“ ‘ક્વીટ ઇન્ડિયા ચળવળ’ એ ભારતની આઝાદીની ચળવળનો મહત્ત્વનો હિસ્સો છે. આ એક એવી પળ હતી જેણે સમગ્ર રાષ્ટ્રને બ્રિટીશ રાજમાંથી મુક્ત થવા માટે સંકલ્પબધ્ધ કર્યું હતું. આ એ સમય હતો જયારે ભારતના લોકો, દેશના દરેક હિસ્સામાંથી, ભેગા થઇ ખભેખભો મેળવીને ‘ક્વીટ ઇન્ડિયા ચળવળ’ નો હિસ્સો બન્યા હતા.”
- નરેન્દ્ર મોદી 30મી જુલાઈ 2017ની ‘મન કી બાત’ દરમિયાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ મહાન લોકોને યાદ કર્યા હતા જેમણે ક્વીટ ઇન્ડિયા ચળવળમાં ભાગ લીધો હતો. ક્વીટ ઇન્ડિયા ચળવળના પાંચ વર્ષમાં, ભારત આઝાદ થયું. આજથી પાંચ વર્ષ બાદ ભારત પોતાની આઝાદીના 75 વર્ષ ઉજવશે. આજે ચાલો આપણે ભ્રષ્ટાચાર, ગંદકી, જ્ઞાતિવાદ, કોમવાદને આપણા દેશમાંથી દૂર કરવાની પ્રતિજ્ઞા લઈએ.આપણે આપણા ભવ્ય ભવિષ્યને ત્યારેજ લખી શકીશું જ્યારે આપણે આપણા ભૂતકાળ સાથે જોડાયેલા હશું.
જેમ વડાપ્રધાન મોદી કહે છે, જે સમાજ પોતાના ઇતિહાસના સંપર્કમાં નથી તે વિકાસની ઉંચાઈઓ આંબી શકતો નથી. આ વર્ષે, રાષ્ટ્ર જ્યારે ક્વીટ ઇન્ડિયા ચળવળના 75 વર્ષ મનાવી રહ્યું છે, ત્યારે આ ક્વિઝ જે તમને ભૂતકાળમાં આપણા 1942ના નાયકો પાસે લઇ જશે જેમને કારણે આપણે આઝાદીનો શ્વાસ લઇ શકીએ છીએ.
આ ક્વિઝમાં ભાગ લો, ઈતિહાસને જીવંત બનાવો, ભવિષ્યનો વિચાર કરો. અને હા- આકર્ષક ઇનામો પણ જીતો! રોજના પ્રથમ દસ વિજેતાઓને એક ખાસ સર્ટિફિકેટ મળશે અને ટોપ સ્કોરર્સમાંથી વીસ વિજેતાઓ વડાપ્રધાન સાથે વાતચીત કરશે.


