ભારતમાં વ્યાવસાયિક શિક્ષણમાં પરિવર્તન લાવવાની દિશામાં એક મોટા પગલામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર પ્રાયોજિત યોજના તરીકે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) અપગ્રેડેશન અને કૌશલ્ય વિકાસ માટે પાંચ (5) રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રોની સ્થાપના માટેની રાષ્ટ્રીય યોજનાને મંજૂરી આપી છે.

ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs) અપગ્રેડેશન અને કૌશલ્ય વિકાસ માટે પાંચ (5) રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રો (NCOE)ની સ્થાપના માટેની રાષ્ટ્રીય યોજના, બજેટ 2024-25 અને બજેટ 2025-26 હેઠળ જાહેર કરાયેલ કેન્દ્ર પ્રાયોજિત યોજના તરીકે લાગુ કરવામાં આવશે. જેનો ખર્ચ રૂ. 60,000 કરોડ (કેન્દ્રીય હિસ્સો: રૂ. 30,000 કરોડ, રાજ્ય હિસ્સો: રૂ. 20,000 કરોડ અને ઉદ્યોગ હિસ્સો: રૂ. 10,000 કરોડ), એશિયન વિકાસ બેંક અને વિશ્વ બેંક દ્વારા સમાન રીતે કેન્દ્રીય હિસ્સાના 50% સુધી સહ-ધિરાણ કરાશે.

આ યોજનાનો ઉદ્દેશ્ય 1,000 સરકારી ITI ને નવા ઉદ્યોગ સંબંધિત ટ્રેડ્સ (અભ્યાસક્રમો) સાથે હબ અને સ્પોક વ્યવસ્થામાં અપગ્રેડ કરવાનો અને પાંચ (5) રાષ્ટ્રીય કૌશલ્ય તાલીમ સંસ્થાઓ (NSTIs)ની ક્ષમતા વધારવાનો છે. જેમાં આ સંસ્થાઓમાં કૌશલ્ય માટે પાંચ રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રોની સ્થાપનાનો સમાવેશ થાય છે.

આ યોજનાનો ઉદ્દેશ્ય રાજ્ય સરકારો અને ઉદ્યોગોના સહયોગથી હાલના ITIને સરકારની માલિકીની, ઉદ્યોગ-સંચાલિત કૌશલ્ય સંસ્થાઓ તરીકે સ્થાપિત કરવાનો છે. પાંચ વર્ષના સમયગાળામાં, ઉદ્યોગોની માનવ મૂડી જરૂરિયાતોને પૂર્ણ કરતા અભ્યાસક્રમો દ્વારા 20 લાખ યુવાનોને કુશળ બનાવવામાં આવશે. આ યોજના સ્થાનિક કાર્યબળ પુરવઠા અને ઉદ્યોગની માંગ વચ્ચે સંરેખણ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેનાથી MSME સહિતના ઉદ્યોગોને રોજગાર માટે તૈયાર કામદારો સુધી પહોંચવામાં સુવિધા મળશે.

ભૂતકાળમાં વિવિધ યોજનાઓ હેઠળ પૂરી પાડવામાં આવતી નાણાકીય સહાય ITIની સંપૂર્ણ અપગ્રેડેશન જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અપૂરતી હતી. ખાસ કરીને માળખાગત સુવિધાઓની જાળવણી, ક્ષમતા વિસ્તરણ અને મૂડી-સઘન, નવા યુગના વ્યવસાયોની રજૂઆત માટે વધતી જતી રોકાણ જરૂરિયાતોને સંબોધવામાં છે. આના ઉકેલ માટે, પ્રસ્તાવિત યોજના હેઠળ જરૂરિયાત-આધારિત રોકાણ જોગવાઈ મૂકવામાં આવી છે. જે દરેક સંસ્થાના ચોક્કસ માળખા, ક્ષમતા અને વ્યવસાયિક જરૂરિયાતોના આધારે ભંડોળ ફાળવણીમાં સુગમતા પૂરી પાડે છે. પ્રથમ વખત આ યોજનાનો ઉદ્દેશ્ય ITI અપગ્રેડેશનના આયોજન અને સંચાલનમાં સતત ધોરણે ઊંડા ઉદ્યોગ જોડાણો સ્થાપિત કરવાનો છે. આ યોજના પરિણામ-આધારિત અમલીકરણ વ્યૂહરચના માટે ઉદ્યોગ-આગેવાની હેઠળના સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) મોડેલને અપનાવશે. જે તેને ITI ઇકોસિસ્ટમમાં સુધારાના અગાઉના પ્રયાસોથી અલગ બનાવશે.

આ યોજના હેઠળ પાંચ રાષ્ટ્રીય કૌશલ્ય તાલીમ સંસ્થાઓ (NSTIs) એટલે કે ભુવનેશ્વર, ચેન્નાઈ, હૈદરાબાદ, કાનપુર અને લુધિયાણા ખાતે તાલીમ આપનારાઓની તાલીમ (ToT) સુવિધાઓને સુધારવા માટે માળખાગત સુવિધાઓને અપગ્રેડ કરવામાં આવશે. વધુમાં 50,000 ટ્રેનર્સને સેવા પૂર્વે અને સેવા દરમિયાન તાલીમ આપવામાં આવશે.

 

માળખાગત સુવિધાઓ, અભ્યાસક્રમની સુસંગતતા, રોજગારક્ષમતા અને વ્યાવસાયિક તાલીમની ધારણામાં લાંબા સમયથી રહેલા પડકારોને સંબોધીને આ યોજનાનો ઉદ્દેશ્ય ITI ને વૈશ્વિક ઉત્પાદન અને નવીનતા શક્તિ બનવાની દેશની સફર સાથે જોડાયેલા કુશળ માનવશક્તિની જરૂરિયાતને પૂર્ણ કરવામાં મોખરે રાખવાનો છે. આનાથી ઉદ્યોગની માંગને અનુરૂપ કુશળ કામદારોની એક પાઇપલાઇન બનશે, જેનાથી ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોટિવ અને નવીનીકરણીય ઉર્જા જેવા ઉચ્ચ-વિકાસ ધરાવતા ક્ષેત્રોમાં કૌશલ્યની અછતને દૂર કરવામાં આવશે. ટૂંકમાં, પ્રસ્તાવિત યોજના પ્રધાનમંત્રીના વિકસિત ભારતના વિઝનને અનુરૂપ છે, જેમાં કૌશલ્ય વર્તમાન અને ભવિષ્યની ઉદ્યોગ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે મુખ્ય સક્ષમકર્તા તરીકે કાર્ય કરશે.

પૃષ્ઠભૂમિ:

ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાની તેની મહત્વાકાંક્ષી યાત્રા શરૂ કરી રહ્યું છે. ત્યારે વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ આર્થિક વિકાસ અને ઉત્પાદકતાનો મોટો ચાલક બની શકે છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs) 1950ના દાયકાથી ભારતમાં વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમનો આધાર રહી છે, જે રાજ્ય સરકારો હેઠળ કાર્યરત છે. જ્યારે 2014થી ITI નેટવર્કમાં લગભગ 47%નો વધારો થયો છે, જે 14.40 લાખ નોંધણી સાથે 14,615 સુધી પહોંચ્યો છે, ITI દ્વારા વ્યાવસાયિક તાલીમ ઓછી મહત્વાકાંક્ષી રહે છે અને તેના માળખાગત સુવિધાઓ અને આકર્ષણને સુધારવા માટે પ્રણાલીગત હસ્તક્ષેપોનો અભાવ પણ અનુભવે છે.

ભૂતકાળમાં ITIsના અપગ્રેડેશનને ટેકો આપવા માટે યોજનાઓ બનાવવામાં આવી છે, પરંતુ કદાચ ITIsની  પુન:કલ્પના માટે રાષ્ટ્રીય સ્તરે સ્કેલેબલ પ્રોગ્રામ દ્વારા છેલ્લા દાયકાના વધતા પ્રયાસો પર નિર્માણ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. જેમાં અભ્યાસક્રમની સામગ્રી અને ડિઝાઇન ઉદ્યોગની જરૂરિયાતો સાથે સુસંગત હોય.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Apple exports record $2 billion worth of iPhones from India in November

Media Coverage

Apple exports record $2 billion worth of iPhones from India in November
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 17 ડિસેમ્બર 2025
December 17, 2025

From Rural Livelihoods to International Laurels: India's Rise Under PM Modi