પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગાની ઉજવણી માટે સામૂહિક ચળવળ તરીકે તમામ નાગરિકોને તેમના સોશિયલ મીડિયા ડીપીને ત્રિરંગામાં બદલવા વિનંતી કરી છે.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; “આજે 2જી ઓગસ્ટ ખાસ છે! એવા સમયે જ્યારે આપણે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ, આપણું રાષ્ટ્ર #હરઘર તિરંગા માટે તૈયાર છે, જે આપણા ત્રિરંગાની ઉજવણી માટે એક સામૂહિક ચળવળ છે. મેં મારા સોશિયલ મીડિયા પેજ પર ડીપી બદલ્યો છે અને તમને બધાને તે જ કરવા વિનંતી કરું છું.”
It is a special 2nd August today! At a time when we are marking Azadi Ka Amrit Mahotsav, our nation is all set for #HarGharTiranga, a collective movement to celebrate our Tricolour. I have changed the DP on my social media pages and urge you all to do the same. pic.twitter.com/y9ljGmtZMk
— Narendra Modi (@narendramodi) August 2, 2022


