પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પુસ્તક ‘એક્ઝામ વોરિયર્સ’ની નવી અને સંશોધિત આવૃત્તિ આવી ગઈ છે. તેમણે ફેબ્રુઆરી મહિનાના મન કી બાત કાર્યક્રમમાં એનું વચન આપ્યું હતું. આ પુસ્તક વિવિધ પ્લેટફોર્મ્સ પર પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ થઈ ગયું છે. તમે અહીં (https://amzn.to/3eaYOHH) અથવા અહીં (https://bit.ly/3eeUVl8) પ્રીઓર્ડર આપી શકો છો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં ‘એક્ઝામ વોરિયર્સ’ની પ્રથમ આવૃત્તિ લખી હતી, જેમાં જીવન, પરીક્ષાઓ વગેરે પર તેમના પ્રેરક વિચારોનો સંચય થયો હતો. એમાં પર્યાવરણ વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ થયો હતો, જેમાં જ્ઞાન પર ભાર મૂકવામાં આવ્યો હતો તથા શિક્ષણમાં ગુણો કે ટકાવારીને બદલે વિદ્યાર્થીઓ નવી અને ઉપયોગી બાબતો શીખે એના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
આ પુસ્તક બ્રેઇલ આવૃત્તિની સાથે ઘણી ભાષાઓમાં પ્રકાશિત થયું હતું. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ સારો આવકાર આપ્યા પછી પ્રથમ આવૃત્તિ બેસ્ટસેલર બની ગઈ હતી.
છેલ્લાં ત્રણ વર્ષમાં પ્રધાનમંત્રીએ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઘણા લોકો સાથે વાત કરી હતી અને તેમણે પ્રધાનમંત્રીને ઘણી ઉપયોગી જાણકારીઓ, પરિપ્રેક્ષ્યો અને સૂચનો આપ્યાં હતાં.
ખાસ કરીને રોગચાળાની શરૂઆત થયા પછી અને શિક્ષણ સહિત દરેક ક્ષેત્રને કામગીરી જાળવવા નવેસરથી સજ્જ થવાની જરૂર ઊભી થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘એક્ઝામ વોરિયર્સ’ની નવી આવૃત્તિ લખવાની જરૂરિયાત અનુભવી હતી.
‘એક્ઝામ વોરિયર્સ’ની નવી આવૃત્તિ માનસિક સ્વાસ્થ્ય, લક્ષ્યાંક નિર્ધારણ, વર્ગખંડ સિવાયની જીવન સાથે સંકળાયેલી બાબતો વગેરે જેવા વિષયોને પણ સ્પર્શે છે. વાલીઓ માટે પ્રધાનમંત્રી મોદીએ પરિવારની અંદર, પ્રોત્સાહન માટે, વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા વગેરેમાં ટેકનોલોજીની ભૂમિકા પર લખ્યું છે.
‘એક્ઝામ વોરિયર્સ’ની પ્રથમ આવૃત્તિની એના દરેક વિષય સાથે સંકળાયેલી ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ માટે સવિશેષ પ્રશંસા થઈ હતી. નવી આવૃત્તિ આ પ્રકારની વધારે પ્રવૃત્તિઓ ધરાવે છે અને તેને નરેન્દ્ર મોદી મોબાઇલ એપના એક્ઝામ વોરિયર્સના મોડ્યુલ સાથે સંકલિત પણ કરવામાં આવી છે.
એક્ઝામ વોરિયર્સના વિવિધ મોડ્યુલ એપ પર છે, જે પુસ્તકનું ટેક-સોશિયલ પાસું પ્રદાન કરે છે.
‘એક્ઝામ વોરિયર્સ’ની નવી અને સંશોધિત આવૃત્તિ વિવિધ પ્લેટફોર્મ પર પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે. તમે અહીં (https://amzn.to/3eaYOHH) અથવા અહીં (https://bit.ly/3eeUVl8) પ્રીઓર્ડર કરી શકો છો.


