પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના સિધીમાં બસના અકસ્માતને કારણે જીવ ગુમાવનારા લોકો માટે શોક વ્યક્ત કર્યો છે. તેમણે પીએમએનઆરએફમાંથી રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના પરિજન માટે અને ઘાયલ લોકો માટે રૂ. 50,000ની સહાય જાહેર કરી.
પ્રધાનમંત્રી કચેરીએ ટ્વીટ કર્યું;
“સિધીમાં બસ અકસ્માત, મધ્યપ્રદેશ વેદના અનુભવે છે. આ દુઃખદ સમયમાં, મારા વિચારો તે લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનો ગુમાવ્યા છે. હું ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય એવી કામના કરું છું. મધ્યપ્રદેશ સરકાર અસરગ્રસ્ત બધાને તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે. ”
“પીએમએનઆરએફમાંથી રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના પરિજન માટે આપવામાં આવશે. ઘાયલ લોકો માટે રૂ. 50,000 આપવામાં આવશે"
The bus accident in Sidhi, MP is anguishing. In this sad hour, my thoughts are with those who have lost their loved ones. I wish the injured a quick recovery. The MP Government is providing all possible assistance to all those affected: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 25, 2023


