દેશના તમામ વિસ્તારોમાં સક્રિય હાજરી સાથે ભારતીય જનતા પાર્ટી ભારતમાં સહુથી મોટો રાજકીય પક્ષ છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં ભાજપ ત્રણ દાયકામાં એવો પહેલો પક્ષ બન્યો જેણે એકલે હાથે બહુમતી મેળવી હતી. તે આ સિદ્ધિ હાંસલ કરનારો પ્રથમ બિનકોંગ્રેસી પક્ષ પણ બન્યો હતો.
૨૬મી મે ૨૦૧૪ના દિવસે શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમના નેતૃત્ત્વ હેઠળ ભાજપના વડપણ હેઠળની એનડીએ સરકારે સમાવેશી અને વિકાસલક્ષી શાસનના યુગમાં પ્રવેશ કર્યો છે જે ખેડૂતો, ગરીબો, સીમાંત, યુવાન, મહિલાઓ અને નવા મધ્યમવર્ગની આકાંક્ષાને પૂરી પાડે છે.

રાષ્ટ્રપતિ ભવન ખાતે શ્રી નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં વડાપ્રધાન તરીકે શપથ લીધા
ભાજપનો ઈતિહાસ તેને ૧૯૮૦માં લઇ જાય છે જ્યારે આ પક્ષે શ્રી અટલ બિહારી વાજપેયીના નેતૃત્ત્વ હેઠળ જન્મ લીધો હતો. ભાજપનો પુરોગામી ભારતીય જન સંઘ ૧૯૫૦, ૬૦ અને ૭૦ના દાયકાઓમાં ભારતીય રાજકારણમાં સક્રિય હતો અને તેના આગેવાન શ્રી શ્યામા પ્રસાદ મુખરજીએ સ્વતંત્રત ભારતના પ્રથમ કેબિનેટમાં પોતાની સેવાઓ આપી હતી. જન સંઘ શ્રી મોરારજી દેસાઈના નેતૃત્ત્વ હેઠળની ૧૯૭૭-૧૯૭૯ના સમયની જનતા પાર્ટી સરકારનો અંતરંગ ભાગ રહ્યો હતો. આ ભારતના ઇતિહાસમાં સર્વપ્રથમ બિનકોંગ્રેસી સરકાર હતી.

દિલ્હી ખાતે ભાજપની બેઠકમાં શ્રી એલ કે અડવાણી, શ્રી અટલ બિહારી વાજપેયી અને શ્રી મુરલી મનોહર જોષી
ભાજપ એક મજબૂત, સ્વનિર્ભર, સમાવેશી અને સમૃદ્ધ ભારત બનાવવા માટે કટિબદ્ધ છે જે આપણી પ્રાચીન સંસ્કૃતિ અને પ્રકૃતિ પરથી પ્રેરણા લેતું હોય. પક્ષ પંડિત દીન દયાલ ઉપાધ્યાય દ્વારા પ્રસ્તાવિત ‘અભિન્ન હિંદુત્વ’ની ફિલસુફીથી ઊંડી પ્રેરણા મેળવે છે. ભાજપ ભારતના સમાજના દરેક ક્ષેત્ર, ખાસકરીને ભારતના યુવાનો તરફથી સતત સમર્થન મેળવી રહ્યો છે.
ભાજપ એક મજબૂત, સ્વનિર્ભર, સમાવેશી અને સમૃદ્ધ ભારત બનાવવા માટે કટિબદ્ધ છે જે આપણી પ્રાચીન સંસ્કૃતિ અને પ્રકૃતિ પરથી પ્રેરણા લેતું હોય. પક્ષ પંડિત દીન દયાલ ઉપાધ્યાય દ્વારા પ્રસ્તાવિત ‘અભિન્ન હિંદુત્વ’ની ફિલસુફીથી ઊંડી પ્રેરણા મેળવે છે. ભાજપ ભારતના સમાજના દરેક ક્ષેત્ર, ખાસકરીને ભારતના યુવાનો તરફથી સતત સમર્થન મેળવી રહ્યો છે.

નવી દિલ્હીમાં પક્ષની બેઠકમાં ભાજપના આગેવાનો
૧૯૯૬ના ઉનાળામાં શ્રી અટલ બિહારી વાજપેયીએ દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા જે પહેલા એવા વડાપ્રધાન હતા જેમની કોઇપણ પ્રકારની કોંગ્રેસી પશ્ચાદભૂ ન હતી. ભાજપને લોકોનું સમર્થન ૧૯૯૮ અને ૧૯૯૯માં પણ છ વર્ષ માટે, ૧૯૯૮-૨૦૦૪ સુધી સરકાર ચલાવવા મળ્યું. શ્રી વાજપેયીના વડપણ હેઠળની એનડીએ સરકાર આજે પણ એ વિકાસની પહેલ માટે યાદ કરવામાં આવે છે જે ભારતને વિકાસની નવી ઉંચાઈએ લઇ ગયું.

નવી દિલ્હીમાં શ્રી અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરતા
શ્રી નરેન્દ્ર મોદીએ મુખ્યધારાના રાજકારણમાં ૧૯૮૭માં ઝંપલાવ્યું હતું અને એક વર્ષમાં તેઓ ગુજરાત ભાજપના જનરલ સેક્રેટરી બન્યા હતા. તેમનું સંસ્થાકીય કૌશલ્ય ૧૯૮૭ની ન્યાય યાત્રા અને ૧૯૮૯ની લોક શક્તિ યાત્રા પાછળ જવાબદાર હતું. આ પ્રયાસોએ ભાજપને ગુજરાતમાં શરૂઆતમાં ૧૯૯૦માં થોડા સમય માટે અને ૧૯૯૫થી અત્યારસુધી સત્તામાં આવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી. શ્રી મોદી ભાજપના નેશનલ સેક્રેટરી ૧૯૯૫માં બન્યા અને ૧૯૯૮માં તેમને જનરલ સેક્રેટરી (ઓર્ગેનાઈઝેશન) ની જવાબદારી આપવામાં આવી જે પક્ષના માળખામાં ખૂબ મહત્ત્વનો હોદ્દો છે. ૩ વર્ષ બાદ પક્ષે તેમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સોંપી. તેઓ મુખ્યમંત્રી તરીકે ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨માં ફરીથી ચૂંટાઈ આવ્યા.
ભાજપ વિશે વધુ જાણો, પાર્ટીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
ભારતીય જનતા પાર્ટીનું ટ્વિટર પેજ
શ્રી લાલકૃષ્ણ અડવાણીજીની વેબસાઈટ
બીજેપી પ્રમુખ શ્રી જેપી નડ્ડાનું ટ્વિટર પેજ
ભાજપના મુખ્યમંત્રીઓ
ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી, ગુજરાતની વેબસાઇટ
મનોહર લાલ ખટ્ટર, મુખ્યમંત્રી, હરિયાણાની વેબસાઈટ,
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથનું ટ્વિટર એકાઉન્ટ
યોગી આદિત્યનાથ, મુખ્યમંત્રી, ઉત્તર પ્રદેશની વેબસાઇટ
ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીનું ટ્વિટર એકાઉન્ટ
આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાનું ટ્વિટર એકાઉન્ટ
ત્રિપુરાના સીએમ માણિક સાહાનું ટ્વિટર એકાઉન્ટ
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુનું ટ્વિટર પેજ
ગોવાના મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંતનું ટ્વિટર પેજ