"રાષ્ટ્રીય રમતો ભારતની અસાધારણ રમતગમતની કુશળતાની ઉજવણી કરે છે"
"પ્રતિભા ભારતના દરેક ખૂણે અને ખૂણે અસ્તિત્વ ધરાવે છે. એટલે વર્ષ 2014 પછી અમે રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી"
"ગોવાની આભા સરખામણીથી પર છે"
"રમતગમતની દુનિયામાં ભારતની તાજેતરની સફળતા દરેક યુવાન રમતવીર માટે બહુ મોટી પ્રેરણાસ્ત્રોત છે"
"ખેલો ઇન્ડિયા મારફતે પ્રતિભાઓને શોધો, તેમનું સંવર્ધન કરો અને તેમને TOPS દ્વારા ઓલિમ્પિક્સના પોડિયમ ફિનિશ માટે તાલીમ અને ટેમ્પરામેન્ટ આપવા એ અમારો રોડમેપ છે"
"ભારત વિવિધ ક્ષેત્રોમાં આગેકૂચ કરી રહ્યું છે અને આજે અભૂતપૂર્વ માપદંડો સ્થાપિત કરી રહ્યું છે"
"ભારતની ગતિ અને સ્કેલની બરાબરી કરવી મુશ્કેલ છે"
"મારું ભારત ભારતની યુવા શક્તિને વિકસિત ભારતની યુવા શક્તિ બનાવવાનું માધ્યમ બનશે"
"ભારત 2030માં યુથ ઓલિમ્પિક્સ અને 2036માં ઓલિમ્પિકનું આયોજન કરવા માટે તૈયાર છે. ઓલિમ્પિક્સના આયોજનની અમારી આકાંક્ષા માત્ર ભાવનાઓ સુધી મર્યાદિત નથી. તેના બદલે, આની પાછળ કે

ભારત માતાની જય,

ભારત માતાની જય,

ભારત માતાની જય,

ગોવાના રાજ્યપાલ શ્રીમાન પી એસ શ્રીધરન પિલ્લઈજી, અહીંના લોકપ્રિય અને યુવાન, ઊર્જાવંત મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંદજી, રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા અન્ય સાથીદારો, મંચ પર ઉપસ્થિત અન્ય જનપ્રતિનિધિઓ, ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ બહેન પી ટી ઉષાજી, દેશના ખૂણેખૂણામાંથી આવેલા મારા તમામ ખેલાડી સાથીદારો, તેમને સાથસહકાર આપતા કર્મચારીઓ, અન્ય પદાધિકારીઓ અને નવયુવાન મિત્રો, ભારતીય ખેલના મહાકુંભની મહાસફર આજે ગોવી આવી ગઈ છે. દરેક તરફ રંગ છે..તરંગ છે...રોમાંચ છે...એક પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે. ગોવાની હવાની વાત જ અલગ છે. તમને તમામને 37મા રાષ્ટ્રીય રમતોત્સવ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ, અતિ શુભેચ્છાઓ.

 

સાથીદારો,

ગોવા એ ભૂમિ છે, જેણે દેશને રમતગમતના ક્ષેત્રમાં અનેક સિતારાઓન ભેટ ધરી છે. જ્યાં ફૂટબોલ પ્રત્યેની ચાહના દરેક શેરીમાં જોવા મળે છે. અને દેશની સૌથી ફૂટબોલ ક્લબ્સમાંથી કેટલીક અહીં આપણા ગોવામાં છે. આ પ્રકારનાં રમતપ્રેમી રાજ્ય ગોવામાં રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન થવું, ખરેખર રાજ્યની જનતામાં એક નવી ઊર્જાનો સંચાર કરે છે.

મારાં પરિવારનાં સભ્યો,

જ્યારે ભારત રમતગમતની દુનિયામાં એક પછી એક સફળતાઓ હાંસલ કરીને નીતનવી ઊંચાઈ હાંસલ કરી રહ્યો છે, ત્યારે આ રાષ્ટ્રીય રમતોત્સવનું અહીં આયોજન થયું છે. 70 વર્ષમાં જે નહોતું થયું, એ આપણે ચાલુ વર્ષે એશિયાના દેશોના રમતોત્સવ કે એશિયન રમતોત્સવમાં જોયું છે અને હજું એશિયન પેરા રમતોત્સવ પણ ચાલી રહ્યો છે. તેમાં પણ ભારતીય રમતવીરો અત્યાર સુધી 70થી વધારે ચંદ્રકો જીતીને તમામ વિક્રમો તોડી નાંખ્યા છે. આ અગાઉ આંતરરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલય રમતોત્સવનું આયોજન થયું હતું. તેમાં પણ ભારતે એક નવો ઇતિહાસ સર્જી દીધો હતો. આ સફળતાઓ અહીં આવેલા દરેક રમતવીરો માટે બહુ પ્રેરણાસ્પદ છે. આ રાષ્ટ્રીય રમતોત્સવ એક રીતે તમારા માટે, તમામ નવયુવાનો માટે, તમામ રમતવીરો માટે એક મજબૂત અને ઉચિત મંચ પ્રદાન કરે છે, જેમાં રમતવીરો પોતાની સફળતાની સફરની શરૂઆત કરશે. તમારી સામે કેટલી તકો છે, તેને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તાકાત સાથે તમારે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે. ખરું ને? કરશો ને? પાક્કું? જૂનાં વિક્રમો તોડશો? મારી શુભેચ્છાઓ તમારી સાથે છે.

મારાં યુવાન સાથીદારો,

ભારતનાં ગામડે-ગામડે, દરેક શેરીઓમાં પ્રતિભાઓ રહેલી છે. દેશમાં પ્રતિભાઓની કોઈ ઊણપ નથી. આપણો ઇતિહાસ સાક્ષી છે કે, સંસાધનોના અભાવો વચ્ચે પણ ભારતે ચેમ્પિયન રમતવીરો પેદા કર્યા છે. મારી સાથે મંચ પર આપણી બહેન પી ટી ઉષાજી ઉપસ્થિત છે. પણ તેમ છતાં દરેક દેશવાસીને હંમેશા એક ઊણપ સાલતી હતી. આપણો આટલો વિશાળ દેશ આંતરરાષ્ટ્રીય સ્તરની રમતોત્સવ સ્પર્ધાઓમાં ચંદ્રકનાં કોઠામાં બહુ પાછળ રહી જતો હતો. પણ વર્ષ 2014 પછી આપણા દેશની આ પીડાને રાષ્ટ્રીય સંકલ્પ સાથે દૂર કરવાનું બીડું અમે ઝડપ્યું હતું. અમે પરિવર્તન લાવ્યાં છીએ, રમતગમતનાં માળખામાં પરિવર્તનનો પવન ફૂંકી દીધો છે, અમે પસંદગીની પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે, અમે તેને વધારે પારદર્શક બનાવી દીધી છે. અમે રમતવીરોને આર્થિક મદદ કરતી યોજનાઓમાં પરિવર્તન કરી દીધું છે. અમે રમતવીરોને તાલીમ આપતી યોજનાઓમાં ફેરફારો કરી દીધા છે. અમે પરિવર્તન લાવી દીધું છે, સમાજની માનસિકતા બદલી નાંખી છે, જૂની વિચારસરણી, જૂનાં અભિગમને કારણે આપણે રમતગમત સાથે સંબંધિત માળખાગત સુવિધાઓમાં જે અવરોધો હતાં, તેને અમે એક પછી એક દૂર કરવાનું કામ શરૂ કરી દીધું છે. સરકારે પ્રતિભાઓને શોધીને તેમને યોગ્ય સુવિધાઓ પ્રદાન કરીને ઓલિમ્પિક રમતોત્સવના મંચ સુધી પહોંચાડવા માટે એક યોજના બનાવી છે. તેનું પરિણામ આજે આખો દેશ જોઈ રહ્યો છે.

 

સાથીદારો,

અગાઉની સરકારોમાં રમતગમતના ક્ષેત્રનાં ખર્ચ કે બજેટને લઈને સંકોચી વિચારસરણી જોવા મળતી હતી. લોકો વિચારતા હતા કે – રમત તો રમત છે, રમત જ છે અને બીજું શું છે? શા માટે આપણે તેનાં પર જંગી ખર્ચ કરવો! અમારી સરકારે આ વિચારસરણીને પણ બદલી નાંખી છે. અમે રમતગમત માટેની નાણાકીય ફાળવણી વધારી દીધી છે. ચાલુ વર્ષે કેન્દ્ર સરકારનું રમતગમતનાં ક્ષેત્ર માટેની નાણાકીય ફાળવણી અગાઉના 9 વર્ષની સરખામણીમાં ત્રણ ગણી વધારે છે. સરકારે ખેલો ઇન્ડિયાથી લઈને ટોપ્સ યોજના સુધી – આ તમામ યોજનાઓમાં દેશના રમતવીરોને આગળ વધારવા, તેમને પ્રોત્સાહન આપવા માટે એક નવી વ્યવસ્થા ઊભી કરી છે. આ યોજનાઓ અંતર્ગત સમગ્ર દેશમાંથી શાળાઓ, કૉલેજો (મહાવિદ્યાલયો), વિશ્વવિદ્યાલયોના સ્તર સુધી તમારા જેવા પ્રતિભાસંપન્ન રમતવીરોની ઓળખ થઈ રહી છે. તેમની તાલીમ, તેમને ઉચિત આહાર, તેમના અન્ય ખર્ચ પર સરકાર જંગી ખર્ચ કરી રહી છે. ટોપ્સ એટલે કે ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (ઓલિમ્પિકના મંચ પર ચંદ્રકો સુધી પહોંચવા માટેની લક્ષિત યોજના) અંતર્ગત દેશના ટોચના રમતવીરોને દુનિયાની શ્રેષ્ઠ તાલીમ મળી રહી છે. તમે કલ્પના કરો, ખેલો ઇન્ડિયા યોજના અંતર્ગત અત્યાર સુધી દેશભરમાં ત્રણ હજાર યુવાનો, આ આપણાં રમતવીરોને તાલીમ આપવામાં આવે છે. મોટી સંખ્યામાં પ્રતિભાસંપન્ન ખેલાડીઓ તૈયાર થઈ રહ્યાં છે. વળી તેમાં દરેક ખેલાડીઓને દર વર્ષે છ લાખ રૂપિયાથી વધારેની શિષ્યાવૃત્તિ આપવામાં આવે છે. ખેલો ઇન્ડિયા અભિયાનમાંથી બહાર નીકળેલા અંદાજે સવા સો યુવાન રમતવીરોએ એશિયન રમતોત્સવમાં ભાગ લીધો હતો. જૂની વ્યવસ્થા હોત તો કદાચ આ જ પ્રતિભાને ક્યારેય ઓળખ જ મળી ન હોત. આ પ્રતિભાસંપન્ન રમતવીરોએ 36 ચંદ્રકો દેશ માટે જીત્યાં છે. ખેલો ઇન્ડિયામાંથી રમતવીરોની ઓળખ કરો, તેમને તૈયાર કરો, તેમને તાલીમ આપો અને પછી ટોપ્સમાંથી તેમને ઓલિમ્પિકમાં ચંદ્રક જીતવાની તાલીમ અને ધૈર્ય આપો. આ અમારી રૂપરેખા છે.

મારાં યુવાન સાથીદારો,

કોઈ પણ રાષ્ટ્રનાં રમતગમત ક્ષેત્રની પ્રગતિનો સીધો સંબંધ એ દેશનાં અર્થતંત્રની પ્રગતિ સાથે સંબંધિત હોય છે. જ્યારે દેશમાં નકારાત્મક ભાવના હોય છે, નિરાશા પ્રવર્તતી હોય છે, ત્યારે મેદાન પર પણ, જીવનનાં દરેક ક્ષેત્રમાં પણ એની બહુ ખરાબ અસર જોવા મળે છે. રમતગમતનાં ક્ષેત્રમાં ભારતની સફળતાની આ ગાથા, ભારતની સંપૂર્ણ સફળ ગાથાથી અલગ નથી. અત્યારે ભારત દરેક ક્ષેત્રમાં હરણફાળ પ્રગતિ કરી રહ્યો છે, નવી ઉપલબ્ધિઓ હાંસલ કરી રહ્યો છે, નવા વિક્રમો સ્થાપિત કરી રહ્યો છે. ભારતની પ્રગતિની ઝડપ અને એનો વ્યાપનો મુકાબલો કરવો હાલ દુનિયાનાં કોઈ પણ દેશ માટે મુશ્કેલ છે. ભારત કેવી રીતે આગળ વધી રહ્યો છે, એનો અંદાજ તમને છેલ્લાં 30 દિવસમાં થયેલા કામ અને ઉપલબ્ધિઓમાં મળી જશે.

 

સાથીદારો,

હું તમારો વધારે સમય લેવા ઇચ્છતો નથી. તમે વિચાર કરો – તમારું ઉજ્જવળ ભવિષ્ય કેવી રીતે તૈયાર થઈ રહ્યું છે. મારાં નવયુવાનો ધ્યાનથી સાંભળો કે ફક્ત 30 દિવસમાં દેશમાં થયેલા કાર્યો વિશે જાણકારી આપી રહ્યો છું. છેલ્લાં 30થી 55 દિવસમાં શું થયું છે અને તમને દેશ કેટલી ઝડપ અને કેટલાં મોટા પાયે આગળ વધી રહ્યો છે તે સમજાઈ જશે. પછી તમને ઉજ્જવળ ભવિષ્યની મોદીની ખાતરીમાં વિશ્વાસ બેસી જશે.

છેલ્લાં 30થી 35 દિવસ દરમિયાન જ,

- નારીશક્તિ વંદન અધિનિયમ સંસદના બંને ગૃહોમાંથી પસાર થયો અન કાયદો બની ગયો.

- ગગનયાન સાથે સંબંધિત એક બહુ મહત્વપૂર્ણ પરીક્ષણ સફળતાપૂર્વક પાર પડ્યું છે.

- ભારતને પોતાની પ્રથમ પ્રાદેશિક ઝડપી રેલવે નમો ભારત પ્રાપ્ત થઈ છે.

- બેંગુલુરુ મેટ્ર સેવાનું વિસ્તરણ થયું છે.

- જમ્મુ-કાશ્મીરની પ્રથમ વિસ્ટાડોમ ટ્રેન સેવાની શરૂઆત થઈ છે.

- આ જ 30 દિવસોમાં દિલ્હી-વડોદરા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન થયું છે.

- ભારતમાં જી20 સંગઠનના સભ્ય દેશોનાં સાંસદો અને સંસદના અધ્યક્ષોનું એક સંમેલન યોજાયું છે.

- ભારતમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ શિખર સંમેલન યોજાયું, જેમાં છ લાખ કરોડ રૂપિયાની સમજૂતીઓ થઈ છે.

- ઇઝરાયેલમાંથી ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન અજય શરૂ થયું છે.

- 40 વર્ષના અંતરાલ પછી ભારત અને શ્રીલંકા વચ્ચે ફેરી સેવા ફરી શરૂ થઈ છે.

- યુરોપને પાછળ પાડીને ભારત 5જી સેવાના વપરાશકર્તાઓની સંખ્યાની દ્રષ્ટિએ દુનિયાના ટોચના ત્રણ દેશોમાં પહોંચી ગયો છે.

- એપલ પછી ગૂગલે પણ મેડ ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત સ્માર્ટફોન બનાવવાની જાહેરાત કરી છે.

- આપણાં દેશમાં અનાજ અને ફળફળાદિના ઉત્પાદનનો નવો વિક્રમ સ્થાપિત થયો છે.

 

સાથીદારો,

આ તો હજુ અડધી સફર વિશે જ વાત કરી છે. મારી પાસે ગણાવવા માટે ઘણું બધી ઉપલબ્ધિઓ છે. આજે જ મેં મહારાષ્ટ્રમાં નાલવંદે ડેમ પર ભૂમિપૂજન કર્યું છે, જે છેલ્લાં 50 વર્ષથી અટકી ગયું હતું.

- છેલ્લાં 30 દિવસોમાં તેલંગાણામાં છ હજાર કરોડ રૂપિયાના સુપર થર્મલ વીજ પ્રકલ્પનું લોકાર્પણ થયું છે.

- છત્તીસગઢના બસ્તરમાં 24 હજાર કરોડ રૂપિયાના ખર્ચે સ્ટીલના અતિ આધુનિક પ્લાન્ટનું લોકાર્પણ થયું છે.

- રાજસ્થાનમાં મહેસાણા-ભટિંડા-ગુરદાસપુર ગેસ પાઇપલાઇન માટેના એક વિભાગનું લોકાર્પણ થયું છે.

- જોધપુરમાં નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ અને આઇઆઇટી કેમ્પસનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે.

- છેલ્લાં 30 દિવસ દરમિયાન જ મહારાષ્ટ્રમાં 500થી વધારે કૌશલ્ય વિકાસ કેન્દ્રોનો શુભારંભ થઈ ગયો છે.

- થોડાં દિવસ અગાઉ ગુજરાતના ધોરડોને શ્રેષ્ઠ પ્રવાસન ગામનો પુરસ્કાર મળ્યો છે.

- જબલપુરમાં વીરાંગના રાણી દુર્ગાવતી સ્મારકનું ભૂમિપૂજન થયું છે.

- હળદરની ખેતી કરતાં ખેડૂતો માટે હળદર મંડળ બનાવવાની જાહેરાત થઈ છે.

- તેલંગાણામાં કેન્દ્રીય આદિવાસી વિશ્વવિદ્યાલયને મંજૂરી મળી છે.

- મધ્યપ્રદેશમાં એકસાથે સવા બે લાખ ગરીબ કુટુંબોને પ્રધાનમંત્રી મકાન યોજના અંતર્ગત મકાનો મળ્યાં છે.

- આ જ 30 દિવસ દરમિયાન પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓની સંખ્યા 50 લાખ થઈ ગઈ છે.

- આયુષ્માન ભારત યોજના અંતર્ગત 26 કરોડ કાર્ડ બનવાનું નવું સીમાચિહ્ન સર થયું છે.

- વિકાસની આકાંક્ષા ધરાવતા જિલ્લાઓ પછી દેશમાં વિકાસની આકાંક્ષા ધરાવતા તાલુકાઓના વિકાસ માટે અભિયાન શરૂ થયું છે.

- ગાંધીજયંતિ પર દિલ્હીમાં ખાદીની એક જ દુકાન પર દોઢ કરોડ રૂપિયાનું વેચાણ થયું છે.

 

અને સાથીદારો,

આ જ 30 દિવસ દરમિયાન રમતગમતની દુનિયામાં ઘણું બધું થઈ ગયું છે.

- ભારતના રમતવીરોએ એશિયન રમતોત્સવમાં 100થી વધારે ચંદ્રકો જીત્યાં છે.

- 40 વર્ષ પછી ભારતમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનાં સત્રનું આયોજન થયું.

- ઉત્તરાખંડને હોકી એસ્ટ્રો-ટર્ફ અને વેલોડ્રોમ સ્ટેડિયમ મળ્યું છે.

- વારાણસીમાં આધુનિક ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ કરવા પર કામગીરી શરૂ થઈ ગઈ છે.

- ગ્વાલિયરને અટલ બિહારી વાજપેયી દિવ્યાંગ રમતગમત કેન્દ્ર મળ્યું છે.

- અને આ જ ગોવામાં આ રાષ્ટ્રીય રમતોત્સવ પણ યોજાઈ રહ્યો છે.

મારા નવયુવાન સાથીદારો વિચારો કે ફક્ત 30 દિવસ દરમિયાન થયેલા કાર્યોની આ યાદી બહુ લાંબી છે. મેં તો તમને એક નાની ઝાંખી કરાવી છે. અત્યારે દેશના દરેક ક્ષેત્રમાં દેશના દરેક વિસ્તારમાં અભૂતપૂર્વ ઝડપ સાથે કામ થઈ રહ્યું છે, દરેક નાગરિક વિકસિત ભારતનાં નિર્માણમાં જોડાઈ ગયો છે.

સાથીદારો,

આ જેટલાં પણ કાર્યો થઈ રહ્યાં છે, તેનાં મૂળમાં મારાં દેશના યુવાનો છે, મારાં ભારતની યુવા પેઢી છે. અત્યારે ભારત યુવાન, અભૂતપૂર્વ વિશ્વાસ સાથે સંપન્ન રાષ્ટ્ર છે. ભારતની યુવા પેઢી આ જ આત્મવિશ્વાસ સાથે રાષ્ટ્રીય સંકલ્પોને પાર પાડવા માટે તાજેતરમાં એક અન્ય મોટાં કાર્યમાં લાગી ગઈ છે. મારાં યુવાન ભારત, અહીં તમને દરેક જગ્યાએ જે બોર્ડ દેખાઈ રહ્યાં છે એટલે માય ભારત નામથી એક નવા મંચને મંજૂરી આપવામાં આવી છે. આ ગ્રામીણ અને શહેરી એટલે કે દેશના દરેક યુવાનને એકબીજા સાથે અને સરકારની સાથે જોડવાનું કામ પણ કરે છે, જે વન સ્ટોપ સેન્ટર હશે. એટલે તેમની આકાંક્ષાઓ પૂરી કરવા માટે, રાષ્ટ્રનિર્માણના ભગીરથ કાર્ય માટે તેમને વધારે તકો પણ પ્રદાન થઈ શકે. આ ભારતની યુવાશક્તિને, વિકસિત ભારતની શક્તિ બનાવવા માટેનું માધ્યમ બનશે. હવે થોડા દિવસ પછી 31 ઓક્ટોબરે એકતા દિવસ પર હું માય ભારત અભિયાનનો શુભારંભ કરીશ. અને દેશવાસીઓ જાણે છે કે, 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર આપણે સમગ્ર દેશમાં રન ફોર યુનિટી એટલે કે એકતા માટેની દોટ નામના કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. મારી ઇચ્છા છે કે, ગોવામાં પણ અને દેશનાં દરેક ખૂણામાં 31 ઓક્ટોબરના રોજ દેશની એકતા માટે રન ફોર યુનિટીના શાનદાર કાર્યક્રમનું આયોજન થયું જોઈએ. તમે સૌ પણ આ અભિયાનમાં જરૂર સામેલ થજો.

 

સાથીદારો,

જ્યારે હાલ ભારતનો સંકલ્પ અને પ્રયાસ બંને આટલા વિરાટ છે, ત્યારે ભારતની આકાંક્ષાઓ પણ બુલંદ હોય એ સ્વાભાવિક છે. એટલે જ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી)ના સત્ર દરમિયાન મેં 140 કરોડ ભારતીયોની આકાંક્ષા રજૂ કરી છે. મેં ઓલિમ્પિક્સની સર્વોચ્ચ સમિતિને આશ્વાસન આપ્યું છે કે, ભારત વર્ષ 2030માં યૂથ ઓલિમ્પિક્સ અને વર્ષ 2036માં ઓલિમ્પિક્સનું આયોજન કરવા માટે સજ્જ છે.

સાથીદારો,

ઓલિમ્પિક્સનું આયોજન કરવા માટે અમારી આકાંક્ષાઓ ફક્ત ભાવનાઓ સુધી મર્યાદિત નથી. પરંતુ એની પાછળ કેટલાંક નક્કર કારણો છે. વર્ષ 2036 એટલે કે આજથી લગભગ 13 વર્ષ પછી ભારત દુનિયાની ટોચની આર્થિક તાકાતો પૈકીની એક હશે. એ સમય સુધી હાલની સરખામણીમાં દરેક ભારતીયની આવક અનેકગણી વધી જશે. ત્યાં સુધીમાં ભારતમાં એક બહુ મોટો કે વિશાળ મધ્યમ વર્ગ આકાર લેશે. રમતગમતથી લઈને અંતરિક્ષ ક્ષેત્ર સુધી ભારતનો તિરંગો વધારે શાન સાથે લહેરાતો હશે. ઓલિમ્પિક્સનું આયોજન કરવા માટે જોડાણ અને અન્ય આધુનિક માળખાગત સુવિધાઓની જરૂર પડે છે. અત્યારે ભારત આધુનિક માળખાગત સુવિધાઓ ઊભી કરવા માટે 100 લાખ કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચ કરવાની તૈયાર કરી રહ્યો છે. એટલે ઓલિમ્પિક્સનું આયોજન કરવું પણ આપણા માટે એટલું જ સરળ થઈ જશે.

સાથીદારો,

આપણો રાષ્ટ્રીય રમતોત્સવ, એક ભારત, શ્રેષ્ઠ ભારતનું પણ પ્રતીક છે. આ ભારતનાં દરેક રાજ્યને પોતાનું સામર્થ્ય દેખાડવાનું એક બહુ મોટું માધ્યમ હોય છે. આ વર્ષે ગોવાને એની તક મળી છે. ગોવાની રાજ્ય સરકારે, ગોવાનાં નાગરિકોએ જે રીતે તૈયારીઓ કરી છે, એ ખરેખર અતિ પ્રશંસનીય છે. અહીં રમતગમત માટે માળખાગત સુવિધાઓ ઊભી થઈ છે એ આગામી અનેક દાયકાઓ સુધી ગોવાના યુવાનોને કામ આવશે. અહીંથી અનેક નવા રમતવીરો ભારતને મળશે. એનાથી અહીં વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોત્સવોનું આયોજન કરવાનું શક્ય બનશે. છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન ગોવામાં જોડાણ સાથે સંબંધિત આધુનિક માળખાગત સુવિધાઓ પણ ઊભી થઈ છે. રાષ્ટ્રીય રમતોત્સવથી ગોવાના પ્રવાસન ક્ષેત્રને, અહીંના અર્થતંત્રને પણ બહુ મોટો ફાયદો થશે.

 

સાથીદારો,

ગોવા, આ ગોવા તો ઉત્સવો માટે, ઉજવણીઓ માટે જગપ્રસિદ્ધ છે. ગોવાનાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવની ચર્ચા અત્યારે આખી દુનિયામાં થવા લાગી છે. અમારી સરકાર, ગોવાની આંતરરાષ્ટ્રીય પરિષદો, બેઠકો અને શિખર સંમેલનોને પણ મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવી રહી છે. વર્ષ 2016માં અમે બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત, દક્ષિણ આફ્રિકા અને ચીનનું બનેલું સંગઠન)નું શિખર સંમેલન ગોવામાં યોજાયું હતું. જી-20 સંગઠન સાથે સંબંધિત ઘણી મહત્વપૂર્ણ બેઠકો પણ અહીં ગોવામાં યોજાઈ રહી છે. મને ખુશી છે કે, દુનયામાં પ્રવાસન ક્ષેત્રની સતત વૃદ્ધિ માટે પ્રવાસન માટે ગોવાની રૂપપરેખાને જી20 દેશોએ સર્વસંમતિ સાથે સ્વીકાર કરી લીધો છે. આ ગોવા માટે તો ગર્વનો વિષય છે, સાથેસાથે ભારતના પ્રવાસન ક્ષેત્ર માટે પણ બહુ મોટી ઉપલબ્ધિ છે.

સાથીદારો,

ક્ષેત્ર કોઈ પણ હોય, મેદાન કોઈ પણ હોય, પડકારો ગમે એવો હોય, આપણે દરેક સ્થિતિસંજોગોમાં આપણું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે. આ પ્રસંગને, આ તકને આપણે ગુમાવવાની નથી. આ જ આહવાન સાથે હું સાડત્રીસમા રાષ્ટ્રીય રમતોત્સવનાં શુભારંભની જાહેરાત કરું છુ. તમને તમામ રમતવીરોને એકવાર ફરી ખૂબ શુભેચ્છાઓ. ગોવા તૈયાર છે! ગોંય આસા તયાર! ગોવા ઇઝ રેડી ! ખૂબ આભાર.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Apple exports record $2 billion worth of iPhones from India in November

Media Coverage

Apple exports record $2 billion worth of iPhones from India in November
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the power of collective effort
December 17, 2025

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam-

“अल्पानामपि वस्तूनां संहतिः कार्यसाधिका।

तृणैर्गुणत्वमापन्नैर्बध्यन्ते मत्तदन्तिनः॥”

The Sanskrit Subhashitam conveys that even small things, when brought together in a well-planned manner, can accomplish great tasks, and that a rope made of hay sticks can even entangle powerful elephants.

The Prime Minister wrote on X;

“अल्पानामपि वस्तूनां संहतिः कार्यसाधिका।

तृणैर्गुणत्वमापन्नैर्बध्यन्ते मत्तदन्तिनः॥”