Government committed to ensuring a house to the homeless by 2022: PM Modi
Perpetrators of Pulwama attack will be made to pay heavy price: PM Modi
Projects launched in Yavatmal will help generate new jobs as well as empower the poor: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રમાં યવતમાલની મુલાકાત લીધી હતી. તેમણે આજે રાજ્યમાં વિવિધ પરિયોજનાઓનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ, પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય)ના કેટલાક પસંદ કરાયેલા લાભાર્થીઓને ઘરની ચાવીઓ સુપરત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે “પીએમએવાય હેઠળ યવતમાલમાં આશરે 14,500 નવા આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આપણે વર્ષ 2022 સુધીમાં સૌના માટે આવાસનું લક્ષ્ય સિદ્ધ કરીશું. આ મજબૂત આવાસો ત્યાં વસનારા લોકોના મજબૂત સપનાઓનો માર્ગ પ્રશસ્ત કરશે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “યવતમાલ ખાતે યોજાયેલો આ કાર્યક્રમ વિકાસની પંચધારામાં બાળકો માટે શિક્ષણ, યુવાનો માટે રોજગારી, વરિષ્ઠ નાગરિકો માટે દવાઓ, ખેડૂતો માટે સિંચાઈ અને જાહેર ફરિયાદોનું નિવારણ જેવી બાબતોનો સમાવેશ થાય છે.”

પ્રધાનમંત્રીએ રૂ. 500 કરોડની માર્ગ પરિયોજનાનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે હમસફર અજની(નાગપુર)- પૂણે ટ્રેનને વીડિયો લીંક મારફતે લીલી ઝંડી દર્શાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કનેક્ટિવિટી વિકાસની ચાવી છે અને માર્ગ તથા રેલવે પરિયોજના યવતમાલ અને આસપાસના વિસ્તારોના વિકાસમાં સહાયરૂપ બનશે.

જાહેરસભાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આપણે પુલવામા હુમલા બાબતે ઊંડા દુઃખ અને રોષની લાગણી અનુભવીએ છીએ. મહારાષ્ટ્રના બે બહાદૂર દિકરાઓએ પણ રાષ્ટ્ર માટે પોતાની જીવનનું બલિદાન આપ્યું છે. આપણી સંવેદના દુઃખી પરિવારોની સાથે છે. તેમનું બલિદાન એળે જવાનું નથી. આપણે સુરક્ષાદળોને જવાબી કાર્યવાહી હાથધરવા માટે સમય, સ્થળ અને પદ્ધતિ નક્કી કરવા માટે છૂટો દોર આપી દીધો છે. આપણે આપણા આ બહાદૂર જવાનોના બલિદાનને કારણે વિકસીત રાષ્ટ્ર તરીકેના સપનાં સાકાર કરી શકીશું.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “સિકલસેલ રોગ અંગે સંશોધન હાથ ધરવા માટે ચંદ્રપુર ખાતે એક સંશોધન કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે.”

 

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સહસ્ત્રકુંડ એકલવ્ય આદર્શ નિવાસી શાળાનું ઉદઘાટન કર્યું હતું. આ શાળાનું સંકુલ 15 એકર વિસ્તારમાં પથરાયેલું છે. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે આ શાળા આદિવાસી બાળકોની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરશે. આ શાળાનું આદિવાસી વિસ્તારોમાં 1000 એકલવ્ય આદર્શ નિવાસી શાળા સ્થાપવાના ભાગરૂપે નિર્માણ કરવામાં આવ્યું છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આપણે જનધનથી વનધન સુધી આદિવાસીઓનો સંપૂર્ણ વિકાસ કરવા માટે વિશેષ કટિબદ્ધ છીએ. જનધન યોજનાએ ગરીબ લોકોને નાણાકીય સમાવેશીતામાં સહાય કરી છે, જ્યારે વનધન ગૌણ વન્ય પેદાશો મારફતે ગરીબ લોકોને વધારાની આવક મેળવવામાં સહાયરૂપ બની રહી છે. આપણે ગૌણ વન્ય પેદાશમાં મૂલ્યવૃદ્ધિ માટે વનધન કેન્દ્રો સ્થાપી રહ્યા છીએ, જેથી આદિવાસીઓને તેમની પેદાશોના વધુ સારી કિંમત મળી રહે. આપણે વાંસને વૃક્ષ તરીકે વિમૂક્ત કર્યા છે, જેથી આદિવાસીઓ વાંસ અને તેની પેદાશોમાંથી આવક મેળવી શકે.

 

આપણી આઝાદીની લડતમાં આદિવાસી નાયકોના બલિદાનને યાદ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આપણે તેમની સ્મૃતિને દેશભરમાં સંગ્રહાલયો અને સ્મારકો મારફતે જાળવી રાખીશું.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India on track to becoming third-largest economy by FY31: S&P report

Media Coverage

India on track to becoming third-largest economy by FY31: S&P report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Send your questions for the 'Mera Booth, Sabse Majboot' programme in Haryana!
September 20, 2024

'Mera Booth, Sabse Majboot' – Join PM Narendra Modi for an exclusive interaction on 26th September at around 12:30 PM via the NaMo App. The Prime Minister will connect with Party Karyakartas, volunteers and supporters across Haryana.

Have questions and suggestions for the 'Mera Booth, Sabse Majboot' programme? Drop them in the comments below!