પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની 5000 મીટર T11 સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અંકુર ધામાને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“પુરુષોની 5000m T11માં અસાધારણ ગોલ્ડ મેડલ જીતવા બદલ અંકુર ધામાને ખૂબ ખૂબ અભિનંદન. તેમનું નોંધપાત્ર પ્રદર્શન આશ્ચર્યજનક હતું અને આપણા દેશને ગૌરવ અપાવ્યું છે. તે નવી ક્ષિતિજોનો પીછો કરવાનું ચાલુ રાખે!”
Heartiest congratulations to @AnkurAthlete on the exceptional Gold Medal win in Men's 5000m T11. His remarkable performance was awe-inspiring and has made our nation proud. May he continue to chase new horizons! pic.twitter.com/HSEgjVXito
— Narendra Modi (@narendramodi) October 23, 2023


