Text Speeches

તમારા બધા સાથે વાત કરીને મને ખૂબ સારું લાગ્યું. દર વર્ષે મારો આ પ્રયાસ રહે છે કે તમારા જેવા યુવાન સાથીઓ સાથે વાતચીત કરું, તમારા વિચારોને સતત જાણતો રહું. તમારી વાતો, તમારા પ્રશ્નો, તમારી ઉત્સુકતા મને પણ ભવિષ્યના પડકારોનો સામનો કરવામાં મદદ કરે છે.…
July 31, 2021
શેર
નમસ્કાર, કાર્યક્રમમાં મારી સાથે જોડાઈ રહેલા કેબિનેટના મારા સાથી સહયોગીગણ, રાજ્યોના માનનીય રાજ્યપાલ, તમામ સન્માનિત મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ, રાજય સરકારના મંત્રીગણ, ઉપસ્થિત શિક્ષણવિદો, અધ્યાપકગણ, તમામ અભિભાવક અને મારા પ્રિય યુવાન સાથીઓ.
July 29, 2021
શેર
બે દિવસ પહેલાં જ કેટલીક અદ્ભૂત તસવીરો, કેટલીક યાદગાર પળો, હજુ પણ મારી આંખોની સામે છે. આથી આ વખતે ‘મન કી બાત’ની શરૂઆત એ જ પળોથી કરીએ છીએ. ટૉક્યો ઑલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓને તિરંગો લઈને ચાલતા જોઈને હું જ નહીં, સમગ્ર દેશ રોમાંચિત થઈ ગયો. સમગ્ર દેશે જાણે કે એક થઈને પોતાના આ યૌદ્ધાઓને કહ્યું,
July 25, 2021
શેર
આપ સૌને ધમ્મચક્ર પ્રવર્તન દિવસ અને આષાઢી પૂર્ણિમાના પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવુ છું. આજે આપણે ગુરૂ-પૂર્ણિમા પણ ઉજવીએ છીએ, અને આજના જ દિવસે જ ભગવાન બુધ્ધે બુધ્ધત્વની પ્રાપ્તિ પછી પોતાનું પ્રથમ જ્ઞાન દુનિયાને આપ્યું હતું. જ્યા જ્ઞાન છે, ત્યાં જ પૂર્ણતા છે, ત્યાં જ પૂર્ણિમા છે. અને ઉપદેશ આપનારા સ્વયં બુધ્ધ હોય તો સ્વાભાવિક છે કે જ્ઞાન સંસારના કલ્યાણનો પર્યાય બની જાય છે.ત્યાગ અને તિતિક્ષાનુ તપ ધરાવતા બુધ્ધ જ્યારે બોલે છે ત્યારે માત્ર શબ્દો જ નીકળતા નથી પણ ધમ્મચક્રનુ પ્રવર્તન થાય છે. આટલા માટે તે
July 24, 2021
શેર
સાથીઓ બધાનું સ્વાગત છે અને હું આશા રાખું છું કે તમે બધાએ રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો હશે. પરંતુ તે છતાં, હું સૌ મિત્રોને પ્રાર્થના પણ કરું છું, ગૃહના બધા સાથીઓને પણ કોરોના પ્રોટોકોલને અનુસરવા સહયોગ આપવા વિનંતી કરું છું. હવે આ રસી બાહુ પર લગાડવામાં આવે છે, અને જ્યારે આ રસી બાહુ ઉપર લગાવવામાં આવે છે, ત્યારે દરેક બાહુબલી બની જાય છે. અને કોરોના સામે લડવા માટે બાહુબલી બનવાનો એકમાત્ર રસ્તો છે તમારા બાહુ (હાથ) પર એક રસી મુકાવી દેવી.
July 19, 2021
શેર
મંત્રીમંડળમાં મારી સાથીદાર અને ગાંધીનગરના સાંસદ શ્રીમાન અમિત શાહ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીજી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ, રાજ્ય કક્ષાના કેન્દ્રીય રેલવે મંત્રી શ્રીમતી દર્શના જરદોશજી, ગુજરાત સરકારના મંત્રીમંડળના અન્ય સભ્યો, સંસદમાં મારા સાથી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના પ્રમુખ શ્રીમાન સી આર પાટિલજી, અન્ય સાંસદગણ, ધારાસભ્યો અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો, તમને બધાને નમસ્કાર.
July 16, 2021
શેર
કોરોના વિરૂધ્ધ દેશની લડતમાં કેટલાક મહત્વના મુદ્દા પર આપ સૌએ તમારી વાત રજૂ કરી છે. હમણાં બે દિવસ પહેલાં ઉત્તરપૂર્વના તમામ માનનીય મુખ્યમંત્રીઓ સાથે મને આ વિષય ઉપર ચર્ચા કરવાની તક મળી હતી, કારણ કે જ્યાં જયાં ચિંતાજનક હાલત છે તે રાજ્યો સાથે હું વિશેષપણે વાત કરી રહ્યો છું.
July 16, 2021
શેર
આ કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, ઊર્જાવંત અને લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, ભારતમાં જાપાનના રાજદૂત શ્રીમાન સુઝુકી સાતોશીજી, સંસદમાં મારા સાથીદાર રાધામોહન સિંહજી, કાશીના તમામ પ્રબુદ્ધજન અને સન્માનિત સાથીદારો!
July 15, 2021
શેર
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતિ આનંદીબહેન પટેલ, ઉત્તર પ્રદેશના યશસ્વી, ઊર્જાવાન અને કર્મઠ મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીગણ, ધારાસભ્યગણ તથા બનારસના મારા ભાઈઓ અને બહેનો,
July 15, 2021
શેર