પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2021માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત સર્જનાત્મકતામાં એકતા સ્પર્ધાના વિજેતાઓને તેમજ સહભાગીઓને અભિનંદન પાઠવ્યા છે.
આ સ્પર્ધામાં દેશભરમાંથી 5 લાખથી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાંથી 272 વિજેતાઓની પસંદગી કરવામાં આવી છે. સંસ્કૃતિ મંત્રાલયે તેમને તેમની સર્જનાત્મકતા માટે પુરસ્કાર આપ્યો છે. હરીફાઈની ગ્રાન્ડ ફિનાલે દિલ્હીના નેહરુ પાર્કમાં આયોજિત કરવામાં આવી હતી.
અમૃત મહોત્સવની શ્રેણીબદ્ધ ટ્વીટ્સનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"અદ્ભુત સર્જનાત્મકતાથી ભરેલી દેશભક્તિની આ ભાવનાએ #UnityInCreativityનું નવું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. જેમાં લાખો દેશવાસીઓએ જે રીતે સક્રિયપણે ભાગ લીધો, તે દરેકને પ્રેરણા આપશે. વિજેતાઓ તેમજ તમામ સહભાગીઓને ખૂબ ખૂબ અભિનંદન.
अद्भुत रचनात्मकता से भरी देशभक्ति की इस भावना ने #UnityInCreativity की एक नई मिसाल पेश की है। जिस प्रकार लाखों देशवासियों ने इसमें बढ़-चढ़कर भागीदारी की, वो हर किसी को प्रेरित करने वाला है। विजेताओं के साथ ही सभी प्रतिभागियों को बहुत-बहुत शुभकामनाएं। https://t.co/b25XwOsXJy
— Narendra Modi (@narendramodi) February 8, 2023


