ભારત એ કરોડો આકાંક્ષાઓનો દેશ છે. મજબૂત અર્થતંત્ર, નેશન ફર્સ્ટની અડગ મુત્સદીગીરી, વીર સશસ્ત્ર સેનાઓ અને વિકાસશીલ સોફ્ટ પાવર સાથે ભારતને વિશ્વ નવીન આશા સાથે જોઈ રહ્યું છે.
આર્થિક મોરચે તે પોતાની કુશળતા દર્શાવીને વિશ્વના સહુથી તેજગતિએ વધતી કંપની તરીકે સ્થિરતાથી ઉભું રહ્યું છે. સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસના સુધારાઓએ ભારતની રાજકોષીય પરિસ્થિતિ મજબૂત બનાવી છે. આજે ભારતે વિશ્વના સહુથી આકર્ષક રોકાણના ગંતવ્ય તરીકેની નામના પ્રાપ્ત કરી છે. GDPની વૃદ્ધિ (હાલની કિંમતો અનુસાર) 2013 થી 2017 દરમ્યાન 31 ટકા જેટલી વધી છે જે વૈશ્વિક GDP જે હાલમાં 4 ટકા જેટલી છે તેને પસાર કરી ચૂકી છે.
ભારતના વધતા જતા આર્થિક પ્રભાવમાં અન્ય રાષ્ટ્રો સાથે સુધરતા જતા સંબંધોએ પણ ટેકો આપ્યો છે. આ સરકારના રાજનીતિજ્ઞ સાહસોનું જ પરિણામ છે કે, પહેલીવાર, ભારતે એક નહીં, બે નહીં પરંતુ ત્રણ ખાસ જૂથોમાં પોતાનું સભ્યપદ સુરક્ષિત કર્યું છે જેમાં મિસાઈલ ટેક્નોલોજી કન્ટ્રોલ રિજીમ (MTCR), ધ વાસ્સેનાર એરેન્જમેન્ટ (WA) અને ધ ઓસ્ટ્રેલિયા ગ્રુપ (AG) સામેલ છે. આ ખાસ અપ્રસાર જૂથોમાં ભારતનો પ્રવેશ એ બાબતની ખાતરી કરશે કે આપણા રક્ષા અને અંતરીક્ષ કાર્યક્રમો માટે આપણને હાઈટેક સમાન મળતો રહે.
એક અન્ય પ્રથમ ઘટનામાં ભારતે સફળતાપૂર્વક ઇન્ટરનેશનલ ટ્રીબ્યુનલ ઓન ધ લો ઓફ સીઝ (ITLOS), જે આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ વિવાદોનો ઉકેલ લાવે છે તેમાં પોતાનું પ્રતિનિધિત્વ સુરક્ષિત કર્યું છે. આ એવા સમયે થયું છે જ્યારે ઘણા રાષ્ટ્રો ભારત તરફ એક મજબૂત નેતાગીરી પૂરી પાડવા અંગે આશા રાખી રહ્યા છે જેથી સમુદ્રો પર પોતાનો ગેરકાયદે દાવો ઠોકવાના કોઇપણ પ્રયાસને નકારી શકાય.
રાષ્ટ્રીય સુરક્ષાના વિસ્તારોમાં સરકાર દ્વારા દર્શાવવામાં આવેલી નિર્ણાયકતાએ એ માન્યતાને મજબૂત બનાવી છે કે ભારતના રક્ષા દળો તેમના દુશ્મનને તેનીજ ભાષામાં જવાબ આપવા માટે સક્ષમ છે. સર્જીકલ સ્ટ્રાઈક્સ દ્વારા જે રીતે સરહદની બીજી તરફ આતંકી લક્ષાંકોને પાડી નાખવામાં આવ્યા તેણે ભારતની અનુકરણીય સૈન્ય શક્તિનું પ્રદર્શન કર્યું છે. સરકાર પૂર્ણપણે દેશના સંરક્ષણ દળોને સમર્થન આપે છે. તેણે એ સુનિશ્ચિત કર્યું છે કે ‘વન રેન્ક, વન પેન્શન’ સહિતની સેનાની લાંબા સમયથી નિલંબિત માંગોને સંતોષવામાં આવે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળ સશસ્ત્ર સેનાના આધુનિકીકરણનું કાર્ય તેજગતિએ થયું છે અને શસ્ત્રો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મહત્ત્વની ખામીઓને ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ કરારો દ્વારા દૂર કરવામાં આવી છે.

સોફ્ટ પાવરના ક્ષેત્રે ભારત ‘વસુધૈવ કુટુંબકમ’ ના રસ્તે એટલેકે સમગ્ર વિશ્વ એક પરિવાર છે, જઈ રહ્યું છે. વિશ્વ સાથે જોડાયેલી સમસ્યાઓ અંગે આપણી માન્યતા સદભાવના અને સામુહિક ભાગીદારીની ભાવનામાંથી ઉત્પન્ન થાય છે. વિશ્વ દ્વારા સહુથી મોટી ચિંતાનો સામનો કરવામાં આવી રહ્યો છે તે છે ક્લાઈમેટ ચેન્જ જે સમગ્ર માનવજાતને અસર કરવાની છે. પેરિસમાં COP21માં મહત્ત્વની ભૂમિકા ભજવવા ઉપરાંત ભારતે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સનું પણ નેતૃત્ત્વ કર્યું છે. આ એક અનોખું જોડાણ છે જે 100થી પણ વધારે સુર્યપ્રકાશથી સમૃદ્ધ રાષ્ટ્રોને ભેગા કરે છે અને તે પૃથ્વીને નુકશાન પહોંચાડ્યા વગર ભવિષ્યની ઉર્જા માંગને પૂરી કરશે.
એક અન્ય બનાવમાં, ભારતનો સોફ્ટ પાવર બહેતર વિશ્વ બનાવવા નો રસ્તો દર્શાવે છે, યોગ હવે વૈશ્વિક ઓળખના કેન્દ્રમાં આવી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે:
“જ્યારે આપણે વિશ્વ શાંતિની વાત કરતા હોઈએ છીએ ત્યારે રાષ્ટ્રોની અંદર પણ શાંતિ હોવી જરૂરી છે. એ ત્યારેજ શક્ય છે જ્યારે સમાજમાં શાંતિ હોય. માત્ર શાંતિ ધરાવતા પરિવારો જ શાંતિ ધરાવતો સમાજ ઉભો કરી શકે. માત્ર શાંતિ ધરાવતા વ્યક્તિઓ જ શાંતિ ધરાવતા પરિવારો ઉભા કરી શકે. યોગ એ વ્યક્તિગતરૂપે, કુટુંબમાં, સમાજમાં, રાષ્ટ્રમાં અને છેવટે સમગ્ર વિશ્વમાં એ પ્રકારની સદભાવના અને શાંતિ ઉભી કરી શકે તેવો માર્ગ છે.”
21 મી જૂનને જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો ત્યારે આ પ્રાચીન પ્રણાલીએ વિશ્વનું ધ્યાન ફરીથી ખેંચ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મુકવામાં આવેલા આ પ્રસ્તાવને યુએન ખાતે 173 દેશોએ સમર્થન આપ્યું હતું જે યુએનના ઇતિહાસમાં અભૂતપૂર્વ સમર્થન હતું. તેને યુનેસ્કોમાં પણ માનવતાની અમૂર્ત થયેલા સાંસ્કૃતિક વારસાની યાદીમાં પણ સામેલ કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં લોકો યોગને એક દૈનિક પ્રણાલી તરીકે તેના અસંખ્ય આરોગ્ય અને આધ્યાત્મિક લાભને પામવા માટે સામેલ કરી રહ્યા છે. સતત સંસ્થાકીય સમર્થનને લીધે યોગ હવે વૈશ્વિક બની ગયો છે.
એક અન્ય ઉભરી રહેલું ક્ષેત્ર જેમાં ભારત મજબુતીથી એક ટેક્નોલોજીકલ વિશિષ્ટતા ઉભી કરી રહ્યું છે તે છે તેનો અંતરીક્ષ કાર્યક્રમ. વિશ્વકક્ષાના વૈજ્ઞાનિકો અને ઇન્જીનીયરો સાથે તે સ્પેસ ઉદ્યોગનું અગ્રણી બની ગયું છે. ISROએ સફળતા પૂર્વક એક જ ઉડાનમાં 104 સેટેલાઈટ્સનું પ્રક્ષેપણ કરીને વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો હતો જેમાંથી 101 સહ-પ્રવાસી સેટેલાઈટ્સ અમેરિકા, નેધરલેન્ડ્સ, સ્વિત્ઝરલેન્ડ, ઇઝરાયેલ, કઝાકિસ્તાન અને UAEના આંતરરાષ્ટ્રીય ગ્રાહક સેટેલાઈટ્સ હતા. ભારતની સ્થાનિક ગ્લોબલ નેવિગેશન સિસ્ટમને IRNSS-1Gના સફળ પ્રક્ષેપણ સાથે પ્રસ્થાપિત કરી દેવામાં આવી છે. આ સાથે ભારત એ ખાસ દેશોની યાદીમાં જોડાઈ ગયું છે જેની ખુદની સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ હોય.
વિવિધ ક્ષેત્રોમાં ભારતીયો દ્વારા ભરવામાં આવેલી હરણફાળ તમામ માટે બહેતર ભવિષ્ય બનાવે છે. વિજ્ઞાન, ટેક્નોલોજી, આર્થિક વિકાસ અને વિકાસના ઉદાહરણમાં આગળ વધવાને કારણે આપણે આપણી પોતાની સમસ્યાઓનું જ નિરાકરણ નથી લાવ્યા પરંતુ એવી સફળ કથાઓની રચના કરી રહ્યા છીએ જેને વિશ્વના અન્ય હિસ્સાઓમાં માનવજાતના કલ્યાણ માટે દોહરાવી શકાય છે.




