પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આંધ્રપ્રદેશમાં ગુન્તુર, તમિલનાડુમાં તિરુપ્પુર અને કર્ણાટકમાં હુબલીની મુલાકાત લેશે. તેઓ આ રાજ્યોમાં કેટલીક વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કરશે.
પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશમાં
પ્રધાનમંત્રી સૌપ્રથમ આંધ્રપ્રદેશમાં ગુન્તુરની મુલાકાત લેશે, જ્યાં તેઓ ગુન્તુરનાં યેતુકર બાયપાસ પર કેટલીક પરિયોજનાઓનું લોકાર્પણ કરશે.
દેશનાં ઊર્જા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ (આઇએસપીઆરએલ)નું 1.33 એમએમટીની ક્ષમતા ધરાવતું વિશાખાપટનમ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (એસપીઆર) દેશને અર્પણ કરશે.
પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશમાં ક્રિષ્ના-ગોદાવરી (કેજી) ઑફશોર બેઝિનમાં ઓએનજીસીનાં વિશષ્ઠ અને એસ1 ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે.
તેઓ ક્રિષ્નાપટનમાં ભારત પેટ્રોલિયમ કોર્પ લિમિટેડ (બીપીસીએલ)નાં નવા ટર્મિનલની સ્થાપના માટે શિલારોપણ કરશે.
આ પ્રોજેક્ટ આંધ્રપ્રદેશ અને પડોશી રાજ્યોમાં ગેસ-આધારિત ઔદ્યોગિક એકમોને મોટો વેગ આપશે.
પછી પ્રધાનમંત્રી તમિલનાડુમાં તિરુપ્પુર રવાના થશે.
પ્રધાનમંત્રી તમિલનાડુમાં
પ્રધાનમંત્રી તમિલનાડુમાં તિરુપ્પુરમાં પેરુમ્મનાલ્લુર ગામમાં કેટલાંક વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.
તેઓ તિરુપ્પુરમાં ઇએસઆઇસી હોસ્પિટલનો શિલાન્યાસ કરશે. આ અત્યાધુનિક, 100 પથારી ધરાવતી હોસ્પિટલ તિરુપ્પુર અને તેની આસપાસનાં વિસ્તારોમાં ઇએસઆઈ કાયદા હેઠળ એક લાખ કામદારો અને એમનાં પરિવારજનોની તબીબી જરૂરિયાતો પૂર્ણ કરશે.
પ્રધાનમંત્રી ત્રિચી એરપોર્ટ પર નવા એકિકૃત ભવન માટે અને ચેન્નાઈ એરપોર્ટનાં આધુનિકરણ માટે શિલારોપણ કરશે.
તેઓ ચેન્નાઈમાં ઇએસઆઇસી હોસ્પિટલનું લોકાર્પણ કરશે. આ 470 પથારી ધરાવતી અત્યાધુનિક હોસ્પિટલ તમામ તબીબી શાખાઓ પર ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પ્રદાન કરશે.
પ્રધાનમંત્રી આ પ્રસંગે બીપીસીએલનું એન્નોર કોસ્ટલ ટર્મિનલ પણ દેશને અર્પણ કરશે.
પ્રધાનમંત્રી મોદી ચેન્નાઈ પોર્ટ પરથી ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (સીપીસીએલ)ની મનાલી રિફાઇરીની નવી ક્રૂડ ઓઇલ પાઇપલાઇનનું પણ ઉદઘાટન કરશે. સલામતીની ખાસિયતો સાથે નિર્મિત પાઇપલાઇન ક્રૂડ ઓઇલનાં સુરક્ષિત અને વિશ્વસનિય પુરવઠાને સુનિશ્ચિત કરશે તથા તમિલનાડુ અને પડોશી રાજ્યોની જરૂરિયાતો પૂર્ણ કરશે.
પ્રધાનમંત્રી ચેન્નાઈ મેટ્રોનાં એજી-ડીએમએસ મેટ્રો સ્ટેશનથી વોશોરમેન્પેટ મેટ્રો સ્ટેશન સુધીનાં સેક્શન માટે પેસેન્જર સર્વિસનું ઉદઘાટન કરશે. આ 10 કિમીનો સેક્શન ચેન્નાઈ મેટ્રોનાં પ્રથમ તબક્કાનો ભાગ છે.
પછી પ્રધાનમંત્રી કર્ણાટક જવા રવાના થશે.
પ્રધાનમંત્રી કર્ણાટકમાં
પ્રધાનમંત્રી આવતીકાલે ત્રણ રાજ્યોની એમની મુલાકાતનાં અંતિમ તબક્કામાં કર્ણાટકનાં હુબલીની મુલાકાત લેશે. તેઓ હુબલીમાં ગબ્બુરમાં કેટલીક પરિયોજનાઓનું લોકાર્પણ કરશે.
પ્રધાનમંત્રી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી – ધારવાડ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી – ધારવાડનો શિલાન્યાસ કરશે.
આ પ્રસંગે ધારવાડમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. સરકાર નાગરિકો માટે સ્વચ્છ ઇંધણની ઉપલબ્ધતા વધારવા દેશભરમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (સીજીડી) નેટવર્ક વધારવા પર ભાર મૂકી રહી છે.
દેશ માટે ઊર્જા સુરક્ષાને સુનિશ્ચિત કરવાનું વધુ એક પગલું પ્રધાનમંત્રી દેશને 1.5 એમએમટીની ક્ષમતા ધરાવતી મેંગ્લોર સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (એસપીઆર) સુવિધા અને આઇએસપીઆરએલની 2.5 એમએમટી પાદુર એસપીઆર સુવિધા દેશને અર્પણ કરશે.
ચિકજાજુજ-માયાકોન્ડોની 18 કિલોમીટરની લાઇનને ડબલ કરવામાં આવી છે. આ સેક્શન 190 કિમીનું અંતર ધરાવતાં હુબલી – ચિકજાજુર ડબલિંગ પ્રોજેક્ટનો ભાગ છે અને એ દક્ષિણ પશ્ચિમ રેલવેનાં બેંગાલુરુ – હુબલી રુટ પર સ્થિત છે. ડબલિંગથી બેંગાલુરુથી હુબલી, બેલાગાવી, ગોવા, પૂણે અને મુંબઈનાં મહત્ત્વપૂર્ણ રુટની લાઇન ક્ષમતામાં વધારો થશે, જેનાં પરિણામે ટ્રેનોની અવરજવર ઝડપી બનશે.
પ્રધાનમંત્રી હોસ્પેટ-હુબલી-વાસ્કો દી ગામાની 346 કિમીનું અંતર ધરાવતી લાઇનનાં ઇલેક્ટ્રિફિકેશન કામનું ઉદઘાટન પણ કરશે. એનાથી ડિઝલનાં વપરાશમાં ઘટાડો થવાથી જીએચજી (ગ્રીનહાઉસ ગેસ) ઉત્સર્જનમાં ઘટાડો કરશે અને રનિંગ ટાઇમમાં ઘટાડો થશે.
તમામ માટે મકાનની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી ધારવાડમાં પીએમએવાય (શહેરી) હેઠળ નિર્મિત 2384 મકાનોનાં ઇ-ગૃહ પ્રવેશનાં સાક્ષી બનશે.


