“અમે સુધારાઓ સાથે સંકળાયેલા અસંખ્ય મહત્ત્વના નિર્ણયો લીધા છે અને સરકાર એમ કરવાનું ચાલુ રાખશે. દેશની નાણાંકીય સ્થિરતા ટકાવવા માટે અને રોકાણ વધારવા માટે અને આર્થિક વિકાસને ગતિ આપવા માટે પણ પગલાંઓ લેવામાં આવ્યા છે.” ~ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળની NDA સરકારનો પ્રાથમિક ભાર અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં સતત સુધારાઓ દ્વારા વિકાસની ગતિને તેજ કરવા પર છે. આ સુધારાઓ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપે છે અને દેશની વિકાસની હદને મજબૂત બનાવે છે.
ઉત્પાદન ક્ષેત્ર – આર્થિક વિકાસનું મુખ્ય ચાલકબળ
મેઇક ઇન ઇન્ડિયા એ 25 લક્ષિત ક્ષેત્રોને સાથે લઈને ભારતને ઉત્પાદનના હબ તરીકે પરિવર્તિત કરી રહ્યું છે.
‘મેઇક ઇન્ડિયા’ ને લીધે ભારત આજે વિશ્વમાં મોબાઈલ ફોનનું બીજું સહુથી મોટું ઉત્પાદક બન્યું છે. આ અસાધારણ વૃદ્ધિને સમજવી હોય તો એ જાણવું જરૂરી છે કે 2014માં માત્ર 2 મોબાઈલ ઉત્પાદક યુનિટ્સ હતા જે સંખ્યા 2018માં વધીને 120 મોબાઈલ ઉત્પાદકો સુધી પહોંચી છે. હાલમાં, નોઈડામાં વડાપ્રધાન મોદી દ્વારા વિશ્વની સહુથી મોટી મોબાઇલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે એકમાત્ર યુનિટમાં બહોળા પ્રમાણમાં કાર્યદળને રોજગારી આપવા માટે સક્ષમ છે.
જો આપણે મોબાઇલ હેન્ડસેટ્સના ઉત્પાદનની સંખ્યા પર નજર કરીએ તો ઉત્પાદનની છલાંગ પ્રચંડ છે – ભારતમાં 2014માં 6 કરોડ મોબાઈલ ઉત્પાદન ની સામે 2017-18માં 22.5 કરોડ મોબાઈલ ફોન્સનું ઉત્પાદન થયું હતું. ભારતમાં ઉત્પાદિત મોબાઈલ્સની કિંમત 2017-18માં રૂ. 1.32 લાખ કરોડ હતી જે 2014ના રૂ. 18,992 કરોડ કરતા નોંધપાત્ર ઉછાળો દર્શાવે છે.
મેઇક ઇન ઇન્ડિયા એ રોજગારીની તકો ઉભી કરે છે અને સીધા વિદેશી રોકાણને પણ આકર્ષે છે. 2017-18માં FDI વધીને વિક્રમી 61.96 બિલીયન અમેરિકી ડોલર્સ થઇ હતી. વૃદ્ધિ પામેલા રોકાણનો મતલબ વધુ રોજગારી અને વિકાસને વધુ પ્રોત્સાહન.

MSMEs માટે મદદગાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળની NDA સરકાર MSME ક્ષેત્રને મજબૂત બનાવવા તરફ વચનબદ્ધ છે જે કરોડો ભારતીયોને રોજગારી આપે છે અને તેનામાં વધુ લોકોને રોજગારી આપવાની ક્ષમતા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ MSMEના મહત્ત્વ વિષે વાત કરતા અને કેવી રીતે MUDRA આ ક્ષેત્રને મદદ કરી રહી છે, કહ્યું હતું –
“મુદ્રા યોજના દ્વારા MSME ક્ષેત્ર નોંધપાત્ર પ્રોત્સાહન મેળવી રહ્યું છે. MSME એ ભારતના પરિવર્તન માટે મહત્ત્વનું ક્ષેત્ર છે અને અમારી સરકાર આ ક્ષેત્રના વધારે વિકાસ માટે અસંખ્ય પગલાંઓ અને સુધારાઓ કરી રહી છે.”
2015માં શરુ કરવામાં આવેલી પ્રધાન મંત્રી મુદ્રા યોજના (PMMY) આન્ત્રપ્રીન્યોર્સને (મોટેભાગે MSMEs) જામીન વગરની બેન્ક લોન ઉપલબ્ધ કરાવવા માટે દાખલ કરવામાં આવી હતી.
હાલમાં MUDRA હેઠળ 13 કરોડથી પણ વધુ નાના MUDRA આન્ત્રપ્રીન્યોરસે લગભગ રૂ. 6.2 લાખ કરોડની મૂડી મેળવી છે. રસપ્રદ બાબત એ છે કે 3 વર્ષના સમયગાળામાં લગભગ 3.49 કરોડ નવા સાહસોને તેનો લાભ મળ્યો છે. આ ઉપરાંત MUDRAની 70 ટકા લાભાર્થી મહિલાઓ છે. વંચિતોને આપવામાં આવેલા સામાજીક-આર્થિક પ્રોત્સાહનની દ્રષ્ટીએ જોઈએ તો 50 ટકા MUDRA લાભાર્થીઓ સમાજના SC/ST/OBC વિભાગો સાથે જોડાયેલા છે.
મધ્યમકક્ષાના સાહસોના વિકાસને ભાર આપવાના ઉદ્દેશ સાથે એવી કંપનીઓ જેમનું વાર્ષિક ટર્નઓવર રૂ, 50 કરોડથી વધુ અને 250 કરોડ જેટલું છે તેમણે હવે 25 ટકા કોર્પોરેટ ટેક્સ આપવો પડશે જે અગાઉના 30 ટકા કરતા ઓછો છે.

NDA સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા આર્થિક સુધારાઓ
NDA સરકારના સુધારાવાદી વલણને કારણે દેશના તમામ ક્ષેત્રોમાં પરિવર્તનશીલ બદલાવ આવ્યો છે. છેલ્લા ચાર વર્ષોમાં અસંખ્ય સુધારાઓ હાથ ધરવામાં આવ્યા છે જેમાં બેન્કિંગ સુધારાઓ, કર સુધારાઓ, કોઈ એક ખાસ ક્ષેત્રને લગતા સુધારાઓ અને સામાન્ય વ્યક્તિના જીવનને સરળ બનાવવાનું સુનિશ્ચિત કરતા સુધારાઓ સામેલ છે.
બેન્કિંગ સુધારાઓ
NDA સરકારે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્ક્ર્પસી કોડ (IBC) રજૂ કર્યો હતો જે સતત વધતી જતી NPAsની વારસાગત સમસ્યાને સંબોધન કરે છે. IBC એ દેવાની પતાવટ અને બેન્કિંગ ક્ષેત્રને NPAsમાંથી મુક્ત કરવા માટે માર્ગ પ્રશસ્ત કરી રહ્યો છે અને આમ થવાથી બેન્કોની તંદુરસ્તી સુધારી રહ્યો છે.
રૂ. 2,11,000 કરોડના સંચાર દ્વારા PSBsનું પુનઃમૂડીકરણ એ ઋણ વૃદ્ધિને ટેકો કરવાનો અને રોજગારી વધારવા માટેનો NDA સરકાર હેઠળ હાથ ધરવામાં આવેલો એક બીજો બેન્કિંગ સુધારો છે.
આ ઉપરાંત NDA સરકારે એ માર્ગને પણ મંજૂરી આપી છે જેના પર ચાલીને વિવિધ PSBsને એકમાત્ર ઓળખમાં મિશ્રિત કરી દેવામાં આવશે જે મજબૂતીમાં વધારો કરશે.

કર સુધારાઓ
માલ અને સેવા કર (GST)ને પારિત કરવો એ NDA સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સીમાચિહ્નરૂપ કર સુધારાઓમાંથી એક છે. સરકારે GST માટે સર્વસંમતિ ઉભી કરી અને 2017માં GST પસાર કરવામાં આવ્યો. તેને સમગ્ર દેશમાં સફળતાપૂર્વક અમલી બનાવવામાં આવ્યો.
GSTના અમલીકરણ સાથે –
નાના વેપારીઓ અને ગ્રાહકોને કરની મોટી સંખ્યાના ઘટાડાનો લાભ મળશે. ટ્રાન્સપોર્ટની કિંમતમાં વ્યાપક અસર અને ઘટાડો ન થવાને કારણે ગ્રાહકને ઘટેલી કિંમતનો ફાયદો મળશે.
NDA સરકાર દ્વારા સહુથી વધારે મહત્ત્વ કર પાલન અને કરનો વ્યાપ વધારવા પર આપવામાં આવ્યું છે. છેલ્લા 4 વર્ષમાં ફાઈલ કરવામાં આવેલા ITRsની સંખ્યામાં 2013-14માં ફાઈલ કરવામાં આવેલા 3.79 કરોડની સામે 2017-18ના 6.84 કરોડ સાથે 80.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
ખાસ ક્ષેત્રના સુધારાઓ
બેન્કિંગ અને કર સુધારાઓ ઉપરાંત કેટલાક એવા સુધારાઓ હાથ ધરવામાં આવ્યા છે જે ખાસ ક્ષેત્રને લાભ કરશે પરંતુ તેની અસર અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો પર પડશે.
ખાનગી ક્ષેત્ર માટે વ્યવસાયિક કોલ માઈનીંગ ખુલ્લું મુકવામાં આવ્યું છે. એક પારદર્શક રિસોર્સ એલોકેશન પ્રક્રિયા દ્વારા 89 કોલસાની ખાણો સંસ્થાઓને ફાળવવામાં આવી છે. આ 89 ખાણોમાંથી 31 ઈ-ઓક્શન દ્વારા ફાળવવામાં આવી છે અને 58ને સરકારી કંપનીઓને ફાળવવામાં આવી છે.
RERAના અમલીકરણ સાથે – રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ) એક્ટ દ્વારા ગ્રાહકો હવે ડેવલોપર્સની દયા હેઠળ નથી જીવી રહ્યા અને તેમના હક્કોને મજબૂત બનાવવામાં આવ્યા છે અને સુરક્ષિત કરવામાં આવ્યા છે.
લેબર સુધારાઓ
NDA સરકારના છેલ્લા 4 વર્ષોમાં વિવિધ લેબર સુધારાઓ હાથ ધરવામાં આવ્યા છે જે સમગ્ર ભારતના કર્મચારીઓના જીવનને તકલીફમુક્ત અને સરળ બનાવી રહ્યા છે.
એક ખાસ UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) જે કર્મચારીઓને ફાળવવામાં આવ્યો છે તે તેમને તેમના PFને લગતા કાર્યો માટે સરકારી કચેરીઓના ચક્કર મારતા અટકાવે છે અને પોર્ટેબીલિટી સુનિશ્ચિત કરે છે, ત્યારે પણ જ્યારે તેઓ અસંખ્ય કંપનીઓ બદલતા રહેતા હોય છે.
શ્રમ સુવિધા પોર્ટલ અને પેમેન્ટ ઓફ વેજીઝ એક્ટ (2017)માં કરવામાં આવેલા હકારાત્મક સુધારાએ અનુક્રમે ઔપચારિકરણ સુનિશ્ચિત બનાવ્યું છે અને કમર્ચારી વર્ગના લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે.
મજબૂત આર્થિક વલણો અને આંતરરાષ્ટ્રીય ઓળખ
નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વની NDA સરકાર હેઠળ ભારતીય અર્થતંત્રે છેલ્લા 4 વર્ષમાં મજબૂત વિકાસની વિકસતી હદ જોઈ છે અને વિવિધ આંતરરાષ્ટ્રીય રેન્કિંગ્સમાં સુધારો કર્યો છે.
2005માં ભારતનો વૈશ્વિક GDPમાં હિસ્સો 1.75 ટકા હતો જે 2013માં 8 વર્ષના સમયગાળામાં વધીને 2.43 થયો હતો. પરંતુ 2017 સુધીમાં, માત્ર 4 વર્ષના સમયગાળામાં એ જ પ્રમાણમાં ભારતનો વૈશ્વિક GDPમાં હિસ્સો વધીને 3.08 ટકા થયો છે.
મજબૂત આર્થિક વલણો ઉપરાંત ભારતે છેલ્લા 4 વર્ષમાં અસંખ્ય સિમાચિહ્નોને સ્પર્શ કર્યો છે. મૂડીઝે ભારતનું રેન્કિંગ 14 વર્ષમાં પહેલીવાર Baa2 થી સુધારીને Baa3 કર્યું છે. ભારત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સ રેન્કિંગ્સમાં 2014ના 142થી કુદકો મારીને 2017માં 100ના સ્થાને પહોંચ્યું હતું. સરકારના બેરોકટોક ચાલી રહેલા સુધારાઓ થકી તેજગતિએ વિકાસ જોવા મળ્યો છે, ભારત વૈશ્વિક અર્થતંત્રમાં એક ચમકતો સિતારો બનેલો રહેશે.




