક્ષેત્ર, અલગ-અલગ અનેક વ્યવસાયના લોકો, આ બધા તેની સાચી તાકાત છે. તેમની મહેનતથી જ ૪૦૦ અબજ ડૉલરના નિકાસનું લક્ષ્ય પ્રાપ્ત થઈ શક્યું છે અને મને આનંદ છે કે ભારતના લોકોનું આ સામર્થ્ય હવે દુનિયાના ખૂણે-ખૂણે, નવાં બજારોમાં પહોંચી રહ્યું છે. જ્યારે એક-એક ભારતવાસી લૉકલ માટે વૉકલ થાય છે ત્યારે લૉકલને ગ્લૉબલ થવાં વાર લાગતી નથી. આવો, લૉકલને ગ્લૉબલ બનાવીએ અને આપણાં ઉત્પાદનોની પ્રતિષ્ઠા હજુ વધુ વધારીએ.
સાથીઓ, ‘મન કી બાત’ના શ્રોતાઓને એ જાણીને સારું લાગશે કે ઘરેલુ સ્તર પર પણ આપણા લઘુ ઉદ્યમીઓની સફળતા આપણને ગર્વ અપાવે તેવી છે. આજે આપણા લઘુ ઉદ્યમી સરકારી ખરીદીમાં ગર્વમેન્ટ ઇ-માર્કેટ પ્લેસ અર્થાત્ GEMના માધ્યમથી મોટી ભાગીદારી નિભાવી રહ્યા છે. ટૅક્નૉલૉજીના માધ્યમથી ખૂબ જ પારદર્શી વ્યવસ્થા વિકસિત કરવામાં આવી છે. ગત એક વર્ષમાં GEM પૉર્ટલ મારફત, સરકારે એક લાખ કરોડ રૂપિયાથી વધુની ચીજો ખરીદી છે. દેશના ખૂણે-ખૂણેથી લગભગ સવા લાખ લઘુ ઉદ્યમીઓ, નાના દુકાનદારોએ પોતાનો સામાન સરકારને સીધો વેચ્યો છે. એક જમાનો હતો, જ્યારે મોટી કંપનીઓ જ સરકારને સામાન વેચતી હતી. પરંતુ હવે દેશ બદલાઈ રહ્યો છે, જૂની વ્યવસ્થાઓ પણ બદલાઈ રહી છે. હવે નાનામાં નાનો દુકાનદાર પણ GEM પૉર્ટલ પર સરકારે પોતાનો સામાન વેચી શકે છે- આ જ તો નવું ભારત છે. તે ન માત્ર મોટાં સપનાં જુએ છે, પરંતુ તેને લક્ષ્ય સુધી પહોંચાડવાનું સાહસ પણ દેખાડે છે. જ્યાં પહેલા કોઈ નથી પહોંચ્યું. આ જ સાહસની શક્તિ પર આપણે બધા ભારતીયો મળીને આત્મનિર્ભર ભારતનું સપનું પણ અવશ્ય પૂરું કરીશું.
મારા પ્રિય દેશવાસીઓ, તાજેતરમાં જ યોજાયેલા પદ્મ સમ્માન સમારોહમાં તમે બાબા શિવાનંદજીને જરૂર જોયા હશે. ૧૨૬ વર્ષના વૃદ્ધની સ્ફૂર્તિ જોઈને મારી જેમ બધા જ આશ્ચર્ય પામી ગયા અને મેં જોયું, આંખ પટપટાવી ત્યાં તો તેઓ નંદી મુદ્રામાં પ્રણામ કરવા લાગ્યા. મેં પણ બાબા શિવાનંદજીને ઝૂકીને વારંવાર પ્રણામ કર્યા. ૧૨૬ વર્ષની ઉંમર અને બાબા શિવાનંદની ફિટનેસ, બંને, આજે દેશમાં ચર્ચાનો વિષય છે. મેં સૉશિયલ મિડિયા પર અનેક લોકોની ટીપ્પણી જોઈ, કે બાબા શિવાનંદ, પોતાની ઉંમરથી ચાર ગણી ઓછી ઉંમરના લોકોથી પણ વધુ ફિટ છે. ખરેખર, બાબા શિવાનંદનું જીવન આપણને બધાને પ્રેરિત કરનારું છે. હું તેમના દીર્ઘ આયુની કામના કરું છું. તેમનામાં યોગ પ્રતિ એક પ્રેમ છે અને તેઓ ખૂબ જ આરોગ્યમય જીવનચર્યા જીવે છે.
जीवेम् शरद: शतम् ।
આપણી સંસ્કૃતિમાં બધાને સો વર્ષના સ્વસ્થ જીવનની શુભકામનાઓ આપવામાં આવે છે. આપણે સાત એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ મનાવીશું. આજે સમગ્ર વિશ્વમાં આરોગ્ય માટે ભારતીય ચિંતન, ચાહે તે પછી યોગ હોય કે આયુર્વેદ, તેના પ્રત્યે ઝુકાવ વધી રહ્યો છે. હમણાં જ તમે જોયું હશે કે ગત સપ્તાહે જ કતારમાં એક યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ૧૧૪ દેસોના નાગરિકોએ ભાગ લઈ એક નવો વિશ્વ વિક્રમ બનાવી દીધો. આ રીતે આયુષ ઉદ્યોગનું બજાર પણ સતત મોટું થઈ રહ્યું છે. છ વર્ષ પહેલાં આયુર્વેદ સાથે જોડાયેલી દવાઓનું બજાર ૨૨ હજાર કરોડ રૂપિયાની આસપાસ હતું. આજે આયુષ મેન્યુફૅક્ચરિંગ ઇન્ડસ્ટ્રી એક લાખ ચાલીસ હજાર કરોડ રૂપિયાની આસપાસ પહોંચી રહી છે, અર્થાત્ આ ક્ષેત્રમાં સંભાવનાઓ સતત વધી રહી છે. સ્ટાર્ટ અપ વિશ્વમાં પણ આયુષ આકર્ષણનો વિષય બનતો જાય છે.
સાથીઓ, આરોગ્ય ક્ષેત્રના બીજાં સ્ટાર્ટ અપ પર તો હું પહેલાં અનેક વાર વાત કરી ચૂક્યો છું, પરંતુ આ વખતે આયૂષ સ્ટાર્ટ અપ પર તમારી સાથે વિશેષ રીતે વાત કરીશ. એક સ્ટાર્ટ અપ છે – Kapiva (કપિવા). તેના નામમાં જ તેનો અર્થ છુપાયેલો છે. તેમાં Kaનો અર્થ થાય છે કફ, Piનો અર્થ થાય છે પિત્ત અને Vaનો અર્થ થાય છે- વાત. આ સ્ટાર્ટ અપ આપણી પરંપરાઓ મુજબ આરોગ્યપ્રદ ખાવાની ટેવો પર આધારિત છે. એક બીજું સ્ટાર્ટ અપ નિરોગ સ્ટ્રીટ પણ છે. આયુર્વેદ આરોગ્ય આર્થિક પ્રણાલિમાં એક અનોખી પરિકલ્પના છે. તેનું ટૅક્નૉલૉજી ચાલિત પ્લેટફૉર્મ દુનિયાભરના આયુર્વેદિક ડૉક્ટરોને સીધા લોકો સાથે જોડે છે. ૫૦ હજારથી વધુ પ્રૅક્ટિશનર તેની સાથે જોડાયેલા છે. આ રીતે અત્રેય ઇન્નૉવેશન્સ એક આરોગ્ય કાળજી ટૅક્નૉલૉજી સ્ટાર્ટ અપ છે જે સમગ્ર સુખાકારીના ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે. ઇક્ઝૉરિયલે ન માત્ર અશ્વગંધાના ઉપયોગ માટે જાગૃતિ ફેલાવી છે, પરંતુ ઉચ્ચ ગુણવત્તાના ઉત્પાદનની પ્રક્રિયામાં પણ મોટા પાયે રોકાણ કર્યું છે. ક્યૉરવેદ એ જડીબૂટિઓની આધુનિક શોધ અને પારંપરિક જ્ઞાનના સંગમથી સમગ્ર જીવન માટે આહારવિહાર પૂરક (ડાયેટ્રી સપ્લીમેન્ટ)નું નિર્માણ કર્યું છે.
સાથીઓ, હજુ તો મેં કેટલાંક જ નામ ગણાવ્યાં છે, આ યાદી તો ઘણી લાંબી છે. આ ભારતના યુવા ઉદ્યમીઓ અને ભારતમાં બની રહેલી નવી સંભાવનાઓનું પ્રતીક છે. મારો આરોગ્ય ક્ષેત્રના સ્ટાર્ટ અપ અને ખાસ કરીને આયુષ સ્ટાર્ટ અપને એક અનુરોધ પણ છે. તમે જે પણ ઑનલાઇન પૉર્ટલ બનાવો છો, જે પણ સામગ્રી સર્જો છો, તે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા પ્રાપ્ત બધી ભાષાઓમાં પણ બનાવવાનો પ્રયાસ કરો. દુનિયામાં ઘણા બધા એવા દેશ છે જ્યાં અંગ્રેજી એટલી બોલાતી નથી અને ન તો સમજે છે. આવા દેશોને પણ ધ્યાનમાં રાખીને પોતાની જાણકારીનો પ્રચાર-પ્રસાર કરો. મને વિશ્વાસ છે, ભારતનાં આયુષ સ્ટાર્ટ અપ વધુ સારી ગુણવત્તાનાં ઉત્પાદનોની સાથે ટૂંક સમયમાં, દુનિયાભરમાં છવાઈ જશે.
સાથીઓ, સ્વાસ્થ્યનો સીધો સંબંધ સ્વચ્છતા સાથે પણ જોડાયેલો છે. ‘મન કી બાત’માં આપણે હંમેશાં સ્વચ્છતાના આગ્રહીઓના પ્રયાસોને જરૂર જણાવીએ છીએ. આવા જ સ્વચ્છાગ્રહી છે- ચંદ્રકિશોર પાટીલજી. તેઓ મહારાષ્ટ્રના નાસિકમાં રહે છે. ચંદ્રકિશોરજીનો સ્વચ્છતા અંગેનો સંકલ્પ બહુ પ્રબળ છે. તેઓ ગોદાવરી નદીની પાસે ઊભા રહે છે અને લોકોને સતત નદીમાં કચરો ન ફેંકવા માટે પ્રેરિત કરે છે. તેમને જો કોઈ આવું કરતો દેખાય તો તેને તરત ના પાડે છે. આ કામમાં ચંદ્રકિશોરજી પોતાનો ઘણો સમય આપે છે. સાંજ સુધી તેમની પાસે એવી ચીજોનો ઢગલો થઈ જાય છે, જે લોકો નદીમાં ફેંકવા માટે લાવેલા હોય છે. ચંદ્રકિશોરજીના આ પ્રયાસ, જાગૃતિને પણ વધારે છે અને પ્રેરણા પણ આપે છે. આ રીતે, એક બીજા સ્વચ્છાગ્રહી છે- ઉડીસામાં પુરીના રાહુલ મહારાણા. રાહુલ દર રવિવારે સવારે-સવારે પુરીમાં તીર્થસ્થળો પાસે આવે છે અને ત્યાં પ્લાસ્ટિકનો કચરો સાફ કરે છે. તેઓ અત્યાર સુધીમાં સેંકડો કિલો પ્લાસ્ટિકનો કચરો અને ગંદકી સાફ કરી ચૂક્યા છે. પુરીના રાહુલ હોય કે નાસિકના ચંદ્રકિશોર, તેઓ આપણને બધાંને ઘણું બધું શીખવાડે છે. નાગરિક તરીકે, આપણે આપણાં કર્તવ્યોને નિભાવીએ, પછી તે સ્વચ્છતા હોય, પોષણ હોય, કે પછી રસીકરણ, આ બધા પ્રયાસોથી પણ સ્વસ્થ રહેવામાં મદદ મળે છે.
મારા પ્રિય દેશવાસીઓ, આવો વાત કરીએ કેરળના મુપટ્ટમ શ્રી નારાયણનજીની. તેમણે એક પ્રૉજેક્ટની શરૂઆત કરી છે જેનું નામ છે Pots for water of life. તમે જ્યારે આ પ્રૉજક્ટ વિશે જાણશો તો વિચારશો કે કેવું કમાલનું કામ છે?
સાથીઓ, મુપટ્ટમ શ્રી નારાયણનજી, ઉનાળાની ગરમી દરમિયાન પશુ-પક્ષીઓને પાણીની તકલીફ ન પડે તે માટે માટીનાં વાસણો વહેંચવાનું અભિયાન ચલાવી રહ્યા છે. ઉનાળામાં તેઓ પશુ-પક્ષીઓની આ તકલીફ જોઈને પોતે પણ તકલીફ પામતા હતા. પછી તેમણે વિચાર્યું કે તેઓ પોતે જ કેમ માટીનાં વાસણો વહેંચવાનું શરૂ કરે, જેથી બીજા પાસે તે વાસણોમાં માત્ર પાણી ભરવાનું કામ રહે. તમને આશ્ચર્ય થશે કે નારાયણનજી દ્વારા વહેંચવામાં આવેલાં વાસણોનો આંકડો એક લાખને પાર કરવા જઈ રહ્યો છે. તેમના અભિયાનમાં એક લાખમું વાસણ તેઓ ગાંધીજી દ્વારા સ્થાપિત સાબરમતી આશ્રમને દાન કરશે. આજે જ્યારે ઉનાળાની ઋતુએ ટકોરા માર્યા છે તો નારાયણનજીનું આ કામ આપણને બધાને જરૂર પ્રેરિત કરશે અને આપણે પણ આ ઉનાળામાં આપણા પશુ-પક્ષી મિત્રો માટે પાણીની વ્યવસ્થા કરીશું.
સાથીઓ, હું ‘મન કી બાત’ના શ્રોતાઓને પણ અનુરોધ કરીશ કે આપણે આપણા સંકલ્પોનો ફરી ઉચ્ચાર કરીએ. પાણીનું એક-એક ટીપું બચાવવા માટે આપણે જે પણ કંઈ કરી શકીએ તે આપણે જરૂર કરવું જોઈએ. તે ઉપરાંત પાણીના રિસાઇકલિંગ પર પણ આપણે એટલું જ જોર આપતા રહેવાનું છે. ઘરમાં વપરાયેલું પાણી કુંડામાં છોડને પાણી પાવા કામ આવી શકે છે. બગીચામાં કામ આવી શકે છે. તે જરૂર ફરી વપરાવું જોઈએ. થોડા પ્રયાસોથી તમે તમારા ઘરમાં આવી વ્યવસ્થાઓ બનાવી શકો છો. રહીમદાસજી, સદીઓ પહેલાં, કંઈક હેતુથી જ કહી ગયા હતા કે ‘રહિમન પાની રાખિએ, બિન પાની સબ સૂન’. અને પાણી બચાવવાના આ કામમાં મને બાળકો પાસે ઘણી આશા છે. સ્વચ્છતાને જે રીતે આપણાં બાળકોએ આંદોલન બનાવ્યું, તે જ રીતે ‘પાણી યૌદ્ધા’ બનાવીને, પાણી બનાવવામાં મદદ કરી શકે છે.
સાથીઓ, આપણા દેશમાં જળ સંરક્ષણ, જળ સ્રોતોની સુરક્ષા સદીઓથી સમાજના સ્વભાવનો હિસ્સો રહ્યો છે. મને આનંદ છે કે દેશમાં ઘણા લોકોએ પાણી જાળવવાને જ જીવનનું ધ્યેય બનાવી લીધું છે. જેમ કે ચેન્નાઈમાં એક સાથી છે અરુણ કૃષ્ણમૂર્તિજી. અરુણજી પોતાના વિસ્તારમાં તળાવોને સાફ કરવાનું અભિયાન ચલાવી રહ્યા છે. તેમણે ૧૫૦થી વધુ તળાવોની સફાઈની જવાબદારી ઉપાડી અને તેને સફળતા સાથે પૂરી કરી. આ જ રીતે, મહારાષ્ટ્રના એક સાથી રોહન કાળે છે. રોહન વ્યવસાયથી એક એચઆર વ્યાવસાયિક છે. તેઓ મહારાષ્ટ્રમાં અનેક વાવના સંરક્ષણની ઝુંબેશ ચલાવી રહ્યા છે. તેમાંથી અનેક વાવ તો સેંકડો વર્ષ જૂની છે અને આપણા વારસાનો હિસ્સો હોય છે. સિકંદરાબાદમાં બંસીલાલ- પેટ કૂવો પણ આવી જ એક વાવ છે. વર્ષોની ઉપેક્ષાના કારણે આ વાવ માટી અને કચરાથી પુરાઈ ગઈ હતી. પરંતુ હવે ત્યાં એક વાવને પુનર્જીવિત કરવાનું અભિયાન જનભાગીદારીથી શરૂ થયું છે.
સાથીઓ, હું જે રાજ્યમાંથી આવું છું ત્યાં પાણીની સદા બહુ જ કમી રહી છે. ગુજરાત જેવા રાજ્યમાં વાવની મોટી ભૂમિકા રહી છે. આ કૂવા અથવા વાવડીઓના સંરક્ષણ માટે ‘જળ મંદિર યોજના’એ બહુ મોટી ભૂમિકા ભજવી. સમગ્ર ગુજરાતમાં અનેક વાવડીઓને પુનર્જીવિત કરવામાં આવી. તેનાથી તે વિસ્તારોમાં પાણીનું સ્તર વધારવામાં પણ ઘણી મદદ મળી. આવું જ અભિયાન તમે સ્થાનિક સ્તર પર ચલાવી શકો છો. ચેક ડેમ બનાવવાના હોય કે વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો હોય, તેમાં વ્યક્તિગત પ્રયાસ પણ મહત્ત્વના છે અને સામૂહિક પ્રયાસો પણ જરૂરી છે. જેમ કે સ્વતંત્રતાના અમૃત મહોત્સવમાં આપણા દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછાં ૭૫ અમૃત સરોવર બનાવી શકાય છે. કેટલાંક જૂનાં સરોવરોને સુધારી શકાય છે, કેટલાંક નવાં સરોવર બનાવી શકાય છે. મને વિશ્વાસ છે કે તમે આ દિશામાં કંઈ ને કંઈ પ્રયાસ જરૂર કરશો.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’ તેની એક સુંદરતા એ પણ છે કે મને તમારા સંદેશ અનેક ભાષાઓ, અનેક બોલીઓમાં મળે છે. અનેક લોકો MYGov પર ઑડિયો મેસેજ પણ મોકલે છે. ભારતની સંસ્કૃતિ, આપણી ભાષાઓ, આપણી બોલીઓ, આપણી રહેણીકરણી, ખાણીપીણીનો વિસ્તાર, આ બધી વિવિધતાઓ આપણી ઘણી મોટી શક્તિ છે. પૂર્વથી પશ્ચિમ સુધી, ઉત્તરથી દક્ષિણ સુધી, ભારતને આ વિવિધતાઓ એક કરીને રાખે છે. એક ભારત-શ્રેષ્ઠ ભારત બનાવે છે. તેમાં પણ આપણાં ઐતિહાસિક સ્થળો અને પૌરાણિક કથાઓ, બંનેનું ઘણું યોગદાન હોય છે. તમે વિચારી રહ્યા હશો કે આ વાત હું અત્યારે તમને કેમ કરી રહ્યો છું? તેનું કારણ છે માધવપુર મેળો. માધવપુર મેળો ક્યાં યોજાય છે, કેમ યોજાય છે, કેવી રીતે તે ભારતની વિવિધતા સાથે જોડાયેલો છે તે જાણવું મન કી બાતના શ્રોતાઓને બહુ જ રસપ્રદ લાગશે.
સાથીઓ, ‘માધવપુર મેળો’ ગુજરાતના પોરબંદરના સમુદ્ર પાસે માધવપુર ગામમાં લાગે છે. પરંતુ તેનો હિન્દુસ્તાનના પૂર્વીય છેડા સાથે પણ સંબંધ જોડાય છે. તમે વિચારતા હશો કે આવું કઈ રીતે સંભવ છે? તો તેનો પણ ઉત્તર એક પૌરાણિક કથામાં મળે છે. કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણનો વિવાહ પૂર્વોત્તરનાં રાજકુમારી રુક્મિણી સાથે થયો હતો. આ વિવાહ પોરબંદરના માધવપુરમાં સંપન્ન થયો અને આ વિવાહના પ્રતીક રૂપે આજે પણ ત્યાં માધવપુર મેળો યોજાય છે. પૂર્વ અને પશ્ચિમનો આ ગાઢ સંબંધ, આપણો વારસો છે. સમયની સાથે હવે લોકોના પ્રયાસથી, માધવપુર મેળામાં નવી-નવી ચીજો જોડાઈ રહી છે. આપણે ત્યાં કન્યા પક્ષને ઘરાતી કહેવાય છે અને આ મેળામાં હવે ઈશાન ભારતથી ઘણા ઘરાતી પણ આવવા લાગ્યા છે. એક સપ્તાહ સુધી ચાલતા માધવપુર મેળામાં ઈશાન ભારતના બધાં રાજ્યોના કલાકારો પહોંચે છે, હસ્તકળા સાથે જોડાયેલા કલાકારો પહોંચે છે અને આ મેળાની રોનકને ચાર ચાંદ લગાવી દે છે. એક સપ્તાહ સુધી ભારતના પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓનો આ મેળ, આ માધવપુર મેળો, એક ભારત-શ્રેષ્ઠ ભારતનું બહુ સુંદર ઉદાહરણ બની રહ્યો છે. મારો તમને અનુરોધ છે કે તમે પણ આ મેળા વિશે વાંચો અને જાણો.
મારા પ્રિય દેશવાસીઓ, દેશમાં સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ, હવે જનભાગીદારીનું નવું ઉદાહરણ બની રહ્યો છે. કેટલાક દિવસો પહેલાં ૨૩ માર્ચે શહીદ દિવસ પર દેશના અલગ-અલગ ખૂણામાં અનેક સમારોહ થયા. દેશે પોતાનાં સ્વતંત્રતાનાં નાયક-નાયિકાઓને યાદ કર્યાં, શ્રદ્ધાપૂર્વક યાદ કર્યાં. આ દિવસે જ મને કોલકાતાના વિક્ટૉરિયા મેમોરિયલમાં વિપ્લોબી ભારત ગેલેરીનું લોકાર્પણ કરવાનો અવસર મળ્યો. ભારતના વીર ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલી આપવા માટે તે પોતાની રીતે બહુ જ અનોખી ગેલેરી છે. જો અવસર મળે તો તમે તેને જોવા જરૂર જજો. સાથીઓ, એપ્રિલના મહિનામાં આપણે બે મહાન વિભૂતિઓની જયંતી પણ મનાવીશું. આ બંનેએ ભારતીય સમાજ પર પોતાનો ગાઢ પ્રભાવ ઊભો કર્યો છે. તેમનું નામ છે મહાત્મા ફૂલે અને બાબાસાહેબ આંબેડકર. મહાત્મા ફૂલેની જયંતી ૧૧ એપ્રિલે છે અને બાબાસાહેબની જયંતી આપણે ૧૪ એપ્રિલે ઉજવીશું. આ બંને મહાપુરુષોએ ભેદભાવ અને અસમાનતા વિરુદ્ધ મોટી લડાઈ લડી. મહાત્મા ફૂલેએ તે જમાનામાં દીકરીઓ માટે શાળાઓ ખોલી. કન્યા શિશુ હત્યા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. તેમણે જળ સંકટથી મુક્તિ અપાવવા માટે પણ મોટાં અભિયાન ચલાવ્યાં.
સાથીઓ, મહાત્મા ફૂલેની આ ચર્ચામાં સાવિત્રીબાઈ ફૂલનો ઉલ્લેખ પણ જરૂરી છે. સાવિત્રીબાઈ ફૂલેએ અનેક સામાજિક સંસ્થાઓના નિર્માણમાં મોટી ભૂમિકા નિભાવી. એક શિક્ષિકા અને એક સમાજ સુધારક તરીકે તેમણે સમાજને જાગૃત પણ કર્યો અને તેની હિંમત પણ વધારી. બંનેએ સાથે મળીને સત્યશોધક સમાજની સ્થાપના કરી. જન-જનના સશક્તિકરણના પ્રયાસ કર્યા. આપણે બાબાસાહેબ આંબેડકરનાં કાર્યોમાં પણ મહાત્મા ફૂલેનો પ્રભાવ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. તેઓ કહેતા હતા કે કોઈ પણ સમાજના વિકાસનું આકલન તે સમાજમાં મહિલાઓની સ્થિતિને જોઈને કરી શકાય છે. મહાત્મા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, બાબાસાહેબ આંબેડકરનાં જીવનમાંથી પ્રેરણા લઈને, હું બધાં માતાપિતા અને વાલીઓને અનુરોધ કરું છું કે તેઓ દીકરીઓને જરૂર ભણાવે. દીકરીઓનો શાળામાં પ્રવેશ વધારવા માટે કેટલાક દિવસો પહેલાં જ કન્યા શિક્ષણ પ્રવેશ ઉત્સવ પણ શરૂ કરાયો છે, જે દીકરીઓનું ભણતર કોઈ કારણથી છૂટી ગયું છે તેમને ફરી શાળા લઈ જવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
સાથીઓ, આપણા બધાં માટે સૌભાગ્યની વાત છે કે આપણે બાબાસાહેબ સાથે જોડાયેલાં પંચ તીર્થો માટે કાર્ય કરવાનો પણ અવસર મળ્યો છે. તેમનું જન્મ સ્થાન મહુ હોય, મુંબઈમાં ચૈત્યભૂમિ હોય, લંડનનું તેમનું ઘર હોય, નાગપુરની દીક્ષા ભૂમિ હોય, કે પછી દિલ્લીમાં બાબાસાહેબનું મહાપરિનિર્વાણ સ્થળ, મને બધી જગ્યાઓ પર, બધાં તીર્થો પર જવાનું સૌભાગ્ય મળ્યું છે. હું ‘મન કી બાત’ના શ્રોતાઓને અનુરોધ કરીશ કે તેઓ મહાત્મા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે અને બાબાસાહેબ આંબેડકર સાથે જોડાયેલાં સ્થાનોનાં દર્શન કરવા અવશ્ય જાય. તમને ત્યાં ઘણું બધું શીખવા મળશે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આ વખતે આપણે અનેક વિષયો પર વાત કરી. આગામી મહિને અનેક પર્વ-તહેવારો આવી રહ્યા છે. કેટલાક દિવસો પછી જ નવરાત્રિ છે. નવરાત્રિમાં આપણે વ્રત-ઉપવાસ, શક્તિની સાધના કરીએ છીએ. શક્તિની પૂજા કરીએ છીએ, એટલે કે આપણી પરંપરાઓ આપણને ઉલ્લાસ પણ શીખવે છે અને સંયમ પણ. સંયમ અને તપ પણ આપણા માટે પર્વ જ છે. આથી નવરાત્રિ હંમેશાંથી આપણા બધા માટે ખૂબ જ વિશેષ રહી છે. નવરાત્રિના પહેલા જ દિવસે ગુડી પડવાનું પર્વ પણ છે. એપ્રિલમાં જ ઇસ્ટર પણ આવે છે અને રમઝાનના પવિત્ર દિવસો પણ શરૂ થઈ રહ્યા છે. આપણે બધાંને સાથ લઈને પોતાના પર્વ મનાવીએ, ભારતની વિવિધતાને સશક્ત કરીએ, બધાને આ જ કામના છે. આ વખતે ‘મન કી બાત’માં આટલું જ. આગામી મહિને તમારી સાથે નવા વિષયો સાથે ફરી મુલાકાત થશે. ખૂબ-ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતમાં ફરી એક વાર આપ સર્વેનું સ્વાગત છે. આજે મન કી બાતની શરૂઆત આપણે, ભારતની સફળતાના ઉલ્લેખ સાથે કરીશું. આ મહિનાની શરૂઆતમાં, ભારત ઇટાલીથી તેના મૂલ્યવાન વારસામાંથી એક પરત લાવવામાં સફળ રહ્યું છે. આ એક વારસો છે, અવલોકિતેશ્વર પદ્મપાણીની હજાર વર્ષથી વધુ જૂની પ્રતિમા. આ મૂર્તિ બિહારમાં ગયાજીના દેવી સ્થાન કુંડલપુર મંદિરમાંથી થોડા વર્ષો પહેલા ચોરાઈ ગઈ હતી. પરંતુ ઘણા પ્રયત્નો બાદ હવે ભારતને આ પ્રતિમા પરત મળી છે. એ જ રીતે, થોડા વર્ષો પહેલા તમિલનાડુના વેલ્લોરમાંથી ભગવાન આંજનેય્યર, હનુમાનજીની મૂર્તિ ચોરાઈ હતી. હનુમાનજીની આ મૂર્તિ પણ 600-700 વર્ષ જૂની હતી. આ મહિનાની શરૂઆતમાં, અમને ઓસ્ટ્રેલિયામાં આ મળી, અમારા હાઇકમિશનને તે મળી ચૂકી છે.
સાથીઓ, આપણા હજારો વર્ષના ઈતિહાસમાં દેશના ખૂણે ખૂણે એક પછી એક મૂર્તિઓ હંમેશા બનાવવામાં આવતી હતી, તેમાં શ્રધ્ધા પણ હતી, સામર્થ્ય પણ હતું, અને કૌશલ્ય પણ.. અને વિવિધતાથી ભરપૂર હતી અને આપણી દરેક મૂર્તિના તત્કાલીન સમયનો પ્રભાવ જોવા મળે છે. તેઓ ભારતીય શિલ્પકલાનું અનોખું ઉદાહરણ તો હતું જ અને તેમની સાથે આપણી શ્રદ્ધા પણ જોડાયેલી હતી. પરંતુ, ભૂતકાળમાં ઘણી મૂર્તિઓ ચોરાઈને ભારતની બહાર જતી રહી હતી. કયારેક આ દેશમાં તો કયારેક તે દેશમાં આ મૂર્તિઓ વેચાતી અને તેમના માટે તે માત્ર કલાકૃતિ હતી. ન તો તેઓને તેના ઈતિહાસ સાથે કોઈ લેવાદેવા હતી કે ન તેની શ્રદ્ધા સાથે લેવા દેવા હતા. આ મૂર્તિઓને પરત લાવવાની ભારત માતા પ્રત્યેની આપણી જવાબદારી છે. આ મૂર્તિઓમાં ભારતના આત્માનો, આસ્થાનો અંશ છે. તેમનું એક સાંસ્કૃતિક-ઐતિહાસિક મહત્વ પણ છે. આ જવાબદારીને સમજીને ભારતે તેના પ્રયાસો વધાર્યા. અને તેનું કારણ એ પણ હતું કે ચોરી કરવાની જે વૃત્તિ હતી તેમાં પણ ડર ઉત્પન્ન થયો. જે દેશોમાં આ મૂર્તિઓ ચોરી કરીને લઈ જવામાં આવી હતી, હવે તેઓને પણ એવું લાગવા માંડ્યું છે કે ભારત સાથેના સંબંધોમાં soft powerની જે diplomatic channel હોય છે તેમાં તેનું પણ પણ ઘણું મહત્વ હોઈ શકે છે. કારણ કે તેની સાથે ભારતની ભાવનાઓ જોડાયેલી છે, ભારતની શ્રદ્ધા જોડાયેલી છે, અને એક રીતે, તે people to people relation માં પણ તે ઘણી શક્તિ ઉત્પન્ન કરે છે. હમણાં થોડા દિવસો પહેલા જ તમે જોયું હશે કે કાશીમાંથી ચોરાયેલી માતા અન્નપૂર્ણા દેવીની મૂર્તિ પણ પાછી લાવવામાં આવી હતી. તે ભારત પ્રત્યે બદલાતા વિશ્વ દૃષ્ટિકોણનું આ ઉદાહરણ છે. વર્ષ 2013 સુધી લગભગ 13 મૂર્તિઓ ભારતમાં આવી હતી. પરંતુ, છેલ્લા સાત વર્ષમાં, 200 થી પણ વધુ કિંમતી મૂર્તિઓને ભારત સફળતાપૂર્વક પરત લાવ્યું છે. અમેરિકા, બ્રિટન, હોલેન્ડ, ફ્રાન્સ, કેનેડા, જર્મની, સિંગાપોર જેવા અનેક દેશોએ ભારતની આ ભાવનાને સમજી છે અને મૂર્તિઓને પરત લાવવામાં આપણી મદદ કરી છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં જ્યારે હું અમેરિકા ગયો હતો, ત્યારે મને ત્યાં ઘણી જૂની મૂર્તિઓ અને સાંસ્કૃતિક મહત્વની ઘણી વસ્તુઓ પ્રાપ્ત થઈ હતી. જ્યારે દેશનો કોઈ પણ મૂલ્યવાન વારસો પરત મળે છે તો સ્વાભાવિક છે ઈતિહાસમાં શ્રદ્ધા ધરાવનારાઓ, પુરાતત્વમાં શ્રદ્ધા ધરાવનારાઓ, આસ્થા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકો અને એક ભારતીય તરીકે આપણને સૌને સંતોષ મળે તે સ્વાભાવિક છે.
સાથીઓ, ભારતીય સંસ્કૃતિ અને આપણા વારસાની વાત કરતા હું આજે આપને મન કી બાત માં બે લોકોને મળાવવા માગું છું. આ દિવસોમાં ફેસબુક, ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર તાન્ઝાનિયાના બે ભાઈ-બહેન કિલી પૉલ અને તેમની બહેન નીમા તે ઘણાં જ ચર્ચામાં છે, અને મને પાક્કો ભરોસો છે, તમે પણ તેમના વિશે ચોક્કસ સાંભળ્યું હશે. તેમની અંદર ભારતીય સંગીતને લઈને એક ઝનૂન છે, એક દિવાનગી છે અને તેને કારણે જ તેઓ ઘણાં જ લોકપ્રિય પણ છે. Lip Sync ની તેમની રીત થી ખબર પડે છે કે આને માટે તેઓ કેટલી વધારે મહેનત કરે છે. હાલ માં જ પ્રજાસત્તાક દિવસના અવસરે આપણું રાષ્ટ્રગીત જન, ગણ, મન ગાતો તેમનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. થોડા દિવસો પહેલાં તેમણે લતા દીદીનું એક ગીત ગાઈને તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પણ આપી હતી. હું આ અદ્ભુત Creativity માટે આ બંન્ને ભાઈ-બહેન કિલી અને નીમા, તેમની ખૂબ પ્રશંસા કરું છું. થોડા દિવસ પહેલા ટાંઝાનિયામાં ભારતીય દૂતાવાસમાં તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ભારતીય સંગીતનો જાદૂ કંઈક એવો છે, જે બધાને મોહિત કરી લે છે. મને યાદ છે, કેટલાક વર્ષો પહેલાં દુનિયાના દોઢસો થી વધુ દેશના ગાયકો-સંગીતકારોએ પોત-પોતાના દેશમાં, પોત-પોતાની વેશભૂષામાં પૂજ્ય બાપૂનું પ્રિય, મહાત્મા ગાંધીનું પ્રિય ભજન, વૈષ્ણવ જન ગાવાનો સફળ પ્રયોગ કર્યો હતો.
--
આજે જ્યારે ભારત પોતાની આઝાદીના 75મા વર્ષનું મહત્વપૂર્ણ પર્વ મનાવી રહ્યા છીએ, તો દેશભક્તિના ગીતોને લઈને પણ આવા પ્રયોગ કરી શકાય છે. કે જ્યાં વિદેશી નાગરિકોને, ત્યાંના પ્રસિદ્ધ ગાયકોને, ભારતીય દેશભક્તિના ગીત ગાવા માટે આમંત્રિત કરીએ. એટલું જ નહીં, જો ટાંઝાનિયામાં કિલિ અને નીમા ભારતના ગીતોને આ રીતે Lip Sync કરી શકે છે તો શું મારા દેશમાં, આપણા દેશની કેટલીયે ભાષાઓમાં, કેટલાય પ્રકારના ગીત છે, શું આપણે કોઈ ગુજરાતી બાળક તમિલ ગીત પર કરે, કોઈ કેરળના બાળકો આસામી ગીત પર કરે, કોઈ કન્નડ બાળકો જમ્મુ-કાશ્મીરના ગીતો પર કરે. એક એવો માહોલ બનાવી શકીએ છીએ આપણે, જેમાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ આપણે અનુભવ કરી શકીએ. એટલું જ નહીં આપણે આઝાદીના અમૃત મહોત્સવને એક નવી રીતે ચોક્કસ મનાવી શકીએ છીએ. હું દેશના નવયુવાનોને આહ્વાન કરું છું, આવો, કે ભારતીય ભાષાઓનાં જે પોપ્યુલર ગીતો છે, તેને આપ આપની રીતે વીડિયો બનાવો, બહુ જ પોપ્યુલર થઈ જશો તમે. અને દેશની વિવિધતાઓનો નવી પેઢીને પરિચય થશે.
મારા પ્રિય દેશવાસીઓ, હમણાં થોડા દિવસો પહેલાં જ આપણે માતૃભાષા દિવસ મનાવ્યો. જે વિદ્વાન લોકો છે, તેઓ માતૃભાષા શબ્દ ક્યાંથી આવ્યો, તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તેને લઈને ઘણાં academic input આપી શકે છે. હું તો માતૃભાષા માટે એ જ કહીશ કે જેમ આપણા જીવનને આપણી માં ઘડે છે, તેવી જ રીતે માતૃભાષા પણ આપણા જીવનને ઘડે છે. માં અને માતૃભાષા બંને મળીને જીવનના foundation ને મજબૂત બનાવે છે, ચિરંજીવ બનાવે છે. જેમ આપણે આપણી માં ને નથી છોડી શકતા, તેવી જ રીતે આપણી માતૃભાષાને પણ ન છોડી શકીએ. મને વર્ષો પહેલાંની એક વાત યાદ છે, જ્યારે મારે અમેરિકા જવાનું થયું, તો અલગ અલગ પરિવારોમાં જવાનો મોકો મળતો હતો, કે એક વખત મારે એક તેલૂગુ પરિવારમાં જવાનું થયું અને મને એક બહુ જ ખુશીનું દ્રશ્ય ત્યાં જોવા મળ્યું. તેમણે મને જણાવ્યું કે અમે લોકોએ પરિવારમાં નિયમ બનાવ્યો છે કે કેટલુંય કામ કેમ ન હોય, પરંતુ જો અમે શહેરની બહાર નથી તો પરિવારના બધા જ સભ્યો ડિનર, ટેબલ પર સાથે બેસીને લઈશું અને બીજું એ કે ડિનર ના ટેબલ પર compulsory બધા તેલૂગુ ભાષામાં જ બોલશે. જે બાળકો ત્યાં જન્મ્યા હતા, તેમના માટે પણ આ નિયમ હતો. પોતાની માતૃભાષા પ્રત્યે આ પ્રેમ જોઈને આ પરિવારથી હું ઘણો જ પ્રભાવિત થયો હતો.
સાથીઓ, આઝાદીના 75 વર્ષ પછી પણ કેટલાક લોકો એવા માનસિક દ્વંદ્વમાં જીવી રહ્યા છે જેને કારણે તેમને તેમની ભાષા, તેમનો પહેરવેશ, પોતાની ખાણી-પીણીને લઈને એક સંકોચ થાય છે, જ્યારે વિશ્વમાં ક્યાંય એવું નથી. આપણી માતૃભાષા છે, આપણે તેને ગર્વ સાથે બોલવી જોઈએ. અને આપણું ભારત તો ભાષાઓના મામલામાં એટલું સમૃદ્ધ છે કે તેની તુલના જ ન થઈ શકે. આપણી ભાષાઓની સૌથી મોટી સુંદરતા એ છે કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી, કચ્છથી કોહિમા સુધી સેંકડો ભાષાઓ, હજારો બોલી, એકબીજાથી અલગ પરંતુ એકબીજામાં રચાયેલી-ગૂંથાયેલી છે – ભાષા અનેક, ભાવ એક. સદીઓથી આપણી ભાષાઓ એકબીજા પાસેથી શીખીને પોતાને પરિષ્કૃત કરી રહી છે, એકબીજાનો વિકાસ કરી રહી છે. ભારતમાં વિશ્વની સૌથી જૂની ભાષા તમિલ છે અને એ વાતનો દરેક ભારતીયને ગર્વ હોવો જોઈએ કે દુનિયાનો આટલો મોટો વારસો આપણી પાસે છે. તેવી જ રીતે જેટલા જૂના ધર્મશાસ્ત્ર છે, તેની અભિવ્યક્તિ પણ આપણી સંસ્કૃત ભાષામાં છે. ભારતના લોકો લગભગ 121 એટલે કે આપણને ગર્વ થશે, 121 પ્રકારની માતૃભાષાઓ સાથે જોડાયેલા છે અને તેમાંથી 14 ભાષાઓ તો એવી છએ જે એક કરોડથી પણ વધુ લોકો રોજિંદા જીવનમાં બોલે છે. એટલે જેટલી કોઈ યુરોપિયન દેશની કુલ જનસંખ્યા નથી, તેનાથી વધારે લોકો આપણે ત્યાં અલગ-અલગ 14 ભાષાઓ સાથે જોડાયેલા છે. વર્ષ 2019માં હિન્દી, દુનિયાની સૌથી વધારે બોલાતી ભાષાઓમાં ત્રીજા ક્રમાંક પર હતી. એ વાતનો પણ દરેક ભારતીયને ગર્વ હોવો જોઈએ. ભાષા માત્ર અભિવ્યક્તિનું જ માધ્યમ નથી, પરંતુ ભાષા સમાજની સંસ્કૃતિ અને વારસાને પણ સાચવવાનું કામ કરે છે. આપણી ભાષાના વારસાનો સાચવવાનું આવું જ કામ સૂરીનામમાં સુરજન પરોહી જી કરી રહ્યા છે. આ મહિનાની 2 તારીખે તેઓ 84 વર્ષના થયા. તેમના પૂર્વજ પણ વર્ષો પહેલાં, હજારો શ્રમિકો સાથે, રોજી-રોટી માટે સૂરીનામ ગયા હતા. સુરજન પરોહી જી હિન્દીમાં ઘણી જ સારી કવિતા લખે છે, ત્યાંના રાષ્ટ્રીય કવિઓમાં તેમનું નામ લેવામાં આવે છે. એટલે કે આજે પણ તેમના હ્રદયમાં હિન્દુસ્તાન ઘબકે છે, તેમના કાર્યોમાં હિન્દુસ્તાની માટીની સુગંધ છે. સૂરીનામના લોકોએ સુરજન પરોહી જીના નામ પર એક સંગ્રહાલય પણ બનાવ્યું છે. મારા માટે એ ઘણું જ સુખદ છે કે વર્ષ 2015માં મને તેમને સન્માનિત કરવાનો મોકો મળ્યો હતો.
સાથીઓ, આજના દિવસે એટલે કે 27 ફેબ્રુઆરીએ મરાઠી ભાષા ગૌરવ દિવસ પણ છે.
“સર્વ મરાઠી બંધુ ભગિનિના મરાઠી ભાષા દિનાચ્યા હાર્દિક શુભેચ્છા.”
આ દિવસ મરાઠી કવિરાજ વિષ્ણુ બામન શિરવાડકર જી, શ્રીમાન કુસુમાગ્રજ જીને સમર્પિત છે. આજે જ કુસુમાગ્રજ જીની જન્મ જયંતિ પણ છે. કુસુમાગ્રજ જીએ મરાઠીમાં કવિતાઓ લખી, અનેક નાટકો લખ્યા, મરાઠી સાહિત્યને નવી ઉંચાઈ આપી.
સાથીઓ, આપણે ત્યાં ભાષાની પોતાની ખૂબીઓ છે, માતૃભાષાનું પોતાનું વિજ્ઞાન છે. આ વિજ્ઞાનને સમજીને, રાષ્ટ્રિય શિક્ષણ નીતિમાં સ્થાનિક ભાષામાં ભણતર પર ભાર મૂકવામાં આવ્યો છે. આપણા Professional courses પણ સ્થાનિક ભાષામાં ભણાવવામાં આવે, તેના પ્રયત્નો થઈ રહ્યા છે. આઝાદીના અમૃતકાળમાં આ પ્રયત્નોને આપણે સહુએ મળીને ઘણી જ ઝડપ આપવી જોઈએ, તે સ્વાભિમાનનું કામ છે. હું ઈચ્છીશ, તમે જે પણ માતૃભાષા બોલો છો, તેની ખૂબીઓ વિશે અવશ્ય જાણો અને કંઈકને કંઈક લખો.
સાથીઓ, થોડા દિવસો પહેલાં મારી મુલાકાત, મારા મિત્ર અને કેન્યાના પૂર્વ પ્રધાનમંત્રી રાઈલા ઓડિંગા જી સાથે થઈ હતી. આ મુલાકાત રસપ્રદ તો હતી જ પરંતુ ઘણી ભાવુક હતી. અમે ઘણાં સારા મિત્રો રહ્યા તો ખૂલીને ઘણી વાતો પણ કરી લઈએ છીએ. જ્યારે અમે બંને વાત કરી રહ્યા હતા, તો ઓડિંગા જીએ તેમની દીકરી વિશે જણાવ્યું. તેમની દીકરી Rosemary ને Brain Tumour થઈ ગઈ હતી અને તેને કારણે તેમણે તેમની દીકરીની Surgery કરાવવી પડી હતી. પરંતુ તેનું દુષ્પરિણામ એ હતું કે Rosemaryની આંખનું તેજ લગભગ-લગભગ જતું રહ્યું, દેખાવાનું બંધ થઈ ગયું. હવે તમે કલ્પના કરી શકો છો કે તે દીકરીની શું સ્થિતી થઈ હશે અને એક પિતાની સ્થિતીનો પણ આપણે અંદાજ લગાવી શકીએ.
--
તેમની ભાવનાઓને સમજી શકીએ છીએ. તેમણે દુનિયાભરની હોસ્પિટલોમાં, દુનિયાનો કોઈપણ મોટો દેશ એવો નહીં હોય, કે જ્યાં તેમણે તેમની દીકરીની સારવાર માટે ભરપૂર કોશિષ ન કરી હોય. દુનિયાના મોટા-મોટા દેશો ખૂંદી વળ્યા, પરંતુ કોઈ સફળતા ન મળી અને એક પ્રકારે બધી આશાઓ છોડી દીધી, આખા ઘરમાં નિરાશાનું વાતાવરણ બની ગયું. તેવામાં કોઈએ તેમને, ભારતમાં આયુર્વેદની સારવાર માટે આવવા માટે સૂચન આપ્યું અને તેઓ ઘણું કરી ચૂક્યા હતા, થાકી પણ ગયા હતા, છતાં તેમને લાગ્યું કે ચલો ભાઈ, એકવખત ટ્રાય કરીએ શું થાય છે? તેઓ ભારત આવ્યા, કેરળની એક આયુર્વેદિક હોસ્પિટલમાં પોતાની દીકરીની સારવાર શરૂ કરાવી. ઘણો સમય દીકરી અહીંયા રહી. આયુર્વેદની આ સારવારની અસર એ થઈ કે Rosemaryની આંખોનું તેજ ઘણુંખરું પાછું આવી ગયું હતું. તમે કલ્પના કરી શકો છો, કે જેમ એક નવું જીવન મળી ગયું અને તેજ તો Rosemaryના જીવનમાં આવ્યું. પરંતુ આખા પરિવારમાં એક નવું તેજ, નવું જીવન આવ્યું અને ઓડિંગા જી એટલા ભાવુક થઈને આ વાત મને જણાવી રહ્યા હતા, કે તેમની ઈચ્છા છે કે ભારતના આયુર્વેદનું જ્ઞાન છે, વિજ્ઞાન છે, તે કેન્યામાં લઈ આવે. જે પ્રકારના Plants તેમાં કામ આવે છે તે Plantsની ખેતી કરશે અને તેનો લાભ વધુને વધુ લોકોને મળે તેને માટે તેઓ પૂર્ણ પ્રયત્ન કરશે.
મારા માટે એ ઘણી જ ખુશીની વાત છે કે આપણી ધરતી અને પરંપરાથી કોઈના જીવનમાંથી આટલું મોટું કષ્ટ દૂર થયું. આ સાંભળીને આપને પણ ખુશી થશે. કોણ ભારતવાસી હશે જેને ગર્વ ન હોય ? આપણે બધા જાણીએ છીએ કે ઓડિંગા જી જ નહીં, પરંતુ દુનિયાના લાખો લોકો આયુર્વેદથી આવી જ રીતે લાભ ઉઠાવી રહ્યા છે.
બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ પણ આયુર્વેદના ઘણાં મોટા પ્રશંસકોમાંના એક છે. જ્યારે પણ મારી તેમની સાથે મુલાકાત થાય છે, તેઓ આયુર્વેદનો ઉલ્લેખ જરૂર કરે છે. તેમને ભારતની કેટલીયે આયુર્વેદિક સંસ્થાઓની જાણકારી પણ છે.
સાથીઓ, ગત સાત વર્ષોમાં દેશમાં આયુર્વેદના પ્રચાર-પ્રસાર પર બહુ ધ્યાન આપવામાં આવ્યું છે. આયુષ મંત્રાલયના ગઠનથી ચિકિત્સા અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આપણી પારંપરિક રીતને લોકપ્રિય બનાવવાના સંકલ્પને વધુ મજબૂતી મળી છે. મને એ વાતની ખુશી છે કે પાછલા થોડા સમયમાં આયુર્વેદના ક્ષેત્રમાં પણ કેટલાય નવા સ્ટાર્ટ-અપ સામે આવ્યા છે. આ જ મહિનાની શરૂઆતમાં આયુષ સ્ટાર્ટ-અપ ચેલેન્જ શરૂ થઈ હતી. આ ચેલેન્જનું લક્ષ્ય, આ ક્ષેત્રમાં કામ કરનારા સ્ટાર્ટ-અપને identify કરીને તેને સપોર્ટ કરવાનું છે. આ ક્ષેત્રમાં કામ કરી રહેલા યુવાનોને મારો આગ્રહ છે કે તેઓ આ ચેલેન્જમાં ચોક્કસ ભાગ લે.
સાથીઓ, એક વખત જ્યારે લોકો મળીને કંઈક કરવાનું નક્કી કરી લે છે તો તેઓ અદ્ભુત ચીજો કરી જાય છે. સમાજમાં કેટલાય એવા બદલાવ થયા છે, જેમાં જન ભાગીદારી સામૂહિક પ્રયત્નો- તેની બહુ જ મોટી ભૂમિકા રહી છે. “મિશન જલ થલ” નામનું આવુંજ એક જન આંદોલન કાશ્મીરના શ્રીનગર માં ચાલી રહ્યું છે. આ શ્રીનગરના ઝરણાઓ અને તળાવોની સાફ-સફાઇ અને તેની જુની રોનક લાવવાનો એક પ્રયાસ છે. “મિશન જલ થલ”નું ફોકસ ‘કુશળ સાર’ અને ‘ગિલ સાર’ પર છે. જનભાગીદારીની સાથે-સાથે તેમાં ટેક્નોલોજીની પણ ઘણી મદદ લેવામાં આવી રહી છે. ક્યાં-ક્યાં અતિક્રમણ થયું છે, ક્યાં ગેરકાયદે નિર્માણ થયું છે, તેની જાણકારી મેળવવા માટે આ ક્ષેત્રનો કાયદેસરનો સર્વે કરાવવામાં આવ્યો. તેની સાથે જ પ્લાસ્ટિક વેસ્ટને હટાવવા અને કચરાની સફાઈનું અભિયાન પણ ચલાવવામાં આવ્યું. મિશનના બીજા ચરણમાં જૂની વોટર ચેનલ્સ અને તળાવોને ભરનારા 19 ઝરણાને Restore કરવાનો પણ ભરપૂર પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ Restoration Project ના મહત્વ વિશે વધારેમાં વધારે જાગૃતિ ફેલાય, તેને માટે સ્થાનિક લોકો અને યુવાનોને વોટર એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા છે. હવે અહીંના સ્થાનિક લોકો ગિલ સાર લેક માં પ્રવાસી પક્ષીઓ અને માછલીઓની સંખ્યા વધતી રહે તેને માટે પણ પ્રયત્ન કરી રહ્યા છે અને તેને જોઈને ખુશી પણ થાય છે. હું આવા શાનદાર પ્રયત્ન માટે શ્રીનગરના લોકોને ઘણી જ શુભેચ્છા પાઠવું છું.
સાથીઓ, આઠ વર્ષ પહેલા દેશે જે સ્વચ્છ ભારત મિશન શરૂ કર્યું, સમય સાથે તેનો વિસ્તાર પણ વધતો ગયો, નવા નવા ઈનોવેશન પણ જોડાતા ગયા. ભારતમાં તમે ક્યાંય પણ જશો તો જોશો કે દરેક જગ્યાએ સ્વચ્છતા માટે કોઈને કોઈ પ્રયત્ન જરૂર થઈ રહ્યા છે. આસામના કોકરાઝારમાં આવા જ એક પ્રયત્ન વિશે મને જાણવા મળ્યું. અહીં Morning Walkers ના એક સમૂહે ‘સ્વચ્છ અને હરિત કોકરાઝાર’ મિશન હેઠળ ઘણી જ પ્રશંસનીય પહેલ કરી છે. આ બધાએ નવા ફ્લાયઓવર ક્ષેત્રમાં ત્રણ કિલોમીટર લાંબા માર્ગની સફાઈ કરીને સ્વચ્છતાનો પ્રેરક સંદેશ આપ્યો. આવી જ રીતે વિશાખાપટ્ટનમમાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ પોલિથીનને બદલે કપડાંની થેલીને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. અહીંના લોકો પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે Single Use Plastic ઉત્પાદકોની સામે અભિયાન ચલાવી રહ્યા છે. તેની સાથે-સાથે આ લોકો ઘરે જ કચરાને અલગ કરવા માટે જાગૃતિ પણ ફેલાવી રહ્યા છે. મુંબઈની સોમૈયા કોલેજના વિદ્યાર્થીએ સ્વચ્છતાના તેના અભિયાનમાં સુંદરતાને પણ સામેલ કરી લીધી છે. તેમણે કલ્યાણ રેલવે સ્ટેશનની દિવાલોને સુંદર પેઈન્ટિંગ્સથી સજાવી છે. રાજસ્થાનના સવાઈ માધોપુરનું પણ પ્રેરક ઉદાહરણ મારી જાણકારીમાં આવ્યું છે. અહીંના યુવાનોએ રણથંભોરમાં ‘Mission Beat Plastic’ નામનું અભિયાન ચલાવ્યું છે. જેમાં રણથંભોરના જંગલોમાંથી પ્લાસ્ટિક અને પોલિથીનને હટાવવામાં આવ્યા છે. સહુના પ્રયત્નની આ જ ભાવના, દેશમાં જનભાગીદારીને મજબૂત કરે છે અને જ્યારે જનભાગીદારી હોય તો સૌથી મોટા લક્ષ્ય ચોક્કસ પૂરા થાય છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજથી થોડા દિવસો પછી જ, 8 માર્ચે આખી દુનિયામાં ‘International Women’s Day’, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવશે. મહિલાઓના સાહસ, કૌશલ અને પ્રતિભાથી જોડાયેલા કેટલાય ઉદાહરણ આપણે મન કી બાતમાં સતત વહેંચતા રહ્યા છીએ. આજે પછી તે સ્કિલ ઈન્ડિયા હોય, સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય, કે નાના-મોટા ઉદ્યોગ હોય, મહિલાઓએ દરેક જગ્યાએ મોરચો સંભાળ્યો છે. તમે કોઈપણ ક્ષેત્રમાં જુઓ, મહિલાઓ જૂની માનસિકતાઓને તોડી રહી છે. આજે આપણા દેશમાં પાર્લામેન્ટથી લઈને પંચાયત સુધી અલગ-અલગ કાર્યક્ષેત્રમાં મહિલાઓ નવી નવી ઉંચાઈ પ્રાપ્ત કરી રહી છે. સેનામાં પણ દીકરીઓ હવે નવી અને મોટી ભૂમિકાઓમાં જવાબદારી નિભાવી રહી છે અને દેશની રક્ષા કરી રહી છે. ગયા મહિને પ્રજાસત્તાક દિવસ પર આપણે જોયું કે આધુનિક ફાઈટર પ્લેનને પણ દીકરીઓ ઉડાવી રહી છે. દેશે સૈનિક સ્કૂલોમાં પણ દીકરીઓના એડમિશન પરથી પ્રતિબંધ હટાવ્યો અને આખા દેશમાં દીકરીઓ સૈનિક સ્કૂલમાં દાખલ થઈ રહી છે.
--
આવી જ રીતે આપણા સ્ટાર્ટ-અપ જગતને જોઈએ તો છેલ્લા વર્ષોમાં, દેશમાં હજારો નવા સ્ટાર્ટ-અપ શરૂ થયા. જેમાંથી લગભગ અડધા સ્ટાર્ટ-અપમાં મહિલાઓ નિર્દેશકની ભૂમિકામા છે. છેલ્લા કેટલાક સમયમાં મહિલાઓ માટે ‘માતૃત્વ અવકાશ’ વધારવા જેવા નિર્ણય લેવામાં આવ્યા છે. બાળક અને બાળકીઓને સમાન અધિકાર આપતા લગ્નની ઉંમર સમાન કરવા માટે દેશ પ્રયાસ કરી રહ્યો છે. તેનાથી દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. આપ દેશમાં વધુ એક બદલાવ થતો જોઈ રહ્યા હશો. આ બદલાવ છે – આપણા સામાજિક અભિયાનોની સફળતા. ‘બેટી બચાવો, બેટી પઢાવો’ ની સફળતા ને જ જુઓ, આજે દેશમાં લિંગ ગુણોત્તર સુધર્યો છે. સ્કૂલ જનારી દીકરીઓની સંખ્યામાં સુધારો થયો છે. આમાં આપણી પણ જવાબદારી છે કે આપણી દીકરીઓ વચ્ચેથી સ્કૂલ ન છોડી દે. તેવી જ રીતે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ દેશમાં મહિલાઓને ખૂલ્લામાં શૌચમાંથી મુક્તિ મળી છે. ટ્રિપલ તલાક જેવા સામાજિક અનિષ્ટનો અંત પણ થઈ રહ્યો છે. જ્યારથી ટ્રિપલ તલાકની સામે કાયદો આવ્યો છે, દેશમાં ત્રણ તલાકના મામલામાં 80 ટકાનો ઘટાડો આવ્યો છે. આ આટલા બધા બદલાવ આટલા ઓછા સમયમાં કેવી રીતે થઈ રહ્યા છે ? આ પરિવર્તન એટલે આવી રહ્યા છે કારણ કે આપણા દેશમાં પરિવર્તન અને પ્રગતિશીલ પ્રયત્નોનું નેતૃત્વ હવે ખુદ મહિલાઓ કરી રહી છે.
મારા પ્રિય દેશવાસીઓ, કાલે 28 ફેબ્રુઆરીએ નેશનલ સાયન્સ ડે છે. આ દિવસ Raman Effectની શોધ માટે પણ ઓળખાય છે. હું સી.વી. રમન જીની સાથે એ બધા જ વૈજ્ઞાનિકોને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું, જેમણે આપણી Scientific Journey ને સમૃદ્ધ બનાવવામા પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સાથીઓ, આપણા જીવનમાં સુગમતા અને સરળતામાં ટેક્નોલોજીએ ઘણી જગ્યા બનાવી લીધી છે. કઈ ટેક્નોલોજી સારી છે, કઈ ટેક્નોલોજીનો સારો ઉપયોગ કયો છે, આ બધા વિષયોથી આપણે સારી રીતે પરિચિત હોઈએ જ છીએ. પરંતુ એ પણ સાચું છે કે આપણા પરિવારના બાળકોને એ ટેક્નોલોજીનો આધાર શું છે, તેની પાછળનું સાયન્સ શું છે, એ તરફ આપણું ધ્યાન જાતું જ નથી. આ સાયન્સ ડે પર મારો બધા જ પરિવારોને આગ્રહ છે કે તેઓ પોતાના બાળકોમાં Scientific Temperament વિકસિત કરવા માટે ચોક્કસ નાના-નાનાં પ્રયત્નોથી શરૂ કરી શકે છે. હવે જેમ દેખાતું નથી, ચશ્મા લગાવ્યા પછી સાફ દેખાવા લાગે છે, તો બાળકોને આસાનીથી સમજાવી શકાય છે કે તેની પાછળનું વિજ્ઞાન શું છે. માત્ર ચશ્મા જોયાં, આનંદ કરીએ, એટલું જ નહીં. આરામથી તમે એક નાના કાગળ પર તેમને જણાવી શકો છો. હવે તે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે, કેલ્ક્યૂલેટર કેવી રીતે કામ કરે છે, રિમોટ કન્ટ્રોલ કેવી રીતે કામ કરે છે, સેન્સર શું હોય છે? આ Scientific વાતો તેની સાથે-સાથે ઘરમાં ચર્ચામાં હોય છે શું? હોઈ શકે છે, ઘણાં આરામથી- આપણે આ ચીજોનું, ઘરની રોજિંદી જિંદગીની પાછળ શું સાયન્સ છે- તે કઈ વાત છે -જે એ કરી રહી છે, તેને સમજાવી શકીએ છીએ. તેવી જ રીતે શું ક્યારેય આપણે બાળકોને સાથે રાખીને આકાશમાં એકસાથે જોયું છે શું? રાત્રે તારાઓ વિશે પણ જરૂર વાતો થઈ હોય. વિવિધ constellations જોવા મળે છે, તેના વિશે જણાવો. એવું કરીને આપ બાળકોમાં ફિઝીક્સ અને એસ્ટ્રોનોમી પ્રત્યે નવા વલણો ઉત્પન્ન કરી શકો છો. આજકાલ ઘણી જ સારી Apps પણ છે જેનાથી તમે તારાઓ અને ગ્રહોને locate કરી શકો છો, અથવા જે તારો આકાશમાં દેખાઈ રહ્યો છે તેને ઓળખી શકો છો, તેના વિશે પણ જાણી શકો છો. હું આપણા સ્ટાર્ટ-અપને પણ કહીશ કે આપ આપના કૌશલ્ય અને Scientific Character નો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણ સાથે જોડાયેલા કાર્યમાં પણ કરો. આ દેશ પ્રત્યે આપણી Collective Scientific Responsibility પણ છે. જેમ આજકાલ હું જોઈ રહ્યો છું કે આપણા સ્ટાર્ટ-અપ વર્ચ્યુઅલ રિઆલીટીની દુનિયામાં ઘણું જ સારું કામ કરી રહ્યા છે. Virtual Classesના આ યુગમાં બાળકોને ધ્યાનમાં રાખીને આવી જ એક વર્ચ્યુઅલ લેબ બનાવી શકાય છે. આપણે વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા બાળકોને chemistry ની લેબનો અનુભવ ઘરે બેઠા કરાવી શકીએ છીએ. આપણા શિક્ષકો અને વાલીઓને મારી વિનંતી છે કે આપ તમામ વિદ્યાર્થીઓ અને બાળકોને પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરો અને તેમની સાથે મળીને પ્રશ્નોના સાચા જવાબો શોધો. આજે હું કોરોના સામેની લડાઈમાં ભારતીય વૈજ્ઞાનિકોની ભૂમિકાની પણ પ્રશંસા કરવા માંગુ છું. તેમની સખત મહેનતને કારણે Made In India વેક્સીનનું નિર્માણ શક્ય બની શક્યું, જેનાથી વિશ્વને ઘણી મદદ મળી છે. Science ની માનવતા માટે આ જ તો ભેટ છે.
મારા પ્રિય દેશવાસીઓ, આ વખતે પણ આપણે ઘણા વિષયો પર ચર્ચા કરી. આવનારા માર્ચ મહિનામાં, ઘણા તહેવારો આવી રહ્યા છે - શિવરાત્રી છે અને હવે થોડા દિવસો પછી તમે બધા હોળીની તૈયારીમાં લાગી જશો. હોળી આપણને એકસૂત્રમાં પરોવનારો તહેવાર છે. આમાં પારકા-પોતાના, દ્વેષ-વિદ્વેષ, નાના-મોટા, તમામ ભેદ ભૂંસાઈ જાય છે. તેથી જ કહેવાય છે કે હોળીનો રંગ કરતાં પણ વધારે ઘાટા રંગ પ્રેમ અને સંવાદિતાના હોય છે. હોળીમાં ગુજિયાની સાથે સાથે સંબંધોની પણ અનોખી મીઠાશ હોય છે. આપણે આ સંબંધોને વધુ મજબૂત બનાવવાના છે અને સંબંધ ફક્ત આપણા પરિવારના લોકો સાથે જ નથી પરંતુ તે લોકો સાથે પણ- જે મોટા પરિવારનો ભાગ છે. તેની સૌથી મહત્વપૂર્ણ રીત પણ આપે યાદ રાખવાની છે- આ રીત છે, 'વોકલ ફોર લોકલ' સાથે તહેવારની ઉજવણીની. તમે તહેવારો પર સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરો, જેનાથી આપની આસપાસ રહેનારા લોકોના જીવનમાં પણ રંગ ઉમેરાય, રંગ રહે, ઉમંગ રહે. આપણો દેશ જેટલી સફળતાથી કોરોનાની સામે લડાઈ લડી રહ્યો છે, અને આગળ વધી રહ્યો છે, તેનાથી તહેવારોમાં જોશ પણ અનેકગણો વધી ગયો છે. આ જ જોશની સાથે આપણે આપણા તહેવાર મનાવવાના છે, અને સાથે જ પોતાની સાવધાની પણ રાખવાની છે. હું આપ બધાને આવનારા તહેવારોની શુભેચ્છાઓ આપુ છું. મને હંમેશા આપની વાતોની, આપના પત્રોની, આપના સંદેશાઓની રાહ રહેશે. ખૂબ-ખૂબ શુભેચ્છા.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે મન કી બાતની એક વધુ કડી દ્વારા આપણે એક સાથે જોડાઇ રહ્યા છીએ. આ ૨૦૨૨ની પહેલી મન કી બાત છે. આજે આપણે ફરી એવી ચર્ચાઓને આગળ વધારીશું જે આપણા દેશ અને દેશવાસીઓની સકારાત્મક પ્રેરણાઓ અને સામૂહિક પ્રયત્નો સાથે જોડાયેલી હોય છે. આજે આપણા પૂજય બાપુ મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પણ છે. ૩૦ જાન્યુઆરીનો આ દિવસ આપણને બાપુના ઉપદેશોની પણ યાદ અપાવે છે. હજી થોડા દિવસ પહેલાં જ આપણે ગણતંત્ર દિવસ પણ ઉજવ્યો. દિલ્હીમાં રાજપથ પર આપણે દેશના શૌર્ય અને સામર્થ્યની જે ઝલક જોઇ તેણે સૌને ગર્વ અને ઉત્સાહથી ભરી દીધા છે. આ વખતે તમે એક બદલાવ જોયો હશે. હવે પ્રજાસત્તાક દિવસ સમારંભ ૨૩ જાન્યુઆરી એટલે કે, નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીથી શરૂ થશે અને ૩૦ જાન્યુઆરી સુધી એટલે કે, ગાંધીજીની પુણ્યતિથિ સુધી ચાલશે. ઇન્ડિયા ગેટ પર નેતાજીની ડીજીટલ પ્રતિમા પણ સ્થાપિત કરી દેવાઇ છે. આ બાબતનું જે રીતે દેશે સ્વાગત કર્યું, દેશના ખૂણેખૂણાથી આનંદનું જે મોજું ફરી વળ્યું, દરેક દેશવાસીએ જે પ્રકારની ભાવનાઓ પ્રગટ કરી તેને આપણે કયારેય ભૂલી નહીં શકીએ.
સાથીઓ, આઝાદીના અમૃત મહોત્સવમાં દેશ આ પ્રયાસોના માધ્યમથી પોતાના રાષ્ટ્રીય પ્રતિકોને પુનઃ પ્રતિષ્ઠિત કરી રહ્યો છે. આપણે જોયું કે, ઇન્ડિયા ગેટને અડીને “અમર જવાન જયોતિ” છે અને નજીકમાં જ “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” પર પ્રજ્જવલિત જયોત છે તેને એક કરી દેવામાં આવી છે. આ ભાવુક અવસરે કેટલાય દેશવાસીઓ અને શહીદ પરિવારોની આંખોમાં આંસુ હતા. “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” માં આઝાદી પછી શહીદ થયેલા દેશના તમામ વીરોના નામ અંકિત કરવામાં આવ્યા છે. સેનાના કેટલાક ભૂતપૂર્વ જવાનોએ મને પત્ર લખીને કહ્યું છે કે, “શહીદોની સ્મૃતિની સામે પ્રજ્જવલિત થઇ રહેલી અમર જવાન જયોતિ શહીદોના અમરત્વનું પ્રતિક છે.” ખરેખર “અમર જવાન જયોતિ”ની જેમ જ આપણા શહીદો, તેમની પ્રેરણા અને તેમનું યોગદાન પણ અમર છે. હું આપ સૌને કહીશ કે, જયારે પણ તક મળે “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” પર જરૂર જજો. પોતાના પરિવાર અને બાળકોને પણ ચોકક્સ લઇ જજો. ત્યાં તમને એક અલગ ઊર્જા અને પ્રેરણાનો અનુભવ થશે.
સાથીઓ, અમૃત મહોત્સવના આ આયોજનોની વચ્ચે દેશમાં કેટલાયે મહત્વના રાષ્ટ્રીય પુરસ્કારો પણ આપવામાં આવ્યા. તેમાંનો એક છે, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર. આ પુરસ્કાર એવા બાળકોને મળ્યા, જેમણે નાની ઉંમરમાં જ સાહસિક અને પ્રેરણાદાયક કામ કર્યું છે. આપણે બધાંએ પોતાના ઘરમાં આ બાળકો વિશે જરૂર જણાવવું જોઇએ. તેનાથી આપણાં બાળકોને પણ પ્રેરણા મળશે અને તેમનામાં દેશનું નામ રોશન કરવાનો ઉત્સાહ જાગશે. દેશમાં હમણાં જ પદ્મપુરસ્કારોની પણ જાહેરાત થઇ છે. પદ્મપુરસ્કાર મેળવનારામાં કેટલાય એવા નામ પણ છે જેમના વિશે બહુ ઓછા લોકો જામે છે. આ આપણા દેશના unsung heroes છે. જેમણે સાધારણ સંજોગોમાં પણ અસાધારણ કામ કર્યું છે. જેમ કે, ઉત્તરાખંડના બસંતી દેવીજીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. બસંતી દેવીએ તેમનું પૂરૂં જીવન સંઘર્ષોની વચ્ચે વિતાવ્યું. નાની ઉંમરમાં જ તેમના પતિનું અવસાન થઇ ગયું હતું અને તેઓ એક આશ્રમમાં રહેવા લાગ્યાં. ત્યાં રહીને તેમણે નદીને બચાવવા માટે સંઘર્ષ કર્યો અને પર્યાવરણ માટે અસાધારણ યોગદાન આપ્યું. તેમણે મહિલાઓના સશક્તીકરણ માટે પણ ઘણું કામ કર્યું છે. આ રીતે જ મણિપુરના ૭૭ વર્ષના લૌરેમ્બમ બીનો દેવી દાયકાઓથી મણિપુરની લીબા વસ્ત્રકળાનું સંરક્ષણ કરી રહ્યા છે. તેમને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના અર્જુનસિંહને બૈગા આદિવાસી નૃત્યની કળાને ઓળખ અપાવવા માટે પદ્મ સન્માન મળ્યું છે. પદ્મ સન્માન મેળવનારા વધુ એક મહાનુભાવ છે શ્રીમાન અમાઇ મહાલિંગા નાઇક. તેઓ એક ખેડૂત છે. અને કર્ણાટકના નિવાસી છે. તેમને કેટલાક લોકો ટનલ મેન પણ કહે છે. તેમણે ખેતીમાં એવા એવા નવીનીકરણ કર્યા છે, જેને જોઇને કોઇપણ દંગ રહી જાય. તેમના પ્રયાસોનો બહુ મોટો લાભ નાના ખેડૂતોને થઇ રહ્યો છે. આવા બીજા પણ કેટલાય unsung heroes(અસ્તુત્ય નાયકો) છે. દેશે તેમના યોગદાન માટે જેમને સન્માનિત કર્યા છે. આપ તેમના વિષે જાણવાની પણ ચોક્કસ કોશિશ કરજો. તેમનાથી આપણને જીવનમાં ઘણુંબધું શીખવા મળશે.
મારા વ્હાલા દેશવાસીઓ, અમૃત મહોત્સવ વિશે તમે બધા સાથીઓ મને ઢગલાબંધ પત્રો અને સંદેશા મોકલો છો, અનેક સૂચનો કરો છે. આ શ્રેણીમાં કંઇક એવું થયું છે, જે મારા માટે અવિસ્મરણીય છે. એક કરોડથી વધુ બાળકોએ મને પોતાની મન કી બાત પોસ્ટકાર્ડ દ્વારા લખી મોકલી છે. આ એક કરોડ પોસ્ટકાર્ડ દેશના, જુદાજુદા ભાગમાંથી આવ્યા છે, વિદેશથી પણ આવ્યા છે. તેમાંથી ઘણા પોસ્ટકાર્ડ મેં સમય કાઢીને વાંચવાનો પ્રયત્ન કર્યો છે. આ પોસ્ટકાર્ડઝમાં એ બાબતનું દર્શન થાય છે કે દેશના ભવિષ્ય માટે આપણી નવી પેઢીની વિચારસરણી કેટલી વ્યાપક અને કેટલી વિશાળ છે. મેં મન કી બાતના શ્રોતાઓ માટે કેટલાક પોસ્ટકાર્ડ અલગ તારવ્યા છે જેને હું તમારી સાથે શેર કરવા માંગું છું. જેમ કે આ એક, આસામના ગુવાહાટીથી રિધ્ધિમા સ્વર્ગિયારીનું પોસ્ટકાર્ડ છે. રિધ્ધિમા સાતમા ધોરણની વિદ્યાર્થિની છે, અને તેમણે લખ્યું છે કે, આઝાદીના એકસોમા વર્ષમાં તેઓ એક એવું ભારત જોવા ઇચ્છે છે જે દુનિયાનો સૌથી સ્વચ્છ દેશ હોય, આતંકવાદથી સંપૂર્ણપણે મુક્ત હોય, સો ટકા સાક્ષરદેશોમાં સામેલ હોય, અકસ્માત મુક્ત દેશ હોય, અને ટકાઉ ટેકનોલોજીથી અન્ન સલામતીમાં સક્ષમ હોય. રિધ્ધિમા, આપણી દીકરીઓ જે વિચારે છે, જે સપના દેશ માટે જુએ છે, તે તો પૂરા થાય છે જ. જયારે સૌના પ્રયત્નો જોડાશે, તમારી યુવાપેઢી તેને લક્ષ્ય બનાવીને કામ કરશે, તો તમે ભારતને જેવું બનાવવા ઇચ્છો છો, તેવું ચોક્કસ બનશે. એક પોસ્ટકાર્ડ મને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજની નવ્યા વર્માનો પણ મળ્યો છે. નવ્યાએ લખ્યું છે કે, તેમનું સપનું ૨૦૪૭માં એવા ભારતનું છે, જયાં બધાને સન્માનપૂર્ણ જીવન મળે, જયાં ખેડૂત સમૃદ્ધ હોય અને ભ્રષ્ટાચાર ન હોય. નવ્યા દેશ માટેનું તમારૂં સપનું બહું વખાણવાલાયક છે. આ દિશામાં દેશ ઝડપથી આગળ પણ વધી રહ્યો છે. તમે ભ્રષ્ટાચારમુક્ત ભારતની વાત કરી. ભ્રષ્ટાચાર તો ઉધઇની જેમ દેશને પોલો કરી નાંખે છે. તેનાથી મુક્તિ માટે ૨૦૪૭ની રાહ શા માટે જોવી ? આ કામ આપણે સૌ દેશવાસીઓએ, આજની યુવાપેઢીએ મળીને કરવાનું છે, બને તેટલું જલ્દી કરવાનું છે. અને એ માટે બહુ જરૂરી છે કે આપણે આપણા કર્તવ્યોને પ્રાથમિકતા આપીએ. જયાં ફરજ નિભાવવાનો અહેસાસ થાય છે. કર્તવ્ય સર્વોપરી હોય છે. ત્યાં ભ્રષ્ટાચાર ફરકી પણ નથી શકતો.
સાથીઓ, વધુ એક પોસ્ટકાર્ડ મારી સામે છે ચેન્નાઇના મોહંમદ ઇબ્રાહીમનો. ઇબ્રાહીમ ૨૦૪૭માં ભારતને સંરક્ષણ ક્ષેત્રમાં એક મોટી શક્તિના રૂપમાં જોવા ઇચ્છે છે. તેઓ ઇચ્છે છે કે, ચંદ્ર પર ભારતનું પોતાનું સંશોધન મથક હોય, અને મંગળ પર ભારત, માનવ વસ્તીને, વસાવવાનું કામ શરૂ કરે. સાથોસાથ ઇબ્રાહીમ પૃથ્વીને પણ પ્રદૂષણથી મુક્ત કરવામાં ભારતની મોટી ભૂમિકા જુએ છે. ઇબ્રાહીમ, જે દેશની પાસે તમારા જેવા નવજુવાન હોય, તેમના માટે કશું પણ અસંભવ નથી.
સાથીઓ, મારી સામે એક પત્ર છે. મધ્યપ્રદેશના રાયસેનમાં સરસ્વતી વિદ્યામંદિરની દસમા ધોરણની વિદ્યાર્થિની ભાવનાનો. સૌથી પહેલા તો હું ભાવનાને કહીશ કે, તમે જે રીતે તમારા પોસ્ટકાર્ડને ત્રિરંગાથી શણગાર્યું છે તે મને બહુ ગમ્યું. ભાવનાએ ક્રાંતિકારી શિરીષકુમાર વિષે લખ્યું છે.
સાથીઓ, ગોવાથી મને લોરેન્શિયો પરેરાનું પોસ્ટકાર્ડ મળ્યું છે. તે બારમા ધોરણના વિદ્યાર્થી છે. તેમના પત્રનો પણ વિષય છે. આઝાદીના unsung heroes(અસ્તૃત્ય નાયકો). હું તેનો ગુજરાતી ભાવાર્થ તમને જણાવું છું. તેમણે લખ્યું છે, “ભીખાજી કામા ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સામેલ થનારા સૌથી બહાદુર મહિલાઓમાંના એક હતાં.” તેમણે દીકરીઓને સશક્ત બનાવવા માટે દેશવિદેશમાં ઘણા અભિયાન ચલાવ્યાં. અનેક પ્રદર્શનો યોજ્યા. ચોક્કસપણે ભીખાજી કામા સ્વાધીનતા આંદોલનના સૌથી નીડર મહિલાઓમાંના એક હતા. ૧૯૦૭માં તેમણે જર્મનીમાં ત્રિરંગો લહેરાવ્યો હતો. આ ત્રિરંગાને સ્વરૂપ આપવામાં જે વ્યક્તિએ જેમને સાથ આપ્યો હતો, તે હતા – શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા. શ્રી શ્યામજી કૃષ્ણ વર્માજીનું નિધન ૧૯૩૦માં જીનીવામાં થયું હતું. તેમની અંતિમ ઇચ્છા હતી કે, ભારતની આઝાદી પછી તેમના અસ્થિ ભારત લાવવામાં આવે. આમ તો, ૧૯૪૭માં આઝાદીના બીજા દિવસે જ તેમના અસ્થિ ભારત પરત લાવવા જોઇતા હતા, પરંતુ તે કામ ન થયું. કદાય પરમાત્માની ઇચ્છા હશે કે આ કામ હું કરૂં અને આ કામ કરવાનું સૌભાગ્ય પણ મને જ મળ્યું. હું જયારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે વર્ષ ૨૦૦૩માં તેમના અસ્થિ ભારત લાવવામાં આવ્યા હતા. શ્યામજી કૃષ્ણ વર્માની યાદમાં તેમના જન્મસ્થાન, કચ્છના માંડવીમાં એક સ્મારકનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.
સાથીઓ, ભારતની આઝાદીના અમૃત મહોત્સવનો ઉત્સાહ કેવળ આપણા દેશમાં જ નથી. મને ભારતના મિત્ર દેશ ક્રોએશિયાથી પણ ૭૫ પોસ્ટકાર્ડ મળ્યા છે. ક્રોએશિયાના જાગ્રેબમાં School of Applied Arts and Design ના વિદ્યાર્થીઓએ આ ૭૫ કાર્ડઝ ભારતના લોકો માટે મોકલ્યા છે અને અમૃત મહોત્સવના અભિનંદન આપ્યા છે. હું આપ સૌ દેશવાસીઓ તરફથી ક્રોએશિયા અને ત્યાંના લોકોને ધન્યવાદ આપું છું.
મારા દેશવાસીઓ, ભારત શિક્ષણ અને જ્ઞાનની તપોભૂમિ રહ્યું છે. આપણે શિક્ષણને પુસ્તકિયા જ્ઞાન સુધી મર્યાદિત નથી રાખ્યું, પરંતુ તેને જીવનના એક સમગ્ર અનુભવના રૂપે જોયું છે. આપણા દેશની મહાન વિભૂતિઓનો પણ શિક્ષણ સાથે ગાઢ નાતો રહ્યો છે. પંડિત મદન મોહન માલવીયજીએ જયાં બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી, તો મહાત્મા ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠના નિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવી. આપણા આણંદમાં એક બહુ સરસ જગ્યા છે – વલ્લભ વિદ્યાનગર. સરદાર પટેલના આગ્રહથી તેમના બે સહયોગીઓ, ભાઇ કાક અને ભીખા ભાઇએ ત્યાં યુવાનો માટે શિક્ષણકેન્દ્રોની સ્થાપના કરી. એ રીતે જ પશ્ચિમ બંગાળમાં ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરે શાન્તિનિકેતનની સ્થાપના કરી. મહારાજા ગાયકવાડ પણ કેળવણીના પ્રબળ સમર્થકોમાંના એક હતા. તેમણે અનેક શિક્ષણ સંસ્થાઓનું નિર્માણ કરાવ્યું અને ડોકટર આંબેડકર તથા શ્રી અરબિંદો સહિત અનેક વિભૂતિઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરિત કરી. એવા જ મહાનુભાવોની યાદીમાં એક નામ રાજા મહેન્દ્ર પ્રતાપસિંહનું પણ છે. રાજા મહેન્દ્ર પ્રતાપસિંહજીએ એક ટેકનીકલ સ્કૂલની સ્થાપના માટે પોતાનું ઘર જ સોંપી દીધું હતું. તેમણે અલીગઢ અને મથુરામાં શિક્ષણ કેન્દ્રના નિર્માણ માટે ખૂબ આર્થિક મદદ કરી. થોડા સમય પહેલાં મને અલીગઢમાં તેમના નામે એખ યુનિવર્સિટીનું ખાતમૂહુર્ત કરવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. મને આનંદ છે કે, જ્ઞાનના પ્રકાશને જન-જન સુધી પહોંચાડવાની આ જીવંત ભાવના ભારતમાં આજે પણ અખંડ છે. શું તમે જાણો છે કે, આ ભાવનાની સૌથી સુંદર વાત શું છે? એ સુંદર વાત એક છે કે શિક્ષણ માટેની જાગૃતિ સમાજમાં દરેક સ્તરે જોવા મળી રહી છે. તમિલનાડુના તિરૂપુર જીલ્લાના ઉદુમલપેટ બ્લોકમાં રહેતા તાયમ્મલજીનું ઉદાહરણ તો ખૂબ જ પ્રેરણાદાયક છે. તાયમ્મલજીની પાસે પોતાની કોઇ જમીન નથી. વર્ષોથી તેમનો પરિવાર નાળિયેર પાણી વેચીનો પોતાનું ગુજરાન ચલાવે છે. આર્થિક સ્થિતિ ભલે સારી ન હોય પરંતુ તાયમ્મલજીએ તેમના દીકરાદીકરીને ભણાવવામાં કોઇ કસર બાકી રાખી નથી. તેમના સંતાનો ચિન્નવિરમપટ્ટી પંચાયતની યુનિયન મિડલ સ્કૂલમાં ભણતા હતા. એમ જ એક દિવસ શાળામાં વાલીઓ સાથેની મિટીંગમાં વાત આવી કે વર્ગો અને શાળાની સ્થિતિ સુધારવામાં આવે, શાળાનું આંતરમાળખું સારૂં કરવામાં આવે. તાયમ્મલજી પણ આ વાલીમીટીંગમાં હતા. તેમણે બધું સાંભળ્યું. આ બેઠકમાં ફરી ચર્ચા તે કામો માટે પૈસાની ખેંચ પર આવીને અટકી ગઇ. ત્યાર બાદ તાયમ્મલજીએ જે કર્યું તેની કલ્પના કોઇ કરી શકે તેમ નહોતું. જે તાયમ્મલજીએ નાળિયેર પાણી વેચીને થોડી મૂડી એકઠી કરી હતી. તેમણે એક લાખ રૂપિયા સ્કૂલ માટે દાન કરી દીધા. ખરેખર આવું કરવા માટે બહુ મોટું દિલ જોઇએ. સેવાભાવ જોઇએ. તાયમ્મલજીનું કહેવું છે કે, હજી જે શાળા છે, તેમાં આઠમા ધોરણ સુધીનું જ શિક્ષણ અપાય છે. હવે જ્યારે શાળાનું આંતરમાળખું સુધરી જશે તો અહીંયા ઉચ્ચતર માધ્યમિક સુધીનું શિક્ષણ મળવા લાગશે. આપણા દેશમાં શિક્ષણ વિશે આ એ જ ભાવના છે જેની હું ચર્ચા કરી રહ્યો હતો. મને આઇ.આઇ.ટી. બી.એચ.યુ.ના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના આ રીતના દાન વિશે પણ જાણવા મળ્યું છે. બી.એચ.યુ.ના ભૂતપૂર્વ વિદ્યાર્થી જય ચૌધરીજીએ આઇ.આઇ.ટી. બી.એચ.યુ. ફાઉન્ડેશનને દસ લાખ ડોલર એટલે કે લગભગ સાડા સાત કરોડ રૂપિયાનું દાન કર્યું છે.
સાથીઓ, આપણા દેશમાં જુદાજુદા ક્ષેત્રો સાથે જોડાયેલા એવા ઘણા લોકો છે, જે બીજાની મદદ કરીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવે છે. મને અત્યંત આનંદ છે કે આ રીતના પ્રયાસો ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં, ખાસ કરીને આપણી અલગ અલગ આઇઆઇટીમાં સતત જોવા મળી રહ્યા છે. કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોમાં પણ આ પ્રકારના પ્રેરણ ઉદાહરણોની ખોટ નથી. આ રીતના પ્રયાસોને વધુ પ્રોત્સાહન આપવા ગયા વર્ષે સપ્ટેમ્બર માસથી દેશમાં વિદ્યાંજલી અભિયાનની પણ શરૂઆત થઇ છે. તેનો હેતુ વિવિધ સંગઠનો, કંપનીઓનો ફાળો અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીથી દેશભરની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવાનો છે. વિદ્યાંજલી અભિયાન સામુહિક ભાગીદારી અને માલિકીની ભાવનાથી આગળ વધી રહ્યું છે. પોતાની શાળા, કોલેજ સાથે સતત જોડાયેલા રહેવું, પોતાની શક્તિ અનુસાર કંઇક ને કંઇક યોગદાન આપતા રહેવું એ એક એવી બાબત છે જેનો સંતોષ અને આનંદ અનુભવ લઇને જ જાણી શકાય છે.
મારા વ્હાલા દેશવાસીઓ, પ્રકૃતિને પ્રેમ અને જીવ માત્ર માટે કરૂણા એ આપણી સંસ્કૃતિ પણ છે અને સહજ સ્વભાવ પણ છે આપણા આ સંસ્કારોની ઝલક હમણાં તાજેતરમાં જ ત્યારે જોવા મળી જયારે મધ્યપ્રદેશના પેંચ વાઘ અભ્યારણ્યમાં એક વાઘણે દુનિયાને અલવિદા કરી દીધી. આ વાઘણને લોકો કોલર વાળી વાઘણ કહેતા હતા. વન વિભાગે તેને ટી-૧૫ નામ આપ્યું હતું. આ વાઘણના મૃત્યુએ લોકોને એટલા ભાવુક બનાવી દીધા, જાણે તેમનું કોઇ સ્વજન દુનિયા છોડી ગયું હોય. લોકોએ રીતસર તેના અંતિમ સંસ્કાર કર્યા, તેને પૂરા સન્માન અને સ્નેહ સાથે વિદાઇ આપી. તમે પણ આ તસ્વીરો સોશિયલ મીડિયામાં જરૂર જોઇ હશે. પૂરી દુનિયામાં પ્રકૃતિ અને જીવો માટે આપણા, ભારતીયોના આ પ્રેમની ખૂબ પ્રશંસા થઇ. કોલરવાળી વાઘણે તેના જીવનકાળમાં ૨૯ બચ્ચાંને જન્મ આપ્યો અને ૨૫ને પાળી પોષીને મોટાં પણ કર્યાં. આપણે ટી-૧૫ના આ જીવનને પણ ઉજવ્યું અને તેણે જયારે દુનિયા છોડી તો તેને ભાવસભર વિદાઇ પણ આપી. આ જ તો ભારતના લોકોની ખૂબી છે. આપણે દરેક ચેતન જીવ સાથે પ્રેમનો સંબંધ બનાવી લઇએ છીએ. એવું જ એક દ્રશ્ય આપણને આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં પણ જોવા મળ્યું. આ પરેડમાં રાષ્ટ્રપતિના અંગરક્ષકોના ચાર્જર ઘોડા વિરાટે પોતાની આખરી પરેડમાં ભાગ લીધો. આ ઘોડો વિરાટ, ૨૦૦૩માં રાષ્ટ્રપતિભવન આવ્યો હતો અને દરેક વખતે પ્રજાસત્તાક દિવસે કમાન્ડન્ટ ચાર્જરના રૂપમાં પરેડની આગેવાની લેતો હતો. જયારે કોઇ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષનું રાષ્ટ્રપતિભવનમાં સ્વાગત થયું હતું, ત્યારે પણ તે પોતાની આ ભૂમિકા નિભાવતો હતો. આ વર્ષે સેના દિવસે એ અશ્વ વિરાટને સેના પ્રમુખ દ્વારા સેનાધ્યક્ષ પ્રશસ્તિપત્ર પણ આપવામાં આવ્યું. વિરાટની વિરાટ સેવાઓને જોઇને તેની સેવાનિવૃત્તિ પછી એટલી જ ભવ્ય રીતે તેને વિદાઇ આપવામાં આવી.
મારા વ્હાલા દેશવાસીઓ, જયારે એક નિષ્ઠ પ્રયાસ થાય છે, સદભાવનાથી કામ થાય છે તો તેના પરિણામ પણ મળે છે. તેનું એક સર્વોત્તમ ઉદાહરણ સામે આવ્યું છે, આસામથી આસામનું નામ લેતાં જ ત્યાંના ચાના બગીચા અને ઘણા બધાં રાષ્ટ્રીય ઉદ્યાનોનો વિચાર આવે છે. સાથોસાથ એક શીંગી ગૈંડા એટલે કે, One horn Rhinoનું ચિત્ર પણ આપણા મનમાં ઉપસી આવે છે. આપ સૌ જાણો છો કે આ એક શીંગી ગૈંડો અસમિયા સંસ્કૃતિનો ભાગ રહ્યો છે. ભારત રત્ન ભૂપેન હજારિકાજીનું આ ગીત દરેકના કાનમાં ગુંજતું હશે.
સાથીઓ, આ ગીતનો અર્થ છે તે ખૂબ સુસંગત છે. આ ગીતમાં કહેવાયું છે, કાઝીરંગાનો લીલોછમ પરિવેશ, હાથી અને વાઘના નિવાસ, એક શીંગી ગેંડાને પૃથ્વી જુએ, પક્ષીઓનો મધુરવ કલરવ સાંભળે. આસામની વિશ્વપ્રસિદ્ધ હાથશાળ પર વણેલા મૂંગા અને એરીના પોષાકોમાં પણ ગૈંડાની આકૃતિ જોવા મળે છે. આસામની સંસ્કૃતિમાં જે ગૈંડાનો આટલો મોટો મહિમા છે, તેને પણ સંકટોનો સામનો કરવો પડતો હતો. વર્ષ ૨૦૧૩માં ૩૭ અને ૨૦૧૪માં ૩૨ ગૈંડાને શિકારીઓએ મારી નાંખ્યા હતા. આ પડકારને પહોંચી વળવા માટે છેલ્લા સાત વર્ષમાં સરકારે વિશેષ પ્રયાસોથી ગૈંડાના શિકાર વિરૂદ્ધ એક બહુ મોટું અભિયાન ચલાવવામાં આવ્યું. ગઇ ૨૨ સપ્ટેમ્બરે વિશ્વ ગેંડા દિવસના અવસરે શિકારીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલા ૨૪૦૦થી વધુ શીંગડાઓને સળગાવી દેવામાં આવ્યા હતા. ચોર શિકારીઓ માટે આ એક સખત સંદેશ હતો. એવા જ પ્રયાસોના પરિણામે હવે આસામમાં ગેંડાઓના શિકારમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ૨૦૧૩માં જયાં ૩૭ ગેંડાની હત્યા કરાઇ હતી ત્યાં ૨૦૨૦માં ૨ અને ૨૦૨૧માં માત્ર ૧ ગૈંડાના શિકારનો મામલો સામે આવ્યો છે. ગેંડાને બચાવવા માટેના આસામના લોકોના સંકલ્પની હું પ્રસંશા કરૂં છું.
સાથીઓ, ભારતીય સંસ્કૃતિના વિવિધ રંગો અને આધ્યાત્મિક શક્તિએ હંમેશા દુનિયાભરના લોકોને પોતાની તરફ આકર્ષ્યા છે. હું જો આપને કહું કે ભારતીય સંસ્કૃતિ, અમેરિકા, કેનેડા, દુબઇ, સિંગાપુર, પશ્ચિમી યુરોપ અને જાપાનમાં ખૂબ જ લોકપ્રિય છે તો આ વાત આપને બહુ સામાન્ય લાગશે, આપને કોઇ નવાઇ નહીં લાગે. પરંતુ, હું જો એમ કહું કે, ભારતીય સંસ્કૃતિનું લેટીન અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં પણ ભારે આકર્ષણ છે, તો તમે એક વખત ચોકકસ વિચારમાં પડી જશો. મેક્સિકોમાં ખાદીને પ્રોત્સાહન આપવાની વાત હોય કે, પછી બ્રાઝિલમાં ભારતીય પરંપરાઓને લોકપ્રિય બનાવવાનો પ્રયાસ, મન કી બાતમાં આપણે અગાઉ આ વિષયો પર ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે હું આપને આર્જેન્ટીનામાં ફરકી રહેલા ભારતીય સંસ્કૃતિના ધ્વજ વિષે વાત કરીશ. આર્જેન્ટીનામાં આપણી સંસ્કૃતિને ખૂબ પસંદ કરવામાં આવે છે. ૨૦૧૮માં મેં આર્જેન્ટીનાની મારી મુલાકાત દરમિયાન યોગના કાર્યક્રમમાં - શાંતિ માટે યોગમાં ભાગ લીધો હતો. અહીં આર્જેન્ટીનામાં એક સંસ્થા છે - હસ્તિનાપુર ફાઉન્ડેશન. તમને સાંભળીને નવાઇ લાગે છે ને ! ક્યાં આર્જેન્ટીના અને ત્યાં પણ હસ્તિનાપુર ફાઉન્ડેશન ! આ ફાઉન્ડેશન આર્જેન્ટીનામાં ભારતીય વૈદિક પરંપરાઓના પ્રસારમાં વ્યસ્ત છે. તેના સ્થાપના ૪૦ વર્ષ પહેલાં એક મહિલા પ્રોફેસર એડા અલબ્રેસ્ટે કરી હતી. આજે પ્રોફેસર એડા અલબ્રેસ્ટ ૯૦ વર્ષના થવા જઇ રહ્યા છે. ભારતની સાથે એમનો લગાવ કેવી રીતે થયો તે પણ ખૂબ રસપ્રદ છે. તેઓ જયારે ૧૮ વર્ષના હતા ત્યારે પહેલીવાર ભારતીય સંસ્કૃતિની શક્તિનો તેમને પરિચય થયો. તેમણે ભારતમાં સારો એવો સમય વિતાવ્યો. ભગવદગીતા અને ઉપનિષદો વિષે ઉંડાણથી અભ્યાસ કર્યો. આજે હસ્તિનાપુર ફાઉન્ડેશનના ૪૦ હજારથી વધુ સભ્યો છે અને આર્જેન્ટીના તથા અન્ય લેટિન અમેરિકી દેશોમાં તેની લગભગ ૩૦ શાખાઓ છે. હસ્તિનાપુર ફાઉન્ડેશને સ્પેનિશ ભાષામાં ૧૦૦થી વધુ વૈદિક અને દાર્શનિક ગ્રંથ પણ પ્રકાશિત કર્યા છે. તેમનો આશ્રમ પણ ખૂબ મનમોહક છે. આશ્રમમાં ૧૨ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં અનેક દેવીદેવતાઓની મૂર્તિઓ છે. આ બધાના કેન્દ્રમાં એક એવું મંદિર પણ છે તે અદ્વૈતવાદી ધ્યાન માટે બનાવવામાં આવ્યું છે.
સાથીઓ, આવા જ સેંકડો ઉદાહરણ એ દર્શાવે છે, કે આપણી સંસ્કૃતિ આપણા માટે જ નહીં, બલ્કે પૂરી દુનિયા માટે એક અણમોલ વારસો છે. દુનિયાભરના લોકો તેને જાણવા માંગે છે, સમજવા માંગે છે, જીવવા માંગે છે. આપણે પણ પૂરી જવાબદારી સાથે આપણા સાંસ્કૃતિક વારસાને ખુદ પોતાના જીવનનો હિસ્સો બનાવીને બધા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવો જોઇએ.
મારા વ્હાલા દેશવાસીઓ, હવે હું આપને અને ખાસ કરીને આપણા યુવાઓને એક પ્રશ્ન કરવા માંગું છું. હવે વિચારો, તમે એક વારમાં કેટલા પુશ-અપ્સ કરી શકો છે. આપને હું જે જણાવવાનો છું તે ચોક્કસપણે આશ્ચર્યમાં મૂકી દેશે. મણિપુરમાં ૨૪ વર્ષના યુવાન થૌનાઓજમ નિંરજોય સિંહે એક મિનિટમાં ૧૦૯ પુશ-અપ્સ કરીને વિક્રમ સર્જયો છે. નિરંજોય સિંહ માટે વિક્રમ તોડવો કોઇ નવી વાત નથી. તેમણે આ અગાઉ પણ એક મિનિટમાં એક હાથથી સૌથી વધુ નકલ પુશ-અપ્સનો વિક્રમ રચ્યો હતો. મને પૂરો વિશ્વાસ છે કે નિરંજોય સિંહથી તમે પ્રેરિત થશો અને શારીરિક તંદુરસ્તીને તમારા જીવનનો હિસ્સો બનાવશો.
સાથીઓ, આજે હું તમને લદ્દાખની એક એવી જાણકારી આપવા માંગું છું તે જેના વિશે જાણીને તમને ચોક્કસ ગર્વ થશે. લદ્દાખને બહુ જલ્દી એક શાનદાર ઓપન સિન્થેટીક ટ્રેક અને એસ્ટ્રો ટર્ફ ફૂટબોલ સ્ટેડિયમની ભેટ મળવાની છે. આ સ્ટેડિયમ દસ હજાર ફૂટથી વધુ ઉંચાઇએ બની રહ્યું છે અને તેનું નિર્માણ જલદી પૂરૂં થવામાં છે. લદ્દાખનું આ સૌથી મોટું ખુલ્લું સ્ટેડિયમ હશે, જયાં ૩૦ હજાર દર્શકો એક સાથે બેસી શકશે. લદ્દાખના આ આધુનિક ફૂટબોલ સ્ટેડિયમમાં આઠ લેન વાળો એક સિન્થેટીક ટ્રેક પણ હશે. આ ઉપરાંત ત્યાં એક હજાર પથારીવાળી એક છાત્રાલયની સગવડ પણ હશે. તમને એ જાણીને આનંદ થશે કે આ સ્ટેડિયમને ફૂટબોલની સૌથી મોટી સંસ્થા ફીફાએ પણ પ્રમાણિત કર્યું છે. રમતગમતનું આવું કોઇ મોટું આંતરમાળખું જયારે પણ તૈયાર થાય છે, તો તે દેશના યુનાવો માટે સર્વોત્તમ તકો લઇને આવે છે. સાથોસાથ જયાં વ્યવસ્થા થાય છે ત્યાં પણ દેશભરના લોકોની આવનજાવન થતી હોય છે. પ્રવાસનને પ્રોત્સાહન મળે છે અને રોજગારીની અનેક તકોનું સર્જન થાય છે. લદ્દાખના અનેક યુવાનોને પણ આ સ્ટેડિયમનો લાભ થશે.
મારા વ્હાલા દેશવાસીઓ, મન કી બાત માં આ વખતે પણ આપણે અનેક વિષયો પર વાત કરી. હજી એક વધુ વિષય છે, જે અત્યારે સૌના મનમાં છે અને તે છે કોરોનાનો વિષય. કોરોનાની નવી લહેર સામે ભારત બહુ સફળતાપૂર્વક લડી રહ્યો છે અને એ પણ ગર્વની વાત છે કે, અત્યારસુધીમાં લગભગ સાડા ચાર કરોડ બાળકોએ કોરોના રસીનો ડોઝ લઇ લીધો છે. એનો અર્થ એ થયો કે ૧૫ થી ૧૮ વર્ષની વય શ્રેણીના લગભગ ૬૦ ટકા તરૂણોએ ૩ થી ૪ અઠવાડિયામાં જ રસી લઇ લીધી છે. તેનાથી આપણા યુવાનોની માત્ર રક્ષા જ નહીં થાય પરંતુ તેમનો અભ્યાસ ચાલુ રાખવામાં પણ મદદ મળશે. વધુ એક સારી વાત એ છે કે, ૨૦ દિવસના સમયમાં જ એક કરોડ લોકોએ પ્રિકોશન ડોઝ પણ લઇ લીધો છે. આપણા દેશની રસી પર દેશવાસીઓનો ભરોસો આપણી બહુ મોટી તાકાત છે. હવે તો કોરોનાનો ચેપ લાગવાના કેસ પણ ઓછા થવાના શરૂ થઇ ગયા છે – આ ખૂબ હકારાત્મક સંકેત છે. લોકો સલામત રહે, દેશની આર્થિક પ્રવૃતિઓની ગતિ યથાવત રહે. તે જ દરેક દેશવાસીની કામના છે. અને આપ તો જાણો છો જ, મન કી બાતમાં કેટલીક વાતો કહ્યા વિના હું રહી જ, નથી શકતો, જેમ કે, સ્વચ્છતા અભિયાનને આપણે ભૂલવાનું નથી, સિંગલ યુઝ પ્લાસ્ટીક વિરૂદ્ધના અભિયાનમાં આપણે વધુ ઝડપ લાવવી જરૂરી છે, વોકલ ફોર લોકલ ના મંત્ર એ આપણી જવાબદારી છે, આપણે આત્મનિર્ભર ભારત અભિયાન માટે ખરા દિલથી જોડાઇ રહેવાનું છે. આપણા સૌના પ્રયાસોથી જ દેશ, વિકાસની નવી ઉંચાઇએ પહોંચશે. એ જ મનોકામના સાથે, હું, આપની વિદાય લઉં છું. ખૂબ ખૂબ ધન્યવાદ..
મારા વ્હાલાં દેશવાસીઓ, નમસ્કાર. અત્યારે તમે 2021ને વિદાય આપી રહ્યાં છો અને 2022નાં સ્વાગતની તૈયારીમાં જોડાઇ ગયાં છો. નવાં વર્ષે દરેક વ્યક્તિ, દરેક સંસ્થા આવનારાં વર્ષ માટે કંઇક વધુ સરસ કરવા માટેનાં તેમજ બનવા માટેનાં સંકલ્પ લે છે. પાછલાં સાત વર્ષોથી આપણી ‘મન કી બાત’ પણ વ્યક્તિનાં, સમાજનાં, દેશનાં સારા પાસાંઓને ઉજાગર કરી, અને સારાં બનવાં માટેની પ્રેરણા આપતી આવી છે. આ સાત વર્ષોમાં, ‘મન કી બાત’ કરતાં કરતાં હું સરકારની ઉપલબ્ધિઓ પર પણ ચર્ચા કરી જ શકતો હતો. તમને લોકોને પણ સારું લાગતુ, તમે લોકોએ વખાણ પણ કર્યા હોત પરંતુ મારો દાયકાનો અનુભવ છે કે મીડિયાની ચમક-દમકથી દૂર, સમાચારપત્રોની હેડલાઇન્સથી દૂર, એવાં કરોડો લોકો છે જે ઘણું બધું સારું કામ કરી રહ્યાં છે. તેઓ દેશની આવતીકાલ માટે પોતાનાં પ્રયત્નો થકી પોતાની આજને ન્યોછાવર કરી રહ્યાં છે. તેઓ દેશની આવનારી પેઢીઓ માટે પોતાના પ્રયત્નો થકી આજે દિલથી કાર્યરત છે. આવાં લોકોની વાત, ખૂબ શાંતિ આપે છે, ઊંડી પ્રેરણા આપે છે. મારાં માટે ‘મન કી બાત’ હમેશાથી એવાં લોકોનાં પ્રયત્નોથી જ ભરપૂર છે, ફળદ્રુપ, સજાવાયેલો એક સુંદર બગીચા સમાન રહ્યું છે. અને ‘મન કી બાત’ માં દર મહિને મારી મહેનત એ જ વાત માટે રહે છે કે આ બગીચાની કઇ પાંખડી આપ સૌ વચ્ચે લઇને આવું. મને ખુશી છે કે આપણી બહુરત્ના વસુંધરાનાં પુણ્ય કાર્યોનો અવિરત પ્રવાહ નિરંતર વહેતો રહે છે. અને આજે જ્યારે દેશ ‘અમૃત મહોત્સવ’ ઉજવી રહ્યો છે ત્યારે આ જનશક્તિ છે, જન-જનની શક્તિ છે, તેમનો ઉલ્લેખ, તેમનાં પ્રયત્નો, તેમની મહેનત, ભારતનાં અને માનવતાનાં ઉજ્જવળ ભવિષ્ય માટે ખાતરી આપી રહ્યું છે.
સાથીઓ, આ જનશક્તિની તાકાત છે, સૌનો પ્રયત્ન છે કે ભારત 100 વર્ષમાં આવેલ સૌથી મોટી મહામારી સામે લડી શક્યું. આપણે દરેક મુસીબતનાં સમયે એકબીજા સાથે, એક પરિવારની જેમ ઊભાં રહ્યાં. આપણાં વિસ્તાર અથવા શહેરમાં કોઇની મદદ કરવી હોય, તો જેનાથી જે શક્ય બન્યું તેનાથી વધુ કરવાનાં પ્રયત્નો કર્યાં. આજે વિશ્વમાં વેક્સિનેશનનાં જે આંકડા છે, તેની તુલના ભારત સાથે કરીએ તો જણાય છે કે દેશે કેટલું અભૂતપૂર્વ કામ કર્યું છે, કેટલું મોટું લક્ષ્ય હાસલ કર્યું છે. વેક્સિનનો 140 કરોડ માટેનો ડોઝ પૂરો કરવો, પ્રત્યેક ભારતીયની પોતાની ઉપલબ્ધિ છે. આ પ્રત્યેક ભારતીયનો, વ્યવસ્થા પર, વિશ્વાસ દર્શાવે છે, વિજ્ઞાન પર વિશ્વાસ દર્શાવે છે, વૈજ્ઞાનિકો પર વિશ્વાસ દર્શાવે છે, અને સમાજ પ્રત્યે પોતાની જવાબદારીઓને નિભાવી રહેલ, આપણાં ભારતીયોની ઇચ્છાશક્તિનું પ્રમાણ પણ છે. પરંતુ સાથીઓ, આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે કોરોનાંનો એક નવો વેરીયન્ટ ટકોરા મારી ચૂક્યો છે. પાછળનાં બે વર્ષોનો આપણો અનુભવ છે કે આ વૈશ્વિક મહામારીને ખતમ કરવા માટે એક નાગરિક તરીકે આપણો પોતાનો પ્રયત્ન ખૂબ મહત્વપૂર્ણ છે. આ જે નવો ઓમિક્રોન વેરીયન્ટ આવ્યો છે, તેનું સંશોધન આપણાં વૈજ્ઞાનિકો કરી રહ્યાં છે. દરરોજ તેમને નવો ડેટા મળી રહ્યો છે, તેમની સલાહો પર કામ થઇ રહ્યું છે. આવાં સમયે પોતાની સતર્કતા, પોતાની શિસ્ત, કોરોનાનાં આ વેરિએન્ટની વિરુધ્ધ દેશની ખૂબ મોટી શક્તિ બની રહેશે. આપણી સામૂહિક શક્તિ જ કોરોનાને હરાવશે, આ જ દાયિત્વ બોધ સાથે આપણે વર્ષ 2022 માં પ્રવેશ કરવાનો છે.
મારા વ્હાલાં દેશવાસીઓ, મહાભારતનાં યુદ્ધ વખતે, ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું - ‘नभः स्पृशं दीप्तम्’ એટલે કે ગર્વ સાથે આકાશને આંબજે. આ ભારતીય વાયુસેનાનું આદર્શ વાક્ય પણ છે.
મા ભારતીની સેવામાં વ્યસ્ત અનેક જીવન આકાશની ઊંચાઇને ગૌરવ સાથે સ્પર્શે છે, આપણને ઘણું બધું શીખવે છે. આવું જ જીવન રહ્યું છે ગ્રૃપ કેપ્ટન વરુણ સિંહનું, વરુણ સિંહ, તે હેલીકોપ્ટરને ઊડાવી રહ્યાં હતાં જે આ મહિને તમિલનાડુમાં અકસ્માતનો ભોગ બન્યું. તે અકસ્માતમાં આપણે, દેશનાં પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમનાં પત્નિ સાથે કેટલાંય વીરોને ગુમાવ્યાં. વરુણ સિંહ પણ મૃત્યુ સામે વીરતાપૂર્વક લડ્યાં, પરંતુ આખરે તેઓ આપણને છોડીને જતાં રહ્યાં. વરુણ જ્યારે હોસ્પિટલમાં હતાં, તે સમયે મેં સોશિયલ મિડીયા પર એવું જોયું, જે મારા દિલને સ્પર્શી ગયું. આ વર્ષે ઓગસ્ટમાં જ તેમને શૌર્ય ચક્ર આપવામાં આવ્યું હતું. આ સન્માન મળ્યાં પછી તેમણે તેમનાં સ્કૂલનાં આચાર્યને એક પત્ર લખ્યો હતો. તે પત્રને વાંચીને મારાં મનમાં પહેલો વિચાર આવ્યો કે સફળતાનાં શિખરે પહોંચીને પણ તે મૂળિયાંને પોષણ આપવાનું નથી ભૂલ્યાં. બીજું – કે જ્યારે તેમની પાસે ઊજવણી કરવાનો સમય હતો ત્યારે તેમણે આગામી પેઢીઓની ચિંતા કરી. તેઓ ઇચ્છતા હતા કે જે સ્કૂલમાં તેઓ ભણ્યાં, ત્યાંના વિદ્યાર્થીઓનું જીવન પણ ઊજવણીરૂપ બની રહે. પોતાનાં પત્રમાં વરુણ સિંહજીએ પોતાના પરાક્રમનાં વખાણ નથી કર્યા પરંતુ પોતાની અસફળતાઓની વાત કરી છે. કેવી રીતે તેમણે પોતાની ઊણપોને તેમની કાબેલિયતમાં ફેરવી, તેની વાત કરી છે. પત્રમાં એક જગ્યાએ તેમણે લખ્યું છે – “સાધારણ હોવું બરાબર છે. દરેક જણ શાળામાં શ્રેષ્ઠ નથી હોતું અને દરેક જણ 90 ટકા સ્કોર નથી કરી શકતું. જો તમે કરો છો, તો તે એક અદભુત સિદ્ધિ છે અને તેને બિરદાવવી જ જોઈએ. જો કે, તમે ન કરો, તો એવું ન વિચારો કે તમે સામાન્ય છો. તમે શાળામાં સામાન્ય હોઈ શકો છો પરંતુ તેમ હોવું એ જીવનમાં આવનારી વસ્તુઓનો કોઈ માપદંડ નથી. તમારાં અંતરાત્માનાં અવાજને સાંભળો; તે કલા, સંગીત, ગ્રાફિક ડિઝાઇન, સાહિત્ય, વગેરે હોઈ શકે છે. તમે જે પણ ક્ષેત્રમાં કામ કરો છો, સમર્પિત રહો.તમારું શ્રેષ્ઠ કરો. ક્યારેય નકારાત્મક વિચારોમાં ન જાવ, હું હજી વધારે પ્રયત્નો કરી શકયો હોત.”
સાથીઓ, સરેરાશથી અસાધારણ બનવાનો તેમણે જે મંત્ર આપ્યો છે, તે પણ એટલો જ મહત્વપૂર્ણ છે. આ જ પત્રમાં વરુણ સિંહે લખ્યું છે - "ક્યારેય આશા ના છોડવી. ક્યારેય એવું ન વિચારો કે તમે જે બનવા માંગો છો તેમાં તમે સારા બની શકતા નથી. તે સરળ નથી, તે સમય અને આરામનો ભોગ (બલિદાન) લેશે. હું સામાન્ય હતો, અને આજે, હું મારી કારકિર્દીમાં મુશ્કેલ સીમાચિહ્નો પર પહોંચી ગયો છું. એવું ન વિચારો કે 12મા ધોરણનાં બોર્ડનાં માર્કસ નક્કી કરે છે કે તમે જીવનમાં શું હાંસલ કરવા સક્ષમ છો. તમારામાં વિશ્વાસ રાખો અને તેના માટે કામ કરો.”
વરુણે લખ્યું હતું કે જો તેઓ એક પણ વિદ્યાર્થીને પ્રેરણા આપી શકે તો તે પણ ઘણું હશે. પરંતુ આજે હું કહેવાં માંગુ છું કે, - તેમણે સમગ્ર દેશને પ્રેરણા આપી છે. તેમનો પત્ર ભલે માત્ર વિદ્યાર્થીઓ સાથે વાત કરતો હોય પરંતુ તેમણે આપણા પૂરા સમાજને સંદેશો આપ્યો છે.
સાથીઓ, દર વર્ષે હું આવાં જ વિષય પર વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા કરું છું. આ વર્ષે પણ પરીક્ષા પહેલાં હું વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છું. આ કાર્યકમ માટે બે દિવસ પછી 28 ડિસેમ્બરથી MyGov.in પર રજિસ્ટ્રેશન પણ શરૂ થવાં જઇ રહ્યું છે. આ રજિસ્ટ્રેશન 28 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી સુધી ચાલશે. તેનાં માટે ક્લાસ 9 થી 12 સુધીનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા માટે ઓનલાઇન કોમ્પિટિશનનું પણ આયોજન યોજાશે. હું ઇચ્છિશ કે, આપ સૌ તેમાં જરૂર ભાગ લો. આપ સૌને મળવાની તક મળશે. આપણે સૌ મળીને પરીક્ષા, કરિયર, સફળતા અને વિદ્યાર્થીઓનાં જીવન સાથે જોડાયેલ અનેક પાસાઓ પર મંથન કરીશું.
મારા વ્હાલાં દેશવાસીઓ, ‘મન કી બાત’ માં, હવે હું તમને કંઇક સંભળાવવા જઇ રહ્યો છું, જે સીમા પાર, ક્યાંક ખૂબ દૂરથી આવી છે. આ તમને આનંદિત પણ કરશે અને આશ્ચર્યચકિત પણ કરશે -
Vocal #(Vande Matram)
वन्दे मातरम् । वन्दे मातरम्
सुजलां सुफलां मलयजशीतलाम्
शस्यशामलां मातरम् । वन्दे मातरम्
शुभ्रज्योत्स्नापुलकितयामिनीं
फुल्लकुसुमितद्रुमदलशोभिनीं
सुहासिनीं सुमधुर भाषिणीं
सुखदां वरदां मातरम् ।। १ ।।
वन्दे मातरम् । वन्दे मातरम् ।
મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સાંભળીને તમને સૌને ખૂબ સારું લાગ્યું હશે, ગર્વની અનુભૂતિ થઇ હશે. વંદે માતરમમાં જે ભાવ ગર્ભિત છે, તે આપણને ગર્વ અને જુસ્સાથી ભરી દે છે.
સાથીઓ, આપ એ જરૂર વિચારી રહ્યાં હશો કે, આ સુંદર ઓડિયો ક્યાંનો છે, કયા દેશથી આવ્યો છે? આનો જવાબ આપનાં આશ્ચર્યમાં વધારો કરી દેશે. વન્દે માતરમની પ્રસ્તુતિ આપનારા આ વિદ્યાર્થીઓ ગ્રીસનાં છે. ત્યાં તેઓ ઇલીયાના ઉચ્ચ માધ્યમિક સ્કૂલમાં ભણે છે. તેમણે જેટલી સુંદરતાથી અને ભાવથી ‘વંદે માતરમ’ ગાયું છે તે અદભુત અને પ્રશંસનીય છે. આવાં જ પ્રયત્નો, બે દેશોનાં લોકોને વધુ નજીક લાવે છે. હું ગ્રીસનાં આ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને અને તેમનાં શિક્ષકોને અભિનંદન પાઠવું છું. આઝાદીનાં અમૃત મહોત્સવ દરમિયાન કરાયેલ તેમનાં પ્રયત્નોની પ્રશંસા કરું છું.
સાથીઓ, હું લખનૌમાં રહેતાં નિલેશજીની એક પોસ્ટની પણ ચર્ચા કરવાં માગું છું. નિલેશજીએ લખનૌમાં બનેલ એક અનોખા Drone Show ની ખૂબ પ્રશંસા કરી છે. આ Drone Show લખનૌનાં રેસીડેન્સી વિસ્તારમાં આયોજીત કરાયો હતો. 1857નાં પ્રથમ સ્વાતંત્રતા સંગ્રામની સાક્ષી, રેસીડન્સીની દિવાલો પર આજે પણ નજર આવે છે. રેસીડન્સીમાં થયેલ Drone Showમાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામનાં અલગ-અલગ તબક્કાઓને જીવંત બનાવ્યા. એ ‘ચોરી ચોરા આંદોલન’ હોય, ‘કાકોરી ટ્રેન’ની ઘટના હોય અથવા પછી તે નેતાજી સુભાષનું અદમ્ય સાહસ અને પરાક્રમ હોય, આ Drone Show એ સૌનું દિલ જીતી લીધું. તમે પણ આવી જ રીતે પોતાનાં શહેરોનાં, ગામડાંઓનાં, આઝાદીનાં આંદોલન સાથે જોડાયેલ અનોખા તબક્કાઓને લોકોની સામે લાવી શકો છો. તેમાં ટેકનોલોજીની પણ ખૂબ મદદ લઇ શકો છો. આઝાદીનો અમૃત મહોત્સવ, આપણને આઝાદીનાં યુધ્ધની યાદોને જીવવાનો અવસર આપે છે, તેનો અનુભવ કરવાનો અવસર આપે છે. તે દેશ માટે એક નવો સંકલ્પ લેવાનો, કંઇક કરવાની ઇચ્છાશક્તિને બતાવવાનો, પ્રેરક ઉત્સવ છે, પ્રેરક અવસર છે. આવો, સ્વતંત્રતા સંગ્રામની મહાન વિભૂતીઓથી પ્રેરીત બનતાં રહીએ, દેશ માટે આપણાં પ્રયત્નોને વધું મજબૂત બનાવતાં રહીએ.
મારા વ્હાલાં દેશવાસીઓ, આપણું ભારત કેટલીય અસાધારણ પ્રતિભાઓથી સંપન્ન છે, જેમનું કૃતિત્વ બીજાઓને પણ કંઇક કરવા માટે પ્રેરિત કરે છે. આવા જ એક વ્યક્તિ છે તેલંગણાનાં ડોક્ટર કુરેલા વિઠ્ઠલાચાર્યજી. તેમની ઉંમર 84 વર્ષ છે. વિઠ્ઠલાચાર્યજી તેનું ઉદાહરણ છે કે જ્યારે વાત પોતાનાં સપનાંઓ પૂરા કરવાની હોય ત્યારે ઉંમર મહત્વની નથી હોતી.
સાથીઓ, વિઠ્ઠલાચાર્યજીની બાળપણથી એક ઇચ્છા હતી કે તે એક મોટું પુસ્તકાલય ખોલે. દેશ ત્યારે ગુલામ હતો, કેટલીક પરિસ્થિતિઓ એવી હતી કે બાળપણનું સપનું, ત્યારે સપનું જ રહી ગયું. સમય સાથે વિઠ્ઠલાચાર્યજી, લેક્ચરર બન્યાં, તેલુગુ ભાષાનો ઊંડો અભ્યાસ કર્યો અને તેમાં જ કેટલીય સરસ રચનાઓનું સર્જન પણ કર્યું. 6-7 વર્ષ પહેલાં એક વાર ફરી તેઓ પોતાનું સપનું પૂરું કરવાં માટે લાગી ગયાં. તેમણે પોતાની પુસ્તકો દ્વારા પુસ્તકાલયની શરૂઆત કરી. પોતાનાં જીવનભરની કમાણી તેમાં ખર્ચી નાખી. ધીરે-ધીરે લોકો તેની સાથે જોડાતાં ગયાં અને યોગદાન આપતાં રહ્યાં. યદાદ્રી-ભુવનાગિરી જીલ્લાનાં રમન્નાપેટ મંડળનાં આ પુસ્તકાલયમાં લગભગ બે લાખ જેટલાં પુસ્તકો છે. વિઠ્ઠલાચાર્યજી કહે છે કે અભ્યાસને લઇને તેમને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, તે કોઇ બીજાને ન કરવો પડે. તેમને આજે એ જોઇને ખૂબ સારું લાગે છે કે, ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને તેનો લાભ મળી રહ્યો છે. તેમનાં પ્રયત્નોથી પ્રેરીત થઇને, કેટલાંય બીજાં ગામડાંઓનાં લોકો પણ પુસ્તકાલય બનાવવાં લાગી ગયા છે.
સાથીઓ, પુસ્તકો માત્ર જ્ઞાન જ નથી આપતું પરંતુ વ્યક્તિત્વને નિખારે છે, જીવનને પણ ગઢે છે. પુસ્તકો વાંચવાનો શોખ એક અદભુત સંતોષ આપે છે. આજકાલ હું જોઉં છું કે, લોકો ખૂબ ગર્વ સાથે જણાવે છે કે આ વર્ષે મેં આટલાં પુસ્તકો વાંચ્યાં. હવે આગળ મારે કેટલાંક પુસ્તકો વધુ વાંચવા છે. આ એક સારો ટ્રેન્ડ છે, જેને વધુ વિકસાવવો જોઇએ. હું પણ ‘મન કી બાત’નાં શ્રોતાઓને કહીશ કે, તમે આ વર્ષની પોતાની એ પાંચ પુસ્તકો વિશે જણાવો, જે તમારાં પ્રિય હોય. આ મુજબ તમે 2022મા બીજા પાઠકોને સારી પુસ્તકો પસંદ કરવામાં મદદ કરી શકશો.
આવા સમયમાં જ્યારે આપણો સ્ક્રિન ટાઇમ વધી રહ્યો છે ત્યારે બુક રિડીંગ વધુમાં વધું પ્રખ્યાત બને, તે માટે પણ આપણે મળીને પ્રયત્નો કરવાં જોઇએ.
મારાં વ્હાલાં દેશવાસીઓ, તાજેતરમાં જ મારું ધ્યાન એક રસપ્રદ પ્રયત્ન તરફ ગયું છે. એ પ્રયત્ન આપણાં પ્રાચીન ગ્રંથો અને સાંસ્કૃતિક મૂલ્યોને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાભરમાં લોકપ્રિય બનાવવાનાં છે. પૂનામાં Bhandarkar Oriental Research Institute નામનું એક કેન્દ્ર છે. આ કેન્દ્રમા બીજાં દેશોનાં લોકોને મહાભારતનાં મહત્વથી પરિચિત કરાવવા માટે ઓનલાઇન કોર્સ શરૂ કર્યો છે. તમે એ જાણીને દંગ રહી જશો કે આ કોર્સ ભલે તાજેતરમાં જ શરૂ કરાયો છે પરંતુ જે કંટેન્ટ ભણાવવામાં આવે છે તેને તૈયાર કરવાની શરૂઆત 100 વર્ષથી પણ પહેલાં થઇ હતી. જ્યારે સંસ્થાએ એનાથી જોડાયેલ કોર્સ શરૂ કર્યો તો તેને જબરદસ્ત પ્રતિભાવ મળ્યો. હું આ શાનદાર પહેલની ચર્ચા એટલા માટે કરી રહ્યો છું કારણકે લોકોને જાણ થાય કે આપણી પરંપરાનાં વિભિન્ન પાસાંઓને કેવી રીતે મોડર્ન પધ્ધતિથી પ્રસ્તુત કરાઇ રહ્યાં છે. સાત સમુદ્ર પાર બેઠેલાં લોકો સુધી તેનો લાભ કેવી રીતે પહોંચે, તેનાં માટે પણ નિતનવા પ્રયત્નો અપનાવવામાં આવી રહ્યાં છે.
સાથીઓ, આજે દુનિયાભરમાં ભારતીય સંસ્કૃતિ વિશે જાણવામાં રસ વધી રહ્યો છે. ભિન્ન-ભિન્ન દેશોનાં લોકો માત્ર આપણી સંસ્કૃતિ વિશે જાણવાં માટે ઉત્સુક જ નથી પણ તેને વધારવામાં મદદ પણ કરી રહ્યાં છે. આવાં જ એક વ્યક્તિ છે, સર્બિયન સ્કોલર ડો. મોમિર નિકિચ (Serbian Scholar Dr. Momir Nikich). તેમણે એક Bilingual Sanskrit-Serbian ડિક્શનરી તૈયાર કરી છે. આ ડિક્શનરીમાં સામેલ કરેલ સંસ્કૃતનાં 70 હજારથી પણ વધુ શબ્દોનો સર્બિયન ભાષામાં અનુવાદ કરાયો છે. તમને એ જાણીને વધુ સારું લાગશે કે ડો. નિકિચે 70 વર્ષની ઉંમરે સંસ્કૃત ભાષા શીખી છે.
તેઓ જણાવે છે કે આની પ્રેરણા તેમને મહાત્મા ગાંધીનાં લેખોને વાંચીને મળી. આ જ પ્રકારનું ઉદાહરણ મંગોલિયાનાં 93 વર્ષનાં પ્રોફેસર જે. ગેંદેધરમનું પણ છે. પાછલાં ચાર દાયકાઓથી તેમણે ભારતનાં લગભગ 40 પ્રાચીન ગ્રંથો, મહાકાવ્યો અને રચનાઓનો મંગોલિયન ભાષામાં અનુવાદ કર્યો છે. આપણાં દેશમાં પણ આ પ્રકારનાં જુસ્સા સાથે ઘણાં બધાં લોકો કામ કરી રહ્યાં છે. મને ગોવાનાં સાગર મુલેજીનાં પ્રયત્નો વિશે પણ જાણવાં મળ્યું, જે સેંકડોં વર્ષ જુની ‘કાવી’ ચિત્રકળાને લુપ્ત થતાં બચાવવા તરફ લાગેલા છે. ‘કાવી’ ચિત્રકળાએ ભારતનાં પ્રાચીન ઇતિહાસને પોતાનાંમાં સમાવ્યો છે. જોકે, ‘કાવ’નો અર્થ થાય છે – લાલ માટી. પ્રાચીન કાળમાં આ કળામાં લાલ માટીનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગોવામાં પોર્ટુગિઝ શાસન દરમિયાન ત્યાંથી પલાયન થનારા લોકોએ બીજા રાજ્યનાં લોકોને પણ આ અદભુત ચિત્રકળાનો પરિચય કરાવ્યો. સમયની સાથે તે ચિત્રકળા લુપ્ત થઇ રહી હતી. પરંતુ સાગર મુલેજીએ આ કળામાં નવા પ્રાણ પૂર્યા છે. તેમનાં આ પ્રયત્નને ભરપૂર પ્રશંસા પણ મળી રહી છે. સાથીઓ, એક નાનો પ્રયત્ન, એક નાનું પગલું, આપણી સમૃદ્ધ કળાઓનાં સંરક્ષણમાં ખૂબ મોટું યોગદાન આપી શકે છે. જો આપણાં દેશનાં લોકો નિશ્ચય કરી લે, તો દેશભરમાં આપણી પ્રચીન કળાઓને સજાવવા, માવજત અને સંરક્ષનો ઉત્સાહ એક જન-આંદોલનનું રૂપ લઇ શકે છે. મેં અહીં અમુક જ પ્રયત્નો વિશે વાત કરી છે. દેશભરમાં આ પ્રકારનાં અનેક પ્રયત્નો થઇ રહ્યાં છે. તમે તેની જાણકારી Namo App મારફતે મારાં સુધી જરૂર પહોંચાડો.
મારા વ્હાલાં દેશવાસીઓ, અરુણાચલ પ્રદેશનાં લોકોએ સમગ્ર વર્ષ દરમિયાન એક અનોખું અભિયાન ચલાવ્યું છે અને તેને નામ આપ્યું છે – “અરુણાચલ પ્રદેશ એરગન સરેંડર અભિયાન”. આ અભિયાનમાં, લોકો, સ્વેચ્છાએ પોતાની એરગન સરેંડર કરી રહ્યાં છે – જાણો છો કેમ?
જેનાથી અરુણાચલ પ્રદેશમાં પક્ષીઓનો અંધાધૂંધ શિકાર રોકી શકાય. સાથીઓ, અરુણાચલ પ્રદેશ પક્ષીઓની 500થી પણ વધુ પ્રજાતિઓનું ઘર છે. એમાં કેટલીક એવી દેશી પ્રજાતિઓ પણ સામેલ છે, જે દુનિયામાં ક્યાંય બીજે મળી નથી શકતી. પરંતુ ધીરે-ધીરે હવે જંગલોમાં પક્ષીઓની સંખ્યામાં ઘટ આવી રહી છે. તેને સુધારવાં માટે જ હવે એરગન સરેંડર અભિયાન ચાલી રહ્યું છે. પાછલા કેટલાક મહિનાઓમાં પહાડથી મેદાનનાં વિસ્તારો સુધી, એક Communityથી લઇને બીજી Community સુધી, રાજ્યમાં દરેક દિશામાં લોકોએ આને ખુલ્લા દિલથી સ્વીકાર્યું છે. અરુણાચલનાં લોકો પોતાની ઇચ્છાથી આજ સુધી 1600થી પણ વધુ એરગન સરેંડર કરી ચુક્યાં છે. હું અરુણાચલનાં લોકોની, આ માટે પ્રશંસા કરું છું, તેમને અભિનંદન પાઠવું છું.
મારાં વ્હાલાં દેશવાસીઓ, આપ સૌ તરફથી 2022 થી જોડાયેલ ઘણાં બધા સંદેશ અને સૂચન આવ્યાં છે. એક વિષય દર વખતની જેમ મોટાભાગનાં લોકોનાં સંદેશામાં છે. તે છે સ્વચ્છતા અને સ્વચ્છ ભારતનો. સ્વચ્છતાનો આ સંકલ્પ અનુશાસનથી, સજાગતાથી અને સમર્પણથી જ પૂરો થશે. આપણે એનસીસી કેડેટ્સ (NCC Cadets) દ્વારા શરૂ કરાયેલ પુનીત સાગર અભિયાનમાં પણ તેની ઝલક જોઇ શકીએ છીએ. આ અભિયાનમાં 30 હજારથી વધુ એનસીસી કેડેટ્સ સામેલ થયાં. NCCનાં આ કેડેટ્સે દરિયાકિનારાઓ(beaches) પરની સફાઇ કરી, ત્યાંથી પ્લાસ્ટિક કચરો ઉપાડીને તેને રિસાઇકલીંગ માટે ભેગો કર્યો. આપણાં દરિયાકિનારાઓ, આપણાં પહાડો ફરવાલાયક ત્યારે જ બને છે જ્યારે ત્યાં સફાઇ થાય. ઘણાં બધાં લોકો કોઇક સ્થળે જવા માટે જીવનભર સપનાં જુએ છે, પરંતુ જ્યારે ત્યાં જાય છે ત્યારે જાણતા-અજાણતાં જ કચરો પણ ફેલાવીને આવે છે. આ દરેક દેશવાસીઓની જવાબદારી છે કે જે જગ્યા આપણને આટલી ખુશી આપે છે, આપણે તેને અસ્વચ્છ ન કરીએ.
સાથીઓ, મને saafwater (સાફવોટર) નામનાં એક સ્ટાર્ટ-અપ વિશે જાણ થઇ, જેને કેટલાંક યુવાનોએ શરૂ કર્યું છે. તે Artificial Intelligence અને internet of thingsની મદદથી લોકોને તેમનાં વિસ્તારમાં પાણીની શુદ્ધતા અને ગુણવત્તા સાથે જોડાયેલ બાબતો વિશે જાણકારી આપશે. તે સ્વચ્છતાનું જ આગળનું પગલું છે. લોકોનાં સ્વસ્છ અને સ્વસ્થ ભવિષ્ય માટે તે સ્ટાર્ટ અપનાં મહત્વને જોતાં તેને એક ગ્લોબલ એવોર્ડ પણ મળ્યો છે.
સાથીઓ, ‘एक कदम स्वच्छता की ओर’ આ પ્રયત્નમાં સંસ્થાઓ હોય કે સરકાર, દરેકની મહત્વપૂર્ણ ભૂમિકા છે. આપ સૌ જાણો છો કે પહેલાં સરકારી કચેરીઓમાં જૂની ફાઇલો અને કાગળોનો કેટલો ઢગલો પડી રહેતો હતો. જ્યારથી સરકારે જૂની પધ્ધતિઓને બદલવાનું શરૂ કર્યું છે, તે ફાઇલ્સ અને કાગળનાં ઢગલાં Digitize થઇને કોમ્પ્યુટરનાં ફોલ્ડરમાં સમાતા જઇ રહ્યાં છે. જેટલું જૂનું અને પેન્ડિગ મટીરીઅલ છે, તેને પૂરું કરવાં માટે મંત્રાલયો અને વિભાગોમાં વિશેષ અભિયાન પણ ચલાવાઇ રહ્યું છે. આ અભિયાનથી કેટલીક ખૂબ રસપ્રદ બાબતો સામે આવી છે. પોસ્ટખાતામાં જ્યારે તે સફાઇ અભિયાન ચાલ્યું ત્યારે ત્યાંનું જંકયાર્ડ સંપૂર્ણ રીતે ખાલી થઇ ગયું. હવે આ જંકયાર્ડને courtyard અને cafeteriaમાં બદલી કઢાયું છે. એક તરફ જંકયાર્ડ ટુ વ્હિલર્સ માટે પાર્કિંગ સ્પેસ બનાવાયું છે. આ રીતે પર્યાવરણ મંત્રાલયે પોતાનાં ખાલી થયેલ જંકયાર્ડને વેલનેસ સેન્ટરમાં પરિવર્તીત કરી દીધું, શહેરી કાર્ય મંત્રાલયે તો એક સ્વચ્છ ATM પણ સ્થાપિત કર્યું છે. તેનો હેતુ છે કે લોકો કચરો આપે અને બદલામાં કેશ લઇને જાય. Civil Aviation Ministry નાં વિભાગોએ વૃક્ષ પરથી ખરી પડતાં સૂકાં પાંદડાંઓને અને જૈવિક કચરામાંથી જૈવિક ખાતર બનાવવાનું શરૂ કર્યું છે.
આ વિભાગ વેસ્ટ પેપરમાંથી સ્ટેશનરી પણ બનાવવાનું કામ કરી રહ્યું છે. આપણાં સરકારી વિભાગ પણ સ્વચ્છતા જેવાં વિષય પર આટલાં ઇનોવેટીવ થઇ શકે છે. કેટલાંક વર્ષ પહેલાં સુધી કોઇને પણ આવો વિશ્વાસ પણ નહોતો થતો, પરંતુ આજે તે વ્યવસ્થાનો ભાગ બની રહ્યું છે. આ જ તો દેશનો નવો વિચાર છે જેનું નેતૃત્વ દરેક દેશવાસી મળીને કરી રહ્યાં છે.
મારાં વ્હાલા દેશવાસીઓ, ‘મન કી બાત’ માં આ વખતે પણ આપણે ઘણાં બધાં વિષયો પર વાત કરી છે. દર વખતની જેમ, એક મહિના પછી, આપણે ફરી મળીશું, પરંતુ 2022માં. દરેક નવી શરૂઆત પોતાનાં સામર્થ્યને ઓળખવાનો પણ એક અવસર લઇને આવે છે. જે લક્ષ્યોની પહેલાં આપણે કલ્પના પણ નહોતી કરતાં, આજે દેશ તેનાં માટે પ્રયત્ન કરી રહ્યો છે. આપણે ત્યાં કહેવાયું છે –
क्षणश: कणशश्चैव, विद्याम् अर्थं च साधयेत् |
क्षणे नष्टे कुतो विद्या, कणे नष्टे कुतो धनम् ||
એટલે કે, જ્યારે આપણે વિદ્યા અર્જિત કરવી હોય, કંઇક નવું શીખવું હોય, કરવું હોય ત્યારે આપણે દરેક પળનો ઉપયોગ કરવો જોઇએ. અને જ્યારે આપણે ધન અર્જિત કરવું હોય, એટલે કે, ઉન્નતિ-પ્રગતિ કરવી હોય ત્યારે દરેક કણનું એટલે કે દરેક સંસાધનનો, યોગ્ય ઉપયોગ કરવો જોઇએ. કેમકે, પળ નષ્ટ થવાથી વિદ્યા અને જ્ઞાન જતુ રહે છે અને કણ નષ્ટ થવાથી, ધન અને પ્રગતિનાં રસ્તા બંધ થઇ જાય છે. આ વાત આપણાં સૌ દેશવાસીઓ માટે પ્રેરણા છે. આપણે કેટલું બધું શીખવાનું છે, નવા નવા ઇનોવેશન્સ કરવાનાં છે, નવા-નવા લક્ષ્ય હાસિલ કરવાનાં છે, એટલાં માટે આપણે એક પણ પળ વેડફ્યા વગર કાર્યરત રહેવું પડશે. આપણે દેશને વિકાસની નવી ઊંચાઇઓ પર લઇને જવાનો છે, એટલા માટે આપણે આપણા દરેક સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ કરવો પડશે.
તે એક રીતે, આત્મનિર્ભર ભારતનો પણ મંત્ર છે, કેમકે, આપણે જ્યારે આપણાં સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરીશું, તેને વ્યર્થ નહીં થવા દઇએ, ત્યારે જ આપણે લોકલની તાકાતને ઓળખીશું, ત્યારે જ તો દેશ આત્મનિર્ભર બનશે. એટલા માટે, આવો આપણે આપણો સંકલ્પ દોહરાવીએ કે મોટું વિચારીશું, મોટા સપના જોઇશું અને તેને પૂરા કરવા માટે જીવ રેડી દઇશું. અને, આપણાં સપનાં માત્ર આપણાં સુધી સીમિત નહીં રહે. આપણાં સપનાં એવાં બનશે કે જેનાથી આપણો સમાજ અને દેશનો વિકાસ જોડાયેલ હોય, આપણી પ્રગતિથી દેશની પ્રગતિનાં રસ્તા ખુલશે અને તેનાં માટે, આપણે આજને જોતરવી પડશે, એક પળ પણ વેડફ્યા વગર, એક કણ વેડફ્યા વગર. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ જ સંકલ્પ સાથે આવનારા વર્ષોમાં દેશ આગળ વધશે, અને 2022, એક નવા ભારતનાં નિર્માણ માટેનું સ્વર્ણિમ પૃષ્ઠ બનશે. આ જ વિશ્વાસ સાથે, આપ સૌને 2022ની ઘણી બધી શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર... આજે આપણે ફરી એકવાર મન કી બાત માટે એકસાથે જોડાઈ રહ્યા છીએ. બે દિવસ પછી ડિસેમ્બરનો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને ડિસેમ્બર આવતા જ સાઈકોલોજીકલી આપણને એવું લાગે છે કે ચાલો ભઈ, વર્ષ પૂરું થઈ ગયું. આ વર્ષનો છેલ્લો મહિનો છે અને નવા વર્ષ માટે તાણા-વાણાં બનાવવાનું શરૂ કરી દઈએ છીએ. આ જ મહિને નેવી ડે અને આર્મ્ડ ફોર્સ ફ્લેગ ડે પણ દેશ મનાવી રહ્યો છે. આપણને બધાને ખબર છે કે 16 ડિસેમ્બરે 1971 ના યુદ્ધનું સ્વર્ણિમ જયંતિ વર્ષ પણ દેશ મનાવી રહ્યો છે. હું આ બધા અવસરો પર દેશના સુરક્ષા દળોનું સ્મરણ કરું છું, આપણાં વીરોનું સ્મરણ કરું છું. અને ખાસ કરીને આવા વીરોને જન્મ આપનારી વીર માતાઓનું સ્મરણ કરું છું. હંમેશાની જેમ આ વખતે પણ મને નમો એપ, માય જીઓવી પર તમારા બધાના ઘણાં સૂચનો મળ્યા છે. તમે લોકોએ મને પરિવારનો એક ભાગ માનીને તમારા જીવનના સુખ-દુઃખ વહેંચ્યા છે. આમાં ઘણાં નવયુવાનો પણ છે, વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પણ છે. મને ખરેખર ઘણું સારું લાગે છે કે મન કી બાત નું આપણો આ પરિવાર સતત મોટો જ થઈ રહ્યો છે, મન થી પણ જોડાઈ રહ્યા છે અને હેતુ સાથે પણ જોડાઈ રહ્યા છે અને આપણા ગાઢ સંબંધો, આપણી અંદર, સતત સકારાત્મકતાનો એક પ્રવાહ, પ્રવાહિત કરી રહ્યા છીએ.
મારા પ્રિય દેશવાસીઓ, મને સીતાપુરના ઓજસ્વીએ લખ્યું છે કે અમૃત મહોત્સવથી જોડાયેલી ચર્ચાઓ તેમને ખૂબ પસંદ પડી રહી છે. તેઓ પોતાના દોસ્તો સાથે મન કી બાત સાંભળે છે અને સ્વાધિનતા સંગ્રામ વિશે ઘણું જાણવાનો, શીખવાનો, સતત પ્રયાસ કરી રહ્યા છે. સાથીઓ, અમૃત મહોત્સવ શીખવાની સાથે આપણે દેશ માટે કંઈક કરવાની પણ પ્રેરણા આપે છે અને હવે તો દેશભરમાં સામાન્ય લોકો હોય કે સરકારો, પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી, અમૃત મહોત્સવનો પડઘો અને સતત આ મહોત્સવથી જોડાયેલા કાર્યક્રમોની શ્રુંખલા ચાલી રહી છે. એવો જ એક રસપ્રદ પ્રોગ્રામ ગત દિવસોમાં દિલ્હીમાં યોજાયો. ‘આઝાદી કી કહાની – બચ્ચોં કી જુબાની’ કાર્યક્રમમાં બાળકોએ સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલી ગાથાઓને સંપૂર્ણ મનોભાવ સાથે પ્રસ્તુત કરી. ખાસ વાત એ પણ રહી કે તેમાં ભારતની સાથે નેપાળ, મોરેશિયસ, ટાંઝાનિયા, ન્યૂઝીલેન્ડ અને ફીજીના વિદ્યાર્થીઓ પણ સામેલ હતા. આપણા દેશનું મહારત્ન ઓએનજીસી. ઓએનજીસી પણ કંઈક અલગ રીતે પોતાનો અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે. ઓએનજીસી આ દિવસોમાં ઓઈલ ફિલ્ડ માં પોતાના વિદ્યાર્થીઓ માટે સ્ટડી ટૂરનું આયોજન કરી રહ્યું છે. આ ટૂરમાં યુવાનોને ઓએનજીસી ના ઓઈલ ફિલ્ડ ઓપરેશનની જાણકારી પણ આપવામાં આવી રહી છે – ઉદ્દેશ્ય એ છે કે આપણા ઉભરતા એન્જિનિયર રાષ્ટ્ર નિર્માણના પ્રયત્નોમાં સંપૂર્ણ જોશ અને ઝનૂન સાથે હાથ મિલાવી શકે.
સાથીઓ, આઝાદીમાં આપણા જનજાતીય સમુદાયના યોગદાનને જોતાં દેશે જનજાતીય ગૌરવ સપ્તાહ પણ મનાવ્યો છે. દેશના અલગ-અલગ ભાગોમાં આનાથી જોડાયેલા કાર્યક્રમો પણ થયા. આંદામાન-નિકોબાર દ્વીપ સમૂહમાં જારવા અને ઓંગે, એવી જનજાતીય સમુદાયના લોકોએ પોતાની સંસ્કૃતિનું જીવંત પ્રદર્શન કર્યું છે. એક કમાલનું કામ હિમાચલ પ્રદેશમાં ઉનાના મિનિએચર રાઈટર રામકુમાર જોશી જીએ પણ કર્યું છે, તેમણે પોસ્ટેજ સ્ટેમ્પ પર જ એટલે કે આટલી નાની પોસ્ટેજ સ્ટેમ્પ પર નેતાજી સુભાષચંદ્ર બોઝ અને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી જીના અનોખા ચિત્રો બનાવ્યા છે. હિન્દીમાં લખેલા રામ શબ્દ પર તેમણે ચિત્ર તૈયાર કર્યાં, જેમાં સંક્ષિપ્તમાં બંને મહાપુરુષોના જીવનને પણ કોતર્યું છે. મધ્યપ્રદેશના કટનીથી પણ કેટલાક સાથીઓએ એક દાસ્તાનગોઈ કાર્યક્રમની જાણકારી આપી છે. તેમાં રાણી દુર્ગાવતીના અદમ્ય સાહસ અને બલિદાનની યાદો તાજી કરવામાં આવી છે. એવો જ એક કાર્યક્રમ કાશીમાં થયો. ગોસ્વામી તુલસીદાસ, સંત કબિર, સંત રવિદાસ, ભારતેન્દુ હરીશચંદ્ર, મુન્શી પ્રેમચંદ અને જયશંકર પ્રસાદ જેવા મહાન વિભૂતીઓના સન્માનમાં ત્રણ દિવસના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. અલગ-અલગ સમયમાં આ બધાની, દેશની જન-જાગૃતિમાં ખૂબ મોટી ભૂમિકા રહી છે. તમને ખ્યાલ હશે કે મન કી બાતના ગત એપિસોડ દરમિયાન મેં ત્રણ સ્પર્ધાઓનો ઉલ્લેખ કર્યો હતો, કોમ્પિટિશનની વાત કહી હતી – એક દેશભક્તિનું ગીત લખવું, દેશભક્તિ સાથે જોડાયેલી, આઝાદીના આંદોલન સાથે જોડાયેલી ઘટનાઓની રંગોળી બનાવવી અને આપણા બાળકોના મનમાં ભવ્ય ભારતનું સપનું જગાડનારા હાલરડાં લખવામાં આવે. મને આશા છે કે આ સ્પર્ધાઓ માટે પણ આપ જરૂર એન્ટ્રી પણ મોકલી ચૂક્યા હશો, યોજના પણ બનાવી ચૂક્યા હશો અને તમારા સાથીઓ સાથે ચર્ચા પણ કરી ચૂક્યા હશો. મને આશા છે કે ભવ્યતાથી હિન્દુસ્તાનના દરેક ખૂણામાં આ કાર્યક્રમને તમે જરૂર આગળ વધારશો.
મારા પ્રિય દેશવાસીઓ, આ ચર્ચાથી હવે હું તમને સીધા વૃંદાવન લઈને જાઉં છું. વૃંદાવન વિશે કહેવાય છે કે આ ભગવાનના પ્રેમનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. આપણાં સંતોએ પણ કહ્યું છે કે –
યહ આસા ધરિ ચિત્ત મેં, યહ આસા ધરિ ચિત્ત મેં
કહત જથા મતિ મોર
વૃંદાવન સુખ રંગ કૌ, વૃંદાવન સુખ રંગ કૌ
કાહુ ન પાયૌ ઔર...
એટલે કે વૃંદાવનનો મહિમા, આપણે બધા, પોતપોતાના સામર્થ્યના હિસાબથી જરૂર કહીએ છીએ પરંતુ વૃંદાવનનું જે સુખ છે, અહીંનો જે રસ છે, તેનો અંત, કોઈ નથી પામી શકતું, તે તો અસિમ છે. એટલે જ તો વૃંદાવન આખી દુનિયાના લોકોને પોતાની તરફ આકર્ષિત કરતું રહયું છે. તેનો પ્રભાવ તમને દુનિયાના દરેક ખૂણે-ખૂણેથી મળે જશે.
પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં એક શહેર છે પર્થ. ક્રિકેટ પ્રેમી લોકો આ જગ્યાથી સારી રીતે પરિચિત હશે, કારણ કે પર્થમાં હંમેશા ક્રિકેટ મેચ થઈ રહે છે. પર્થમાં એક સેક્રડ ઈન્ડિયા ગેલેરી એ નામથી એક આર્ટ ગેલેરી પણ છે. આ ગેલેરી સ્વાન વેલીના એક સુંદર ક્ષેત્રમાં બનાવવામાં આવી છે અને તે ઓસ્ટ્રેલિયાના એક રહેવાસી જગત તારીણી દાસીના પ્રયત્નોનું પરિણામ છે. જગત તારીણી જી આમ તો ઓસ્ટ્રેલિયાના છે, જન્મ પણ ત્યાં જ થયો, પાલન-પોષણ પણ ત્યાં જ થયું પરંતુ 13 વર્ષથી પણ વધુનો સમય વૃંદાવનમાં આવીને તેમણે વિતાવ્યો. તેમનું કહેવું છે કે જો તેઓ ઓસ્ટ્રેલિયા પાછા જતા તો રહ્યા, પોતાના દેશ પરત ફર્યા પરંતુ તેઓ ક્યારેય પણ વૃંદાવનને ક્યારેય ભૂલી નથી શક્યા. તેથી જ તેમણે વૃંદાવન અને તેના આધ્યાત્મિક ભાવ સાથે જોડાવા માટે ઓસ્ટ્રેલિયામાં જ વૃંદાવન ઉભું કરી દીધું. પોતાની કળાને જ એક માધ્યમ બનાવીને એક અદભૂત વૃંદાવન તેમણે બનાવી દીધું. અહીં આવનારા લોકોને કેટલીયે રીતની કલાકૃતિઓને જોવાનો લ્હાવો મળે છે. તેમને ભારતના સર્વાધિક પ્રસિદ્ધ તીર્થસ્થળો – વૃંદાવન, નવાદ્વિપ અને જગન્નાથપુરીની પરંપરા અને સંસ્કૃતિની ઝાંખી જોવા મળે છે. અહીંયા ભગવાન કૃષ્ણના જીવન સાથે જોડાયેલી કેટલીક કલાકૃતિઓ પણ પ્રદર્શિત કરવામાં આવી છે. એક કલાકૃતિ એવી છે કે જેમાં ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની નાની આંગળી પર ઉઠાવી રાખ્યો છે, જેની નીચે વૃંદાવનના લોકો આશ્રય લઈ રહ્યા છે. જગત તારીણી જી નો આ અદભૂત પ્રયાસ સાચે જ આપણને કૃષ્ણ ભક્તિની શક્તિના દર્શન કરાવે છે. હું તેમને તેમના આ પ્રયત્ન માટે ઘણી-ઘણી શુભેકામનાઓ આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ, હમણાં હું ઓસ્ટ્રેલિયાના પર્થમાં બનેલા વૃંદાવનના વિષયમાં વાત કરી રહ્યો હતો. એ પણ એક રસપ્રદ ઈતિહાસ છે કે ઓસ્ટ્રેલિયાનો એક સંબંધ આપણા બુંદેલખંડના ઝાંસી થી પણ છે. વાસ્તવમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સામે કાયદાકીય લડાઈ લડી રહ્યા હતા, તો તેમના વકિલ હતા જોન લૈંગ. જોન લૈંગ મૂળ રૂપથી ઓસ્ટ્રેલિયાના જ રહેવાસી હતા. ભારતમાં રહીને તેમણે રાણી લક્ષ્મીબાઈનો કોર્ટ કેસ લડ્યો હતો. આપણા સ્વતંત્રતા સંગ્રામમાં ઝાંસી અને બુંદેલખંડનું કેટલું મોટું યોગદાન છે, એ આપણે બધા જાણીએ છીએ. અહીં રાણી લક્ષ્મીબાઈ અને ઝલકારી બાઈ જેવી વીરાંગનાઓ પણ થઈ ગઈ અને મેજર ધ્યાનચંદ જેવા ખેલરત્ન પણ આ જ ક્ષેત્રે દેશને આપ્યા છે.
સાથીઓ, વીરતા માત્ર યુદ્ધના મેદાનમાં જ દેખાડવામાં આવે, એવું જરૂરી નથી હોતું. વીરતા જ્યારે એક વ્રત બની જાય છે અને તેનું વિસ્તરણ થાય છે તો દરેક ક્ષેત્રમાં અનેક કાર્યો સિદ્ધ થવા લાગે છે. મને આવી જ વીરતા વિશે શ્રીમતી જ્યોત્સનાએ પત્ર લખીને જણાવ્યું છે. જાલૌનમાં એક પરંપરાગત નદી હતી – નૂન નદી. નૂન, અહીંના ખેડૂતો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત હતો, પરંતુ ધીરેધીરે નૂન નદી લુપ્ત થવાના આરે પહોંચી ગઈ, જે થોડું ઘણું અસ્તિત્વ આ નદીનું બચ્યું હતું, તેમાં તે નાળામાં તબદિલ થઈ રહી હતી, તેનાથી ખેડૂતો માટે સિંચાઈનું પણ મોટું સંકટ ઉભું થઈ ગયું હતું. જાલૌનના લોકોએ આ સ્થિતીને બદલવાનું બીડું ઝડપ્યું. આ જ વર્ષે માર્ચમાં તેના માટે એક કમિટી બનાવવામાં આવી. હજારો ગ્રામીણ અને સ્થાનિક લોકો પોતાની રીતે જ આ અભિયાન સાથે જોડાયા. અહીંની પંચાયતોએ ગ્રામજનો સાથે મળીને કામ કરવાનું શરૂ કર્યું, અને આજે આટલા ઓછા સમયમાં અને બહુ જ ઓછા ખર્ચામાં આ નદી ફરીથી જીવીત થઈ ગઈ છે. કેટલાય ખેડૂતોને તેનાથી ફાયદો થઈ રહ્યો છે. યુદ્ધના મેદાનથી અલગ વીરતાનું આ ઉદાહરણ, આપણા દેશવાસીઓની સંકલ્પ શક્તિઓને દેખાડે છે અને એ પણ જણાવે છે કે જો આપણે નક્કી કરી જ લઈએ તો કંઈપણ અસંભવ નથી અને એટલે જ હું કહું છું – સહુનો પ્રયત્ન...
મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે આપણે પ્રકૃતિનું સંરક્ષણ કરીએ છીએ તો બદલામાં પ્રકૃતિ આપણને પણ સંરક્ષણ અને સુરક્ષા આપે છે. આ વાતને આપણે આપણા પોતાના જીવનમાં અનુભવ કરીએ છીએ અને એવું જ એક ઉદાહરણ તમિલનાડુના લોકોએ વ્યાપક સ્તર પર પ્રસ્તુત કર્યું છે. આ ઉદાહરણ તમિલનાડુના તૂતુકુડી જિલ્લાનું છે. આપણે જાણીએ છીએ કે તટીય વિસ્તારોમાં કેટલીયે વખત જમીન ડૂબવાનો ખતરો રહે છે. તૂતુકુડીમાં પણ કેટલાય નાનાનાનાં આયલેન્ડ અને ટાપૂ એવા હતા જેના સમુદ્રમાં ડૂબવાનો ખતરો વધી રહ્યો હતો. અહીંયાના લોકોએ અને તજજ્ઞોએ આ પ્રાકૃતિક આપત્તિનો બચાવ પ્રકૃતિની મદદથી શોધી કાઢ્યો. આ લોકો હવે આ ટાપુઓ પર પલ્મોરાના ઝાડ લગાવી રહ્યા છે. આ ઝાડ સાયક્લોન અને તોફાનોમાં પણ ઉભા રહે છે અને જમીનને સુરક્ષા આપે છે. તેમનાથી હવે આ વિસ્તારને બચાવવાનો એક નવો ભરોસો જાગ્યો છે.
સાથીઓ, પ્રકૃતિથી આપણા માટે ખતરો ત્યારે જ ઉભો થાય છે જ્યારે આપણે તેના સંતુલનને બગાડીએ છીએ અથવા તેની પવિત્રતા નષ્ટ કરીએ છીએ. પ્રકૃતિ માં ની જેમ આપણું પાલન પણ કરે છે અને આપણી દુનિયામાં નવા નવા રંગ પણ ભરે છે.
હમણાં હું સોશિયલ મીડિયા પર જોઈ રહ્યો હતો, મેઘાલયમાં એક ફ્લાઈંગ બોટનો ફોટો ઘણો જ વાઈરલ થઈ રહ્યો છે. પહેલી જ નજરમાં આ ફોટો આપણને આકર્ષિત કરે છે. તમારામાંથી પણ મોટાભાગના લોકોએ તેને ઓનલાઈન જરૂર જોયો હશે. હવામાં તરતી આ હોડીને જ્યારે આપણે નજીકથી જોઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આ નદી તો પાણીમાં ચાલી રહી છે. નદીનું પાણી એટલું સાફ છે કે આપણને તેની સપાટી દેખાતી જ નથી અને હોડી હવામાં તરતી હોય તેવું લાગી રહ્યું હોય છે. આપણા દેશમાં અનેક રાજ્ય છે, અને ક્ષેત્રો છે જ્યાંના લોકોએ પોતાના પ્રાકૃતિક વારસાના રંગોને સંભાળીને રાખ્યા છે. આ લોકોએ પ્રકૃતિ સાથે મળીને રહેવાની જીવનશૈલી આજે પણ જીવંત રાખી છે. આ આપણા બધા માટે પણ પ્રેરણા છે. આપણી આસપાસ જે પણ પ્રાકૃતિક સંસાધનો છે, આપણે તેને બચાવીએ, તેમને ફરીથી તેમનું અસલી રૂપ પરત કરીએ. તેમાં જ આપણું હિત છે, જગતનું હિત છે.
મારા પ્રિય દેશવાસીઓ, સરકાર જ્યારે યોજનાઓ બનાવે છે, બજેટ ખર્ચ કરે છે, સમય પર યોજનાઓને પૂરી કરે છે તો લોકોને લાગે છે કે તે કામ કરી રહી છે. પરંતુ સરકારના અનેક કાર્યોમાં વિકાસની અનેક યોજનાઓ વચ્ચે માનવીય સંવેદનાઓથી જોડાયેલી વાતો હંમેશા એક અલગ સુખ આપે છે. સરકારના પ્રયત્નોથી, સરકારની યોજનાઓથી કેવી રીતે કોઈ જીવન બદલાયું, એ બદલાયેલા જીવનનો અનુભવ શું છે ? જ્યારે એ સાંભળીએ છીએ તો આપણે પણ સંવેદનાઓથી ભરાઈ જઈએ છીએ. તે મનને સંતોષ પણ આપે છે અને તે યોજનાને લોકો સુધી પહોંચાડવાની પ્રેરણા પણ આપે છે. એક પ્રકારે આ સ્વાન્તઃ સુખાય, તો છે અને તેથી આજે મન કી બાત માં આપણી સાથે બે એવા જ સાથી પણ જોડાઈ રહ્યા છે જે પોતાના ઈરાદાઓથી એક નવું જીવન જીતીને આવ્યા છે. તેમણે આયુષ્યમાન ભારત યોજનાની મદદથી પોતાનો ઈલાજ કરાવ્યો અને એક નવી જિંદગીની શરૂઆત કરી છે. આપણા પહેલા સાથી છે, રાજેશ કુમાર પ્રજાપતિ. જેમને હ્રદય રોગની બિમારી, હાર્ટની સમસ્યા હતી.
તો આવો, રાજેશ જી સાથે વાત કરીએ...
પ્રધાનમંત્રીજીઃ- રાજેશ જી નમસ્તે
રાજેશ પ્રજાપતિઃ- નમસ્તે સર નમસ્તે
પ્રધાનમંત્રીજીઃ- તમારી રાજેશ જી બિમારી શું હતી ? પછી કોઈ ડોક્ટર પાસે ગયા હશો, મને જરા સમજાવો સ્થાનિક ડોક્ટરે કહ્યું હશે પછી કોઈ બીજા ડોક્ટર પાસે ગયા હશો? પછી તમે નિર્ણય નહીં કરતા હોવ અથવા કરતા હશો, શું શું થતું હશે.
રાજેશ પ્રજાપતિઃ- જી મને હાર્ટમાં પ્રોબ્લેમ સર આવી ગયો હતો, સર, મારા હ્રદયમાં બળતરા થતી હતી સર, પછી મેં ડોક્ટરને દેખાડ્યું. ડોક્ટરે પહેલા તો જણાવ્યું બની શકે છે કે બેટા તમને એસિડીટી હશે, તો મેં ઘણાં દિવસ એસિડીટીની દવા કરાવી, તેનાથી જ્યારે મને ફાયદો ન થયો પછી ડોક્ટર કપૂરને દેખાડ્યું, તો તેમણે કહ્યું જે લક્ષણ છે તેમાં એન્જિયોગ્રાફીથી ખબર પડશે, પછી તેમણે મને રિફર કર્યા શ્રી રામમૂર્તિમાં. પછી અમે મળ્યા અમરેશ અગ્રવાલ જીને. તો તેમણે મારી એન્જિયોગ્રાફી કરી. પછી તેમણે જણાવ્યું કે બેટા આ તો તમારી નસ બ્લોકેજ છે, તો અમે કહ્યું સર આમાં કેટલો ખર્ચ આવશે ? તો તેમણે કહ્યું કાર્ડ છે આયુષ્યમાનવાળું જે પ્રધાનમંત્રીજીએ બનાવીને આપ્યું. તો અમે કહ્યું સર અમારી પાસે કાર્ડ છે. તો તેમણે મારું તે કાર્ડ લીધું અને મારો બધો ઈલાજ તે જ કાર્ડથી થયો. સર અને જે આપે જે બનાવ્યું છે કાર્ડ તે ઘણી જ સારી રીતે અને અમારા જેવા ગરીબ લોકો માટે ઘણી જ સરળતા છે આનાથી. અને આપનો હું કેવી રીતે ધન્યવાદ કરું ?
પ્રધાનમંત્રીજીઃ- આપ શું કરો છો રાજેશ જી ?
રાજેશ પ્રજાપતિઃ- સર હું અત્યારે તો ખાનગી નોકરી કરું છું. સર.
પ્રધાનમંત્રીજીઃ- અને ઉંમર કેટલી છે તમારી ?
રાજેશ પ્રજાપતિઃ- મારી ઓગણપચાસ વર્ષ છે. સર
પ્રધાનમંત્રીજીઃ- આટલી નાની ઉંમરમાં આપને હાર્ટની ટ્રબલ થઈ ગઈ?
રાજેશ પ્રજાપતિઃ- હાં જી સર શું કહું હવે ?
પ્રધાનમંત્રીજીઃ- તમારા પરિવારમાં તમારા પિતાજીને અથવા કોઈ માતાજીને અથવા આ પ્રકારે પહેલા થયું છે?
રાજેશ પ્રજાપતિઃ- ના સર કોઈને નહોતું સર, આ પહેલી વખત મારી સાથે જ થયું છે.
પ્રધાનમંત્રીજીઃ- આ આયુષ્યમાન કાર્ડ ભારત સરકાર આ કાર્ડ આપે છે, ગરીબો માટે બહુ મોટી યોજના છે તો એ આપને કેવી રીતે ખબર પડી ?
રાજેશ પ્રજાપતિઃ- સર આ તો એટલી મોટી યોજના છે, ગરીબ માણસને ઘણો જ લાભ મળે છે અને એટલા ખુશ છે સર, અમે તો હોસ્પિટલમાં જોયું છે કે આ કાર્ડ થી કેટલાય લોકોને સરળતા મળે છે. જ્યારે ડોક્ટરને કહે છે કે કાર્ડ છે મારી પાસે, સર તો ડોક્ટર કહે છે ઠીક છે તે કાર્ડ લઈને આવો, હું એ જ કાર્ડથી તમારો ઈલાજ કરી દઈશ.
પ્રધાનમંત્રીજીઃ- અચ્છા, કાર્ડ ન હોય તો તમને કેટલો ખર્ચો ડોક્ટરે કીધો હતો?
રાજેશ પ્રજાપતિઃ- ડોક્ટર સાહેબે કહ્યું હતું બેટા આમાં ઘણો જ ખર્ચો આવશે. બેટા જો કાર્ડ નહીં હોય. તો મેં કહ્યું સર કાર્ડ તો છે મારી પાસે તો તેમણે કહ્યું તરત આપ દેખાડો તો મેં તરત જ દેખાડ્યું તે કાર્ડથી મારો પૂરો ઈલાજ કરવામાં આવ્યો. મારે એક પૈસાનો પણ ખર્ચ થયો નહીં, બધી દવાઓ પણ એ કાર્ડમાંથી જ નીકળી ગઈ.
પ્રધાનમંત્રીજીઃ- તો રાજેશજી તમને હવે સંતોષ છે, તબિયત ઠીક છે.
રાજેશ પ્રજાપતિઃ- જી સર, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ સર આપની ઉંમર પણ એટલી લાંબી થાય કે હંમેશા સત્તામાં જ રહો અને અમારા પરિવારના લોકો પણ આપનાથી એટલા ખુશ છે કે શું કહું આપને.
પ્રધાનમંત્રીજીઃ- રાજેશજી આપ મને સત્તામાં રહેવાની શુભેચ્છા ન આપો. હું આજે પણ સત્તામાં નથી અને ભવિષ્યમાં પણ સત્તામાં જવા નથી ઈચ્છતો. હું માત્ર સેવામાં રહેવા ઈચ્છું છું, મારા માટે આ પદ, આ પ્રધાનમંત્રી, બધી વસ્તુઓ એ સત્તા માટે છે જ નહીં ભાઈ, સેવા માટે છે.
રાજેશ પ્રજાપતિઃ- સેવા જ તો જોઈએ અમને લોકોને, બીજું શું જોઈએ.
પ્રધાનમંત્રીજીઃ- જુઓ ગરીબો માટે આ આયુષ્યમાન ભારત યોજના તે પોતાનામાં....
રાજેશ પ્રજાપતિઃ- જી સર ઘણી જ સારી વસ્તુ છે.
પ્રધાનમંત્રીજીઃ- પરંતુ જુઓ રાજેશજી તમે મારું એક કામ કરો, કરશો ?
રાજેશ પ્રજાપતિઃ- જી બિલકુલ કરીશું સર.
પ્રધાનમંત્રીજીઃ- જુઓ, થાય છે શું કે લોકોને એની ખબર નથી હોતી, તમે એક જવાબદારી નિભાવો, એવા કેટલા ગરીબ પરિવાર છે તમારી આસપાસ તેમને આ લાભ તમને કેવી રીતે મળ્યો, કેવી રીતે મદદ મળી, તે જણાવો.
રાજેશ પ્રજાપતિઃ- જરૂરથી કહીશું સર.
પ્રધાનમંત્રીજીઃ- અને તેમને કહો કે તેઓ પણ આવું કાર્ડ બનાવાડી લે જેથી કરીને પરિવારમાં ખબર નહીં ક્યારે મુસીબત આવી જાય અને આજે ગરીબ દવાઓ માટે પરેશાન રહે એ તો ઠીક નથી. હવે પૈસાના કારણે તેઓ દવા ન લે અથવા બિમારીનો ઉપાય ન કરે તો એ પણ એક મોટી ચિંતાનો વિષય છે અને ગરીબોનું તો શું થાય છે જેમ કે તમને આ હાર્ટનો પ્રોબ્લેમ થયો, તો કેટલા મહિના આપ કામ જ ન કરી શક્યા હશો.
રાજેશ પ્રજાપતિઃ- હું તો દસ પગલાં પણ નહોતો ચાલી શકતો, અને ન ચડી શકતો હતો સર.
પ્રધાનમંત્રીજીઃ- બસ તો આપ, આપ રાજેશજી મારા એક સાચા સાથી બનીને જેટલા ગરીબોને આપ આ આયુષ્યમાન ભારત યોજના સંબંધમાં સમજાવી શકો છો, બિમાર લોકોની મદદ કરી શકો છો, જુઓ તમને પણ સંતોષ થશે અને મને ઘણી ખુશી થશે કે ચાલો એક રાજેશજીની તબિયત તો ઠીક થઈ ગઈ પરંતુ રાજેશજીએ સેંકડો લોકોની તબિયત ઠીક કરાવી દીધી, આ આયુષ્યમાન ભારત યોજના, તે ગરીબો માટે છે, મધ્યમવર્ગ માટે છે, સામાન્ય પરિવારો માટે છે, તો ઘર-ઘર સુધી આ વાતને તમે પહોંચાડશો.
રાજેશ પ્રજાપતિઃ- બિલકુલ પહોંચાડશું સર. હું તો ત્યાં ત્રણ દિવસ હોસ્પિટલમાં રોકાયો સર તો બિચારા ઘણા લોકો આવ્યા, બધી સુવિધાઓ તેમને સમજાવી, કાર્ડ હશે તો મફતમાં થઈ જશે.
પ્રધાનમંત્રીજીઃ- ચાલો રાજેશજી, તમે તમારી જાતને સ્વસ્થ રાખો, થોડી શરીરની ચિંતા કરો, બાળકોની ચિંતા કરો અને ઘણી પ્રગતિ કરો, મારી ઘણી શુભકામનાઓ છે આપને.
સાથીઓ, આપણે રાજેશજીની વાતો સાંભળી, આવો હવે આપણી સાથે સુખદેવીજી જોડાઈ રહ્યા છે, ઘૂંટણની સમસ્યાએ તેમને ઘણાં જ પરેશાન કરી દીધા હતા. આવો આપણે સુખદેવીજી પાસેથી પહેલા તેમના દુઃખ ની વાત સાંભળીએ અને પછી સુખ કેવી રીતે આવ્યું તે સમજીએ.
મોદીજીઃ- સુખદેવીજી નમસ્તે. આપ ક્યાંથી વાત કરી રહ્યા છો?
સુખદેવીજીઃ- દાનદપરાથી
મોદીજીઃ- ક્યાં, ક્યાં આવ્યું એ ?
સુખદેવીજીઃ- મથુરામાં
મોદીજીઃ- મથુરામાં, પછી તો સુખદેવીજી, આપને નમસ્તે પણ કહેવું છે અને સાથે-સાથે રાધે-રાધે પણ કહેવું પડશે.
સુખદેવીજીઃ- હા..રાધે-રાધે
મોદીજીઃ- અચ્છા અમે સાંભળ્યું કે આપને તકલીફ થઈ હતી. આપનું કોઈ ઓપરેશન થયું હતું. જરા જણાવશો શું વાત હતી?
સુખદેવીજીઃ- હા...મારા ઘૂંટણ ખરાબ થઈ ગયા હતા. તો ઓપરેશન થયું છે મારું. પ્રયાગ હોસ્પિટલમાં.
મોદીજીઃ- તમારી ઉંમર કેટલી છે સુખદેવીજી?
સુખદેવીજીઃ- ઉંમર 40 વર્ષ
મોદીજીઃ- 40 વર્ષ અને સુખદેવ નામ, અને સુખદેવીને બિમારી થઈ ગઈ.
સુખદેવીજીઃ- બિમારી તો મને 15-16 વર્ષથી જ લાગી ગઈ છે.
મોદીજીઃ- અરે બાપ રે... આટલી નાની ઉંમરમાં તમારા ઘૂંટણ ખરાબ થઈ ગયા.
સુખદેવીજીઃ- એ જે ગઠીયો-વા કહેવાય છે, એ જે સાંધાના દુખાવામાં ઘૂંટણ ખરાબ થઈ ગયા.
મોદીજીઃ- તો 16 વર્ષથી 40 વર્ષની ઉંમર સુધી તમે તેનો ઈલાજ નથી કરાવ્યો.
સુખદેવીજીઃ- ના.. કરાવ્યો હતો. દુખાવાની દવા ખાતી રહી, નાના-મોટા ડોક્ટરોએ તો એવી દેશી દવા અને વિવિધ દવાઓ આપી. થેલાછાપ ડોક્ટરોથી તો ઘૂંટણનો દુખાવો વધુ ખરાબ થઈ ગયો. હું 1-2 કિલોમીટર ચાલી તો ઘૂંટણ ખરાબ થઈ ગયા મારા.
મોદીજીઃ- તો સુખદેવજી ઓપરેશનનો વિચાર કેવી રીતે આવ્યો? તેને માટે પૈસાની શું વ્યવસ્થા કરી? કેવી રીતે થયું આ બધું?
સુખદેવીજીઃ- મેં તે આયુષ્યમાન કાર્ડથી ઈલાજ કરાવ્યો છે.
મોદીજીઃ- તો તમને આયુષ્યમાન કાર્ડ મળી ગયું હતું?
સુખદેવીજીઃ- હા..
મોદીજીઃ- અને આયુષ્યમાન કાર્ડથી ગરીબોનો મફતમાં ઉપચાર થાય છે, તે ખબર હતી?
સુખદેવીજીઃ- શાળામાં મીટિંગ થઈ રહી હતી. ત્યાંથી મારા પતિને ખબર પડી તો મારા નામે કાર્ડ બનાવ્યું.
મોદીજીઃ- હા...
સુખદેવીજીઃ- પછી ઈલાજ કરાવ્યો કાર્ડથી અને મેં કોઈપણ પૈસા નથી ચૂકવ્યા. કાર્ડથી જ ઈલાજ થયો મારો. ખૂબ સારો ઈલાજ થયો છે.
મોદીજીઃ- અચ્છા ડોક્ટરે પહેલા જો કાર્ડ ન હોય તો કેટલો ખર્ચો જણાવ્યો હતો?
સુખદેવીજીઃ- અઢી લાખ રૂપિયા, ત્રણ લાખ રૂપિયા. 6-7 વર્ષોથી હું ખાટલામાં પડી છું. હું એમ કહેતી હતી કે હે ભગવાન મને લઈ લે તુ, મારે નથી જીવવું.
મોદીજીઃ- 6-7 વર્ષ ખાટલામાં હતા. બાપ રે બાપ.
સુખદેવીજીઃ- હા...
મોદીજીઃ- ઓહો..
સુખદેવીજીઃ- જરા પણ ઉઠાતું કે બેસાતું નહોતું.
મોદીજીઃ- તો અત્યારે તમારા ઘૂંટણ પહેલાં કરતાં સારા છે?
સુખદેવીજીઃ- હું ઘણું ફરું છું. ફરું છું. રસોડાનું કામ કરું છું. ઘરનું કામ કરું છું. બાળકોને ખાવાનું પણ બનાવી આપું છું.
મોદીજીઃ- તો મતલબ કે આયુષ્યમાન ભારત કાર્ડે તમને ખરેખર આયુષ્યમાન બનાવી દીધા.
સુખદેવીજીઃ- ખૂબ-ખૂબ ધન્યવાદ તમારી યોજનાના કારણે હું ઠીક થઈ ગઈ અને હું મારા પગ ઉપર થઈ ગયી છું.
મોદીજીઃ- તો હવે તો બાળકોને પણ આનંદ આવતો હશે.
સુખદેવીજીઃ- હા..જી.. બાળકોને તો ખૂબ જ પરેશાની થતી હતી. માં પરેશાન હોય તો બાળકો પણ પરેશાન જ હોય ને.
મોદીજીઃ- જુઓ, આપણા જીવનમાં સૌથી મોટું સુખ આપણું સ્વાસ્થ્ય જ હોય છે. આ સુખી જીવન બધાને મળે તે જ આયુષ્યમાન ભારતની ભાવના છે, ચાલો સુખદેવીજી, મારી તમને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ, ફરી એકવાર તમને રાધે-રાધે.
સુખદેવીજીઃ- રાધે રાધે...નમસ્તે.
મારા પ્રિય દેશવાસીઓ, યુવાનોથી સમૃદ્ધ દરેક દેશમાં ત્રણ વસ્તુ ઘણું મહત્વ ધરાવે છે. અને તે જ ક્યારેક તો યુવાનોની સાચી ઓળખ બની જાય છે. પહેલી ચીજ છે – આઈડીયાઝ અને ઈનોવેશન. બીજી છે – જોખમ લેવાનો જુસ્સો અને ત્રીજી છે – કેન ડૂ સ્પિરીટ એટલે કે કોઈપણ કામને પૂર્ણ કરવાની જીદ, પછી પરિસ્થિતી કેટલી પણ વિપરિત ન હોય – જ્યારે આ ત્રણેય વસ્તુઓ એકબીજામાં મળી જાય તો અદભૂત પરિણામ મળે છે. ચમત્કાર થાય છે. આજકાલ આપણે ચારેય તરફ સાંભળીએ છીએ, સ્ટાર્ટ-અપ, સ્ટાર્ટ-અપ, સ્ટાર્ટ-અપ. સાચી વાત છે. આ સ્ટાર્ટ-અપનો યુગ છે અને એ પણ સાચું છે કે સ્ટાર્ટ-અપની દુનિયામાં આજે ભારત વિશ્વમાં એક પ્રકારનું નેતૃત્વ કરી રહ્યું છે. વર્ષે વર્ષે સ્ટાર્ટ-અપને રેકોર્ડ રોકાણ મળી રહ્યું છે. આ ક્ષેત્ર બહુ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. અને ત્યાં સુધી કે દેશના નાનાં-નાનાં શહેરોમાં પણ સ્ટાર્ટ-અપની પહોંચ વધી ગઈ છે. આજકાલ યુનિકોર્ન શબ્દ ખૂબ ચર્ચામાં છે. તમે બધાએ તેના વિશે સાંભળ્યું હશે. યુનિકોર્ન એક એવું સ્ટાર્ટ-અપ હોય છે જેનું વેલ્યુએશન ઓછામાં ઓછું એક બિલિયન ડોલર થાય છે એટલે કે લગભગ સાત હજાર કરોડથી પણ વધારે.
સાથીઓ, વર્ષ 2015 સુધી દેશમાં ઘણી મુશ્કેલીથી 9 કે 10 યુનિકોર્ન થતા હતા. તમને એ જાણીને ખૂબ જ આનંદ થશે કે યુનિકોર્નની દુનિયામાં ભારતે ખૂબ ઝડપી ઉડાન ભરી છે. એક રિપોર્ટ અનુસાર આ વર્ષમાં એક મોટો બદલાવ આવ્યો છે. માત્ર 10 મહિનામાં જ ભારતમાં દર 10 દિવસમાં એક યુનિકોર્ન બને છે. તે એટલા માટે પણ મોટી વાત છે કારણ કે આપણા યુવાનો એ આ સફળતા કોરોના મહામારીની વચ્ચે મેળવી છે. આજે ભારતમાં 70 થી વધારે યુનિકોર્ન બની ચૂક્યા છે. એટલે કે 70થી વધારે સ્ટાર્ટ-અપ એવા છે જે 1 બિલિયનથી વધારે વેલ્યુએશન પાર કરી ગયા છે. સાથીઓ, સ્ટાર્ટ-અપની આ સફળતાનું કારણે બધાનું તેના તરફ ધ્યાન ગયું છે અને જે પ્રકારે દેશમાંથી, વિદેશમાંથી, રોકાણકારો તરફથી તેને સમર્થન મળી રહ્યું છે. કદાચ થોડા વર્ષો પહેલાં તેની કલ્પના પણ કોઈ નહોતું કરી શકતું.
સાથીઓ, સ્ટાર્ટ-અપના માધ્યમથી ભારતીય યુવાનો ગ્લોબલ પ્રોબ્લેમ્સના સમાધાનમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે. આજે આપણે એક યુવક મયૂર પાટિલ સાથે વાત કરીશું, તેમણે પોતાના દોસ્તો સાથે મળીને પ્રદૂષણના પ્રોબ્લેમનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે.
મોદીજીઃ- મયૂરજી નમસ્તે.
મયૂર પાટીલઃ- નમસ્તે સર જી...
મોદીજીઃ- મયૂરજી તમે કેમ છો?
મયૂર પાટીલઃ- બસ એકદમ સરસ સર..તમે કેમ છો?
મોદીજીઃ- હું ઘણો જ પ્રસન્ન છું. અચ્છા મને જણાવો કે તમે હમણાં કંઈક સ્ટાર્ટ-અપની દુનિયામાં છો.
મયૂર પાટીલઃ- હા...જી
મોદીજીઃ- અને વેસ્ટમાંથી બેસ્ટ પણ કરી રહ્યા છો
મયૂર પાટીલઃ- હા..જી.
મોદીજીઃ- એન્વાયર્મેન્ટનું પણ કરી રહ્યા છો, થોડું મને આપના વિશે જણાવો. તમારા કામ વિશે જણાવો અને આ કામ પાછળ આપને કેવી રીતે વિચાર આવ્યો ?
મયૂર પાટીલઃ- સર જ્યારે કોલેજમાં હતો ત્યારે મારી પાસે મોટર સાયકલ હતી. જેની માઈલેજ ઘણી જ ઓછી હતી અને એમિશન ઘણું જ વધારે હતું. તે ટુ સ્ટ્રોક મોટર સાયકલ હતી. તો એમિશન ઘટાડવા માટે અને તેની માઈલેજ થોડી વધારવા માટે મેં કોશિશ ચાલુ કરી હતી. કંઈક 2011-12માં મેં તેની લગભગ 62 કિલોમીટર પ્રતિ લિટર સુધીની માઈલેજ વધારી દીધી હતી. તો ત્યાંથી જ મને પ્રેરણા મળી કે કંઈક એવી વસ્તુ બનાવીએ જે માસ પ્રોડક્શન કરી શકીએ, તો ઘણાં જ લોકોને તેનો ફાયદો થશે., તો 2017-18માં અમે લોકોએ તેની ટેક્નોલોજીને ડેવેલપ કરી અને રિજનલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં અમે લોકોએ 10 બસોમાં તેનો ઉપયોગ કર્યો. તેનું પરિણામ ચેક કરવા માટે અને લગભગ અમે લોકોએ તેના 40 ટકા એમિશન ઘટાડી નાખ્યું. બસમાં...
મોદીજીઃ- હમમમ....હવે આ ટેક્નોલોજી તમે જે શોધી છે તેની પેટન્ટ વગેરે કરાવી લીધી છે.
મયૂર પાટીલઃ- હા..જી..પેટન્ટ થઈ ગઈ છે. આ વર્ષે અમને પેટન્ટ ગ્રાન્ટ થઈને આવી જશે.
મોદીજીઃ- અને આગળ આને વધારવાનો શું પ્લાન છે? તમારો. કેવી રીતે કરી રહ્યા છો? જેમ બસનું પરિણામ આવ્યું. તેની પણ બધી જ ચીજો બહાર આવી ગઈ હશે. તો આગળ શું વિચારી રહ્યા છો ?
મયૂર પાટીલઃ- સર સ્ટાર્ટ-અપ ઈન્ડિયાની અંદર નીતિ આયોગથી અટલ ન્યૂ ઈન્ડિયા ચેલેન્જ જે છે, ત્યાંથી અમને ગ્રાન્ટ મળી અને તે ગ્રાન્ટના બેઝ પર અમે લોકોએ હમણાં ફેક્ટરી ચાલુ કરી. જ્યાં અમે એર ફિલ્ટરનું મેન્યુફેક્ચરિંગ કરી શકીએ છીએ.
મોદીજીઃ- તો ભારત સરકાર તરફથી તમને કેટલી ગ્રાન્ટ મળી ?
મયૂર પાટીલઃ- 90 લાખ
મોદીજીઃ- 90 લાખ
મયૂર પાટીલઃ- હાં..જી..
મોદીજીઃ- અને તેનાથી તમારું કામ થઈ ગયું
મયૂર પાટીલઃ- હા...અત્યારે તો ચાલું થઈ ગયું છે. પ્રોસેસમાં છે.
મોદીજીઃ- તમે કેટલા દોસ્તો મળીને કરી રહ્યા છો. આ બધું
મયૂર પાટીલઃ- અમે ચાર લોકો છીએ સર..
મોદીજીઃ- અને ચારેય લોકો પહેલાં સાથે જ ભણતાં હતા અને તેમાંથી જ તમને એક વિચાર આવ્યો આગળ વધવાનો.
મયૂર પાટીલઃ- હા..જી..હા...જી... અમે કોલેજમાં જ હતા.. અને કોલેજમાં અમે લોકોએ આ બધું વિચાર્યું અને આ મારો આઈડિયા હતો કે મારી મોટરસાયકલનું પ્રદૂષણ ઘટી જાય અને માઈલેજ વધે.
મોદીજીઃ- અચ્છા..પ્રદૂષણ ઓછું કરે છે, માઈલેજ વધારે છે તો એવરેજ ખર્ચ કેટલો બચે છે ?
મયૂર પાટીલઃ- સર મોટરસાયકલ પર અમે લોકોએ પરિક્ષણ કર્યું તેની માઈલેજ હતી 25 કિલોમીટર પ્રતિ લિટર હતી. તે અમે લોકોએ વધારીને 39 કિલોમીટર પ્રતિ લિટર તો લગભગ 14 કિલોમીટરનો ફાયદો થયો અને તેમાંથી 40 ટકા કાર્બન એમિશન ઘટી ગયું. અને જ્યારે બસ પર કર્યું, રિજનલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને તો ત્યાં 10 ટકા ફ્યૂઅલ એફિશિયન્સી ઈન્ક્રિઝ થઈ અને તેમાં પણ 35-40 ટકા એમિશન ઘટી ગયું.
મોદીજીઃ- મયૂર મને તમારી સાથે વાત કરીને ઘણું સારું લાગ્યું અને તમારા સાથીઓને પણ મારા તરફથી શુભેચ્છાઓ આપશો કે કોલેજ લાઈફમાં પોતાની જે સમસ્યા હતી તે સમસ્યાનું સમાધાન પણ તમે શોધ્યું અને તે સમાધાનમાંથી જે માર્ગ પસંદ કર્યો, તેણે પર્યાવરણની સમસ્યાને એડ્રેસ કરવા માટે તમે બીડું ઝડપ્યું. અને તે આપણે દેશના યુવાનોનું સામર્થ્ય રહ્યું છે કે કોઈપણ પડકાર ઉઠાવી લે છે અને માર્ગ શોધી લે છે. મારા તરફથી તમને ખૂબ શુભેચ્છાઓ. ખૂબ-ખૂબ ધન્યવાદ.
મયૂર પાટીલઃ- થેન્ક યૂ સર...થેન્ક યૂ..
સાથીઓ, થોડાક વર્ષો પહેલાં જો કોઈ કહેતું કે તે બિઝનેસ કરવા માંગે છે અથવા કોઈ એક નવી કંપની શરૂ કરવા ઈચ્છે છે, ત્યારે પરિવારના મોટા વડિલોનો જવાબ હતો કે – તુ નોકરી કેમ નથી કરવા માંગતો, નોકરી કર ને ભાઈ. અરે નોકરીમાં સલામતી હોય છે, પગાર હોય છે. ઝંઝટ પણ ઓછી હોય છે. પરંતુ આજે જો કોઈ પોતાની કંપની શરૂ કરવા ઈચ્છે છે તો તેની આસપાસના બધા લોકો ઘણા ઉત્સાહિત થાય છે અને તેમાં તેને પૂરો સાથ-સહકાર આપે છે. સાથીઓ, ભારતની ગ્રોથ સ્ટોરીનો આ ટર્નિંગ પોઈન્ટ છે જ્યાં હવે લોકો ફક્ત જોબ સીકર બનાવાનું સપનું નથી જોઈ રહ્યા પરંતુ જોબ ક્રિએટર બની રહ્યા છે. તેનાથી વિશ્વના મંચ પર ભારતની સ્થિતી વધુ મજબૂત બનશે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે મન કી બાતમાં આપણે અમૃત મહોત્સવની વાત કરી. અમૃતકાળમાં કેવી રીતે આપણા દેશવાસીઓ નવા નવા સંકલ્પો પૂરા કરી રહ્યા છે તેની ચર્ચા કરી અને સાથે જ ડિસેમ્બર મહિનામાં જ સેનાના શૌર્ય સાથે જોડાયેલી તકોનો પણ ઉલ્લેખ કર્યો. ડિસેમ્બર મહિનામાં જ વધુ એક મોટો દિવસ આપણી વચ્ચે આવે છે જેનાથી આપણે પ્રેરણા લઈએ છીએ. આ દિવસ છે 6 ડિસેમ્બરે બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ. બાબા સાહેબે પોતાનું આખું જીવન દેશ અને સમાજ માટે પોતાના કર્તવ્યોના નિર્વહન માટે સમર્પિત કર્યું હતું. આપણે દેશવાસીઓ એ ક્યારેય ન ભૂલીએ કે આપણા બંધારણની મૂળ ભાવના, આપણું બંધારણ આપણે બધા દેશવાસીઓનો પોત-પોતાના કર્તવ્યોના નિર્વહનની અપેક્ષા કરે છે – તો આવો આપણે પણ સંકલ્પ લઈએ કે અમૃત મહોત્સવમાં આપણે કર્તવ્યોને પૂરી નિષ્ઠા સાથે નિભાવવાનો પ્રયત્ન કરીશું. આ જ બાબા સાહેબ માટે આપણી સાચી શ્રદ્ધાંજલિ હશે.
સાથીઓ, હવે આપણે ડિસેમ્બર મહિનામાં પ્રવેશ કરી રહ્યા છીએ, સ્વાભાવિક છે કે હવે પછીની મન કી બાત 2021ના વર્ષની છેલ્લી મન કી બાત હશે. 2022માં ફરીથી યાત્રા શરૂ કરીશું અને હું હા.. તમારી પાસેથી ઘણાં સૂચનોની અપેક્ષા કરતો જ રહુ છું, કરતો રહીશ. તમે આ વર્ષને કેવી રીતે વિદાય કરો છો, નવા વર્ષમાં શું નવું કરવાના છો, તે પણ જરૂર જણાવશો અને હા તે ક્યારેય ન ભૂલતા કે કોરોના હજુ પણ ગયો નથી. સાવધાની રાખવી એ જ આપણા બધાની જવાબદારી છે. ખૂબ-ખૂબ ધન્યવાદ...
મારા પ્રિય દેશવાસીઓ, તમને સહુને નમસ્કાર. કોટિ-કોટિ નમસ્કાર. અને હું કોટિ-કોટિ નમસ્કાર એટલા માટે પણ કહી રહ્યો છું કે સો કરોડ રસીના ડૉઝ પછી આજે દેશ નવા ઉત્સાહ, નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યો છે. આપણા રસીકરણના કાર્યક્રમની સફળતા, ભારતના સામર્થ્યને દર્શાવે છે. સહુના પ્રયાસના મંત્રની શક્તિને દર્શાવે છે.
સાથીઓ, સો કરોડ રસી ડૉઝનો આંકડો બહુ મોટો જરૂર છે, પરંતુ તેમાં લાખો નાના-નાના પ્રેરક અને ગર્વથી ભરી દેનારા અનેક અનુભવ, અનેક ઉદાહરણ જોડાયેલાં છે. અનેક લોકો પત્ર લખીને મને પૂછી રહ્યા છે કે રસીકરણની શરૂઆત સાથે જ મને એ વિશ્વાસ થઈ ગયો હતો કે આ અભિયાનને આટલી મોટી સફળતા મળશે. મને આ દૃઢ વિશ્વાસ એટલા માટે હતો કારણકે હું મારા દેશ, પોતાના દેશના લોકોની ક્ષમતાઓથી સારી રીતે પરિચિત છું. હું જાણતો હતો કે આપણા આરોગ્ય કર્મચારીઓ દેશવાસીઓના રસીકરણમાં કોઈ કસર નહીં છોડે. આપણા સ્વાસ્થ્ય કર્મચારીઓએ પાતના અથાક પરિશ્રમ અને સંકલ્પથી એક નવું ઉદાહરણ પ્રસ્તુત કર્યું. તેમણે નવીનતાની સાથે પોતાના દૃઢ નિશ્ચયથી માનવતાની સેવાનું એક નવું માપદંડ સ્થાપિત કર્યું. તેમના વિશે અગણિત ઉદાહરણ છે, જે બતાવે છે કે તેમણે કઈ રીતે સઘળા પડકારોને પાર કરતા વધુમાં વધુ લોકોને સુરક્ષા કવચ પ્રદાન કર્યું. આપણે અનેક સમાચારપત્રોમાં વાંચ્યું છે, બહાર પણ સાંભળ્યું છે, આ કામ કરવા માટે આપણા આ લોકોએ કેટલી મહેનત કરી છે, એક-એકથી ચડિયાતાં અનેક પ્રેરક ઉદાહરણ આપણી સામે છે. હું આજે ‘મન કી બાત’ના શ્રોતાઓને ઉત્તરાખંડના બાગેશ્વરનાં એક આવા જ એક મહિલા આરોગ્ય કર્મચારી પૂનમ નોટિયાલજી સાથે મેળવવા માગું છું. સાથીઓ, આ બાગેશ્વર ઉત્તરાખંડની એ ધરતી પર છે જે ઉત્તરાખંડે સો ટકા પહેલા ડૉઝ લગાવવાનું કામ પૂરું કરી દીધું છે. ઉત્તરાખંડ સરકાર પણ તેના માટે અભિનંદનને પાત્ર છે કારણકે બહુ જ દુર્ગમ ક્ષેત્ર છે, કઠિન ક્ષેત્ર છે. આ જ રીતે, હિમાચલે પણ આવી કઠિન પરિસ્થિતિઓમાં સો ટકા ડૉઝનું કામ કરી લીધું છે. મને જણાવવામાં આવ્યું છે કે પૂનમજીએ પોતાના ક્ષેત્રના લોકોના રસીકરણ માટે દિવસ-રાત મહેનત કરી છે.
વડા પ્રધાન જી: પૂનમજી નમસ્તે.
પૂનમ નોટિયાલ: સાહેબ પ્રણામ.
વડા પ્રધાન જી: પૂનમજી, પોતાનો પરિચય આપો જરા દેશના શ્રોતાઓ સામે.
પૂનમ નોટિયાલ: સાહેબ, હું પૂનમ નોટિયાલ છું. સાહેબ, હું ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં ચાની કોરાલી સેન્ટરમાં કાર્યરત્ છું. હું એક ANM છું.
વડા પ્રધાન જી: પૂનમજી, મારું સદ્ભાગ્ય છે કે મને બાગેશ્વર આવવાનો અવસર મળ્યો હતો. તે એક રીતે તીર્થક્ષેત્ર રહ્યું છે જ્યાં પ્રાચીન મંદિર વગેરે પણ છે, હું બહુ પ્રભાવિત થયો હતો. સદીઓ પહેલાં લોકોએ કેવી રીતે કામ કર્યું હશે.
પૂનમ નોટિયાલ: હા જી સાહેબ.
વડા પ્રધાન જી: પૂનમજી, શું તમે પોતાના ક્ષેત્રના બધા લોકોનું રસીકરણ કરાવી લીધું છે?
પૂનમ નોટિયાલ: હા જી સાહેબ, બધા લોકોનું થઈ ગયું છે.
વડા પ્રધાન જી: તમને કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો કરવો પડ્યો છે શું?
પૂનમ નોટિયાલ: હા જી સાહેબ. સાહેબ, અમે લોકો જેમ વરસાદ પડતો હતો ત્યાં અને રસ્તા બ્લૉક થઈ જતા હતા. સાહેબ, નદી પાર કરીને ગયા છીએ અમે લોકો. અને સાહેબ, ઘરે-ઘરે ગયા છીએ. જેમ કે NHCVC અંતર્ગત અમે લોકો ઘરે-ઘરે ગયા છીએ. જે લોકો કેન્દ્રમાં નહોતા આવી શકતા, જેમ કે વૃદ્ધ લોકો અને દિવ્યાંગ લોકો, ગર્ભવતી મહિલાઓ, ધાત્રી મહિલાઓ, આ લોકો સાહેબ.
વડા પ્રધાન જી: પરંતુ ત્યાં તો પહાડો પર ઘર પણ બહુ દૂર-દૂર હોય છે.
પૂનમ નોટિયાલ: જી.
વડા પ્રધાન જી: તો એક દિવસમાં કેટલું કરી શકતાં હતાં તમે?
પૂનમ નોટિયાલ: સાહેબ, કિલોમીટરનો હિસાબ- 10 કિલોમીટર ક્યારેક 8 કિલોમીટર.
વડા પ્રધાન જી: ઠીક છે, આ જો મેદાનમાં રહેનારા લોકો છે તેમને એ સમજમાં નહીં આવે કે 8-10 કિલોમીટર શું હોય છે. મને ખબર છે કે પહાડના 8-10 કિલોમીટર એટલે આખો દિવસ ચાલ્યો જાય.
પૂનમ નોટિયાલ: હા જી.
વડા પ્રધાન જી: પરંતુ એક દિવસમાં કારણકે આ બહુ મહેનતનું કામ છે અને રસીકરણનો પૂરો સામાન ઉઠાવીને જવું. તમારી સાથે કોઈ સહાયક રહેતા હતા કે નહીં?
પૂનમ નોટિયાલ: હા જી. ટીમ સભ્ય, અમે પાંચ લોકો રહેતા હતા સાહેબ.
વડા પ્રધાન જી: હા.
પૂનમ નોટિયાલ: તો તેમાં ડૉક્ટર આવી ગયા, પછી ANM આવી ગયા, ફાર્માસિસ્ટ આવી ગયા, આશા આવી ગઈ અને ડેટા એન્ટ્રી ઑપરેટર આવી ગયા.
વડા પ્રધાન જી: અચ્છા, તે ડેટા એન્ટ્રી, ત્યાં કનેક્ટિવિટી મળી જતી હતી કે પછી બાગેશ્વર આવ્યા પછી કરતાં હતાં?
પૂનમ નોટિયાલ: સાહેબ, ક્યાંક ક્યાંક મળી જતી, ક્યાંક-ક્યાંક બાગેશ્વર આવ્યા પછી કરતાં હતાં અમે લોકો.
વડા પ્રધાન જી: અચ્છા. મને જણાવવામાં આવ્યું છે પૂનમજી કે તમે ચીલાથી હટીને લોકોને રસી આપી છે. આ શું કલ્પના આવી. તમારા મનમાં વિચાર કેવી રીતે આવ્યો અને કેવી રીતે કર્યું તમે?
પૂનમ નોટિયાલ: અમે લોકોઓ, પૂરી ટીમે સંકલ્પ કર્યો હતો કે અમે લોકો એક પણ વ્યક્તિ છૂટવી ન જોઈએ. આપણા દેશમાંથી કોરોના બીમારી દૂર ભાગવી જોઈએ. મેં અને આશાએ મળીને પ્રત્યેક વ્યક્તિની ગામ મુજબ યાદી બનાવી, પછી તે મુજબ જે લોકો કેન્દ્રમાં આવ્યા તેમને કેન્દ્રમાં રસી આપી. પછી અમે લોકો ઘરે-ઘરે ગયાં. સાહેબ, તે પછી પણ કેટલાક લોકો છૂટી ગયા હતા, જે લોકો આવી શકતા નહોતા કેન્દ્રમાં.
વડા પ્રધાન જી: અચ્છા, લોકોને સમજાવવા પડતા હતા?
પૂનમ નોટિયાલ: હા જી, સમજાવ્યા, હા જી.
વડા પ્રધાન જી: લોકોનો ઉત્સાહ છે, હજુ પણ રસી લેવાનો?
પૂનમ નોટિયાલ: હા જી સાહેબ, હા જી. હવે તો લોકો સમજી ગયા છે. પહેલાં તો બહુ તકલીફ પડી અમને લોકોને. લોકોને સમજાવવા પડતા હતા કે આ જે રસી છે સુરક્ષિત છે અને અસરકારક છે, અમે લોકો પણ લગાવી ચૂક્યાં છીએ, તો અમે લોકો તો ઠીક છીએ, તમારી સામે છીએ અને અમારા સ્ટાફે, બધાને લગાવી દીધી છે તો અમે લોકો ઠીક છીએ.
વડા પ્રધાન જી: ક્યાંક રસી લગાવ્યા પછી કોઈની ફરિયાદ આવી પછી થી?
પૂનમ નોટિયાલ: ના ના સાહેબ. આવું તો નથી થયું.
વડા પ્રધાન જી: કંઈ નથી થયું?
પૂનમ નોટિયાલ: જી.
વડા પ્રધાન જી: બધાંયને સંતોષ હતો?
પૂનમ નોટિયાલ: હા જી.
વડા પ્રધાન જી: કે ઠીક થઈ ગયું?
પૂનમ નોટિયાલ: હા જી.
વડા પ્રધાન જી: ચાલો, તમે બહુ મોટું કામ કર્યું છે અને હું જાણું છું કે આ સમગ્ર ક્ષેત્ર કેટલું કઠિન છે અને પગપાળા ચાલવું પહાડો પર. એક પહાડ પર જાવ, પછી નીચે ઉતરો, પછી બીજા પહાડ પર જાવ, ઘર પણ દૂર-દૂર, તે છતાં પણ, તમે સારું કામ કર્યું.
પૂનમ નોટિયાલ: ધન્યવાદ સાહેબ. મારું સૌભાગ્ય. તમારી સાથે વાત થઈ મારી.
તમારા જેવી લાખો આરોગ્ય કર્મચારીઓના પરિશ્રમના કારણે જ ભારત સો કરોડ રસી ડૉઝનો મુકામ પાર કરી શક્યું છે. આજે હું માત્ર તમારો જ આભાર વ્યક્ત નથી કરી રહ્યો પરંતુ તે દરેક ભારતવાસીનો આભાર વ્યક્ત કરી રહ્યો છું જેણે બધાને રસી, મફત રસી અભિયાનને આટલી ઊંચાઈ આપી, સફળતા આપી. તમને તમારા પરિવારને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ.
મારા પ્રિય દેશવાસીઓ, તમે જાણો છો કે, આગામી રવિવારે 31 ઑક્ટોબરે, સરદાર પટેલજીની જયંતી છે. ‘મન કી બાત’ના દરેક શ્રોતાની તરફથી, અને મારી તરફથી, હું લોહપરુષને નમન કરું છું. સાથીઓ, 31 ઑક્ટોબરે આપણે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના રૂપમાં મનાવીએ છીએ. આપણા બધાની જવાબદારી છે કે આપણે એકતાનો સંદેશ આપનારી કોઈ ને કોઈ પ્રવૃત્તિ સાથે જરૂર જોડાઈએ. તમે જોયું હશે, તાજેતરમાં ગુજરાત પોલીસે કચ્છના લખપત કિલ્લાથી સ્ટેચ્યૂ ઑફ યૂનિટી સુધી બાઇક રેલી કાઢી છે. ત્રિપુરા પોલીસના જવાન તો એકતા દિવસ મનાવવા માટે ત્રિપુરાથી સ્ટેચ્યૂ ઑફ યૂનિટી સુધી બાઇક રેલી કરી રહ્યા છે. અર્થાત્, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી દેશને જોડી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જવાન પણ ઉડીથી પઠાણકોટ સુધી આવી જ બાઇક રેલી કાઢીને દેશની એકતાનો સંદેશ આપી રહ્યા છે. હું આ બધા જવાનોને નમન કરું છું. જમ્મુ-કાશ્મીરના જ કુપવાડા જિલ્લાની અનેક બહેન વિશે પણ મને ખબર પડી છે. આ બહેનો કાશ્મીરમાં સેના અને સરકારી કાર્યાલયો માટે તિરંગો સિવવાનું કામ કરી રહી છે. આ કામ દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત છે. હું આ બહેનોના જુસ્સાની પ્રશંસા કરું છું. તમારે પણ ભારતની એકતા માટે, ભારતની શ્રેષ્ઠતા માટે કંઈ ને કંઈ જરૂર કરવું જોઈએ. જોજો, તમારા મનને કેટલી સંતુષ્ટિ મળે છે.
સાથીઓ, સરદાર સાહેબ કહેતા હતા કે “આપણે પોતાના એકજુટ સાહસથી જ દેશને નવી મહાન ઊંચાઈઓ સુધી પહોંચાડી શકીએ છીએ. જો આપણામાં એકતા નહીં હોય તો આપણે પોતાને નવી-નવી વિપદાઓમાં ફસાવી દઈશું.” અર્થાત્ રાષ્ટ્રીય એકતા છે તો ઊંચાઈ છે, વિકાસ છે. આપણે સરદાર પટેલજીના જીવનમાંથી તેમના વિચારોમાંથી ઘણું બધું શીખી શકીએ છીએ. દેશના માહિતી અને પ્રસારણ મંત્રાલયે પણ તાજેતરમાં જ સરદાર સાહેબ પર એક ચિત્રાત્મક જીવનકથા પ્રકાશિત કરી છે. હું ઈચ્છીશ કે આપણે બધા યુવા સાથીઓ તેને જરૂર વાંચીએ. તેનાથી તમને રસપ્રદ અંદાજમાં સરદાર સાહેબના વિશે જાણવાનો અવસર મળશે.
પ્રિય દેશવાસીઓ, જીવન નિરંતર પ્રગતિ ઈચ્છે છે, વિકાસ ઈચ્છે છે, ઊંચાઈઓ પાર કરવા માગે છે. વિજ્ઞાન ભલે જ આગળ વધી જાય, પ્રગતિની ગતિ કેટલી પણ ઝડપી કેમ ન હોય, ભવન કેટલાં ભવ્ય કેમ ન બની જાય, પરંતુ તેમ છતાં જીવનમાં અધૂરપ અનુભવાય છે. પરંતુ તેમાં ગીત-સંગીત, કલા, નાટ્ય-નૃત્ય, સાહિત્ય જોડાય જાય તો તેની આભા, તેની જીવંતતા અનેક ગણી વધી જાય છે. એક રીતે જીવનને સાર્થક બનાવવું હોય તો આ બધું હોવું પણ એટલું જ જરૂરી બની જાય છે. તેથી જ કહેવાય છે કે આ બધી બાબતો આપણા જીવનમાં એક ઉદ્દીપકનું કામ કરે છે, આપણી ઊર્જા વધારવાનું કામ કરે છે. માનવ મનના અંતર્મનને વિકસિત કરવામાં, આપણા અંતર્મનની યાત્રાનો માર્ગ બનાવવામાં પણ ગીત-સંગીત અને વિભિન્ન કલાઓની મોટી ભૂમિકા હોય છે અને તેની એક મોટી તાકાત એ હોય છે કે તેમને ન સમય બાંધી શકે છે, ન સીમા બાંધી શકે છે અને ન તો મત-મતાંતર બાંધી શકે છે. અમૃત મહોત્સવમાં પણ પોતાની કલા, સંસ્કૃતિ, ગીત, સંગીતના રંગ અવશ્ય ભરવા જોઈએ. મને પણ તમારી તરફથી અમૃત મહોત્સવ અને ગીત-સંગીત-કલાની આ તાકાત સાથે જોડાયેલાં અનેક સૂચનો મળી રહ્યાં છે. આ સુઝાવ મારા માટે ખૂબ જ મૂલ્યવાન છે. મેં તેમને સંસ્કૃતિ મંત્રાલયને અભ્યાસ માટે મોકલ્યાં હતાં. મને આનંદ છે કે મંત્રાલયે આટલા ઓછા સમયમાં આ સૂચનોને ઘણી ગંભીરતાથી લીધાં અને તેના પર કામ પણ કર્યું. તેમાંથી જ એક સૂચન છે, દેશબક્તિનાં ગીતો સાથે જોડાયેલી સ્પર્ધા. સ્વતંત્રતાની લડાઈમાં અલગ-અલગ ભાષા, બોલીમાં દેશભક્તિનાં ગીતો અને ભજનોએ સમગ્ર દેશને એક કર્યો હતો. હવે અમૃતકાળમાં, આપણા યુવાનો, દેશભક્તિનું આવું જ ગીત લખીને, આ આયોજનમાં વધુ ઊર્જા ભરી શકે છે. દેશભક્તિનાં આ ગીતો માતૃભાષામાં હોઈ શકે છે, રાષ્ટ્રભાષામાં હોઈ શકે છે અને અંગ્રેજીમાં પણ લખી શકાય છે. પરંતુ એ જરૂરી છે કે આ રચનાઓ નવા ભારતની નવી વિચારસરણીવાળી હોય, દેશની વર્તમાન સફળતામાંથી પ્રેરણા લઈને ભવિષ્ય માટે દેશને સંકલ્પિત કરનારી હોય. સંસ્કૃતિ મંત્રાલયની તૈયારી તાલુકા સ્તરથી રાષ્ટ્રીય સ્તર સુધી તેની સાથે જોડાયેલી સ્પર્ધા કરાવવાની છે.
સાથીઓ, આ જ રીતે ‘મન કી બાત’ના એક શ્રોતાએ સૂચન કર્યું છે કે અમૃત મહોત્સવને રંગોળી કલા સાથે પણ જોડવો જોઈએ. આપણે ત્યાં રંગોળીના માધ્યમથી તહેવારોમાં રંગ ભરવાની પરંપરા તો સદીઓની છે. રંગોળીમાં દેશની વિવિધતાનાં દર્શન થાય છે. અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ નામોથી અલગ-અલગ વિચાર પર રંગોળી બનાવાય છે. આથી, સંસ્કૃતિ મંત્રાલય તેની સાથે જોડાયેલી એક રાષ્ટ્રીય સ્પર્ધા કરાવવા જઈ રહ્યું છે. તમે કલ્પના કરો, જ્યારે સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલી રંગોળી બનશે તો લોકો પોતાનાં દ્વાર પર, દીવાલ પર કોઈ સ્વતંત્રતાના સૈનિકનું ચિત્ર બનાવશે, સ્વતંત્રતાની કોઈ ઘટનાને રંગોથી દર્શાવશે, તો અમૃત મહોત્સવનો પણ રંગ વધુ વધી જશે.
સાથીઓ, એક પ્રથા આપણે ત્યાં હાલરડાંની પણ છે. આપણે ત્યાં હાલરડાં દ્વારા નાનાં બાળકોને સંસ્કાર આપવામાં આવે છે, સંસ્કૃતિ સાથે તેમનો પરિચય કરાવવામાં આવે છે. હાલરડાંની પણ પોતાની વિવિધતા છે. તો શા માટે આપણે, અમૃતકાળમાં, આ કલાને પણ પુનર્જીવિત કરીએ અને દેશભક્તિ સાથે જોડાયેલાં આવાં હાલરડાં લખીએ, કવિતાઓ, ગીત, કંઈ ને કંઈ જરૂર લખીએ જે ખૂબ સરળતાથી, દરેક ઘરમાં માતાઓ પોતાનાં નાના-નાનાં બાળકોને સંભળાવી શકે. આ હાલરડાંમાં આધુનિક ભારતનો સંદર્ભ હોય, 21મી સદીના ભારતનાં સપનાંનું દર્શન હોય. તમારા બધા શ્રોતાઓના સૂચનો પછી મંત્રાલયે તેની સાથે જોડાયેલી સ્પર્ધા પણ કરાવવાનો નિર્ણય કર્યો છે.
સાથીઓ, આ ત્રણેય સ્પર્ધા 31 ઑક્ટોબરે સરદાર સાહેબની જયંતીથી શરૂ થવા જઈ રહી છે. આવનારા દિવસોમાં સંસ્કૃતિ મંત્રાલય તેની સાથે જોડાયેલી બધી જાણકારી આપશે. આ જાણકારી મંત્રાલયની વેબસાઇટ પર પણ રહેશે અને સૉશિયલ મિડિયા પર પણ આપવામાં આવશે. હું ઈચ્છીશ કે તમે બધાં તેની સાથે જોડાવ. આપણા યુવા-સાથી જરૂર તેમાં પોતાની કલાનું, પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરે. તેનાથી તમારા વિસ્તારની કલા અને સંસ્કૃતિ પણ દેશના ખૂણે-ખૂણા સુધી પહોંચશે, તમારી વાતો સમગ્ર દેશ સાંભળશે.
પ્રિય દેશવાસીઓ, આ સમય આપણે અમૃત મહોત્સવમાં દેશના વીર પુત્રો-પુત્રીઓને તે મહાન પુણ્યાત્માઓને યાદ કરી રહ્યા છીએ, આગામી મહિને 15 નવેમ્બરે આપણઆ દેશના આવ જ મહાપુરુષ વીર યૌદ્ધા, ભગવાન બિરસા મુંડાજીની જયંતી પણ આવનારી છે. ભગવાન બિરસા મુંડાને ‘ધરતી આબા’ પણ કહેવાય છે. શું તમે જાણો છો કે તેનો અર્થ શું થાય છે? તેનો અર્થ છે ધરતી પિતા. ભગવાન બિરસા મુંડાએ જે રીતે પોતાની સંસ્કૃતિ, પોતાના જંગલ, પોતાની જમીનની રક્ષા માટે સંઘર્ષ કર્યો, તે ધરતી આબા જ કરી શકે. તેમણે આપણને પોતાની સંસ્કૃતિ અને મૂળ પ્રત્યે ગર્વ કરવાનું શીખવાડ્યું. વિદેશી શાસને તેમને અનેક ધમકીઓ આપી, ભારે દબાણ કર્યું, પરંતુ તેમણે આદિવાસી સંસ્કૃતિને છોડી નહીં. પ્રકૃતિ અને પર્યાવરણને જો આપણે પ્રેમ કરવાનું શીખવું હોય તો તે માટે પણ ધરતી આબા ભગવાન બિરસા મુંડા આપણા માટે બહુ મોટી પ્રેરણા છે. તેમણે વિદેશી શાસનની એ દરેક નીતિનો પૂરજોશમાં વિરોધ કર્યો જે પર્યાવરણને નુકસાન પહોંચાડનારી હતી. ગરીબ અને મુસીબતથી ઘેરાયેલા લોકોની મદદ કરવામાં ભગવાન બિરસા મુંડા સદૈવ આગળ રહ્યા. તેમણે સામાજિક કુરીતિઓને સમાપ્ત કરવા માટે સમાજને જાગૃત પણ કર્યો. ઉલગુલાન આંદોલનમાં તેમના નેતૃત્વને ભલા કોણ ભૂલી શકે છે? આ આંદોલને
અંગ્રેજોને હચમચાવી દીધા હતા. તે પછી અંગ્રેજોએ ભગવાન બિરસા મુંડા પર બહુ મોટું ઈનામ રાખ્યું હતું. બ્રિટિશ શાસને તેમને જેલમાં પૂર્યા, તેમને એટલા બધા પ્રતાડિત કર્યા હતા કે 25 વર્ષથી પણ નાની ઉંમરમાં તેઓ આપણને છોડીને ચાલ્યા ગયા. તેઓ આપણને છોડીને ચાલ્યા ગયા પરંતુ માત્ર શરીરથી.
જનમાનસમાં તો ભગવાન બિરસા મુંડા હંમેશાં-હંમેશાં માટે વસેલા છે. લોકો માટે તેમનું જીવન એક પ્રેરણા શક્તિ બનેલું છે. આજે પણ તેમના સાહસ અને વીરતાથી ભરેલાં લોકગીત અને વાર્તાઓ ભારતના મધ્ય વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય છે. હું ‘ધરતી આબા’ બિરસા મુંડાને નમન કરું છું અને યુવાનોને આગ્રહ કરું છું કે તેમના વિશે વધુ વાંચે. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં આપણા આદિવાસી સમૂહના વિશિષ્ટ યોગદાન વિશે તમે જેટલું જાણશો, તેટલા જ ગૌરવની અનુભૂતિ થશે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે 24 ઑક્ટોબરે, UN Day અર્થાત સંયુક્ત રાષ્ટ્ર દિવસ મનાવાય છે. આ એ દિવસ છે જ્યારે સંયુક્ત રાષ્ટ્રની રચના થઈ હતી, સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાના સમયથી જ ભારત તેની સાથે જોડાયેલું રહ્યું છે. શું તમે જાણો છો કે ભારતની સ્વતંત્રતા પહેલાં 1945માં જ સંયુક્ત રાષ્ટ્રના ઘોષણા પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા? સંયુક્ત રાષ્ટ્રથી જોડાયેલું એક અનોખું પાસું એ છે કે સંયુક્ત રાષ્ટ્રનો પ્રભાવ અને તેની શક્તિ વધારવામાં, ભારતની નારી શક્તિએ મોટી ભૂમિકા નિભાવી છે. 1947-48માં જ્યારે સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકારોની વૈશ્વિક ઘોષણા તૈયાર થઈ રહી હતી તો તે ઘોષણા પત્રમાં લખાતું હતું, પરંતુ ભારતના એ પ્રતિનિધિએ આ અંગે આપત્તિ વ્યક્ત કરી ત્યારબાદ વૈશ્વિક ઘોષણામાં લખવામાં આવ્યું કે “All men are created equal” આ વાત લૈંગિક સમાનતાની ભારતની સદીઓ જૂની પરંપરાને અનુરૂપ હતી. શું તમે જાણો છો કે શ્રીમતી હંસા મહેતા તેમાં પ્રતિનિધિ હતાં જેમના કારણે તે સંભવ થઈ શક્યું, તે દરમિયાન એક અન્ય પ્રતિનિધિ શ્રીમતી લક્ષ્મી મેનને લૈંગિક સમાનતાના મુદ્દા પર જોરદાર રીતે પોતાની વાત મૂકી હતી. એટલું જ નહીં, 1953માં શ્રીમતી વિજયા લક્ષ્મી પંડિત, સંયુક્ત રાષ્ટ્રની મહા સભાનાં પહેલાં મહિલા પ્રમુખ પણ બન્યાં હતાં.
સાથીઓ, આપણે એ ભૂમિના લોકો છીએ જે આ વિશ્વાસ કરે છે, જેઓ આ પ્રાર્થના કરે છે:
ૐ દ્યો: શાન્તિરન્તરિક્ષં શાન્તિ:,
પૃથ્વી શાન્તિરાપ: શાન્તિરોષધય: શાન્તિ: ।
વનસ્પતય: શાન્તિર્વિશ્વે દેવા: શાન્તિર્બ્રહ્મ શાન્તિ:,
સર્વશાન્તિ: શાન્તિરેવ શાન્તિ:, સા મા શાન્તિરેધિ ।।
ૐ શાન્તિ: શાન્તિ: શાન્તિ: ।।
ભારતે સદૈવ વિશ્વ શાંતિ માટે કામ કર્યું છે. આપણને આ વાતનો ગર્વ છે કે ભારત 1950ના દાયકાથી સતત સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનનો હિસ્સો રહ્યું છે. ગરીબી હટાવવા, આબોહવા પરિવર્તન અને શ્રમજીવીઓ સાથે સંબંધિત મુદ્દાઓના સમાધાનમાં પણ ભારત અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. તે ઉપરાંત યોગ અને આયૂષને લોકપ્રિય બનાવવા માટે ભારત ‘હૂ’ અર્થાત્ વિશ્વ આરોગ્ય સંસ્થાની સાથે મળીને કામ કરી રહ્યું છે. માર્ચ 2021માં હૂએ ઘોષણા કરી હતી કે ભારતમાં પારંપરિક ચિકિત્સા માટે એક વૈશ્વિક કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે.
સાથીઓ, સંયુક્ત રાષ્ટ્રના વિશે વાત કરતા આજે મને અટલજીના શબ્દો પણ યાદ આવી રહ્યા છે. 1977માં તેમણે સંયુક્ત રાષ્ટ્રને હિન્દીમાં સંબોધિત કરીને ઇતિહાસ રચી દીધો હતો. આજે હું ‘મન કી બાત’ના શ્રોતાઓને અટલજીના આ સંબોધનનો એક અંશ સંભળાવવા માગું છું. સાંભળો, અટલજીનો પ્રભાવશાળી અવાજ-
“યહાં મૈં રાષ્ટ્રોં કી સત્તા ઔર મહત્તા કે બારે મેં નહીં સોચ રહા હૂં. આમ આદમી કી પ્રતિષ્ઠા ઔર પ્રગતિ મેરે લિએ કહીં અધિક મહત્ત્વ રખતી હૈ. અંતત: હમારી સફલતાએં ઔર અસફલતાએં કેવલ એક હી માપદંડ સે નાપી જાની ચાહિએ કિ ક્યા હમ પૂરે માનવ સમાજ, વસ્તુત: હર નર-નારી ઔર બાલક કે લિયે ન્યાય ઔર ગરિમા કી આશ્વસ્તિ દેને મેં પ્રયત્નશીલ હૈ?”
સાથીઓ, અટલજીની આ વાતો આપણને આજે પણ દિશા દર્શાવે છે. આ ધરતીને એક વધુ સારો અને સુરક્ષિત ગ્રહ બનાવવામાં ભારતનું યોગદાન વિશ્વ ભર માટે ખૂબ જ મોટી પ્રેરણા છે.
મારા પ્રિય દેશવાસીઓ, હમણાં કેટલાક દિવસો પહેલાં જ 21 ઑક્ટોબરે આપણે પોલીસ સ્મૃતિ દિવસ મનાવ્યો છે. પોલીસના જે સાથીઓએ દેશની સેવામાં પોતાના પ્રાણ ન્યોચ્છાવર કર્યા છે તે દિવસે આપણે તેમને વિશેષ રીતે યાદ કરીએ છીએ. હું આજે આપણા આ પોલીસ કર્મચારીઓની સાથે તેમના પરિવારોને પણ યાદ કરવા ઈચ્છું છું. પરિવારના સહયોગ અને ત્યાગ વગર પોલીસ જેવી કઠિન સેવા ખૂબ જ મુશ્કેલ છે. પોલીસ સેવા સાથે જોડાયેલી એક બીજી વાત છે જે હું ‘મન કી બાત’ના શ્રોતાઓને બતાવવા ઈચ્છું છું. પહેલાં એ ધારણા બની ગઈ હતી કે સેના અને પોલીસ જેવી સેવા માત્ર પુરુષો માટે જ હોય છે. પરંતુ આજે એવું નથી. બ્યુરૉ ઑફ પોલીસ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટના આંકડા બતાવે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં મહિલા પોલીસ કર્મચારીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. 2014માં જ્યાં તેમની સંખ્યા એક લાખ પાંચ હજારની નજીક હતી ત્યાં 2020 સુધી તેમાં બે ગણીથી પણ વધુ વૃદ્ધિ થઈ છે અને આ સંખ્યા હવે બે લાખ પંદર હજાર સુધી પહોંચી ગઈ છે. એટલે સુધી કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં પણ છેલ્લાં સાત વર્ષોમાં મહિલાઓની સંખ્યા લગભગ બમણી થઈ છે. અને હું માત્ર સંખ્યાની જ વાત નથી કરી રહ્યો. ઉદાહરણ તરીકે, કેટલીક દીકરીઓ સૌથી અઘરી ગણાતી Trainingમાંની એક વિશેષ જંગલ યુદ્ધ કમાન્ડોનું પ્રશિક્ષણ લઈ રહી છે. તે આપણી કૉબ્રા બટાલિયનનો હિસ્સો બનશે.
સાથીઓ, આજે આપણે વિમાન મથકે જઈએ છીએ, મેટ્રો સ્ટેશને જઈએ છીએ કે પછી સરકારી કાર્યાલયોને જોઈએ છીએ, સીઆઈએસએફની જાબાંજ મહિલાઓ દરેક સંવેદનશીલ જગ્યાની સુરક્ષા કરતી જોવા મળે છે. તેની સૌથી સકારાત્મક અસર આપણા પોલીસ બળની સાથોસાથ સમાજના મનોબળ પર પણ પડી રહી છે. મહિલા સુરક્ષા કર્મચારીઓની ઉપસ્થિતિથી લોકોમાં, ખાસ કરીને મહિલાઓમાં સહજ જ એક વિશ્વાસ ઉત્પન્ન થાય છે. તેઓ તેમનાથી સ્વાભાવિક રીતે પોતાને જોડાયેલી અનુભવે છે. મહિલાઓની સંવેદનશીલતાના કારણે પણ લોકો તેમના પર વધુ ભરોસો કરે છે. આપણી આ મહિલા પોલીસ કર્મચારીઓ દેશની લાખો વધુ દીકરીઓ માટે પણ આદર્શ બનવા લાગી છે. હું મહિલા પોલીસ કર્મચારીઓને અનુરોધ કરવા માગીશ કે તેઓ શાળા ખુલ્યા પછી પોતાનાં ક્ષેત્રોની શાળાઓની મુલાકાત લે, ત્યાં બાળકીઓ સાથે વાત કરે. મને વિશ્વાસ છે કે આ વાતચીતથી આપણી નવી પેઢીને એક નવી દિશા મળસે. એટલું જ નહીં, તેનાથી પોલીસ પર જનતાનો વિશ્વાસ પણ વધશે. હું આશા કરું છું કે ભવિષ્યમાં પણ વધુ સંખ્યામાં મહિલાઓ પોલીસ સેવામાં જોડાશે, આપણા દેશની નવા યુગની Policingનું નેતૃત્વ કરશે.
મારા પ્રિય દેશવાસીઓ, વિતેલાં કેટલાંક વર્ષોમાં આપણા દેશમાં આધુનિક ટૅક્નૉલૉજીનો ઉપયોગ જે ઝડપે વધી રહ્યો છે, તેના પર ઘણી વાર મને ‘મન કી બાત’ના શ્રોતાઓ પોતાની વાતો લખતા રહે છે. આજે હું આવા જ એક વિષયની ચર્ચા તમારી સાથે કરવા માગું છું, જે આપણા દેશ, વિશેષ તો આપણા યુવાનો અને નાનાં-નાનાં બાળકો સુધીનાની કલ્પનાઓમાં છવાયેલો છે. આ વિષય છે ડ્રૉનનો, ડ્રૉનની ટૅક્નૉલૉજીનો. કેટલાંક વર્ષો પહેલાં સુધી જ્યારે ક્યાંક ડ્રૉનનું નામ આવતું હતું તો લોકોના મનમાં પહેલો વિચાર શું આવતો હતો? સેનાનો, હથિયારોનો, યુદ્ધનો. પરંતુ આજે આપણે ત્યાં કોઈ લગ્ન જાન હોય કે કાર્યક્રમ થાય છે તો આપણે ડ્રૉનથી ફૉટો અને વિડિયો બનાવતા જોઈએ છીએ. ડ્રૉનનું પરીઘ, તેની તાકાત માત્ર આટલી જ નથી. ભારત દુનિયાના એ પહેલા દેશોમાંથી છે જે ડ્રૉનની મદદથી જમીનનો ડિજિટલ રેકૉર્ડ તૈયાર કરી રહ્યું છે. ભારત ડ્રૉનનો ઉપયોગ પરિવહન માટે કરવા પર બહુ વ્યાપક રીતે કામ કરી રહ્યું છે. પછી તે ગામમાં ખેતીવાડી હોય કે ઘર પર સામાનની ડિલિવરી હોય. સંકટના સમયે મદદ પહોંચાડવાની હોય કે કાયદા વ્યવસ્થા પર નજર રાખવાની હોય. એ હવે બહુ દૂરની વાત નથી કે આપણે જોઈશું કે ડ્રૉન આપણી આ બધી જરૂરિયાતો માટે હાજર હશે. તેમાંથી મોટા ભાગની તો શરૂઆત થઈ ચૂકી છે. જેમ કે કેટલાક દિવસો પહેલાં ગુજરાતના ભાવનગરમાં ડ્રૉન મારફત ખેતરોમાં નૈનો યૂરિયાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. કૉવિડ રસી અભિયાનમાં પણ ડ્રૉન પોતાની ભૂમિકા નિભાવી રહ્યાં છે. તેની એક તસવીર આપણને મણિપુરમાં જોવા મળી હતી. ત્યાં એક દ્વીપ પર ડ્રૉનથી રસી પહોંચાડવામાં આવી હતી. તેલંગાણામાં પણ ડ્રૉનથી રસી પહોંચાડવા માટે પરીક્ષણ થઈ ચૂક્યું છે. એટલું જ નહીં, હવે આંતરમાળખામાં અનેક મોટા પ્રૉજેક્ટ પર નજર રાખવા માટે ડ્રૉનનો ઉપયોગ થઈ રહ્યો છે. મેં એક એવા યુવાન વિદ્યાર્થી વિશે પણ વાંચ્યું છે જેણે પોતાના ડ્રૉનની મદદથી માછીમારોનું જીવન બચાવવાનું કામ કર્યું છે.
સાથીઓ, પહેલાં આ ક્ષેત્રમાં એટલા નિયમો, કાયદાઓ અને પ્રતિબંધ લગાવીને રખાયા હતા કે ડ્રૉનની સાચી ક્ષમતાનો ઉપયોગ પણ સંભવ નહોતો. જે ટૅક્નૉલૉજીને અવસર તરીકે જોવો જોઈતો હતો, તેને સંકટ તરીકે જોવામાં આવ્યો. જો તમારે કોઈ પણ કામ માટે ડ્રૉન ઉડાડવું હોય તો લાયસન્સ અને પરમિશનની એટલી ઝંઝટ રહેતી હતી કે લોકો ડ્રૉનના નામથી જ કાન પકડી લેતા હતા. આપણે નક્કી કર્યું કે આ માનસિકતાને બદલવી જોઈએ અને નવાં વલણને અપનાવવું જોઈએ. આથી આ વર્ષે 25 ઑગસ્ટે દેશ એક નવી ડ્રૉન નીતિ લઈને આવ્યો. આ નીતિ ડ્રૉન સાથે જોડાયેલી વર્તમાન અને ભવિષ્યની સંભાવનાઓના હિસાબથી બનાવવામાં આવી છે. તેમાં હવે બહુ બધાં ફૉર્મ ચક્કરમાં નહીં પડવું પડે, ન તો પહેલા જેટલી ફી ચૂકવવી પડે. મને તમને જણાવતા આનંદ થાય છે કે નવી ડ્રૉન નીતિ આવ્યા પછી અનેક ડ્રૉન સ્ટાર્ટ અપમાં વિદેશી અને દેશી રોકાણકારોએ રોકાણ કર્યું છે. અનેક કંપનીઓ મેન્યુફૅક્ચરિંગ યૂનિટ પણ લગાવી રહી છે. ભૂમિ દળ, નૌકા દળ અને વાયુ દળે ભારતીય ડ્રૉન કંપનીઓને 500 કરોડ રૂપિયાથી વધુના ઑર્ડર આપ્યા છે. અને આ તો હજુ શરૂઆત છે. આપણે અહીં જ રોકાવાનું નથી. આપણે ડ્રૉન ટૅક્નૉલૉજીમાં અગ્રણી દેશ બનવાનું છે. તેના માટે સરકાર દરેક સંભવ પગલું ઉઠાવી રહી છે. હું દેશના યુવાનોને પણ કહીશ કે તમે ડ્રૉન નીતિ પછી ઊભા થયેલા અવસરોનો લાભ ઉઠાવવા વિશે જરૂર વિચારો, આગળ આવો.
મારા પ્રિય દેશવાસીઓ, ઉત્તર પ્રદેશના મેરઠથી ‘મન કી બાત’નાં એક શ્રોતા શ્રીમતી પ્રભા શુક્લએ મને સ્વચ્છતા સાથે જોડાયેલો એક પત્ર મોકલ્યો છે. તેમણે લખ્યું છે કે “ભારતમાં તેહવારો પર આપણે બધાં સ્વચ્છતાને ઉજવીએ છીએ. તે જ રીતે જો આપણે સ્વચ્છતાને પ્રત્યેક દિવસની ટેવ બનાવી લઈએ તો સમગ્ર દેશ સ્વચ્છ થઈ જશે.” મને પ્રભાજીની વાત ઘણી પસંદ આવી. ખરેખર, જ્યાં સફાઈ છે, ત્યાં સ્વાસ્થ્ય છે, જ્યાં સ્વાસ્થ્ય છે, ત્યાં સામર્થ્ય છે અને જ્યાં સામર્થ્ય છે, ત્યાં સમૃદ્ધિ છે. આથી જ તો દેશ સ્વચ્છ ભારત અભિયાન પર આટલું જોર દઈ રહ્યો છે.
સાથીઓ, મને રાંચી પાસેના એક ગામ સપારોમ, નયા સરાય, ત્યાં વિશે જાણીને ઘણું સારું લાગ્યું. આ ગામમાં એક તળાવ હતું, પરંતુ લોકો આ તળાવવાળી જગ્યાનો ખુલ્લામાં શૌચ માટે ઉપયોગ કરતા હતા. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ જ્યારે બધાના ઘરમાં શૌચાલય બની ગયાં તો ગામવાળાઓએ વિચાર્યું કે શા માટે ગામને સ્વચ્છ કરીને સાથોસાથ સુંદર ન બનાવવામાં આવે? પછી તો શું હતું, બધાએ મળીને તળાવવાળી જગ્યા પર બગીચો બનાવી દીધો. આજે તે જગ્યા લોકો માટે, બાળકો માટે, એક સાર્વજનિક સ્થાન બની ગઈ છે. તેનાથી સમગ્ર ગામના જીવનમાં એક મોટું પરિવર્તન આવ્યું છે. હું તમને છત્તીસગઢના દેઉર ગામની મહિલાઓ વિશે પણ બતાવવા માગું છું. અહીંની મહિલાઓ એક સ્વયં સહાયતા સમૂહ ચલાવે છે અને હળીમળીને ગામના ચોક-પાદર, સડકો અને મંદિરોની સફાઈ કરે છે.
સાથીઓ, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના રામવીર તંવરજીને લોકો ‘પૉન્ડ મેન’ નામથી જાણે છે. રામવીરજી તો મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા પછી નોકરી રહ્યા હતા. પરંતુ તેમના મનમાં સ્વચ્છતાની એવી ધૂન જાગી કે તેઓ નોકરી છોડીને તળાવોની સફાઈમાં લાગી ગયા. રામવીરજી અત્યાર સુધી અનેક તળાવોની સફાઈ કરીને તેમને પુનર્જીવિત કરી ચૂક્યા છે.
સાથીઓ, સ્વચ્છતાના પ્રયાસ ત્યારે જ પૂરી રીતે સફળ થાય છે જ્યારે દરેક નાગરિક સ્વચ્છતાને પોતાની જવાબદારી સમજે. અત્યારે દિવાળી પર આપણે બધાં પોતાના ઘરની સાફસફાઈમાં તો લાગી જ જઈએ છીએ. પરંતુ આ દરમિયાન આપણે ધ્યાન રાખવાનું છે કે આપણા ઘરની સાથે આપણી આસપાસ પણ સ્વચ્છ રહે. એવું ન થવું જોઈએ કે આપણે આપણું ઘર તો સાફ કરીએ પરંતુ આપણા ઘરની ગંદગી આપણા ઘરની બહાર, આપણી સડકો પર નાખી દઈએ. અને હા, હું જ્યારે સ્વચ્છતાની વાત કરૂં છું ત્યારે કૃપા કરીને સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી મુક્તિની વાત આપણે ક્યારેય નથી ભૂલવાની. તો આવો, આપણે સંકલ્પ લઈએ કે સ્વચ્છ ભારત અભિયાનના ઉત્સાહને ઓછો નહીં થવા દઈએ. આપણે બધાં મળીને આપણા દેશને પૂરી રીતે સ્વચ્છ બનાવીશું અને સ્વચ્છ રાખીશું.
મારા પ્રિય દેશવાસીઓ, ઑક્ટોબરનો પૂરો મહિનો જ તહેવારોના રંગમાં રંગાયેલો રહે છે અને આજથી થોડા દિવસો પછી દિવાળી તો આવી જ રહી છે. દિવાળી, તે પછી ગોવર્ધન પૂજા, પછી ભાઈ બીજ, આ ત્રણ તહેવાર તો હશે જ, સાથે છઠ પૂજા પણ હશે. નવેમ્બરમાં જ ગુરુ નાનક દેવજીની જંયતિ પણ છે. આટલા તહેવાર એક સાથે હોય તો તેની તૈયારીઓ પણ ઘણા સમય પહેલાં જ શરૂ થઈ જાય છે. તમે બધાં પણ અત્યારથી ખરીદીની યોજના કરવા લાગ્યા હશો, પરંતુ તમને યાદ છે ને કે ખરીદી અર્થાત્ વૉકલ ફૉર લૉકલ. તમે લૉકલ ખરીદશો તો તમારો તહેવાર પણ ઉજળો થશે અને કોઈ ગરીબ ભાઈ-બહેન, કોઈ કારીગર, કોઈ વણકરના ઘરમાં પણ પ્રકાશ આવશે. મને પૂરો ભરોસો છેકે જે અભિયાન આપણે બધાંએ મળીને શરૂ કર્યું છે, આ વખતે તહેવારોમાં તે વધુ મજબૂત થસે. તમે તમારે ત્યાંનાં જે સ્થાનિક ઉત્પાદનો ખરીદો, તેના વિશે સૉશિયલ મિડિયા પર લખો. પોતાની સાથેના લોકોને પણ જણાવો. આગલા મહિને આપણે ફરી મળીશું તો ફરી આવા જ અનેક વિષયો પર વાત કરીશું.
તમારા સહુનો ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. તમે જાણો છો કે એક જરૂરી કાર્યક્રમ માટે મારે અમેરિકા જવું પડી રહ્યું છે તો મેં વિચાર્યું કે એ સારું રહેશે કે અમેરિકા જતાં પહેલાં જ હું મન કી બાત રેકોર્ડ કરી દઉં. સપ્ટેમ્બરમાં જે દિવસે મન કી બાત છે, તે જ તારીખે એક મહત્વપૂર્ણ દિવસ હોય છે. આમ તો આપણે ઘણાં બધા દિવસો યાદ રાખીએ છીએ, વિવિધ પ્રકારના દિવસો મનાવીએ છીએ અને જો આપણા ઘરમાં નવયુવાન દિકરા-દિકરી હોય, જો તેમને પૂછો તો આખા વર્ષ દરમિયાન કયા દિવસો ક્યારે આવે છે તેની આખી યાદી સંભળાવી દેશે, પરંતુ એક દિવસ એવો છે જે આપણે સહુ એ યાદ રાખવો જોઈએ અને એ દિવસ એવો છે જે ભારતની પરંપરાઓ સાથે બહુ જ સુસંગત છે. સદીઓથી જે પરંપરાઓ સાથે આપણે જોડાયેલા છીએ તેને જોડનારો છે. તે છે ‘વર્લ્ડ રિવર ડે’ એટલે કે ‘વિશ્વ નદી દિવસ’. આપણે ત્યાં કહેવાયું છે -
“પિબન્તિ નદ્યઃ સ્વય-મેવ નામ્ભઃ
એટલે કે નદીઓ પોતાનું જળ પોતે જ નથી પીતી, પરંતુ પરોપકાર માટે આપે છે. આપણે માટે નદીઓ એક ભૌતિક વસ્તુ નથી, આપણે માટે નદી એક જીવંત એકમ છે, અને એટલે જ, એટલે જ આપણે નદીઓને માં કહીએ છીએ. આપણા કેટલાય પર્વ હોય, તહેવાર હોય, ઉત્સવ હોય, ઉમંગ હોય, આ બધા આપણી આ માતાઓના ખોળામાં જ તો હોય છે.
તમે બધા જાણો જ છો – મહા મહિનો આવે છે તો આપણા દેશમાં ઘણાં લોકો આખા એક મહિનો મા ગંગા અથવા કોઈ બીજી નદીના કિનારે કલ્પવાસ કરે છે. હવે તો એ પરંપરા નથી રહી પરંતુ પહેલાના જમાનામાં તો પરંપરા હતી કે ઘરમાં સ્નાન કરીએ છીએ તો પણ નદીઓનું સ્મરણ કરવાની પરંપરા આજે ભલે લુપ્ત થઈ ગઈ હોય અથવા ક્યાંક બહુ જ અલ્પમાત્રામાં બચી હોય, પરંતુ એક બહુ જ મોટી પરંપરા હતી જે પ્રાતઃ માં જ સ્નાન કરતા સમયે જ વિશાળ ભારતની એક યાત્રા કરાવી દેતી હતી, માનસિક યાત્રા! દેશના ખૂણે-ખૂણેથી જોડાવાની પ્રેરણા બની જાતી હતી. અને એ શું હતું ભારતમાં સ્નાન કરતી વખતે એક શ્લોક બોલવાની પરંપરા રહી છે –
“ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતિ
નર્મદે સિન્ધુ કાવેરી જલે અસ્મિન્ સન્નિધિં કુરૂ.”
પહેલા આપણાં ઘરોમાં પરિવારના વડિલો આ શ્લોક બાળકોને યાદ કરાવતા હતા અને તેનાથી આપણા દેશમાં નદીઓ ને લઈને આસ્થા ઉભી થતી હતી. વિશાળ ભારતનું એક માનચિત્ર મનમાં અંકિત થઈ જતું હતું. નદીઓ પ્રત્યે જોડાણ બની જતું હતું. જે નદીને મા ના રૂપમાં આપણે જાણીએ છીએ, જોઈએ છીએ, જીવીએ છીએ, તે નદી પ્રત્યે એક આસ્થાનો ભાવ પેદા થતો હતો. એક સંસ્કાર પ્રક્રિયા હતી.
સાથીઓ, જ્યારે આપણે દેશમાં નદીઓના મહિમા પર વાત કરી રહ્યા છીએ તો સ્વાભાવિક રૂપથી દરેક એક પ્રશ્ન ઉઠાવશે અને પ્રશ્ન ઉઠાવવાનો હક પણ છે અને તેનો જવાબ આપવો તે આપણી જવાબદારી પણ છે. કોઈપણ સવાલ પૂછશે કે ભાઈ, તમે નદીના આટલા ગાણાં ગાઈ રહ્યા છો, નદીને મા કહી રહ્યા છો તો આ નદી પ્રદૂષિત કેમ થઈ જાય છે? આપણા શાસ્ત્રોમાં તો નદીઓમાં જરા સરખું પણ પ્રદૂષણ કરવું ખોટું દર્શાવવામાં આવ્યું છે. અને આપણી પરંપરાઓ પણ એવી રહી છે, તમે તો જાણો જ છો આપણા હિન્દુસ્તાનનો જે પશ્ચિમી ભાગ છે, ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાન, ત્યાં પાણીની ઘણી જ અછત છે. કેટલીયે વખત દુકાળ પડે છે. તેથી હવે ત્યાંના સમાજ જીવનમાં એક નવી પરંપરા વિકાસ પામી છે. જેવી ગુજરાતમાં વરસાદની શરૂઆત થાય ત્યારે ગુજરાતમાં ‘જલ-જીલણી એકાદશી’ મનાવાય છે. મતલબ કે આજના યુગમાં આપણે જેને કહીએ છીએ, ‘Catch the Rain’ એ આ જ વાત છે કે જળના એક એક ટીપાંને પોતાનામાં સમાવી લેવું, જલ-જીલણી. તેવી જ રીતે વરસાદ પછી બિહાર અને પૂર્વના ભાગોમાં છઠનું મહાપર્વ મનાવવામાં આવે છે. મને આશા છે કે છઠ પૂજાને જોતાં નદીઓના કિનારે, ઘાટની સફાઈ અને સમારકામની તૈયારી શરૂ કરી દેવામાં આવી હશે. આપણે નદીઓને સફાઈ અને તેને પ્રદૂષણથી મુક્ત કરવાનું કામ સહુના પ્રયાસ અને સહુના સહયોગથી જ કરી શકીએ છીએ. ‘નમામિ ગંગે મિશન’ પણ આજે આગળ વધી રહ્યું છે, તો તેમાં બધા લોકોને પ્રયાસ, એક પ્રકારથી જન-જાગૃતિ, જન આંદોલન, તેની બહુ મોટી ભૂમિકા છે.
સાથીઓ, જ્યારે નદીની વાત થઈ જ રહી છે, મા ગંગાની વાત થઈ રહી છે તો વધુ એક વાત તરફ આપનું ધ્યાન આકર્ષિત કરવાનું મન થાય છે. વાત જ્યારે ‘નમામિ ગંગે’ ની થઈ રહી છે તો ચોક્કસ એક વાત પર આપનું ધ્યાન ગયું હશે અને આપણા નવયુવાનોનું તો ચોક્કસ ગયું હશે. આજકાલ એક વિશેષ ઈ-ઓક્શન, ઈ-હરાજી ચાલી રહી છે. આ ઈલેક્ટ્રોનિક -હરાજી તે ભેટ-સોગાદોની થઈ રહી છે જે મને સમય સમય પર લોકોએ આપી હતી. આ હરાજી થી જે પૈસા આવશે, તે ‘નમામિ ગંગે અભિયાન’ માટે જ સમર્પિત કરવામાં આવે છે. આપ જે આત્મિય ભાવનાથી મને ભેટ આપો છો, તે જ ભાવનાને આ અભિયાને વધુ મજબૂત કરી છે.
સાથીઓ, દેશભરમાં નદીઓને પુનઃજીવિત કરવા માટે, પાણીની સ્વચ્છતા માટે સરકાર અને સમાજસેવી સંગઠન નિરંતર કંઈક ને કંઈક કરતા રહે છે. આજ થી જ નહીં, દાયકાઓથી આ ચાલી રહ્યું છે. કેટલાક લોકો તો આવા કામો માટે પોતાને સમર્પિત કરી ચૂક્યા હોય છે. અને આ જ પરંપરાએ, આ જ પ્રયત્નએ, આ જ આસ્થાએ, આપણી નદીઓને બચાવી રાખી છે અને હિન્દુસ્તાનના કોઈપણ ખૂણામાંથી જ્યારે એવી ખબર મારા કાને આવે છે તો આવા કામ કરનારાઓ પ્રત્યે એક મોટો આદરનો ભાવ મારા મનમાં જાગે છે અને મારું પણ મન કરે છે કે તે વાતો આપને જણાવું. તમે જુઓ, તમિલનાડુના વેલ્લોર અને તિરૂવન્નામલાઈ જિલ્લાનું એક ઉદાહરણ આપવા માગું છું. અહીં એક નદી વહેતી હતી, નાગાનધી. હવે આ નાગાનધી વર્ષો પહેલાં સૂકાઈ ગઈ હતી. તેને જ કારણે ત્યાંના જળસ્તર પણ બહુ જ નીચે ચાલ્યા ગયા હતા. પરંતુ ત્યાંની મહિલાઓએ બીડું ઝડપ્યું કે તેઓ તેમની નદીને પુનઃજીવિત કરશે. પછી તો શું હતું, તેમણે લોકોને જોડ્યાં, જનભાગીદારીથી નહેર ખોદી, ચેકડેમ બનાવ્યા, રિચાર્જ કૂવા બનાવ્યાં.આપને પણ જાણીને ખુશી થશે સાથીઓ કે આજે તે નદી પાણીથી ભરાઈ ગઈ છે. અને જ્યારે નદી પાણીથી ભરાઈ જાય છે ને તો મનને એટલી શાંતિ મળે છે, મેં પ્રત્યક્ષ તેનો અનુભવ કર્યો છે.
તમારામાંથી ઘણાં લોકો જાણતા હશે કે જે સાબરમતીના તટ પર મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમ બનાવ્યો હતો, ગત કેટલાક દાયકાઓમાં આ સાબરમતી નદી સૂકાઈ ગઈ હતી. વર્ષમાં 6-8 મહિના પાણી નજરે જ નહોતું પડતું, પરંતુ નર્મદા નદી અને સાબરમતી નદીને જોડી દીધી, તો જો આજે તમે અમદાવાદ જશો તો સાબરમતી નદીનું પાણી એવું મનને પ્રફૂલ્લિત કરી દે છે. આવી જ રીતે ઘણાં કામો જેવા કે તમિલનાડુની આપણી આ બહેનો કરી રહી છે, દેશના અલગ અલગ ખૂણાઓમાં ચાલી રહ્યા છે. હું તો જાણું છું કેટલાય આપણા ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલા સંત છે, ગુરુજન છે, તેઓ પણ તેમની આધ્યાત્મિક યાત્રાની સાથે-સાથે પાણી માટે, નદી માટે ઘણું બધું કરી રહ્યા છે, કેટલાયે નદીના કિનારે વૃક્ષ લગાવવાનું અભિયાન ચલાવી રહ્યા છે. તો ક્યાંક નદીઓમાં વહી રહેલા ગંદા પાણીને રોકવામાં આવી રહ્યું છે.
સાથીઓ, વર્લ્ડ રિવર ડે, જ્યારે આજે મનાવી રહ્યા છીએ તો આ કામ પ્રત્યે સમર્પિત દરેકની હું પ્રશંસા કરું છું, અભિનંદન પાઠવું છું. પરંતુ દરેક નદીની પાસે રહેતા લોકોને, દેશવાસીઓને હું આગ્રહ કરીશ કે ભારતમાં ખૂણે-ખૂણામાં વર્ષમાં એકવાર તો નદી ઉત્સવ મનાવવો જ જોઈએ.
મારા પ્રિય દેશવાસીઓ, ક્યારેય પણ નાની વાતને, નાની વસ્તુને નાની માનવાની ભૂલ ન કરવી જોઈએ. નાનાં-નાનાં પ્રયત્નોથી ક્યારેક ક્યારેક બહુ મોટા-મોટા પરિવર્તન આવે છે, અને જો મહાત્મા ગાંધીજીના જીવનની તરફ આપણે જોઈશું તો આપણે દરેક પળે અનુભવશું કે નાની-નાની વાતોનું તેમના જીવનમાં કેટલું મોટું મહત્વ હતું અને નાની-નાની વાતોને લઈને, મોટા-મોટા સંકલ્પોને કેવી રીતે તેમણે સાકાર કર્યા હતા. આપણા આજના નવયુવાનોએ એ જરૂર જાણવું જોઈએ કે સાફ-સફાઈના અભિયાને કેવી રીતે આઝાદીના આંદોલનને એક નિરંતર ઉર્જા આપી હતી. એ મહાત્મા ગાંધી જ તો હતા, જેમણે સ્વચ્છતા ને જન-આંદોલન બનાવવાનું કામ કર્યું હતું. મહાત્મા ગાંધીએ સ્વચ્છતાને સ્વાધિનતાના સપના સાથે જોડી દીધી હતી. આજે આટલા દાયકાઓ પછી, સ્વચ્છતા આંદોલને ફરી એકવાર દેશને નવા ભારતના સપનાં સાથે જોડવાનું કામ કર્યું છે. અને તે આપણી આદતોને બદલવાનું પણ અભિયાન બની રહ્યું છે અને આપણે તે ન ભૂલીએ કે સ્વચ્છતા એ માત્ર એક કાર્યક્રમ છે. સ્વચ્છતા એ પેઢી દર પેઢી સંસ્કાર ફેલાવવાની એક જવાબદારી છે અને પેઢી દર પેઢી સ્વચ્છતાનું અભિયાન ચાલે છે, ત્યારે સંપૂર્ણ સમાજજીવનમાં સ્વચ્છતાનો સ્વભાવ બને છે. અને તેથી જ વર્ષ-બે વર્ષ, એક સરકાર – બીજી સરકાર એવા વિષય નથી, પેઢી દર પેઢી આપણે સ્વચ્છતાના સંબંધમાં સજાગ પણે અવિરત રૂપથી થાક્યા વગર, રોકાયા વગર, એકદમ શ્રદ્ધા સાથે જોડાઈ રહેવાનું છે અને સ્વચ્છતાના અભિયાનને ચલાવતા રહેવાનું છે. અને મેં તો પહેલાં પણ કીધું હતું, કે સ્વચ્છતા એ પૂજ્ય બાપૂને આ દેશની બહુ મોટી શ્રદ્ધાંજલિ છે અને આ શ્રદ્ધાંજલિ આપણે દરેક વખતે આપતા રહેવું છે, સતત આપતા રહેવું છે.
સાથીઓ, લોકો જાણે છે કે સ્વચ્છતાના સંબંધમાં બોલવાનો મોકો હું ક્યારેય છોડતો નથી અને કદાચ તેથી જ આપણી મન કી બાત ના એક શ્રોતા શ્રીમાન રમેશ પટેલજીએ લખ્યું, આપણે બાપૂ પાસેથી શીખીને આ આઝાદીના અમૃત મહોત્સવમાં આર્થિક સ્વચ્છતાનો પણ સંકલ્પ લેવો જોઈએ. જેવી રીતે શૌચાલયોના નિર્માણે ગરીબોને ગરિમા વધારી, તેવી જ રીતે આર્થિક સ્વચ્છતા, ગરીબોને અધિકાર સુનિશ્ચિત કરે છે, તેમનું જીવન સરળ બનાવે છે. હવે તમે એ જાણો છો, જનધન ખાતાને લઈને દેશે જે અભિયાન શરૂ કર્યું છે. તેને કારણે આજે ગરીબોના, તેમના હકના પૈસા સીધાસીધા તેમના ખાતામાં જઈ રહ્યા છે, જેના કારણે ભ્રષ્ટાચાર જેવા અવરોધોમાં ઘણો મોટી માત્રામાં ઘટાડો થયો છે. એ વાત સાચી છે આર્થિક સ્વચ્છતામાં ટેક્નોલોજી બહુ જ મદદ કરી શકે છે. આપણા માટે ખુશીની વાત છે આજે પછાત ગામડાંઓમાં પણ fin-tech UPIથી ડિજીટલ લેણ-દેણ કરવાની દિશામાં સામાન્ય મનુષ્ય પણ જોડાઈ રહ્યો છે, તેનું વલણ પણ વધી રહ્યું છે. આપને હું એક આંકડો જણાવું છું, આપને ગર્વ થશે, ગત ઓગસ્ટ મહિનામાં એક મહિનામાં UPIથી 355 કરોડ transaction થયા, એટલે કે લગભગ-લગભગ 350 કરોડથી પણ વધુ transaction, એટલે કે આપણે કહી શકીએ છીએ કે ઓગસ્ટ મહિનામાં 350 કરોડથી વધારે વખત ડિજીટલ લેણ-દેણ માટે UPI નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આજે એવરેજ 6 લાખ કરોડ રૂપિયાથી પણ વધુનું ડિજીટલ પેમેન્ટ UPI થી થઈ રહ્યું છે. તેનાથી દેશની અર્થવ્યવસ્થામાં સ્વચ્છતા, પારદર્શિતા આવી રહી છે અને આપણે જાણીએ છીએ, હવે fin-tech નું મહત્વ ઘણું જ વધી રહ્યું છે.
સાથીઓ, જેવી રીતે બાપૂએ સ્વચ્છતાને સ્વાધિનતા સાથે જોડ્યું તેવી જ રીતે ખાદીને આઝાદીની ઓળખ બનાવી દીધી હતી. આજે આઝાદીના 75માં વર્ષમાં આપણે જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવને મનાવી રહ્યા છીએ, આજે આપણે સંતોષપૂર્વક કહી શકીએ છીએ કે આઝાદીના આંદોલનમાં જે ગૌરવ ખાદીનું હતું, આજે આપણી યુવા પેઢી ખાદીને તે ગૌરવ આપી રહી છે. આજે ખાદી અને હેન્ડલૂમનું ઉત્પાદન કેટલાય ગણું વધ્યું છે અને તેની માગ પણ વધી છે. આપ પણ જાણો છો કે એવી કેટલીયે તકો આવી છે, જ્યારે દિલ્હીના ખાદીના શો-રૂમમાં એક દિવસમાં એક કરોડથી પણ વધારેનો વેપાર થયો છે. હું પણ ફરીથી તમને યાદ અપાવવા માગું છું કે 2 ઓક્ટોબર, પૂજ્ય બાપૂની જન્મ-જયંતિ પર આપણે બધા ફરીથી એક વખત એક નવો રેકોર્ડ બનાવીએ. આપ આપના શહેરમાં જ્યાં પણ ખાદી વેચાતી હોય, હેન્ડલૂમ વેચાતું હોય, હેન્ડીક્રાફ્ટ વેચાતું હોય અને દિવાળીનો તહેવાર સામે છે, તહેવારોની મોસમ માટે ખાદી, હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગથી જોડાયેલી તમારી દરેક ખરીદી, Vocal For Local’ આ અભિયાનને મજબૂત કરનારી હોય, જૂના બધા રેકોર્ડ તોડનારી હોય.
સાથીઓ, અમૃત મહોત્સવના આ સમયમાં દેશમાં આઝાદીના ઈતિહાસની ન કહેવાયેલી ગાથાઓ ને જન-જન સુધી પહોંચાડવાનું એક અભિયાન પણ ચાલી રહ્યું છે અને તેને માટે નવા લેખકોને, દેશના અને દુનિયાના યુવાનોને આહ્વાન કરાવામાં આવ્યું હતું. આ અભિયાન માટે અત્યાર સુધી 13 હજાર થી પણ વધુ લોકોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને તે પણ 14 અલગ-અલગ ભાષાઓમાં. અને મારા માટે ખુશીની વાત એ પણ છે કે 20 થી વધુ દેશોમાં કેટલાય અપ્રવાસી ભારતીઓએ પણ આ અભિયાન સાથે જોડાવા માટે પોતાની ઈચ્છા દર્શાવી છે. વધુ એક રસપ્રદ જાણકારી છે, લગભગ 5000થી વધુ નવા ઉભરતા લેખક આઝાદીની જંગની કથાઓને શોધી રહ્યા છે. તેમણે જે Unsung Heroes છે, જેઓ અનામી છે, ઈતિહાસના પાનાંઓ પર જેના નામ નામ નજરે નથી આવતાં, તેવા Unsung Heroesની થીમ પર, તેમના જીવન પર, તે ઘટનાઓ પર કંઈક લખવાનું બીડું ઉપાડ્યું છે એટલે કે દેશના યુવાનોએ નક્કી કરી લીધું છે, એ સ્વતંત્રતા સેનાનીઓના ઈતિહાસને પણ દેશની સામે લાવશે જેમની ગત 75 વર્ષમાં કોઈ ચર્ચા પણ નથી થઈ. બધા શ્રોતાઓને મારો આગ્રહ છે, શિક્ષણ જગત સાથે જોડાયેલા બધાને મારો આગ્રહ છે. આપ પણ યુવાનોને પ્રેરિત કરો. આપ પણ આગળ આવો અને માને પાક્કો વિશ્વાસ છે કે આઝાદીના અમૃત મહોત્સવમાં ઈતિહાસ લખવાનું કામ કરનારા લોકો ઈતિહાસ બનાવવાના પણ છે.
મારા પ્રિય દેશવાસીઓ, સિયાચિન ગ્લેશિયર વિશે તો આપણે બધા જાણીએ છીએ. ત્યાંની ઠંડી એવી ભયાનક છે, જેમાં રહેવું સામાન્ય માણસ માટે સરળ વાત નથી. દૂર-દૂર સુધી બરફ જ બરફ અને છોડ કે ઝાડનું તો નામોનિશાન નથી. અહીંયાનું તાપમાન માઈનસ 60 ડિગ્રી સુધી પણ જાય છે. થોડા દિવસો પહેલાં જ સિયાચિનના આ દુર્ગમ વિસ્તારમાં 8 દિવ્યાંગજનોની ટીમે જે કમાલ કરીને દેખાડ્યો છે, તે દરેક દેશવાસી માટે ગર્વની વાત છે. આ ટીમે સિયાચિન ગ્લેશિયરની 15 હજાર ફીટથી પણ વધુની ઉંચાઈ પર સ્થિત કુમાર પોસ્ટ પર પોતાનો ઝંડો લહેરાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. શરીરના પડકારો છતાં પણ આપણા આ દિવ્યાંગોએ જે કાર્ય કરી દેખાડ્યું છે તે આખા દેશ માટે પ્રેરણા છે અને જ્યારે આ ટીમના સભ્યો વિશે જાણશો તો તમે પણ મારી જેમ હિંમત અને ઉત્સાહથી છલકાઈ જશો. આ બહાદુર દિવ્યાંગોના નામ છે – મહેશ નેહરા, ઉત્તરાખંડના અક્ષત રાવત, મહારાષ્ટ્રના પુષ્પક ગવાંડે, હરિયાણાના અજય કુમાર, લદ્દાખના લોબ્સાંગ ચોસ્પેલ, તમિલનાડુના મેજર દ્વારકેશ, જમ્મુ-કાશ્મીરના ઈરફાન અહમદ મીર અને હિમાચલ પ્રદેશની ચોન્જિન એન્ગમો. સિયાચીન ગ્લેશિયર પર જીત મેળવવાનું આ ઓપરેશન ભારતીય સેનાના વિશેષ દળોના veterans ની મદદથી સફળ થયું છે. હું આ ઐતિહાસિક અને અભૂતપૂર્વ ઉપલબ્ધિ માટે ટીમની પ્રશંસા કરું છું. તે આપણા દેશવાસીઓના “Can Do Culture”, “Can Do Determination” “Can Do Attitude” સાથે દરેક પડકારનો સામનો કરવાની ભાવનાને પણ પ્રગટ કરે છે.
સાથીઓ આજે દેશમાં દિવ્યાંગજનોના કલ્યાણ માટે કેટલાય પ્રયત્નો થઈ રહ્યા છે. મને ઉત્તરપ્રદેશમાં થઈ રહેલા એવા જ એક પ્રયત્ન One Teacher, One Call વિશે જાણવાનો મોકો મળ્યો. બરેલીમાં આ અનોખો પ્રયત્ન દિવ્યાંગ બાળકોને નવો માર્ગ દેખાડી રહ્યો છે. આ અભિયાનનું નેતૃત્વ કરી રહી છે ડભૌરા ગંગાપુરમાં એક સ્કૂલની પ્રિન્સિપાલ દીપમાલા પાંડેજી. કોરોનાકાળમાં આ અભિયાનને કારણે ન માત્ર મોટી સંખ્યામાં બાળકોનું એડમિશન શક્ય બની શક્યું પરંતુ તેનાથી લગભગ 350 થી વધુ શિક્ષક પણ સેવા-ભાવ સાથે જોડાઈ ચૂક્યા છે. આ શિક્ષકો ગામે-ગામ જઈને દિવ્યાંગ બાળકોને બોલાવે છે, શોધે છે અને પછી તેમની કોઈ ને કોઈ સ્કૂલમાં ભરતી સુનિશ્ચિત કરે છે. દિવ્યાંગ જનો માટે દીપમાલા જી અને સાથી શિક્ષકોના આ નેક પ્રયત્નોની હું ખૂબ-ખૂબ પ્રશંસા કરું છું. શિક્ષણના ક્ષેત્રમાં આવો દરેક પ્રયત્ન આપણા દેશના ભવિષ્યને સુધારનારો છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે આપણા લોકોની જિંદગીની હાલત એ છે કે એક દિવસમાં સેંકડો વખત કોરોના શબ્દ આપણા કાને પડે છે, સો વર્ષમાં આવેલી સૌથી મોટી મહામારી, કોવિડ-19 એ દરેક દેશવાસીઓને ઘણું બધું શિખવાડ્યું છે. હેલ્થકેર અને વેલનેસ ને લઈને આજે જિજ્ઞાસા પણ વધી છે અને જાગૃતિ પણ. આપણા દેશમાં પારંપરિક રૂપથી આવા નેચરલ પ્રોડક્ટ્સ મોટી માત્રામાં ઉપલબ્ધ છે જે વેલનેસ એટલે કે સ્વાસ્થ્ય માટે ઘણાં જ ફાયદાકારક છે. ઓડિશાના કાલાહાંડીના નાંદોલમાં રહેતા પતાયત સાહૂજી આ ક્ષેત્રમાં વર્ષોથી એક અનોખું કાર્ય કરી રહ્યા છે. તેમણે દોઢ એકર જમીન પર મેડિસીનલ પ્લાન્ટ્સ લગાવ્યા છે. એટલું જ નહીં સાહૂજીએ તો આ મેડિસીનલ પ્લાન્ટ્સનું ડોક્યુમેન્ટેશન પણ કર્યું છે. મને રાંચીના સતીશ જીએ પત્રના માધ્યમથી આવી જ વધુ એક જાણકારી વિશે જણાવ્યું. સતીજ જીએ ઝારખંડના એક એલો વેરા વિલેજ તરફ મારું ધ્યાન દોર્યું છે. રાંચી પાસે જ દેવરી ગામની મહિલાઓએ મંજૂ કચ્છપ જી ના નેતૃત્વમાં બિરસા કૃષિ વિદ્યાલયથી એલોવેરાની ખેતીનું શિક્ષણ લીધું હતું. ત્યારબાદ તેમણે એલોવેરાની ખેતી શરૂ કરી. આ ખેતીથી ન માત્ર સ્વાસ્થ્યના ક્ષેત્રમાં લાભ મળ્યો, પરંતુ આ મહિલાઓની આવક પણ વધી ગઈ છે. કોવિડ મહામારી દરમિયાન પણ તેમને સારી આવક થઈ છે. તેનું એક મોટું કારણ એ હતું કે સેનિટાઈઝર બનાવનારી કંપનીઓ સીધા આ લોકો પાસેથી જ એલોવેરા ખરીદી રહી હતી. આજે આ કાર્યમાં લગભગ ચાલીસ મહિલાઓની ટીમ જોડાયેલી છે. અને કેટલાય એકરમાં એલોવેરાની ખેતી થાય છે. ઓડિશાના પતાયત સાહૂ જી હોય કે પછી દેવરીમાં મહિલાઓની આ ટીમ, તેમણે ખેતીને જેવી રીતે સ્વાસ્થ્યના ક્ષેત્ર સાથે જોડી છે, તે પોતાનામાં જ એક મોટું ઉદાહરણ છે.
સાથીઓ, આવનારા 2 ઓક્ટોબરે લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ જન્મજયંતિ હોય છે. તેમની સ્મૃતિમાં, આ દિવસ આપણને ખેતીમાં નવા નવા પ્રયોગો કરનારાઓની જાણકારી પણ આપે છે. મેડિસીનલ પ્લાન્ટના ક્ષેત્રમાં સ્ટાર્ટ-અપને પ્રોત્સાહન આપવા માટે Medi-Hub TBI ના નામથી એક ઈન્ક્યૂબેટર, ગુજરાતના આણંદમાં કામ કરી રહ્યા છે. Medicinal અને Aromatic Plants સાથે જોડાયેલું આ ઈન્ક્યૂબેટર બહુ જ ઓછા સમયમાં જ 15 entrepreneurs ના બિઝનેસ આઈડિયાને સપોર્ટ કરી ચૂક્યું છે. આ ઈન્ક્યૂબેટરની મદદ લઈને જ સુધા ચેબ્રોલૂ જીએ પોતાનું સ્ટાર્ટ-અપ શરૂ કર્યું છે. તેમની કંપનીમાં મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે અને તેમના પર innovative herbal formulations ની પણ જવાબદારી છે. વધુ એક entrepreneur સુભાશ્રી જી છે જેને પણ આ Medicinal અને Aromatic Plants Incubator થી મદદ મળી છે. સુભાશ્રી જીની કંપની હર્બલ રૂમ અને કાર ફ્રેશનર ના ક્ષેત્રમાં કામ કરી રહી છે. તેમણે એક હર્બલ ટેરેસ ગાર્ડન પણ બનાવ્યું છે જેમાં 400 થી વધારે Medicinal Herbs છે.
સાથીઓ, બાળકોમાં Medicinal અને Herbal Plants પ્રત્યે જાગૃતિ વધારવા માટે આયુષ મંત્રાલયએ એક રસપ્રદ પહેલ કરી છે અને તેનું બીડું ઝડપ્યું છે આપણા પ્રોફેસર આયુષ્યમાનજીએ. એવું બની શકે કે, તમે એ વિચારો કે આ પ્રોફેસર આયુષ્યમાન છે કોણ? ખરેખર તો પ્રોફેસર આયુષ્યમાન એક કોમિક બુકનું નામ છે. તેમાં અલગ-અલગ કાર્ટૂન પાત્રોની મદદથી નાની-નાની વાર્તાઓ તૈયાર કરવામાં આવી છે. સાથે જ એલોવેરા, તુલસી, આમળાં, ગિલોય, નીમ, અશ્વગંધા અને બ્રાહ્મી જેવા સ્વાસ્થ્યપ્રદ Medicinal Plantની ઉપયોગીતા વિશે જણાવવામાં આવ્યું છે.
સાથીઓ, આજના સંજોગોમાં જે પ્રકારે Medicinal Plant અને હર્બલ ઉત્પાદનોને લઈને દુનિયાભરમાં લોકોનું વલણ વધ્યું છે, તેમાં ભારત પાસે અપાર શક્યતાઓ છે. વિતેલા સમયમાં આયુર્વેદિક અને હર્બલ પ્રોડક્ટના exportમાં પણ ઘણી વૃદ્ધિ જોવા મળી છે.
હું Scientists, Researchers અને Start-upની દુનિયા સાથે જોડાયેલા લોકોને, આવા પ્રોડક્ટની તરફ ધ્યાન આપવાનો આગ્રહ કરું છું, જે લોકોની વેલનેસ અને ઈમ્યૂનિટી તો વધારે જ, આપણા ખેડૂતો અને નવયુવાનોની આવકને પણ વધારવામાં મદદરૂપ સાબિત થાય.
સાથીઓ, પરંપરાગત ખેતીથી આગળ વધીને, ખેતીમાં થઈ રહેલા નવા પ્રયોગ, નવા વિકલ્પ, સતત સ્વરોજગારના નવા સાધનો બનાવી રહ્યા છે. પુલવામાના બે ભાઈઓની વાત પણ તેનું જ એક ઉદાહરણ છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં બિલાલ અહેમદ શેખ અને મુનિર અહેમદ શેખે જે પ્રકારથી પોતાના માટે નવા માર્ગો શોધ્યા, તે ન્યૂ ઈન્ડિયા નું એક ઉદાહરણ છે. 39 વર્ષના બિલાલ અહેમદ જી Highly Qualified છે, તેમણે કેટલીયે ડિગ્રીઓ મેળવી છે. પોતાના ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા અનુભવોનો ઉપયોગ આજે તેઓ ખેતીમાં પોતાનું સ્ટાર્ટ-અપ બનાવીને કરી રહ્યા છે. બિલાલ જીએ પોતાના ઘરે જ વર્મી કમ્પોસ્ટનું યુનિટ લગાવ્યું છે. આ યુનિટથી તૈયાર થનારા બાયો ફર્ટિલાઈઝરથી ન માત્ર ખેતીમાં ઘણો લાભ થયો, પરતું તે લોકો માટે રોજગારની તક પણ લઈને આવ્યું છે. દર વર્ષે આ ભાઈઓના યૂનિટથી ખેડૂતોને લગબગ ત્રણ હજાર ક્વિંટલ વર્મી કમ્પોસ્ટ મળી રહ્યું છે. આજે તેમની આ વર્મી કમ્પોસ્ટિંગ યુનિટમાં 15 લોકો કામ પણ કરી રહ્યા છે. તેમના આ યુનિટને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે અને તેમાંથી મોટાભાગે એવા યુવાનો હોય છે જે ખેતીના ક્ષેત્રમાં કંઈક કરવા માંગે છે. પુલવામાના શેખ ભાઈઓએ Job Seeker બનવાની જગ્યાએ Job Creator બનવાનો સંકલ્પ લીધો અને જે તેઓ જમ્મુ-કાશ્મીર જ નહીં, પરંતુ આખા દેશભરમાં લોકોને નવો માર્ગ દેખાડી રહ્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ, 25 સપ્ટેમ્બરે દેશના મહાન સંતાન પંડિત દીનદયાલ ઉપાધ્યાય જીની જન્મજયંતિ હોય છે. દીનદયાલજી ગત સદીના સૌથી મોટા વિચારકોમાંનાં એક છે. તેમનું અર્થ-દર્શન, સમાજને સશક્ત કરવા માટે -તેમની નીતિઓ, તેમના દ્વારા દેખાડવામાં આવેલો અંત્યોદયનો માર્ગ, આજે પણ એટલો પ્રાસંગિક છે, તેટલો જ પ્રેરણાદાયી પણ છે. ત્રણ વર્ષ પહેલાં 25 સપ્ટેમ્બરે તેમની જન્મ-જયંતિ પર જ દુનિયાની સૌથી મોટી Health Assurance Scheme – આયુષ્યમાન ભારત યોજના લાગુ કરવામાં આવી હતી. આજે દેશના બે-સવા બે કરોડથી પણ વધુ ગરીબોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળી ચૂકી છે. ગરીબો માટે આટલી મોટી યોજના, દીનદયાળ જીના અંત્યોદય દર્શનને જ સમર્પિત છે. આજના યુવાનો જો તેમના મૂલ્યો અને આદર્શોને તેમના જીવનમાં ઉતારે તો તે તેમને ઘણું જ કામ આવી શકે છે. એક વખત લખનૌમાં દીનદયાળ જીએ કહ્યું હતું, - “કેટલી સારી સારી વસ્તુઓ, સારા-સારા ગુણ છે – તે બધું આપણને સમાજ પાસેથી જ પ્રાપ્ત થાય છે. આપણે સમાજનું ઋણ ચૂકવવાનું છે, આવી રીતનો વિચાર કરવો જ જોઈએ.” એટલે કે દીનદયાળ જીએ શિખામણ આપી કે આપણે સમાજ પાસેથી, દેશ પાસેથી એટલું બધું લઈએ છીએ, જે કંઈ પણ છે, તે દેશને કારણે જ તો છે, તેથી દેશ પ્રત્યે આપણું ઋણ કેવી રીતે ચૂકવીશું, તેના વિશે વિચારવું જોઈએ. તે આજના યુવાનો માટે એક બહુ મોટો સંદેશ છે.
સાથીઓ, દીનદયાળજીના જીવનમાંથી, આપણને ક્યારેય હાર ન માનવાની શીખ પણ મળે છે. વિપરિત રાજનીતિક અને વૈચારિક પરિસ્થિતીઓ હોવા છતાં, ભારતના વિકાસ માટે સ્વદેશી મોડલના વિઝન થી તેઓ ક્યારેય ડગ્યા નથી. આજે ઘણાં બધાં યુવાનો પહેલેથી બનેલા માર્ગથી, અલગ થઈને, આગળ વધવા માંગે છે. તેઓ વસ્તુઓને પોતાની રીતે કરવા માગે છે. દીનદયાળજીના જીવનથી તેમને ઘણી જ મદદ મળી શકે છે. તેથી યુવાનોને મારો આગ્રહ છે કે તેઓ તેમના વિશે જરૂરથી જાણે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણે આજે ઘણાં વિષયો પર ચર્ચા કરી. જેમ આપણે વાત પણ કરી રહ્યા હતા, આવનારો સમય તહેવારોનો છે. આખો દેશ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ના, અસત્ય પર વિજયનું પર્વ પણ મનાવવાનો છે. પરંતુ આ ઉત્સવમાં આપણે વધુ એક લડાઈ વિશે યાદ રાખવાનું છે – તે છે દેશની કોરોના સાથેની લડાઈ. ટીમ ઈન્ડિયા આ લડાઈમાં રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. Vaccination માં દેશે કેટલાયે એવા રેકોર્ડ બનાવ્યા છે જેની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. આ લડાઈમાં દરેક ભારતવાસીની મહત્વની ભૂમિકા છે. આપણે આપણો વારો આવતાં જ વેક્સિન તો લગાવવાની જ છે પણ એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે કોઈ આ સુરક્ષા ચક્રથી છૂટી ન જાય. પોતાની આસપાસ જેને વેક્સિન નથી લાગી તેમને પણ વેક્સિન સેન્ટર સુધી લઈ જવાના છે. વેક્સિન લાગ્યા પછી પણ જરૂરી પ્રોટોકોલનું પાલન કરવાનું છે. મને આશા છે કે આ લડાઈમાં ફરી એકવાર ટીમ ઈન્ડિયા પોતાનો ઝંડો લહેરાવશે. આપણે આવતા વખતે કેટલાક અન્ય વિષયો પર મન કી બાત કરીશું. આપ બધાને, દરેક દેશવાસીને, તહેવારોની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ...
ધન્યવાદ....
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આપણને સહુને ખબર છે કે આજે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ છે. અને આપણો દેશ તેમની સ્મૃતિમાં તેને રાષ્ટ્રીય ખેલ દિવસના રૂપે મનાવે પણ છે. હું વિચારી રહ્યો હતો કે કદાચ આ સમયમાં મેજર ધ્યાનચંદજીનો આત્મા જ્યાં પણ હશે, બહુ જ પ્રસન્નતાનો અનુભવ કરતો હશે. કારણ કે દુનિયામાં ભારતની હોકીનો ડંકો વગાડવાનું કામ ધ્યાનચંદજીની હોકી એ કર્યું હતું. અને ચાર દસકા બાદ લગભગ લગભગ 41 વર્ષ પછી, ભારતના નવયુવાનોએ, દિકરા અને દિકરીઓએ હોકીની અંદર ફરી એકવાર પ્રાણ પૂરી દીધો છે. અને કેટલાય પદક કેમ ન મળી જાય, પરંતુ જ્યાં સુધી હોકીમાં પદક નથી મળતો, ભારતનો કોઈ પણ નાગરિક વિજયનો આનંદ નથી લઈ શકતો અને આ વખતે ઓલમ્પિકમાં હોકીમાં પદક મળ્યો, ચાર દસકા બાદ મળ્યો. તમે કલ્પના કરી શકો છો, મેજર ધ્યાનચંદજીના હ્રદય પર, તેમના આત્મા પર તેઓ જ્યાં હશે ત્યાં, કેટલી પ્રસન્નતા થતી હશે અને ધ્યાનચંદજીનું આખું જીવન રમતગમતને સમર્પિત હતું અને તેથી આજે, જ્યારે આપણને આપણા દેશના નવયુવાનોમાં, આપણા દિકરા-દિકરીઓમાં, રમતગમત પ્રત્યે જે આકર્ષણ નજરે પડી રહ્યું છે. માતા-પિતાને પણ બાળકો જો રમતગમતમાં આગળ જઈ રહ્યા છે તો ખુશી થઈ રહી છે, આ જે તત્પરતા દેખાઈ રહી છે ને, હું સમજું છું, આ જ મેજર ધ્યાનચંદજીને ઘણી મોટી શ્રદ્ધાંજલી છે.
સાથીઓ, જ્યારે રમત-ગમતની વાત થાય છે ને ત્યારે સ્વાભાવિક છે આપણી સામે આખી યુવા પેઢી નજરે પડે છે. અને જ્યારે યુવા પેઢીની સામે બારીકાઈથી નજર કરીએ છીએ, કેટલો મોટો ફેરફાર નજરે પડે છે.
યુવાનોનું મન બદલાઈ ચૂક્યું છે. અને આજનું યુવા મન ઘસાયેલા જૂના રીત-રિવાજોથી કંઈક નવું કરવા ઈચ્છે છે, અલગ કરવા માગે છે. આજનું યુવા મન પહેલેથી બનાવેલા માર્ગ પર ચાલવા નથી માંગતું. તેઓ નવો માર્ગ બનાવવા માગે છે. અજાણી જગ્યા પર ચાલવા માગે છે. મંઝિલ પણ નવી, લક્ષ્ય પણ નવું, માર્ગ પણ નવો, અને ઈચ્છા પણ નવી, અરે એકવાર મનમાં નક્કી કરી લે છે ને યુવાનો, પૂરા દિલથી તેમાં લાગી જાય છે. દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. આપણે જોઈએ છીએ કે હમણાં થોડા સમય પહેલાં જ ભારતે, તેના સ્પેસ સેક્ટરને ખૂલ્લું મૂક્યું અને જોતજોતામાં યુવા પેઢીએ તે તકને ઝડપી લીધી અને તેનો લાભ ઉઠાવવા માટે કોલેજોના વિદ્યાર્થીઓ, યુનિવર્સિટી, ખાનગી ક્ષેત્રમાં કામ કરનારા નવયુવાન, તત્પરતાથી આગળ આવ્યા છે અને મને પાક્કો ભરોસો છે કે આવનારા દિવસોમાં બહુ મોટી સંખ્યા એવા સેટેલાઈટ્સની હશે, જે આપણા યુવાનોએ, આપણા વિદ્યાર્થીઓએ, આપણી કોલેજોએ, આપણી યુનિવર્સિટીઓએ, લેબમાં કામ કરતા વિદ્યાર્થીઓએ કામ કર્યું હશે.
તેવી જ રીતે આજે જ્યાં પણ જુઓ, કોઈપણ પરિવારમાં જાઓ, કેટલોયે સંપન્ન પરિવાર હોય, ભણેલો-ગણેલો પરિવાર હોય, પરંતુ જો પરિવારમાં નવયુવાન સાથે વાત કરો તો એ શું કહે છે, તે પોતાના પારિવારિક પરંપરાઓથી થોડું હટીને વાત કરે છે, હું તો સ્ટાર્ટ-અપ કરીશ, સ્ટાર્ટ-અપ્સમાં જતો રહીશ. એટલે કે રિસ્ક લેવા માટે તેનું મન થનગની રહ્યું છે. આજે નાના-નાના શહેરોમાં પણ સ્ટાર્ટ-અપ કલ્ચરનો વિસ્તાર થઈ રહ્યો છે અને હું તેમાં ઉજ્જવળ ભવિષ્યનો સંકેત જોઈ શકું છું. હમણાં થોડા દિવસો પહેલાં જ આપણા દેશમાં રમકડાંની ચર્ચા થઈ રહી હતી. જોતજોતામાં જ્યારે આપણા યુવાનોના ધ્યાને આ વિષય આવ્યો, તેમણે પણ મગજમાં નક્કી કરી લીધું કે દુનિયામાં ભારતના રમકડાંની ઓળખ
કેવી રીતે બને. અને નવા-નવા પ્રયોગ કરી રહ્યા છે અને દુનિયામાં રમકડાંનું ઘણું મોટું માર્કેટ છે, 6-7 લાખ કરોડનું માર્કેટ છે. આજે ભારતની ભાગીદારી ઘણી ઓછી છે. પરંતુ રમકડાં કેવી રીતે બનાવવા, રમકડાંની વિવિધતા શું હોય, રમકડાંમાં ટેક્નોલોજી શું હોય, ચાઈલ્ડ સાઈકોલોજીને અનુરૂપ રમકડાં કેવા હોય. આજે આપણા દેશના યુવાનો તેની તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, કેટલાક કોન્ટ્રિબ્યુટ કરવા માંગે છે. સાથીઓ, વધુ એક વાત, જે મનને ખુશીઓથી ભરી દે છે અને વિશ્વાસને વધુ મજબૂત પણ કરે છે. અને તે શું છે, ક્યારેય તમે માર્ક કર્યું છે. સામાન્ય રીતે આપણે ત્યાં સ્વભાવ એવો બની ચૂક્યો હતો- થાય છે, ચલો યાર ચાલે છે, પરંતુ હું જોઈ રહ્યો છું, મારા દેશનું યુવા મન હવે સર્વશ્રેષ્ઠની તરફ પોતાને કેન્દ્રિત કરી રહ્યું છે. સર્વોત્તમ કરવા માગે છે, સર્વોત્તમ રીતે કરવા માગે છે. તે પણ રાષ્ટ્રની બહુ મોટી શક્તિ બનીને ઉભરી આવશે.
સાથીઓ, આ વખતે ઓલમ્પિકે બહુ મોટો પ્રભાવ ઉભો કર્યો છે. ઓલમ્પિકની રમતો પૂરી થઈ, હવે પેરાલિમ્પિક ચાલી રહ્યો છે. દેશને આપણા આ રમતગમતના જગતમાં જે કંઈ પણ થયું, વિશ્વની તુલનામાં ભલે ઓછું હશે પરંતુ વિશ્વાસ ભરવા માટે તો ઘણું બધું થયું. આજે યુવાનો માત્ર સ્પોર્ટ્સની તરફ નજર માંડે છે એટલું જ નથી પરંતુ તે તેની સાથે જોડાયેલી શક્યતાઓ તરફ પણ જોઈ રહ્યા છે. તેની આખી ઈકો-સિસ્ટમને બહુ બારિકાઈથી જોઈ રહ્યા છે, તેના સામર્થ્યને સમજી રહ્યા છે અને કોઈને કોઈ રૂપમાં પોતાને જોડવા પણ માગે છે. હવે તેઓ કન્વેન્શનલ વસ્તુઓથી આગળ જઈને New Disciplines ને અપનાવી રહ્યા છે. અને મારા દેશવાસીઓ, જ્યારે આટલું મોમેન્ટમ આવ્યું છે, દરેક પરિવારમાં રમત-ગમતની ચર્ચા શરૂ થઈ ગઈ છે. તમે જ જણાવો, શું આ મોમેન્ટમને હવે બંધ કરવું જોઈએ, રોકાવા દેવું જોઈએ. જી નહીં.
આપ પણ મારી જેમ જ વિચારતા હશો. હવે દેશમાં રમતો, રમત-ગમત, સ્પોર્ટ્સ, સ્પોર્ટ્સમેન સ્પિરિટ હવે રોકાવાનું નથી. આ મોમેન્ટમને પારિવારિક જીવનમાં, સામાજિક જીવનમાં, રાષ્ટ્રિય જીવનમાં સ્થાયી બનાવવાનું છે – ઉર્જાથી ભરી દેવાનું છે, સતત નવી ઉર્જાથી ભરવાનું છે. ઘર હોય, બહાર હોય, ગામ હોય, શહેર હોય, આપણા રમત-ગમતના મેદાનો ભરેલા હોવા જોઈએ, બધા રમે – બધા ખીલે અને તમને યાદ છે ને મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું- સહુનો પ્રયાસ – જી હાં... સહુનો પ્રયાસ. સહુના પ્રયાસોથી ભારત રમતગમતમાં એ ઉંચાઈ પ્રાપ્ત કરી શકશે જેનું એ હકદાર છે. મેજર ધ્યાનચંદજી જેવા લોકોએ જે માર્ગ બતાવ્યો છે, તેમાં આગળ વધવું આપણી જવાબદારી છે. વર્ષો બાદ દેશમાં એવો સમય આવ્યો છે કે રમતગમત પ્રત્યે પરિવાર હોય, સમાજ હોય, રાજ્ય હોય, રાષ્ટ્ર હોય – એક મનથી સહુ કોઈ જોડાઈ રહ્યા છે.
મારા પ્રિય નવયુવાનો આપણે આ અવસરનો ફાયદો ઉઠાવીને અલગઅલગ પ્રકારના સ્પોર્ટ્સમાં મહારથ પણ મેળવવો જોઈએ. ગામેગામ રમતગમતની સ્પર્ધાઓ સતત ચાલતી રહેવી જોઈએ. સ્પર્ધામાંથી જ રમતગમતનો વિસ્તાર થાય છે, રમતગમત વિકાસ થાય છે, ખેલાડી પણ તેમાંથી જ નીકળે છે. આવો, આપણે બધા દેશવાસી આ મોમેન્ટમ ને એટલું આગળ વધારી શકીએ છીએ, જેટલું યોગદાન આપણે આપી શકીએ છીએ, -સહુનો પ્રયાસ - આ મંત્રથી સાકાર કરીને દેખાડીએ.
મારા પ્રિય દેશવાસીઓ, કાલે જન્માષ્ટમીનું મહાપર્વ પણ છે. જન્માષ્ટમીનું આ પર્વ એટલે, ભગવાન શ્રી કૃષ્ણના જન્મનું પર્વ. આપણે ભગવાનના બધા રૂપથી પરિચિત છીએ, નટખટ કનૈયાથી લઈને વિરાટ રૂપ ધારણ કરનારા કૃષ્ણ સુધી, શાસ્ત્ર સામર્થ્ય થી લઈને શસ્ત્ર સામર્થ્યવાળા કૃષ્ણ સુધી. કળા હોય, સૌદર્ય હોય, માધુર્ય હોય,
ક્યાં-ક્યાં કૃષ્ણ છે. પરંતુ આ વાતો હું એટલા માટે કરી રહ્યો છું કે જન્માષ્ટમીથી કેટલાક દિવસો પૂર્વ, હું એક એટલો રસપ્રદ અનુભવમાંથી પસાર થયો છું તો મારું મન કરે છે કે એ વાત હું તમારી સાથે કરું. આપને યાદ હશે, આ મહિનાની 20 તારીખે ભગવાન સોમનાથ મંદિર સાથે જોડાયેલા નિર્માણ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સોમનાથ મંદિરથી 3-4 કિલોમીટર દૂર ભાલકા તીર્થ છે, એ ભાલકા તીર્થ એ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ એ ધરતી પર પોતાની અંતિમ પળ વિતાવી હતી. એક પ્રકારથી આ લોકની અનેક લીલાઓનું ત્યાં સમાપન થયું હતું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા તે આખા વિસ્તારમાં વિકાસના ઘણાં કામ થઈ રહ્યા છે. હું ભાલકા તીર્થ અને ત્યાં થઈ રહેલા કાર્યો વિશે વિચારી રહ્યો હતો અને મારી નજર એક સુંદર આર્ટ બુક પર પડી. આ પુસ્તક મારા ઘરની બહાર કોઈ મારા માટે છોડીને ગયું હતું. તેમાં ભગવાન શ્રી કૃષ્ણના અનેક રૂપ, અનેક ભવ્ય છબીઓ હતી. ઘણીં જ મોહક છબીઓ હતી અને ઘણી જ મીનીંગફૂલ છબીઓ હતી. મેં પુસ્તકના પાનાં ફેરવવાનું શરૂ કર્યું, તો મારી જિજ્ઞાસા જરા વધી ગઈ. જ્યારે મેં આ પુસ્તક અને તેના બધા ચિત્રોને જોયા અને તેના પર મારા માટે એક સંદેશ લખેલો અને જે એ વાંચ્યું તો મારું મન થયું કે તેમને હું મળું. જે આ પુસ્તક મારા ઘરની બહાર છોડીને જતા રહ્યા હતા, મારે તેમને મળવું જોઈએ. તો મારી ઓફિસે તેમનો સંપર્ક કર્યો. બીજા જ દિવસે તેમને મળવા બોલાવ્યા અને મારી જિજ્ઞાસા આર્ટ બુકને જોઈને એટલી હતી કે શ્રી કૃષ્ણના અલગઅલગ રૂપ જોઈને. આ જ જિજ્ઞાસામાં મારી મુલાકાત થઈ
જદુરાની દાસી જી સાથે. તે અમેરિકન છે, જન્મ અમેરિકામાં થયો, પાલન-પોષણ અમેરિકામાં થયું, જદુરાની દાસી જી ઈસ્કોન સાથે જોડાયેલા છે, હરે કૃષ્ણા મૂવમેન્ટ સાથે જોડાયેલા છે અને તેમની એક બહુ જ મોટી વિશેષતા છે ભક્તિ આર્ટ્સમાં તેઓ નિપુણ છે. તમે જાણો છો હમણાં બે દિવસ પછી જ એક સપ્ટેમ્બરે ઈસ્કોનના સંસ્થાપક શ્રીલ પ્રભુપાદ સ્વામી જીની 125મી જન્મજયંતિ છે. જદુરાની દાસી જી આ જ વિષયમાં ભારત આવ્યા હતા. મારી સામે મોટો સવાલ એ હતો કે જેમનો જન્મ અમેરિકામાં થયો, જે ભારતીય ભાવોથી આટલા દૂર રહ્યા, તેઓ છેલ્લે કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણના આટલા મોહક ચિત્ર બનાવી લે છે. મારી તેમની સાથે લાંબી વાત થઈ હતી પરંતુ હું આપને તેનો કેટલાક ભાગ સંભળાવું છું.
પીએમ સર – જદુરાની જી, હરે કૃષ્ણ
મેં ભક્તિ આર્ટ વિશે બહુ ઓછું વાંચ્યું છે પણ અમારા શ્રોતાઓને તેના વિશે વધુ જણાવો. તેના પ્રત્યેનો તમારો જુસ્સો અને રસ મહાન છે.
જદુરાની જી - તો ભક્તિ આર્ટ, અમારી પાસે ભક્તિ આર્ટ પ્રકાશમાં એક લેખ છે જે સમજાવે છે કે કેવી રીતે આ કલા મન અને કલ્પનાથી નથી આવી રહી પણ તે ભ્રમ સંહિતા જેવા પ્રાચીન વૈદિક ગ્રંથોમાંથી આવેલી છે.
વેં ઓંકારાય પતિતં સ્કિલતં સિકંદ,
વૃંદાવનના ગોસ્વામી તરફથી, ખુદ ભગવાન બ્રહ્મા તરફથી.
ઈશ્વરઃ પરમઃ કૃષ્ણઃ સચ્ચિદાનન્દ વિગ્રહઃ
તે કેવી રીતે વાંસળીનું વહન કરે છે, તેની બધી ઇન્દ્રિયો કેવી રીતે અન્ય ઇન્દ્રિયો માટે કાર્ય કરી શકે છે અને શ્રીમદ ભાગવતમ...
બર્હાપીંડ નટવરપુઃ કર્ણયોઃ કર્ણિકારં
બધું, તે તેના કાન પર કર્ણિકા ફૂલ પહેરે છે, તે તેના કમળના પગની છાપ વૃંદાવનની ભૂમિ પર પાડે છે,
ગાયના ધણ તેના મહિમાનો અવાજ કરે છે, તેની વાંસળી તમામ નસીબદાર માણસોના હૃદય અને મનને આકર્ષે છે. તેથી બધું પ્રાચીન વૈદિક શાસ્ત્રોમાંથી આવેલું છે અને આ શાસ્ત્રોની શક્તિ જે ટ્રાન્સડેન્ટલ વ્યક્તિત્વમાંથી આવી રહી છે અને શુદ્ધ ભક્તો જે કલામાં લાવી રહ્યા છે તેમની શક્તિ છે અને તેથી જ તે પરિવર્તનશીલ છે, તે મારી શક્તિ નથી.
પીએમ સર – જદુરાની જી, મારી પાસે આપના માટે અન્ય પ્રકારનો સવાલ છે. 1966 થી એક રીતે અને 1976 થી શારીરિક રીતે તમે લાંબા સમયથી ભારત સાથે સંકળાયેલા છો, કૃપા કરીને મને કહો કે ભારતનો તમારા માટે અર્થ શું છે?
જદુરાની જી - પ્રધાનમંત્રીજી, ભારત મારા માટે બધું છે. હું થોડા દિવસો પહેલા માનનીય રાષ્ટ્રપતિ સમક્ષ ઉલ્લેખ કરતી હતી કે ભારતે ટેકનિકલ ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી આગળ આવ્યું છે અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ અને આઇફોન અને મોટી ઇમારતો અને ઘણી સુવિધાઓ સાથે પશ્ચિમના કલ્ચરને ખૂબ જ સારી રીતે અનુસરે છે પણ મને ખબર છે કે તે વાસ્તવિક નથી. ભારતનું ગૌરવ. ભારતને ગૌરવશાળી બનાવે છે તે હકીકત એ છે કે કૃષ્ણ પોતે અહીં અવતારી દેખાયા હતા, ભગવાન રામ અહીં દેખાયા હતા, બધી પવિત્ર નદીઓ અહીં છે, વૈષ્ણવ સંસ્કૃતિના તમામ પવિત્ર સ્થળો અહીં છે અને તેથી ભારત ખાસ કરીને વૃંદાવન બ્રહ્માંડમાં સૌથી મહત્વની જગ્યા છે, વૃંદાવન બધા વૈકુંઠ ગ્રહોનો સ્ત્રોત છે, દ્વારિકાનો સ્રોત છે, સમગ્ર ભૌતિક સર્જનનો સ્ત્રોત છે, તેથી હું ભારતને પ્રેમ કરું છું.
પીએમ સર – આપનો આભાર જદુરાની જી...હરે કૃષ્ણા
સાથીઓ, દુનિયાના લોકો જ્યારે આજે ભારતીય અધ્યાત્મ અને દર્શન વિશે આટલું બધું વિચારે છે તો આપણી પણ જવાબદારી છે કે આપણે આ મહાન પરંપરાઓને આગળ લઈ જઈએ. જે સમાપ્ત થાય છે
તેને છોડવાનું જ છે. પરંતુ જે કાળઅતિત છે તેને આગળ પણ લઈ જવાનું છે. આપણે આપણા પર્વ મનાવીએ, તેની વૈજ્ઞાનિકતા ને સમજીએ, તેની પાછળના અર્થને સમજીએ. એટલું જ નહીં દરેક પર્વમાં કોઈને કોઈ સંદેશ હોય છે, કોઈને કોઈ સંસ્કાર હોય છે. આપણે તેને જાણવાનું પણ છે, જીવવાનું પણ છે અને આવનારી પેઢીઓ માટે વારસાના રૂપમાં તેને આગળ વધારવાનું છે. હું ફરી એકવાર બધા દેશવાસીઓ ને જન્માસ્ટમીની ઘણી-ઘણી શુભેચ્છાઓ પાઠવું છું.
મારા પ્રિય દેશવાસીઓ, આ કોરોના સમયમાં સ્વચ્છતાના વિષયમાં મને જેટલી વાતો કરવાની હતી, લાગે છે કદાચ તેમાં થોડી ઉણપ આવી ગઈ હતી. મને પણ લાગે છે કે સ્વચ્છતા ના અભિયાનને આપણે રત્તીભર પણ ઓઝલ નથી થવા દેવું. રાષ્ટ્ર નિર્માણ માટે સહુનો પ્રયાસ કેવી રીતે સહુનો વિકાસ કરે છે તેના ઉદાહરણ આપણને પ્રેરણા પણ આપે છે અને કંઈક કરવા માટે એક નવી ઉર્જા ભરી દે છે, નવો વિશ્વાસ ભરી દે છે, આપણા સંકલ્પમાં પ્રાણ ફૂંકી દે છે. આપણે તે બહુ સારી રીતે જાણીએ છીએ કે જ્યારે પણ સ્વચ્છ ભારત અભિયાનની વાત આવે છે તો ઈન્દોરનું નામ આવે જ આવે છે કારણ કે ઈન્દોરે સ્વચ્છતાના સંબંધમાં પોતાની એક વિશેષ ઓળખ બનાવી છે અને ઈન્દોરના નાગરિકો તેના અભિનંદનના અધિકારી પણ છે. આપણું આ ઈન્દોર કેટલાય વર્ષોથી સ્વચ્છ ભારત રેંકિંગ માં પહેલા નંબર પર રહ્યું છે. હવે ઈન્દોરના લોકો સ્વચ્છ ભારતના આ રેંકિંગથી સંતોષ મેળવીને બેસવા નથી માંગતા, આગળ વધવા માગે છે, કંઈક નવું કરવા માગે છે.
અને તેમણે શું મનમાં નક્કી કરી લીધું છે, તેમણે વોટર પ્લસ સીટી બનાવી રાખવા માટે ખરા દિલથી જોડાઈ ગયા છે. વોટર પ્લસ સીટી એટલે કે એવું શહેર જ્યાં ટ્રીટમેન્ટ વગર કોઈપણ સીવેજ કોઈ સાર્વજનિક જળ સ્ત્રોતમાં નાખવામાં નથી આવતું. અહીંના નાગરિકોએ પોતે આગળ આવીને પોતાના નાળાઓને સીવર લાઈન સાથે જોડ્યા છે. સ્વચ્છતા અભિયાન પણ ચલાવ્યું છે અને તેને કારણે સરસ્વતી અને કાન્હ નદીઓમાં ઠલવાતું ગંદુ પાણી પણ ઘણું ઓછું થયું છે અને સુધારો નજરે પડી રહ્યો છે. આજે જ્યારે આપણો દેશ આઝાદી કા અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે તો આપણે એ યાદ રાખવાનું છે કે સ્વચ્છ ભારત અભિયાનના સંકલ્પોને આપણે ક્યારેય મંદ પડવા દેવાના નથી. આપણા દેશમાં જેટલા વધારે શહેરો વોટર પ્લસ સીટી હશે, તેટલી જ સ્વચ્છતા પણ વધશે, આપણી નદીઓ પણ સાફ રહેશે અને પાણી બચાવવાની એક માનવીય જવાબદારી નિભાવવાના સંસ્કાર પણ હશે.
સાથીઓ મારી સામે એક ઉદાહરણ બિહારના મધુબનીથી આવ્યું છે. મધુબનીમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કૃષિ વિશ્વવિદ્યાલય અને ત્યાંના સ્થાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ મળીને એક સારો પ્રયાસ કર્યો છે. તેનો લાભ ખેડૂતોને તો થઈ જ રહ્યો છે, તેનાથી સ્વચ્છ ભારત અભિયાનને પણ નવી તાકાત મળી રહી છે. વિશ્વવિદ્યાલયની આ પહેલનું નામ છે – સુખેત મોડલ... સુખેત મોડલનો હેતુ છે ગામોમાંથી પ્રદૂષણને ઘટાડવાનો છે. આ મોડલ હેઠળ ગામના ખેડૂતો પાસેથી ગોબર અને ખેતર-ઘરમાંથી નીકળનારો અન્ય કચરો એકઠો કરવામાં આવે છે અને બદલામાં ગામના લોકોને રસોઈ ગેસ સિલિંડર માટે પૈસા આપવામાં આવે છે.
જે કચરો ગામમાંથી એકત્રિત થાય છે તેના સમાધાન માટે વર્મી કમ્પોસ્ટ બનાવવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. એટલે કે સુખેત મોડલના ચાર લાભ તો સીધેસીધા નજરે પડી રહ્યા છે. એક તો ગામોને પ્રદૂષણથી મુક્તિ, બીજું ગામોને ગંદકીથી મુક્તિ, ત્રીજું ગામના લોકોને રસોઈ ગેસ સિલિંડર માટે પૈસા, અને ચોથું ગામના ખેડૂતોને જૈવિક ખાતર. તમે વિચારો, આવી રીતના પ્રયત્નો આપણા ગામોની શક્તિને કેટલી વધારી શકે છે. આ જ તો આત્મનિર્ભરતાનો વિષય છે. હું દેશની પ્રત્યેક પંચાયતને કહીશ કે આવું કંઈક કરવાનું તેઓ પણ તેમને ત્યાં વિચારે. અને સાથીઓ, જ્યારે આપણે એક લક્ષ્ય લઈને નીકળી પડીએ છીએ ત્યારે પરિણામ મળવું નિશ્ચિત જ હોય છે. હવે જુઓ આપણા તમિલનાડુમાં શિવગંગા જિલ્લાની કાન્જીરંગાલ પંચાયત. જુઓ આ નાની પંચાયતે શું કર્યું, અહીં આપને વેસ્ટથી વેલ્થ નું વધુ એક મોડલ જોવા મળશે. અહીંયા ગ્રામ પંચાયતે સ્થાનિક લોકો સાથે મળીને કચરામાંથી વિજળી બનાવાનો એક લોકલ પ્રોજેક્ટ પોતાના ગામમાં લગાવી દીધો છે. આખા ગામમાંથી કચરો ભેગો થાય છે તેમાંથી વિજળી બને છે અને બચેલા પ્રોડક્ટને કિટનાશકના રૂપમાં વેચી દેવામાં પણ આવે છે. ગામના આ પાવર પ્લાન્ટની ક્ષમતા પ્રતિદિવસ બે ટન કચરાના નિસ્તારણની છે. તેનાથી બનનારી વિજળી ગામની સ્ટ્રીટ લાઈટ અને બીજી અન્ય જરૂરિયાતોમાં ઉપયોગ થઈ રહી છે. તેનાથી પંચાયતના પૈસા તો બચી જ રહ્યા છે તે પૈસા વિકાસના બીજા કામોમાં વાપરવામાં આવી રહ્યા છે. હવે મને જણાવો, તમિલનાડુના શિવગંગા જિલ્લાની એક નાની પંચાયત આપણે બધા દેશવાસીઓને કંઈક કરવાની પ્રેરણા આપે છે કે નથી આપતી. કમાલ કર્યો છે આ લોકોએ.
મારા પ્રિય દેશવાસીઓ,
મન કી બાત હે ભારતની સીમાઓ સુધી સીમિત નથી રહ્યું. દુનિયાના અલગ અલગ ખૂણાઓમાં પણ મન કી બાત ની ચર્ચા થાય છે. અને વિદેશોમાં રહેતા આપણા ભારતીય સમુદાયના લોકો છે, તેઓ પણ મને ઘણી નવી નવી જાણકારી આપતા રહે છે. અને મને પણ ક્યારેક ક્યારેક મન કી બાતમાં વિદેશોમાં જે અનોખા કાર્યક્રમ ચાલે છે તેની વાતો તમારી સાથે વહેંચલી ગમે છે. આજે પણ હું આપનો કેટલાક એવા લોકો સાથે પરિચય કરાવીશ પરંતુ તે પહેલા હું તમને એક ઓડિયો સંભળાવવા માંગુ છું. જરા ધ્યાનથી સાંભળજો.
સંસ્કૃત ઓડિયો.... (આર જે ગંગા)
##
[रेडियो युनिटी नाईन्टी एफ्.एम्.-2]
नमोनमः सर्वेभ्यः | मम नाम गङ्गा | भवन्तः शृण्वन्तु रेडियो-युनिटी-नवति-एफ्.एम् –‘एकभारतं श्रेष्ठ-भारतम्’ | अहम् एकतामूर्तेः मार्गदर्शिका एवं रेडियो-युनिटी-माध्यमे आर्.जे. अस्मि | अद्य संस्कृतदिनम् अस्ति | सर्वेभ्यः बहव्यः शुभकामनाः सन्ति| सरदार-वल्लभभाई-पटेलमहोदयः ‘लौहपुरुषः’ इत्युच्यते | २०१३-तमे वर्षे लौहसंग्रहस्य अभियानम् प्रारब्धम् | १३४-टन-परिमितस्य लौहस्य गलनं कृतम् | झारखण्डस्य एकः कृषकः मुद्गरस्य दानं कृतवान् | भवन्तः शृण्वन्तु रेडियो-युनिटी-नवति-एफ्.एम् –‘एकभारतं श्रेष्ठ-भारतम्’ |
[रेडियो युनिटी नाईन्टी एफ्.एम्.-2]
##
સાથીઓ.. ભાષા તો તમે સમજી જ ગયા હશો. આ રેડિયો પર સંસ્કૃતમાં વાત કરવામાં આવી રહી છે અને જે વાત કરી રહ્યા છે તે છે આરજે ગંગા. આરજે ગંગા, ગુજરાતના રેડિયો જોકી ના ગ્રુપના એક સભ્ય છે. તેમના અન્ય પણ સાથીઓ છે, જેમ કે આરજે નિલમ, આરજે ગુરુ અને આરજે હેતલ. આ બધા લોકો મળીને ગુજરાતમાં, કેવડિયામાં આ સમયે સંસ્કૃત ભાષાનું માન વધારવામાં લાગેલા છે. અને તમને ખબર છે ને આ કેવડિયા એ જ છે જ્યાં દુનિયાનું સૌથી ઉંચું સ્ટેચ્યુ, આપણા દેશનું ગૌરવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં છે, તે કેવડિયાની હું વાત કરું છું. અને આ બધા રેડિયો જોકીઝ છે જે એક સાથે કેટલીયે ભૂમિકા નિભાવે છે. તેઓ ગાઈડના રૂપમાં પણ પોતાની સેવા આપે છે, અને સાથે સાથે કોમ્યુનિટી રેડિયો ઈનિશિયેટીવ, રેડિયો યુનિટી 90 એફએમ, તેનું પણ સંચાલન કરે છે. આ આરજે, પોતાના શ્રોતાઓ સાથે સંસ્કૃતમાં વાત કરે છે, તેમને સંસ્કૃતમાં જાણકારી ઉપલબ્ધ કરાવે છે.
સાથીઓ, આપણે ત્યાં સંસ્કૃત વિશે કહેવામાં આવ્યું છે –
અમૃતમ, સંસ્કૃતમ, મિત્ર, સરસમ્ સરલમ્ વચઃ
એકતા મૂલકમ્ રાષ્ટ્રે, જ્ઞાન વિજ્ઞાન પોષકમ્...
એટલે કે આપણી સંસ્કૃત ભાષા સરસ પણ છે, સરળ પણ છે.
સંસ્કૃત, તેના વિચારો, આપણા સાહિત્યના માધ્યમથી તે જ્ઞાન વિજ્ઞાન અને રાષ્ટ્રની એકતાનું પણ પોષણ કરે છે, તેને મજબૂત કરે છે. સંસ્કૃત સાહિત્યમાં માનવતા અને જ્ઞાનનું એવું જ દિવ્ય દર્શન છે,
જે કોઈને પણ આકર્ષિત કરી શકે છે. હાલમાં જ મને કેટલાય એવા લોકો વિશે જાણવા મળ્યું, જે વિદેશોમાં સંસ્કૃત ભણાવવાનું પ્રેરક કાર્ય કરી રહ્યા છે. એવા જ એક વ્યક્તિ છે શ્રીમાન રટગર કોર્ટેનહોસ્ટ, જે આયરલેન્ડમાં સંસ્કૃતના જાણીતા વિદ્વાન અને શિક્ષક છે અને ત્યાંના બાળકોને સંસ્કૃત ભણાવે છે. અહીં આપણે ત્યાં પૂર્વમાં ભારત અને થાઈલેન્ડ વચ્ચે સાંસ્કૃતિક સંબંધોની મજબૂતીમાં સંસ્કૃત ભાષાની પણ એક મહત્વની ભૂમિકા છે. ડો. ચિરાપત પ્રપંડવિદ્યા અને ડો. કુસુમા રક્ષામણી, આ બંને થાઈલેન્ડમાં સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસારમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. તેમણે થાઈ અને સંસ્કૃત ભાષામાં તુલનાત્મક સાહિત્યની પણ રચના કરી છે. એવા જ એક પ્રોફેસર છે શ્રીમાન બોરિસ જાખરિન, રશિયામાં મોસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાં તેઓ સંસ્કૃત ભણાવે છે. તેમણે કેટલાય શોધ પત્રો અને પુસ્તકો પ્રકાશિત કર્યા છે. તેમણે કેટલાય પુસ્તકોનો સંસ્કૃત ભાષામાંથી રશિયન ભાષામાં અનુવાદ પણ કર્યો છે. તેવી જ રીતે સિડની સંસ્કૃત સ્કૂલ, ઓસ્ટ્રેલિયાના એ પ્રમુખ સંસ્થાઓમાંની એક છે જ્યાં વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષા ભણાવવામાં આવે છે. આ સ્કૂલ બાળકો માટે સંસ્કૃત ગ્રામર કેમ્પ, સંસ્કૃત નાટક અને સંસ્કૃત દિવસ જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરે છે.
સાથીઓ, હાલના દિવસોમાં જે પ્રયાસો થયા છે, તેનાથી સંસ્કૃતને લઈને એક નવી જાગૃતિ આવી છે. હવે સમય છે કે આ દિશામાં આપણે આપણા પ્રયત્નો વધારીએ. આપણા વારસાને સાચવવો, તેને સંભાળવો, નવી પેઢીને આપવો, આ બધા આપણા કર્તવ્ય છે અને ભાવી પેઢીનો તેના પર હક પણ છે. હવે સમય છે આ કામો માટે પણ બધાનો પ્રયત્ન વધે.
સાથીઓ, જો આપ પણ આવી જ રીતના પ્રયત્નોમાં જોડાયેલા એવા કોઈ વ્યક્તિને જાણો છો, આવી કોઈ જાણકારી તમારી પાસે છે, તો #CelebratingSanskrit સાથે સોશિયલ મીડિયા પર તેને સંબંધિત જાણકારી ચોક્કસ શેર કરો.
મારા પ્રિય દેશવાસીઓ, આવનારા થોડા દિવસોમાં જ વિશ્વકર્મા જયંતિ પણ આવવાની છે. ભગવાન વિશ્વકર્માને આપણે ત્યાં વિશ્વની સર્જન શક્તિનું પ્રતિક માનવામાં આવ્યા છે. જે પણ પોતાના કૌશલ્યોથી કોઈ વસ્તુનું નિર્માણ કરે છે, સર્જન કરે છે, પછી તે સિવણ કામ હોય, સોફ્ટવેર હોય, કે પછી સેટેલાઈટ, આ બધું ભગવાન વિશ્વકર્માનું પ્રગટીકરણ છે. દુનિયામાં ભલે સ્કિલની ઓળખ આજે નવી રીતે થઈ રહી છે, પરંતુ આપણા ઋષિઓએ તો હજારો વર્ષોથી સ્કિલ અને સ્કેલ પર ભાર આપ્યો છે. તેમણે સ્કિલને, આવડતને, કૌશલને, આસ્થા સાથે જોડીને આપણા જીવન દર્શનનો ભાગ બનાવી દીધો છે. આપણા વેદોએ પણ કેટલાય સૂક્ત ભગવાન વિશ્વકર્માને સમર્પિત કરી દીધા છે. સૃષ્ટિની જેટલી પણ મોટી રચનાઓ છે, જે પણ નવા અને મોટા કામ થયા છે, આપણા શાસ્ત્રોમાં તેનો શ્રેય ભગવાન વિશ્વકર્માને જ આપ્યો છે. તે એક રીતે એ વાતનું પ્રતિક છે કે સંસારમાં જે કંઈ પણ ડેવેલપમેન્ટ અને ઈનોવેશન થાય છે, તે સ્કિલને મારફતે જ થાય છે. ભગવાન વિશ્વકર્મા ની જયંતિ અને તેમની પૂજાની પાછળ આ જ ભાવ છે. અને આપણા શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે, -
વિશ્વસ્ય કૃતે યસ્ય કર્મવ્યાપારઃ સઃ વિશ્વકર્મા...
એટલે કે જે સૃષ્ટિ અને નિર્માણથી જોડાયેલા બધા લોકો કર્મ કરે છે તેઓ વિશ્વકર્મા છે. આપણા શાસ્ત્રોની નજરમાં આપણી આસપાસ નિર્માણ અને સર્જનમાં લાગેલા જેટલા પણ સ્કિલ્ડ, કુશળ લોકો છે, તેઓ ભગવાન વિશ્વકર્માનો વારસો છે. તેના વગર આપણે આપણા જીવનની કલ્પના પણ નથી કરી શકતા. તમે વિચારી જુઓ, તમારા ઘરમાં વિજળીની કોઈ સમસ્યા આવી જાય અને તમને કોઈ ઈલેક્ટ્રિશિયન ન મળે તો શું થશે? તમારી સામે આટલી મોટી પરેશાની આવી જશે. આપણું જીવન આવા જ અનેક સ્કિલ્ડ લોકોને કારણે ચાલે છે. તમે તમારી આસપાસ જુઓ, લોખંડનું કામ કરનારા હોય, માટીના વાસણો બનાવનારા હોય, લાકડાનો સામાન બનાવનારા હોય, વિજળીનું કામ કરનારા લોકો હોય, ઘરમાં પેઈન્ટ કરનારા લોકો હોય, સફાઈ કર્મી હોય કે પછી મોબાઈલ-લેપટોપનું રિપેર કરનારા આ બધા સાથી પોતાની સ્કિલને કારણે જ ઓળખાય છે. આધુનિક સ્વરૂપમાં તેઓ પણ વિશ્વકર્મા જ છે. પરંતુ સાથીઓ, તેનું એક પાસું એ પણ છે અને તે ક્યારેક ક્યારેક ચિંતા પણ કરાવે છે. જે દેશમાં, જ્યાંની સંસ્કૃતિમાં, પરંપરામાં, વિચારમાં, કૌશલ્યને, સ્કિલ મેનપાવર ને ભગવાન વિશ્વકર્મા સાથે જોડી દેવામાં આવ્યા હોય, ત્યાં સ્થિતી કેવી રીતે બદલાઈ ગઈ, એક સમય, આપણા પારિવારિક જીવન, સામાજિક જીવન, રાષ્ટ્ર જીવન, પર કૌશલ્યનો બહુ મોટો પ્રભાવ રહેતો હતો. પરંતુ ગુલામીના લાંબા સમયમાં કુશળતાને આ રીતનું સન્માન આપનારી ભાવના ધીરે ધીરે વિસરાઈ ગઈ. વિચાર કંઈક એવો થઈ ગયો છે કે કુશળતા આધારિત કાર્યોને નાનું સમજવામાં આવ્યું. અને હવે આજે જુઓ, આખી દુનિયા સૌથી વધારે કુશળતા એટલે કે સ્કિલ પર જ જોર આપે છે.
ભગવાન વિશ્વકર્માની પૂજા પણ માત્ર ઔપચારિકતાઓથી જ પૂરી નથી થઈ. આપણે કૌશલ્યને સન્માન આપવું પડશે, કુશળ બનવા માટે મહેનત પણ કરવી પડશે. કુશળ હોવાનું ગૌરવ પણ હોવું જોઈએ. જ્યારે આપણે કંઈકને કંઈક નવું કરીએ, કંઈક ઈનોવેટ કરીએ, કંઈક એવું સર્જન કરીએ, જેનાથી સમાજનું હિત થાય, લોકોનું જીવન સરળ બને, ત્યારે આપણી વિશ્વકર્મા પૂજા સાર્થક થશે. આજે દુનિયામાં સ્કિલ્ડ લોકો માટે અવસરોની અછત નથી. પ્રગતિને કેટલાય માર્ગો આજે સ્કિલ થી તૈયાર થઈ રહ્યા છે. તો આવો આ વખતે આપણે ભગવાન વિશ્વકર્માની પૂજા પર આસ્થાની સાથે-સાથે તેમના સંદેશને પણ અપનાવવાનો સંકલ્પ કરીએ. આપણી પૂજાનો ભાવ એ જ હોવો જોઈએ કે આપણે સ્કિલના મહત્વને સમજીશું અને સ્કિલ્ડ લોકોને, પછી તે કોઈપણ કામ કરતા હોય, તેમને પૂરું સન્માન પણ આપીશું.
મારા પ્રિય દેશવાસીઓ, આ સમય આઝાદીના 75માં વર્ષનો છે. આ વર્ષે તો આપણે રોજ નવા સંકલ્પ લેવાના છે, નવું વિચારવાનું છે, અને કંઈક નવું કરવાની આપણી ઉત્કંઠા પણ વધારવાની છે. આપણું ભારત જ્યારે આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે ત્યારે આપણા આ સંકલ્પ જ તેની સફળતાના પાયામાં નજરે પડશે. તેથી આપણે આ મોકો ગુમાવવાનો નથી. આપણે તેમાં વધારેમાં વધારે યોગદાન આપવાનું છે. અને આ પ્રયાસો વચ્ચે આપણે વધુ એકવાત યાદ રાખવાની છે. દવા પણ અને કડકાઈ પણ. દેશમાં 62 કરોડથી પણ વધારે વેક્સિનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે પરંતુ તેમ છતાં આપણે સાવધાની રાખવાની છે, સતર્કતા રાખવાની છે. અને હાં... હંમેશાની જેમ, જ્યારે પણ તમે કંઈક નવું કરો, નવું વિચારો,
તો તેમાં મને ચોક્કસ સામેલ કરશો. મને આપના પત્ર અને મેસેજની રાહ રહેશે. એ જ આશા સાથે, આપ બધાને આવનારા પર્વોની ફરી એકવાર ઘણી શુભેચ્છાઓ... ખૂબ ખૂબ ધન્યવાદ....
નમસ્કાર....
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર.
બે દિવસ પહેલાં જ કેટલીક અદ્ભૂત તસવીરો, કેટલીક યાદગાર પળો, હજુ પણ મારી આંખોની સામે છે. આથી આ વખતે ‘મન કી બાત’ની શરૂઆત એ જ પળોથી કરીએ છીએ. ટૉક્યો ઑલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓને તિરંગો લઈને ચાલતા જોઈને હું જ નહીં, સમગ્ર દેશ રોમાંચિત થઈ ગયો. સમગ્ર દેશે જાણે કે એક થઈને પોતાના આ યૌદ્ધાઓને કહ્યું,
વિજયી ભવ । વિજયી ભવ ।
જ્યારે આ ખેલાડીઓ ભારતથી ગયા હતા તો મને તેમની સાથે વાતચીત કરવાની, તેમના વિશે જાણવાની અને દેશને જણાવવાની તક મળી હતી. આ ખેલાડીઓ, જીવનના અનેક પડકારોને પાર કરીને અહીં પહોંચ્યા છે. આજે તેમની પાસે, તમારા પ્રેમ અને સમર્થનની તાકાત છે. આથી, આવો મળીને આપણાં બધાં ખેલાડીઓઓને આપણી શુભકામનાઓ આપીએ, તેમની હિંમત વધારીએ. સૉશિયલ મિડિયા પર ઑલિમ્પિક્સ ખેલાડીઓના સમર્થન માટે આપણું વિક્ટરી પંચ કેમ્પેઇન હવે શરૂ થઈ ચૂક્યું છે. તમે પણ પોતાની ટીમ સાથે પોતાનો વિક્ટરી પંચ શૅર કરો ભારત માટે ચીયર કરો.
સાથીઓ, જે દેશ માટે તિરંગો ઉઠાવે છે તેમના સમ્માનમાં ભાવનાઓ ઉમટી આવવી સ્વાભાવિક છે. દેશભક્તિની આ ભાવના, આપણને બધાંને જોડે છે. કાલે એટલે કે ૨૬ જુલાઈએ ‘કારગિલ વિજય દિવસ’ પણ છે. કારગિલનું યુદ્ધ ભારતની સેનાઓના શૌર્ય અને સંયમનું એવું પ્રતીક છે, જેને સમગ્ર દુનિયાએ જોયું છે. આ વખતે આ ગૌરવશાળી દિવસ પણ ‘અમૃત મહોત્સવ’ની વચ્ચે મનાવવામાં આવશે. આથી તે વધુ પણ ખાસ થઈ જાય છે. હું ઈચ્છીશ કે તમે કારગિલની રોમાંચિત કરી દેનારી ગાથા જરૂર વાંચજો, કારગિલના વીરોને આપણે બધાં નમન કરીએ.
સાથીઓ, આ વખતે ૧૫ ઑગસ્ટના રોજ દેશ પોતાના સ્વતંત્રતાના ૭૫મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. એ આપણા બધાનું મોટું સૌભાગ્ય છે કે જે સ્વતંત્રતા માટે દેશે સદીઓની રાહ જોઈ, તેનાં ૭૫ વર્ષ થવાના આપણે સાક્ષી બની રહ્યા છીએ. તમને યાદ હશે, સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ મનાવવા માટે ૧૨ માર્ચના રોજ બાપુના સાબરમતી આશ્રમથી ‘અમૃત મહોત્સવ’ની શરૂઆત થઈ હતી. આ દિવસે બાપુની દાંડી યાત્રાને પણ પુનર્જીવિત કરવામાં આવી હતી, ત્યારથી જમ્મુ-કાશ્મીરથી લઈને પુડુચેરી સુધી, ગુજરાતથી લઈને પૂર્વોત્તર સુધી, દેશભરમાં ‘અમૃત મહોત્સવ’ સાથે જોડાયેલા કાર્યક્રમો ચાલી રહ્યા છે. અનેક એવી ઘટનાઓ, આવા સ્વતંત્રતા સૈનિકો, જેમનું યોગદાન તો ઘણું મોટું છે, પરંતુ તેટલી ચર્ચા નથી થઈ શકી, આજે લોકો તેમના વિશે પણ જાણી શકે છે. હવે, જેમ કે, મોઇરાંગ ડેને જ લો. મણિપુરનું નાનકડું ગામ મોઇરાંગ, ક્યારેક નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજ એટલે કે આઈએનએનું એક પ્રમુખ ઠેકાણું હતું. અહીં, સ્વતંત્રતાના પહેલાં જ, આઈએનએના કર્નલ શૌકત મલિકજીએ ઝંડો લહેરાવ્યો હતો.
‘અમૃત મહોત્સવ’ દરમિયાન ૧૪ એપ્રિલે તે મોઇરાંગમાં એક વાર ફરી તિરંગો લહેરાવવામાં આવ્યો. એવા કેટલાય સ્વાધીનતા સેનાની અને મહાપુરુષ છે જેમને ‘અમૃત મહોત્સવ’માં દેશ યાદ કરી રહ્યો છે. સરકાર અને સામાજિક સંગઠનોની તરફથી પણ સતત તેની સાથે જોડાયેલા કાર્યક્રમ આયોજિત કરાઈ રહ્યા છે. આવું જ એક આયોજન આ વખતે ૧૫ ઑગસ્ટે થવા જઈ રહ્યું છે, તે એક પ્રયાસ છે- રાષ્ટ્રગાન સાથે જોડાયેલો. સાંસ્કૃતિક મંત્રાલયનો પ્રયત્ન છે કે આ દિવસે વધુમાં વધુ ભારતવાસીઓ મળીને રાષ્ટ્રગાન ગાય, તેના માટે એક વેબસાઇટ પણ બનાવવામાં આવી છે- રાષ્ટ્રગાન ડૉટ ઇન. આ વેબસાઇટની મદદથી તમે રાષ્ટ્રગાન ગાઈને તેને રેકૉર્ડ કરી શકશો, આ અભિયાન સાથે જોડાઈ શકશો. મને આશા છે, તમે આ અનોખી પહેલ સાથે જરૂર જોડાશો. આ રીતે ઘણાં બધાં અભિયાન, ઘણા બધા પ્રયાસ તમને આવનારા દિવસોમાં જોવા મળશે. ‘અમૃત મહોત્સવ’ કોઈ સરકારનો કાર્યક્રમ નથી, કોઈ રાજકીય પક્ષનો કાર્યક્રમ નથી, તે કોટિ-કોટિ ભારતવાસીઓનો કાર્યક્રમ છે. દરેક સ્વતંત્ર અને કૃતજ્ઞ ભારતીયનું પોતાના સ્વતંત્ર સેનાનીઓને નમન છે અને આ મહોત્સવની મૂળ ભાવનાનો વિસ્તાર તો બહુ જ વિશાળ છે- આ ભાવના છે, પોતાના સ્વાતંત્ર્ય સૈનિકોના માર્ગ પર ચાલવું, તેમનાં સપનાંનો દેશ બનાવવો. જેમ, દેશની સ્વતંત્રતાના ઈચ્છુકો, સ્વતંત્રતા માટે એક થઈ ગયા હતા તેમ જ આપણે દેશના વિકાસ માટે એક થઈ જવાનું છે. આપણે દેશ માટે જીવવાનું છે, દેશ માટે કામ કરવાનું છે અને તેમાં નાના-નાના પ્રયાસો પણ મોટું પરિણામ લાવી શકે છે. રોજનું કામકાજ કરતા કરતાં પણ આપણે રાષ્ટ્ર નિર્માણ કરી શકીએ છીએ જેમ કે વૉકલ ફૉર લૉકલ. આપણા દેશના સ્થાનિક વેપારીઓ, કલાકારો, શિલ્પકારો, વણકરોનું સમર્થન કરવું, આપણા સહજ સ્વભાવમાં હોવું જોઈએ. ૭ ઑગસ્ટે આવનાર નેશનલ હેન્ડલૂમ ડૅ, એક એવો અવસર છે જ્યારે આપણે પ્રયાસપૂર્વક આ કામ કરી શકીએ છીએ. નેશનલ હેન્ડલૂમ ડૅની સાથે ખૂબ જ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોડાયેલી છે. આ દિવસે, ૧૯૦૫માં સ્વદેશી આંદોલનની શરૂઆત થઈ હતી.
સાથીઓ, આપણા દેશના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં, હેન્ડલૂમ, કમાણીનું બહુ મોટું સાધન છે. આ એવું ક્ષેત્ર છે જેનાથી લાખો મહિલાઓ, લાખો વણકરો, લાખો શિલ્પી જોડાયેલાં છે. તમારા નાના-નાના પ્રયાસ વણકરોમાં એક નવી આશા જગાડશે. તમે, પોતે કંઈ ને કંઈ તો ખરીદો જ, અને પોતાની વાત બીજાને પણ કહો, અને જ્યારે આપણે સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ મનાવી રહ્યા છે ત્યારે તો આટલું કરવું આપણી જવાબદારી જ છે ભાઈઓ. તમે જોયું હશે, વર્ષ ૨૦૧૪ પછી જ ‘મન કી બાત’માં આપણે ઘણી વાર ખાદીની વાત કરીએ છીએ. આ તમારો જ પ્રયાસ છે કે આજે દેશમાં ખાદીનું વેચાણ અનેક ગણું વધી ગયું છે. શું કોઈએ વિચાર્યું હતું કે ખાદીના કોઈ સ્ટૉરમાંથી એક દિવસમાં એક કરોડ રૂપિયાથી વધારાનું વેચાણ થઈ શકે છે? પરંતુ તમે તે પણ કરી દેખાડ્યું છે. તમે જ્યારે પણ ક્યાંય પણ ખાદીનું કંઈક ખરીદો છો તો તેનો લાભ આપણા ગરીબ વણકર ભાઈઓ-બહેનોને જ મળે છે. આથી ખાદી ખરીદવી એક રીતે જનસેવા પણ છે, દેશ સેવા પણ છે. મારો તમને અનુરોધ છે કે તમે બધા મારા પ્રિય ભાઈઓ-બહેનો ગ્રામીણ વિસ્તારોમાં બની રહેલાં હેન્ડલૂમ ઉત્પાદનો જરૂર ખરીદો અને તેને #MyHandloomMyPride સાથે શૅર કરો.
સાથીઓ, વાત જ્યારે સ્વતંત્રતાના આંદોલન અને ખાદીની હોય તો પૂજ્ય બાપુનું સ્મરણ થવું સ્વાભાવિક છે. જેમ બાપુના નેતૃત્વમાં ‘ભારત છોડો આંદોલન’ ચાલ્યું હતું, તે જ રીતે આજે દરેક દેશવાસીએ ‘ભારત જોડો આંદોલન’નું નેતૃત્વ કરવાનું છે. એ આપણું કર્તવ્ય છે કે આપણે આપણું કામ એ રીતે કરીએ જે વિવિધતાઓ સાથે આપણા ભારતને જોડવામાં મદદગાર હોય. તો આવો, આપણે ‘અમૃત મહોત્સવ’ નિમિત્તે, આ અમૃત સંકલ્પ લઈએ કે દેશ જ આપણી સૌથી મોટી આસ્થા સૌથી મોટી પ્રાથમિકતા બની રહેશે. ‘Nation First, Always First’ ના મંત્રની સાથે જ આપણે આગળ વધવાનું છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે, હું ‘મન કી બાત’ સાંભળી રહેલા મારા યુવા સાથીઓનો વિશેષ આભાર વ્યક્ત કરવા માગું છું. હમણાં કેટલાક દિવસો પહેલાં જ MyGovની તરફથી ‘મન કી બાત’ના શ્રોતાઓ વિશે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં એ જોવામાં આવ્યું કે ‘મન કી બાત’ માટે સંદેશ અને સૂચન મોકલનારાઓમાં પ્રમુખ રીતે કયા લોકો છે. અભ્યાસ પછી એ જાણકારી સામે આવી કે સંદેશ અને સૂચન કરનારા લોકોમાં લગભગ ૭૫ ટકા લોકો ૩૫ વર્ષથી ઓછી ઉંમરના હોય છે એટલે કે ભારતની યુવા શક્તિનાં સૂચનો ‘મન કી બાત’ને દિશા આપી રહ્યાં છે. હું તેને બહુ સારા સંકેતના રૂપમાં જોઉં છું. ‘મન કી બાત’ એક એવું માધ્યમ છે જ્યાં સકારાત્મકતા છે- સંવેદનશીલતા છે. ‘મન કી બાત’માં આપણે સકારાત્મક વાતો કરીએ છીએ, તેની લાક્ષણિકતા સામૂહિક છે. સકારાત્મક વિચારો અને સૂચનો માટે ભારતના યુવાઓની આ સક્રિયતા મને આનંદિત કરે છે. મને એ વાતનો આનંદ છે કે ‘મન કી બાત’ના માધ્યમથી મને યુવાઓના મનને પણ જાણવાનો અવસર મળે છે.
સાથીઓ, તમારા લોકો તરફથી મળતાં સૂચનો જ ‘મન કી બાત’ની સાચી તાકાત છે. તમારાં સૂચનો જ ‘મન કી બાત’ના માધ્યમથી ભારતની વિવિધતાને પ્રગટ કરે છે, ભારતવાસીઓની સેવા અને ત્યાગની સુગંધને ચારેય દિશાઓમાં ફેલાવે છે, આપણા મહેનતુ યુવાઓની શોધોથી બધાને પ્રેરે છે. ‘મન કી બાત’માં તમે અનેક પ્રકારના વિચારો મોકલો છો. આપણે બધા પર તો ચર્ચા નથી કરી શકતા, પરંતુ તેમાંના ઘણા વિચારોને હું સંબંધિત વિભાગોને જરૂર મોકલું છું, જેથી તેના પર આગળ કામ કરી શકાય.
સાથીઓ, હું તમને સાઈ પ્રનીથજીના પ્રયાસો વિશે જણાવવા માગું છું. સાઈ પ્રનીથજી એક સૉફ્ટવેર એન્જિનિયર છે. આંધ્ર પ્રદેશના નિવાસી છે. ગયા વર્ષે તેમણે જોયું કે તેમને ત્યાં ઋતુ બગડવાના કારણે ખેડૂતોને ઘણું નુકસાન વેઠવું પડ્યું હતું. હવામાન વિજ્ઞાનમાં તેમનો રસ વર્ષોથી હતો. આથી તેમણે પોતાનો રસ અને પોતાની પ્રતિભાને ખેડૂતોની ભલાઈ માટે ઉપયોગી બનાવવાનો નિર્ણય કર્યો. હવે તેઓ અલગ-અલગ ડેટા સૉર્સમાંથી વેધર ડેટા ખરીદે છે, તેનું વિશ્લેષણ કરે છે અને સ્થાનિક ભાષામાં અલગ-અલગ માધ્યમોથી ખેડૂતોને જરૂરી જાણકારી પહોંચાડે છે. વેધર અપડેટ ઉપરાંત, પ્રનીથજી અલગ આબોહવા સ્થિતિમાં લોકોએ શું કરવું જોઈએ, તેનું માર્ગદર્શન પણ આપે છે. ખાસ કરીને પૂરથી બચવા માટે કે પછી તોફાન કે વીજળી પડવા પર કેવી રીતે બચવું જોઈએ તેના વિશે પણ તેઓ લોકોને જણાવે છે.
સાથીઓ, એક તરફ, આ નવયુવાન સૉફ્ટવેર એન્જિનિયરનો આ પ્રયાસ પણ આપણા મનને સ્પર્શી જશે તો બીજી તરફ આપણા બીજા એક સાથી દ્વારા કરવામાં આવી રહેલ ટૅક્નૉલૉજીનો ઉપયોગ પણ તમને આશ્ચર્યચકિત કરી દેશે. આ સાથી છે ઓડિશાના સંબલપુર જિલ્લાના એક ગામમાં રહેનારા શ્રીમાન ઈસાક મુંડા જી. ઈસાક પણ ક્યારેક એક દહાડિયા મજૂરના રૂપમાં કામ કરતા હતા, પરંતુ હવે તેઓ ઇન્ટરનેટ પર જાણીતી હસ્તિ બની ગયા છે. પોતાની યૂટ્યૂબ ચેનલ દ્વારા તેઓ ઘણા રૂપિયા કમાઈ રહ્યા છે. તેઓ પોતાના વિડિયોમાં સ્થાનિક વાનગીઓ, પારંપરિક ખાણીપીણીની ટેવોને મુખ્યત્વે દર્શાવે છે. એક યૂટ્યૂબરના રૂપમાં તેમની યાત્રા માર્ચ ૨૦૨૦થી શરૂ થઈ હતી જ્યારે તેમણે ઓડિશાની જાણીતી સ્થાનિક વાનગી પખાલ સાથે જોડાયેલો એક વિડિયો પૉસ્ટ કર્યો હતો. ત્યારથી તેઓ સેંકડો વિડિયો પૉસ્ટ કરી ચૂક્યા છે. તેમનો આ પ્રયાસ અનેક કારણોથી બધાથી અલગ છે. ખાસ કરીને એટલા માટે કે તેનાથી શહેરોમાં રહેનારા લોકોને એ જીવનશૈલી જોવાનો અવસર મળે છે જેના વિશે તેઓ ખાસ કંઈ જાણતા નથી. ઈસાક મુંડા જી સંસ્કૃતિ અને રાંધણકળાને બરાબર મેળવીને ઉજવણી કરી રહ્યા છે અને આપણને બધાંને પ્રેરણા પણ આપી રહ્યા છે.
સાથીઓ, જ્યારે આપણે ટૅક્નૉલૉજીની ચર્ચા કરી રહ્યા છીએ તો હું એક બીજા રસપ્રદ વિષયની ચર્ચા કરવા માગું છું. તમે તાજેતરમાં જ વાંચ્યું હશે, જોયું હશે કે આઈઆઈટી મદ્રાસના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્થાપિત એક સ્ટાર્ટ અપએ એક થ્રીડી પ્રિન્ટેડ હાઉસ બનાવ્યું છે. થ્રીડી પ્રિન્ટિંગ કરીને ઘરનું નિર્માણ. છેવટે તે થયું કેવી રીતે? હકીકતે, આ સ્ટાર્ટઅપે સૌથી પહેલાં થ્રીડી પ્રિન્ટરમાં એક, ત્રિપરિમાણીય ડિઝાઇનને નાખી અને પછી એક વિશેષ પ્રકારના કૉન્ક્રિટના માધ્યમથી થર પર થર એમ એક થ્રીડી માળખું બનાવી દીધું. તમને એ જાણીને આનંદ થસે કે દેશભરમાં આ પ્રકારના અનેક પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. એક સમય હતો જ્યારે નાનાં-નાનાં બાંધકામના કામમાં પણ વર્ષો લાગી જતાં હતાં. પરંતુ આજે ટૅક્નૉલૉજીના કારણે ભારતમાં સ્થિતિ બદલાઈ રહી છે. કેટલાક સમય પહેલાં આપણે દુનિયાભરની એવી નવીન શોધો કરનારી કંપનીઓને આમંત્રિત કરવા માટે એક વૈશ્વિક ગૃહ નિર્માણ ટૅક્નૉલૉજી પડકાર શરૂ કર્યો હતો. દેશમાં આ રીતનો અલગ પ્રકારનો આ અનોખો પ્રયાસ છે. આથી આપણે તેને લાઇટ હાઉસ પ્રૉજેક્ટ નામ આપ્યું. અત્યારે દેશમાં છ અલગ-અલગ જગ્યાઓ પર લાઇટ હાઉસ પ્રૉજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ લાઇટ હાઉસ પ્રૉજેક્ટમાં મૉડર્ન ટૅક્નૉલૉજી અને ઇનૉવેટિવ રીતોનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી બાંધકામનો સમય ઓછો થઈ જાય છે. સાથે જ જે ઘર બને છે તે વધુ ટકાઉ, સસ્તાં અને આરામદાયક હોય છે. મેં તાજેતરમાં જ ડ્રૉન દ્વારા આ પ્રૉજેક્ટની સમીક્ષા કરી હતી અને કાર્યની પ્રગતિને જીવંત જોઈ હતી.
ઈન્દોરના પ્રૉજેક્ટમાં બ્રિક અને મૉર્ટાર વૉલની જગ્યાએ પ્રિ ફેબ્રિકેટેડ સેન્ડવિચ પેનલ સિસ્ટમનો ઉપયોગ કરાઈ રહ્યો છે. રાજકોટમાં લાઇટ હાઉસ, ફ્રેન્ચ ટૅક્નૉલૉજીથી બનાવાઈ રહ્યા છે જેમાં ટનલ દ્વારા મોનોલિથિક કૉન્ક્રિટ કન્સ્ટ્રક્શન ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આ ટૅક્નૉલૉજીથી બનેલાં ઘર વિપત્તિઓનો સામનો કરવામાં ઘણા વધુ સક્ષમ હશે. ચેન્નાઇમાં અમેરિકા અને ફિનલેન્ડની ટૅક્નૉલૉજી, પ્રિ કાસ્ટ કૉન્ક્રિટ સિસ્ટમનો ઉપયોગ કરાઈ રહ્યો છે. તેનાથી મકાન ઝડપથી પણ બનશે અને ખર્ચ પણ ઓછો આવશે. રાંચીમાં જર્મનીની થ્રીડી કન્સ્ટ્રક્શન સિસ્ટમનો પ્રયોગ કરીને ઘર બનાવાશે. તેમાં દરેક ઓરડાને અલગ રીતે બનાવવામાં આવશે. તેમાં પછી પૂરા ઢાંચાને તે જ રીતે જોડવામાં આવશે જે રીતે બ્લૉક ટૉય એટલે કે રમકડાંના ઘરને જોડવામાં આવે છે. અગરતલામાં ન્યૂઝીલેન્ડની ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને સ્ટીલ ફ્રેમની સાથે મકાન બનાવવામાં આવી રહ્યા છે, જે મોટા ભૂંકપને પણ ખમી શકે છે. તો બીજી તરફ લખનઉમાં કેનેડાની ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમાં પ્લાસ્ટર અને પેઇન્ટરની જરૂરિયાત નહીં પડે અને ઝડપથી ઘર બનાવવા માટે પહેલેથી જ તૈયાર દીવાલોનો પ્રયોગ કરવામાં આવશે.
સાથીઓ, આજે દેશમાં એવો પ્રયાસ થઈ રહ્યો છે કે આ પ્રૉજેક્ટ ઇન્ક્યુબેશન સેન્ટર એટલે કે ઉદ્ભવન કેન્દ્રની જેમ કામ કરે. તેનાથી આપણા યોજના ઘડવૈયાઓ, આર્કિટૅક્ટો, એન્જિનિયરો અને વિદ્યાર્થીઓ નવી ટૅક્નૉલૉજીને જાણી શકશે અને તેનો પ્રયોગ પણ કરી શકશે. હું આ વાતોને ખાસ રીતે આપણા યુવાઓ માટે વહેંચી રહ્યો છું જેથી આપણા યુવાઓ રાષ્ટ્રહિતમાં ટૅક્નૉલૉજીનાં નવાં-નવાં ક્ષેત્રોની તરફ પ્રોત્સાહિત થઈ શકે.
મારા પ્રિય દેશવાસીઓ, તમે અંગ્રેજીની એક કહેવત સાંભળી હશે- To learn is to grow અર્થાત્ શીખવું જ આગળ વધવું છે. જ્યારે આપણે કંઈક નવું શીખીએ છીએ તો આપણા માટે પ્રગતિના નવા-નવા રસ્તા આપોઆપ ખુલી જાય છે. જ્યારે પણ ક્યાંય પરંપરાગત માર્ગથી હટીને કંઈક નવું કરવાનો પ્રયાસ થયો છે તો માનવતા માટે નવાં દ્વાર ખુલ્યાં છે, એક નવા યુગનો આરંભ થયો છે. અને તમે જોયું જ હશે કે જ્યારે ક્યાંય કંઈક નવું થાય છે તો તેનું પરિણામ બધાને આશ્ચર્યચકિત કરી દે છે. હવે જેમ કે જો હું તમને પૂછું કે તે કયાં રાજ્ય છે જેને તમે સફરજન, એપલ સાથે જોડશો? તો જાહેર છે કે તમારા મનમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડનું નામ આવશે. પરંતુ જો હું કહું કે આ યાદીમાં તમે મણિપુરને પણ જોડી દો તો કદાચ તમે આશ્ચર્ય પામી જશો. કંઈક નવું કરવાની ધગશમાં મણિપુરે આ પરાક્રમ કરી દેખાડ્યું છે. આજકાલ મણિપુરના ઉખરુલ જિલ્લામાં, સફરજનની ખેતી જોર પકડી રહી છે. અહીંના ખેડૂતો પોતાના બગીચાઓમાં સફરજન ઉગાડી રહ્યા છે. સફરજન ઉગાડવા માટે આ લોકોએ રીતસર હિમાચલ જઈને પ્રશિક્ષણ પણ લીધું છે. તેમાંના જ એક છે ટી એસ રિંગફામી યોંગ (T.S.Ringphami Young) . તેઓ વ્યવસાયથી એક ઍરોનૉટિકલ એન્જિનિયર છે. તેમણે તેમનાં પત્ની શ્રીમતી ટી. એસ. એન્જેલ સાથે મળીને સફરજન ઉગાડ્યાં છે. આ જ રીતે અવુન્ગશી શિમરે ઑગસ્ટીના (Avungshee Shimre Augasteena)એ પણ પોતાના બગીચામાં સફરજનનું ઉત્પાદન કર્યું છે. અવુન્ગશી દિલ્લીમાં નોકરી કરતાં હતાં. તે છોડીને પોતાનાં ગામ પાછાં ફર્યાં અને સફરજનની ખેતી શરૂ કરી. મણિપુરમાં આજે આવા અનેક સફરજન ખેડૂતો છે જેમણે કંઈક અલગ અને નવું કરીને દેખાડ્યું છે.
સાથીઓ, આપણા આદિવાસી સમુદાયમાં પણ બોર ઘણાં લોકપ્રિય રહ્યાં છે. આદિવાસી સમુદાયોના લોકો હંમેશાં બોરની ખેતી કરતા આવ્યા છે. પરંતુ કૉવિડ-૧૯ રોગચાળા પછી તેમની ખેતી વિશેષ રૂપે વધી રહી છે. ત્રિપુરાના ઉનાકોટીના આવા જ ૩૨ વર્ષના મારા યુવા સાથી છે બિક્રમજીત ચકમા. તેમણે બોરની ખેતીની શરૂઆત કરી ઘણો નફો કમાયો છે અને હવે તેઓ લોકોને બોરની ખેતી કરવા માટે પ્રેરિત પણ કરી રહ્યા છે. રાજ્ય સરકાર પણ આવા લોકોની મદદ માટે આગળ આવી છે. સરકાર દ્વારા તેના માટે અનેક વિશેષ નર્સરી બનાવાઈ છે જેથી બોરની ખેતી સાથે જોડાયેલા લોકોની માગણીઓ પૂરી કરી શકાય. ખેતીમાં પણ નવીનતા થઈ રહી છે તો ખેતીની આડ પેદાશોમાં પણ સર્જનાત્મકતા જોવામાં આવી રહી છે.
સાથીઓ, મને ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં કરવામાં આવેલા એક પ્રયાસ વિશે પણ ખબર પડી છે. કૉવિડ દરમિયાન જ લખીમપુર ખીરીમાં એક અનોખી પહેલ થી છે. ત્યાં મહિલાઓને કેળાનાં બેકાર તનામાંથી રેશા (ફાઇબર) બનાવવાનું પ્રશિક્ષણ આપવાનું કામ શરૂ કરવામાં આવ્યું. વૅસ્ટમાંથી બૅસ્ટ બનાવવાનો માર્ગ. કેળાના તનાને કાપીને મશીનની મદદથી બનાના ફાઇબર તૈયાર કરવામાં આવે છે જે શણની જેમ હોય છે. આ ફાઇબરથી થેલો, સાદડી, દરી, અનેક ચીજો બનાવાય છે. તેનાથી એક તો પાકના કચરાનો ઉપયોગ શરૂ થઈ ગયો, બીજી તરફ ગામમાં રહેતી આપણી બહેન-દીકરીઓને આવકનું વધુ એક સાધન મળી ગયું. બનાના ફાઇબરના આ કામથી એક સ્થાનિક મહિલાને ચારસોથી છસો રૂપિયા પ્રતિદિનની કમાણી થઈ જાય છે. લખીમપુર ખીરીમાં સેંકડો એકર જમીન પર કેળાંની ખેતી થાય છે. કેળાના પાક પછી સામાન્ય રીતે ખેડૂતોને તેના તનાને ફેંકવા માટે વધારાનો ખર્ચ કરવો પડતો હતો. હવે તેમના આ પૈસા પણ બચી જાય છે એટલે કે એક પંથ દો કાજ – આ કહેવત અહીં બિલકુલ બંધ બેસે છે.
સાથીઓ, એક તરફ બનાના ફાઇબરથી પ્રૉડક્ટ્સ બનાવાય છે તો બીજી તરફ કેળાના લોટથી ડોસા અને ગુલાબજાંબુ જેવાં સ્વાદિષ્ટ વ્યંજન પણ બનાવાય છે. કર્ણાટકના ઉત્તર કન્નડ અને દક્ષિણ કન્નડ જિલ્લાઓમાં મહિલાઓ આ અનોખું કાર્ય કરી રહી છે. આ શરૂઆત પણ કોરોના કાળથી જ થઈ છે. આ મહિલાઓએ ન માત્ર કેળાના લોટથી ડોસા, ગુલાબજાંબુ જેવી ચીજો બનાવી, પરંતુ તેમની તસવીરોને સૉશિયલ મિડિયા પર પણ મૂકી છે. જ્યારે વધુ લોકોને કેળાના લોટ વિશે ખબર પડી તો તેમની માગ પણ વધી અને આ મહિલાઓની આવક પણ. લખીમપુર ખીરીની જેમ અહીં પણ આ નવીન વિચારોનું મહિલાઓ જ નેતૃત્વ કરી રહી છે
સાથીઓ, આવાં ઉદાહરણ જીવનામં કંઈક નવું કરવાની પ્રેરણા બની જાય છે. તમારી આસપાસ પણ આવા અનેક લોકો હશે. જ્યારે તમારો પરિવાર મનની વાતો કરી રહ્યો હોય તો તમે તેમને પણ તમારી વાતચીતનો હિસ્સો બનાવો. ક્યારેક સમય કાઢીને બાળકો સાથે આવા પ્રયાસોને જોવા પણ જાવ અને અવસર મળી જાય તો સ્વંય પણ આવું કંઈક કરીને દેખાડો. અને હા, આ બધું તમે મારી સાથે NamoApp કે MyGov પર વહેંચશો તો મને વધુ સારું લાગશે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા સંસ્કૃત ગ્રંથોમાં એક શ્લોક છે
आत्मार्थम् जीव लोके अस्मिन्, को न जीविति मानव : ।
परम् परोपकारार्थम्, यो जीवति स जीवति ।।
અર્થાત્ પોતાના માટે તો સંસારમાં દરેક જીવે છે, પરંતુ વાસ્તવમાં તે જ વ્યક્તિ જીવે છે જે પરોપકાર માટે જીવે છે. ભારત માતાનાં દીકરા-દીકરીઓના પરોપકારિક પ્રયાસોની વાતો- આ જ તો છે ‘મન કી બાત’. આજે પણ આવા જ કેટલાક બીજા સાથીઓ વિશે આપણે વાતો કરીએ. એક સાથી ચંડીગઢ શહેરના છે. ચંડીગઢમાં હું પણ કેટલાંક વર્ષો સુધી રહી ચૂક્યો છું. તે એક ખૂબ જ આનંદી અને સુંદર શહેર છે. અહીં રહેનારાઓ ઉદાર છે અને હા, તમે જો ખાવાના શોખીન હો તો અહીં તમને વધુ મજા આવશે. આ જ ચંડીગઢના સૅક્ટર ૨૯માં સંજય રાણા જી ફૂડ સ્ટૉલ ચલાવે છે અને સાઇકલ પર છોલે-ભટુરે વેચે છે. એક દિવસ તેમની દીકરી રિદ્ધિમા અને ભત્રીજી રિયા એક વિચાર સાથે તેમની પાસે આવી. બંનેએ તેમને કૉવિડ રસી લગાવનારાઓને ફ્રીમાં છોલે-ભટુરે ખવડાવવા કહ્યું. તેઓ તેના માટે રાજી થઈ ગયા. તેમણે તરત જ આ સારો અને ભલો પ્રયાસ પણ શરૂ કરી દીધો. સંજય રાણાજીના છોટે-ભટુરે નિઃશુલ્ક ખાવા તમારે દેખાડવું પડે છે કે તમે તે જ દિવસે રસી લગાવડાવી છે. રસીનો સંદેશ દેખાડતા જ તેઓ તમને સ્વાદિષ્ટ છોલે-ભટુરે આપશે. કહે છે કે સમાજનું ભલાઈનું કામ કરવા માટે પૈસાથી વધુ, સેવા ભાવ, કર્તવ્ય ભાવની વધુ આવશ્યકતા હોય છે. આપણા સંજયભાઈ આ વાતને સાચી સાબિત કરી રહ્યા છે.
સાથીઓ, આવું જ એક બીજું કામ છે જેની હું આજે ચર્ચા કરવા માગીશ. આ કામ થઈ રહ્યું છે તમિલનાડુની નીલગીરીમાં. અહીં રાધિકા શાસ્ત્રીજીએ એમ્બ્યુરેક્સ (AmbuRx) પ્રૉજેક્ટની શરૂઆત કરી છે. આ પ્રૉજેક્ટનો હેતુ છે, પહાડી વિસ્તારોમાં દર્દીઓની સારવાર માટે સરળ પરિવહન ઉપલબ્ધ કરાવવું. રાધિકા કન્નૂરમાં એક કાફે ચલાવે છે. તેમણે પોતાના કાફેના સાથીઓ પાસેથી એમ્બ્યુરેક્સ માટે ભંડોળ મેળવ્યું. નીલગિરીના પહાડો પર આજે છ એમ્બ્યુરેક્સ કાર્યરત્ છે અને અંતરિયાળ વિસ્તારોમાં આપત્ત્તિની સ્થિતિમાં દર્દીઓના કામમાં પણ આવી રહી છે. એમ્બ્યુરેક્સમાં સ્ટ્રેચર, ઑક્સિજન સિલિન્ડર, પ્રાથમિક સહાયતા પેટી જેવી અનેક ચીજોની વ્યવસ્થા છે.
સાથીઓ, સંજય જી હોય કે રાધિકા જી, તેમનાં ઉદાહરણોથી ખબર પડે છે કે આપણે આપણું કાર્ય, આપણો વ્યવસાય, નોકરી કરતા-કરતા પણ સેવાનાં કાર્ય કરી શકીએ છીએ.સાથીઓ, કેટલાક દિવસો પહેલાં એક ખૂબ જ મજેદાર અને ખૂબ જ લાગણીસભર કાર્યક્રમ થયો જેનાથી ભારત-જ્યૉર્જિયાની મૈત્રીને એક મજબૂતી મળી. સમારોહમાં ભારતના સેન્ટ ક્વીન કેટેવાનના હૉલી રેલિક અર્થાત્ તેમના પવિત્ર સ્મૃતિ ચિહ્ન જ્યૉર્જિયાની સરકાર અને ત્યાંની જનતાને સોંપ્યું. તેના માટે આપણા વિદેશ પ્રધાન સ્વયં ત્યાં ગયા હતા. ખૂબ જ ભાવુક વાતાવરણમાં થયેલા આ સમારોહમાં જ્યૉર્જિયાના પ્રમુખ, વડા પ્રધાન, તેમના ધર્મગુરુ, અને મોટી સંખ્યામાં જ્યૉર્જિયાના લોકો ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં ભારતની પ્રશંસામાં જે શબ્દો કહેવામાં આવ્યા તે ખૂબ જ યાદગાર છે. આ એક સમારોહે બંને દેશોની સાથે જ ગોવા અને જ્યૉર્જિયા વચ્ચેના સંબંધોને પણ વધુ પ્રગાઢ બનાવી દીધા છે. આવું એટલા માટે કારણકે સેન્ટ ક્વીન કેટેવાનના આ પવિત્ર અવશેષ ૨૦૦૫માં ગોવાના સેન્ટ ઑગસ્ટાઇન ચર્ચમાં મળ્યા હતા.
સાથીઓ, તમારા મનમાં સવાલ થયો હશે કે આ બધું શું છે, આ ક્યારે અને કેવી રીતે થયું? હકીકતે, તે આજથી ચારસો પાંચસો વર્ષ પહેલાંની વાત છે. ક્વીન કેટેવાન જ્યૉર્જિયાના રાજપરિવારની દીકરી હતી. દસ વર્ષના કારાવાસ પછી ૧૬૨૪માં તે વીરગતિને પ્રાપ્ત થઈ હતી. એક પ્રાચીન પુર્તગાલી દસ્તાવેજ અનુસાર, સેન્ટ ક્વીન કેટેવાનનાં અસ્થિઓને જૂના ગોવાના સેન્ટ ઑગસ્ટાઇન કૉન્વેન્ટમાં રાખવામાં આવ્યાં હતાં. પરંતુ અવશેષ ૧૯૩૦ના ભૂકંપમાં ગાયબ થઈ ગયા હતા.
ભારત સરકાર અને જ્યૉર્જિયાના ઇતિહાસકારો, સંશોધકો, પુરાતત્ત્વવિદો અને જ્યૉર્જિયન ચર્ચના દાયકાઓના અથાક પ્રયાસો પછી ૨૦૦૫માં તે પવિત્ર અવશેષોને શોધવામાં સફળતા મળી હતી. આ વિષય જ્યૉર્જિયાના લોકો માટે ખૂબ જ ભાવનાત્મક છે. આથી તેમની ઐતિહાસિક, પંથીય અને આધ્યાત્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને ભારત સરકારે આ અવશેષોનો એક અંશ જ્યૉર્જિયાના લોકોને ભેટમાં આપવાનો નિર્ણય કર્યો. ભારત અને જ્યૉર્જિયાના સંયુક્ત ઇતિહાસના એક અનોખા પક્ષને સાચવીને રાખવા માટે માટે હું ગોવાના લોકોનો હૃદયથી ધન્યવાદ કરીશ. ગોવા અનેક મહાન આધ્યાત્મિક વારસાની ભૂમિ રહી છે. સેન્ટ ઑગસ્ટાઇન ચર્ચ, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ – churches and convents of Goa નો એક હિસ્સો છે.
મારા પ્રિય દેશવાસીઓ, જ્યૉર્જિયાથી હવે હું તમને સીધો સિંગાપુર લઈ જઉં છું જ્યાં આ મહિનાની શરૂઆતમાં એક ગૌરવશાળી અવસર સામે આવ્યો સિંગાપુરના પ્રધાનમંત્રી અને મારા મિત્ર લી સેન લુંગએ તાજેતરમાં જ રિનૉવેટ કરાવેલા સિલાટ રૉડ ગુરુદ્વારાનું ઉદ્ઘાટન કર્યું. તેમણે પારંપરિક શીખ પાઘડી પણ પહેરી હતી. આ ગુરુદ્વારા લગભગ સો વર્ષ પહેલાં બન્યું હતું અને અહીં ભાઈ મહારાજ સિંહને સમર્પિત એક સ્મારક પણ છે ભાઈ મહારાજસિંહજીએ ભારતની સ્વતંત્રતા માટે લડાઈ લડી હતી અને આ પળ સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ મનાવી રહ્યાં છીએ ત્યારે વધુ પ્રેરક બની જાય છે. બે દેશો વચ્ચે, લોકોથી લોકો વચ્ચેનો સંપર્ક, તેને મજબૂતી, આવી જ વાતો, આવા પ્રયાસોથી મળે છે. તેનાથી એ પણ ખબર પડે છે કે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં રહેવા અને એકબીજાની સંસ્કૃતિને સમજવાનું કેટલું મહત્ત્વ છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે ‘મન કી બાત’માં આપણે અનેક વિષયોની ચર્ચા કરી. એક બીજો વિષય છે જે મારા હૈયાની બહુ નજીક છે. આ વિષય છે જળ સંરક્ષણનો. મારું બાળપણ જ્યાં વિત્યું ત્યાં પાણીની હંમેશાં ખેંચ રહેતી હતી. અમે લોકો વરસાદ માટે તડપતા હતા અને આથી પાણીનું એક-એક ટીપું બચાવવું અમારા સંસ્કારોનો હિસ્સો રહ્યો છે. હવે ‘જન ભાગીદારીથી જળ સંરક્ષણ’ આ મંત્રએ ત્યાંની તસવીર બદલી નાખી છે. પાણીના એક-એક ટીપાને બચાવવું, પાણીના કોઈ પણ પ્રકારના વેડફાટને રોકવો તે આપણી જીવનશૈલીનો એક સહજ હિસ્સો બની જવો જોઈએ. આપણા પરિવારોની એવી પરંપરા બની જવી જોઈએ, જેનાથી દરેક સભ્યને ગર્વ થાય.
સાથીઓ, પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષા ભારતના સાંસ્કૃતિક જીવનમાં, આપણા દૈનિક જીવનમાં, વણાયેલી છે. તો વરસાદ અને ચોમાસું હંમેશાં આપણા વિચારો, આપણા તત્ત્વચિંતન અને આપણી સભ્યતાને આકાર આપતા આવ્યા છે. ઋતુસંહાર અને મેઘદૂતમાં મહા કવિ કાલિદાસે વર્ષા અંગે બહુ જ સુંદર વર્ણન કર્યું છે. સાહિત્ય પ્રેમીઓ વચ્ચે આ કવિતાઓ આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. ઋગ્વેદના પર્જન્ય સુક્તમમાં પણ વર્ષાના સૌંદર્યનું સુંદર વર્ણન છે. આ જ રીતે શ્રીમદ્ ભાગવતમાં પણ કાવ્યાત્મક રૂપથી પૃથ્વી, સૂર્ય અને વર્ષા વચ્ચે સંબંધોનો વિસ્તાર આપવામાં આવ્યો છે.
अष्टौ मासान् निपीतं यद्, भूम्या: च, ओद-मयम् वसु ।
स्वगोभि: मोक्तुम् आरेंभे, पर्जन्य: काल आगते ।।
અર્થાત્ સૂર્યએ આઠ મહિના સુધી જળના રૂપમાં પૃથ્વીની સંપત્તિનું દોહન કર્યું હતું, હવે ચોમાસાની ઋતુમાં, સૂર્ય આ સંચિત સંપત્તિ પૃથ્વીને પરત કરી રહ્યો છે. ખરેખર, ચોમાસા અને વરસાદની ઋતુ સુંદર અને આનંદદાયક જ નથી હોતી પરંતુ તે પોષણ દેનારી, જીવન દેનારી પણ હોય છે. વર્ષાનું પાણી જે આપણને મળી રહ્યું છે તે આપણી ભાવિ પેઢીઓ માટે છે, તે આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ.
આજે મારા મનમાં એ વિચાર આવ્યો કે કેમ ન આ રોચક સંદર્ભો સાથે જ મારી વાત સમાપ્ત કરું. તમને બધાંને આવનારા પર્વોની ખૂબ ખૂબ શુભકામનાઓ. પર્વ અને ઉત્સવોના સમયે એ જરૂર યાદ રાખજો કે કોરોના હજુ આપણી વચ્ચેથી ગયો નથી. કોરોના સાથે જોડાયેલા નિયમો તમારે ભૂલવાના નથી. તમે સ્વસ્થ અને પ્રસન્ન રહો.
ખૂબ ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ઘણી વાર ‘મન કી બાત’માં તમારા પ્રશ્નોનો વરસાદ વરસતો રહે છે. આ વખતે મેં વિચાર્યું કે કંઈક અલગ કરવામાં આવે. હું તમને પ્રશ્ન કરું. તો ધ્યાનથી સાંભળો મારા પ્રશ્નો. ઑલિમ્પિકમાં વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીતનાર પહેલો ભારતીય કોણ હતો?
ઑલિમ્પિકમાં કઈ રમતમાં ભારતે અત્યાર સુધીમાં સૌથી વધુ ચંદ્રકો જીત્યાં છે?
ઑલિમ્પિકમાં કયા ખેલાડીએ સૌથી વધુ પદકો જીત્યાં છે?
સાથીઓ, તમે મને જવાબ મોકલો કે ન મોકલો, પણ MyGovમાં ઑલિમ્પિક પર જે ક્વિઝ છે તેમાં પ્રશ્નોના ઉત્તર મોકલશો તો ઘણાં બધાં ઈનામો જીતશો. તમે ‘Road to Tokoy Quiz’માં ભાગ લેજો. ભારતે પહેલાં કેવો દેખાવ કર્યો છે? આપણી ટૉક્યો ઑલિમ્પિક માટે કેવી તૈયારી છે? તે બધું તમે જાતે જાણો અને બીજાને પણ જણાવજો. હું તમને બધાને અનુરોધ કરું છું કે તમે આ ક્વિઝ કૉમ્પિટિશનમાં જરૂર ભાગ લેજો.
સાથીઓ, હવે વાત ટૉક્યો ઑલિમ્પિકની થઈ રહી હોય તો ભલા, મિલ્ખાસિંહજી જેવા દંતકથારૂપ એથ્લેટને કોણ ભૂલી શકે છે? થોડાક દિવસો પહેલાં જ કોરોનાએ તેમને આપણી પાસેથી છિનવી લીધા. જ્યારે તેઓ હૉસ્પિટલમાં હતા તો મને તેમની સાથે વાત કરવાનો અવસર મળ્યો હતો. વાત કરતી વખતે મેં તેમને અનુરોધ કર્યો હતો. મેં કહ્યું હતું કે તમે તો ૧૯૬૪માં ટૉક્યો ઑલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આથી આ વખતે જ્યારે આપણા ખેલાડી ઑલિમ્પિક માટે ટૉક્યો જઈ રહ્યા છે તો તમારે આપણા એથ્લેટનું મનોબળ વધારવાનું છે, તેમને પોતાના સંદેશથી પ્રેરિત કરવાના છે. તેઓ રમત માટે એટલા સમર્પિત અને ભાવુક હતા કે બીમારીમાં પણ તેમણે તરત જ તેના માટે હા પાડી દીધી, દુર્ભાગ્યથી નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. મને આજે પણ યાદ છે કે વર્ષ ૨૦૧૪માં તેઓ સુરત આવ્યા હતા. અમે લોકોએ એક નાઇટ મેરેથૉનનું ઉદ્ઘાટન કર્યું હતું. તે સમયે તેમની સાથે જે ગપશપ થઈ, રમતો વિશે જે વાત થઈ, તેનાથી મને પણ બહુ જ પ્રેરણા મળી હતી. આપણે બધા જાણીએ છીએ કે મિલ્ખાસિંહજીનો પૂરો પરિવાર ખેલોને સમર્પિત રહ્યો છે, ભારતનું ગૌરવ વધારતો રહ્યો છે.
સાથીઓ, હવે ટેલન્ટ એટલે કે પ્રતિભા, ડેડિકેશન એટલે કે સમર્પણ, ડિટરમિનેશન એટલે કે દૃઢતા અને સ્પૉર્ટ્સમેન સ્પિરિટ એટલે કે ખેલદિલી એક સાથ મળે છે ત્યારે કોઈ ચેમ્પિયન બને છે. આપણા દેશમાં તો મોટા ભાગના ખેલાડી નાનાં-નાનાં શહેરો, નગરો, ગામોમાંથી આવે છે. ટૉક્યો જઈ રહેલા આપણા ઑલિમ્પિગક દળોમાં પણ આવા અનેક ખેલાડીઓ સામેલ છે જેમનું જીવન ખૂબ જ પ્રેરિત કરે છે. આપણા પ્રવીણ જાધવજી વિશે તમે સાંભળશો તો તમને પણ લાગશે કે કેટલા કઠિન સંઘર્ષમાંથી પસાર થઈને પ્રવીણજી અહીં પહોંચ્યા છે. પ્રવીણ જાધવજી મહારાષ્ટ્રના સતારા જિલ્લાના એક ગામના રહેવાસી છે. તેઓ તીરંદાજીના નિપુણ ખેલાડી છે. તેમનાં માતાપિતા મજૂરી કરીને પરિવાર ચલાવે છે અને તેમનો દીકરો પોતાની પહેલી ઑલિમ્પિક્સ રમવા ટૉક્યો જઈ રહ્યો છે. તે માત્ર તેમનાં માતાપિતા જ નહીં, આપણા બધા માટે કેટલા ગૌરવની વાત છે. આ જ રીતે, એક બીજાં ખેલાડી છે, આપણાં નેહા ગોયલજી. નેહા ટૉક્યો જઈ રહેલી મહિલા હૉકી ટીમની સભ્ય છે. તેમની માતા અને બહેનો સાઇકલની ફૅક્ટરીમાં કામ કરીને પરિવારનો ખર્ચ કાઢે છે. નેહાની જેમ જ દીપિકાકુમારીજીના જીવનની યાત્રા પણ ઉતાર-ચડાવવાળી રહી છે. દીપિકાના પિતા ઑટો રિક્ષા ચલાવે છે અને તેમની માતા નર્સ છે અને હવે જુઓ, દીપિકા હવે ટૉક્યો ઑલમ્પિક્સમાં ભારત તરફથી એક માત્ર મહિલા તીરંદાજ છે. ક્યારેક વિશ્વની નંબર એક તીરંદાજ રહેલી દીપિકા સાથે આપણા સહુની શુભકામનાઓ છે.
સાથીઓ, જીવનમાં આપણે જ્યાં પણ પહોંચીએ છીએ, જેટલી પણ ઊંચાઈ પ્રાપ્ત કરીએ છીએ, જમીન સાથે આ જોડાણ, હંમેશાં, આપણને આપણાં મૂળ સાથે બાંધી રાખે છે. સંઘર્ષના દિવસો પછી મળેલી સફળતાનો આનંદ પણ કંઈક ઓર જ હોય છે. ટૉક્યો જઈ રહેલા આપણા ખેલાડીઓએ બાળપણમાં સાધન-સંસાધનોના દરેક અભાવનો સામનો કર્યો, પરંતુ તેઓ ટકી રહ્યા, જોડાયેલા રહ્યા. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનાં પ્રિયંકા ગોસ્વામીજીનું જીવન પણ ઘણી શીખ આપે છે. પ્રિયંકાના પિતા બસ કન્ડક્ટર છે. બાળપણમાં પ્રિયંકાને તે બેગ બહુ જ પસંદ હતી જે ચંદ્રક મેળવનાર ખેલાડીઓને મળે છે. આ આકર્ષણમાં તેમણે પહેલી વાર રેસ વૉકિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. હવે, આજે તે તેની મોટી ચેમ્પિયન છે.
ભાલા ફેંકમાં ભાગ લેનારા શિવપાલસિંહજી, બનારસના રહેવાસી છે. શિવપાલજીનો તો પૂરો પરિવાર જ આ રમત સાથે જોડાયેલો છે. તેમના પિતા, કાકા અને ભાઈ, બધા ભાલા ફેંકવામાં નિષ્ણાત છે. પરિવારની આ પરંપરા તેમના માટે ટૉક્યો ઑલિમ્પિક્સમાં કામ આવવાની છે. ટૉક્યો ઑલિમ્પિક માટે જઈ રહેલા ચિરાગ શેટ્ટી અને તેમના ભાગીદાર સાત્વિક સાઈરાજની હિંમત પણ પ્રેરિત કરનારી છે. તાજેતરમાં જ ચિરાગના નાનાજીનું કોરોનાથી નિધન થઈ ગયું હતું. સાત્વિક પણ પોતે ગયા વર્ષે કોરોના પૉઝિટિવ થઈ ગયા હતા. પરંતુ આ મુશ્કેલીના દિવસો પછી પણ તે બંને મેન્સ ડબલ શટલ કૉમ્પિટિશનમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાની તૈયારીમાં લાગેલા છે.
એક બીજા ખેલાડીનો હું તમને પરિચય કરાવવા માગીશ. તેઓ છે હરિયાણાના ભિવાનીના મનીષ કૌશિકજી. મનીષજી ખેતી કરતા પરિવારમાંથી આવે છે. બાળપણમાં ખેતીમાં કામ કરતાં-કરતાં મનીષને બૉક્સિંગનો શોખ થઈ ગયો હતો. આજે તે શોખ તેમને ટૉક્યો લઈ જઈ રહ્યો છે. એક બીજાં ખેલાડી છે સી. એ. ભવાનીદેવીજી. નામ ભવાની છે અને તેઓ તલવારબાજીમાં નિપુણ છે. ચેન્નાઈનાં રહેવાસી ભવાની પહેલાં ભારતીય Fencer છે જેમણે ઑલિમ્પિકમાં ક્વૉલિફાય કર્યું છે. હું ક્યાંક વાંચી રહ્યો હતો કે ભવાનીજીનું પ્રશિક્ષણ ચાલુ રહે તે માટે તેમની માતાએ પોતાનાં ઘરેણાં સુદ્ધાં ગિરવે મૂક્યાં હતાં.
સાથીઓ, આવાં તો અગણિત નામ છે પરંતુ ‘મન કી બાત’માં, આજે થોડાંક નામોનો જ ઉલ્લેખ કરી શક્યો છું. ટૉક્યો જઈ રહેલા દરેક ખેલાડીનો પોતાનો સંઘર્ષ રહ્યો છે, વર્ષોની મહેનત રહી છે. તેઓ માત્ર પોતાના માટે જ નથી જઈ રહ્યા પરંતુ દેશ માટે જઈ રહ્યા છે. આ ખેલાડીઓએ ભારતનું ગૌરવ પણ વધારવાનું છે અને લોકોનું હૃદય પણ જીતવાનું છે અને આથી મારા દેશવાસીઓ, હું તમને પણ સલાહ દેવા માગું છું, આપણે જાણે-અજાણ્યે પણ આપણા આ ખેલાડીઓ પર દબાણ નથી બનાવવાનું પરંતુ ખુલ્લા મનથી, તેમનો સાથ આપવાનો છે, દરેક ખેલાડીનો ઉત્સાહ વધારવાનો છે.
સૉશિયલ મિડિયા પર તમે #Cheer4Indiaની સાથે તમે આ ખેલાડીઓને શુભકામનાઓ આપી શકો છો. તમે કંઈક બીજું પણ નવીન કરવા માગતા હો તો તે પણ જરૂર કરો. જો તમને આવો કોઈ વિચાર આવે છે જે આપણા ખેલાડીઓ માટે આપણે સૌએ મળીને કરવો જોઈએ તો તે તમે મને જરૂર મોકલજો. આપણે બધા મળીને ટૉક્યો જનારા આપણા ખેલાડીઓનું સમર્થન કરીશું Cheer4India!!! Cheer4India!!! Cheer4India!!!
મારા પ્રિય દેશવાસીઓ, કોરોના વિરુદ્ધ આપણી દેશવાસીઓની લડાઈ ચાલુ છે, પરંતુ આ લડાઈમાં આપણે બધા મળીને અનેક અસાધારણ મુકામ પણ પ્રાપ્ત કરી રહ્યા છીએ. હમણાં થોડા દિવસ પહેલાં જ આપણા દેશે એક અભૂતપૂર્વ કામ કર્યું છે. ૨૧ જૂને રસીકરણ અભિયાનના આગામી ચરણની શરૂઆત થઈ અને તે દિવસે દેશે ૮૬ લાખથી વધુ લોકોને નિઃશુલ્ક રસી લગાવવાનો રેકૉર્ડ પણ બનાવી લીધો અને તે પણ એક જ દિવસમાં. આટલી મોટી સંખ્યામાં ભારત સરકાર તરફથી નિઃશુલ્ક રસીકરણ અને તે પણ એક દિવસમાં! સ્વાભાવિક છે, તેની ચર્ચા પણ ઘણી થઈ.
સાથીઓ, એક વર્ષ પહેલાં બધાની સામે પ્રશ્ન હતો કે રસી ક્યારે આવશે? આજે આપણે એક દિવસમાં લાખો લોકોને ભારતમાં બનેલી રસી નિઃશુલ્ક લગાવી રહ્યા છીએ અને આ જ તો નવા ભારતની તાકાત છે.
સાથીઓ, રસીની સુરક્ષા દેશના દરેક નાગરિકને મળે, આપણે લગાતાર પ્રયાસ કરતા રહેવાનો છે. અનેક જગ્યાએ રસી લેવામાં સંકોચને સમાપ્ત કરવા માટે અનેક સંગઠનો, નાગરિક સંગઠનોના લોકો આગળ આવ્યા છે અને બધા મળીને ઘણું સારું કામ કરી રહ્યા છે. ચાલો, આપણે પણ આજે એક ગામ જઈએ અને તે લોકો સાથે વાત કરીએ. રસી વિશે મધ્ય પ્રદેશના બૈતૂલ જિલ્લાના ડુલારિયા ગામ જઈએ.
પ્રધાનમંત્રી: હેલ્લો.
રાજેશ: નમસ્કાર.
પ્રધાનમંત્રી: નમસ્તે જી.
રાજેશ: મારું નામ રાજેશ હિરાવે, ગ્રામ પંચાયત ડુલારિયા, ભીમપુર બ્લૉક.
પ્રધાનમંત્રી: રાજેશજી, મેં ફૉન એટલા માટે કર્યો કે હું જાણવા માગતો હતો કે અત્યારે તમારા ગામમાં હવે કોરોનાની શું સ્થિતિ છે?
રાજેશ: સર, અહીં કોરોનાની સ્થિતિ તો અત્યારે એવું કંઈ નથી અહીંયા.
પ્રધાનમંત્રી: અત્યારે લોકો બીમાર નથી?
રાજેશ: જી.
પ્રધાનમંત્રી: ગામની વસતિ કેટલી છે? ગામમાં કેટલા લોકો છે?
રાજેશ: ગામમાં ૪૬૨ પુરુષ છે અને ૩૩૨ મહિલા છે, સર.
પ્રધાનમંત્રી: અચ્છા, રાજેશજી, તમે રસી લીધી છે કે નહીં?
રાજેશ: ના સર, હજુ સુધી નથી લીધી.
પ્રધાનમંત્રી: અરે! કેમ નથી લીધી?
રાજેશ: સરજી, અહીંયા કેટલાક લોકોએ કંઈક વૉટ્સઍપ પર એવો ભ્રમ ફેલાવી દીધો હતો કે તેનાથી લોકો ભ્રમિત થઈ ગયા.
પ્રધાનમંત્રી: તો શું તમારા મનમાં પણ ડર છે?
રાજેશ: જી સર, આખા ગામમાં આવો ભ્રમ ફેલાવી દીધો હતો, સર.
પ્રધાનમંત્રી: અરે રે રે, તમે આ વાત શું કરી દીધી? જુઓ રાજેશજી,
રાજેશ: જી...
પ્રધાનમંત્રી: મારે તમને પણ અને મારા બધા ગામનાં ભાઈઓ-બહેનોને એ જ કહેવું છે કે ડર હોય તો કાઢી નાખો.
રાજેશ: જી.
પ્રધાનમંત્રી: આપણા આખા દેશમાં ૩૧ કરોડથી વધુ લોકોએ રસી લઈ લીધી છે.
રાજેશ: જી.
પ્રધાનમંત્રી: તમને ખબર છે ને, મેં પોતે પણ બંને ડૉઝ લઈ લીધા છે.
રાજેશ: જી સર.
પ્રધાનમંત્રી: અરે, મારી માતા જે લગભગ સો વર્ષનાં છે, તેમણે પણ બંને ડૉઝ લગાવી લીધા છે. ક્યારેક ક્યારેક કોઈને તેનાથી તાવ વગેરે આવી જાય છે પરંતુ તે ખૂબ જ સામાન્ય હોય છે, કેટલાક કલાકો માટે જ થાય છે જુઓ, રસી નહીં લેવી ઘણું ખતરનાક હોઈ શકે છે.
રાજેશ: જી.
પ્રધાનમંત્રી: તેનાથી તમે પોતાને તો ખતરામાં નાખો જ છો, સાથે જ પરિવાર અને ગામને પણ ખતરામાં નાખી શકો છો.
રાજેશ: જી.
પ્રધાનમંત્રી: અને રાજેશજી, આથી જ જેટલી જલદી બની શકે તેટલી જલદી રસી લગાવી લો અને ગામમાં બધાને જણાવો કે ભારત સરકાર તરફથી નિઃશુલ્ક રસી આપવામાં આવી રહી છે અને ૧૮ વર્ષથી ઉપરના બધા માટે તે નિઃશુલ્ક રસી છે.
રાજેશ: જી...જી...
પ્રધાનમંત્રી: તો આ તમે પણ લોકોને ગામમાં જણાવો અને ગામમાં આ ડરના વાતાવરણનું તો કોઈ કારણ જ નથી.
રાજેશ: કારણ આ જ સર, કેટલાક લોકોએ એવી ખોટી અફવા ફેલાવી દીધી જેનાથી લોકો ખૂબ જ ભયભીત થઈ ગયા. તેનું ઉદાહરણ જેમ, જેમ કે આ રસીને લગાવવાથી તાવ આવવો, તાવથી બીજી બીમારી ફેલાઈ જવી, અર્થાત્ વ્યક્તિનું મૃત્યુ થઈ જવું... ત્યાં સુધીની અફવા ફેલાવી.
પ્રધાનમંત્રી: ઓહોહો...જુઓ, આજ તો આટલા રેડિયો, આટલાં ટીવી, આટલા બધા સમાચારો મળે છે અને આથી લોકોને સમજાવવાનું ખૂબ જ સરળ બની જાય છે અને જુઓ, હું તમને કહું, ભારતનાં અનેક ગામો એવાં છે જ્યાં બધા લોકો રસી લગાવી ચૂક્યા છે, અર્થાત્ ગામના સો ટકા લોકો. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું છું...
રાજેશ: જી.
પ્રધાનમંત્રી: કાશ્મીરમાં બાંદીપુરા જિલ્લો છે. આ બાંદીપુરા જિલ્લામાં એક વ્યવન ગામના લોકોએ મળીને ૧૦૦ ટકા સો ટકા રસીનું લક્ષ્ય બનાવ્યું અને તેને પૂરું પણ કરી નાખ્યું. આજે કાશ્મીરના આ ગામના ૧૮ વર્ષથી ઉપરના બધા લોકો રસી લગાવી ચૂક્યા છે. નાગાલેન્ડનાં પણ ત્રણ ગામો વિશે મને જાણવા મળ્યું કે ત્યાં પણ બધા લોકોએ સો ટકા રસી લગાવી લીધી છે.
રાજેશ: જી...જી...
પ્રધાનમંત્રીઃ રાજેશજી તમે પણ તમારા ગામમાં અને આસપાસના ગામમાં આ વાત પહોંચાડજો, અને જેમ તમે કહો છો તેમ, તે આ ભ્રણ છે, તો એ ભ્રમ જ છે.
રાજેશ: જી સર.
પ્રધાનમંત્રી: તો ભ્રમનો જવાબ એ છે કે તમે પોતાને રસી લગાવીને સમજાવવા પડશે બધાને. કરશો ને તમે?
રાજેશ: જી સર.
પ્રધાનમંત્રી: પાકું કરશો ને?
રાજેશ: જી સર. જી સર. તમારી સાથે વાત કરીને મને એવું લાગ્યું કે હું પોતે પણ રસી લગાવીશ અને લોકોને તેના વિશે હું આગળ વધારું.
પ્રધાનમંત્રી: અચ્છા, ગામમાં બીજા પણ કોઈ છે, જેની સાથે હું વાત કરી શકો છું?
રાજેશ: જી છે સર.
પ્રધાનમંત્રી: કોણ વાત કરશે?
કિશોરીલાલ: હેલ્લો સર...નમસ્કાર.
પ્રધાનમંત્રી: નમસ્તે જી, કોણ બોલી રહ્યા છે?
કિશોરીલાલ: સર, મારું નામ છે કિશોરીલાલ દુર્વે.
પ્રધાનમંત્રી: તો, કિશોરીલાલજી, હમણાં રાજેશજી સાથે વાત થઈ રહી હતી.
કિશોરીલાલ: જી સર.
પ્રધાનમંત્રી: અરે તેઓ તો ખૂબ જ દુઃખી થઈને જણાવી રહ્યા હતા કે રસી વિશે લોકો અલગ-અલગ વાતો કરે છે.
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: તમે પણ આવું સાંભળ્યું છે શું?
કિશોરીલાલ: હા, સાંભળ્યું તો છે, સર આવું...
પ્રધાનમંત્રી: શું સાંભળ્યું છે?
કિશોરીલાલ: કારણ એ છે સર, કે બાજુમાં મહારાષ્ટ્ર છે. ત્યાંથી કેટલાક સંબંધોથી જોડાયેલા કેટલાક લોકો અફવા ફેલાવે છે કે રસી લગાવવાથી લોકો મરી રહ્યા છે, કોઈ બીમાર થઈ રહ્યા છે. સર, લોકો વધુ ભ્રમમાં છે સર, એટલે નથી લઈ રહ્યા.
પ્રધાનમંત્રી: નહીં...શું કહો છો? હવે કોરોના ચાલી ગયો, એવું કહે છે?
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: કોરોનાથી કંઈ નથી થતું તેવું કહે છે?
કિશોરીલાલ: નહીં, કોરોના ચાલ્યો ગયો એવું નથી બોલતા સર. કોરોના તો છે જ તેવું કહે છે પરંતુ રસી જે લે છે તેનાથી અર્થાત્ બીમારી થઈ રહી છે, બધા મરી રહ્યા છે. આ સ્થિતિ જણાવે છે સર તેઓ.
પ્રધાનમંત્રી: અચ્છા, રસીના કારણે મરી રહ્યા છે?
કિશોરીલાલ: અમારું ક્ષેત્ર આદિવાસી ક્ષેત્ર છે સર, આમ પણ લોક તેમાં જલદી ડરી જાય છે... ભ્રમ ફેલાવી દેવાના કારણે લોકો રસી નથી લઈ રહ્યા સર.
પ્રધાનમંત્રી: જુઓ, કિશોરીલાલજી.
કિશોરીલાલ: જી હા સર...
પ્રધાનમંત્રી: આ અફવાઓ ફેલાવનારા લોકો તો અફવાઓ ફેલાવતા રહેશે.
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: આપણે તો જિંદગીઓ બચાવવાની છે, આપણા ગામવાળાઓને બચાવવાના છે, આપણા દેશવાસીઓને બચાવવાના છે. અને જો કોઈ કહે છે કે કોરોના ચાલ્યો ગયો તો એ ભ્રમમાં ન રહેતા.
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: આ બીમારી એવી છે, તે બહુરૂપિયા જેવી છે.
કિશોરીલાલ: જી સર.
પ્રધાનમંત્રી: તે રૂપ બદલે છે...નવા-નવા રંગરૂપ લઈને પહોંચી જાય છે.
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: અને તેમાં બચવા માટે આપણી પાસે બે રસ્તા છે. એક તો કોરોના માટે જે નિયમો બનાવ્યા, માસ્ક પહેરવું, સાબુથી વારંવાર હાથ ધોવા, અંતર જાળવવું અને બીજો રસ્તો છે તેની સાથોસાથ રસી લગાવવી, તે પણ એક સારું સુરક્ષા કવચ છે તો તેની ચિંતા કરો.
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: અચ્છા, કિશોરીલાલજી, એ જણાવો.
કિશોરીલાલ: જી સર.
પ્રધાનમંત્રી: તમે લોકો અરસપરસ વાતો કરો છો તો તમે કેવી રીતે સમજાવો છો લોકોને? તમે સમજાવવાનું કામ કરો છો કે તમે પણ અફવામાં આવી જાવ છો?
કિશોરીલાલ: સમજાવીએ શું, તે લોકો વધુ થઈ જાય તો સર, અમે પણ ભયમાં આવી જઈએ ને સર.
પ્રધાનમંત્રી: જુઓ કિશોરીલાલજી, મારી તમારી સાથે વાત થઈ છે, તમે મારા સાથી છો.
કિશોરીલાલ: જી સર.
પ્રધાનમંત્રી: તમારે ડરવાનું નથી અને લોકોના ડરને પણ કાઢવાનો છે. કાઢશો ને?
કિશોરીલાલ: જી સર. કાઢીશું સર, લોકોના ડરને પણ કાઢીશું સર. હું પોતે પણ લગાવડાવીશ.
પ્રધાનમંત્રી: જુઓ, અફવાઓ પર બિલકુલ ધ્યાન ન દેતા.
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: તમે જાણો છો, આપણા વૈજ્ઞાનિકોએ કેટલી મહેનત કરીને આ રસી બનાવી છે?
કિશોરીલાલ: જી સર.
પ્રધાનમંત્રી: આખું વરસ, દિવસ-રાત આટલા મોટા-મોટા વૈજ્ઞાનિકોએ કામ કર્યું છે અને આથી આપણે વિજ્ઞાન પર ભરોસો કરવો જોઈએ, વૈજ્ઞાનિકો પર ભરોસો કરવો જોઈએ કે જુઓ ભાઈ, આવું નથી હોતું, આટલા લોકોએ રસી લઈ લીધી છે, કંઈ નથી થતું.
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: અને અફવાઓથી બહુ બચીને રહેવું જોઈએ, ગામને પણ બચાવવું જોઈએ.
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: અને રાજેશજી, કિશોરીલાલજી, તમારા જેવા સાથીઓને પણ હું કહીશ કે તમે તમારા ગામમાં જ નહીં, બીજાં ગામોને પણ આ અફવાઓથી રોકવાનું કામ કરજો અને લોકોને જણાવજો કે મારી સાથે વાત થઈ છે.
કિશોરીલાલ: જી સર.
પ્રધાનમંત્રી: જણાવજો, મારું નામ જણાવી દેજો.
કિશોરીલાલ: જણાવશું સર અને લોકોને સમજાવીશું અને અમે પોતે પણ લેશું.
પ્રધાનમંત્રી: જુઓ, તમારા પૂરા ગામને મારી તરફથી શુભકામનાઓ આપજો.
કિશોરીલાલ: જી સર.
પ્રધાનમંત્રી: અને બધાને કહેજો કે જ્યારે પણ પોતાનો નંબર આવે...
કિશોરીલાલ: જી...
પ્રધાનમંત્રી: રસી જરૂર લેજો.
કિશોરીલાલ: ઠીક છે સર.
પ્રધાનમંત્રી: હું ઈચ્છીશ કે ગામની મહિલાઓને, આપણી માતાઓ-બહેનોને...
કિશોરીલાલ: જી સર.
પ્રધાનમંત્રી: આ કામમાં વધુમાં વધુ જોડો અને સક્રિયતાથી તેમને સાથે રાખો.
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: ક્યારેક ક્યારેક માતાઓ-બહેનો વાત કરે છે ને તો લોકો જલદી માની જાય છે.
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: તમારા ગામમાં જ્યારે રસીકરણ પૂરું થઈ જાય તો મને જણાવશો તમે?
કિશોરીલાલ: હા, જણાવીશું, સર.
પ્રધાનમંત્રી: પાકું જણાવશો ને?
કિશોરીલાલ: જી.
પ્રધાનમંત્રી: જુઓ, હું રાહ જોઈશ તમારા કાગળની.
કિશોરીલાલ: જી સર.
પ્રધાનમંત્રી: ચાલો, રાજેશજી, કિશોરજી, ખૂબ ખૂબ ધન્યવાદ. તમારી સાથે વાત કરવાની તક મળી.
કિશોરીલાલ: ધન્યવાદ સર, તમે અમારી સાથે વાત કરી. તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ.
સાથીઓ, ક્યારેક ને ક્યારેક આ વિશ્વ માટે કેસ સ્ટડીનો વિષય બનશે કે ભારતના ગામના લોકોને, આપણા વનવાસી-આદિવાસી ભાઈ-બહેનોએ, આ કોરોનાકાળમાં, કઈ રીતે, પોતાના સામર્થ્ય અને સૂજબૂજનો પરિચય આપ્યો. ગામના લોકોએ ક્વૉરન્ટાઇન સેન્ટર બનાવ્યાં, સ્થાનિક જરૂરિયાતોને જોઈને કૉવિડ નિયમો બનાવ્યા. ગામના લોકોએ કોઈને ભૂખ્યા સૂવા નથી દીધા, ખેતીનું કામ પણ અટકવા નથી દીધું. નજીકના શહેરોમાં દૂધ-શાક, આ બધું પ્રતિ દિવસ પહોંચાડતા રહ્યા, આ પણ, ગામોએ સુનિશ્ચિત કર્યું, અર્થાત્ પોતાને સંભાળ્યા, અને બીજાને પણ સંભાળ્યા. આવી જ રીતે આપણે રસીકરણ અભિયાનમાં પણ કરતા રહેવાનું છે. આપણે જાગૃત રહેવાનું પણ છે અને જાગૃત કરવાના પણ છે. ગામોમાં દરેક વ્યક્તિને રસી લગાવવામાં આવે તે દરેક ગામનું લક્ષ્ય હોવું જોઈએ. યાદ રાખો, અને હું તો તમને ખાસ રીતે કહેવા માગું છું. તમે એક પ્રશ્ન તમારા મનને પૂછો- દરેક વ્યક્તિ સફળ થવા માગે છે પરંતુ નિર્ણાયક સફળતાનો મંત્ર શું છે? નિરંતરતા. આથી આપણે સુસ્ત નથી પડવાનું. કોઈ ભ્રાંતિમાં નથી રહેવાનું. આપણે સતત પ્રયાસ કરતા રહેવાના છે. કોરોના પર જીત પ્રાપ્ત કરવાની છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશમાં હવે ચોમાસાની ઋતુ પણ આવી ગઈ છે. વાદળો જ્યારે વરસે છે તો કેવળ આપણા માટે જ નહીં વરસતા, પરંતુ વાદળ આવનારી પેઢીઓ માટે પણ વરસે છે. વાદળનું પાણી જમીનમાં આવીને એકઠું પણ થાય છે, જમીનના જળસ્તરને પણ સુધારે છે. અને આથી, હું જળ સંરક્ષણને દેશ સેવાનું જ એક રૂપ માનું છું. તમે પણ જોયું હશે, આપણામાંથી અનેક લોકો આ પુણ્યને પોતાની જવાબદારી માનીને કામમાં લાગેલા રહે ચે. આવા જ એક શખ્સ છે ઉત્તરાખંડના પૌંડી ગઢવાલના સચ્ચિદાનંદ ભારતીજી. ભારતીજી એક શિક્ષક છે. અને તેમણે પોતાનાં કાર્યોથી લોકોને ખૂબ જ સારી શિખામણ આપી છે. આજે તેમની મહેનતથી જ પૌંડી ગઢવાલના ઉફરૈંખાલ ક્ષેત્રમાં પાણીનું મોટું સંકટ સમાપ્ત થઈ ગયું છે. જ્યાં લોકો પાણી માટે તરસતા હતા ત્યાં આજે આખા વર્ષની પાણીની આપૂર્તિ થઈ રહી છે.
સાથીઓ, પહાડોમાં જળ સંરક્ષણની એક પારંપરિક રીત રહી છે જેને ‘ચાલખાલ’ પણ કહેવાય છે. અર્થાત્ પાણી એકઠું કરવા માટે મોટો ખાડો ખોદવાનો. આ પરંપારમાં ભારતીજીએ કંઈક નવી રીતોને પણ જોડી દીધી. તેમણે સતત નાનાં-નાનાં તળાવો બનાવડાવ્યાં. તેનાથી ન માત્ર ઉફરૈંખાલની પહાડી હરી-ભરી થઈ, પરંતુ લોકોની પીવાના પાણીની તકલીફ પણ દૂર થઈ ગઈ. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ભારતીજી આવાં ૩૦ હજારથી વધુ જળ-તળાવ બનાવી ચૂક્યાં છે. ૩૦ હજાર. તેમનું આ ભગીરથ કાર્ય આજે પણ ચાલુ છે અને અનેક લોકોને પ્રેરણા આપી રહ્યા છે.
સાથીઓ, આ જ રીતે ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં અન્ધાવ ગામના લોકોએ પણ એક અલગ જ રીતનો પ્રયાસ કર્યો છે. તેમણે પોતાના અભિયાનને ઘણું જ રસપ્રદ નામ આપ્યું છે- ‘ખેતરનું પાણી ખેતરમાં, ગામનું પાણી ગામમાં.’ આ અભિયાન હેઠળ ગામના અનેક બીઘા ખેતરમાં ઊંચી-ઊંચી વાડ બનાવવામાં આવી છે. તેનાથી વરસાદનું પાણી ખેતરમાં એકઠું થવા લાગ્યું અને જમીનમાં જવા લાગ્યું. હવે તે બધા લોકો ખેતરની વાડ પર ઝાડ લગાવવાની પણ યોજના બનાવી રહ્યા છે. અર્થાત હવે ખેડૂતોને પાણી, ઝાડ અને પૈસા ત્રણેય મળશે. પોતાનાં સારાં કાર્યોથી, તેમના ગામની ઓળખાણ તો દૂર-દૂર સુધી આમ પણ થઈ રહી છે.
સાથીઓ, આ બધાથી પ્રેરણા લઈને આપણે આપણી આસપાસ જે પણ રીતે પાણી બચાવી શકીએ, આપણે બચાવવું જોઈએ. ચોમાસાનો આ મહત્ત્વપૂર્ણ સમય આપણે ગુમાવવાનો નથી.
મારા પ્રિય દેશવાસીઓ, આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે –
“नास्ति मूलम् अनौषधम् ।।“
અર્થાત્ પૃથ્વી પર એવી કોઈ વનસ્પતિ જ નથી જેમાં કોઈ ને કોઈ ઔષધીય ગુણ ન હોય. આપણી આસપાસ એવાં અનેક ઝાડછોડ હોય છે જેનામાં અદભૂત ગુણ હોય છે પરંતુ ઘણી વાર આપણને તેમના વિશે ખબર જ નથી હોતી. મને નૈનિતાલના એક સાથી, ભાઈ પરિતોષે આવા જ વિષય પર એક પત્ર પણ મોકલ્યો છે. તેમણે લખ્યું છે કે તેમને ગળો અને બીજી અનેક વનસ્પતિઓના આટલા ચમત્કારિક મેડિકલ ગુણો વિશે કોરોના આવ્યા પછી જ ખબર પડી. પરિતોષે મને પણ અનુરોધ કર્યો છે કે હું ‘મન કી બાત’ના બધા શ્રોતાઓને કહું કે તમે તમારી આસપાસની વનસ્પતિઓ વિશે જાણો, અને બીજાઓને પણ જણાવો. વાસ્તવમાં, આ તો આપણી સદીઓ જૂની વિરાસત છે, જેને આપણે જાળવવાની છે. આ દિશામાં મધ્ય પ્રદેશના સતનાના એક સાથી છે શ્રીમાન રામલોટન કુશવાહાજી, તેમણે ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે. રામલોટનજીએ પોતાના ખેતરમાં એક દેશી મ્યૂઝિયમ બનાવ્યું છે. આ મ્યૂઝિયમમાં તેમણે સેંકડો ઔષધીય છોડ અને બીજોનો સંગ્રહ કર્યો છે. તેમને તેઓ દૂર-સુદૂર ક્ષેત્રોમાંથી અહીં લાવ્યા. તે ઉપરાંત તેઓ દર વર્ષે અનેક પ્રકારનાં ભારતીય શાકો પણ ઉગાડે છે. રામલોટનજીનો આ બાગ, આ દેશી મ્યૂઝિયમને જોવા લોકો આવે છે અને તેનાથી પણ શીખે છે. ખરેખર, આ એક બહુ સારો પ્રયોગ છે જેને દેશનાં અલગ-અલગ ક્ષેત્રોમાં કરી શકાય છે. હું ઈચ્છીશ કે તમારામાંથી જે લોકો આ પ્રકારનો પ્રયાસ કરી શકે છે, તેઓ જરૂર કરે. તેનાથી તમારી આવકનાં નવાં સાધન પણ ખુલી શકે છે. એક લાભ એ પણ થશે કે સ્થાનિક વનસ્પતિઓના માધ્યમથી તમારા ક્ષેત્રની ઓળખ પણ વધશે.
મારા પ્રિય દેશવાસીઓ, આજથી થોડા દિવસો પછી પહેલી જુલાઈએ આપણે નેશનલ ડૉક્ટર્સ ડે માનવીશું. આ દિવસ દેશના મહાન ચિકિત્સક અને રાજદ્વારી ડૉ. બી. સી. રોય.ની જયંતીને સમર્પિત છે. કોરોના કાળમાં ડૉક્ટરના યોગદાનના આપણે સહુ આભારી છે. આપણા ડૉક્ટરોએ પોતાના જીવની પરવા ન કરતા આપણી સેવા કરી છે. આથી આ વખતે નેશનલ ડૉક્ટર્સ ડે વધુ ખાસ બની જાય છે.
સાથીઓ, દવાની દુનિયાના સૌથી સમ્માનિત લોકોમાંના એક હિપૉક્રેટ્સે કહ્યું હતું-
“Wherever the art of Medicine is loved, there is also a love of Humanity.”
અર્થાત્ જ્યાં આર્ટ ઑફ મેડિસિન માટે પ્રેમ હોય છે ત્યાં માનવતા માટે પણ પ્રેમ હોય છે. ડૉક્ટર્સ, આ પ્રેમની શક્તિથી જ આપણી સેવા કરી શકે છે. આથી આપણી એ જવાબદારી છે કે આપણે એટલા જ પ્રેમથી તેમનો ધન્યવાદ કરીએ, તેમની હિંમત વધારીએ. આમ તો આપણા આ દેશમાં અનેક લોકો એવા પણ છે જે ડૉક્ટરોની મદદ માટે આગળ આવીને કામ કરે છે. શ્રીનગરથી આવ જ એક પ્રયાસ વિશે મને ખબર પડી. અહીં ડાલ સરોવરમાં એક બૉટ એમ્બ્યુલન્સ સર્વિસની શરૂઆત કરવામાં આવી. આ સેવાને શ્રીનગરના તારિક અહેમદ પતલૂજીએ શરૂ કરી જે એક હાઉસબૉટ માલિક છે. તેમણે પોતે પણ કૉવિડ-૧૯ સામે લડાઈ લડી છે અને તેનાથી તેમને એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરવા માટે પ્રેરણા મળી. તેમની આ એમ્બ્યુલન્સથી લોકોને જાગૃત કરવાનું અભિયાન પણ ચાલી રહ્યું છે. તેઓ આ એમ્બ્યુલન્સથી સતત ઘોષણાઓ પણ કરી રહ્યા છે. પ્રયાસ એ છે કે લોકો માસ્ક પહેરવાથી લઈને દરેક પ્રકારની આવશ્યક સાવધાની રાખે.
સાથીઓ, ડૉક્ટર્સ ડેની સાથે એક જુલાઈએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડે પણ મનાવાય છે. મેં કેટલાંક વર્ષ પહેલાં દેશના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો પાસે વૈશ્વિક સ્તરની ભારતીય ઑડિટ ફર્મ્સનો ઉપહાર માગ્યો હતો. આજે હું તેમને તેનું સ્મરણ કરાવવા માગું છું. અર્થવ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બહુ સારી અને સકારાત્મક ભૂમિકા નિભાવી શકે છે. હું આ બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તેમના પરિવારના સભ્યોને મારી શુભકામનાઓ પાઠવું છું.
મારા પ્રિય દેશવાસીઓ, કોરોના વિરુદ્ધ ભારતની લડાઈની એક મોટી વિશેષતા છે. આ લડાઈમાં દેશના દરેક વ્યક્તિએ પોતાની ભૂમિકા નિભાવી છે. મેં ‘મન કી બાત’માં ઘણી વાર તેનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ કેટલાક લોકોને ફરિયાદ પણ રહે છે કે તેના વિશે આટલી વાત થઈ નથી શકતી. અનેક લોકો, ચાહે તે બૅન્ક સ્ટાફ હોય, શિક્ષકો હોય, નાના વેપારી કે દુકાનદાર હોય, દુકાનોમાં કામ કરનારા લોકો હોય, રેંકડી-લારી ચલાવનારા ભાઈ-બહેન હોય, સિક્યોરિટી વૉચમેન હોય કે પછી ટપાલી અને ટપાલ ખાતાના કર્મચારી- વાસ્તવમાં આ યાદી બહુ જ લાંબી છે અને દરેકે પોતાની ભૂમિકા નિભાવી છે. શાસન-પ્રશાસનમાં પણ અનેક લોકો અલગ-અલગ સ્તર પર જોડાયેલા રહ્યા છે.
સાથીઓ, તમે સંભવતઃ ભારત સરકારમાં સચિવ રહેલા ગુરુપ્રસાદ મહાપાત્રજીનું નામ સાંભળ્યું હશે. હું આજે ‘મન કી બાત’માં તેમનો ઉલ્લેખ પણ કરવા માગું છું. ગુરુપ્રસાદજીને કોરોના થઈ ગયો હતો, તેઓ હૉસ્પિટલમાં દાખલ હતા, અને પોતાનું કર્તવ્ય પણ નિભાવી રહ્યા હતા. દેશમાં ઑક્સિજનનું ઉત્પાદન વધે, દૂર-સુદૂરના વિસ્તારો સુધી ઑક્સિજન પહોંચે તેના માટે તેમણે દિવસ-રાત કામ કર્યું. એક તરફ ન્યાયાલયોના ચક્કર, મિડિયાનું દબાણ- એક સાથે અનેક મોરચાઓ પર તેઓ લડતા રહ્યા. બીમારી દરમિયાન તેમણે કામ કરવાનું બંધ ન કર્યું. મનાઈ કર્યા પછી પણ તેઓ જિદ કરીને ઑક્સિજન પર થનારી વિડિયો પરિષદમાં પણ સામેલ થઈ જતા હતા. દેશવાસીઓની એટલી ચિંતા હતી તેમને. તેઓ હૉસ્પિટલની પથારી પર પોતાની પરવા કર્યા વગર દેશના લોકો સુધી ઑક્સિજન પહોંચાડવાની વ્યવસ્થામાં લાગેલા રહ્યા. આપણા બધા માટે આ દુઃખદ છે કે આ કર્મયોગીને પણ દેશે ખોઈ દીધા છે- કોરોનાએ તેમને આપણી પાસેથી છિનવી લીધા છે. આવા અગણ્ય લોકો છે જેમની ચર્ચા ક્યારેય થઈ નથી શકી. આવી દરેક વ્યક્તિને આપણી શ્રદ્ધાંજલી એ જ હશે કે આપણે કોરોના નિયમોનું પૂરી રીતે પાલન કરીએ, રસી જરૂર લગાવીએ.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’ની સૌથી સારી વાત એ છે કે તેમાં મારાથી વધુ આપ સહુનું યોગદાન રહે છે. હમણાં જ મેં MyGovમાં એક પૉસ્ટ જોઈ, જે ચેન્નાઈના થિરુ આર. ગુરુપ્રસાદજીની છે. તેમણે જે લખ્યું છે તે જાણીને તમને પણ સારું લાગશે. તેમણે લખ્યું છે કે તેઓ ‘મન કી બાત’ કાર્યક્રમના નિયમિત શ્રોતા છે. ગુરુપ્રસાદજીની પૉસ્ટમાંથી હવે હું કેટલીક પંક્તિઓ ઉધ્વત કરું છું. તેમણે લખ્યું છે-
તમે જ્યારે પણ તમિલનાડુ વિશે વાત કરો છો તો મારો રસ વધી જાય છે. તમે તમિલ ભાષા અને તમિલ સંસ્કૃતિની મહાનતા, તમિલ તહેવારો અને તમિલનાડુનાં પ્રમુખ સ્થાનોની ચર્ચા કરી છે.
ગુરુપ્રસાદજી આગળ લખે છે કે- ‘મન કી બાત’માં મેં તમિલનાડુના લોકોની ઉપલબ્ધિઓ વિશે પણ અનેક વાર જણાવ્યું છે. તિરુક્કુરલ પ્રતિ આપના પ્રેમ અને તિરુવલ્લુવરજી પ્રતિ આપના આદર વિશે તો કહેવું જ શું. આથી મેં ‘મન કી બાત’માં આપે તમિલનાડુ વિશે જે કંઈ બોલ્યું છે તે બધું સંકલિત કરીને એક ઇ-બુક તૈયાર કરી છે. શું આપ આ ઇ-બુક વિશે કંઈ બોલશો અને તેને NamoApp પર પણ રિલીઝ કરશો? ધન્યવાદ.
હા હું ગુરુપ્રસાદજીનો પત્ર તમારી સામે વાંચી રહ્યો હતો.
ગુરુપ્રસાદજી, તમારી આ પૉસ્ટ વાંચીને ખૂબ જ આનંદ આવ્યો. હવે તમે તમારી ઇ-બુકમાં એક વધુ પાનું જોડી દો.
...’નાન તમિલકલા ચારાક્તિન પેરિયે અભિમાની .
નાન ઉલગતલયે પલમાયાં તમિલ મોલિયન પેરિયે અભિમાની.’
ઉચ્ચારણનો દોષ અવશ્ય હશે પરંતુ મારો પ્રયાસ અને મારો પ્રેમ ક્યારેય પણ ઓછો નહીં હોય. જે તમિલભાષી નથી તેમને હું જણાવવા માગું છું, ગુરુપ્રસાદજીને મેં કહ્યું છે-
હું તમિલ સંસ્કૃતિનો ખૂબ જ મોટો પ્રશંસક છું.
હું દુનિયાની સૌથી જૂની ભાષા તમિલનો મોટો પ્રશંસક છું.
સાથીઓ, દરેક હિન્દુસ્તાનીને, વિશ્વની સૌથી પ્રાચીન ભાષા આપણા દેશની છે, તેનું ગુણગાન કરવું જ જોઈએ. તેના પર ગર્વ અનુભવવો જોઈએ. હું પણ તમિલ વશે ખૂબ જ ગર્વ કરું છું. ગુરુપ્રસાદજી, તમારો આ પ્રયાસ મારા માટે નવી દૃષ્ટિ આપનારો છે. કારણકે હું ‘મન કી બાત’ કરું છું તો સહજ-સરળ રીતે મારી વાત રાખું છું. મને નહોતી ખબર કે આનું આ પણ એક તત્ત્વ હશે. તમે જ્યારે જૂની બધી વાતોને એકઠી કરી તો મેં પણ એક વાર નહીં, પરંતુ બે વાર વાંચી. ગુરુપ્રસાદજી, તમારી આ ઇ-બુકને હું NamoApp પર જરૂર અપલૉડ કરાવીશ. ભવિષ્યના પ્રયાસો માટે તમને ખૂબ ખૂબ શુભકામનાઓ.
મારા પ્રિય દેશવાસીઓ, આજે આપણે કોરોનાની કઠણાઈઓ અને સાવધાનીઓ પર વાત કરી. દેશ અને દેશવાસીઓની અનેક ઉપલબ્ધિઓ પર પણ ચર્ચા કરી. હવે એક બીજો મોટો અવસર પણ આપણી સામે છે. ૧૫ ઑગસ્ટ આવવાની છે. સ્વતંત્રતાનાં ૭૫ વર્ષનો અમૃત મહોત્સવ આપણા માટે બહુ મોટી પ્રેરણા છે. આપણે દેશ માટે જીવવાનું શીખીએ. સ્વતંત્રતાની લડાઈ- દેશ માટે મરનારાઓની કથા છે. સ્વતંત્રતા પછીના આ સમયને આપણે દેશ માટે જીવનારાઓની કથા બનાવવાની છે. આપણો મંત્ર હોવો જોઈએ- India first. આપણા દરેક નિર્ણય, દરેક નિર્ણયનો આધાર હોવો જોઈએ- India first.
સાથીઓ, અમૃત મહોત્સવમાં દેશે અનેક સામૂહિક લક્ષ્યો પણ નક્કી કર્યા છે. જેમ કે, આપણે આપણા સ્વાધીનતા સૈનિકોને યાદ કરીને તેની સાથે જોડાયેલા ઇતિહાસને પુનર્જીવિત કરવાનો છે. તમને યાદ હશે કે ‘મન કી બાત’માં મેં યુવાનોને સ્વાધીનતા સંગ્રામ પર ઇતિહાસ લેખન કરી, સંશોધન કરીને, તેની અપીલ કરી હતી. હેતુ એ હતો કે યુવાન પ્રતિભાઓ આગળ આવે, યુવાન વિચારસરણી, યુવાન વિચાર સામે આવે, યુવાન કલમો નવી ઊર્જા સાથે લેખન કરે. મને એ જોઈને બહુ સારું લાગ્યું કે ખૂબ જ ઓછા સમયમાં અઢી હજારથી વધુ યુવાનો આ કામ કરવા માટે આગળ આવ્યા છે. સાથીઓ, રસપ્રદ વાત એ છે કે ૧૯મી-૨૦મી સદીની લડાઈ વિશે તો સામાન્ય રીતે વાત થતી રહે છે પણ આનંદ એ વાતનો છે કે ૨૧મી સદીમાં જે યુવાનો જન્મ્યા છે, ૨૧મી સદીમાં જેમનો જન્મ થયો છે એવા મારા નવયુવાન સાથીઓ ૧૯મી-૨૦મી સદીની સ્વતંત્રતાની લડાઈને લોકો સામે રાખવાનો મોરચો સંભાળ્યો છે. આ બધા લોકોએ MyGov પર તેની પૂરી માહિતી મોકલી છે. આ લોકો હિન્દી, અંગ્રેજી, તમિલ, કન્નડ, બાંગ્લા, તેલુગુ, મરાઠી, મલયાલમ, ગુજરાતી, આવી દેશની અલગ-અલગ ભાષાઓમાં સ્વાધીનતા સંગ્રામ પર લખશે. કોઈ સ્વાધીનતા સંગ્રામથી જોડાયેલા રહેલાં પોતાનાં આસપાસનાં સ્થાનોની જાણકારી મેળવી રહ્યું છે તો કોઈ આદિવાસી સ્વાધીનતા સૈનિકો પર પુસ્તક લખી રહ્યું છે. એક સારી શરૂઆત છે. મારો આપ સહુને અનુરોધ છે કે અમૃત મહોત્સવથી જેવી રીતે પણ જોડાઈ શકો, જરૂર જોડાવ. આપણું એ સૌભાગ્ય છે કે આપણે સ્વતંત્રતાનાં ૭૫ વર્ષના પર્વના સાક્ષી બની રહ્યા છીએ. આથી હવે પછી જ્યારે આપણે ‘મન કી બાત’માં મળીશું, તો અમૃત મહોત્સવની વધુ તૈયારીઓ પર પણ વાત કરીશું. તમે સહુ સ્વસ્થ રહો, કોરોના સાથે જોડાયેલા નિયમોનું પાલન કરીને આગળ વધો, પોતપોતાના નવા પ્રયાસોથી દેશને આવી જ રીતે ગતિ આપતા રહો, આ જ શુભકામનાઓ સાથે, ખૂબ ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આપણે જોઈએ છીએ કે દેશ કઈ રીતે પૂરી તાકાત સાથે કૉવિડ-૧૯ સામે લડી રહ્યો છે. ગત સો વર્ષમાં આ સૌથી મોટો રોગચાળો છે અને આ રોગચાળા વચ્ચે ભારતે અનેક કુદરતી આપત્તિઓનો પણ મજબૂત રીતે સામનો કર્યો છે. આ દરમિયાન વાવાઝોડું અમ્ફાન આવ્યું, વાવાઝોડું નિસર્ગ આવ્યું, અનેક રાજ્યોમાં પૂર આવ્યાં, નાનામોટા ભૂકંપ આવ્યા, ભૂસ્ખલન થયાં. હમણાંહમણાં ગત ૧૦ દિવસોમાં જ દેશે ફરી બે મોટાં વાવાઝોડાંનો સામનો કર્યો. પશ્ચિમી દરિયાકાંઠે વાવાઝોડું ‘તાઉ-તે’ અને પૂર્વીય દરિયાકાંઠે વાવાઝોડું ‘યાસ’. આ બંને ચક્રાવાતોએ અનેક રાજ્યોને પ્રભાવિત કર્યાં છે. દેશ અને દેશની જનતા તેમની સામે પૂરી તાકાત સાથે લડી અને ઓછામાં ઓછી જાનહાનિ સુનિશ્ચિત કરી. આપણે હવે એ અનુભવ કરીએ છીએ કે અગાઉનાં વર્ષોની સરખામણીમાં, વધુમાં વધુ લોકોનો જીવ બચાવી રહ્યા છીએ. વિપત્તિની આ કઠિન અને અસાધારણ પરિસ્થિતિમાં વાવાઝોડાંથી પ્રભાવિત થયેલાં બધાં રાજ્યોના લોકોએ જે રીતે સાહસનો પરિચય આપ્યો છે, સંકટની આ ઘડીમાં ખૂબ જ ધૈર્ય સાથે અનુશાસન સાથે મુકાબલો કર્યો છે- હું આદરપૂર્વક, હૃદયપૂર્વક બધા નાગરિકોની પ્રશંસા કરું છું. જે લોકોએ આગળ આવીને રાહત અને બચાવના કાર્યમાં ભાગ લીધો, એવા સર્વે લોકોની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. હું એ બધાને વંદન કરું છું. કેન્દ્ર, રાજ્ય સરકારો અને સ્થાનિક પ્રશાસન, બધાં, એક સાથે મળીને આ આપત્તિનો સામનો કરવામાં લાગેલા છે. હું તે બધાં લોકોના પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું જેમણે પોતાના નિકટના લોકોને ગુમાવ્યા છે. આપણે બધાં આ મુશ્કેલ સમયમાં તે લોકો સાથે મજબૂતીથી ઊભા છીએ જેમણે આ આપત્તિથી નુકસાન વેઠ્યું છે.
મારા પ્રિય દેશવાસીઓ, પડકાર ગમે તેટલો મોટો હોય, ભારતના વિજયનો સંકલ્પ હંમેશાં એટલો જ મોટો રહ્યો છે. દેશની સામૂહિક શક્તિ અને આપણા સેવા ભાવે દેશને દરેક તોફાનમાંથી બહાર કાઢ્યો છે. તાજેતરના દિવસોમાં આપણે જોયું છે કે આપણા ડૉક્ટરો, નર્સો અને અગ્ર હરોળના યોદ્ધાઓએ પોતાની ચિંતા છોડીને દિવસ-રાત કામ કર્યું છે અને આજે પણ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે એવા લોકો પણ છે જેમની કોરોનાના બીજા મોજા સામે લડવામાં ઘણી મોટી ભૂમિકા રહી છે. મને ‘મન કી બાત’ના અનેક શ્રોતાઓએ NamoApp પર અને પત્ર દ્વારા આ યૌદ્ધાઓ વિશે ચર્ચા કરવાનો અનુરોધ કર્યો છે.
સાથીઓ, જ્યારે બીજું મોજું આવ્યું, અચાનક જ ઑક્સિજનની માગ અનેક ગણી વધી ગઈ તો બહુ મોટો પડકાર હતો. મેડિકલ ઑક્સિજનને દેશના દૂરના ભાગોમાં પહોંચાડવું એ પોતાની રીતે બહુ મોટો પડકાર હતો. ઑક્સિજન ટૅન્કર બહુ ઝડપથી ચાલે. નાનકડી પણ ભૂલ થાય, તો તેમાં બહુ મોટા વિસ્ફોટનું જોખમ હોય છે. ઇન્ડસ્ટ્રિયલ ઑક્સિજનનું ઉત્પાદન કરનારા ઘણા પ્લાન્ટ દેશના પૂર્વીય ભાગોમાં છે ત્યાંથી બીજાં રાજ્યોમાં ઑક્સિજન પહોંચાડવા માટે પણ અનેક દિવસો લાગે છે. દેશ સામે આવેલા આ પડકારમાં દેશની મદદ કરી, ક્રાયૉજેનિક ટૅન્કર ચલાવનારા ડ્રાઇવરોએ, ઑક્સિજન ઍક્સ્પ્રેસે, વાયુ દળના પાઇલૉટોએ. એવા અનેક લોકોએ યુદ્ધ સ્તર પર કામ કરીને હજારો-લાખો લોકોનું જીવન બચાવ્યું. આજે ‘મન કી બાત’માં આપણી સાથે આવા જ એક સાથી જોડાઈ રહ્યા છે- ઉત્તર પ્રદેશના જૌનપુરમાં રહેતા શ્રીમાન દિનેશ ઉપાધ્યાય જી....
મોદી જી- દિનેશજી, નમસ્કાર.
દિનેશ ઉપાધ્યાય જી- સર જી, પ્રણામ.
મોદીજી- સૌથી પહેલાં તો હું ઈચ્છીશ કે તમે જરા તમારા વિશે અમને જરૂર જણાવો.
દિનેશ ઉપાધ્યાય જી- સર, મારું નામ દિનેશ બાબુલનાથ ઉપાધ્યાય છે. હું ગામ હસનપુર, પૉસ્ટ જમુઆ, જિલ્લા જૌનપુરનો નિવાસી છું, સર.
મોદીજી-ઉત્તર પ્રદેશના છો?
દિનેશ- હા. હા. સર.
મોદીજી- જી
દિનેશ- અને સર, મારે એક દીકરો છે, બે દીકરી અને પત્ની તેમજ માતાપિતા.
મોદીજી- અને, તમે શું કરો છો?
દિનેશજી-સર, હું ઑક્સિજન ટૅન્કર ચલાવું છું, સર... પ્રવાહી ઑક્સિજનનું.
મોદીજી- બાળકોનો અભ્યાસ બરાબર થઈ રહ્યો છે ને?
દિનેશ- હા સર. બાળકોનો અભ્યાસ ચાલી રહ્યો છે. દીકરીઓ પણ ભણી રહી છે, બંને અને મારો દીકરો પણ ભણી રહ્યો છે.
મોદીજી- આ ઑનલાઇન ભણતર પણ બરાબર ચાલે છે ને, તેમનું?
દિનેશ- હા સર, સારી રીતે કરી રહ્યા છે. અત્યારે મારી દીકરીઓ ભણી રહી છે. ઑનલાઇનમાં જ ભણી રહી છે સર. સર, ૧૫થી ૧૭ વર્ષ થઈ ગયા સર, હું ઑક્સિજન ટૅન્કર ચલાવું છું, સર.
મોદીજી- અચ્છા! તમે આ ૧૫-૧૭ વર્ષથી માત્ર ઑક્સિજન લઈને જાવ છો તો ટ્રક ડ્રાઇવર નથી. તમે એક રીતે લાખોનું જીવન બચાવવામાં લાગેલા છો.
દિનેશ- સર, અમારું કામ જ એવું છે સર, ઑક્સિજન ટૅન્કરનું કે અમારી જે કંપની છે INOX કંપની તે પણ અમારા લોકોનું બહુ ધ્યાન રાખે છે અને અમે લોકો ક્યાંય પણ જઈને ઑક્સિજન ખાલી કરીએ તો અમને બહુ આનંદ થાય છે, સર.
મોદીજી- પરંતુ અત્યારે કોરોનાના સમયમાં તમારી જવાબદારી ઘણી વધી ગઈ છે.
દિનેશ- હા સર, ઘણી વધી ગઈ છે.
મોદી જી- જ્યારે તમે ટ્રકની ડ્રાઇવિંગ સીટ પર બેસો છો તો તમારા મનમાં શું ભાવ હોય છે? પહેલાંની સરખામણીમાં શું અલગ અનુભવ? ઘણું દબાણ પણ રહેતું હશે. માનસિક તણાવ પણ રહેતો હશે. પરિવારની ચિંતા, કોરોના અથવા વાતાવરણ, લોકોની તરફથી દબાણ, માગણીઓ. શું-શું થતું હશે?
દિનેશ- સર અમને કોઈ ચિંતા નથી થતી. અમને ખાલી એ જ થાય છે કે અમારે અમારું જે કર્તવ્ય નિભાવવાનું છે, સરજી, તે અમે ટાઇમ પર લઈને જો અમારા ઑક્સિજનથી કોઈને જીવન મળે છે તો તે અમારા માટે બહુ ગૌરવની વાત છે.
મોદીજી- બહુ ઉત્તમ રીતે તમે તમારી ભાવના વ્યક્ત કરી રહ્યા છો. ચાલો એ કહો કે આજે આ રોગચાળાના સમયમાં તમારા કામના મહત્ત્વને જોઈએ છીએ, જે કદાચ પહેલાં આટલું નહીં સમજ્યા હોય, હવે સમજી રહ્યા છીએ તો શું તમારા અને તમારા કામ પ્રત્યે તેમના દૃષ્ટિકોણમાં પરિવર્તન આવ્યું છે?
દિનેશ- હા સરજી. થોડા સમય પહેલાં અમે ઑક્સિજનના ડ્રાઇવર ક્યાંય પણ જામમાં આમતેમ ફસાયેલા રહેતા હતા, પરંતુ આજની તારીખમાં તંત્રના લોકોએ પણ અમારા લોકોની ઘણી મદદ કરી. અને જ્યાં પણ અમે જઈએ છીએ તો અમે પણ અમારી અંદર જિજ્ઞાસા આવી જાય છે, અમે કેટલી ઝડપથી પહોંચીને લોકોનો જીવ બચાવીએ, સર. પછી ભલે ભોજન મળે કે ન મળે, કંઈ પણ તકલીફ પડે પરંતુ અમે હૉસ્પિટલ પહોંચીએ છીએ જ્યારે ટૅન્કર લઈને અને જોઈએ છીએ કે હૉસ્પિટલવાળા અમને vનો ઈશારો કરે છે, તેમના પરિવારના લોકો જેમના ઘરના લોકો અંદર દાખલ હોય છે.
મોદીજી- અચ્છા, વિક્ટરીનો વી બતાવે છે?
દિનેશ- હા સર. વી બતાવે છે, કોઈ અંગૂઠો બતાવે છે. અમને બહુ જ શાંતિ મળે છે અમારા જીવનમાં કે અમે કોઈ સારું કામ જરૂર કર્યું છે કે મને આવી સેવા કરવાનો અવસર મળ્યો છે.
મોદીજી- બધો થાક ઉતરી જતો હશે...
દિનેશ- હા સર. હા સર.
મોદીજી- તો ઘર આવીને બાળકોને બધી વાતો કરો છો તમે?
દિનેશ – ના સર. બાળકો તો અમારા ગામમાં રહે છે. અમે તો અહીં INOX Air productમાં , હું ડ્રાઇવરી (ડ્રાઇવર તરીકે) કરું છું. ૮-૯ મહિના પછી ત્યારે ઘર જઉં છું.
મોદીજી- તો ક્યારેક ફૉન પર બાળકો સાથે વાતો કરતા હશો ને?
દિનેશ- હા સર. નિયમિત થાય છે.
મોદીજી- તો તેમના મનમાં થતું હશે પિતાજી જરા સંભાળો આવા સમયે?
દિનેશ-સર જી, તે લોકો કહે છે કે પાપા કામ કરો, પરંતુ તમારી સુરક્ષા સાથે કરો અને અમે લોકો સર, સુરક્ષા સાથે કામ કરીએ છીએ. અમારો માનગાંવ પ્લાન્ટ પણ છે. INOX અમારા લોકોની ઘણી મદદ કરે છે.
મોદીજી- ચાલો. દિનેશજી, મને ઘણું સારું લાગ્યું. તમારી વાતો સાંભળીને અને દેશને પણ લાગશે કે આ કોરોનાની લડાઈમાં કેવા-કેવા લોકો કેવી-કેવી રીતે, કામ કરી રહ્યા છે. તમે નવ-નવ મહિના સુધી તમારાં બાળકોને નથી મળતાં. પરિવારને નથી મળતાં કારણકે માત્ર લોકોનો જીવન બચી જાય. જ્યારે દેશ આ સાંભળશે તો દેશને ગર્વ થશે કે લડાઈ આપણે જીતીશું કારણકે દિનેશ ઉપાધ્યાય જેવા લાખો લોકો આપણી સાથે છે જે પૂરી તાકાતથી લાગેલા છે.
દિનેશ- સર જી. આપણે લોકો કોરોનાને કોઈ ને કોઈ દિવસે જરૂર હરાવીશું, સરજી.
મોદીજી- ચાલો, દિનેશજી, તમારી ભાવનાઓ એ જ તો દેશની તાકાત છે. બહુ બહુ ધન્યવાદ દિનેશજી. અને તમારા બાળકોને મારા આશીર્વાદ કહેશો.
દિનેશ- ઠીક છે, સર. પ્રણામ.
મોદીજી- ધન્યવાદ.
દિનેશ- પ્રણામ. પ્રણામ.
મોદીજી- ધન્યવાદ.
સાથીઓ, દિનેશજી જેમ કહી રહ્યા હતા ખરેખર જ્યારે એક ટૅન્કર ડ્રાઇવર ઑક્સિજન લઈને હૉસ્પિટલ પહોંચે છે તો ઈશ્વરે મોકલેલા દૂત જ લાગે છે. આપણે સમજી શકીએ છીએ કે આ કામ જવાબદારીવાળું હોય છે અને તેમાં કેટલું માનસિક દબાણ પણ હોય છે.
સાથીઓ, પડકારના આ સમયમાં, ઑક્સિજનના પરિવહનને સરળ કરવા માટે ભારતીય રેલવે પણ આગળ આવ્યું છે. ઑક્સિજન ઍક્સ્પ્રેસ, ઑક્સિજન રેલવેએ સડક પર ચાલનારા ઑક્સિજન ટૅન્કરથી અનેક ગણી વધુ ઝડપથી, અનેક ગણી વધુ પ્રમાણમાં, ઑક્સિજન દેશના ખૂણે-ખૂણામાં પહોંચાડ્યો છે. માતાઓ અને બહેનોને એ જાણીને ગર્વ થશે કે એક ઑક્સિજન ઍક્સ્પ્રેસ તો પૂરી રીતે મહિલાઓ જ ચલાવી રહી છે. દેશની દરેક નારીને આ વાતનો ગર્વ થશે. એટલું જ નહીં, દરેક હિન્દુસ્તાનીને ગર્વ થશે. મેં ઑક્સિજન ઍક્સ્પ્રેસની એક લૉકૉ-પાઇલૉટ શિરિષા ગજનીજીને ‘મન કી બાત’માં આમંત્રિત કર્યાં છે.
મોદીજી-શિરિષાજી, નમસ્તે.
શિરિષા- નમસ્તે સર. કેમ છો સર?
મોદીજી- હું બહુ સારો છું. શિરિષાજી, મેં સાંભળ્યું છે કે તમે તો રેલવે પાઇલૉટના રૂપમાં કામ કરી રહ્યાં છો અને મને કહેવામાં આવ્યું કે તમારી મહિલાઓની આખી ટોળી આ ઑક્સિજન ઍક્સ્પ્રેસને ચલાવી રહી છે. શિરિષાજી, તમે ખૂબ જ શાનદાર કામ કરી રહ્યાં છો. કોરોના કાળમાં તમારી જેમ અનેક મહિલાઓએ આગળ આવીને કોરોના સામે લડવામાં દેશને તાકાત આપી છે. તમે પણ નારી શક્તિનું એક મોટું ઉદાહરણ છો. પરંતુ દેશ જાણવા માગશે, હું જાણવા માગું છું કે તમને આ પ્રેરણા ક્યાંથી મળે છે?
શિરિષા- સર, મને પ્રેરણા મારાં માતાપિતાથી મળે છે, સર. મારા પિતાજી સરકારી કર્મચારીછે. ખરેખર તો મારે બે મોટી બહેન છે. અમે ત્રણ બહેનો છીએ પરંતુ મારા પિતાજી અમને કામ કરવા માટે ઘણું પ્રોત્સાહન આપે છે. મારી સૌથી મોટી બહેન સરકારી બૅન્કમાં નોકરી કરે છે અને હું રેલવેમાં છું. મારાં માતાપિતા મને પ્રોત્સાહન આપે છે.
મોદીજી- અચ્છા શિરિષાજી, તમે સામાન્ય દિવસોમાં પણ રેલવેને તમારી સેવાઓ આપી છે. ટ્રેનને સ્વાભાવિક ચલાવી છે પરંતુ જ્યારે આ એક તરફ ઑક્સિજનની આટલી માગણી અને જ્યારે તમે ઑક્સિજનને લઈને જઈ રહ્યા છો તો થોડું જવાબદારીભર્યું કામ રશે, થોડી વધુ જવાબદારી હશે? સામાન્ય માલને લઈ જવી અલગ વાત છે, ઑક્સિજન તો બહુ નાજુક હોય છે આ ચીજો, તો શું અનુભવ થયો હતો?
શિરિષા- મને આનંદની લાગણી થઈ આ કામ કરવા માટે. ઑક્સિજન સ્પેશિયલ દેવાના સમયે બધું તપાસી લઈએ, સુરક્ષાની રીતે, ફૉર્મેશનની રીતે, કોઈ લીકેજ તો નથી ને. તે ઉપરાંત ભારતીય રેલવે પણ ઘણી મદદરૂપ છે સર. આ ઑક્સિજન ચલાવવા માટે મને લીલો માર્ગ આપ્યો, આ ગાડી ચલાવવા માટે ૧૨૫ કિલોમીટર અંતર દોઢ કલાકમાં કપાઈ ગયું. આટલી જવાબદારી રેલવેએ પણ ઉપાડી, મેં પણ ઉપાડી, સર.
મોદીજી- વાહ. ચાલો, શિરિષાજી, હું તમને ઘણા અભિનંદન આપું છું અને તમારા પિતાજી- માતાજીને વિશેષ રૂપે પ્રણામ કરું છું જેમણે ત્રણેય દીકરીઓને આટલી પ્રેરણા આપી અને તેમને આગળ વધારી અને આ પ્રકારની હિંમત આપી છે. અને હું સમજું છું કે આવાં માતાપિતાને પણ પ્રણામ અને તમે બધી બહેનોને પણ પ્રણામ જેમણે આ રીતે દેશની સેવા પણ કરી અને જુસ્સો પણ બતાવ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ શિરિષાજી.
શિરિષા- ધન્યવાદ સર. આભાર સર. તમારા આશીર્વાદ જોઈએ છે સર મને.
મોદીજી- બસ, પરમાત્માના આશીર્વાદ તમારા પર સદા રહે, તમારાં માતાપિતાના આશીર્વાદ પણ સદા રહે. ધન્યવાદજી.
શિરિષા- ધન્યવાદ સર.
સાથીઓ, આપણે હમણાં શિરિષાજીની વાત સાંભળી. તેમના અનુભવ, પ્રેરણા પણ આપે છે, ભાવુક પણ કરે છે. વાસ્તવમાં આ લડાઈ એટલી મોટી છે કે તેમાં રેલવેની જેમ આપણો દેશ, જળ, સ્થળ, નભ, ત્રણેય માર્ગે કામ કરી રહ્યો છે. એક તરફ ખાલી ટૅન્કરને વાયુ દળનાં વિમાનો દ્વારા ઑક્સિજન પ્લાન્ટ સુધી પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે, બીજી તરફ નવા ઑક્સિજન પ્લાન્ટ બનાવવાનું કામ પણ પૂરું કરવામાં આવી રહ્યું છે. સાથે જ વિદેશોથી ઑક્સિજન, ઑક્સિજન કન્સન્ટ્રેટર અને ક્રાયૉજેનિક ટૅન્કરો પણ દેશમાં લાવવામાં આવી રહ્યાં છે. આથી, તેમાં નૌ સેના પણ લાગી, વાયુ દળ પણ લાગ્યું, ભૂમિ દળ પણ લાગ્યું અને ડીઆરડીઓ જેવી આપણી સંસ્થા પણ લાગેલી છે. આપણા અનેક વૈજ્ઞાનિકો, ઉદ્યોગના નિષ્ણાતો અને ટૅક્નિશિયનો પણ યુદ્ધ સ્તર પર કામ કરી રહ્યા છે. તે બધાંના કામને જાણવાની, સમજવાની જિજ્ઞાસા બધા દેશવાસીઓના મનમાં છે આથી, આપણી સાથે આપણી વાયુ સેનાના ગ્રૂપ કેપ્ટન પટનાયકજી જોડાઈ રહ્યા છે.
મોદીજી- પટનાયકજી, જય હિન્દ.
ગ્રૂપ કેપ્ટન-સર, જય હિન્દ. સર હું ગ્રૂપ કેપ્ટન એ. કે. પટનાયક છું. વાયુ સેનાના સ્ટેશન હિંડનથી વાત કરું છું.
મોદીજી- પટનાયકજી, કોરોના સાથે લડાઈ દરમિયાન તમે ઘણી મોટી જવાબદારી સંભાળી રહ્યા છો. દુનિયાભરમાં જઈને ટૅન્કર લાવવું, ટૅન્કર અહીં પહોંચાડવું. હું જાણવા માગું છું કે એક સૈનિક તરીકે એક અલગ પ્રકારનું કામ તમે કર્યું છે. મરવું-મારવા માટે દોડવાનું રહે છે, આજે તમે જિંદગી બચાવવા માટે દોડી રહ્યા છો. કેવો અનુભવ થઈ રહ્યો છે?
ગ્રૂપ કેપ્ટન- સર, આ સંકટના સમયમાં આપણા દેશવાસીઓની મદદ કરી શકીએ છીએ તે અમારા માટે ઘણું જ સૌભાગ્યનું કામ છે સર અને આ જે પણ અમને મિશન મળેલા છે અમે બખૂબી તેને નિભાવી રહ્યા છીએ. અમારી ટ્રેનિંગ અને સપૉર્ટ સર્વિસ જે છે, અમારી પૂરી મદદ કરી રહી છે અને સૌથી મોટી ચીજ છે સર, તેમાં જે અમને કામનો સંતોષ મળી રહ્યો છે તે ખૂબ જ ઉચ્ચ સ્તરનો છે અને તેના કારણે અમે સતત ઑપરેશન કરી શકીએ છીએ.
મોદીજી- કેપ્ટન, તમે આ દિવસોમાં જે જે પ્રયાસ કર્યા છે અને તે પણ ઓછામાં ઓછા સમયમાં બધું કરવું પડ્યું છે. તેમાં હવે આ દિવસોમાં શું કર્યું તમે?
ગ્રૂપ કેપ્ટન- સર, ગત એક મહિનામાં અમે સતત ઑક્સિજન ટૅન્કર અને લિક્વિડ ઑક્સિજન કન્ટેઇનર, ડૉમેસ્ટિક ડેસ્ટિનેશન અને આંતરરાષ્ટ્રીય સ્થળ બંનેથી ઉઠાવી રહ્યા છીએ સર. લગભગ ૧,૬૦૦ સૉર્ટિઝથી વધુ વાયુ દળ કરી ચૂક્યું છે અને ૩,૦૦૦થી વધુ કલાક અમે ઊડી ચૂક્યા છીએ. લગભગ ૧૬૦ આંતરરાષ્ટ્રીય મિશન કરી ચૂક્યા છીએ. જે રીતે અમે દરેક જગ્યાએથી ઑક્સિજન ટૅન્કર જે પહેલાં અથવા ઘરેલુમાં બેથી ત્રણ દિવસ લાગતા હતા, અમે તેને ૨થી ૩ કલાકમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકીએ છીએ સર અને આંતરરાષ્ટ્રીય મિશનમાં પણ ૨૪ કલાકની અંદર દિવસ-રાત સતત કામગીરી કરીને, સમગ્ર વાયુ દળ તેમાં લાગેલું છે કે જેટલી ઝડપથી બની શકે આપણે એટલા વધુ ટૅન્કર લાવી શકીએ અને દેશની મદદ કરી શકીએ, સર.
મોદીજી- કેપ્ટન, તમને આંતરરાષ્ટ્રીયમાં અત્યારે ક્યાં ક્યાં દોડવું- ભાગવું પડ્યું?
ગ્રૂપ કેપ્ટન- સર, ટૂંકી નૉટિસમાં અમારે સિંગાપુર, દુબઈ, બેલ્જિયમ, જર્મની અને યુ.કે. આ બધી જગ્યાઓમાં ભારતીય વાયુ સેનાના અલગ-અલગ ફ્લીટ, સર, આઈએલ-૭૬, સી-૧૭ અને બાકી ઘણાં વિમાનો ગયાં હતાં સી-૧૩૦ જે ખૂબ જ ટૂંકી નૉટિસમાં આ મિશનનું પ્લાન કરીને. અમારી ટ્રેનિંગ અને જોશના કારણે અમે સમયસર આ મિશનને પૂરું કરી શક્યા સર.
મોદીજી- જુઓ, આ વખતે દેશ ગર્વ અનુભવ કરે છે કે જળ હોય, સ્થળ હોય, નભ હોય, આપણા બધા જવાન આ કોરોનાની સામે લડાઈમાં લાગેલા છે અને કેપ્ટન તમે પણ ઘણી મોટી જવાબદારી નિભાવી છે તો હું તમને પણ ઘણા અભિનંદન આપું છું.
ગ્રૂપ કેપ્ટન- સર, ઘણો બધો આભાર, સર. અમે પૂરી કોશિશમાં પૂરી તાકાતથી લાગેલા છીએ અને મારી દીકરી પણ મારી સાથે છે સર, અદિતિ.
મોદીજી- અરે વાહ.
અદિતિ-નમસ્તે મોદીજી.
મોદીજી- નમસ્તે, બેટી નમસ્તે. અદિતિ, તમે કેટલાં વર્ષનાં છો?
અદિતિ- હું ૧૨ વર્ષની છું અને હું આઠમા ધોરણમાં ભણું છું
મોદીજી- તો આ પિતાજી બહાર જાય છે, ગણવેશમાં રહે છે.
અદિતિ- હા, તેમના માટે મને બહુ ગર્વ થાય છે, ઘણું ગૌરવ અનુભવું છું કે તેઓ આટલું બધું મહત્ત્વપૂર્ણ કામ કરી રહ્યા છે. જે બધા કોરોના પીડિત લોકો છે તેમની મદદ આટલી બધી કરી રહ્યા છે અને આટલા બધા દેશોથી ઑક્સિજન ટૅન્કર લાવી રહ્યા છે, કન્ટેઇનર લાવી રહ્યા છે.
મોદીજી- પરંતુ દીકરી તું પાપાને બહુ મિસ કરે છે ને?
અદિતિ- હા, ઘણા મિસ કરું છું. તેઓ આજકાલ વધુ ઘર પર રહી પણ નથી શકતા કારણકે આટલી બધી આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં જઈ રહ્યા છે અને કન્ટેઇનર અને ટૅન્કર તેમના પ્રૉડક્શન પ્લાન્ટ સુધી પહોંચાડી રહ્યા છે જેથી જે કોરોના પીડિત લોકો છે તેમને સમયસર ઑક્સિજન મળી શકે અને તેમનો જીવ બચી શકે.
મોદીજી- તો બેટા, આ જે ઑક્સિજનના કારણે લોકોનો જીવ બચાવવાનું કામ તો હવે ઘર-ઘરમાં લોકોને ખબર પડી છે.
અદિતિ- હા.
મોદીજી- જ્યારે તમારા મિત્રવર્તુળના તારા સાથી વિદ્યાર્થીઓ જાણતા હશે કે તારા પિતાજી ઑક્સિજનની સેવામાં લાગેલા છે, તો તારા પ્રત્યે ઘણા આદરથી જોતા હશે તે લોકો?
અદિતિ- હા, મારા બધા મિત્રો પણ કહે છે કે તારા પાપા આટલું બધું અગત્યનું કામ કરી રહ્યા છે અને તને પણ ઘણો ગર્વ થતો હશે અને ત્યારે મને પણ આટલો બધો ગર્વ થાય છે. અને મારો જે આખો પરિવાર છે, મારાં નાના-નાની, દાદી, બધાં જ લોકોને પાપા પર ગર્વ થાય છે, મારી મમ્મી અને એ લોકો પણ ડૉક્ટર છે, તે લોકો પણ દિવસ-રાત કામ કરી રહ્યા છે અને બધાં સૈન્ય દળો, મારા પાપાના બધા સ્કવૉડ્રનના અંકલો અને બધાં જે દળો છે બધા લોકો, આખી સેના બહુ કામ કરે છે અને મને વિશ્વાસ છે કે બધાના પ્રયાસોની સાથે આપણે લોકો કોરોના સામે આ લડાઈ જરૂર જીતશું.
મોદીજી- આપણે ત્યાં કહેવાય છે કે દીકરી જ્યારે બોલે છે ને, તો તેના શબ્દોમાં સરસ્વતી બિરાજમાન થાય છે અને જ્યારે અદિતિ બોલી રહી છે કે આપણે જરૂર જીતીશું તો એક રીતે તે ઈશ્વરની વાણી બની જાય છે. અચ્છા અદિતિ, અત્યારે તો ઑનલાઇન ભણતી હોઈશ ને?
અદિતિ-હા, અત્યારે તો અમારા બધા ઑનલાઇન વર્ગો ચાલી રહ્યા છે અને અત્યારે અમે લોકો ઘરમાં બધાં પૂરી સાવધાની લઈ રહ્યાં છીએ અને ક્યાંય પણ બહાર જવું હોય તો પછી, ડબલ માસ્ક પહેરીને અને બધું જ, બધી સાવધાનીઓ અને વ્યક્તિગત સ્વચ્છતા જાળવીને કરી રહ્યાં છીએ, બધી ચીજોનું ધ્યાન રાખી રહ્યાં છીએ.
મોદીજી- સારૂં બેટા, તને શેનો-શેનો શોખ છે? શું પસંદ છે?
અદિતિ- મારો શોખ છે કે હું સ્વિમિંગ અને બાસ્કેટ બોલ રમું છું પરંતુ અત્યારે તો તે થોડું બંધ થઈ ગયું છે અને આ લૉકડાઉન અને કોરોના વાઇરસ દરમિયાન મેં બૅકિંગ અને કૂકિંગનો મને ખૂબ જ શોખ છે અને હું અત્યારે બૅકિંગ અને કૂકિંગ કરીને જ્યારે પાપા આટલું બધું કામ કરીને આવે છે તો હું તેમના માટે કૂકિઝ અને કેક બનાવું છું.
મોદીજી- વાહ, વાહ, વાહ. ચાલ બેટા, બહુ દિવસો પછી તને પાપા સાથે રહેવાનો સમય મળ્યો છે. ઘણું સારું લાગ્યું અને કેપ્ટન તમને પણ હું ઘણા અભિનંદન આપું છું પરંતુ જ્યારે હું કેપ્ટનને અભિનંદન આપું છું તેનો અર્થ માત્ર તમને જ નહીં, આપણાં બધાં દળો, નૌ સેના, ભૂમિ દળ, વાયુ સેના જે રીતે બચાવ કાર્યમાં લાગેલા છે, હું બધાને, બધાને વંદન કરું છું. ધન્યવાદ ભાઈ.
ગ્રૂપ કેપ્ટન, આભાર સર.
સાથીઓ, આપણા આ જવાનોએ, આ યૌદ્ધાઓએ જે કામ કર્યું છે, તેના માટે દેશ તેમને વંદન કરે છે. આ રીતે લાખો લોકો દિવસ-રાત લાગેલા છે. જે કામ તેઓ કરી રહ્યા છે તે તેમના દિન-પ્રતિદિન કામનો હિસ્સો નથી. આ પ્રકારની આપત્તિ તો દુનિયામાં સો વર્ષ પછી આવી છે. એક સદી પછી આટલું મોટું સંકટ! આથી, આ પ્રકારના કામનો કોઈ પાસે કોઈ પણ અનુભવ નહોતો. તેની પાછળ દેશસેવાનો જે જુસ્સો છે અને એક સંકલ્પ શક્તિ છે. તેનાથી દેશે એ કામ કર્યું છે જે પહેલાં ક્યારેય નથી થયું. તમે અંદાજ લગાવી શકો છો, સામાન્ય દિવસોમાં આપણે ત્યાં એક દિવસમાં ૯૦૦ મેટ્રિક ટન પ્રવાહી મેડિકલ ઑક્સિજનનું ઉત્પાદન થતું હતું. હવે તે ૧૦ ગણાથી પણ વધુ વધીને લગભગ ૯,૫૦૦ મેટ્રિક ટન પ્રતિ દિન ઉત્પાદન થઈ રહ્યું છે. આ ઑક્સિજનને આપણા યૌદ્ધાઓ દેશના ખૂણે-ખૂણે પહોંચાડી રહ્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ, ઑક્સિજન પહોંચાડવા માટે દેશમાં આટલા બધા પ્રયાસ થયા, આટલા બધા લોકો જોડાયા, એક નાગરિક તરીકે આ બધાં કાર્યો પ્રેરણા દે છે. એક ટીમ બનાવીને દરેકે પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે. મને બેંગ્લુરુથી ઊર્મિલાજીએ કહ્યું છે કે તેમના પતિ લેબ ટૅક્નિશિયન છે અને એમ પણ કહ્યું છે કે આટલા પડકાર વચ્ચે સતત ટેસ્ટિંગનું કામ તેઓ કેવી રીતે કરતા રહ્યા.
સાથીઓ, કોરોનાની શરૂઆતમાં દેશમાં માત્ર એક જ ટેસ્ટિંગ લેબ હતી, પરંતુ આજે અઢી હજારથી વધુ લેબ કામ કરી રહી છે. શરૂઆતમાં થોડા સેંકડો ટેસ્ટ એક દિવસમાં થઈ શકતા હતા, હવે ૨૦ લાખથી વધુ ટેસ્ટ એક દિવસમાં થવા લાગ્યા છે. અત્યાર સુધી દેશમાં ૩૩ કરોડથી વધુ નમૂનાઓની તપાસ થઈ ચૂકી છે. આ આટલું મોટું કામ આ સાથીઓના કારણે જ સંભવ થઈ રહ્યું છે. અનેક અગ્ર હરોળના કામદારો નમૂના એકત્ર કરવાના કામમાં લાગેલા છે. ચેપી દર્દીઓ વચ્ચે જવું, તેમના નમૂના લેવા, આ કેટલી સેવાનું કામ છે. પોતાના બચાવ માટે આ સાથીઓને આટલી ગરમીમાં પણ સતત પીપીઇ કિટ પહેરી રાખવી પડે છે. તે પછી તે નમૂનો લેબમાં પહોંચે છે. આથી, જ્યારે હું તમારા બધાના સૂચનો અને પ્રશ્નો વાંચી રહ્યો હતો તો મેં નક્કી કર્યું કે આપણા આ સાથીઓની પણ ચર્ચા અવશ્ય થવી જોઈએ. તેમના અનુભવોમાંથી આપણને પણ ઘણું જાણવાનું મળશે. તો આવો, દિલ્લીમાં એક લેબ ટૅક્નિશિયન તરીકે કામ કરનારા આપણા સાથી પ્રકાશ કાંડપાલજી સાથે વાત કરીએ.
મોદીજી- પ્રકાશજી, નમસ્કાર.
પ્રકાશજી- નમસ્કાર આદરણીય પ્રધાનમંત્રીજી.
મોદીજી- પ્રકાશજી, સૌ પહેલાં તો તમે ‘મન કી બાત’ના આપણા બધા શ્રોતાઓને પોતાના વિશે જણાવો. તમે કેટલા સમયથી આ કામ કરી રહ્યા છો અને કોરોનાના સમયે તમને કેવો અનુભવ રહ્યો કારણકે દેશના લોકોને આ પ્રકારથી તમે ન ટીવી પર દેખાઓ છો, ન અખબારમાં દેખાવો છો. તેમ છતાં એક ઋષિની જેમ લેબમાં રહીને કામ કરી રહ્યા છો. તો હું ઈચ્છીશ કે તમે જ્યારે કહેશો તો દેશવાસીઓને પણ જાણકારી મળશે કે દેશમાં કેવી રીતે કામ થઈ રહ્યું છે.
પ્રકાશજી- હું દિલ્લી સરકારની સ્વાયત્ત સંસ્થા, ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિવર ઍન્ડ બિલિયરી સાયન્સીસ નામની હૉસ્પિટલમાં ગત દસ વર્ષથી લેબ ટૅક્નિશિયન તરીકે કાર્યરત છું. મારો સ્વાસ્થ્ય ક્ષેત્રનો અનુભવ ૨૨ વર્ષનો છે. આઈએલબીએસથી પહેલાં હું દિલ્લીની એપોલો હૉસ્પિટલ, રાજીવ ગાંધી કેન્સર હૉસ્પિટલ, રૉટરી બ્લડ બૅન્ક જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં કામ કરી ચૂક્યો છું. સર, જોકે બધી જગ્યાએ મેં રક્ત કોષ વિભાગમાં મારી સેવાઓ આપી, પરંતુ ગત વર્ષે ૧ એપ્રિલ ૨૦૨૦થી હું આઈએલબીએસના વાયરૉલૉજી ડિપાર્ટમેન્ટ હેઠળ કૉવિડ ટેસ્ટિંગ લેબમાં કામ કરી રહ્યો છું. નિઃસંદેહ, કૉવિડ રોગચાળામાં સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય સંબંધિત બધાં સાધનો-સંસાદનો પર ઘણું દબાણ આવ્યું, પરંતુ હું આ સંઘર્ષના યુગમાં અંગત રીતે આમાં એવો અવસર માનું છું કે જ્યારે રાષ્ટ્ર, માનવતા, સમાજ આપણી પાસે વધુ ઉત્તરદાયિત્વ, સહયોગ, આપણી પાસે વધુ સામર્થ્ય અને આપણી પાસે વધુ ક્ષમતાના પ્રદર્શનની અપેક્ષા રાખતો હોય અને આશા કરતો હોય. અને સર, જ્યારે આપણે રાષ્ટ્રની, માનવતાની, સમાજની અપેક્ષા અને આશાને અનુરૂપ પોતાના સ્તર પર જે એક બુંદ બરાબર છે, આપણે તેના પર કામ કરીએ છીએ, ખરા ઉતરીએ છીએ તો એક ગૌરવની અનુભૂતિ થાય છે. ક્યારેક જ્યારે આપણા ઘરના લોકો પણ આશંકિત હોય છે અથવા તેમને થોડો ભય લાગે છે તો આવા અવસર પર તેમને સ્મરણ કરાવું છું કે આપણા દેશના જવાન કે જે સદૈવ પોતાના પરિવારથી દૂર સીમાઓ પર વિષમ અને અસામાન્ય પરિસ્થિતિઓમાં દેશની રક્ષા કરી રહ્યા છે તેમની સરખામણીમાં તો અમારું જે જોખમ છે તે ઘણું ઓછું છે. તો તેઓ પણ આ બાબતને સમજે છે અને મારી સાથે એક રીતે તેઓ પણ સહયોગ કરે છે અને તેઓ પણ આ આપત્તિમાં સમાન રૂપે જે પણ સહયોગ છે તેમાં પોતાની સહયોગિતા આપે છે.
મોદીજી- પ્રકાશજી, એક રીતે સરકાર બધાને કહી રહી છે કે અંતર રાખો- અંતર રાખો, કોરોનામાં એકબીજાથી દૂર રહો. અને તમારે તો સામેથી જ કોરોનાના જીવાણુઓ વચ્ચે રહેવું જ પડે છે, સામેથી જવું પડે છે. તો આ પોતાની રીતે એક જિંદગીને સંકટમાં નાખનારો મામલો છે તો પરિવારને ચિંતા થવી બહુ સ્વાભાવિક છે. પરંતુ છતાં આ લેબ ટૅક્નિશિયનનું કામ સામાન્ય સંજોગોમાં એક છે અને આવી રોગચાળાની સ્થિતિમાં બીજું છે અને તે તમે કરી રહ્યા છો. તો કામના કલાકો પણ ઘણા વધી ગયા હશે. રાત-રાત લેબમાં વિતાવવી પડતી હશે. કારણકે આટલા કરોડો લોકોનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે તો બોજો પણ વધી ગયો હશે. પરંતુ પોતાની સુરક્ષા માટે આ સાવધાની રાખો છો કે નથી રાખતા?
પ્રકાશજી- બિલકુલ રાખીએ છીએ સર. અમારી આઈએલબીએસની જે લેબ છે, તે ‘હૂ’ (WHO)થી માન્યતા પ્રાપ્ત છે. તો જે બધા પ્રૉટોકોલ છે તે આંતરરાષ્ટ્રીય ધોરણોના છે, અમે ત્રિસ્તરીય જે અમારો પોશાક છે તેમાં અમે જઈએ છીએ લેબમાં, અને તેમાં જ અમે કામ કરીએ છીએ. અને ત્યારબાદ તેના નિકાલનું, લેબલ લગાવવાનું અને તેના ટેસ્ટિંગનો એક આખો પ્રૉટોકોલ છે અને તે પ્રૉટોકોલ હેઠળ કામ કરીએ છીએ. તો સર, એ પણ ઈશ્વરની કૃપા છે કે મારો પરિવાર અને મારા ઓળખીતા મોટા ભાગના જે અત્યારે સુધી આ ચેપથી બચેલા છે. તો એક વાત છે કે જો તમે સાવધાની રાખો અને સંયમ રાખો તો તમે થોડા ઘણા તેનાથી બચીને રહી શકો છો.
મોદીજી- પ્રકાશજી, તમારા જેવા હજારો લોકો ગયા એક વર્ષમાં લેબમાં બેઠા રહ્યા અને આટલી તસદી લઈ રહ્યા છો. આટલા લોકોને બચાવવાનું કામ કરી રહ્યા છો. જે દેશ આજે જાણી રહ્યો છે. પરંતુ પ્રકાશજી, હું તમારા માધ્યમથી તમારા વ્યવસાયના બધા સાથીઓનો હૃદયપૂર્વક ધન્યવાદ કરું છું. અને તમે સ્વસ્થ રહો. તમારો પરિવાર સ્વસ્થ રહે. મારી ઘણી બધી શુભકામનાઓ છે.
પ્રકાશજી- ધન્યવાદ પ્રધાનમંત્રીજી. હું તમારો ઘણો-ઘણો આભારી છું કે તમે મને આ અવસર આપ્યો.
મોદીજી- ધન્યવાદ ભાઈ.
સાથીઓ, એક રીતે વાત તો મેં ભાઈ પ્રકાશજી સાથે કરી છે, પરંતુ તેમની વાતોમાં હજારો લેબ ટૅક્નિશિયનોની સેવાની સુગંધ આપણા સુધી પહોંચી રહી છે. આ વાતોમાં હજારો-લાખો લોકોનો સેવાભાવ તો દેખાય જ છે, આપણને બધાને પોતાની જવાબદારીનો બોધ પણ થાય છે. જેટલી મહેનત અને લગનથી ભાઈ પ્રકાશજી જેવા આપણા સાથી કામ કરી રહ્યા છે, એટલી જ નિષ્ઠાથી તેમનો સહયોગ, કોરોનાને હરાવવામાં ઘણી મદદ કરશે.
મારા પ્રિય દેશવાસીઓ, હમણાં આપણે આપણા ‘કોરોના યૌદ્ધાઓ’ની ચર્ચા કરી રહ્યા હતા. છેલ્લા દોઢ વર્ષમાં આપણે તેમનું ઘણું સમર્પણ અને પરિશ્રમ જોયો છે. પરંતુ આ લડાઈમાં બહુ મોટી ભૂમિકા દેશનાં અનેક ક્ષેત્રોના અનેક યૌદ્ધાઓની પણ છે. તમે વિચારો, આપણા દેશ પર આટલું મોટું સંકટ આવ્યું, તેની અસર દેશની દરેક વ્યવસ્થા પર પડી. કૃષિ વ્યવસ્થાએ પોતાને આ હુમલાથી ઘણી હદ સુધી સુરક્ષિત રાખી. સુરક્ષિત જ નથી રાખી, પરંતુ પ્રગતિ પણ કરી, આગળ પણ વધી. શું તમને ખબર છે કે આ રોગચાળામાં પણ આપણા ખેડૂતોએ વિક્રમજનક ઉત્પાદન કર્યું, તો આ વખતે દેશે વિક્રમજનક પાક ખરીદ્યો પણ છે. આ વખતે અનેક જગ્યાએ સરસવ માટે ખેડૂતોને ટેકાના ભાવથી પણ વધુ ભાવ મળ્યા છે. વિક્રમજનક ખાદ્યાન્ન ઉત્પાદનના કારણે જ આપણો દેશ દરેક દેશવાસીને એક બળ પ્રદાન કરી શકે છે. આજે આ સંકટ કાળમાં ૮૦ કરોડ ગરીબોને મફત રાશન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે જેથી ગરીબના ઘરમાં પણ ક્યારેય એવો દિવસ ન આવે જ્યારે ચૂલો ન પ્રગટે.
સાથીઓ, આજે આપણા દેશમાં ખેડૂતો, અનેક ક્ષેત્રોમાં નવી વ્યવસ્થાઓનો લાભ ઉઠાવીને કમાલ કરી રહ્યા છે. જેમ કે અગરતલાના ખેડૂતોને જ લો. આ ખેડૂતો ફણસનો બહુ સારો પાક લે છે. તેની માગ દેશવિદેશમાં થઈ શકે છે, આથી આ વખતે અગરતલાના ખેડૂતોની ફણસ રેલવે દ્વારા ગુવાહાટી લાવવામાં આવી. ગુવાહાટીથી હવે તે ફણસ લંડન મોકલવામાં આવી રહી છે. આ જ રીતે આપણા બિહારની શાહી લીચીનું નામ પણ સાંભળ્યું હશે. ૨૦૧૮માં સરકારે શાહી લીચીને જીઆઈ ટૅગ પણ આપ્યો હતો જેથી તેની ઓળખ મજબૂત થાય અને ખેડૂતોને વધુ ફાયદો થાય. આ વખતે બિહારની આ શાહી લીચી પણ હવાઈ માર્ગે લંડન મોકલવામાં આવી છે. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ આપણો દેશ આવા જ અનોખા સ્વાદ અને ઉત્પાદનથી ભરેલો પડ્યો છે. દક્ષિણ ભારતમાં વિજયનગરમ્ની કેરી વિશે તમે જરૂર સાંભળ્યું હશે. હવે આ કેરી કોને ખાવાનું નહીં ગમે? આથી, હવે કિસાન-રેલ સેંકડો ટન વિજયનગરમ્ કેરી દિલ્લી પહોંચાડી રહી છે. દિલ્લી અને ઉત્તર ભારતના લોકોને વિજયનગરમ્ કેરી ખાવા મળશ અને વિજયનગરમ્ના ખેડૂતોને સારી એવી કમાણી પણ થશે. કિસાન રેલ અત્યાર સુધી લગભગ બે લાખ ટન ઉપજનું પરિવહન કરી ચૂકી છે. હવે ખેડૂતો બહુ ઓછી કિંમતે ફળ, શાક, અનાજ દેશના ખૂણે-ખૂણે મોકલી શકે છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે ૩૦ મેએ આપણે ‘મન કી બાત’ કરી રહ્યા છીએ અને સંયોગથી આ સરકારને સાત વર્ષ પૂરા થવાનો પણ સમય છે. આ વર્ષોમાં દેશ ‘સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ’ મંત્ર પર ચાલ્યો છે. દેશની સેવામાં દરેક ક્ષણે સમર્પિત ભાવથી આપણે બધાએ કામ કર્યું છે. મને અનેક સાથીઓએ પત્ર મોકલ્યો છે અને કહ્યું છે કે ‘મન કી બાત’માં સાત વર્ષની આપણી-તમારી આ સંયુક્ત યાત્રા પર પણ ચર્ચા કરું. સાથીઓ, આ સાત વર્ષમાં જે કંઈ પણ ઉપલબ્ધિ રહી છે તે દેશની રહી છે, દેશવાસીઓની રહી છે. અનેક રાષ્ટ્રીય ગૌરવની ક્ષણો આ વર્ષોમાં સાથે મળીને અનુભવ કરી છે. જ્યારે આપણે જોઈએ છીએ કે હવે ભારત બીજા દેશોની વિચારસરણી અને તેમના દબાણમાં નહીં, પોતાના સંકલ્પથી ચાલે છે તો આપણને બધાને ગર્વ થાય છે. જ્યારે આપણે જોઈએ છીએ કે હવે ભારત પોતાની વિરુદ્ધ ષડયંત્ર કરનારાને જડબાતોડ જવાબ આપે છે તો આપણો આત્મવિશ્વાસ વધુ વધે છે. જ્યારે ભારત રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર સમજૂતી નથી કરતો, જ્યારે આપણી સેનાઓની તાકાત વધે છે તો આપણને લાગે છે કે હા, આપણે સાચા માર્ગે છીએ.
સાથીઓ, મને અનેક દેશવાસીઓના સંદેશ, તેમના પત્રો, દેશના ખૂણે-ખૂણેથી મળે છે. અનેક લોકો દેશને ધન્યવાદ આપે છે કે ૭૦ વર્ષ પછી તેમના ગામમાં પહેલી વાર વીજળી પહોંચી છે, તેમના દીકરા-દીકરી અજવાળામાં, પંખા નીચે બેસીને ભણી રહ્યાં છે. અનેક લોકો કહે છે કે અમારું પણ ગામ હવે પાકી સડક સાથે શહેર સાથે જોડાઈ ગયું છે. મને યાદ છે કે એક આદિવાસી વિસ્તારમાં કેટલાક સાથીઓએ મને સંદેશ મોકલ્યો હતો કે સડક બનાવ્યા પછી પહેલી વાર તેમને એવું લાગ્યું કે તેઓ પણ બાકીની દુનિયા સાથે જોડાઈ ગયા છે. આ જ રીતે ક્યાંક કોઈ બૅન્ક ખાતું ખોલવાની ખુશી જણાવે છે તો કોઈ અલગ-અલગ યોજનાઓની મદદથી જ્યારે નવો રોજગાર શરૂ કરે છે તો તે ખુશીમાં મને પણ આમંત્રિત કરે છે. ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ હેઠળ ઘર મળ્યા પછી ગૃહપ્રવેશના આયોજનમાં કેટલાંય નિમંત્રણ મને આપણા દેશવાસીઓની તરફથી સતત મળતા રહે છે. આ સાત વર્ષોમાં તમારા બધાની આવી કરોડો ખુશીઓમાં હું સહભાગી થયો છું. હમણાં કેટલાક દિવસો પહેલાં જ મને ગામના એક પરિવારે ‘જલ જીવન મિશન’ હેઠળ ઘરમાં લાગેલા પાણીના નળની એક તસવીર મોકલી. તેમણે આ ફૉટોની કૅપ્શન લખી હતી- ‘મારા ગામની જીવનધારા.’ આવા અનેક પરિવારો છે. સ્વતંત્રતા પછી સાત દશકોમાં આપણા દેશના માત્ર સાડા ત્રણ કરોડ ગ્રામીણ ઘરોમાં જ પાણીનાં જોડાણ હતાં. પરંતુ ગત ૨૧ મહિનાઓમાં જ સાડા ચાર કરોડ ઘરોને સ્વચ્છ પાણીનાં જોડાણ આપવામાં આવ્યાં છે. તેમાંથી ૧૫ મહિના તો કોરોનાકાળના જ હતા. આ જ રીતનો એક નવો વિશ્વાસ દેશમાં ‘આયુષ્યમાન યોજના’થી આવ્યો છે. જ્યારે કોઈ ગરીબ મફત ઈલાજથી સ્વસ્થ થઈને ઘરે જાય છે તો તેને લાગે છે કે તેને નવું જીવન મળ્યું છે. તેને ભરોસો થાય છે કે દેશ તેની સાથે છે. આવા અનેક પરિવારોનાં આશીર્વચન, કરોડો માતાઓના આશીર્વાદ લઈને આપણો દેશ મજબૂતી સાથે વિકાસની તરફ અગ્રેસર છે.
સાથીઓ, આ સાત વર્ષોમાં ભારતે ‘ડિજિટલ લેણદેણ’માં દુનિયાને નવી દિશા દેખાડવાનું કામ કર્યું છે. આજે કોઈ પણ જગ્યાએ જેટલી સરળતાથી તમે ચપટીમાં ડિજિટલ પેમેન્ટ કરી દો છો, તે કોરોનાના આ સમયમાં ઘણું ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. આજે સ્વચ્છતા પ્રત્યે દેશવાસીઓની ગંભીરતા અને સતર્કતા વધી રહી છે. આપણે વિક્રમજનક સેટેલાઇટ પણ પ્રક્ષેપિત કરી રહ્યા છીએ અને રેકૉર્ડ સડકો પણ બનાવી રહ્યા છીએ. આ સાત વર્ષમાં જ દેસના અનેક જૂના વિવાદો પણ પૂરી શાંતિ અને સૌહર્દથી ઉકેલવામાં આવ્યા છે. પૂર્વોત્તરથી લઈને કાશ્મીર સુધી શાંતિ અને વિકાસનો એક નવો વિશ્વાસ જાગ્યો છે. સાથીઓ, શું તમે વિચાર્યું છે કે આ બધું કામ જે દાયકાઓમાં પણ ન થઈ શક્યું, તે આ સાત વર્ષમાં કેવી રીતે થયું? તે બધું એટલા માટે સંભવ થયું કારણકે આ સાત વર્ષમાં આપણે સરકાર અને જનતાથી વધુ એક દેશના રૂપમાં કામ કર્યું, એક ટીમના રૂપમાં કામ કર્યું, ‘ટીમ ઇન્ડિયા’ના રૂપમાં કામ કર્યું. દરેક નાગરિકે દેશને આગળ વધારવામાં એકાદ-એકાદ ડગ આગળ ભરવાનો પ્રયાસ કર્યો છે. હા, જ્યાં સફળતાઓ હોય છે, ત્યાં પરીક્ષાઓ પણ હોય છે. આ સાત વર્ષમાં આપણે સાથે મળીને જ અનેક કઠિન પરીક્ષાઓ પણ આપી છે અને દરેક વખતે આપણે બધા મજબૂત થઈને નીકળ્યા છીએ. કોરોના રોગચાળાના રૂપમાં, આટલી મોટી પરીક્ષા તો સતત ચાલી રહી છે. આ તો એક એવું સંકટ છે જેણે સમગ્ર વિશ્વને પરેશાન કર્યું છે, અનેક લોકોએ પોતાના માણસોને ગુમાવ્યા છે. મોટા મોટા દેશ પણ આ વિનાશથી બચી નથી શક્યા. આ વૈશ્વિક રોગચાળા વચ્ચે ભારત ‘સેવા અને સહયોગ’ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. આપણે પહેલા મોજામાં પૂરી હિંમત સાથે લડાઈ લડી હતી, આ વખતે પણ વાઇરસ સામે ચાલી રહેલી લડાઈમાં ભારત વિજયી થશે. બે ગજનું અંતર, માસ્ક સાથે જોડાયેલા નિયમોહોય કે પછી રસી, આપણે ઢીલાશ નથી કરવાની. એ જ આપણી જીતનો રસ્તો છે. હવે પછી જ્યારે આપણે ‘મન કી બાત’માં મળીશું તો દેશવાસીઓના અનેક બીજાં પ્રેરણાદાયી ઉદાહરણો પર વાત કરીશું અને નવા વિષયો પર ચર્ચા કરીશું. તમે તમારાં સૂચનો મને આ રીતે જ મોકલતા રહો. તમે બધા સ્વસ્થ રહો. દેશને આ રીતે આગળ વધારતા રહો. ખૂબ ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે આપની સાથે મન કી બાત એક એવા સમયે કરી રહ્યો છું જ્યારે કોરોના, આપણા બધાના ધૈર્ય, આપણા બધાના દુઃખ સહન કરવાની મર્યાદાની કસોટી કરી રહ્યો છે. ઘણાંય આપણા, આપણને ખોટા સમયે છોડીને જતા રહ્યા છે. કોરોનાના પહેલા વેવનો સફળતાપૂર્વક સામનો કર્યા બાદ, દેશ ઉત્સાહથી ભરેલો હતો, આત્મવિશ્વાસથી ભરેલો હતો, પરંતુ આ તોફાને દેશને હચમચાવી નાખ્યો છે.
સાથીઓ, વિતેલા દિવસોમાં આ સંકટ સાથે લડવા માટે, મારી અલગ અલગ સેક્ટરના એક્સપર્ટ્સ સાથે, તજજ્ઞો સાથે લાંબી ચર્ચા થઈ છે. આપણી ફાર્મા ઈન્ડસ્ટ્રીના લોકો હોય, વેક્સિન મેન્યુફેક્ચરર્સ હોય, ઓક્સિજનના પ્રોડક્શન સાથે જોડાયેલા લોકો હોય કે પછી મેડિકલ ફિલ્ડના જાણકાર, તેમણે પોતાના મહત્વપૂર્ણ સૂચનો સરકારને આપ્યા છે. આ સમયમાં, આપણે આ લડાઈને જીતવા માટે એક્સપર્ટ્સ અને વૈજ્ઞાનિક સલાહને પ્રાથમિકતા આપવાની છે. રાજ્ય સરકારના પ્રયત્નોને આગળ વધારવામાં, ભારત સરકાર પૂર્ણ ક્ષમતા સાથે જોડાઈ ગઈ છે. રાજ્ય સરકારો પણ તેમની જવાબદારી નિભાવવાની પૂરી કોશિશ કરી રહી છે.
સાથીઓ, કોરોના સામે, આ સમયે બહુ મોટી લડાઈ, દેશના ડોક્ટર અને હેલ્થ વર્કર્સ લડી રહ્યા છે. ગત એક વર્ષમાં તેમને આ બિમારીને લઈને દરેક પ્રકારના અનુભવ પણ થયા છે. આપણી સાથે, અત્યારે મુંબઈના પ્રસિદ્ધ ડોક્ટર શશાંક જોશીજી જોડાઈ રહ્યા છે.
ડોક્ટર શશાંકજીને કોરોનાના ઈલાજ અને તેનાથી જોડાયેલા સંશોધનનો ઘણો જ બહોળો અનુભવ છે, તેઓ ઈન્ડિયન કોલેજ ઓફ ફિઝીસીઅન્સના ડીન પણ રહી ચૂક્યા છે. આવો વાત કરીએ ડોક્ટર શશાંક સાથે.
મોદીજી – નમસ્કાર ડો.શશાંકજી
ડો.શશાંક – નમસ્કાર સર
મોદીજી – હમણાં થોડા દિવસો પહેલાં જ આપની સાથે વાત કરવાનો મોકો મળ્યો હતો. આપના વિચારોની સ્પષ્ટતા મને ઘણી જ સારી લાગી હતી. મને લાગ્યું કે દેશના બધા નાગરિકોએ તમારા વિચારો જાણવા જોઈએ. જે વાતો સાંભળવામાં આવે છે તેને જ એક સવાલ રૂપે આપની સામે પ્રસ્તુત કરું છું. ડો.શશાંક – તમે લોકો આ સમયમાં દિવસ-રાત જીવન રક્ષાના કામમાં લાગેલા છો, સૌથી પહેલા તો હું ઈચ્છીશ કે તમે સેકન્ડ વેવ વિશે લોકોને જણાવો. મેડિકલી એ કેવી રીતે અલગ છે અને શું શું સાવધાની રાખવી જરૂરી છે.
ડો. શશાંક – ધન્યવાદ સર, આ જે બીજી લહેર (વેવ) આવી છે, તે ઝડપથી આવેલ છે. તે જે પહેલો વેવ હતો, તેનાથી આ વાયરસ વધારે ઝડપથી ચાલી રહ્યો છે, પરંતુ સારી વાત એ છે કે તેનાથી વધુ ઝડપથી રિકવરી પણ છે અને મૃત્યુદર ઘણો જ ઓછો છે. તેમાં બે-ત્રણ ફેરફાર છે, પહેલાં તો એ કે તે યુવાનોમાં અને બાળકોમાં પણ થોડો જોવા મળી રહ્યો છે. તેના લક્ષણ છે, પહેલાં જેવા લક્ષણ હતા, શ્વાસ ચઢવો, સૂકી ઉધરસ આવવી, તાવ આવવો, એ બધું તો ઠીક છે અને તેની સાથે થોડી સુગંધ જતી રહેવી, સ્વાદ જતો રહેવો તે પણ છે. અને લોકો થોડા ભયભીત થયા છે. ભયભીત થવાની જરા પણ જરૂર નથી. 80-90 ટકા લોકોમાં આમાંથી કોઈપણ લક્ષણ જોવા મળતાં નથી, આ મ્યૂટેશન – મ્યૂટેશન- જે કહેવાય છે, ગભરાવાની જરૂર નથી. આ મ્યૂટેશન થતા રહે છે જેમ કે આપણે કપડાં બદલાવીએ છીએ તેવી જ રીતે વાયરસ પણ પોતાના રંગ બદલતો રહે છે અને તેથી જરા પણ ડરવાની જરૂર નથી અને આ વેવ ને આપણે ચોક્કસ પસાર કરી દેશું. વેવ આવતો-જતો રહે છે, અને આ વાયરસ આવતો-જતો રહેતો હોય છે તો આ જ અલગ-અલગ લક્ષણ છે અને મેડિકલી આપણે સાવધાન રહેવું જોઈએ. એક 14 થી 21 દિવસનું આ કોવિડનું ટાઈમટેબલ છે જેમાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
મોદીજી – ડો. શશાંક, મારા માટે પણ આપે જે એનાલિસીસ જણાવ્યું, ઘણું જ રસપ્રદ છે, મને કેટલાય પત્રો મળ્યા છે, જેમાં ટ્રીટમેન્ટ વિશે પણ લોકોમાં ઘણી આશંકાઓ છે, કેટલીક દવાઓની માગ ઘણી જ વધારે છે, તેથી હું ઈચ્છું છું કે કોવિડની ટ્રિટમેન્ટ વિશે પણ આપ લોકોને જરૂર જણાવો.
ડો.શશાંક – હા, સર... લોકો ક્લિનિકલ ટ્રિટમેન્ટ ઘણી મોડી ચાલુ કરે છે અને પોતાની રીતે બિમારી દબાઈ જશે તેવો ભરોસો રાખે છે, અને મોબાઈલ પર આવતી વાતો પર ભરોસો રાખે છે, અને જો સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાનું પાલન કરે તો આ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. તો કોવિડમાં ક્લિનિક ટ્રિટમેન્ટ પ્રોટોકોલ છે, તેમાં ત્રણ પ્રકારની તિવ્રતા છે, હલકો કે માઈલ્ડ કોવિડ, મધ્યમ કે મોડરેટ કોવિડ અને તીવ્ર કોવિડ જેને સિવિયર કોવિડ કહે છે, તેના માટે છે. તો જે હલકો કોવિડ છે તેના માટે તો આપણે ઓક્સિજનનું મોનિટરિંગ કરીએ છીએ, પલ્સનું મોનિટરિંગ કરીએ છીએ, તાવનું મોનિટરિંગ કરીએ છીએ, તાવ વધી જાય તો ક્યારેક પેરાસેટામોલ જેવી દવાનો ઉપયોગ કરીએ છીએ અને આપણા ડોક્ટર્સ સાથે સંપર્ક કરવો જોઈએ, જે મોડરેટ કોવિડ હોય છે, મધ્યમ કોવિડ હોય છે, અથવા તીવ્ર કોવિડ હોય છે તો તમારા ડોક્ટર સાથે સંપર્ક કરવો બહુ જ જરૂરી છે. સાચી અને સસ્તી દવાઓ ઉપલબ્ધ છે. તેમાં સ્ટિરોઈડ જે છે તે જીવન બચાવી શકે છે, જે ઈન્હેલર્સ આપી શકે છે, ટેબ્લેટ આપણે આપી શકીએ છીએ અને સાથે જ પ્રાણ-વાયુ જે ઓક્સિજન છે તે આપવું પડે છે અને તેને માટે નાની-નાની સારવાર છે પરંતુ ઘણીવાર શું થાય છે કે એક નવી experimental દવા છે જેનું નામ છે રેમડેસિવીર. આ દવાથી એક વાત એ ચોક્કસ છે કે હોસ્પિટલમાં બે-ત્રણ દિવસ ઓછું રહેવું પડે છે અને ક્લિનિકલ રિકવરીમાં તેની થોડી સહાય હોય છે. આ દવા પણ ક્યારે કામ કરે છે, જ્યારે પહેલા 9-10 દિવસમાં આપવામાં આવે છે અને તે પાંચ જ દિવસ આપવી પડે છે, તો આ લોકો જે દોડી રહ્યા છે રેમડેસિવીરની પાછળ, તેમ જરા પણ દોડવું જોઈએ નહીં. આ દવાનું થોડું કામ છે, જેમને ઓક્સિજન લાગે છે, પ્રાણવાયુ ઓક્સિજન લાગે છે, જે હોસ્પિટલમાં દાખલ થાય છે અને ડોક્ટર જ્યારે કહે ત્યારે જ લેવી જોઈએ. આ તો બધા લોકોએ સમજવું ઘણું જ જરૂરી છે. આપણે પ્રાણાયામ કરીશું, આપણા શરીરના જે ફેફસાં છે તેને થોડા expand કરીશું અને આપણું લોહી પાતળું કરવા માટેનું જે ઈન્જેક્શન આવે છે જેને આપણે heparin કહીએ છીએ. આવી નાની-નાની દવાઓ આપીશું તો 98 ટકા લોકો સાજા થઈ જાય છે. તો સકારાત્મક રહેવું ઘણું જ જરૂરી છે. ટ્રિટમેન્ટ પ્રોટોકોલ વૈદ્યની સલાહ અનુસાર લેવું ઘણું જરૂરી છે. અને આ જે મોંઘી મોંઘી દવાઓ છે, તેની પાછળ દોડવાની કોઈ જ જરૂર નથી સર, આપણી પાસે સારી સારવાર ચાલુ છે, પ્રાણવાયુ ઓક્સિજન છે, વેન્ટિલેટરની પણ સુવિધા છે, બધું જ છે સર, અને ક્યારેક ક્યારેક આ દવાઓ જો મળી પણ જાય છે તો યોગ્ય લોકોને જ આપવી જોઈએ તો તેને માટે ઘણો જ ભ્રમ ફેલાયેલો છે અને તેથી એ સ્પષ્ટિકરણ કરવા માંગુ છું સર કે આપણી પાસે દુનિયાની સૌથી બેસ્ટ ટ્રિટમેન્ટ ઉપલબ્ધ છે, તમે જોશો કે ભારતમાં સૌથી સારો રિકવરી રેટ છે. જો તમે compare કરો યુરોપ સાથે, અમેરિકા ત્યાં કરતાં આપણે ત્યાંના ટ્રિટમેન્ટ પ્રોટોકોલથી દર્દી સાજા થઈ રહ્યા છે સર..
મોદી જી – ડો. શશાંક તમારો ખૂબ ખૂબ આભાર.
ડોક્ટર શશાંકે જે જાણકારી આપણને આપી, તે બહુ જ જરૂરી છે અને આપણને બધાને કામ આવશે.
સાથીઓ, હું તમને આગ્રહ કરું છું કે તમને જો કોઈ પણ જાણકારી જોઈતી હોય, કોઈ શંકા હો, તો સાચા source પાસેથી જ જાણકારી લો. તમારા જે ફેમીલી ડોક્ટર હોય, આસપાસના જે ડોક્ટર્સ હોય, તમે તેમની સાથે ફોન પર સંપર્ક કરીને સલાહ લો. હું જોઈ રહ્યો છું કે આપણા ઘણાં ડોક્ટર પોતે પણ આ જવાબદારી ઉઠાવી રહ્યા છે. કેટલાય ડોક્ટર્સ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાણકારી આપી રહ્યા છે. ફોન પર, વોટ્સએપ પર પણ કાઉન્સેલિંગ કરી રહ્યા છે. કેટલીયે હોસ્પિટલોની વેબસાઈટ છે, જ્યાં જાણકારી પણ ઉપલબ્ધ છે, અને ત્યાં આપ ડોક્ટર્સ સાથે પરામર્શ પણ કરી શકો છો. તે ઘણું જ પ્રશંસનિય છે.
મારી સાથે શ્રીનગરથી ડોક્ટર નાવીદ નજીર શાહ જોડાઈ રહ્યા છે. ડોક્ટર નાવીદ શ્રીનગરની એક ગર્વન્મેન્ટ મેડિકલ કોલેજમાં પ્રોફેસર છે. નાવીદજી પોતાની દેખરેખ હેઠળ ઘણાએ કોરોના દર્દીઓને સાજા કરી ચૂક્યા છે અને રમજાનના આ પવિત્ર મહિનામાં ડો. નાવીદ પોતાનું કાર્ય પણ નિભાવી રહ્યા છે, અને તેમણે આપણી સાથે વાતચીત માટે સમય પણ કાઢ્યો છે. આવો તેમની સાથે જ વાત કરીએ.
મોદી જી – નાવીદ જી નમસ્કાર...
ડો.નાવીદ – નમસ્કાર સર...
ડોક્ટર નાવીદ મન કી બાત ના અમારા શ્રોતાઓએ આ મુશ્કેલ સમયમા પેનિક મેનેજમેન્ટનો સવાલ ઉઠાવ્યો છે. આપ આપના અનુભવથી તેમને શું જવાબ આપશો ?
ડો. નાવીદ – જુઓ જ્યારે કોરોના શરૂ થયો હતો ત્યારે કાશ્મીરમાં સૌથી પહેલા હોસ્પિટલ ડેઝિગ્નેટ થઈ As Covid hospital, તે અમારી સીટી હોસ્પિટલ હતી. જે મેડિકલ કોલેજ હેઠળ આવે છે. તો તે સમયે એક ડરનું વાતાવરણ હતું. લોકોમાં તો હતો જ અને કદાચ તેઓ સમજતા હતા કે કોવિડનું ઈન્ફેક્શન જો કોઈને થઈ જાય તો death sentence માનવામાં આવશે, અને તેવામાં અમારી હોસ્પિટલમાં ડોક્ટર સાહેબો અથવા પેરા-મેડિકલ સ્ટાફ કામ કરતા હતા, તેમનામાં પણ એક ડરનું વાતાવરણ હતું કે અમે આ દર્દીઓને કેવી રીતે face કરીશું, અમને ઈન્ફેક્શન થવાનો ખતરો તો નથી ને. પરંતુ જેમ ટાઈમ પસાર થયો, અમે પણ જોયું કે જો સંપૂર્ણ રીતે આપણે જે protective gear પહેરવાની જે પ્રથા છે તેના પર અમલ કરીએ તો આપણે પણ સુરક્ષિત રહી શકીએ છીએ અને અમારો જે બાકીનો સ્ટાફ છે તે પણ સુરક્ષિત રહી શકે છે અને આગળ-આગળ અમે જોતા ગયા કે દર્દીઓ કે કેટલાક લોકો જેઓ બિમાર હતા, જે asymptomatic, જેમનામાં બિમારીના કોઈ જ લક્ષણ નહોતા. અમે જોયું લગભગ લગભગ 90-95 ટકા થી વધુ જે દર્દી છે તેઓ without in medication પણ સાજા થઈ જાય છે. તો સમય એવી રીતે પસાર થતો ગયો, લોકોમાં કોરોનાનો જે ડર હતો તે ઘણો જ ઓછો થઈ ગયો. આજની જ વાત આ જે સેકન્ડ વેવ જે આ વખતે આવ્યો છે, આ કોરોનામાં આ સમયમાં પણ આપણે પેનિક થવાની જરૂર નથી. આ સમયે પણ જે protective measures છે, જે SOPs છે, જો તેના પણ આપણે અમલ કરીશું જેમ કે માસ્ક પહેરવું, હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, તેના ઉપરાંત ફિઝીકલ ડિસ્ટન્સ મેઈન્ટેઈન કરવું કે social gathering avoid કરીએ- તો આપણે આપણા રોજના કામ પણ ઘણી સારી રીતે કરી શકીએ છીએ અને આ બિમારીથી પ્રોટેક્શન પણ મેળવી શકીએ છીએ.
મોદી જી – ડો. નાવિદ વેક્સિનને લઈને પણ લોકોના કેટલાય સવાલો છે, જેમ કે વેક્સિનથી કેટલી સુરક્ષા મળશે, વેક્સિન પછી કેટલા ખાતરીબદ્ધ થઈ શકીએ? આપ કંઈક વાત તેની જણાવો તો શ્રોતાઓને ઘણો જ લાભ થશે.
ડો.નાવીદ – જ્યારે કોરોનાનું ઈન્ફેક્શન સામે આવ્યું ત્યારથી લઈને આજ સુધી આપણી પાસે કોવિડ-19 માટે કોઈ જ effective treatment available નથી, તો આપણે આ બિમારી સામે લડત માત્ર બે ચીજથી આપી શકીએ, એક તો protective measures અને અમે પહેલેથી જ કહી રહ્યા હતા કે જો કોઈ ઈફેક્ટિવ વેક્સિન આપણી પાસે આવે તો તે આપણને આ બિમારીથી છૂટકારો અપાવી શકે છે અને આપણા દેશમાં બે વેક્સિન આ સમયે ઉપલબ્ધ છે, કોવેક્સિન અને કોવિશિલ્ડ છે જે અહીંયા જ બનેલી વેક્સિન છે. અને કંપનીઓ પણ જે trials કરી છે, તેમા પણ જોવામાં આવ્યું કે તેની efficacy જે છે તે 60 ટકાથી પણ વધારે છે, અને જો આપણે જમ્મુ-કાશ્મીરની વાત કરીએ તો અમારી UT માં અત્યારસુધી 15થી 16 લાખ લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. હા.. સોશિયલ મીડિયામાં ઘણાં તેના misconception કે myths છે તેમાં આવ્યું હતું કે આ..આ સાઈડ ઈફેક્ટ છે. અત્યારસુધી આપણે ત્યાં જેણે પણ વેક્સિન લીધી છે, કોઈ સાઈડ ઈફેક્ટ તેમનામાં જોવા મળી નથી. માત્ર, જે સામાન્ય કોઈ વેક્સિન સાથે associated હોય છે, કોઈને તાવ આવવો, આખા શરીરમાં દુખાવો અથવા local site જ્યાં ઈન્જેક્શન આપવામાં આવે છે ત્યાં દુખાવો થવો -તેવી જ સાઈડ ઈફેક્ટ્સ અમે બધા દર્દીઓમાં જોઈ છે, કોઈ અમે adverse effect નથી જોઈ. અને હા બીજી વાત, લોકોમાં એ પણ આશંકા છે કે કેટલાક લોકો after vaccination એટલે કે રસી લીધા બાદ પોઝીટીવ થઈ ગયા. તેમાં કંપની તરફથી જ ગાઈડલાઈન છે કે જેણે રસી લીધી છે, ત્યારબાદ તેનામાં ઈન્ફેક્શન લાગે છે, તો તે પોઝીટીવ થઈ શકે છે. પરંતુ બિમારીની જે severity છે, એટલે કે બિમારીની ગંભીરતા જે છે, તે દર્દીઓમાં એટલી બધી નહીં હોય એટલે કે તેઓ પોઝીટીવ થઈ શકે છે પરંતુ જે બિમારી છે તે એક જીવલેણ બિમારી તેમને માટે સાબિત નથી થઈ શકતી. તેથી જે પણ આ misconception છે વેક્સિન વિશે, તેને આપણે મનમાંથી કાઢી નાખવું જોઈએ અને જેનો-જેનો વારો આવ્યો- કારણ કે 1 મે થી આપણા આખા દેશમાં 18 વર્ષથી વધુની ઉંમરના જે લોકો છે તેમને વેક્સિન લગાવવાનો કાર્યક્રમ શરૂ થશે, તો લોકોને અપીલ એ જ કરીશું કે આપ આવો, વેક્સિન લઈ લો અને પોતાને પણ સુરક્ષિત કરો અને ઓવરઓલ આપણી society અને આપણી community કોવિડ-19ના ઈન્ફેક્શનથી સુરક્ષિત થઈ જશે.
મોદી જી – ડો.નાવીદ આપનો ખૂબ ખૂબ આભાર અને આપને રમજાનના પવિત્ર મહિનાની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
ડો.નાવીદ- ખૂબ ખૂબ આભાર..
મોદી જી – સાથીઓ કોરોનાના આ સંકટમાં વેક્સિનનું મહત્વ સૌને સમજાઈ રહ્યું છે, તેથી મારો આગ્રહ છે કે વેક્સિનને લઈને કોઈપણ અફવા માં ન આવો. તમને બધાને ખ્યાલ જ હશે કે ભારત સરકાર તરફથી બધી રાજ્ય સરકારોને મફત વેક્સિન મોકલવામાં આવી છે જેનો લાભ 45 વર્ષથી ઉપરની ઉંમરના લોકો લઈ શકે છે. હવે તો 1 મે થી દેશમાં 18 વર્ષની ઉપરની દરેક વ્યક્તિ માટે વેક્સિન ઉપલબ્ધ થવાની છે. હવે દેશનું કોર્પોરેટ સેક્ટર, કંપનીઓ પણ પોતાના કર્મચારીઓને વેક્સિન લેવાના અભિયાનમાં ભાગીદાર બની શકશે. મારે એ પણ કહેવું છે કે ભારત સરકાર તરફથી મફત વેક્સિનનો કાર્યક્રમ હમણાં જે ચાલી રહ્યો છે, તે આગળ પણ ચાલતો જ રહેશે. મારો રાજ્યોને પણ આગ્રહ છે, કે તેઓ ભારત સરકારના આ મફત વેક્સિન અભિયાનનો લાભ પોતાના રાજ્યના વધુને વધુ લોકો સુધી પહોંચાડે.
સાથીઓ, આપણે બધા જાણીએ છીએ કે બિમારીમાં આપણા માટે, આપણા પરિવારની દેખરેખ કરવી, માનસિક રીતે કેટલું મુશ્કેલ હોય છે, પરંતુ આપણી હોસ્પિટલોના નર્સિંગ સ્ટાફને તો આ જ કામ સતત, કેટલાય દર્દીઓ માટે એકસાથે કરવાનું હોય છે. આ સેવાભાવ આપણા સમાજની બહુ જ મોટી તાકાત છે. નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવતી સેવા અને પરિશ્રમ વિશે સારી રીતે તો કોઈ નર્સ જ કહી શકે છે. તેથી મેં રાયપુરના ડોક્ટર બી.આર.આંબેડકર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પોતાની સેવા આપી રહેલી સિસ્ટર ભાવના ધ્રુવ જીને મન કી બાતમાં આમંત્રિત કર્યા છે, તે અનેક કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. આવો, તેમની સાથે વાત કરીએ.
મોદી જી – નમસ્કાર ભાવના જી
ભાવના – આદરણીય પ્રધાનમંત્રી જી...નમસ્કાર..
મોદી જી – ભાવના જી...
ભાવના- Yes sir
મોદી જી – મન કી બાત સાંભળનારાઓને તમે એ ચોક્કસ જણાવો કે તમારા પરિવારમાં આટલી બધી જવાબદારીઓ, આટલા બધા multitask અને તેના પછી પણ આપ કોરોનાના દર્દીઓ સાથે કામ કરી રહ્યા છો. કોરોનાના દર્દીઓ સાથે તમારો અનુભવ જે રહ્યો, તે ચોક્કસ દેશવાસીઓ સાંભળવા માંગશે કારણ કે સિસ્ટર જે હોય છે, નર્સ જે હોય છે જે દર્દીની એકદમ નજીક હોય છે અને સૌથી લાંબા સમય સુધી હોય છે તો તે બધી વસ્તુને બહુ બારિકાઈથી સમજી શકે છે.
ભાવના – જી સર, મારો ટોટલ એક્સપિરિયન્સ કોવિડમાં સર, 2 મહિનાનો છે સર. અમે 14 દિવસ ડ્યૂટી કરીએ છીએ અને 14 દિવસ પછી અમને આરામ આપવામાં આવે છે. પાછા બે મહિના પછી અમારી આ કોવિડ ડ્યૂટી ફરીથી શરૂ થાય છે. જ્યારે સૌથી પહેલાં મારી કોવિડ ડ્યૂટી લાગી, તો સૌથી પહેલાં મેં મારા પરિવારજનોને આ કોવિડ ડ્યૂટીની વાત જણાવી.
આ મે મહિનાની વાત છે અને મેં, જેવું મેં share કર્યું કે બધા ડરી ગયા, ગભરાઈ ગયા અને મને કહેવા લાગ્યા કે બેટા સંભાળીને કામ કરજે, એક emotional situation હતી સર...વચ્ચે જ્યારે મારી દિકરીએ મને પૂછ્યું, mumma તમે કોવિડ ડ્યૂટી માટે જાવ છો, તો તે સમય મારા માટે ઘણી જ emotional moment હતી. પરંતુ જ્યારે હું કોવિડ દર્દી પાસે ગઈ, તો મેં એક જવાબદારી ઘરમાં છોડી દીધી અને જ્યારે હું કોવિડ દર્દીને મળી સર, તો તેઓ તેનાથી વધુ ગભરાયેલા હતા, કોવિડના નામથી બધા દર્દી એટલા ડરેલા હતા સર, કે તેમને સમજાતું નહોતું કે તેમની સાથે શું થઈ રહ્યું છે, અમે આગળ શું કરીશું. અમે તેમનો ડર દૂર કરવા માટે તેમને ઘણું જ સારું healthy environment આપ્યું સર... અમને જ્યારે આ કોવિડ ડ્યૂટી કરવાનું કહ્યું તો સર સૌથી પહેલાં અમને PPE Kit પહેરવાનું કહેવામાં આવ્યું સર, જે ઘણું જ મુશ્કેલ છે. PPE Kit પહેરીને ડ્યૂટી કરવી. સર એ ઘણું tough હતું અમારા માટે, મેં 2 મહિના ડ્યૂટીમાં દરેક જગ્યાએ 14-14 દિવસ ડ્યૂટી કરી, વોર્ડમાં, આઈસીયુમાં, આઈસોલેશનમાં સર..
મોદી જી – એટલે કે કુલ એક વર્ષથી તો આપ આ જ કામને કરી રહ્યા છો.
ભાવના - Yes sir, ત્યાં જતાં પહેલાં મને ખબર નહોતી કે મારા colleagues કોણ છે. મેં એક ટીમ મેમ્બરની રીતે કામ કર્યું સર. તેમના જે પણ પ્રોબ્લેમ હતા, તેને share કર્યા, મેં દર્દીઓ વિશે જાણ્યું અને તેઓના stigma દૂર કર્યા સર, કેટલાય લોકો એવા હતા સર જે કોવિડના નામથી જ ડરતા હતા. એ બધા symptoms તેમનામાં દેખાતા હતા જ્યારે અમે તેમની history લેતા હતા, પરંતુ તેઓ ડરને કારણે તેઓ પોતાનો ટેસ્ટ નહોતા કરાવી શકતા, તો અમે તેમને સમજાવતા હતા અને સર, જ્યારે severity વધી જતી હતી ત્યારે તેમના lungs already infected થઈ ચૂક્યા હોય છે ત્યારે તેમને આઈસીયુની જરૂર રહેતી હતી, ત્યારે તેઓ આવતા હતા અને સાથે આખો પરિવાર આવતો હતો. તો આવા 1-2 કેસ મેં જોયા સર અને એવું પણ નથી, દરેક age group સાથે કામ કર્યું સર મેં. જેમાં નાનાં બાળકો હતા, મહિલા, પુરુષ, વડિલો, બધા જ પ્રકારના દર્દી હતા સર... તે બધા સાથે અમે વાત કરી તો બધાએ કહ્યું કે અમે ડરને કારણે ન આવી શક્યા, બધાનો અમને આ જ જવાબ મળ્યો સર. તો આપણે તેમને સમજાવીએ સર, કે ડર જેવું કંઈ નથી હોતું, તમે અમને સાથ આપો, અમે તમને સાથ આપીશું બસ તમે જે પણ પ્રોટોકોલ્સ છે તેને follow કરો, બસ હું આટલું જ તેમના માટે કરી શકી.
મોદી જી – ભાવના જી, મને ઘણું જ સારું લાગ્યું આપની સાથે વાત કરીને, તમે ઘણી જ સારી માહિતી આપી છે. તમારા પોતાના અનુભવ ઉપરથી આપી છે, તો ચોક્કસ દેશવાસીઓને તેનાથી એક પોઝીટિવીટીનો મેસેજ જશે. તમારો ખૂબ ખૂબ આભાર ભાવના જી...
ભાવના - Thank you so much sir... Thank you so much... જય હિન્દ સર...
મોદી જી – જય હિન્દ
ભાવના જી અને નર્સિંગ સ્ટાફના તમારા જેવા હજારો-લાખો ભાઈ-બહેનો બહુ સારી રીતે પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. તે આપણા બધા માટે બહુ મોટી પ્રેરણા છે. આપ આપના સ્વાસ્થ્ય પર પણ વધારે ધ્યાન આપો. આપના પરિવારનું પણ ધ્યાન રાખો.
સાથીઓ, આપણી સાથે, અત્યારે બેંગલુરુથી સિસ્ટર સુરેખા જી પણ જોડાયા છે. સુરેખા જી K.C. General Hospital માં Senior Nursing Officer છે. આવો, તેમના અનુભવો પણ જાણીએ.
મોદી જી – નમસ્તે સુરેખા જી...
સુરેખા - I am really proud and honoured sir to speak to Prime Minister of our country.
મોદી જી – સુરેખાજી, આપ આપના સાથી નર્સ અને હોસ્પિટલ સ્ટાફ સાથે મળીને બહુ જ ઉમદા કાર્ય કરી રહ્યા છો. ભારત દેશ આપનો આભારી છે. COVID-19 સામેની આ લડાઇમાં, નાગરીકો માટે આપનો શું સંદેશ છે..
સુરેખા - સુરેખા – યસ સર... એક જવાબદાર નાગરિક હોવાને કારણે હું કંઈક એવું કહેવા માંગુ છું કે કૃપા કરીને તમારી આસપાસના લોકો માટે થોડા વિનમ્ર બનો અને પ્રારંભિક પરીક્ષણ અને યોગ્ય ટ્રેકિંગની મદદથી મૃત્યુ દર ઘટાડવામાં આપણને મદદ મળશે, તદુપરાંત, જો તમને કોઈ લક્ષણો જોવા મળે છે તો જાતે આઈસોલેટ થઈને નજીકના ડોકટરની સલાહ લો અને વહેલી તકે સારવાર મેળવો. શક્ય તેટલું ઝડપથી. તેથી, આપણા આખા સમુદાયને આ રોગ વિશે જાગરૂકતા, જાણવાની અને સકારાત્મક રહેવાની જરૂર છે, ગભરાશો નહીં અને કોઈ તણાવમાં આવશો નહીં. તે દર્દીની સ્થિતિ વધુ ખરાબ કરે છે. અમે આપણી સરકારના ઘણાં આભારી છીએ અને વેક્સિન લેવા બદલ પણ ગર્વ અનુભવીએ છીએ અને મેં પણ વેક્સિન લઈ લીધી છે અને મારા સ્વાનુભવથી હું સમગ્ર દેશના નાગરિકોને કહેવા માંગુ છું કે કોઈપણ વેક્સિન બહુ ઝડપથી 100 ટકા સુરક્ષા નથી આપતી. ઈમ્યૂનિટી વધારવા માટે થોડો સમય ચોક્કસ લાગે છે. વેક્સિન લેવા માટે જરા પણ ગભરાશો નહીં. કૃપા કરીને આપ વેક્સિન લઈ લો, તેની બહુ જ ઓછી સાઈડ ઈફેક્ટ છે અને હું એક સંદેશો ચોક્કસ વહેતો કરવા માંગીશ કે ઘરે રહો, સ્વસ્થ રહો, જે બિમાર છે તેવા લોકો સાથે સંપર્ક ટાળો અને નાક, આંખ અને મોં ને બિનજરૂરી સ્પર્શ કરવાનું ટાળો. મહેરબાની કરીને વ્યક્તિગત અંતર જાળવવાનો પ્રયત્ન કરો, બરાબર રીતે માસ્ક પહેરો, નિયમિતપણે હાથ ધોવાનું રાખો અને ઘરે જ રહીને તમે ઘરગથ્થુ ઉપચારો પણ કરી શકો છો. મહેરબાની કરીને આયુર્વેદિક કાવો પીવો, વરાળ લો, રોજ mouth gargling કરો અને શ્વાસોચ્છવાસની કસરત પણ તમે કરી શકો છો. અને છેલ્લે બીજી એક વસ્તુ જે મહત્વની છે કે ફ્રન્ટલાઈન વર્કર્સ અને વ્યાવસાયિકો માટે સહાનુભૂતિ રાખો. અમને તમારા સપોર્ટ અને સહકારની જરૂર છે. આપણે સાથે મળીને લડીશું. આપણે આ રોગચાળામાંથી પસાર થઈ જઈશું અને લોકોને આ જ મારો સંદેશ છે સર...
મોદી જી - Thank you Surekha ji.
સુરેખા - Thank you sir.
સુરેખા જી ખરેખર, તમે ઘણાં જ મુશ્કેલ સમયમાં મોરચો સંભાળીને બેઠા છો. આપ આપનું ધ્યાન રાખજો. આપના પરિવારને પણ મારી ઘણી ઘણી શુભેચ્છાઓ. હું દેશના લોકોને પણ આગ્રહ કરીશ કે જે ભાવના જી, સુરેખા જીએ તેમના અનુભવ પરથી જણાવ્યું છે. કોરોના સામે લડવા માટે પોઝીટીવ સ્પિરિટ ઘણો જ જરૂરી છે અને દેશવાસીઓએ તેને જાળવી રાખવાનો છે.
સાથીઓ, ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફની સાથે-સાથે આ સમયમાં લેબ ટેક્નિશિયન અને એમ્બ્યુલન્સ ડ્રાઈવર્સ જેવા ફ્રન્ટલાઈન વર્કર્સ પણ ભગવાનની જેમ કામ કરી રહ્યા છે. જ્યારે કોઈ એમ્બ્યુલન્સ કોઈ દર્દી સુધી પહોંચે છે તો તેને એમ્બ્યુલન્સ ડ્રાઈવર દેવદૂત જેવા જ લાગે છે. તે બધાની સેવાઓ વિશે, તેમના અનુભવો વિશે, દેશે જરૂર જાણવું જોઈએ. મારી સાથે અત્યારે એવા જ એક સજ્જન છે – શ્રીમાન પ્રેમ વર્મા જી.., જે એક એમ્બ્યુલન્સ ડ્રાઈવર છે. તેમના નામ પરથી જ ખ્યાલ આવે છે કે પ્રેમ વર્મા જી પોતાના કામને, પોતાના કર્તવ્યને પૂરા પ્રેમ અને લગન સાથે કરે છે. આવો તેમની સાથે વાત કરીએ....
મોદી જી - નમસ્તે પ્રેમ જી
પ્રેમ જી - નમસ્તે સર જી
શ્રી મોદી – ભાઈ.. પ્રેમ
પ્રેમ જી - હા જી..સર.
મોદી જી – આપ આપના કાર્ય વિશે જણાવો.
પ્રેમ જી – હા....જી..
મોદી જી – થોડું વિસ્તારપૂર્વક જણાવો. તમારો જે અનુભવ છે તે પણ જણાવો.
પ્રેમ જી – હું CATS Ambulance માં driver ની post પર છું અને Control અમને એક tab પર call આપે છે. 102 તરફથી જે call આવે છે, અમે move કરીએ છીએ દર્દીની પાસે. અમે દર્દીને ત્યાં જઈએ છીએ, તેમની પાસે, બે વર્ષથી continue કરી રહ્યો છું આ કામ. મારી kit પહેરીને, મારા gloves, mask પહેરીને patient ને, જ્યાં તેઓ drop કરવા માટે કહે છે, જે પણ hospital માં, અમે બહુ જ જલ્દી તેમને drop કરીએ છીએ.
મોદી જી – તમને તો વેક્સિનના બે ડોઝ મળી ચૂક્યા હશે.
પ્રેમ જી – બિલકુલ સર
મોદી જી – તો બીજા લોકો પણ વેક્સિન લે. તેના માટે આપનો શું સંદેશ છે?
પ્રેમ જી – સર બિલકુલ... બધાએ આ ડોઝ લેવો જ જોઈએ અને પરિવાર માટે સારી જ છે. હવે મને મારી મમ્મી કહે છે, આ નોકરી છોડી દે. મેં કહ્યું મમ્મી જો હું પણ નોકરી છોડીને બેસી જઈશ તો બધા દર્દીઓને કોણ કેવી રીતે મૂકવા જશે. કારણ કે આ કોરોના કાળમાં બધા ભાગી રહ્યા છે. બધા નોકરી છોડી છોડીને જઈ રહ્યા છે. મમ્મી પણ મને કહે છે કે બેટા એ નોકરી છોડી દે. મેં કહ્યું નહીં મમ્મી હું નોકરી નહીં છોડું.
મોદી જી – પ્રેમ જી માતાને દુખી ન કરતાં. માતાને સમજાવજો.
પ્રેમ જી – હા...જી
મોદી જી – પરંતુ આ જે તમે માતાની વાત જણાવીને
પ્રેમ જી – હા....જી..
મોદી જી – તે બહુ જ સ્પર્શી જતી વાત છે.
પ્રેમ જી – હા....જી..
મોદી જી – આપના માતા જી ને પણ
પ્રેમ જી – હા....જી..
મોદી જી – મારા પ્રણામ કહેજો..
પ્રેમ જી – બિલકુલ
મોદી જી – હાં..
પ્રેમ જી – હા....જી..
મોદી જી – અને પ્રેમ જી હું આપના માધ્યમથી
પ્રેમ જી – હા....જી..
મોદી જી – આ એમ્બ્યુલન્સ ચલાવનારા આપણા ડ્રાઈવર પણ
પ્રેમ જી – હા....જી..
મોદી જી – કેટલું મોટું risk લઈને કામ કરે છે
પ્રેમ જી – હા....જી..
મોદી જી – અને દરેકની માતા શું વિચારતી હશે?
પ્રેમ જી – બિલકુલ સર
મોદી જી – તે વાત જ્યારે શ્રોતાઓ સુધી પહોંચશે
પ્રેમ જી – હા....જી..
મોદી જી – હું ચોક્કસ માનું છું કે તેમના હ્રદયને પણ સ્પર્શી જશે.
પ્રેમ જી – હા....જી..
મોદી જી – પ્રેમ જી ખૂબ ખૂબ ધન્યવાદ. તમે એક પ્રકારે પ્રેમની ગંગા વહાવી રહ્યા છો.
પ્રેમ જી – ધન્યવાદ સરજી...
મોદી જી – ધન્યવાદ ભાઈ
પ્રેમ જી – ધન્યવાદ
સાથીઓ, પ્રેમ વર્માજી અને તેમના જેવા હજારો લોકો, આજે પોતાનું જીવન દાવ પર લગાવીને લોકોની સેવા કરી રહ્યા છે. કોરોના સામે આ લડાઈમાં જેટલા પણ જીવન બચી રહ્યા છે તેમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર્સનું પણ બહુ મોટું યોગદાન છે. પ્રેમ જી આપને અને દેશભરમાં આપના બધા સાથીઓને હું ખૂબ ખૂબ આભાર માનુ છું. આપ સમય પર પહોંચતા રહો અને જીવન બચાવતા રહો.
મારા પ્રિય દેશવાસીઓ, એ સાચું છે કે કોરોનાથી ઘણાં બધા લોકો સંક્રમિત થઈ રહ્યા છે પરંતુ કોરોનાથી સાજા થનારાઓની સંખ્યા પણ તેટલી જ વધુ છે. ગુરુગ્રામની પ્રીતિ ચતુર્વેદી જીએ હાલમાં જ કોરોનાને હરાવ્યો છે. પ્રીતિ જી મન કી બાતમાં આપણી સાથે જોડાય છે. તેમના અનુભવ આપણને બધાને ઘણાં જ કામ આવશે.
મોદી જી – પ્રીતિ જી નમસ્તે..
પ્રીતિ – નમસ્તે સર...આપ કેમ છો?
મોદી જી – હું ઠીક છું. સૌથી પહેલાં તો હું આપની કોવિડ-19 સાથે
પ્રીતિ – જી
મોદી જી – સફળતાપૂર્વક લડવા બદલ
પ્રીતિ – જી
મોદી જી – પ્રશંસા કરીશ.
પ્રીતી - Thank you so much sir
મોદી જી – મારી આશા છે કે તમારું સ્વાસ્થ્ય ઘણું ઝડપથી સારું થાય
પ્રીતિ – જી આભાર સર..
મોદી જી – પ્રીતિ જી
પ્રીતિ – હા..જી..સર
મોદી જી- આ આખા વેવમાં માત્ર આપનો જ નંબર લાગ્યો કે પરિવારના અન્ય સભ્યો પણ આમાં ફસાઈ ગયા છે
પ્રીતિ – નહીં..નહીં..સર હું એકલી જ થઈ હતી.
મોદી જી – ચાલો, ભગવાનની કૃપા રહી.. અચ્છા હું ઈચ્છીશ,
પ્રીતિ – હા..જી...સર
મોદી જી – કે તમે આ પીડાની અવસ્થાના કેટલાક અનુભવ જો વહેંચી શકો તો કદાચ જે શ્રોતા છે તેમને પણ આવા સમયમાં કેવી રીતે પોતાની જાતને સંભાળવવી જોઈએ તેનું માર્ગદર્શન મળશે.
પ્રીતિ – જી..સર...ચોક્કસ.. સર initially stageમાં મને બહુ જ વધારે lethargy, એટલે કે સુસ્તી જેવું લાગતું અને ત્યારબાદ મારા ગળામાં થોડી ખરાશ થવા લાગી. તો પછી મને લાગ્યું તો ખરું કે આ symptoms તો છે તો મેં ટેસ્ટ કરાવ્યો. બીજા દિવસે રિપોર્ટ આવ્યા બાદ જેવો તે પોઝીટિવ આવ્યો, મેં મારી જાતને quarantine કરી લીધી. એક રૂમમાં આઈસોલેટ કરીને ડોક્ટર્સ સાથે મેં કન્સલ્ટ કર્યું. તેમની medication start કરી દીધું.
મોદી જી – તો તમારા quick action ને કારણે તમારો પરિવાર બચી ગયો.
પ્રીતિ – જી સર...પછી તો બધાનો રિપોર્ટ કરાવ્યો હતો. બાકી બધા નેગેટિવ હતા. હું જ પોઝિટીવ હતી. તેની પહેલાં જ મેં મારી જાતને આઈસોલેટ કરી લીધી હતી એક રૂમની અંદર. પોતાની જરૂરિયાતનો બધો સામાન સાથે રાખીને, પોતાની જાતે જ એક રૂમમાં બંધ થઈ ગઈ હતી. અને તેની સાથે-સાથે મેં ડોક્ટર સાથે medication start કરી દીધી.
સર મેં મેડિકેશનની સાથેસાથે મેં યોગ, આયુર્વેદિક અને મેં આ બધું શરૂ કર્યું અને સાથે મેં કાવો પણ લેવાનો શરૂ કર્યો હતો. Immunity boost કરવા માટે સર હું દિવસમાં મતલબ જ્યારે પણ ભોજન કરતી હતી તેમાં મેં healthy food જે protein rich diet હતું તે લીધું. મેં ઘણું વધારે fluid લીધું, મેં steam લીધી, gargle કર્યું અને ગરમ પાણી લીધું. હું આખો દિવસ આ જ બધી વસ્તુઓ મારા જીવનમાં લેવા લાગી. અને સર આ દિવસોમાં તો, સૌથી મોટી વાત હું કહેવા માંગીશ, ગભરાવું તો જરા પણ નહીં. બહુ જ mentally strong બનવાનું છે જેને માટે હું યોગમાં બહુ જ વધારે breathing exercise કરતી હતી અને તે કરવાથી મને સારું લાગતું હતું.
મોદી જી – હા..અચ્છા પ્રીતિ જી જ્યારે હવે તમારી આ આખી process પૂરી થઈ ગઈ. આપ સંકટમાંથી બહાર આવી ગયા.
પ્રીતિ – હા..જી
મોદી જી – હવે તમારો ટેસ્ટ પણ નેગેટિવ આવી ગયો છે
પ્રીતિ – હા....જી સર
મોદી જી – તો પછી આપ આપના સ્વાસ્થ્ય માટે, તેની દેખભાળ માટે અત્યારે શું કરો છો?
પ્રીતિ – સર... એક તો મેં યોગ બંધ નથી કર્યા.
મોદી જી – હા
પ્રીતિ – ઠીક છે...હું હજુ પણ કાવો પીવું છું અને પોતાની ઈમ્યૂનિટી બૂસ્ટ રાખવા માટે હું સારું હેલ્ધી ફૂડ ખાઉં છું અત્યારે.
મોદી જી – હા
પ્રીતિ – જે હું બહુ જ પોતાની જાતને neglect કરી દેતી હતી, તેના પર વધારે ધ્યાન આપી રહી છું.
મોદી જી – ધન્યવાદ પ્રીતિ જી..
પ્રીતિ - Thank you so much sir.
મોદી જી – આપે જે જાણકારી આપી, મને લાગે છે કે તે ઘણાં બધા લોકોને કામ આવશે. તમે સ્વસ્થ રહો, તમારા પરિવારના લોકો સ્વસ્થ રહે, મારી આપને ઘણી ઘણી શુભેચ્છાઓ.
મારા વહાલા દેશવાસીઓ, આજે આપણા તબીબી ક્ષેત્રના લોકોની જેમ, Frontline Workers પણ દિન-પ્રતિદિન સેવા કાર્યમાં રોકાયેલા છે. તેવી જ રીતે સમાજના અન્ય લોકો પણ આ સમયે પાછળ નથી. દેશ ફરી એકવાર કોરોના સામે સંયુક્ત રીતે લડી રહ્યો છે. આ દિવસોમાં, હું જોઉં છું કે કોઈ Quarantine માં રહેતા પરિવારોને દવાઓ પહોંચાડે છે, કોઈ શાકભાજી, દૂધ, ફળો વગેરે મોકલી રહ્યું છે. કોઈ દર્દીઓ માટે એમ્બ્યુલન્સની મફત સેવાઓ આપી રહ્યું છે. આ પડકારજનક સમયમાં દેશના જુદા જુદા ખૂણાઓમાં પણ સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવી રહી છે અને અન્યોને મદદ કરવા જે પણ થઇ શકે તે પ્રયાસ કરી રહી છે. આ વખતે ગામોમાં પણ નવી જાગૃતિ જોવા મળી રહી છે. કોવિડના નિયમોનું સખત પાલન કરીને, લોકો તેમના ગામને કોરોનાથી સુરક્ષિત કરી રહ્યાં છે, બહારથી આવતા લોકો માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શહેરમાં પણ કેટલાય યુવાનો સામે આવ્યા છે, જે પોતાના વિસ્તારમાં કોરોનાના કેસ ન વધે તેને માટે સ્થાનિક નિવાસીઓ સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છે. એટલે કે એક તરફ દેશ દિવસ-રાત હોસ્પિટલ, વેન્ટિલેટર્સ અને દવાઓ માટે કામ કરી રહ્યો છે તો બીજી બાજુ, દેશવાસીઓ પણ સ્વેચ્છાએ કોરોનાના પડકારનો સામનો કરી રહ્યા છે. આ ભાવના આપણને કેટલી તાકાત આપે છે, કેટલો વિશ્વાસ આપે છે. આ જે પણ પ્રયાસો થઈ રહ્યા છે, સમાજની બહુ મોટી સેવા છે. તે સમાજની શક્તિ વધારે છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે આપણે 'મન કી બાત' ની આખી ચર્ચા કોરોના રોગચાળા પર રાખી, કારણ કે, આજે આપણી સૌથી મોટી પ્રાથમિકતા છે, આ રોગને હરાવવાની. આજે ભગવાન મહાવીર જયંતિ પણ છે. આ પ્રસંગે, હું તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું. ભગવાન મહાવીરનો સંદેશો આપણને તપ અને આત્મ સંયમની પ્રેરણા આપે છે. હમણાં પવિત્ર રમજાન માસ પણ ચાલી રહ્યો છે. હવે બુદ્ધ પૂર્ણિમા પણ આવશે.
ગુરુ તેગબહાદુર જીનું 400મું પ્રકાશ પર્વ પણ છે. એક મહત્વપૂર્ણ દિવસ પોચિશે બોઈશાક – ટાગોર જયંતિનો છે. આ બધું આપણને આપણું કર્તવ્ય નિભાવવાની પ્રેરણા આપે છે. એક નાગરિક તરીકે આપણે આપણા જીવનમાં જેટલી કુશળતા સાથે આપણા કર્તવ્યોને નિભાવશું, સંકટથી મુક્ત થઈને ભવિષ્યના રસ્તા પર તેટલી જ ઝડપથી આગળ વધીશું. તેવી આશા સાથે હું આપ બધાને ફરી એકવાર આગ્રહ કરું છું કે વેક્સિન આપણે બધાએ લેવાની જ છે અને સંપૂર્ણ સાવધાની પણ રાખવાની છે. દવા પણ અને કડકાઈ પણ... આ મંત્રને ક્યારેય ભૂલવાનો નથી. આપણે બહુ જલ્દી સાથે મળીને આ મુશ્કેલીમાંથી બહાર આવીશું. એ જ વિશ્વાસ સાથે આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર....
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આ વખતે, જયારે હું મનકી બાત માટે જે પણ પત્રો આવે છે, ટીપ્પણીઓ આવે છે, જાત-જાતના ઇન્ – પુટ્સ મળે છે, તેમના ઉપર નજર ફેરવી રહ્યો હતો, તો કેટલાય લોકોએ એક બહુ મહત્વની વાત યાદ કરી. માય ગોવ પર આર્યન, બેંગલુરૂથી અનૂપ રાવ, નોયડાથી દેવેશ, થાણેથી સુજીત, આ બધાંએ કહ્યું કે મોદીજી આ વખતે મનકી બાતની પંચોતેરમી કડી છે. એ માટે આપને અભિનંદન. હું આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આપે આટલી બારીકાઇથી મનકી બાદને ફોલો કરી છે અને આપ જોડાયેલા રહ્યા છો. આ મારા માટે પણ બહુ જ ગર્વની બાબત છે. આનંદની બાબત છે, મારા તરફથી પણ આપને ધન્યવાદ છે જ, સાથે મનકી બાતના બધા શ્રોતાઓનો પણ આભાર વ્યક્ત કરૂં છું, કેમ કે આપના સાથ વિના આ સફર શક્ય જ નહોતી. એવું લાગે છે, જાણે આ કાલની જ વાત હોય, જયારે આપણે સૌએ સાથે મળીને આ વૈચારિક સફર શરૂ કરી હતી. ત્યારે 3 ઓકટોબર 2014ના રોજ વિજયદશમીનું પાવન પર્વ હતું અને સંજોગ જુઓ કે આજે હોલિકા દહન છે. ‘એક દીવાથી પ્રગટે બીજો, અને રાષ્ટ્ર રોશન થાય આપણું’ – આ ભાવનાથી ચાલતાં – ચાલતાં આપણે આ મઝલ કાપી છે. આપણે દેશના ખૂણેખૂણેથી લોકો સાથે વાત કરી અને તેમનાં અસામાન્ય કાર્યો વિષે જાણ્યું છે. આપણે પણ અનુભવ કર્યો હશે કે આપણા દેશના અંતરિયાળ ખૂણામાં પણ કેટલી અભૂતપૂર્વ ક્ષમતા પડેલી છે! ભારત માતાના ખોળામાં કેવાં કેવાં રત્નો ઉછરી રહ્યાં છે. મારા માટે તો તે પોતે પણ સમાજ પ્રત્યે જોવાનો, સમાજને જાણવાનો, સમાજના સામર્થ્યને ઓળખવાનો એક અદભૂત અનુભવ રહ્યો છે. આ 75 હપ્તાઓ(કડીઓ) દરમ્યાન કેટ-કેટલા વિષયોમાં પસાર થવાનું રહ્યું!? કયારેક નદીની વાત, તો કયારેક હિમાલયના શીખરોની વાત, તો ક્યારેક રણની વાત, કયારેક કુદરતી આફની વાત, તો કયારેક માનવ-સેવાની અગણિત ગાથાઓની અનુભૂતિ, કયારેક ટેકનોલોજીની નવી શોધ, તો કયારેક કોઇ અજાણ્યા ખૂણામાં, કંઇક નવું કરી બતાવનારા કોઇના અનુભવની ગાથા. હવે તમે જ જુઓ, શું સ્વચ્છતાની વાત હોય, કે પછી આપણા વારસાના જતનની ચર્ચા હોય, એટલું જ નહીં, રમકડાં બનાવવાની વાત હોય, તેમાં શું શું નહોતું!? કદાચ, (ગણતરી કરીએ કે) કેટલા વિષયોને આપણે સ્પર્શ્યા છીએ, તો તે પણ કદાય અગણિત બની જશે. (ગણ્યા ગણાય નહીં તેટલા હશે.) આ દરમ્યાન, જેમણે ભારતના ઘડતરમાં અતુલ્ય યોગદાન આપ્યું છે તેવી મહાન વિભૂતીઓને સમય-સમય પર શ્રદ્ધાંજલિ આપી, તેમના વિષે જાણ્યું છે. આપણે લોકોએ કેટલાય વૈશ્વિક મુદ્દા ઉપર પણ વાત કરી, તેમાંથી પ્રેરણા લેવાના પ્રયત્નો કર્યા છે. કેટલીયે બાબતો તમે મને બતાવી, કેટલાય ideas આપ્યા. આ રીતે આ વિચાર યાત્રામાં તમે સાથે-સાથે ચાલતા રહ્યા, જોડાતા રહ્યા અને કંઇકને કંઇક નવું ઉમેરતા પણ રહ્યા. આજે આ 75મી કડીના પ્રસંગે સૌથી પહેલા મનકી બાતને સફળ બનાવવા બદલ, સમૃદ્ધ કરવા બદલ અને તેની સાથે જોડાયેલા રહવા બદલ, હું દરેક શ્રોતનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂં છું.
મારા વ્હાલા દેશવાલીઓ, જુઓ કેટલો મોટો સુખદ સંયોગ છે કે આજે મને 75મી મનકી બાત કરવાની તક અને આ જ મહિનો આઝાદીના 75 વર્ષના ‘અમૃત મહોત્સવ’ના આરંભનો મહિનો. અમૃત મહોત્સવ દાંડીકૂચના દિવસથી શરૂ થયો હતો અને 15 ઓગસ્ટ 2023 સુધી ચાલશે. અમૃત મહોત્સવને લગતા કાર્યક્રમો સતત પૂરા દેશમાં થઇ રહ્યા છે. અલગ અલગ સ્થળોથી આ કાર્યક્રમોની તસવીરો, માહિતી લોકો share કરી રહ્યા છે, નમો એપ પર એવી જ કેટલીક તસવીરોની સાથે ઝારખંડના નવીનજીએ મને એક સંદેશો મોકલ્યો છે. તેમણે લખ્યું છે કે તેમણે અમૃત મહોત્સવના કાર્યક્રમો જોયા અને નક્કી કર્યું કે તેઓ પણ સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલાં ઓછામાં ઓછાં 10 સ્થાને જશે. તેમની યાદીમાં પહેલું નામ, ભગવાન બિરસા મુંડાના જન્મસ્થાનનું છે. નવીનજીએ લખ્યું છે કે ઝારખંડના આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓની ગાથાઓ તેઓ દેશના બીજા ભાગોમાં પણ પહોંચાડશે. ભાઇ નવીન, તમારા આ વિચાર માટે હું તમને અભિનંદન આપું છું.
સાથીઓ, કોઇ સ્વતંત્રતા સેનાનીની સંઘર્ષ કથા હોય, કોઇ સ્થળનો ઇતિહાસ હોય, દેશની કોઇક સંસ્કૃતિક ગાથા હોય, અમૃત મહોત્સવ દરમ્યાન આપ તેને દેશ સમક્ષ લાવી શકો છો. દેશવાસીઓને તેની સાથે જોડવાનું માધ્યમ બની શકો છો. તમે જોજો, જોત-જોતામાં અમૃત મહોત્સવ આવાં કેટલાંય પ્રેરણાદાયક અમૃતબિંદુઓથી ભરાઇ જશે, અને પછી એવી અમૃતધારા વહેશે જે આપણને આઝાદીનાં સો વર્ષ સુધી પ્રેરણા આપતી રહેશે. દેશને નવી ઉંચાઇએ લઇ જશે, કંઇકને કંઇક કરવાનો જુસ્સો જન્માવશે. સ્વતંત્રતા સંગ્રામમાં આપણા સેનાનીઓએ અનેક કષ્ટ એટલા માટે સહ્યાં, કેમ કે, તેઓ દેશ માટે ત્યાગ અને બલિદાનને પોતાનું કર્તવ્ય સમજતા હતા. તેઓના ત્યાગ અને બલિદાનની અમરકથાઓ હવે આપણને કર્તવ્ય માર્ગ માટે સતત પ્રેરિત કરે અને જેમ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે :
નિયતમ્ કુરૂ કર્મ ત્વમ્,
કર્મ જયાયો હયકર્મણ:
તેમ, તે જ ભાવથી, આપણે બધાં, પોતાનાં નિયત કર્તવ્યોનું પૂરી નિષ્ઠાથી પાલન કરીએ. અને આઝાદીના અમૃત મહોત્સવનો અર્થ જ એ છે કે આપણે નવા સંકલ્પો કરીએ. તે સંકલ્પોને સિદ્ધ કરવા માટે તન-મનથી મચી પડીએ અને સંકલ્પો એવા હોય કે જે સમાજની ભલાઇના હોય, દેશના ભલા માટેના હોય, દેશના ઉજ્જવળ ભવિષ્ય માટેના હોય. અને સંકલ્પ એવો હોય કે જેમાં મારે, પોતાના ભાગે, ખુદે કંઇકને કંઇક કરવાનું હોય, મારૂં પોતાનું કર્તવ્ય જોડાયેલું હોય. મને વિશ્વાસ છે, ગીતાને જીવવાનો આ સોનેરી અવસર, આપણા લોકો પાસે છે.
મારા પ્રિય દેશવાસીઓ, ગયા વર્ષે આ માર્ચનો જ મહિનો હતો, દેશે પહેલી વાર, જનતાકર્ફ્યૂ શબ્દ સાંભળ્યો હતો. પરંતુ આ મહાન દેશની મહાન પ્રજાની, મહાશક્તિનો અનુભવ જુઓ. જનતા કરફયુ પૂરા વિશ્વ માટે એક આશ્ચર્ય બની ગયો હતો. શિસ્તનું એ અભૂતપૂર્વ ઉદાહરણ હતું. ભાવી પેઢીઓ આ એક વાતને લઇને ચોક્કસ ગર્વ લેશે. એ જ રીતે આપણા કોરોના વોરિયર્સ(યોદ્ધાઓ) પ્રત્યે સન્માન, આદર, થાળી વગાડવી, તાળી પાડવી, દિવા પ્રગટાવવાને ગણાય.. તમને ખ્યાલ નથી કે કોરોના વોરિયર્સના દિલોને તે કેટલું સ્પર્શી ગ્યું હતું ! અને આજ કારણ છે કે તેઓ આખું વરસ, થાક્યા વગર, અટક્યા વિના, (સેવા કરતા રહ્યા) અડગ રગ્યા. દેશના એકેએક નાગરિકનું જીવન બચાવવા તન-મનથી ઝઝૂમતા રહ્યા. ગયા વર્ષે આ સમયે સવાલ હતો કે કોરોનાની રસી ક્યાં સુધીમાં આવશે ? સાથીઓ, આપણા બધાં માટે ગર્વની બાબત છે કે આજે ભારત, દુનિયાનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ ચલાવી રહ્યો છે. રસીકરણ કાર્યક્રમની તસવીરો વિષે મને ભૂવનેશ્વરનાં પુષ્પા શુકલાજીએ લખ્યું છે. તેમનું કહેવું છે કે ઘરનાં વડીલો-વૃદ્ધોમાં રસીને લઇને જે ઉત્સાહ જોવા મળે છે, તેની ચર્ચા હું મનકી બાતમાં કરૂં. વાત સાચી પણ છે સાથીઓ, દેશના ખૂણેખૂણાથી આપણે એવા સમાચાર સાંભળીએ છીએ, એવી તસવીરો જોઇ રહ્યાં છીએ જે આપણા હૃદયને સ્પર્શી જાય છે. ઉત્તરપ્રદેશના જૌનપુરના 109 વર્ષના વયોવૃદ્ધ માજી રામદુલૈયાજીએ રસી લીધી છે. એ જ રીતે દિલ્હીમાં પણ 107 વર્ષનાં કેવલકૃષ્ણાજીએ, વેક્સિનનો ડોઝ લીધો છે. હૈદરાબાદમાં 100 વરસના જય ચૌધરીજીએ રસી મૂકાવી છે અને સૌને અપીલ પણ છે કે રસી અવશ્ય લો. ટ્વીટર-ફેસબુક પર પણ હું જોઇ રહ્યો છું કે કેવી રીતે લોકો પોતાના ઘરનાં વડિલોને રસી અપાવ્યા પછી તેમના ફોટો અપલોડ કરી રહ્યાં છે. કેરળના એક યુવાન, આનંદન નાયરે તો તેને એક નવો શબ્દ આપ્યો છે – ‘વેક્સિન સેવા’. એવા જ સંદેશ દિલ્હીથી શિવાની, હિમાચલથી હિમાંશું અને અન્ય કેટલાય યુવાનોએ પણ મોકલ્યા છે. હું, આપ સૌ શ્રોતાઓના આ વિચારોની પ્રશંશા કરું છું. આ બધાં વચ્ચે કોરોના સામેની લડાઇનો મંત્ર પણ ચોક્કસ યાદ રાખો કે – દવા પણ – સખ્તાઇ પણ. અને ‘ મારે ફક્ત બોલવાનું છે ’ એવું નહિં. આપણે જીવવાનું પણ છે. બોલવાનું પણ છે, કહેવાનું પણ છે અને લોકોનેય ‘ દવા પણ – કડકાઇ પણ ’ એ માટે કટીબદ્ધ કરતા રહેવાનું છે.
મારા પ્રિય દેશવાસીઓ, મારે આજે ઇન્દોરનાં રહેવાસી સૌમ્યાજીને ધન્યવાદ આપવા છે. તેમણે એક વિષય પ્રત્યે મારૂં ધ્યાન ખેંચ્યું છે, અને તેનો ઉલ્લેખ મનકી બાતમાં કરવાનું કહ્યું છે. આ વિષય છે – ભારતનાં ક્રિકેટર મીતાલી રાજજીનો નવો રેકોર્ડ. મિતાલીજી તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દસ હજાર રન બનાવનારાં પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બન્યાં છે. તેમની આ સિદ્ધિ બદલ તેમને ખૂબખૂબ અભિનંદન. (વન ડે ઇન્ટરનેશનલ) એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં સાત હજાર રન કરનારાં પણ તેઓ એકમાત્ર આંતરરાષ્ટ્રીય મહિલા ખેલાડી છે. મહિલા ક્રિકેટ ક્ષેત્રે તેમનું યોગદાન બહુ શાનદાર છે. બે દાયકાથી વધુની કારકિર્દીમાં મિતાલી રાજજીએ હજારો – લાખોને પ્રેરિક કર્યા છે. તેમના કઠોર પરિશ્રમ અને સફળતાની ગાથા, માત્ર મહિલા ક્રિકેટરો માટે જ નહિં, બલ્કે પુરૂષ ક્રિકેટરો માટે પણ એક પ્રેરણા છે.
સાથીઓ, એ વાત પણ રસપ્રદ છે કે આ જ માર્ચના મહિનામાં આપણે જયારે મહિલા દિવસ ઉજવી રહ્યા છીએ, ત્યારે અનેક મહિલા ખેલાડીઓએ ચંદ્રકો અને વિક્રમો પોતાના નામે કર્યા છે. દિલ્હીમાં નિશાનેબાજીમાં આયોજીત ISSF વિશ્વકપમાં ભારત ટોચ પર રહ્યું. સુવર્ણચંદ્રકની સંખ્યાની બાબતમાં ભારતે બાજી મારી. ભારતનાં મહિલા અને પુરૂષ નિશાનેબાજોના શાનદાર પ્રદર્શનના કારણે જ આ શક્ય બની શક્યું. તેની વચ્ચે પી.વી.સિંધુજીએ BWF સ્વીસ ઓપન સુપર 300 ટુર્નામેન્ટમાં રજતચંદ્રક જીત્યો છે. આજે શિક્ષણથી લઇને ઉદ્યોગસાહસિકતા સુધી, સશસ્ત્ર સેનાથી લઇને વિજ્ઞાન અને ટેકનોલોજી સુધી, દરેક જગ્યાએ દેશની દીકરીઓ પોતાની અલગ ઓળખ ઉભી કરી રહી છે, મને વધારે આનંદ એ વાતનો છે કે દીકરીઓ, રમતોમાં પોતાનો એક નવો મુકામ સ્થાપી રહી છે. વ્યાવસાયિક પસંદના રૂપમાં રમતગમત એક નવી પસંદ બનીને ઉપસી રહી છે.
મારા વ્હાલા દેશવાસીઓ, થોડા સમય પહેલાં યોજાયેલી વહાણવટા ભારત શિખર પરિષદ તમને યાદ છે ને ? આ શિખર પરિષદમાં મેં શું કહ્યું હતું, તે તમને યાદ છે ? સ્વાભાવિક છે આટલા બધા કાર્યક્રમો યોજાતા રહે છે, આટલી બધી બાબતો બનતી રહે છે, તેમાં દરેક બાબત ક્યાં યાદ રહે છે ? અને એટલું ધ્યાન પણ કયાં જાય છે ? આ સ્વાભાવિક છે. પરંતુ, મને સારૂં લાગ્યું કે મારા એક આગ્રાહને ગુરૂપ્રસાદજીએ બહુ રસ લઇને આગળ વધાર્યો છે. આ શિખર સંમેલનમાં મેં દેશના દીવાદાંડી સંકુલોની આસપાસ પ્રવાસન સુવિધાઓ વિકસાવવા બાબતે વાત કરી હતી. ગુરૂપ્રસાદજીએ તમિલનાડુની બે દિવાદાંડી – ચેન્નાઇ લાઇટ હાઇસ અને મહાબલીપુરમ લાઇટ હાઉસની પોતાની 2019ની મુલાકાતના અનુભવો જણાવ્યા છે. તેમણે બહુ રસપ્રદ હકીકતો જણાવી છે, જે મનકી બાત સાંભળનારાને પણ નવાઇ પમાડશે. જેમ કે, ચેન્નાઇ લાઇટ હાઉસ દુનિયાની પસંદગીની દિવાદાંડીઓમાંથી એક છે જેમાં એલિવેટર ઉપલબ્ધ છે, એટલું જ નહિં, ભારતનું તે એકમાત્ર લાઇટહાઉસ છે, જે શહેરની સરહદની અંદર આવેલું છે. તેમાં વીજળી માટે સૌર પેનલ લગાવેલી છે. ગુરૂપ્રસાદજીએ દિવાદાંડીના વિરાસત સંગ્રહાલય વિષે પણ વાત કરી, જે દરિયાઇ માર્ગ પરિવહનના ઇતિહાસને પણ સામે લાવે છે. આ સંગ્રહાલયમાં તેલથી સળગતી મોટી મોટી બત્તીઓ, કેરોસીનની બત્તીઓ, પેટ્રોલિયમ ગેસ અને જૂના સમયમાં વપરાતા વીજળીના ગોળા પ્રદર્શિત કરેલા છે. ભારતની સૌથી પ્રાચીન મહાબલીપુરમ લાઇટ હાઇસ વિષે પણ ગુરૂપ્રસાદજીએ સવિસ્તર લખ્યું છે. એમનું કહેવું છે કે દિવાદાંડીની બાજુમાં સેંકડો વર્ષ પહેલાં પલ્લવ રાજા મહેન્દ્ર વર્મન પ્રથમ દ્વારા બનાવવામાં આવેલું ઉન્નાકનેસ્વરા મંદિર છે.
સાથીઓ, મનકી બાત દરમ્યાન, મેં પ્રવાસનના વિવિધ પાસાંઓ વિષે અનેક વખત વાત કરી છે. પરંતુ આ દિવાદાંડીઓ પ્રવાસનની દ્રષ્ટિએ અજોડ હોય છે. પોતાની ભવ્ય બાંધણીના કારણે દિવાદાંડીઓ હંમેશા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે. પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં પણ 71 દિવાદાંડીઓ અલગ તારવવામાં આવી છે. આ તમામ દિવાદાંડીઓમાં તેમની ક્ષમતા મુજબ સંગ્રહાલય, એમ્ફી થિયેટર, ઓપન એર થિયેટર, અલ્પાહારગૃહ, બાળઉદ્યાન, પર્યાવરણ સાનુકૂળ નિવાસગૃહો અને કુદરતી સૌંદર્ય સ્થળ તેયાર કરવામાં આવશે. જયારે દિવાદાંડીની વાત થઇ રહી છે તો હું એક અજોડ દિવાદાંડી વિષે આપને પણ જણાવવા ઇચ્છીશ. આ દિવદાંડી ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ઝિંઝુવાડા નામના એક ગામમાં છે. જાણો છો ? આ દિવાદાંડી કેમ ખાસ છે ? ખાસ એટલા માટે છે કે જયાં આ દિવાદાંડી આવેલી છે, ત્યાંથી હાલ દરિયાકિનારો સો કિલોમીટરથી પણ વધારે દૂર છે. તમને આ ગામમાં એવા પથ્થર પણ મળી જશે, જે એવું સૂચવે છે કે અહીં કયારેક એક વ્યસ્ત બંદર આવેલું હશે. એનો અર્થ એ થયો કે પહેલાં દરિયાકિનારો છેક ઝીંઝુવાડા સુધી હતો. સમુદ્રનું ઘટવું, વધવું, પાછા ખસવું, આટલે દૂર જતું રહેવું, એ પણ તેનું એક સ્વરૂપ છે. આ જ મહિને જાપાનમાં આવેલી વિકરાઇ સુનામીને 10 વરસ પૂરાં થઇ રહ્યાં છે. એ સુનામીમાં હજારો લોકોના જીવ ગયા હતા. એવી જ એક સુનામી ભારતમાં 2004માં આવી હતી. સુનામી દરમિયાન આપણે આપણી દિવાદાંડીમાં કામ કરનારા 14 કર્મચારીઓને ગુમાવ્યા હતા. આંદામાન નિકોબારમાં અને તામિલનાડુમાં દિવાદાંડી પર તેઓ પોતાની ફરજ બજાવી રહ્યા હતા. સખત મહેનત કરનારા આપણા આ લાઇટ કિપર્સને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું, અને લાઇટ કિપર્સના કામની ભરપૂર પ્રશંસા કરૂં છું.
પ્રિય દેશવાસીઓ, જીવનના દરેક ક્ષેત્રમાં નવીનતા, આધુનિકતા અનિવાર્ય હોય છે. નહિંતર એ જ બાબત કોઇકોઇ વાર આપણા માટે બોજ બની જાય છે. ભારતના કૃષિજગતમાં આધુનિકતા એ સમયની માંગ છે. ઘણું મોડું થઇ ચૂક્યું છે. આપણે ઘણો સમય ગુમાવી ચૂક્યા છીએ. ખેતીક્ષેત્રમાં રોજગારીની નવી તકો પેદા કરવા માટે, ખેડૂતોની આવક વધારવા માટે, પરંપરાગત ખેતીની સાથે જ, નવા વિકલ્પો, નવીનવી શોધોને અપનાવવાનું પણ એટલું જ જરૂરી છે. શ્વેતક્રાંતિ દરમ્યાન દેશે આ અનુભવ કરેલો છે. મધમાખી પાલન દેશમાં મધક્રાંતિ અથવા મધુર ક્રાંતિનો આધાર બની રહ્યું છે. બહુ મોટી સંખ્યામાં ખેડૂતો તેની સાથે જોડાઇ રહ્યા છે. કંઇક નવીન(Innovation) કરી રહ્યા છે. જેમ કે, પશ્ચિમ બંગાળના દાર્જીલિંગમાં એક ગામ છે, ગુરદુમ. પર્વતોની આટલી ઉંચાઇ ભૌગોલિક તકલીફો પરંતુ ત્યાંના લોકોએ મધમાખી પાલનનું કામ શરૂ કર્યું, અને આજે આ જગ્યાએ બનેલા મધની સારી માંગ થઇ રહી છે. તેનાથી ખેડૂતોની આવક પણ વધી રહી છે. પશ્ચિમ બંગાળના જ સુંદરવન ક્ષેત્રનું કુદરતી ઓર્ગેનિક મધ તો દેશ અને દુનિયામાં પસંદ કરવામાં આવે છે. આવો જ એક વ્યક્તિગત અનુભવ મને ગુજરાતનો પણ છે. ગુજરાતના બનાસકાંઠામાં વર્ષ 2016માં એક આયોજન થયું હતું. તે કાર્યક્રમમાં મેં લોકોને કહ્યું કે, અહિં એટલી બધી શક્યતા છે, તો શા માટે બનાસકાંઠા અને આપણા અહિંના જ ખેડૂતો મધુરક્રાંતિનું નવું પ્રકરણ ન લખે ? અને તમને જાણીને આનંદ થશે કે, આટલા ઓછા સમયમાં બનાસકાંઠા મધ ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. આજે બનાસકાંઠાના કિસાનો મધમાંથી દર વર્ષે લાખો રૂપિયા કમાઇ રહ્યા છે. એવું જ એક ઉદાહરણ હરિયાણાના યમુનાનગરનું પણ છે. યમુનાનગરમાં ખેડૂતો મધમાખી પાલન કરીને દર વર્ષે સેંકડો ટન મધ પેદા કરે છે, પોતાની આવક વધારી રહ્યા છે. ખેડૂતોની આ મહેનતના પરિણામે જ દેશમાં મધનું ઉત્પાદન સતત વધી રહ્યું છે. અને વાર્ષિક લગભગ સવા લાખ ટન ઉપર પહોંચ્યું છે. તેમાંથી મોટા પ્રમાણમાં મધ વિદેશમાં નિકાસ પણ થઇ રહ્યું છે.
સાથીઓ, મધમાખી પાલનમાં માત્ર મધમાંથી જ આવક નથી થતી, પરંતુ મધપૂડાનું મીણ પણ આવકનું બહુ મોટું માધ્યમ છે. ઔષધ ઉદ્યોગ, ખાધાન્ન ઉદ્યોગ, કાપડ અને કોસ્મેટિકસ ઉદ્યોગ એમ દરેક જગ્યાએ આ મીણની માંગ છે. આપણો દેશ હાલ તો મીણની આયાત કરે છે. પરંતુ આપણા ખેડૂતો હવે આ સ્થિતિ ઝડપથી બદલી રહ્યા છે. એટલે કે, એક રીતે આત્મનિર્ભર ભારત અભિયાનમાં મદદ કરી રહ્યા છે. આજે તો પૂરી દુનિયા આયુર્વેદ અને પ્રાકૃતિક સ્વાસ્થ્ય ઉત્પાદનો તરફ મીટ માંડી રહી છે. એવામાં મધની માંગ વધુ ઝડપથી વધી રહી છે. હું ઇચ્છું છું કે, દેશના વધુને વધુ ખેડૂતો પોતાની ખેતીની સાથે સાથે મધમાખી પાલનના વ્યવસાયમાં પણ જોડાય. તે ખેડૂતોની આવક પણ વધારશે, અને તેમના જીવનમાં મીઠાશ પણ ઘોળશે.
મારા વ્હાલા દેશવાસીઓ, હજી થોડા દિવસ પહેલાં જ World Sparrow Day મનાવવામાં આવ્યો. Sparrow એટલે ગોરૈયા, કયાંક તેને ચકલી કહે છે, કયાંચ ચિમની કહે છે, કયાંક ધાન ચીરીકા પણ કહેવામાં આવે છે. પહેલા આપણા ઘરોમાં દિવાલો પર આસપાસના વૃક્ષો પર ચકલી ચહેકતી રહેતી હતી. પરંતુ હવે લોકો ચકલીને એમ કહીને યાદ કરે છે કે, ગયે વખતે વર્ષો પહેલાં ચકલીને જોઇ હતી. આજે તેને બચાવવા માટે આપણે પ્રયાસ કરવા પડે છે. બનારસના મારા એક સાથી ઇન્દ્રપાલસિંહ બત્રાજીએ એવું કામ કર્યું છે કે, જેને હું મનકી બાતના શ્રોતાઓને અવશ્ય જણાવવા ઇચ્છું છું. બત્રાજીએ પોતાના ઘરને ચકલીનું નિવાસસ્થાન બનાવી દીધું છે. તેમણે પોતાના ઘરમાં લાકડાના એવા માળા બનાવ્યા જેમાં ચકલી આરામથી રહી શકે. આજે બનારસના કેટલાય ઘર આ ઝુંબેશ સાથે જોડાઇ રહ્યા છે. તેનાથી ઘરોમાં એક અદભૂત પ્રાકૃતિક વાતાવરણ પણ બની ગયું છે. હું ઇચ્છું છું કે, પ્રકૃતિ, પર્યાવરણ, પ્રાણી, પક્ષી જેમના માટે પણ બની શકે, ઓછા વત્તા પ્રયાસો આપણે પણ કરવા જોઇએ. એવા જ એક સાથી છે, બિજયકુમાર કાબી જી. બિજયજી ઓડિશાના કેન્દ્રપાડાના રહેવાસી છે. કેન્દ્રપાડા સમુદ્રના કિનારે આવેલું છે. એટલે આ જીલ્લાના કેટલાય ગામ એવા છે, જેના પર સમુદ્રના ઉંચા મોજા અને વાવાઝોડાનો ખતરો રહે છે. તેનાથી કેટલીયવાર ઘણું નુકસાન પણ થાય છે. બિજયજીને થયું કે, જો આ કુદરતી આફતને કોઇ રોકી શકે છે, તો તે પ્રકૃતિ જ રોકી શકે છે. બસ પછી તો, બિજયજીએ બડાકૌટ ગામથી પોતાનું અભિયાન શરૂ કર્યું. તેમણે 12 વર્ષ ! સાથીઓ 12 વર્ષ ! મહેનત કરીને ગામની બહાર સમુદ્ર બાજુ 25 એકરનું ચેરનું જંગલ ઉભું કરી દીધું. આજે આ જંગલ આ ગામની સુરક્ષા કરી રહ્યું છે. એવું જ કામ ઓડીશાના જ પારાદીપ જીલ્લામાં એક એન્જિનિયર અમરેશ સામંતજીએ પણ કર્યું છે. અમરેશજીએ નાના નાના જંગલ ઉછેર્યા છે. તેનાથી આજે કેટલાય ગામોનો બચાવ થઇ રહ્યો છે. સાથીઓ, આ રીતના કામોમાં જો આપણે સમાજને સાથે જોડી દઇએ તો, મોટા પરિણામ આવે છે. જેમ કે, તમિલનાડુના કોયમ્બતૂરમાં બસ કંડકટરનું કામ કરતા મરીમુથ્થુ યોગનાથનજી છે. યોગનાથનજી પોતાની બસના મુસાફરોને ટીકીટ તો આપે છે, સાથે એક છોડ પણ મફત આપે છે. આ રીતે યોગનાથનજી કોણ જાણે કેટલા રોપા વવડાવી ચૂક્યા છે. યોગનાથનજી પોતાના વેતનનો સારો એવો ભાગ આ કામમાં ખર્ચ કરતા આવ્યા છે. હવે, આ સાંભળ્યા પછી એવો કયો નાગરિક હશે કે જે, મરીમુથ્થુ યોગનાથનજીના કામની પ્રશંસા ન કરે. હું પણ ખરા દીલથી તેમના આ પ્રયાસોને ખૂબ અભિનંદન આપું છું. તેમના આ પ્રેરક કાર્ય માટે.
મારા વ્હાલા દેશવાસીઓ, waste માંથી wealth એટલે કે, કચરામાંથી કંચન બનાવવા વિષે આપણે બધાએ જોયું પણ છે, સાંભળ્યું પણ છે, અને આપણે પણ બીજાને જણાવતા રહીએ છીએ. કંઇક એ જ રીતે કચરાને મૂલ્યમાં બદલવાનું પણ કામ કરાઇ રહ્યું છે. આવું જ એક ઉદાહરણ કેરળના કોચ્ચીની સેન્ટ ટેરેસા કોલેજનું છે. મને યાદ છે કે, 2017માં હું આ કોલેજના કેમ્પસમાં એક પુસ્તકપઠન પર આધારીત કાર્યક્રમમાં સામેલ થયો હતો. આ કોલેજના વિદ્યાર્થીઓ પુનઃ વાપરી શકાય તેવા રમકડાં બનાવે છે. તે પણ ખૂબ સર્જનાત્મક રીતે. આ વિદ્યાર્થીઓ જૂના કપડાં, ફેંકી દીધેલા લાકડાના ટુકડા, થેલીઓ અને ખોખાઓનો ઉપયોગ રમકડાં બનાવવામાં કરી રહ્યાં છે. કોઇ વિદ્યાર્થી (puzzle)પઝલ બનાવે છે. તો કોઇ કાર અને ટ્રેન બનાવી રહ્યું છે. અહીં એક વાતનું ખાસ ધ્યાન આપવામાં આવે છે કે, રમકડાં સલામત હોવાની સાથોસાથ child friendly પણ હોય. અને આ પૂરા પ્રયાસની એક સારી વાત એ પણ છે કે, આ રમકડાં આંગણવાડીના બાળકોને રમવા માટે આપવામાં આવે છે. આજે જ્યારે ભારત રમકડાંના ઉત્પાદનમાં સારૂં એવું આગળ વધી રહ્યું છે, ત્યારે vaste માંથી value નું આ અભિયાન, આ અભિનવ પ્રયોગ ઘણો મહત્વનો છે. ઘણો સાર્થક છે.
આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક પ્રોફેસર શ્રીનિવાસ પદકાંડલા જી રહે છે. તેઓ ખૂબ રસપ્રદ કામ કરી રહ્યા છે. તેમણે વાહનોના ધાતુના ભંગારમાંથી શિલ્પ (sculptures) બનાવેલા છે. તેમના દ્વારા બનાવાયેલા આ વિશાળ સક્લ્પચર્સ સાર્વજનિક ઉદ્યાનોમાં મૂકવામાં આવ્યા છે, અને લોકો તેને બહુ ઉત્સાહથી જુએ છે. ઇલેક્ટ્રોનિક અને વાહનોના કચરાના પુનઃ ઉપયોગનો આ એક અભિનવ પ્રયોગ છે. હું એકવાર ફરી કોચ્ચી અને વિજયવાડાના આ પ્રયાસોની પ્રશંસા કરૂં છું, અને આશા રાખું છું કે, અન્ય લોકો પણ એવા પ્રયાસોમાં આગળ આવશે.
મારા વ્હાલા દેશવાસીઓ, ભારતના લોકો દુનિયાના કોઇપણ ખૂણામાં જાય છે, તો ગર્વથી કહે છે કે તે ભારતીય છે. આપણે આપણા યોગ, આયુર્વેદ, દર્શન, કોઇજાણે શું નથી આપણી પાસે, કે જેના માટે આપણે ગર્વ કરીએ છીએ ! ગર્વની વાતો કરીએ છીએ. સાથે જ પોતાની સ્થાનિક ભાષા, બોલી, ઓળખ, પહેરવેશ, ખાનપાન, વગેરેનો પણ ગર્વ કરીએ છીએ. આપણે નવું તો મેળવવાનું છે અને તે જ તો જીવન હોય છે. પરંતુ સાથોસાથ પુરાતન ખોવાનું પણ નથી. આપણે બહુ મહેનત કરીને પોતાની આસપાસ હયાત અપાર સાંસ્કૃતિક વિરાસતનું સંવર્ધન કરવાનું છે, નવી પેઢી સુધી પહોંચાડવાનું છે. આ જ કામ આજે આસામના રહેવાસી ‘સિકારી ટિસ્સૌ’ જી બહુ લગનથી કરી રહ્યા છે. કાર્બિ આંગલોંગ જીલ્લાના સિકારી ટિસ્સૌ જી છેલ્લા 20 વર્ષથી કાર્બી ભાષાનું દસ્તાવેજીકરણ કરી રહ્યા છે. કોઇ એક જમાનામાં કોઇ યુગમાં કાર્બિ આદિવાસી ભાઇઓ-બહેનોની ભાષા કાર્બિ આજે મુખ્ય પ્રવાહમાંથી ગુમ થઇ રહી છે. શ્રીમાન સિકારી ટિસ્સૌ જીએ નક્કી કર્યું હતું કે, પોતાની આ ઓળખને તેઓ બચાવશે. અને આજે તેમના પ્રયાસોથી કાર્બિ ભાષાની સારી એવી જાણકારી દસ્તાવેજીત થઇ ગઇ છે. તેમને પોતાના પ્રયત્નો માટે કેટલીયે જગ્યાએ પ્રશંસા પણ મળી છે, અને પુરસ્કારો પણ મળ્યા છે. મનકી બાત દ્વારા શ્રીમાન સિકારી ટિસ્સૌ જી ને હું તો અભિનંદન આપું છું, પરંતુ દેશના અનેક ખૂણામાં આ પ્રકારના કેટલાય સાધક હશે. જે એક કામને લઇને તેમાં ખપી જતા હશે. હું તે બધાને પણ અભિનંદન આપું છું.
મારા વ્હાલા દેશવાસીઓ, કોઇપણ નવી શરૂઆત એટેલે કે, New Biggning હંમેશા બહુ ખાસ હોય છે. નવી શરૂઆતનો અર્થ થાય છે, નવી શક્યતાઓ – નવા પ્રયાસ. અને નવા પ્રયાસોનો અર્થ છે, નવી ઉર્જા અને નવું જોશ. એ જ કારણ છે કે, અલગ અલગ રાજયો અને વિસ્તારોમાં તેમજ વિવિધતાથી ભરેલી આપણી સંસ્કૃતિમાં કોઇપણ શરૂઆતને ઉત્સવના રૂપમાં મનાવવાની પરંપરા રહી છે. અને આ સમયે નવી શરૂઆત અને નવા ઉત્સવોના આગમનનો છે. હોળી પણ તો વસંતના ઉત્સવના રૂપમાં જ ઉજવવાની એક પરંપરા છે. જે સમયે આપણે રંગોથી હોળી ઉજવી રહ્યા હોઇએ છીએ, તે જ સમયે વસંત પણ આપણી ચારેય તરફ નવા રંગ પાથરી રહી હોય છે. આ જ સમયે ફૂલો ખિલવાનું શરૂ થાય છે, અને પ્રકૃતિ જીવંત બની ઉઠે છે. દેશના જુદાજુદા વિસ્તારોમાં ટૂંક સમયમાં જ નવું વર્ષ પણ ઉજવવામાં પણ આવશે. પછી એ ઉગાદી હોય યા પુથંડૂ, ગુડી પડવો હોય કે બીહુ, નવરેહ હોય કે, પોડલા કે પછી બોઇશાખ હોય અથવા બૈસાખી, પૂરો દેશ ઉમંગ ઉત્સાહ અને નવી આશાઓના રંગમાં તરબોળ દેખાશે. આ જ સમયે કેરળ પણ સુંદર તહેવાર વિશુ ઉજવે છે. તેના પછી બહુ જલદી ચૈત્રી નવરાત્રિનું પાવન પર્વ પણ આવશે. ચૈત્ર મહિનાના નવમા દિવસે આપણે ત્યાં રામનવમીનું પર્વ હોય છે. તેને ભગવાન રામના જન્મોત્સવની સાથે જ ન્યાય અને પરાક્રમના એક નવા યુગની શરૂઆતના રૂપમાં પણ ઉજવવામાં આવે છે. આ દરમ્યાન, ચારેય તરફ ધૂમધામ સાથે જ ભક્તિભાવથી ભરપૂર વાતાવરણ હોય છે. જે લોકોને વધુ નજીક લાવે છે. તેમને પરિવાર અને સમાજ સાથે જોડે છે. પરસ્પર સંબંધોને મજબૂત બનાવે છે. આ તહેવારોના પ્રસંગે હું તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવું છું.
સાથીઓ, આ દરમ્યાન, 4 એપ્રિલે દેશ ઇસ્ટર પણ ઉજવશે. Jesus Chirstના પુર્નજીવનના ઉત્સવના રૂપમાં ઇસ્ટરનો તહેવાર ઉજવવામાં આવે છે. પ્રતિકાત્મકરૂપે કહીએ તો ઇસ્ટર જીવનની નવી શરૂઆત સાથે જોડાયેલું છે. ઇસ્ટર આશાઓના પુર્નજીવીત થવાનું પ્રતિક છે. On the holy and auspicious occation, I greet not only the Christian Community in India, but also Christians globally.
મારા વ્હાલા દેશવાસીઓ, આજે મનકી બાતમાં આપણે અમૃત મહોત્સવ અને દેશ પ્રત્યેના આપણા કર્તવ્યોની વાત કરી. આપણે અન્ય પર્વો અને તહેવારોની પણ ચર્ચા કરી. તેની વચ્ચે એક વધુ પર્વ પણ આવવાનું છે. જે આપણા બંધારણીય અધિકારો અને ફરજોની યાદ અપાવે છે. તે છે 14 એપ્રિલ, ડોકટર બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ. આ વખતે અમૃત મહોત્સવમાં તો આ પર્વ પણ ખાસ બની ગયું છે. મને વિશ્વાસ છે કે, બાબાસાહેબની આ જન્મજયંતિને આપણે જરૂર યાદગાર બનાવીશું. પોતાના કર્તવ્યોનો સંકલ્પ લઇને તેમને શ્રદ્ધાંજલિ આપીશું. આ જ વિશ્વાસ સાથે આપ સૌને પર્વ તહેવારોની એકવાર ફરી શુભેચ્છાઓ. આપ સૌ ખુશ રહો, સ્વસ્થ રહો અને ખૂબ ઉલ્લાસ મનાવો. એ જ કામનાની સાથે ફરીથી યાદ અપાવું છું, દવા પણ સખ્તાઇ પણ. ખૂબ ખૂબ ધન્યવાદ.
મારા પ્રિય દેશવાસીઓ, ગઇકાલે માઘ પૂર્ણિમાનું પર્વ હતું. મહા મહિનો ખાસ કરીને નદીઓ, સરોવરો અને જળસ્ત્રોત સાથે જોડાયેલો માનવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે,
માઘે નિમગ્નાઃ સલિલે સુશીતે, વિમુક્તપાપાઃ ત્રિદિવમ્ પ્રયાન્તિ…
એટલે કે મહા મહિનામા કોઈપણ પવિત્ર જળાશયમાં સ્નાનને પવિત્ર માનવામાં આવે છે. દુનિયાના દરેક સમાજમાં નદી સાથે જોડાયેલી કોઈને કોઈ પરંપરા હોય જ છે. નદીના તટ પર અનેક સભ્યતાઓ પણ વિકસિત થઈ છે. આપણી સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે, તેથી તેનો વિસ્તાર આપણે ત્યાં વધુ મળે છે. ભારતમાં કોઈ એવો દિવસ નહીં હોય જ્યારે દેશના કોઈને કોઈ ખૂણામાં પાણી સાથે જોડાયેલો કોઈ ઉત્સવ ન હોય. મહા મહિનાના દિવસોમાં તો લોકો પોતાના ઘર-પરિવાર, સુખ-સુવિધા છોડીને આખો મહિનો નદીના કિનારે કલ્પવાસ કરવા જાય છે. આ વખતે હરિદ્વારમાં કુંભ પણ થઈ રહ્યો છે. જળ આપણા માટે જીવન પણ છે, આસ્થા પણ છે અને વિકાસની ધારા પણ છે. પાણી એક રીતે પારસથી પણ વધારે મહત્વપૂર્ણ છે. કહેવાય છે કે પારસના સ્પર્શથી લોખંડ સોનામાં પરિવર્તિત થઈ જાય છે. તેવી જ રીતે પાણીનો સ્પર્શ જીવન માટે પણ જરૂરી છે, વિકાસ માટે જરૂરી છે.
સાથીઓ, મહા મહિનાને જળ સાથે જોડવાનું સંભવતઃ વધુ એક કારણ એ પણ છે કે તેના પછી ઠંડી પૂર્ણ થઈ જાય છે, અને ગરમીના પગરવ મંડાય છે, તેથી પાણીના સંરક્ષણ માટે આપણે અત્યારથી જ પ્રયાસો શરૂ કરી દેવા જોઈએ. કેટલાક દિવસો બાદ માર્ચ મહિનામાં જ 22 તારીખે ‘World Water Day’ પણ છે.
મને યુ.પી.ના આરાધ્યા જી એ લખ્યું છે કે દુનિયામાં કરોડો લોકો, પોતાના જીવનનો મોટો ભાગ પાણીની અછતને પૂર્ણ કરવામાં લગાવી દે છે. પાણી વગર બધું વ્યર્થ….એમ જ નથી કહેવામાં આવ્યું. પાણીના સંકટને ઉકેલવા માટે એક બહુ જ સારો મેસેજ પશ્ચિમ બંગાળના ઉત્તર દીનાજપુર થી સુજીત જીએ મને મોકલ્યો છે. સુજીત જી એ લખ્યું છે કે પ્રકૃતિએ જળના રૂપમાં આપણને એક સામૂહિક ઉપહાર આપ્યો છે, તેથી તેને બચાવવાની જવાબદારી પણ સામૂહિક છે. એ વાત સાચી છે જેમ સામૂહિક ઉપહાર છે, તેવી જ રીતે સામૂહિક જવાબદારી પણ છે. સુજીત જીની વાત બિલકુલ સાચી છે. નદી, તળાવ, સરોવર, વર્ષા કે જમીનનું પાણી, આ બધું બધા માટે છે.
સાથીઓ, એક સમય હતો જ્યારે ગામમાં કૂવા, ખાબોચિયાં, તેની દેખભાળ બધા મળીને કરતાં હતાં, હવે આવો જ એક પ્રયત્ન, તમિલનાડુના તિરૂવન્નામલાઈમાં થઈ રહ્યો છે. અહીં સ્થાનિક લોકોએ પોતાના કૂવાઓને સંરક્ષિત કરવા માટે અભિયાન ચલાવ્યું છે. આ લોકો તેમના વિસ્તારમાં વર્ષોથી બંધ પડેલા સાર્વજનિક કૂવાઓને ફરીથી જીવીત કરી રહ્યા છે.
મધ્યપ્રદેશના અગરોથા ગામની બબીતા રાજપૂત જી પણ જે કરી રહ્યા છે, તેનાથી આપ સહુને પ્રેરણા મળશે. બબીતા જીનું ગામ બુંદેલખંડમાં છે. તેમના ગામની પાસે એક બહુ મોટું તળાવ હતું જે સૂકાઈ ગયું હતું. તેમણે ગામની જ અન્ય મહિલાઓને સાથે લીધી અને તળાવ સુધી પાણી લઈ જવા એક નહેર બનાવી દીધી. આ નહેરથી વરસાદનું પાણી સીધું તળાવમાં જવા લાગ્યું. હવે આ તળાવ પાણથી ભરેલું રહે છે.
સાથીઓ ઉત્તરાંખડના બાગેશ્વરમાં રહેતા જગદીશ કુનિયાલ જીનું કામ પણ ઘણું બધું શિખવાડે છે. જગદીશ જીનું ગામ અને આસપાસનું ક્ષેત્ર પાણીની જરૂરિયાત માટે એક પ્રાકૃતિક સ્ત્રોત પર નિર્ભર હતું. પરંતુ થોડા વર્ષો પહેલાં આ સ્ત્રોત સૂકાઈ ગયો. તેનાથી આખા વિસ્તારમાં પાણીનું સંકટ વધતું ગયું. જગદીશ જી એ આ સંકટનો ઉકેલ વૃક્ષારોપણથી લાવવાનું નક્કી કર્યું. તેમણે આખા વિસ્તારમાં ગામના લોકો સાથે મળીને હજારો વૃક્ષ લગાવ્યાં અને આજે તેમના વિસ્તારનું સૂકાઈ ગયેલો જળસ્ત્રોત ફરથી ભરાઈ ગયો છે.
સાથીઓ, પાણીને લઈને આપણે આવી જ રીતે આપણી સામૂહિક જવાબદારીઓને સમજવી પડશે. ભારતનાં મોટાભાગના વિસ્તારોમાં મે-જૂનમાં વરસાદ શરૂ થઈ જાય છે. શું આપણે અત્યારથી જ આપણી આસપાસના જળસ્ત્રોતોની સફાઈ માટે, વર્ષા જળના સંગ્રહ માટે, 100 દિવસનું કોઈ અભિયાન શરૂ કરી શકીએ છીએ? આ જ વિચાર સાથે હવેથી થોડા દિવસો પછી જળ શક્તિ મંત્રાલય દ્વારા પણ જળ શક્તિ અભિયાન – ‘Catch the Rain’ પણ શરૂ કરવામાં આવી રહયું છે. આ અભિયાનનો મૂળ મંત્ર છે, ‘Catch the Rain, where it falls, when it falls’. આપણે અત્યારથી જ જોડાઈશું, આપણે પહેલાંથી જ જે Rain Water Harvesting System છે તેને સુધારી દઈશું, ગામમાં, તળાવોમાં, ખાબોચિયાંની સફાઈ કરાવી લઈશું, જળસ્ત્રોતો સુધી જઈ રહેલા પાણીના રસ્તાની અડચણો દૂર કરી નાખીશું તો વધારેમાં વધારે વર્ષા જળનો સંગ્રહ કરી શકીશું.
મારા પ્રિય દેશવાસીઓ જ્યારે પણ મહા મહિનો અને તેના આધ્યાત્મિક સામાજિક મહત્વની ચર્ચા થાય છે, તો આ ચર્ચા એક નામ વગર પૂરી નથી થતી. આ નામ છે સંત રવિદાસ જીનું. મહા પૂર્ણિમાના દિવસે જ સંત રવિદાસ જીની જન્મજયંતિ હોય છે. આજે પણ સંત રવિદાસ જી ના શબ્દ, તેમનું જ્ઞાન, આપણું પથપ્રદર્શન કરે છે. તેમણે કહ્યું હતું,…
એકૈ માતી કે સભ ભાંડે
સભ કા એકૌ સિરજનહાર.
રવિદાસ વ્યાપૈ એકૈ ઘટ ભીતર,
સભ કૌ એકૈ ઘડૈ કુમ્હાર…
આપણે બધા એક જ માટીના વાસણો છીએ, આપણને બધાને એકે જ ઘડ્યા છે. સંત રવિદાસ જીએ સમાજમાં વ્યાપ્ત વિકૃતિઓ પર હંમેશા ખૂલીને પોતાની વાત કહી છે. તેમણે આ વિકૃતિઓને સમાજની સામે રાખી, તેને સુધારવાનો રાહ દેખાડ્યો અને એટલે જ મીરા જીએ કહ્યું હતું,…
ગુરુ મિલિયા રૈદાસ, દીન્હી જ્ઞાન કી ગુટકી.
એટલે કે ગુરૂના રૂપમાં રૈદાસ મળ્યા અને તેમણે સાચા જ્ઞાનનો ઘુંટડો પીવડાવ્યો.
આ મારું સૌભાગ્ય છે કે હું સંત રવિદાસ જીના જન્મ સ્થળ વારાણસી સાથે જોડાયેલો છું. સંત રવિદાસ જીના જીવનની આધ્યાત્મિક ઉંચાઈનો અને તેમની ઉર્જાનો મેં એ તીર્થસ્થળ પર અનુભવ કર્યો છે.
સાથીઓ, રવિદાસ જી કહેતા હતા, ….
કરમ બંધન મેં બન્ધ રહિયો, ફલ કી ના તજ્જિયો આસ,
કર્મ માનુષ કા ધર્મ હૈ, સત ભાખૈ રવિદાસ…
એટલે કે આપણે સતત આપણું કર્મ કરતા રહેવું જોઈએ, પછી ફળ તો મળશે જ મળશે, એટલે કે કર્મ થી જ સિદ્ધી તો મળે જ મળે છે. આપણા યુવાઓને એક વાત સંત રવિદાસ જી થી જરૂર શીખવી જોઈએ. યુવાનોએ કોઈપણ કામ કરવા માટે પોતાને, જૂના રીત-રિવાજમાં બાંધવા ન જોઈએ. આપ આપના જીવનને પોતે જ નક્કી કરો. તમારા રીત-રિવાજ પણ પોતે જ બનાવો અને તમારું લક્ષ્ય પણ પોતે જ નક્કી કરો. જો તમારો વિવેક, તમારો આત્મવિશ્વાસ મજબૂત છે તો તમારે દુનિયામાં કોઈપણ વસ્તુથી ડરવાની જરૂર નથી. હું આમ એટલા માટે કહું છું કારણ કે કેટલીયે વખત આપણા યુવાનો એક ચાલતા આવતા વિચારના દબાણમાં તેઓ કામ નથી કરી શકતા, જે કરવું ખરેખર તેમને પસંદ હોય છે. તેથી તમારે ક્યારેય પણ નવું વિચારવામાં, નવું કરવામાં સંકોચ કરવો જોઈએ નહીં. આવી જ રીતે સંત રવિદાસ જીએ વધુ એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. આ સંદેશ છે, ‘પગભર થવું’…આપણે આપણા સપનાઓ માટે કોઈ બીજા પર નિર્ભર રહીએ તે જરાપણ બરાબર નથી. જે જેવું છે તે તેમ ચાલતું રહે, રવિદાસ જી ક્યારેય પણ એના પક્ષમાં નહોતા અને આજે આપણે જોઈએ છીએ કે દેશના યુવાનો પણ આ વિચારના પક્ષમાં બિલકુલ નથી. આજે જ્યારે હું દેશના યુવાનોમાં Innovative Spirit જોવું છું તો મને લાગે છે કે આપણા યુવાનો પર સંત રવિદાસ જીને જરૂરથી ગર્વ થતો હશે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે National Science Day પણ છે. આજનો દિવસ ભારતના મહાન વૈજ્ઞાનિક ડોક્ટર સી.વી.રમન જી દ્વારા કરવામાં આવેલી Raman Effect ની શોધને સમર્પિત છે. કેરળથી યોગેશ્વરન જીએ NamoApp પર લખ્યું છે કે Raman Effect ની શોધે આખા વિજ્ઞાનની દિશાને જ બદલી નાખી હતી. તેનાથી જોડાયેલો એક બહુ સારો સંદેશ મને નાશિકના સ્નેહીલ જીએ મોકલ્યો છે. સ્નેહીલ જીએ લખ્યું છે કે આપણા દેશના અગણિત વૈજ્ઞાનિકો છે, જેમના યોગદાન વગર સાયન્સ આટલી પ્રગતિ ન કરી શક્યું હોત. આપણે જે રીતે દુનિયાના બીજા વૈજ્ઞાનિકો વિશે જાણીએ છીએ, તેવી જ રીતે આપણે ભારતના વૈજ્ઞાનિકો વિશે પણ જાણવું જોઈએ. હું પણ મન કી બાતના આ શ્રોતાઓની વાતથી સહમત છું. હું ચોક્કસ ઈચ્છીશ કે આપણા યુવાનો, ભારતના વૈજ્ઞાનિક – ઈતિહાસને, આપણા વૈજ્ઞાનિકોને જાણે, સમજે અને ખૂબ વાંચે.
સાથીઓ, જ્યારે આપણે સાયન્સની વાત કરીએ છીએ તો ઘણીવાર તેને લોકો ફિઝીક્સ-કેમેસ્ટ્રી અથવા તો લેબ્સ સુધી જ સીમિત કરી દે છે, પરંતુ સાયન્સનો વિસ્તાર તો તેનાથી ઘણો જ વધારે છે અને ‘આત્મનિર્ભર ભારત અભિયાન’માં સાયન્સની શક્તિનું બહુ મોટું યોગદાન પણ છે. આપણે સાયન્સને Lab to Land ના મંત્ર સાથે આગળ વધારવું પડશે.
દાખલા તરીકે, હૈદરાબાદના ચિંતલા વેંકટ રેડ્ડી જી છે. રેડ્ડી જી ના એક ડોક્ટર મિત્રએ તેમને એક વખત વિટામીન-ડી ની ઉણપથી થનારી બિમારીઓ અને તેના ખતરા વિશે જણાવ્યું. રેડ્ડી જી ખેડૂત છે, તેમણે વિચાર્યું કે તેઓ આ સમસ્યાના સમાધાન માટે શું કરી શકે છે? પછી તેમણે મહેનત કરી અને ઘઉં, ચોખાની એવી પ્રજાતિઓને વિકસિત કરી કે જે ખાસ કરીને વિટામિન-ડી થી યુક્ત હોય. આ મહિને World Intellectual Property Organization, Geneva થી patent પણ મળી છે. આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે વેંકટ રેડ્ડી જીને ગત વર્ષે પદ્મ શ્રી થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આવા જ ઘણાં ઈનોવેટિવ રીતે લદ્દાખના ઉરગેન ફૂત્સૌગ પણ કામ કરી રહ્યા છે. ઉરગેન જી આટલી ઉંચાઈ પર ઓર્ગેનિક રીતે ખેતી કરીને લગભગ 20 પાક ઉગાડી રહ્યા છે, તે પણ cyclic રીતે, એટલે કે એક પાકના waste ને બીજા પાકમાં, ખાતરની રીતે ઉપયોગ કરે છે. છે ને કમાલની વાત.
આવી જ રીતે ગુજરાતના પાટણ જિલ્લામાં કામરાજભાઈ ચૌધરીએ ઘરમાં જ સહજનના સારા બીજનો વિકાસ કર્યો છે. કેટલાક લોકો સહજનને સરગવો પણ કહે છે, તેને મોરિંગ અથવા તો ડ્રમ સ્ટિક પણ કહેવાય છે. સારા બીજની મદદથી જે સરગવાનો ઉછેર થાય છે, તેની ક્વોલિટી પણ સારી હોય છે. તેમની ઉપજને તેઓ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ મોકલીને, તેમની આવક વધારી રહ્યા છે.
સાથીઓ, આજકાલ ચીયા સિડ્સ નું નામ તમે લોકો બહુ સાંભળતો હશે. હેલ્થ અવેરનેસ સાથે જોડાયેલા લોકો તેને ઘણું મહત્વ આપે છે અને દુનિયામાં તેની મોટી માગ પણ છે. ભારતમાં તેને મોટાભાગે બહારથી જ મંગાવાય છે, પરંતુ હવે ચીયા સિડ્સમાં આત્મનિર્ભરતાનું બીડું પણ લોકો ઉઠાવી રહ્યા છે. આવી જ રીતે યુપીના બારાબાંકીમાં હરિશ્ચન્દ્ર જીએ ચીયા સિડ્સની ખેતી શરૂ કરી છે. ચીયા સિડ્સની ખેતી તેમની આવક પણ વધારશે અને આત્મનિર્ભર ભારત અભિયાનમાં પણ મદદ કરશે.
સાથીઓ, Agriculture Waste થી Wealth create કરવાના પણ કેટલાય પ્રયોગ દેશભરમાં સફળતાપૂર્વક ચાલી રહ્યા છે. જેમ કે મદુરાઈના મુરગેસન જી એ કેળાના વેસ્ટમાંથી દોરડું બનાવવાનું એક મશીન બનાવ્યું છે. મુરગેસન જીના આ ઈનોવેશન થી પર્યાવરણ અને ગંદકીનું પણ સમાધાન થશે અને ખેડૂતો માટે વધારાની આવકનો પણ રસ્તો બનશે.
સાથીઓ મન કી બાતના શ્રોતાઓને આટલા બધા લોકો વિશે જણાવવાનો મારો હેતુ એ જ છે કે આપણે તેમની પાસેથી પ્રેરણા લઈએ. જ્યારે દેશનો દરેક નાગરિક પોતાના જીવનમાં વિજ્ઞાનનો વિસ્તાર કરશે, દરેક ક્ષેત્રમાં કરશે, તો પ્રગતિના રસ્તાઓ પણ ખૂલશે અને દેશ આત્મનિર્ભર પણ બનશે. અને મને વિશ્વાસ છે કે આ દેશનો દરેક નાગરિક કરી શકે છે.
મારા પ્રિય સાથીઓ, કોલકાતાના રંજન જીએ તેમના પત્રમાં ખૂબ જ રસપ્રદ અને પાયાનો સવાલ પૂછ્યો છે અને સાથે જ શ્રેષ્ઠ રીતે તેનો જવાબ આપવાની કોશિશ પણ કરી છે. તેઓ લખે છે કે જ્યારે આપણે આત્મનિર્ભર થવાની વાત કરીએ છીએ, તો તેનો આપણે માટે કયો અર્થ થાય છે? આ જ સવાલના જવાબમાં તેમણે પોતે જ આગળ લખ્યું છે કે – આત્મનિર્ભર ભારત અભિયાન માત્ર એક ગવર્મેન્ટ પોલીસી જ નથી પરંતુ એક નેશનલ સ્પિરિટ છે. તેઓ માને છે કે આત્મનિર્ભર થવાનો અર્થ છે કે પોતાના નસીબનો નિર્ણય પોતે જ કરવો એટલે કે પોતાના જ ભાગ્યના નિયંત્રક હોવું. રંજન બાબુ ની વાત સો ટકા સાચી છે. તેમની વાતને આગળ વધારતા હું એ પણ કહીશ કે આત્મનિર્ભરતાની પહેલી શરત એ હોય છે કે – પોતાના દેશની ચીજો પર ગર્વ હોવો, પોતાના દેશના લોકો દ્વારા બનાવેલી વસ્તુઓ પર ગર્વ હોવો. જ્યારે પ્રત્યેક દેશવાસી ગર્વ કરે છે, પ્રત્યેક દેશવાસી જોડાય છે, તો આત્મનિર્ભર ભારત, માત્ર એક આર્થિક અભિયાન ન રહેતા, એક નેશનલ સ્પિરીટ બની જાય છે. જ્યારે આકાશમાં આપણે આપણા દેશમાં બનેલા ફાઈટર પ્લેન તેજસ ને કરતબો કરતાં જોઈએ છીએ, જ્યારે ભારતમાં બનેલા ટેન્ક, ભારતમાં બનેલી મિસાઈલ, આપણું ગૌરવ વધારે છે, જ્યારે સમૃદ્ધ દેશોમાં આપણે મેટ્રો ટ્રેનના મેડ ઈન ઈન્ડિયા કોચ જોઈએ છીએ, જ્યારે ડઝન દેશો સુધી મેડ ઈન ઈન્ડિયા કોરોના વેક્સિન પહોંચતી જોઈએ છીએ, તો આપણું માથું વધુ ઉંચું થઈ જાય છે. અને એવું જ નથી, કે મોટી-મોટી ચીજો જ ભારતને આત્મનિર્ભર બનાવશે. ભારતમાં બનેલા કપડાં, ભારતના ટેલેન્ટેડ કારીગરો દ્વારા બનાવવામાં આવેલા હેન્ડિક્રાફ્ટનો સામાન, ભારતના ઈલેક્ટ્રોનિક ઉપકરણો, ભારતના મોબાઈલ, દરેક ક્ષેત્રમાં આપણે આ ગૌરવને વધારવું પડશે. જ્યારે આપણે આવા વિચાર સાથે આગળ વધીશું, ત્યારે જ સાચા અર્થમાં આત્મનિર્ભર બની શકીશું અને સાથીઓ મને ખુશી છે કે આત્મનિર્ભર ભારતનો આ મંત્ર દેશના ગામે-ગામ પહોંચી રહ્યો છે. બિહારના બેતિયામાં આવું જ થયું છે. જેના વિશે મને મીડિયામાં વાંચવા મળ્યું છે.
બેતિયાના રહેવાસી પ્રમોદ જી, દિલ્હીમાં એક ટેક્નિશિયન તરીકે એલઈડી બલ્બ બનાવતી ફેક્ટરીમાં કામ કરતા હતા, તેમણે આ ફેક્ટરીમાં કામ દરમિયાન આખી પ્રક્રિયાને તેઓ બહુ બારીકીથી સમજ્યા. પરંતુ કોરોનાના સમયમાં પ્રમોદ જીએ પોતાના ઘરે પરત ફરવું પડ્યું. તમે જાણો છો પરત ફર્યા બાદ પ્રમોદ જીએ શું કર્યું ? તેમણે પોતે એલઈડી બલ્બ બનાવવાનું નાનું યુનિટ શરૂ કરી દીધું. તેમણે પોતાના ક્ષેત્રના કેટલાક યુવાનોને સાથે લીધા અને કેટલાક મહિનાઓમાં જ ફેક્ટરી વર્કરથી લઈને ફેક્ટરી ઓનર બનવા સુધીનો પ્રવાસ પૂર્ણ કર્યો. તે પણ પોતાના ઘરમાં જ રહીને.
વધુ એક ઉદાહરણ છે – યુપી ના ગઢમુક્તેશ્વરનું. ગઢમુક્તેશ્વરથી શ્રીમાન સંતોષ જીએ લખ્યું છે કે કેવી રીતે કોરોના કાળમાં તેમણે આપત્તિને અવસરમાં બદલી. સંતોષ જી ના દાદા-પરદાદા ઘણા સારા કારીગર હતા, ચટાઈ બનાવવાનું કામ કરતા હતા. કોરોનાના સમયમાં જ્યારે અન્ય કામ રોકાઈ ગયા તો આ લોકોએ એકદમ ઉર્જા અને ઉત્સાહ સાથે ચટાઈ બનાવવાનું શરૂ કર્યું. બહુ જલ્દી, તેમને ન માત્ર ઉત્તરપ્રદેશ, પરંતુ બીજા રાજ્યોમાંથી પણ ચટાઈના ઓર્ડર મળવાના શરૂ થઈ ગયા. સંતોષ જી એ એ પણ જણાવ્યું કે તેનાથી આ ક્ષેત્રની સેંકડો વર્ષ જૂની સુંદર કળા ને પણ એક નવી તાકાત મળી છે.
સાથીઓ, દેશભરમાં આવા કેટલાય ઉદાહરણ છે, જ્યાં લોકો આત્મનિર્ભર ભારત અભિયાન માં આવી રીતે પોતાનું યોગદા આપી રહ્યા છે. આજે આ એક ભાવ બની ચૂક્યો છે, જે સામાન્ય લોકોના હ્રદયમાં પ્રવાહિત થઈ રહ્યો છે.
મારા પ્રિય દેશવાસીઓ, મેં નમો એપ પર ગુડગાંવ નિવાસી મયૂરની એક interesting post જોઈ. તેઓ Passionate Bird watcher અને Nature Lover છે. મયૂર જીએ લખ્યું છે કે હું તો હરિયાણામાં રહું છું, પરંતુ હું ઈચ્છું છું કે તમે આસામના લોકો અને ખાસ કરીને કાઝીરંગાના લોકોની ચર્ચા કરો. મને લાગ્યું કે મયૂર જી Rhinos વિશે વાત કરશે, જેને ત્યાંનું ગૌરવ કહેવાય છે. પરંતુ મયૂર જીએ કાઝીરંગામાં Water Fowls (વોટર ફાઉલ્સ ) ની સંખ્યામાં થયેલા વધારાને લઈને આસામના લોકોની પ્રશંસા માટે કહ્યું છે. હું શોધી રહ્યો હતો કે આપણે Water Fowls ને સાધારણ શબ્દોમાં શું કહી શકીએ છીએ, તો એક શબ્દ મળ્યો, – જલપક્ષી. એવા પક્ષી જેમનું રહેઠાણ ઝાડ પર નહીં, પાણી પર હોય છે, જેમ કે બતક વગેરે. કાઝીરંગા નેશનલ પાર્ક એન્ડ ટાઈગર રિઝર્વ ઓથોરિટી કેટલાક સમયથી Annual Waterfowls Census કરતું આવ્યું છે. આ સેન્સસ થી જળ પક્ષીઓની સંખ્યાની જાણકારી મળે છે અને તેમના ગમતાં Habitat ની જાણકારી મળે છે. હમણાં બે-ત્રણ અઠવાડિયા પહેલાં જ ફરી સર્વે થયો છે. તમને પણ એ જાણીને આનંદ થશે કે આ વખતે જળ પક્ષીઓની સંખ્યા, ગત વર્ષની તુલનામાં લગભગ 175 ટકા વધુ આવી છે. આ સેન્સસ દરમિયાન કાઝીરંગા નેશનલ પાર્કમાં Birds ની કુલ 112 Species ને જોવામાં આવી છે. તેમાંથી 58 Species યુરોપ, Central Asia અને East Asia સહિત દુનિયાના વિવિધ ભાગોમાંથી આવેલા Winter Migrants છે. તેનું સૌથી મહત્વપૂર્ણ કારણ એ છે કે અહીં ઘણાં સારા Water Conservation હોવાની સાથે Human Interference બહુ ઓછા છે. આમ તો કેટલાક મામલામાં Positive Human Interference પણ બહુ મહત્વપૂર્ણ હોય છે.
આસામના શ્રી જાદવ પાયેન્ગ ને જ જુઓ. તમારામાંથી કેટલાક લોકો તેમના વિશે જરૂર જાણતા હશે. પોતાના કાર્યો માટે તેમને પદ્મ સન્માન મળ્યું છે. શ્રી જાદવ પાયેન્ગ એ વ્યક્તિ છે જેમણે આસામમાં મજૂલી આયલેન્ડમાં લગભગ 300 હેક્ટર પ્લાન્ટેશનમાં પોતાનું સક્રિય યોગદાન આપ્યું છે. તેઓ વન સંરક્ષણ માટે કામ કરી રહ્યા છે, અને લોકોને પ્લાન્ટેશન તેમજ બાયોડાયવર્સિટી ના કન્ઝર્વેશન ને લઈને પ્રેરિત કરવામાં પણ જોડાયેલા છે.
સાથીઓ, આસામમાં આપણા મંદિર પણ, પ્રકૃતિના સંરક્ષણમાં પોતાની અલગ જ ભૂમિકા નિભાવી રહ્યા છે, જો તમે આપણા મંદિરોને જોશો, તો જાણશો કે દરેક મંદિર પાસે તળાવ હોય છે. હજો સ્થિત હયાગ્રીવ મઘેબ મંદિર, સોનિતપુરનું નાગશંકર મંદિર અને ગુવાહાટીમાં સ્થિત ઉગ્રતારા ટેમ્પલ પાસે આ પ્રકારના કેટલાય તળાવો છે. તેમનો ઉપયોગ વિલુપ્ત થતા કાચબાઓને પ્રજાતિઓને બચાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આસામમાં કાચબાઓની સૌથી વધારે પ્રજાતિઓ મળે છે. મંદિરોના આ તળાવ કાચબાના સંરક્ષણ, પ્રજનન અને તેમના વિશે પ્રશિક્ષણ માટે એક શ્રેષ્ઠ સ્થળ બની શકે છે.
મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક લોકો સમજે છે કે ઈનોવેશન કરવા માટે તમારું સાયન્ટિસ્ટ હોવું જરૂરી છે, કેટલાક વિચારે છે કે બીજાને કંઈક શિખવાડવા માટે તમારું ટીચર હોવું જરૂરી છે. આ વિચારને પડકાર આપનારા વ્યક્તિ હંમેશા પ્રશંસાને પાત્ર હોય છે. હવે જેમ શું કોઈ કોઈને સોલ્જર બનવા માટે પ્રશિક્ષિત કરે છે, તો શું તેણે સૈનિક હોવું જરૂરી છે? તમે વિચારી રહ્યા હશો કે, હા….. જરૂરી છે. પરંતુ અહીં થોડો ટ્વીસ્ટ છે.
MyGov પર કમલકાંત જીએ મીડિયાનો એક રિપોર્ટ શેર કર્યો છે, જે કંઈક અલગ વાત કરે છે. ઓડિશામાં અરાખુડામાં એક સજ્જન છે – નાયક સર. આમ તો તેમનું નામ સિલૂ નાયક છે, પણ બધા તેમને નાયક સર કહીને જ બોલાવે છે. આમ તો તેઓ Man on a Mission છે. તેઓ એ યુવાનોને મફતમાં પ્રશિક્ષિત કરે છે જે સેનામાં ભરતી થવા માગે છે. નાયક સરના ઓર્ગેનાઈઝેશનનું નામ મહાગુરુ બટાલિયન છે. તેમાં ફિઝીકલ ફિટનેસ થી લઈને ઈન્ટર્વ્યૂ સુધી અને રાઈટિંગ થી લઈને ટ્રેનિંગ સુધી, આ બધા પાસાઓ વિશે જણાવવામાં આવે છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેમણે જે લોકોને પ્રશિક્ષણ આપ્યું છે, તેમણે પાયદળ, જળ સેના અને વાયુ સેના, સીઆરપીએફ, બીએસએફ જેવા યુનિફોર્મ ફોર્સિસમાં પોતાની જગ્યા બનાવી છે. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે સિલૂ નાયક જીએ પોતે ઓડિશા પોલીસમાં ભરતી થવા માટે પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહોતા, તેમ છતાં તેમણે પોતાના પ્રશિક્ષણના દમ પર અનેક યુવાનોને રાષ્ટ્રસેવા માટે યોગ્ય બનાવ્યા છે. આવો આપણે બધા મળીને નાયક સરને શુભેચ્છા આપીએ કે તેઓ આપણા દેશ માટે વધુ નાયકોને તૈયાર કરે.
સાથીઓ, ક્યારેક ક્યારેક બહુ નાનો અને સાધારણ સવાલ પણ મનને અસ્થિર બનાવી દે છે. એ સવાલ લાંબા નથી હોતા, બહુ સિમ્પલ હોય છે, તેમ છતાં તે આપણને વિચારવા માટે મજબૂર કરી દે છે. કેટલાક દિવસો પહેલાં હૈદરાબાદના અપર્ણા રેડ્ડી જીએ મને એવો જ એક સવાલ પૂછ્યો. તેમણે કહ્યું કે – આપ આટલા વર્ષોથી પીએમ છો, આટલા વર્ષો સી.એમ રહ્યા, શું આપને ક્યારેય લાગે છે કે ક્યાંક કંઈક ઉણપ રહી ગઈ? અપર્ણા જીનો સવાલ બહુ જ સહજ છે પરંતુ એટલો જ મુશ્કેલ પણ. મેં આ સવાલ પર વિચાર કર્યો અને પોતાને કહ્યું કે મારી એક ઉણપ એ રહી છે કે હું દુનિયાની સૌથી પ્રાચિન ભાષા – તમિલ શીખવા માટે બહુ પ્રયાસ ન કરી શક્યો, હું તમિલ ના શીખી શક્યો. આ એક એવી સુંદર ભાષા છે, જે દુનિયાભરમાં લોકપ્રિય છે. ઘણાં લોકોએ મને તમિલ લિટરેચર ની ક્વોલિટી અને તેમાં લખેલી કવિતાઓના ઉંડાણ વિશે ઘણું જણાવ્યું છે. ભારત આવી અનેક ભાષાઓનું સ્થળ છે જે આપણી સંસ્કૃતિ અને ગૌરવનું પ્રતિક છે. ભાષા વિશે વાત કરતા હું એક નાની Interesting clip આપ સહુની સાથે વહેંચવા માગું છું.
SOUND CLIP STATUE OF UNITY
ખરેખર હમણાં આપ જે સાંભળી રહ્યા હતા તે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એક ગાઈડ, સંસ્કૃતમાં લોકોને સરદાર પટેલની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા વિશે જણાવી રહ્યા છે. તમને જાણીને આનંદ થશે કે કેવડિયામાં 15 થી પણ વધારે ગાઈડ, ધારા પ્રવાહ સંસ્કૃતમાં લોકોને ગાઈડ કરે છે. હવે હું આપને વધુ એક અવાજ સંભળાવું છું….
SOUND CLIP – CRICKET COMMENTARY
આપ પણ આ સાંભળીને હેરાન થઈ ગયા હશો. ખરેખર, આ સંસ્કૃતમાં કરવામાં આવેલી ક્રિકેટ કોમેન્ટ્રી છે. વારાણસીમાં, સંસ્કૃત મહાવિદ્યાલયો વચ્ચે એક ક્રિકેટ ટુર્નામેન્ટ થાય છે. આ મહાવિદ્યાલય છે – શાસ્ત્રાર્થ મહાવિદ્યાલય, સ્વામી વેદાંતી વેદ વિદ્યાપીઠ, શ્રી બ્રહ્મ વેદ વિદ્યાલય અને ઈન્ટરનેશનલ ચંદ્રમૌલી ચેરિટેબલ ટ્રસ્ટ. આ ટુર્નામેન્ટની મેચ દરમિયાન કોમેન્ટરી સંસ્કૃતમાં પણ કરવામાં આવે છે. હમણાં મેં એ કોમેન્ટરીનો એક નાનો ભાગ આપને સંભળાવ્યો. એટલું જ નહીં, આ ટુર્નામેન્ટમાં ખેલાડી અને કોમેન્ટેટર પારંપારિક પોષાકમાં નજરે પડે છે. જો તમને એનર્જી, એક્સાઈટમેન્ટ, સસ્પેન્સ બધું એકસાથે જોઈએ તો તમારે રમતોની કોમેન્ટરી સાંભળવી જોઈએ. ટીવી આવ્યાના બહુ પહેલાં સ્પોર્ટ્સ કોમેન્ટરી જ એ માધ્યમ હતું જેની મદદથી ક્રિકેટ અને હોકી જેવી રમતોનો રોમાંચ દેશભરના લોકો અનુભવ કરતાં હતાં. ટેનિસ અને ફૂટબોલ મેચોની કોમેન્ટરી પણ ઘણી સારી રીતે પીરસવામાં આવે છે. આપણે જોયું છે કે જે રમતોમાં કોમેન્ટરી સમૃદ્ધ છે, તેનો પ્રચાર-પ્રસાર બહુ ઝડપથી થાય છે. આપણે ત્યાં પણ ઘણી ભારતીય રમતો છે પરંતુ તેમાં કોમેન્ટરી કલ્ચર નથી આવ્યું અને તેને કારણે જ તે લુપ્ત થવાની સ્થિતીમાં છે. મારા મનમાં એક વિચાર છે – કેમ અલગ અલગ સ્પોર્ટ્સ અને ખાસ કરીને ભારતીય રમતોની સારી કોમેન્ટરી વધારે ને વધારે ભાષાઓમાં ન હોય, આપણે તેને પ્રોત્સાહિત કરવા માટે ચોક્કસ વિચાર કરવો જોઈએ. હું રમત-ગમત મંત્રાલય અને પ્રાઈવેટ સંસ્થાના સહયોગીઓને આના વિશે વિચારવાનો આગ્રહ કરીશ.
મારા પ્રિય યુવા સાથીઓ, આવનારા કેટલાક મહિના આપના બધાના જીવનમાં વિશેષ મહત્વ રાખે છે. મોટાભાગના યુવા સાથીઓની exams, પરીક્ષાઓ હશે. આપને યાદ છે ને – Warrior બનવાનું છે, Worrior નહીં, હસતાં-હસતાં એક્ઝામ આપવા જવાનું છે અને હસતાં હસતાં પાછા આવવાનું છે. કોઈ બીજા સાથે નહીં પરંતુ પોતાનાથી જ સ્પર્ધા કરવાની છે. પૂરતી ઉંઘ પણ લેવાની છે, અને ટાઈમ મેનેજમેન્ટ પણ કરવાનું છે. રમતો રમવાનું પણ નથી છોડવાનું નથી, કારણ કે જે રમે તે ખીલે. રિવિઝન અને યાદ કરવાની સ્માર્ટ રીત અપનાવવાની છે, એટલે કે કુલ મળીને આ એક્ઝામ્સમાં પોતાના બેસ્ટને બહાર લાવવાનું છે. તમે વિચારી રહ્યા હશો કે આ કેવી રીતે થશે. આપણે બધા મળીને આ કરવાના છીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે બધા કરીશું “પરીક્ષા પે ચર્ચા…” પરંતુ માર્ચમાં થનારી પરીક્ષા પે ચર્ચાથી પહેલા મારી આપ સર્વે એક્ઝામ્સ વોરિયર્સને, પેરન્ટ્સને અને ટીચર્સને એક રિક્વેસ્ટ છે કે તમારા અનુભવ, તમારી ટીપ્સ જરૂર શેર કરો. તમે MyGov પર શેર કરી શકો છો. નરેન્દ્ર મોદી એપ પર શેર કરી શકો. આ વખતની પરીક્ષા પર ચર્ચામાં યુવાઓની સાથે સાથે પેરન્ટ્સ અને ટીચર્સ પણ આમંત્રિત છે. કેવી રીતે પાર્ટિસિપેટ કરવાનું છે, કેવી રીતે પ્રાઈઝ જીતવાનું છે, કેવી રીતે મારી સાથે ડિસ્કશનનો અવસર મેળવવાનો છે, આ બધી જાણકારી આપને MyGov પર મળશે. અત્યારસુધી એક લાખ થી વધારે વિદ્યાર્થી, લગભગ 40 હજાર પેરન્ટ્સ અને લગભગ 10 હજાર ટીચર ભાગ લઈ ચૂક્યા છે. આપ પણ આજે જ પાર્ટિસિપેટ કરો. આ કોરોનાના સમયમાં મેં કેટલોક સમય કાઢીને એક્ઝામ વોરિયર બુક માં પણ કેટલાક મંત્ર જોડ્યા છે. હવે તેમાં પેરન્ટ્સ માટે પણ કેટલાક મંત્ર જોડવામાં આવ્યા છે. આ મંત્રો સાથે જોડાયેલી ઘણીબધી interesting activities નરેન્દ્ર મોદી એપ પર આપવામાં આવી છે જે આપની અંદરના એક્ઝામ વોરિયરને ignite કરવામાં મદદ કરશે. આપ તેને જરૂર ટ્રાય કરીને જુઓ. બધા યુવા સાથીઓને આવનારી પરીક્ષાઓ માટે ઘણી-ઘણી શુભેચ્છાઓ.
મારા પ્રિય દેશવાસીઓ, માર્ચનો મહિનો આપણા ફાઈનાન્શિયલ યર નો છેલ્લો મહિનો પણ હોય છે, તેથી તમારામાંથી ઘણાં લોકોની ઘણી વ્યસ્તતા રહેશે. હવે જેવી રીતે દેશમાં આર્થિક ગતિવિધીઓ વધી રહી છે તેનાથી આપણા વેપારીઓ અને ઉદ્યમી સાથીઓની વ્યસ્તતા પણ ઘણી વધી રહી છે. આ બધા કાર્યો વચ્ચે આપણે કોરોના થી સાવધાની ઘટાડવાની નથી. આપ બધા સ્વસ્થ રહો, ખુશ રહેશો, કર્તવ્ય પથ પર અડગ રહેશો, તો દેશ ઝડપથી આગળ વધતો રહેશે.
આપ બધાને તહેવારોની અગાઉથી શુભેચ્છાઓ, સાથે-સાથે કોરોના ના સંબંધમાં જે પણ નિયમોનું પાલન કરવાનું છે તેમાં કોઈ ઢિલાશ નહીં આવવી જોઈએ. ખૂબ…ખૂબ ધન્યવાદ….
મારા પ્રિય દેશવાસીઓ નમસ્કાર. જયારે હું મન કી બાત કરૂં છું તો એવું લાગે છે જાણે તમારી વચ્ચે તમારા પરિવારના સભ્યના રૂપમાં હાજર છું. આપણી નાની નાની વાતો જે એકબીજાને કંઇક શીખવી જાય, જીવનના ખટમીઠા અનુભવો જે દિલથી જીવવાની પ્રેરણા બની જાય બસ, આ જ તો છે મન કી બાત. આજે 2021ની જાન્યુઆરીનો છેલ્લો દિવસ છે. શું તમે પણ મારી જેમ એવું વિચારી રહ્યા છો કે હજી થોડા દિવસ પહેલાં તો 2021નું વર્ષ શરૂ થયું હતું ? લાગતું જ નથી કે જાન્યુઆરીનો પૂરો મહિનો વિતી ગયો છે. આને જ તો સમયની ગતિ કહે છે. થોડા દિવસ પહેલાની જ વાત લાગે છે જાણે, આપણે એકબીજાને શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા, પછી આપણે લોહડી મનાવી, મકરસંક્રાંતિ ઉજવી, પોંગલ, બીહુ ઉજવ્યા. દેશના જુદાજુદા ભાગોમાં તહેવારોની ભરમાર રહી. 23 જાન્યુઆરીએ આપણે નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસની પરાક્રમ દિવસના રૂપમાં ઉજવણી કરી. અને 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની શાનદાર પરેડ પણ જોઇ. સંસદના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિજી દ્વારા સંબોધન પછી અંદાજપત્ર સત્ર પણ શરૂ થઇ ગયું છે. આ બધા વચ્ચે એક વધુ કાર્ય થયું જેની આપણને બધાને ખૂબ રાહ હોય છે. એ છે પદ્મપુરસ્કારોની જાહેરાત. રાષ્ટ્રે અસાધારણ કામ કરી રહેલા લોકોને તેમની ઉપલબ્ધિઓ અને માનવતા પ્રત્યેના તેમના યોગદાન માટે સન્માનિત કર્યા. આ વર્ષે પણ પુરસ્કાર મેળવનારાઓમાં એવા લોકો સામેલ છે જેમણે વિવિધ ક્ષેત્રોમાં સર્વોત્તમ કામ કર્યું છે, પોતાના કામથી કોઇકનું જીવન બદલ્યું છે. દેશને આગળ ધપાવ્યો છે. એટલે કે, તળિયાના સ્તરે કામ કરનારા અનામી નાયકોને પદ્મ સન્માન આપવાની જે પરંપરા આપણા દેશે થોડા વર્ષ પહેલાં શરૂ કરી હતી તે આ વર્ષે પણ અખંડિત રાખવામાં આવી છે. મારો આપ સૌને આગ્રહ છે કે, આ લોકો વિષે, તેમના યોગદાન વિષે જરૂર જાણો, પરિવારમાં તેમના વિષે ચર્ચા કરો. તમે જોજો સૌને તેનાથી કેટલી પ્રેરણા મળે છે.
આ મહિને ક્રિકેટ પીચ પરથી પણ ખૂબ સારા સમાચાર મળ્યા. આપણી ક્રીકેટ ટીમે શરૂઆતની મુશ્કેલીઓ પછી શાનદાર પુનરાગમન કરીને ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતી. આપણા ખેલાડીઓની સખત મહેનત અને સંઘબળ પ્રેરણાદાયક છે. આ બધા વચ્ચે દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ત્રિરંગાનું અપમાન જોઇ દેશ બહુ દુઃખી પણ થયો. આપણે આવનારા સમયને નવી આશા અને નવીનતાથી ભરવાનો છે. આપણે ગયા વર્ષે અસાધારણ સંયમ અને સાહસનો પરિચય આપ્યો. આ વર્ષે પણ આપણે સખત મહેનત કરીને પોતાના સંકલ્પોને સિદ્ધ કરવાના છે. આપણા દેશને વધુ ઝડપથી આગળ લઇ જવાનો છે.
મારા વ્હાલા દેશવાસીઓ, આ વર્ષની શરૂઆતની સાથે જ કોરોના વિરૂદ્ધની આપણી લડાઇને પણ લગભગ લગભગ 1 વર્ષ પૂરૂં થયું છે. જે રીતે કોરોના વિરૂદ્ધની ભારતની લડાઇ એક ઉદાહરણ બની છે. તે રીતે જ હવે આપણો રસીકરણ કાર્યક્રમ પણ દુનિયામાં એક ઉદાહરણરૂપ બની રહ્યો છે. ભારત આજે દુનિયાનો સૌથી મોટો કોવિડ રસીકરણ કાર્યક્રમ ચલાવી રહ્યો છે. તમે જાણો છો ? તેનાથી પણ વધુ ગર્વની વાત શી છે ? આપણે સૌથી મોટા રસીકરણ કાર્યક્રમની સાથે જ દુનિયામાં સૌથી વધુ ગતિએ આપણા નાગરિકોનું રસીકરણ પણ કરી રહ્યા છીએ. ફકત 15 દિવસમાં જ ભારત પોતાના 30 લાખથી વધુ કોરોના યોદ્ધાઓનું રસીકરણ કરી ચૂક્યો છે. જયારે અમેરિકા જેવા સમૃદ્ધ દેશને પણ આ કામમાં 18 દિવસ થયા હતા. અને બ્રિટનને 36 દિવસ.
સાથીઓ, ભારતમાં નિર્મિત રસી આજે ભારતની આત્મનિર્ભરતાનું પ્રતિક તો છે જ. સાથે ભારતના આત્મબળનું પણ પ્રતિક છે. નમો એપ પર યુપીના ભાઇ હિમાંશુ યાદવે લખ્યું છે કે, મેઇડ ઇન ઇન્ડિયા વેકસીનથી મનમાં એક નવો આત્મવિશ્વાસ આવી ગયો છે. મદુરાઇથી કિર્તીજી લખે છે કે, તેમના કેટલાય વિદેશી મિત્રો તેમને સંદેશા મોકલીને ભારતનો આભાર માની રહ્યા છે. કિર્તીજીના મિત્રોએ તેમને લખ્યું છે કે, ભારતે જે રીતે કોરોના સામેની લડાઇમાં દુનિયાને મદદ કરી છે. તેથી ભારત વિશે તેમના મનમાં ઇજ્જત ઔર વધી ગઇ છે. કિર્તીજી દેશનું આ ગૌરવ ગાન સાંભળીને મન કી બાતના શ્રોતાઓને પણ ગર્વ થાય છે. આજકાલ મને પણ જુદાજુદા દેશોના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીઓ તરફથી પણ ભારત માટે એવા જ સંદેશા મળી રહ્યા છે. તમે પણ જોયું હશે હમણાં જ બ્રાઝીલના રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને જે રીતે ભારતને ધન્યવાદ આપ્યા છે. તે જોઇને દરેક ભારતીયને કેટલું સારૂં લાગ્યું છે. હજારો કિલોમીટર દૂર દુનિયાના દૂરસૂદૂરના ખૂણામાં વસનારાને રામાયણના તે પ્રસંગની ઉંડી જાણકારી છે, તેની તેમના મન ઉપર ઉંડી અસર છે. આ આપણી સંસ્કૃતિની વિશેષતા છે.
સાથીઓ, આ રસીકરણના કાર્યક્રમમાં તમે વધુ એક વાત પર પણ ચોકકસ ધ્યાન આપ્યું હશે. સંકટના સમયે ભારત દુનિયાની સેવા એટલા માટે કરી શક્યો છે કેમ કે, ભારત આજે દવાઓ અને રસીઓની બાબતમાં સક્ષમ છે. આત્મનિર્ભર છે. આ જ વિચાર આત્મનિર્ભર ભારત અભિયાનનો પણ છે. ભારત જેટલું સક્ષમ હશે તેટલી જ વધુ માનવતાની સેવા કરશે. તેટલો જ વધુ લાભ દુનિયાને થશે.
મારા વ્હાલા દેશવાસીઓ, દર વખતે તમારા ઢગલાબંધ પત્રો મળે છે. નમો એપ અને માય ગોવ પર તમારા સંદેશા, ફોન કોલ્સના માધ્યમથી તમારી વાતો જાણવાની તક મળે છે. આ સંદેશામાં જ એક એવો પણ સંદેશ છે જેણે મારૂં ધ્યાન ખેંચ્યું. – આ સંદેશ છે. બેન પ્રિયંકા પાંડેજીનો. 23 વર્ષની દિકરી પ્રિયંકાજી, હિન્દી સાહિત્યનાં વિદ્યાર્થીની છે. અને બિહારના સિવાનમાં રહે છે. પ્રિયંકાજીએ નમો એપ પર લખ્યું છે કે, તે દેશના 15 ઘરેલૂ પર્યટનસ્થળો પર જવાના મારા સૂચનથી ખૂબ પ્રેરીત થયા હતા. એટલા માટે 1લી જાન્યુઆરીએ તેઓ એક જગ્યાએ જવા નીકળ્યાં જે બહુ ખાસ હતી. તે જગ્યા હતી. તેમના ઘરથી 15 કિલોમીટર દૂર દેશના પહેલા રાષ્ટ્રપતિ ડોકટર રાજેન્દ્રપ્રસાદજીના વડવાઓનું નિવાસસ્થાન. પ્રિયંકાજીએ બહુ સુંદર વાત લખી છે કે, આપણા દેશની મહાન વિભૂતિઓ વિષે જાણવાની દિશામાં તેમનું આ પહેલું પગલું હતું. પ્રિયંકાજીને ત્યાં ડોકટર રાજેન્દ્ર પ્રસાદજી દ્વારા લખેલા પુસ્તકો મળ્યા, અને એક ઐતિહાસિક તસ્વીરો મળી, ખરેખર, પ્રિયંકાજી તમારો આ અનુભવ બીજાઓને પણ પ્રેરિત કરશે.
સાથીઓ, આ વર્ષથી આપણી આઝાદીના 75 વર્ષનો સમારોહ – અમૃત મહોત્સવ શરૂ થવા જઇ રહ્યો છે. એવામાં જેમના કારણે આપણને આઝાદી મળી તે આપણા મહાનાયકો સાથે જોડાયેલી સ્થાનિક જગ્યાઓની ભાળ મેળવવાનો આ સર્વોત્તમ સમય છે.
સાથીઓ, આપણે આઝાદીના આંદોલન અને બિહારની વાત કરી રહ્યા છીએ. તો હું નમો એપ પર જ કરવામાં આવેલી વધુ એક ટિપ્પણીની પણ ચર્ચા કરવા માંગું છું. મુંગેરના રહેવાસી જયરામ વિપ્લવજીએ મને તારાપુર શહીદ દિવસ વિષે લખ્યું છે. 15 ફેબ્રુઆરી 1932ના રોજ દેશભક્તોની એક ટુકડીના કેટલાય વીર નવજવાનોની અંગ્રેજોએ ખૂબ નિર્મમતાથી હત્યા કરી હતી. તેમનો એક માત્ર ગુનો એ હતો કે તેઓ “વંદેમાતરમ” અને “ભારત માતા કી જય”ના સૂત્રો પોકારી રહ્યા હતા. તે શહીદોને હું નમન કરૂં છું અને તેમના સાહસનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરું છું. હું જયરામ વિપ્લવજીને ધન્યવાદ આપવા માંગું છું. તેઓ એક એવી ઘટનાને દેશની સામે લઇને આવ્યા જેના વિષે જેટલી ચર્ચા થવી જોઇતી હતી તેટલી ખાસ ચર્ચા નથી થઇ.
મારા વ્હાલા દેશવાસીઓ, ભારતના દરેક ભાગમાં, દરેક શહેર, નગર અને ગામમાં આઝાદીની લડાઇ પૂરી તાકાત સાથે લડવામાં આવી હતી. ભારતની ભૂમિના દરેક ખૂણામાં એવા મહાન સપૂતો અને વીરાંગનાઓએ જન્મ લીધો છે. જેમણે રાષ્ટ્ર માટે પોતાનું જીવન ન્યૌછાવર કરી દીધું. તેથી તે બહુ મહત્વનું છે કે, આપણા માટે કરવામાં આવેલા તેમના સંઘર્ષો અને તેમની સાથે જોડાયેલી યાદોને આપણે સાચવીને રાખીએ અને તે માટે તેમના વિષે લખીને આપણે આપણી ભાવિ પેઢીઓ માટે તેમની સ્મૃતિઓને જીવતી રાખી શકીએ છીએ. તમામ દેશવાસીઓને અને ખાસ કરીને આપણા યુવા સાથીઓને હું આહવાન કરૂં છું કે, તેઓ દેશના સ્વતંત્રતા સેનાનીઓ વિષે, આઝાદી સાથે જોડાયેલી ઘટનાઓ વિષે લખે. પોતાના વિસ્તારમાં સ્વતંત્રતા સંગ્રામ વખતની વિરતાની ગાથાઓ વિષે પુસ્તકો લખે. હવે જ્યારે ભારત પોતાની આઝાદીના 75 વર્ષ ઉજવશે તો તમારૂં લેખન આઝાદીના નાયકોને ઉત્તમ શ્રદ્ધાંજલિ હશે. યુવા લેખકો માટે ભારતના 75 વર્ષ નિમિત્તે એક પહેલ શરૂ કરાઇ રહી છે. તેનાથી બધા રાજયો અને ભાષાઓના યુવા લેખકોને પ્રોત્સાહન મળશે. દેશમાં મોટી સંખ્યામાં આ વિષય પર લખનારા લેખકો તૈયાર થશે- કે જેમનો ભારતના વારસા અને સંસ્કૃતિ વિષે ઉંડો અભ્યાસ હશે. આપણે આવી ઉગતી પ્રતિભાઓને પૂરી મદદ કરવાની છે. તેનાથી ભવિષ્યની દિશા નક્કી કરનારા વૈચારિક નેતાઓનું એક વર્ગ પણ તૈયાર થશે. હું આપણા યુવા મિત્રોને આ પહેલનો ભાગ બનવા અને પોતાના સાહિત્યીક કૌશલ્યનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટે આમંત્રિત કરૂં છું. આ વિષે જોડાયેલી માહીતી શિક્ષણમંત્રાલયની વેબસાઇટ પરથી મેળવી શકો છો.
મારા વ્હાલા દેશવાસીઓ, મન કી બાતમાં શ્રોતાઓને શું ગમે છે તે આપ જ વધુ સારી રીતે જાણો છો. પરંતુ મને મન કી બાતમાં સૌથી સારૂં એ લાગે છે કે મને ઘણું બધું જાણવા શીખવા અને વાંચવા મળે છે. એક રીતે પરોક્ષરૂપે તમારા બધા સાથે જોડાવાની તક મળે છે. કોઇનો પ્રયાસ, કોઇનો જુસ્સો, કોઇનું દેશ માટે કંઇક કરી છુટવાનું જનૂન. આ બધું જ મને ખૂબ પ્રેરિત કરે છે. ઉર્જાથી ભરી દે છે.
હૈદરાબાદના બોયિનપલ્લીમાં એક સ્થાનિક શાકબજાર કઇ રીતે પોતાની જવાબદારી અદા કરી રહી છે. તે વાંચીને પણ મને ખૂબ સારૂં લાગ્યું. આપણે બધાએ જોયું છે કે, શાકબજારમાં અનેક કારણોથી સારા એવા શાકભાજી બગડી જાય છે. આ શાકભાજી આમતેમ ફેલાય છે. ગંદકી પણ ફેલાવે છે. પરંતુ બોયિનપલ્લીની શાકબજારે નક્કી કર્યું કે, દરરોજ બચી જતા આ શાકભાજીને આમતેમ ફેંકવામાં નહીં આવે. શાકબજાર સાથે જોડાયેલા લોકોએ નક્કી કર્યું કે, તેનાથી વીજળી બનાવવામાં આવશે. નકામા શાકભાજીથી વીજળી બનાવવા વિશે ભાગ્યે જ તમે ક્યારેય સાંભળ્યું હશે. આ જ તો ઇનોવેશનની તાકાત છે. આજે બોયિનપલ્લીના બજારમાં પહેલા જે કચરો હતો તેનાથી જ સંપત્તિનું સર્જન થઇ રહ્યું છે – આ જ તો કચરામાંથી કંચન બનાવવાની યાત્રા છે. ત્યાં દરરોજ લગભગ 10 ટન કચરો નીકળે છે, તેને એક પ્લાન્ટમાં એકઠો કરવામાં આવે છે. પ્લાન્ટની અંદર આ કચરામાંથી દરરોજ 500 યુનિટ વીજળી બને છે. અને લગભગ 30 કિલો જૈવિક ઇંધણ – બાયોફ્યુઅલ પણ બને છે. આ વીજળીથી જ શાકબજારમાં રોશની થાય છે. અને જે બાયોફ્યુઅલ બને છે તેનાથી બજારની કેન્ટીનમાં રસોઇ કરવામાં આવે છે. છે ને કમાલનો પ્રયાસ..!
આવી જ એક કમાલ હરિયાણાના પંચકૂલાની બડૌત ગ્રામ પંચાયતે પણ કરી દેખાડી છે. આ પંચાયતના વિસ્તારમાં પાણીના નિકાલનો પ્રશ્ન હતો. તેણે કારણે ગંદુ પાણી આમતેમ ફેલાઇ રહ્યું હતું, બિમારી ફેલાવતું હતું. પરંતુ બડૌતના લોકોએ નક્કી કર્યું કે, આ પાણીના કચરામાંથી પણ સંપત્તિનું સર્જન કરીશું. ગ્રામપંચાયતે આખા ગામમાંથી આવતા ગંદા પાણીને એક જગ્યાએ એકઠું કરીને ફીલ્ટર કરવાનું શરૂ કર્યું. અને ગાળેલું આ પાણી હવે ગામના ખેતરોમાં સિંચાઇ માટે ઉપયોગ કરાઇ રહ્યું છે. એટલે કે, પ્રદૂષણ, ગંદકી અને બિમારીઓથી છૂટકારો પણ મળ્યો અને ખેતરોમાં સિંચાઇ પણ થઇ.
સાથીઓ, પર્યાવરણના રક્ષણથી આવકના કેવા રસ્તા પણ ખૂલ્યા છે. તેનું એક ઉદાહરણ અરૂણાચલ પ્રદેશના તવાંગમાં પણ જોવા મળ્યું. અરૂણચલ પ્રદેશના આ પહાડી વિસ્તારમાં સદીઓથી “મોન શુગુ” નામનું કાગળ બનાવામાં આવે છે. આ કાગળ ત્યાંના સ્થાનિક શુગુ શેંગ નામના એક છોડની છાલમાંથી બનાવાય છે. એટલા માટે આ કાગળને બનાવવા માટે ઝાડ કાપવા પડતા નથી. આ ઉપરાંત તેને બનાવવામાં કોઇ રસાયણનો ઉપયોગ પણ નથી થતો. એટલે કે, આ કાગળ પર્યાવરણ માટે પણ સુરક્ષિત છે. અને આરોગ્ય માટે પણ. એક એ પણ સમય હતો જયારે આ કાગળની નિકાસ થતી હતી. પરંતુ જયારે આધુનિક પદ્ધતિથી મોટા પ્રમાણમાં કાગળ બનવા લાગ્યા તો આ સ્થાનિક કલા બંધ થવાના આરે પહોંચી ગઇ હતી. હવે એક સ્થાનિક સામાજિક કાર્યકર્તા ગોમ્બૂએ આ કલાને ફરી જીવીત કરવાનો પ્રયાસ કર્યો છે. તેનાથી અહીંના આદિવાસી ભાઇઓ-બહેનોને રોજગારી પણ મળી રહી છે.
મેં વધુ એક ખબર કેરળની જોઇ છે. જે આપણને બધાને પોતાની જવાબદારીનો અહેસાસ કરાવે છે. કેરળના કોટ્ટયમમાં એક દિવ્યાંગ વડીલ છે. એન.એસ.રાજપ્પન સાહેબ રાજપ્પનજી લકવાના કારણે ચાલી શકતા નથી. પરંતુ એનાથી સ્વચ્છતા પ્રત્યેના તેમના સમર્પણમાં કોઇ ઓટ નથી આવી. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી હોડીથી વેમ્બનાડ સરોવરમાં જાય છે. અને સરોવરમાં ફેંકેલી પ્લાસ્ટીકની બોટલો બહાર કાઢીને લઇ આવે છે. વિચારો, રાજપ્પનજીની વિચારસરણી કેટલી ઉચ્ચ છે. આપણે પણ રાજપ્પનજીથી પ્રેરણા લઇને સ્વચ્છતા માટે જયાં શક્ય હોય ત્યાં પોતાનું યોગદાન આપવું જોઇએ.
મારા વ્હાલા દેશવાસીઓ, થોડા દિવસ પહેલાં તમે જોયું હશે કે, અમેરિકાના સાનફ્રાન્સિસ્કોથી બેંગલુરૂ માટે એક નોનસ્ટોપ ફલાઇટનું સૂકાન ભારતની ચાર મહિલા પાઇલોટોએ સંભાળ્યું હતું. 10 હજાર કિલોમીટરથી પણ વધુ લાંબી આ સફર કાપીને વિમાન સવા બસ્સોથી વધુ મુસાફરોને ભારત લઇને આવ્યું. તમે આ વખતે 26 જાન્યુઆરીની પરેડમાં પણ જોયું હશે કે જ્યાં ભારતીય હવાઇદળની બે મહિલા અધિકારીઓએ નવો ઇતિહાસ રચી દીધો છે. ક્ષેત્ર કોઇપણ હોય દેશની મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે. પરંતુ આપણે મોટાભાગે જોઇએ છીએ કે, દેશના ગામોમાં થઇ રહેલા આ પ્રકારના પરિવર્તનની એટલી ચર્ચા નથી થતી. એટલે જ જયારે મેં એક ખબર મધ્યપ્રદેશના જબલપુરના જોયા તો મને લાગ્યું કે, તેનો ઉલ્લેખ મારે મન કી બાતમાં ચોક્કસ કરવો જોઇએ. આ ખબર પણ બહુ પ્રેરણાદાયક છે. જબલપુરના ચીચગાંવમાં કેટલીક આદિવાસી મહિલાઓ એક રાઇસમિલમાં દાડિયા તરીકે કામ કરતી હતી. કોરોના વૈશ્વિક મહામારીએ જે રીતે દુનિયાની દરેક વ્યક્તિને અસર કરી છે. તે રીતે આ મહિલાઓ પણ અસરગ્રસ્ત થઇ. તેમની રાઇસમિલમાં કામ અટકી ગયું. સ્વાભાવિક છે કે, તેનાથી તેમની આવકમાં પણ મુશ્કેલી પડવા લાગી. પરંતુ તે મહિલાઓ નિરાશ ન થઇ. તેમણે હાર ન માની. તેમણે નક્કી કર્યું કે, તેઓ સાથે મળીને પોતાની ખુદની રાઇસમિલ શરૂ કરશે. જે મિલમાં તેઓ કામ કરતી હતી તે મિલમાલિક પોતાની મશીનરી વેચવા માગતા હતા. તેમાંથી મીના રાહંગડાલેજીએ બધી મહિલાઓને એકઠી કરીને સ્વયં સહાયતા જૂથ બનાવ્યું અને બધાએ પોતપોતાની બચાવેલી મૂડીમાંથી પૈસા એકઠા કર્યા. આ રકમ ઓછી પડી. એટલે તે માટે આજીવિકા મિશન અંતર્ગત બેંકમાંથી કરજ લીધું અને હવે જુઓ, આદિવાસી બહેનોએ એ જ રાઇસમિલ ખરીદી લીધી. જેમાં તેઓ કયારેક કામ કરતી હતી. આજે તેઓ પોતાની ખુદની રાઇલમિલ ચલાવી રહી છે. આટલા જ દિવસોમાં આ રાઇસમિલે લગભગ 3 લાખ રૂપિયાનો નફો કર્યો છે. આ નફામાંથી મીનાજી અને તેમની સાથી બહેનો સૌથી પહેલાં બેંકની લોન ચૂકવવા અને પછી પોતાનો વેપાર વધારવા માટે તૈયારી કરી રહી છે. કોરોનાએ જે પરિસ્થિતિ ઉભી કરી તેનો મુકાબલો કરવા માટે દેશના ખૂણેખૂણામાં આવા અદભૂત કામ થયા છે.
મારા વ્હાલા દેશવાસીઓ, જો હું તમને બુંદેલખંડ વિષે વાત કરૂં તો એવી કંઇ બાબતો છે જે તમારા મનમાં આવશે. ઇતિહાસમાં રસ ધરાવતા લોકો આ ક્ષેત્રને ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ સાથે જોડશે. તો કેટલાક લોકો સુંદર અને શાંત ઓરછા વિષે વિચારશે. કેટલાક લોકોને આ વિસ્તારમાં પડતી અતિશય ગરમીની પણ યાદ આવી જશે. પરંતુ હાલમાં અહીં કંઇક વિશેષ બની રહ્યું છે. જે સારૂં એવું ઉત્સાહવર્ધક છે. અને તેના વિશે આપણે જરૂર જાણવું જોઇએ. થોડા દિવસ પહેલાં ઝાંસીમાં એક મહિના સુધી ચાલનારો સ્ટ્રોબેરી ઉત્સવ શરૂ થયો. સૌ કોઇને આશ્ચર્ય થશે કે, સ્ટ્રોબેરી અને બુંદેલખંડ ! પરંતુ આ હકીકત છે. હવે બુંદેલખંડમાં સ્ટ્રોબેરીની ખેતીને લઇને ઉત્સાહ વધી રહ્યો છે. અને તેમાં બહુ મોટી ભૂમિકા ભજવી છે. ઝાંસીની એક દિકરીએ. ગુરલીન ચાવલાએ. કાયદાની વિદ્યાર્થીની ગુરલીને પહેલાં પોતાના ઘરે અને પછી પોતાના ખેતરમાં સ્ટ્રોબેરીની ખેતીનો સફળ પ્રયોગ કરીને વિશ્વાસ ઉભો કર્યો કે ઝાંસીમાં પણ આ થઇ શકે છે. ઝાંસીનો આ સ્ટ્રોબેરી ઉત્સવ ઘરે રહીને કામ કરોની સંકલ્પના પર ભાર મૂકે છે. આ મહોત્સવના માધ્યમથી ખેડૂતો અને યુવાનોને પોતાના ઘરની પાછળ ખાલી જગ્યા પર અથવા છત પર ટેરેસ ગાર્ડનમાં બાગાયત કામ કરવા અને સ્ટ્રોબેરી ઉગાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. નવી ટેકનોલોજીની મદદથી આવા જ પ્રયાસો દેશના અન્ય ભાગોમાં પણ થઇ રહ્યા છે. જે સ્ટ્રોબેરી કયારેક પહાડોની ઓળખાણ હતી તે હવે કચ્છની રેતાળ જમીન પર પણ થવા લાગી છે. ખેડૂતોની આવક વધી રહી છે.
સાથીઓ, સ્ટ્રોબેરી ઉત્સવ જેવા પ્રયોગ નવાચારની ભાવનાને તો પ્રદર્શિત કરે જ છે. પરંતુ સાથોસાથ એ પણ બતાવે છે કે આપણા દેશનું ખેતીક્ષેત્ર કેવી રેતી નવી ટેકનોલોજીને અપનાવી રહ્યું છે.
સાથીઓ, ખેતીને આધુનિક બનાવવા માટે સરકાર કટિબદ્ધ છે, અને અનેક કદમ ઉઠાવી રહી છે. સરકારના પ્રયાસો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.
મારા વ્હાલા દેશવાસીઓ, થોડા દિવસ પહેલાં જ મેં એક વિડિયો જોયો હતો. આ વિડિયો પશ્ચિમ બંગાળના પશ્ચિમ મીદનાપુરના નયા પિંગલા ગામના એક ચિત્રકાર સરમુદ્દીનનો હતો. તે ખુશી વ્યકત કરી રહ્યા હતા કે, રામાયણ પર બનાવવામાં આવેલું તેમનું ચિત્ર બે લાખ રૂપિયામાં વેચાયું છે. તેનાથી તેમના ગામવાસીઓને પણ ખૂબ ખુશી થઇ છે. આ વિડિયોને જોયા પછી મને તેના વિષે વધુ જાણવાની ઉત્સુકતા થઇ. આ જ ક્રમમાં મને પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલી એક ખૂબ સારી જાણકારી મળી. જે હું આપને જણાવવા ઇચ્છું છું. પર્યટનમંત્રાલયની પ્રાદેશિક કચેરીએ મહિનાની શરૂઆતમાં જ બંગાળના ગામોમાં ‘Incredible India Weekend Gateway’ ની શરૂઆત કરી. તેમાં પશ્ચિમ મીદનાપુર, બાંકુરા, બિરભૂમ, પૂરૂલિયા, પૂર્વ વર્ધમાન, વગેરે જીલ્લાના હસ્તશિલ્પ કલાકારોએ મુલાકાતીઓ માટે હસ્તકળા કાર્યશાળાનું આયોજન કર્યું. મને એ પણ જણાવવામાં આવ્યું કે, ‘Incredible India Weekend Gateway’ દરમ્યાન હસ્ત કલાકારીગરીની ચીજવસ્તુઓનું જે કુલ વેચાણ થયું તે હસ્તશિલ્પકારોને અત્યંત પ્રોત્સાહીત કરનારૂં છે. દેશભરના લોકો પણ નવી નવી રીતો દ્વારા આપણી કળાને લોકપ્રિય બનાવી રહ્યા છે. ઓડિશાના રાઉરકેલાની ભાગ્યશ્રી સાહુને જ જોઇ લો. આમ તો તેઓ એન્જીનિયરીંગના વિદ્યાર્થીની છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં તેમણે પટ્ટચિત્રકળા શીખવાનું શરૂ કર્યું અને તેમાં નિપૂણતા હાંસલ કરી લીધી છે. પરંતુ શું તમે જાણો છો કે એમણે ચિત્રકામ કયાં કર્યું. Soft Stones પર ! કોલેજ જવાના રસ્તે ભાગ્યશ્રીને આ સોફ્ટ સ્ટોન્સ મળ્યા. જેને તેમણે એકઠા કરી લીધા અને સાફ કર્યા. પછી તેમણે દરરોજ બે કલાક આ પથ્થરો પર પટ્ટચિત્ર શૈલીમાં ચિત્રકામ કર્યું. તેઓ આ પથ્થરો પર ચિત્રકામ કરી પોતાના દોસ્તોને ભેટ આપવા લાગ્યા. લોકડાઉન દરમિયાન તેમણે બોટલો ઉપર પણ ચિત્રો દોરવાનું શરૂ કરી દીધું. હવે તો તેઓ આ કળાઓ વિશે કાર્યશાળા પણ આયોજીત કરે છે. થોડા દિવસ પહેલાં જ સુભાષબાબુની જયંતિ ઉપર ભાગ્યશ્રીએ પથ્થર પર જ તેમને અનોખી શ્રદ્ધાંજલિ આપી. ભવિષ્યના તેમના આ પ્રયાસો માટે હું તેમને શુભેચ્છાઓ પાઠવું છું. કળા અને રંગોની મદદથી ઘણુંબધું નવું શીખી શકાય છે, કરી શકાય છે. ઝારખંડના દુમકામાં કરવામાં આવેલા એવા જ અનુપમ પ્રયાસ વિશે મને જણાવવામાં આવ્યું. અહીં માધ્યમિક શાળાના એક આચાર્યે બાળકોને ભણાવવા અને શીખવવા માટે ગામની દિવાલોને અંગ્રેજી અને હિંદીના અક્ષરોથી ચિતરાવી દીધી, સાથોસાથ તેમાં અલગઅલગ ચિત્રો પણ બનાવાયા છે. તેનાથી ગામના બાળકોને સારી એવી મદદ મળી રહી છે. આ પ્રકારના પ્રયાસોમાં લાગેલા છે તેવા તમામ લોકોને હું અભિનંદન આપું છું.
મારા વ્હાલા દેશવાસીઓ, ભારતથી હજારો કિલોમીટર દૂર કેટલાય મહાસાગરો, મહાદ્વીપોની પેલે પાર એક દેશ છે. જેનું નામ છે, ચીલી. Chile ભારતથી ચીલી પહોંચતા ઘણો વધારે સમય લાગે છે. પરંતુ ભારતીય સંસ્કૃતિની ફોરમ ત્યાં ઘણા સમય પહેલાંથી જ પ્રસરેલી છે. વધુ એક ખાસ વાત એ છે કે, ત્યાં યોગ બહુ વધારે લોકપ્રિય છે. તમને એ જાણીને સારૂં લાગશે કે, ચીલીની રાજધાની સાન્ટીયાગોમાં 30થી વધારે યોગ વિદ્યાલય છે. ચીલીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે. મને જણાવવામાં આવ્યું છે કે, ત્યાંના House of Deputies માં યોગ દિવસને લઇને ખૂબ જ ઉષ્માભર્યું વાતાવરણ હોય છે. કોરોનાના આ સમયમાં રોગપ્રતિકાર શક્તિ પર ભાર અને રોગપ્રતિકાર શક્તિ વધારવામાં યોગની તાકાતને જોઇને હવે તે લોકો યોગને પહેલાં કરતાં ઘણું વધારે મહત્વ આપી રહ્યા છે. ચીલીની કોંગ્રેસ એટલે કે ત્યાંની સંસદે એક પ્રસ્તાવ પસાર કર્યો છે. ત્યાં ચાર નવેંબરે રાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. હવે તમે એ વિચારી શકો છો કે આખરે 4 નવેંબરમાં એવું શું છે ? 4 નવેંબર, 1962ના દિવસે હોજે રાફાલ એસ્ટ્રાડા દ્વારા ચીલીની પહેલી યોગ સંસ્થા સ્થાપવામાં આવી હતી. તે દિવસને રાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરીને એસ્ટ્રાડાજીને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ચીલીની સંસદ દ્વારા અપાયેલું એક વિશેષ સન્માન છે. જેના પર દરેક ભારતીયને ગર્વ છે. આમ તો, ચીલીની સંસદ સાથે જોડાયેલી વધુ એક વાત પણ તમને રસપ્રદ લાગશે. ચીલીની સંસદના ઉપરાષ્ટ્રપતિનું નામ રબિન્દ્રનાથ ક્વિન્ટેરોસ છે. તેમનું આ નામ વિશ્વકવિ ગુરૂદેવ ટાગોરથી પ્રેરિત થઇને રાખવામાં આવ્યું છે.
મારા વ્હાલા દેશવાસીઓ, મહારાષ્ટ્રના જાલનાના ડોકટર સ્વપ્નીલ મંત્રી અને કેરળના પલક્કડના રાજગોપાલને મને માય ગોવ પર આગ્રહ કર્યો છે કે હું મન કી બાતમાં માર્ગ સલામતિ વિશે પણ આપની સાથે વાત કરૂં. આ મહિને જ 18 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી આપણો દેશ માર્ગ સલામતિ મહિનો એટલે કે, ‘Road Safety Month’ પણ મનાવી રહ્યો છે. માર્ગ અકસ્માતો આજે આપણા દેશમાં જ નહિં, પરંતુ દુનિયાભરમાં ચિંતાનો વિષય છે. આજે ભારતમાં માર્ગ સલામતિ માટે સરકારની સાથે જ વ્યક્તિગત અને સામૂહિક સ્તરે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિંદગી બચાવવાના આ પ્રયાસોમાં આપણે બધાએ સક્રિય રૂપે ભાગીદાર થવું જોઇએ.
સાથીઓ, તમે જોયું હશે કે, સરહદ માર્ગ સંગઠન જે રસ્તા બનાવે છે તેના પરથી પસાર થતાં આપને મોટા મોટા નવીનતાપૂર્ણ સૂત્રો જોવા મળે છે. ‘This is highway not runway’ અથવા ‘Be Mr. Late than Late Mr.’ જેવા સૂત્રો માર્ગ પર સાવધાની રાખવા માટે લોકોને જાગૃત કરવામાં સારા એવા અસરકારક હોય છે. હવે તમે પણ એવા જ નવીનતાપૂર્ણ સૂત્રો અથવા આકર્ષક શબ્દસમૂહ-રૂઢિપ્રયોગો માય ગોવ પર મોકલી શકો છો. તમારા સારા સૂત્રો પણ આ અભિયાનમાં ઉપયોગ કરવામાં આવશે.
સાથીઓ, માર્ગ સલામતિ વિશે વાત કરતાં હું નમો એપ પર કોલકતાના અપર્ણા દાસજીની એક પોસ્ટની પણ ચર્ચા કરવા ઇચ્છું છું. અપર્ણાજીએ મને ‘FASTag’ કાર્યક્રમ પર વાત કરવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે, ‘FASTag’ થી મુસાફરીનો અનુભવ જ બદલાઇ ગયો છે. તેનાથી સમયની બચત તો થાય છે જ. સાથે ટોલ પ્લાઝા પર અટકવાની, રોકડ ચૂકવણીની ચિંતા કરવા જેવી મુશ્કેલીઓ પણ ખતમ થઇ ગઇ છે. અપર્ણાજીની વાત સાચી પણ છે. પહેલાં આપણે ત્યાં ટોલ પ્લાઝા પર એક ગાડીને સરેરાશ 7 થી 8 મિનીટ થઇ જતી હતી. પરંતુ ‘FASTag’ આવ્યા પછી આ સમય સરેરાશ માત્ર દોઢ બે મિનીટનો રહી ગયો છે. ટોલ પ્લાઝા ઉપર રાહ જોવાના સમયમાં ઘટાડો થવાથી ગાડીના ઇંધણની પણ બચત થઇ રહી છે. તેનાથી દેશવાસીઓના લગભગ 21 હજાર કરોડ રૂપિયા બચવાનું અનુમાન છે. એટલે કે, પૈસાની પણ બચત અને સમયની પણ બચત. મારો આપ સૌને આગ્રહ છે કે, તમામ માર્ગદર્શક સુચનાઓનું પાલન કરવાની સાથે તમારૂં પણ ધ્યાન રાખો અને બીજાનું જીવન પણ બચાવો.
મારા વ્હાલા દેશવાસીઓ, આપણે ત્યાં કહેવામાં આવે છે કે, “जलबिंदु निपातेन क्रमशः पूर्यते घटः” એટલે કે, એક એક ટીપાથી જ ઘડો ભરાય છે. આપણા એક એક પ્રયાસથી જ આપણો સંકલ્પ સિદ્ધ થાય છે. એટલા માટે 2021ની શરૂઆત જે લક્ષ્યોની સાથે આપણે કરી છે. તેને આપણે બધાએ મળીને જ પૂરા કરવાના છે. તો આવો આપણે બધા મળીને આ વર્ષને સાર્થક કરવા માટે પોતપોતાના ડગલાં આગળ વધારીએ. તમે તમારો સંદેશ, તમારા વિચારો જરૂર મોકલતા રહેજો. આવતા મહિને આપણે ફરી મળીશું.
इति–विदा पुनर्मिलनाय !
મારા પ્રિય દેશવાસીઓ,
નમસ્કાર, આજે 27 ડિસેમ્બર છે. ચાર દિવસ બાદ જ 2021ની શરૂઆત થવા જઈ રહી છે. આજે મન કી બાત એક પ્રકારે 2020ની છેલ્લી મન કી બાત છે. આગળની મન કી બાત 2021માં પ્રારંભ થશે. સાથીઓ, મારી સામે તમારા લખેલા ઘણાં બધા પત્રો છે. MyGOV પર તમે જે વિચારો મોકલો છો, તે પણ મારી સામે છે. કેટલાય લોકોએ ફોન કરીને પોતાની વાત જણાવી છે. મોટાભાગના સંદેશાઓમાં વિતેલા વર્ષોનો અનુભવ અને 2021 સાથે જોડાયેલા સંકલ્પો છે. કોલ્હાપુરથી અંજલિએ લખ્યું છે, કે નવા વર્ષે આપણે બીજાને શુભેચ્છા પાઠવીએ છીએ, શુભકામનાઓ આપીએ છીએ, તો આ વખતે આપણે એક નવું કામ કરીએ. કેમ ન આપણે આપણા દેશને શુભેચ્છા આપીએ, દેશને પણ શુભકામનાઓ આપીએ. અંજલિજી ખરેખર, ઘણો જ સારો વિચાર છે. આપણો દેશ 2021માં સફળતાઓના નવા શિખરો સર કરે, દુનિયામાં ભારતની ઓળખ વધુ સશક્ત થાય, તેની ઈચ્છાથી મોટું શું હોઈ શકે છે.
સાથીઓ, NamoApp પર અભિષેકજી એ એક મેસેજ પોસ્ટ કર્યો છે. તેમણે લખ્યું છે કે 2020 એ જે-જે દેખાડી દીધું, જે-જે શિખવાડી દીધું, તે ક્યારેય વિચાર્યું પણ નહોતું. કોરોના સાથે જોડાયેલી તમામ વાતો તેમણે લખી છે. આ પત્રોમાં, આ સંદેશાઓમાં. મને એક વાત જે common દેખાઈ રહી છે, ખાસ જોવામાં આવી રહી છે, તે હું આજે આપની સાથે share કરવા માંગીશ. મોટાભાગના પત્રોમાં લોકોએ દેશના સામર્થ્ય, દેશવાસીઓની સામૂહિક શક્તિની ભરપૂર પ્રશંસા કરી છે. જ્યારે જનતા કર્ફ્યૂ જેવો અભિનવ પ્રયોગ, આખા વિશ્વ માટે પ્રેરણા બન્યો, જ્યારે તાળી-થાળી વગાડીને દેશે આપણા કોરોના વોરિયર્સનું સન્માન કર્યું હતું, એકતા દેખાડી હતી, તેને પણ કેટલાય લોકોએ યાદ કર્યું છે.
સાથીઓ, દેશના સામાન્ય થી સામાન્ય માનવીએ આ બદલાવને અનુભવ્યો છે. મેં દેશમાં આશાનો એક અદભૂત પ્રવાહ પણ જોયો છે. પડકારો ઘણાં આવ્યા. સંકટ પણ અનેક આવ્યા. કોરોનાને કારણે દુનિયામાં supply chain ને લઈને પણ અનેક મુશ્કેલીઓ આવી, પરંતુ આપણે દરેક સંકટમાંથી નવી શિખ લીધી. દેશમાં નવું સામર્થ્ય પેદા થયું. જો શબ્દોમાં કહેવું હોય તો આ સામર્થ્યનું નામ છે, આત્મનિર્ભરતા.
સાથીઓ, દિલ્હીમાં રહેતા અભિનવ બેનર્જીએ પોતાનો જે અનુભવ મને લખીને મોકલ્યો છે તે પણ ઘણો રસપ્રદ છે. અભિનવજી ને તેમના સગાંમાં બાળકોને ગીફ્ટ આપવા માટે કેટલાક રમકડાં ખરીદવા હતા, તેથી તેઓ દિલ્હીની ઝંડેવાલા માર્કેટ ગયા હતા. તમારામાંથી ઘણાં લોકો જાણતા જ હશે, આ માર્કેટ દિલ્હીમાં સાઈકલ અને રમકડાં માટે જાણીતી છે. પહેલાં ત્યાં મોંઘા રમકડાંનો મતલબ પણ imported રમકડાં થતો હતો, અને સસ્તા રમકડાં પણ બહારથી આવતા હતા. પરંતુ અભિનવજીએ પત્રમાં લખ્યું છે કે, હવે ત્યાંના કેટલાય દુકાનદાર customers ને એમ કહી-કહીને રમકડાં વેચી રહ્યા છે કે સારું રમકડું છે, કારણ કે તે ભારતમાં બનેલું છે, ‘Made in India’ છે. Customers પણ India made toys ની જ માગ કરી રહ્યા છે. આ જ તો છે, આ એક વિચારમાં કેટલું મોટું પરિવર્તન – આ તો જીવતો-જાગતો પૂરાવો છે. દેશવાસીઓના વિચારમાં કેટલું મોટું પરિવર્તન આવી રહ્યું છે અને તે પણ એક વર્ષની અંદર-અંદર. આ પરિવર્તનને આંકવું સરળ નથી. અર્થશાસ્ત્રી પણ તેને પોતાની રીતે માપી શકતા નથી.
સાથીઓ, મને વિશાખાપટ્ટ્નમથી વેંકટ મુરલીપ્રસાદજીએ જે લખ્યું છે, તેમાં પણ એક અલગ જ પ્રકારનો આઈડિયા છે. વેંકટજીએ લખ્યું છે, હું આપને twenty, twenty one માટે બે હજાર એકવીસ માટે, મારું ABC attach કરી રહ્યો છું. મને કંઈ સમજણ ન પડી, કે આખરે ABC થી એમનો મતલબ શું છે. ત્યારે મેં જોયું કે વેંકટજીએ પત્રની સાથે એક ચાર્ટ પણ અટેચ કરી રાખ્યો હતો. મેં એ ચાર્ટ જોયો અને પછી સમજ્યો કે ABC નો તેમનો મતલબ છે – આત્મનિર્ભર ભારત ચાર્ટ, ABC. તે ઘણું જ રસપ્રદ છે. વેંકટજીએ એ બધી વસ્તુનું આખું લીસ્ટ બનાવ્યું છે, જેનો તેઓ દરરોજ વપરાશ કરે છે. તેમાં electronics, stationery, self care items આ ઉપરાંત અન્ય પણ ઘણું બધું સામેલ છે. વેંકટજીએ કહ્યું કે આપણે જાણતા-અજાણતા, એ વિદેશી પ્રોડક્ટ્સનો વપરાશ કરી રહ્યા છીએ, જેના વિકલ્પો ભારતમાં સરળતાથી ઉપલબ્ધ છે. હવે તેમણે સોગંધ ખાધા છે કે હું એ જ પ્રોડક્ટનો વપરાશ કરીશ, જેમાં આપણા દેશવાસીઓની મહેનત અને પરસેવો લાગ્યો હોય.
સાથીઓ, પરંતુ તેની સાથે જ તેમણે કંઈક એવું પણ કહ્યું છે, જે મને ઘણું રોચક લાગ્યું છે. તેમણે લખ્યું છે કે આપણે આત્મનિર્ભર ભારતનું સમર્થન કરી રહ્યા છીએ, પરંતુ આપણા manufacturers, તેમને માટે પણ સાફ સંદેશ હોવો જોઈએ, કે તે products ની quality સાથે કોઈ સમજૂતી ન કરે. વાત તો સાચી છે. Zero effect, zero defect ના વિચાર સાથે કામ કરવાનો આ ઉચિત સમય છે. હું દેશના manufacturers અને industry leaders ને આગ્રહ કરું છું, દેશના લોકોએ મજબૂત પગલાં ઉઠાવ્યા છે, મજબૂત પગલાં આગળ ભર્યા છે. વોકલ ફોર લોકલ એ આજે ઘર-ઘરમાં ગૂંજી રહ્યું છે. તેવામાં, હવે એ સુનિશ્ચિત કરવાનો સમય છે કે આપણા પ્રોડક્ટ્સ વિશ્વ સ્તરના હોય. જે પણ ગ્લોબલ બેસ્ટ છે, તે આપણે ભારતમાં બનાવીને દેખાડીએ. તેને માટે આપણા ઉદ્યમી સાથીઓએ આગળ આવવાનું છે. સ્ટાર્ટ-અપ્સ ને પણ આગળ આવવાનું છે. ફરી એકવાર હું વેંકટજીને તેમના ઘણાં જ સારા પ્રયાસ માટે શુભેચ્છા આપું છું.
સાથીઓ, આપણે એ ભાવનાને જાળવી રાખવાની છે, બચાવીને રાખવાની છે અને વધારતા રહેવાની છે. મેં પહેલાં પણ કહ્યું છે, અને પાછું હું દેશવાસીઓને આગ્રહ કરું છું. તમે પણ એક યાદી બનાવો. દિવસભર આપણે જે ચીજવસ્તુઓ કામમાં લઈએ છીએ, તે બધી ચીજોનું વિશ્લેષણ કરી અને એ જુઓ કે જાણતા-અજાણતા કઈ વિદેશમાં બનેલી ચીજોએ આપણા જીવનમાં પ્રવેશ કરી લીધો છે. એક પ્રકારે, આપણને બંદી બનાવી લીધા છે. તેના ભારતમાં બનેલા વિકલ્પો વિશે જાણો, અને તે પણ નક્કી કરો કે હવેથી ભારતમાં બનેલા, ભારતના લોકોની મહેનત અને પરસેવાથી બનેલા ઉત્પાદનોનો આપણે ઉપયોગ કરીશું. તમે દર વર્ષે new year resolutions લ્યો છો, આ વખતે એક resolution પોતાના દેશ માટે પણ જરૂર લેવાનું છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશમાં (આતતાઈઓ)થી, અત્યાચારીઓથી દેશની હજારો વર્ષ જૂની સંસ્કૃતિ, સભ્યતા, આપણા રીત-રિવાજને બચાવવા માટે, કેટલા મોટા બલિદા