શેર
 
Comments 52 Comments

સંવેદનશીલ લેખક, કવિ અને સંસ્કૃતિપ્રેમી...નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વના આ કેટલાક અલગ પાસા પણ છે. તેમના વ્યસ્ત, ઘણી વખત અતિ વ્યસ્ત અને થકવી દે એવી દિનચર્યા વચ્ચે પણ નરેન્દ્ર મોદી યોગ, લેખન, સોશિયલ મીડિયા પર લોકો સાથે આદાનપ્રદાન વગેરે જેવા તેમના મનપસંદ કાર્યોની મજા માણવા સમય ફાળવે છે. તેમની રેલીઓ વચ્ચે તમે તેમની કેટલીક ટ્વિટ જોઈ હશે. તેઓ યુવાન વયથી લેખનકાર્ય કરી રહ્યા છે. આ વિભાગ તમને નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ સાથે સંબંધિત એવા પાસા વિશે જણાવે છે,જેનાથી તમે અત્યારે 24/7 બ્રેકિંગ ન્યૂઝના યુગમાં અજાણ હોઈ શકો છો!

“યોગ ભારતની માનવજાતને ભેટ છે, જેના થકી આપણે સંપૂર્ણ જગત સુધી પહોંચી શકીએ. યોગનો સંબંધ ફક્ત રોગમુક્તિ સાથે જ નહીં, પણ ભોગમુક્તિ સાથે વિશેષ છે.”
નરેન્દ્ર મોદીનું એ વિષય પર શ્રેષ્ઠ ભાષણ, જેની સાથે તેઓ ગાઢ રીતે સંકળાયેલા છે – યોગ.
 
તેમના પુસ્તકો તેમના ભાષણો જેટલા જ પ્રેરક, ઉપયોગી અને માહિતીસભર છે. નરેન્દ્ર મોદીના દરેક પુસ્તક માહિતીનો ખજાનો, વિચારોથી સમૃદ્ધ અને તેમના જીવન સાથે સંબંધિત ઘટનાઓનો ચિતાર રજૂ કરે છે.
કટોકટીના કાળા દિવસો દરમિયાન ગુજરાતની સ્થિતિ વિશે જાણકારી મેળવો, નરેન્દ્ર મોદીના સામાજિક સમાનતા વિશે વિચારો જાણો અને તેઓ શા માટે આપણી ભવિષ્યની પેઢીઓ માટે હરિયાળી પૃથ્વીના નિર્માણને સૌથી વધુ મહત્વપૂર્ણ ગણે છે એને સમજો…
 
“સાક્ષીભાવ જ્યારે હું 36 વર્ષનો હતો, ત્યારે મારો જગત જનની મા સાથે થયેલા સંવાદનું સંકલન છે…તે વાચકોને મારી સાથે જોડે છે અને તેઓ મને મારા શબ્દો મારફતે જાણે છે, નહીં કે અખબારો મારફતે જ.”
તમને ખબર છે કે યુવાન નરેન્દ્ર મોદી રોજનીશી (ડાયરી) લખતા હતા, પણ દર 6થી 8 મહિને તેના પાના બાળી નાખતા હતા ? એક દિવસ એક પ્રચારક તેમને આવું કરતા જોઈ ગયા હતા અને આવું ન કરવા વિનંતી કરી...આ જ કાગળિયાઓએ સાક્ષીભાવનું સ્વરૂપ ધારણ કર્યું, જે 36 વર્ષના નરેન્દ્ર્ મોદીના વિચારોનું કલેક્શન છે.
 
“જે વાત ગદ્ય સ્વરૂપે સમજાવી ન શકાય એ જ વાત ઘણી વખત કવિતામાં વ્યક્ત થઈ શકે છે…”
અહીં નરેન્દ્ર મોદીની કવિતાઓનો ક્રમ આપ્યો છે. ગુજરાતમાં લખેલી આ કવિતાઓ પ્રકૃતિની દેવી અને રાષ્ટ્રવાદ જેવા વિષયો સાથે સંબંધિત છે
 
“કળા, સંગીત અને સાહિત્ય રાજ્ય પર આશ્રિત ન હોવા જોઈએ. તેની કોઈ મર્યાદા ન હોવી જોઈએ. સરકારે આ પ્રકારની પ્રતિભાને ઓળખવી જોઈએ અને તેને પ્રોત્સાહન આપવું જોઈએ.”
આ નરેન્દ્ર મોદીની લોકપ્રિય સંસ્કૃતિ પર માન્યતાઓ જણાવે છે. કટોકટી વિરોધી સંઘર્ષમાં સક્રિય રીતે સંકળાયેલા હોવાથી તેમના માટે અભિવ્યક્તિનું સ્વાતંત્ર્યની કલમ અતિ મહત્વપૂર્ણ છે, જેને તેઓ પોતાની કામગીરીમાં અનુસરે છે.  તમને પ્રસિદ્ધ કલાકારો સાથે આ આદાનપ્રદાનની મજા આવશે.
પાનખરના હૃદયમાંથી વસંતનું આગમન થાય છે!

શ્રી નરેન્દ્ર મોદી રચિત સુંદર કવિતા કલાકાર પાર્થિવ ગોહિલ ગાય છે
 
સુંદર કવિતા સાથે નવરાત્રિના રંગ અને ઉત્સાહને માણો
નવરાત્રિ પર શ્રી નરેન્દ્ર મોદી રચિત કવિતા
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
India to enhance cooperation in energy, skill development with Africa

Media Coverage

India to enhance cooperation in energy, skill development with Africa
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
હૃદયની સારવાર હૃદયસ્પર્શી રીતે
September 16, 2016
શેર
 
Comments 1509
Comments

આપણા યુવાનો આપણું ગૌરવ છે. તેઓ આપણા દેશને પ્રગતિની નવી ઊંચાઈએ લઈ જશે. જ્યારે આપણા યુવાનો કોઈ સમસ્યા કે બિમારીનો સામનો કરતા હોય, ત્યારે તેમને મદદ કરવાની આપણી પ્રથમ ફરજ છે.

પૂણેની 7 વર્ષની વૈશાલી વંચતિ કુટુંબમાંથી આવે છે અને બે વર્ષ કરતા વધારે સમયથી હૃદયમાં એક છીદ્રથી પીડાતી હતી. આ તમામ વર્ષો તેણે કેવી પીડા વેઠી હશે તેની કલ્પના કરો!

જ્યારે યુવા વૈશાલીએ પ્રધાનમંત્રીને પત્ર લખીને હૃદયની બિમારી માટે થોડી મદદ કરવા વિનંતી કરી, ત્યારે તેને ખ્યાલ નહોતો કે પ્રધાનમંત્રી તેને જવાબ આપવાની સાથે વ્યક્તિગત રીતે તેને મળશે અને તેનું નૈતિક મનોબળ વધારશે.

વૈશાલીનાં બે પાનાના પત્રમાં ભારતના પ્રધાનમંત્રીને લાગણીસભર અપીલ કરવામાં આવી હતી અને તેમની પુત્રી તરીકે મદદ માગવામાં આવી હતી, જેથી તેનું પોલીસ અધિકારી બનવાનું સ્વપ્ન સાકાર થાય.

તેના પત્રની ધ્યાનમાં લઈને પ્રધાનમંત્રીએ અધિકારીઓને વૈશાલીની ઓળખ સ્થાપિત કરવા કહ્યું હતું, તેની યોગ્ય તબીબી ચકાસણી કરવામાં આવી હતી અને પછી નિઃશુલ્ક ધોરણે તેની સારવાર થઈ હતી.

ત્યારબાદ વૈશાલીએ પ્રધાનમંત્રીને અતિ હૃદયસ્પર્શી પત્ર લખ્યો હતો અને પત્ર સાથે ચિત્ર દોરીને મોકલ્યું હતું, જેનો જવાબ પણ પ્રધાનમંત્રીએ આપ્યો હતો.

પછી જ્યારે પ્રધાનમંત્રી 25 જૂન, 2016ના રોજ પૂણેની મુલાકાતે ગયા હતા, ત્યારે તેઓ વ્યક્તિગત રીતે યુવા વૈશાલી અને તેના પરિવારને મળ્યા હતા. શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ મુલાકાત હંમેશા તેમને યાદ રહેશે.

વૈશાલીનો એક હિસ્સો ફક્ત ઉદાહરણરૂપ છે. આવા ઘણાં પત્રો પ્રધાનમંત્રી અને તેમના કાર્યાલય પર પહોંચે છે. તેઓ દરેક પત્રનો જવાબ આપવા પ્રયાસ કરે છે અને ભારતના નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તેવું સુનિશ્ચિત કરવા ઇચ્છે છે.