શેર
 
Comments
“ભારતના ઇતિહાસમાં, મેરઠ માત્ર એક શહેર નથી પરંતુ સંસ્કૃતિ અને શક્તિનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે”
“દેશમાં રમતગમતોને વેગ મળે તે માટે, યુવાનોને રમત ક્ષેત્રમાં વિશ્વાસ હોય તે જરૂરી છે અને તેમને રમત ક્ષેત્રને પ્રોફેશન તરીકે પસંદ કરવા પ્રોત્સાહન આપવું જોઇએ. આ મારો સંકલ્પ છે, આ મારું સપનું છે”
“ગામડાંઓ અને નાના શહેરોમાં રમતગમતની માળખાકીય સુવિધાઓના આગમન સાથે, આવા સ્થળો પરથી આવતા રમતવીરોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે”
“સંસાધનોથી સ્પોર્ટિંગ ઇકો-સિસ્ટમનો ઉદય થઇ રહ્યો છે અને સંભાવનાઓના નવા પ્રવાહનું સર્જન થઇ રહ્યું છે. આનાથી સમાજમાં વિશ્વાસ બેસી રહ્યો છે કે, રમત ક્ષેત્રની દિશામાં આગળ વધવું એ સાચો નિર્ણય છે”
“મેરઠ માત્ર વોકલ ફોર લોકલ નથી પરંતુ લોકલને ગ્લોબલમાં રૂપાંતરિત પણ કરી રહ્યું છે”
“અમારું લક્ષ્ય સ્પષ્ટ છે. યુવાનોએ માત્ર રોલ મોડલ ન બનવું જોઇએ પરંતુ પોતાના રોલ મોડલને ઓળખવા પણ જોઇએ”

ભારત માતા કી જય, ભારત માતા કી જય.

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, અહીંના લોકપ્રિય અને ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્ય નાથજી, ઉપમુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સહયોગી શ્રી સંજીવ બાલ્યાનજી, વી કે સિંહજી, મંત્રીશ્રી દિનેશ ખટીકજી, શ્રી ઉપેન્દ્ર તિવારીજી, શ્રી કપિલદેવ અગ્રવાલજી, સંસદમાં મારા સાથી શ્રીમાન સત્યપાલ સિંહજી, રાજેન્દ્ર અગ્રવાલજી, વિજયપાલ સિંહ તોમરજી, શ્રીમતી કાન્તા કરદમજી, ધારાસભ્ય ભાઈ સોમેન્દ્ર તોમરજી, સંગીત સોમજી, જીતેન્દ્ર સતવાલજી, સત્ય પ્રકાશ અગ્રવાલજી, મેરઠ જીલ્લા પરિષદના અધ્યક્ષ ગૌરવ ચૌધરીજી, મુઝફ્ફરનગર જીલ્લા પરિષદના અધ્યક્ષ વિરપાલજી, અન્ય તમામ લોક પ્રતિનિધિ સમુદાય અને મેરઠ- મુઝઝફરનગરમાં દૂર દૂરથી પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો. આપ સર્વેને વર્ષ 2022ની ખૂબ ખૂબ શુભેચ્છા.

વર્ષની શરૂઆતમાં મેરઠ આવવું તે મારા માટે ખૂબ મહત્વની બાબત છે. ભારતના ઈતિહાસમાં મેરઠનું સ્થાન માત્ર એક શહેર તરીકે જ નથી, પણ મેરઠ આપણી સંસ્કૃતિ, આપણાં સામર્થ્યનું કેન્દ્ર  રહ્યુ છે. રામાયણ અને મહાભારત કાળથી માંડીને જૈન તિર્થંકરો અને પંજ પ્યારામાંથી એક ભાઈ, ભાઈ ધર્મસિંહ સુધી મેરઠે દેશની આસ્થાને ઊર્જાવાન બનાવી છે.

સિંધુ કાંઠાની સભ્યતાથી માંડીને દેશના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ સુધી આ વિસ્તારે દુનિયાને બતાવી આપ્યું છે કે ભારતનું સામર્થ્ય શું હોઈ શકે છે. 1857માં બાબા ઓઘડનાથ મંદિરમાંથી આઝાદીનો જે લલકાર શરૂ થયો, દિલ્હી કૂચનો જે અનુરોધ કરવામાં આવ્યો તેનાથી ગુલામીની અંધારી સૂરંગમાં તો દેશને નવી રોશની મળી હતી. ક્રાંતિની આ પ્રેરણાથી આગળ ધપતા રહીને આપણે આઝાદ થયા અને આજે ગર્વ સાથે આપણી આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ. મારૂં એ સૌભાગ્ય છે કે અહીં આવતાં પહેલાં મને બાબા ઓઘડનાથ મંદિરે જવાની તક મળી હતી. હું, અમર જવાન જ્યોતિ સ્થળે પણ ગયો હતો. સ્વતંત્રતા સંગ્રામ સંગ્રહાલયમાં મેં તેની અનુભૂતિને અનુભવી હતી, જે દેશની આઝાદી માટે કશુંક કરી છૂટવા માંગતા લોકોને લલકારી રહી હતી.

ભાઈઓ અને બહેનો,

મેરઠ અને આસપાસના આ વિસ્તારે સ્વતંત્ર ભારતને નવી દિશા આપવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. રાષ્ટ્ર રક્ષણ માટે સીમા પર બલિદાન આપવાનું હોય કે પછી રમતના મેદાનમાં રાષ્ટ્ર માટે સન્માન પ્રાપ્ત કરવાનું કે પછી રાષ્ટ્ર ભક્તિની જ્યોતે આ વિસ્તારને સદા સર્વદા પ્રજવલ્લિત રાખ્યો છે. નૂરપૂર મડૈયાએ ચૌધરી ચરણસિંહજી સ્વરૂપે દેશને એક દીર્ઘદ્રષ્ટિ ધરાવતા વ્યક્તિનું નેતૃત્વ આપ્યું હતું. હું આ પ્રેરણા સ્થળને વંદન કરૂં છું. મેરઠ અને આ વિસ્તારના લોકોને અભિનંદન પાઠવું છું.

ભાઈઓ અને બહેનો,

મેરઠ દેશના વધુ એક મહાન સંતાન મેજર ધ્યાનચંદજીની કર્મભૂમિ પણ રહી છે. થોડાંક મહિના પહેલાં કેન્દ્ર સરકારે દેશનો સૌથી મોટો ખેલ પુરસ્કાર આ દાદાના નામે કર્યો છે. આજે મેરઠનું સ્પોર્ટ યુનિવર્સિટી મેજર ધ્યાનચંદજીને સમર્પિત કરવામા આવી રહી છે અને યુનિવર્સિટીનું નામ મેજર ધ્યાનચંદની સાથે જોડવામાં આવી રહ્યું છે ત્યારે તેમના પરાક્રમો પણ પ્રેરણા આપે છે, પરંતુ તેમના નામમાં પણ એક સંદેશ છે. તેમના નામમાં એક શબ્દ છે ધ્યાન. ધ્યાન કેન્દ્રિત કર્યા વગર ક્યારેય પણ સફળતા મળતી નથી. અને એટલા માટે જે યુનિવર્સિટીનું નામ ધ્યાનચંદજી સાથે જોડવામાં આવ્યું છે ત્યાં સંપૂર્ણ ધ્યાન સાથે કામ કરનારા નવયુવાનો દેશનું નામ રોશન કરશે તેવો મને પૂરો વિશ્વાસ છે.

હું ઉત્તરપ્રદેશના નવયુવાનોને, ઉત્તર પ્રદેશની પ્રથમ સ્પોર્ટસ યુનિવર્સિટી માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રૂ.700 કરોડના ખર્ચે બની રહેલી આ આધુનિક યુનિવર્સિટી દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંની એક બની રહેશે. અહીંયા યુવાનોને રમતો સાથે જોડાયેલી આંતરરાષ્ટ્રિય સુવિધાઓ તો મળશે જ, પણ સાથે સાથે એક કારકિર્દી તરીકે રમતને અપનાવવા માટે જરૂરી કૌશલ્યનું પણ નિર્માણ થશે. અહીંથી દર વર્ષે એક હજારથી વધુ દીકરા- દીકરીઓ ઉત્તમ ખેલાડી તૈયાર થઈને બહાર આવશે ત્યારે ક્રાંતિવીરોની આ નગરી, રમતવીરોની નગરી તરીકે પણ પોતાની ઓળખને વધુ સશક્ત બનાવશે.

સાથીઓ,

અગાઉની સરકારોમાં ઉત્તર પ્રદેશમાં અપરાધીઓ ખેલ ખેલતા હતા. માફિયાઓ પોતાનો ખેલ ખેલતા હતા. અગાઉ અહીંયા ગેરકાયદે કબજાની ટુર્નામેન્ટ થતી હતી. દીકરીઓ પર જુલમ કરનારા લોકો ખૂલ્લેઆમ ફરતા હતા. આપણાં મેરઠ અને આસપાસના વિસ્તારોમાં લોકો ક્યારેય ભૂલી શકે તેમ નથી કે લોકોના ઘર સળગાવી દેવામાં આવતા હતા અને અગાઉની સરકારો પોતાના ખેલ ખેલતી રહેતી હતી. અગાઉની સરકારોના આ ખેલનું પરિણામ એ આવ્યું કે લોકો પોતાના બાપદાદાના ઘર છોડીને સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા  હતા.

અગાઉ કેવા કેવા ખેલ ખેલવામાં આવતા હતા, પણ હવે યોગીજીની સરકાર આવા અપરાધીઓ સાથે જેલ, જેલનો ખેલ ખેલી રહી છે. પાંચ વર્ષ પહેલાં મેરઠની દીકરીઓ સાંજ પડ્યા પછી પોતાના ઘરની બહાર નિકળતા પણ ડરતી હતી. આજે મેરઠની દીકરીઓ સમગ્ર ભારતમાં પોતાનું નામ રોશન કરી રહી છે. અહીં મેરઠમાં સોતીગંજ બજારમાં ગાડીઓ સાથે જે ખેલ ખેલવામાં આવતો હતો તેનો પણ અંત આવી ગયો છે. હવે ઉત્તરપ્રદેશમાં અસલી ખેલને પ્રોત્સાહન મળી રહ્યું છે. ઉત્તરપ્રદેશના યુવાનોને રમતની દુનિયામાં છવાઈ જવાનો મોકો મળનાર છે.

સાથીઓ, આપણે ત્યાં કહેવામાં આવે છે કે- મહાજનો યેન ગતાઃ સ પંથાઃ

આનો અર્થ એવો થાય છે કે જે પથ ઉપર મહાન માણસો, મહાન વિભૂતિઓ ચાલે છે તે જ આપણો પંથ છે, પરંતુ હવે ભારત બદલાઈ ગયું છે. હવે આપણે 21મી સદીમાં છીએ અને 21મી સદીના નૂતન ભારતમાં સૌથી મોટી જવાબદારી યુવાનો પાસે જ છે. અને એટલા માટે હવે મંત્ર બદલાઈ ગયો છે- 21મી સદીનો મંત્ર છે- યુવા જનો યેન ગતાઃ સ પંથાઃ

જે માર્ગ ઉપર યુવાનો ચાલી રહ્યા છે તે માર્ગ દેશનો માર્ગ છે. જ્યાં યુવાનોના કદમ આગળ ધપતા રહે છે ત્યાં મંઝિલ જાતે ચરણ ચૂમવા લાગે છે. નવા યુવા ભારતના કર્ણધાર પણ યુવાનો છે અને યુવાનો નવા ભારતનું વિસ્તરણ પણ કરી રહ્યા છે. યુવાનો નવા ભારતના નિયંતા પણ છે અને યુવાનો નવા ભારતનું નેતૃત્વ પણ છે. આપણાં આજના યુવાનો પાસે પ્રાચીનતાનો વારસો પણ છે અને આધુનિકતાનો બોજ પણ છે. એટલા માટે જે તરફ યુવાનો ચાલશે તે તરફ ભારત ચાલશે અને જે તરફ ભારત ચાલશે તે તરફ હવે દુનિયા ચાલવાની છે. આપણે આજે જોઈએ તો વિજ્ઞાનથી માંડીને સાહિત્ય સુધી, સ્ટાર્ટઅપ્સથી માંડીને સ્પોર્ટસ સુધી  બધી જગાએ ભારતના યુવાનો છવાઈ ગયા છે.

ભાઈઓ અને બહેનો,

રમતની દુનિયામાં આવનારા સમયમાં યુવાનો અગાઉથી જ સામર્થ્યવાન હતા. તેમની મહેનતમાં અગાઉ પણ કોઈ ઊણપ ન હતી. આપણાં દેશમાં રમત સંસ્કૃતિ ખૂબ સમૃધ્ધ રહી છે. મેરઠમાં થતી કુસ્તીઓમાં જે ઘીનાં પીપ અને લાડુ પુરસ્કાર તરીકે મળતા હતા તેના સ્વાદ માટે કોનું મન મેદાનમાં ઉતરવા માટે જ નહીં પણ રમવા માટે  તૈયાર ના થાય! એ બાબત પણ સાચી છે કે અગાઉની સરકારોની નીતિઓના કારણે રમત અને ખેલાડીઓ તરફ જોવાની દ્રષ્ટિ પણ ખૂબ જ અલગ રહી હતી. અગાઉ શહેરોમાં જ્યારે કોઈ યુવાન પોતાની ઓળખ એક ખેલાડી તરીકે બતાવતો હતો અથવા તો  તે કહેતો કે હું ખેલાડી છું, હું અમુક રમત રમું છું, હું તે રમતમાં આગળ વધવા માંગુ છું કહેતો તો સામેની વ્યક્તિ શું પૂછતી હતી તે ખબર છે? સામેની વ્યક્તિ પૂછતી હતી કે તું રમત રમે છે તે તો ઠીક છે, પણ કામ શું કરે છે? આનો અર્થ એ થયો કે રમતની કોઈ ઈજ્જત તરીકે ગણવામાં આવતી ન હતી.

ગામમાં જો કોઈ પોતાને ખેલાડી તરીકે ઓળખાવે તો લોકો કહેતા હતા કે તે ફોજ અથવા તો પોલિસમાં નોકરી મળે તે માટે રમી રહ્યો છે. આનો અર્થ એ થયો કે  રમત અંગેની વિચારણા અને સમજનો વ્યાપ ખૂબ જ મર્યાદિત હતો. અગાઉની સરકારોએ યુવાનોના આ સામર્થ્યને કોઈ મહત્વ આપ્યું ન હતું. આ સરકારોની એ જવાબદારી હતી કે સમાજમાં રમત અંગે જે દ્રષ્ટિકોણ છે તેમાંથી દેશને બહાર લાવવો જરૂરી છે, પણ આથી ઉલ્ટું થયું છે. મોટાભાગની રમતો અંગે દેશમાં નારાજગી વધતી ગઈ અને પરિણામ એ આવ્યું કે જે હોકીમાં ગુલામીના સમયમાં પણ મેજર ધ્યાનચંદજી જેવી પ્રતિભાઓએ દેશને ગૌરવ અપાવ્યું તે રમતમાં મેડલ મેળવવા માટે આપણે દાયદાઓ સુધી પ્રતિક્ષા કરવી પડી છે.

દુનિયામાં હોકી કુદરતી મેદાનમાંથી અસ્ટ્રે ટર્ફ તરફ આગળ વધી છે, પરંતુ આપણે ત્યાંના ત્યાં જ રહી ગયા છીએ. આપણે જ્યારે જાગીશું ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. આ ઉપરાંત તાલિમથી માંડીને પસંદગી સુધી દરેક સ્થળે ભાઈ- ભત્રીજાવાદ, બિરાદરીનો ખેલ, ભ્રષ્ટાચારનો ખેલ સતત દરેક પગલે ભેદભાવ અને પારદર્શિતાનું તો નામ નિશાન હોય નહીં તેવું લાગે છે.

સાથીઓ, હોકી તો એક ઉદાહરણ છે, દરેક રમતની આવી સ્થિતિ હતી. બદલાતી ટેકનોલોજી, બદલાતી માંગ, બદલાતા કૌશલ્ય માટે દેશમાં અગાઉની સરકારોએ બહેતર વ્યવસ્થા તૈયાર કરી ન હતી.

સાથીઓ,

દેશના યુવાનોમાં જે અપાર પ્રતિભા છે તે સરકારની બેદરકારીને કારણે નિયમોમાં જકડાઈ ચૂકી છે. વર્ષ 2014 પછી અમે આ જકડાયેલી પ્રવૃત્તિમાંથી બહાર નિકળવા માટે દરેક સ્તર પર સુધારા કર્યા. ખેલાડીઓનું સામર્થ્ય વધારવા માટે અમારી સરકારે પોતાના ખેલાડીઓને ચાર શસ્ત્ર આપ્યા છે- ખેલાડીઓને જોઈએ છે સાધનો, ખેલાડીઓને જોઈએ છે તાલિમ માટે આધુનિક સુવિધા, ખેલાડીઓને જોઈએ છે પ્રસિધ્ધ અને ખેલાડીઓની પસંદગી માટે પારદર્શિતા પણ જોઈએ છે. અમારી સરકારે વિતેલા વર્ષોમાં ભારતના ખેલાડીઓને આ ચાર શસ્ત્ર ચોક્કસપણે આપ્યા. તેને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. અમે રમતને યુવાનોની ચુસ્તી અને યુવાનોના રોજગાર, સ્વરોજગાર, તેમની કારકીર્દિ સાથે જોડ્યા છે. લક્ષ્ય ઓલિમ્પિક પોડિયમ સ્કીમ એટલે કે  Tops આવો જ એક પ્રયાસ બની રહ્યો છે.

આજે સરકાર દેશના ટોચના ખેલાડીઓને, તેમની ખાણી- પીણી અને ફીટનેસ બાબતે તાલિમ માટે લાખો- કરોડો રૂપિયાની મદદ આપી રહી છે.  ખેલો ઈન્ડિયા અભિયાનના માધ્યમથી આજે ખૂબ જ નાની ઉંમરમાં દેશના ખૂણે ખૂણે પ્રતિભાઓની ઓળખ કરવામાં આવી રહી છે. આવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રિય સ્તરને એથેલેટ્સ બનાવવા માટે તેમને દરેક પ્રકારની મદદ કરવામાં આવી રહી છે. આવા જ પ્રયાસોના કારણે આજે જ્યારે ભારતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય મેદાનમાં ઉતરે છે તો તેમના પ્રદર્શનને દુનિયા પણ વખાણે છે અને જુએ છે. ગયા વર્ષે આપણે ઓલિમ્પિકમાં જોયું અને આપણે પેરાઓલિમ્પિકમાં પણ જોયું છે કે અગાઉની ઈતિહાસમાં જોવા ના મળ્યું હોય તે રીતે ગયા ઓલિમ્પિકમાં મારા દેશના વીર દીકરા- દીકરીઓએ કરી બતાવ્યું છે. મેડલ માટે એવી દોટ લગાવી કે સમગ્ર દેશ એક અવાજે બોલી ઉઠ્યો કે રમતના મેદાનમાં ભારતનો  ઉદય થઈ ચૂક્યો છે.

ભાઈઓ અને બહેનો,

આજે આપણે જોઈ રહ્યા છીએ કે ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડના અનેક નાના નાના ગામ- કસબાઓમાં સામાન્ય પરિવારની દીકરા- દીકરીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. આપણાં દીકરા- દીકરીઓ એવી રમતોમાં પણ આગળ ધપી રહ્યા છે કે જેમાં અગાઉ સાધન- સંપન્ન પરિવારના જ યુવાનો સામેલ થઈ શકતા હતા. આ ક્ષેત્રમાં અનેક ખેલાડીઓએ ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યુ છે. સરકાર ગામે ગામે રમત-ગમતની જે આધુનિક સુવિધાઓનું નિર્માણ કરી રહી છે તેનું પરિણામ એ આવ્યું છે કે અગાઉ સારા સ્ટેડિયમ મોટા શહેરોમાં જ ઉપલબ્ધ  હતા. હવે ગામની નજીકમાં જ ખેલાડીઓને આ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

સાથીઓ,

આપણે જ્યારે એક નવી કાર્ય સંસ્કૃતિને આગળ ધપાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ત્યારે તેના માટે ત્રણ બાબતો જરૂરી બની રહે છે- સાનિધ્ય, સોચ અને સંસાધન! વિચાર અને સંસાધનની દ્રષ્ટિએ આપણું સાનિધ્ય સદીઓ જૂનું છે, પણ ખેલની સંસ્કૃતિનું નિર્માણ કરવા માટે રમતો સાથે આપણો જૂનો સંબંધ કામ નહીં લાગે. આપણે તેના માટે એક નવી વિચારધારા ઉભી કરવી પડશે. દેશની રમતો માટે એ જરૂરી છે કે આપણાં યુવાનોમાં રમતો અંગે વિશ્વાસ પેદા થાય, રમતને પોતાનો વ્યવસાય બનાવવાનો ઉત્સાહ વધે અને મારો એ સંકલ્પ પણ છે કે અને મારૂં સપનું પણ છે કે હું ઈચ્છું છું કે જે રીતે અન્ય વ્યવસાયો છે તે જ રીતે આપણાં યુવાનો સ્પોર્ટસને પણ જુએ. આપણે એ પણ સમજવાનું રહેશે કે જે કોઈ સ્પોર્ટસમાં જશે તે નંબર વન બની રહે તે જરૂરી નથી. દેશમાં જ્યારે રમતો માટે વ્યવસ્થા તંત્ર તૈયાર થઈ રહ્યું છે ત્યારે સ્પોર્ટસ મેનેજમેન્ટથી માંડીને સ્પોર્ટસ રાઈટીંગ અને સ્પોર્ટસ સાયકોલોજી સુધીની રમતો સાથે જોડાયેલી અનેક બાબતોમાં તકો ઉભી થાય છે. ધીરે ધીરે સમાજમાં એવો વિશ્વાસ પેદા થાય છે કે યુવાનો રમતો તરફ આગળ ધપે તે એક સાચો નિર્ણય છે.  આ માટેનું વ્યવસ્થા તંત્ર તૈયાર કરવાનું જરૂરી બની રહે છે અને સંસાધનોની જ્યારે જ્યારે આપણે સંસાધન, જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસીત કરીએ છીએ તો રમતની સંસ્કૃતિ મજબૂત થવા માંડે છે. જો રમતો માટે પણ જરૂરી સાધનો હશે તો દેશમાં રમત સંસ્કૃતિ આકાર લેશે અને તેનું વિસ્તરણ થશે.

એટલા માટે સ્પોર્ટસ યુનિવર્સિટી એટલી જ જરૂરી છે. આ સ્પોર્ટસ યુનિવર્સિટી રમતની સંસ્કૃતિને પુષ્પિત અને પલ્લવિત કરવા માટે નર્સરીની જેમ કામ કરે છે. એટલા માટે આઝાદીના સાત દાયકા પછી અમારી સરકારે વર્ષ 2018માં પ્રથમ નેશનલ સ્પોર્ટસ યુનિવર્સિટી મણીપુરમાં સ્થાપી છે. વિતેલા 7 વર્ષમાં દેશમાં રમત શિક્ષણ અને તેના કૌશલ્ય સાથે જોડાયેલી અનેક સંસ્થાઓને આધુનિક બનાવવામાં આવી છે અને આજે હવે મેજર ધ્યાનચંદ સ્પોર્ટસ યુનિવર્સિટી, સ્પોર્ટસ હાયર એજ્યુકેશનની વધુ એક સંસ્થા દેશને પ્રાપ્ત થઈ છે.

સાથીઓ,

રમત- ગમતની દુનિયા સાથે જોડાયેલી વધુ એક બાબત આપણે યાદ રાખવાની છે  અને મેરઠના લોકો તો એ સારી રીતે જાણે છે કે રમત સાથે જોડાયેલી સર્વિસ અને સામાન વિશ્વના બજારોમાં લાખો- કરોડો રૂપિયાના છે. હમણાં મેરઠમાંથી જ 100થી વધુ દેશમાં રમતના સામાનની નિકાસ થાય છે. મેરઠ લોકલ માટે વૉકલ તો છે જ, પણ સાથે સાથે લોકલને ગ્લાબલ પણ બનાવી રહ્યું છે. સમગ્ર દેશમાં આવા અનેક સ્પોર્ટસ ક્લસ્ટર પણ હાલમાં વિકસાવવામાં આવી રહ્યા છે. આનો ઉદ્દેશ એ છે કે દેશમાં રમતના સામાન અને ઉપકરણોનું ઉત્પાદન થાય અને તે આત્મનિર્ભર બની શકે.

હવે જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ થઈ રહી છે તેમાં પણ રમતને અગ્રતા આપવામાં આવી રહી છે. રમતને પણ હવે એવી શ્રેણીમાં રાખવામાં આવ્યું છે કે જેમાં સાયન્સ, કોમર્સ, ગણિત, ભૂગોળ અથવા બીજા વિષયોની જેમ તેનો પણ અભ્યાસ કરવામાં આવે. અગાઉ રમતને ઈતરપ્રવૃત્તિ માનવામાં આવતી હતી. હવે રમતને શાળાઓમાં કાયદેસર એક વિષય તરીકે ભણાવવામાં આવે છે અને તેને એટલું જ મહત્વ મળે છે કે જેટલું બીજા વિષયોને મળી રહ્યું છે.

સાથીઓ,

ઉત્તરપ્રદેશના યુવાનોમાં આટલી પ્રતિભા છે, આપણાં ઉત્તર પ્રદેશના યુવાનો એટલા પ્રતિભાશાળી છે કે આકાશ નાનુ પડી રહ્યું છે. એટલા માટે ઉત્તરપ્રદેશમાં ડબલ એન્જિનની સરકાર અનેક વિશ્વ વિદ્યાલયોની સ્થાપના કરી રહી છે. ગોરખપુરમાં મહાયોગી ગુરૂ ગોરખનાથ આયુષ યુનિવર્સિટી, પ્રયાગરાજમાં ડો. રાજેન્દ્ર પ્રસાદ વિધી વિશ્વવિદ્યાલય, લખનૌમાં સ્ટેટ ઈન્સ્ટીટ્યુટ ઓફ ફોરેન્સિક સાયન્સિસ, અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ રાજ્ય વિશ્વવિદ્યાલય, સહરાનપુરમાં મા શાકમ્બરી વિશ્વવિદ્યાલય અને મેરઠમાં મેજર ધ્યાન ચંદ સ્પોર્ટસ યુનિવર્સિટી. અમારૂં ધ્યેય સ્પષ્ટ છે. આપણાં યુવાનો માત્ર રોલ મોડલ ના બને, પણ પોતાના રોલ મોડલની ઓળખ પણ કરે.

સાથીઓ,

સરકારની ભૂમિકા વાલી જેવી હોય છે. યોગ્યતા હોય તો તેને પ્રોત્સાહન પણ આપે અને જો ભૂલ થતી હોય તો એવું કહીને ટાળી દે કે છોકરાંઓથી ભૂલ થઈ જતી હોય છે. આજે યોગીજીની સરકાર યુવાનોની વિક્રમી સંખ્યામાં નિમણુંક કરી રહી છે. આઈટીઆઈની તાલિમ લેનારા હજારો યુવકોને મોટી કંપનીઓમાં નોકરીઓ અપાવી છે. નેશનલ એપ્રેન્ટીશીપ યોજના હોય કે પછી પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હોય. લાખો યુવાનોને તેનો લાભ આપવામાં આવ્યો છે. અટલજીની જયંતિ પ્રસંગે યુપી સરકારે વિદ્યાર્થીઓને ટેબ્લેટ અને સ્માર્ટ ફોન આપવાનું અભિયાન પણ શરૂ કર્યું છે.

સાથીઓ,

કેન્દ્ર સરકારની વધુ એક યોજના એવી છે કે જે બાબતે યુવાનોએ જાણવું જરૂરી છે અને આ યોજના છે સ્વામિત્વ યોજના. આ યોજના હેઠળ કેન્દ્ર સરકારે ગામડામાં રહેનારા લોકોને તેમની મિલકતનો માલિકી હક્ક એટલે કે તેની સાથે જોડાયેલા કાગળો, દસ્તાવેજો આપી રહી છે, જેની ઘરૌની કહેવામાં આવે છે. ઘરૌની મળવાથી ગામડાંના યુવકો પોતાના નામે વેપાર- ધંધા શરૂ કરવા માટે બેંક પાસેથી આસાનીથી મદદ મેળવી શકે છે. આ ઘરૌની ગરીબ, દલિત, વંચિત, પિડીત, પછાત જેવા સમાજના દરેક વર્ગને પોતાના ઘર ઉપર ગેરકાયદે કબજાની ચિંતામાંથી મુક્તિ આપશે. મને એ વાતનો આનંદ છે કે સ્વામિત્વ યોજનાને પણ યોગીજીની સરકાર ખૂબ ઝડપથી આગળ ધપાવી રહી છે. ઉત્તર પ્રદેશના 75 જીલ્લામાં 23 લાખથી વધુ ઘરૌની આપવામાં આવી ચૂકી છે. ચૂંટણી પછી યોગીજીની સરકાર આ અભિયાનમાં વધુ ઝડપ લાવશે.

ભાઈઓ અને બહેનો,

આ વિસ્તારના મોટાભાગના લોકો ગ્રામ વિસ્તારોમાં રહે છે. ગામડાંની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે અમારી સરકાર સતત કામ કરી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના માધ્યમથી ગઈકાલે ઉત્તરપ્રદેશના લાખો ખેડૂતોના બેંકના ખાતામાં કરોડો રૂપિયા તબદીલ કરવામાં આવ્યા છે અને તેનો ખૂબ મોટો લાભ આ વિસ્તારના ખેડૂતોને પણ થવાનો છે.

સાથીઓ,

જે લોકો અગાઉ સત્તામાં હતા તે લોકોએ શેરડીનું મૂલ્ય ટૂકડે ટૂકડે અને ખૂબ જ રાહ જોવડાવીને આપ્યું છે. યોગીજીની સરકારમાં શેરડીના ખેડૂતોને જેટલી ચૂકવણી કરવામાં આવી છે તેટલી ચૂકવણી પાછલી બંને સરકારોના શાસન દરમ્યાન મળી ન હતી. અગાઉની સરકારોમાં ખાંડની મિલો કોડીના ભાવે વેચાઈ રહી હતી તે મારાથી વધુ તમે જાણો છો. જાણો છો કે નહીં? ખાંડની મિલો વેચી દેવામાં આવી કે નહીં? ભ્રષ્ટાચાર થયો કે ના થયો? તે તમે જાણો છો. યોગીજીની સરકારમાં તો ખાંડની મિલોનો વિસ્તાર થઈ રહ્યો છે અને ખાંડની નવી મિલો ખોલવામાં આવી રહી છે. હવે ઉત્તરપ્રદેશ શેરડીમાંથી બનનાર ઈથેનોલના ઉત્પાદન તરફ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. વિતેલા ચાર વર્ષમાં આશરે રૂ.12 હજાર કરોડનું ઈથેનોલ ઉત્તરપ્રદેશમાંથી ખરીદવામાં આવ્યું છે. સરકાર ખેતીની માળખાગત સુવિધાઓ અને ફૂડ પ્રોસેસીંગ જેવા ઉદ્યોગોનું પણ ઝડપથી વિસ્તરણ કરી રહી છે. આજે  ગામડાંની માળખાકીય સુવિધાઓ અંગે, સંગ્રહની વ્યવસ્થા ઉભી કરવા અંગે અને કોલ્ડ સ્ટોરેજ માટે રૂ.1 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

ભાઈઓ અને બહેનો,

ડબલ એન્જિનની સરકાર યુવાનોના સામર્થ્યની સાથે સાથે આ વિસ્તારનું સામર્થ્ય વધારવા માટે પણ કામ કરી રહી છે. મેરઠનું રેવડી- ગજક બજાર, હેન્ડલૂમ, બ્રાસ બેન્ડ, આભૂષણ જેવા વેપાર અહીંની શાન છે. મેરઠના નાના અને લઘુ ઉદ્યોગોનું વિસ્તરણ થાય અને તે અહીંના મોટા ઉદ્યોગોનો મજબૂત આધાર બને, અહીંના ખેત ઉત્પાદનોને, અહીંની ઉપજને નવા બજાર મળે તેના માટે અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એટલા માટે આ વિસ્તારને દેશનો સૌથી આધુનિક અને સૌથી વધુ કનેક્ટેડ વિસ્તાર  બનાવવા માટે કામ થઈ રહ્યું છે. દિલ્હી- મેરઠ એક્સપ્રેસવેના કારણે હવે દિલ્હી એક કલાકમાં પહોંચી શકાય છે. હજુ થોડાંક દિવસ પહેલાં જ ગંગા એક્સપ્રેસવેનું કામ શરૂ કરવામાં આવ્યું છે તે પણ મેરઠમાં જ શરૂ થશે. મેરઠની આ કનેક્ટિવીટી ઉત્તરપ્રદેશના અન્ય શહેરો સાથેના સંબંધો અને વ્યવહારોને આસાન બનાવવાનું કામ પણ કરશે. દેશની પ્રથમ રિજિનલ રેપીડ રેલવે ટ્રાન્ઝીટ સિસ્ટમ પણ મેરઠને રાજધાની સાથે જોડશે. મેરઠ દેશનું એવું પ્રથમ શહેર હશે કે જ્યાં મેટ્રો અને હાઈસ્પીડ રેલવે એક સાથે દોડશે. મેરઠનો આઈટી પાર્ક કે જેને અગાઉની સરકારોએ માત્ર જાહેરાત કરીને છોડી દીધો હતો તેનું લોકાર્પણ પણ થઈ ચૂક્યું છે.

સાથીઓ,

આ જ છે ડબલ બેનિફીટ, ડબલ સ્પીડ અને ડબલ એન્જિનની સરકારની ઓળખ પણ આ જ છે. આ ઓળખને પણ મજબૂત બનાવવાની છે. મારા પશ્ચિમ ઉત્તરપ્રદેશના લોકો જાણે છે કે તમે અહીંયા હાથ લાંબો કરશો તો લખનૌમાં યોગીજી અને ત્યાં હાથ લાંબો કરશો તો દિલ્હીમાં હું તો છું જ. તમારા માટે વિકાસની ગતિને વધુ આગળ ધપાવવાની છે. નવા વર્ષમાં આપણે સૌ નવા જોશ સાથે આગળ ધપીશું. મારા નવયુવાન સાથીઓ આજે સમગ્ર  ભારત મેરઠની તાકાત જોઈ રહ્યું છે. આ તાકાતને આગળ ધપાવવા માટે તમને એક નવા વિશ્વાસ સાથે ફરી એક વખત તમને મેજર ધ્યાનચંદ સ્પોર્ટસ યુનિવર્સિટી માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારત માતા કી જય! ભારત માતા કી જય! વંદે માતરમ! વંદે માતરમ!

Explore More
‘પરીક્ષા પે ચર્ચા પીએમ મોદી કે સાથ’માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

‘પરીક્ષા પે ચર્ચા પીએમ મોદી કે સાથ’માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
Mobile imports: PLI scheme has helped reduce India's dependancy on China, says CRISIL report

Media Coverage

Mobile imports: PLI scheme has helped reduce India's dependancy on China, says CRISIL report
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of PM’s address at the inauguration of Golden Jubilee Celebrations of Agradoot Group of Newspapers
July 06, 2022
શેર
 
Comments
“Well-informed, better-informed society should be the goal for all of us, let us all work together for this”
“Agradoot has always kept the national interest paramount”
“Central and state governments are working together to reduce the difficulties of people of Assam during floods”
“Indian language journalism has played a key role in Indian tradition, culture, freedom struggle and the development journey”
“People's movements protected the cultural heritage and Assamese pride, now Assam is writing a new development story with the help of public participation”
“How can intellectual space remain limited among a few people who know a particular language”

असम के ऊर्जावान मुख्यमंत्री श्री हिमंता बिस्वा शर्मा जी, मंत्री श्री अतुल बोरा जी, केशब महंता जी, पिजूष हजारिका जी, गोल्डन जुबली सेलिब्रेशन कमिटी के अध्यक्ष डॉ दयानंद पाठक जी, अग्रदूत के चीफ एडिटर और कलम के साथ इतने लंबे समय तक जिन्‍होंने तपस्‍या की है, साधना की है, ऐसे कनकसेन डेका जी, अन्य महानुभाव, देवियों और सज्जनों,

असमिया भाषा में नॉर्थ ईस्ट की सशक्त आवाज़, दैनिक अग्रदूत, से जुड़े सभी साथियों, पत्रकारों, कर्मचारियों और पाठकों को 50 वर्ष - पांच दशक की इस स्‍वर्णिम यात्रा के लिए मैं बहुत-बहुत बधाई देता हूं, बहुत-बहुत शुभकामनाएं देता हूं। आने वाले समय में अग्रदूत नई ऊँचाइयो को छुये, भाई प्रांजल और युवा टीम को मैं इसके लिए शुभकामनाएं देता हूँ।

इस समारोह के लिए श्रीमंत शंकरदेव का कला क्षेत्र का चुनाव भी अपने आप में अद्भुत संयोग है। श्रीमंत शंकरदेव जी ने असमिया काव्य और रचनाओं के माध्यम से एक भारत, श्रेष्ठ भारत की भावना को सशक्त किया था। उन्हीं मूल्यों को दैनिक अग्रदूत ने भी अपनी पत्रकारिता से समृद्ध किया है। देश में सद्भाव की, एकता की, अलख को जलाए रखने में आपके अखबार ने पत्रकारिता के माध्यम से बड़ी भूमिका निभाई है।

डेका जी के मार्गदर्शन में दैनिक अग्रदूत ने सदैव राष्ट्रहित को सर्वोपरि रखा। इमरजेंसी के दौरान भी जब लोकतंत्र पर सबसे बड़ा हमला हुआ, तब भी दैनिक अग्रदूत और डेका जी ने पत्रकारीय मूल्यों से समझौता नहीं किया। उन्होंने न सिर्फ असम में भारतीयता से ओत-प्रोत पत्रकारिता को सशक्त किया, बल्कि मूल्य आधारित पत्रकारिता के लिए एक नयी पीढ़ी भी तैयार की।

आज़ादी के 75वें वर्ष में दैनिक अग्रदूत का स्वर्ण जयंती समारोह सिर्फ एक पड़ाव पर पहुंचना नहीं है, बल्कि ये आज़ादी के अमृतकाल में पत्रकारिता के लिए, राष्ट्रीय कर्तव्यों के लिए प्रेरणा भी है।

साथियों,

बीते कुछ दिनों से असम बाढ़ के रूप में बड़ी चुनौती और कठिनाइयों का सामना भी कर रहा है। असम के अनेक जिलों में सामान्य जीवन बहुत अधिक प्रभावित हुआ है। हिमंता जी और उनकी टीम राहत और बचाव के लिए दिनरात मेहनत कर रही है। मेरी भी समय-समय पर इसको लेकर वहां अनेक लोगों से बातचीत होती रहती है। मुख्‍यमंत्री जी से बातचीत होती रहती है। मैं आज असम के लोगों को, अग्रदूत के पाठकों को ये भरोसा दिलाता हूं केंद्र और राज्य सरकार मिलकर, उनकी मुश्किलें कम करने में जुटी हुई हैं।

साथियों,

भारत की परंपरा, संस्कृति, आज़ादी की लड़ाई और विकास यात्रा में भारतीय भाषाओं की पत्रकारिता की भूमिका अग्रणी रही है। असम तो पत्रकारिता के मामले में बहुत जागृत क्षेत्र रहा है। आज से करीब डेढ़ सौ वर्ष पहले ही असमिया में पत्रकारिता शुरू हो चुकी थी और जो समय के साथ समृद्ध होती रही। असम ने ऐसे अनेक पत्रकार, ऐसे अनेक संपादक देश को दिए हैं, जिन्होंने भाषाई पत्रकारिता को नए आयाम दिए हैं। आज भी ये पत्रकारिता सामान्य जन को सरकार और सरोकार से जोड़ने में बहुत बड़ी सेवा कर रही है।

साथियों,

दैनिक अग्रदूत के पिछले 50 वर्षों की यात्रा असम में हुए बदलाव की कहानी सुनाती है। जन आंदोलनों ने इस बदलाव को साकार करने में अहम भूमिका निभाई है। जन आंदोलनों ने असम की सांस्कृतिक विरासत और असमिया गौरव की रक्षा की। और अब जन भागीदारी की बदौलत असम विकास की नई गाथा लिख रहा है।

साथियों,

भारत के इस समाज में डेम्रोक्रेसी इसलिए निहित है क्योंकि इसमें विमर्श से, विचार से, हर मतभेद को दूर करने का रास्ता है। जब संवाद होता है, तब समाधान निकलता है। संवाद से ही संभावनाओं का विस्तार होता है| इसलिए भारतीय लोकतंत्र में ज्ञान के प्रवाह के साथ ही सूचना का प्रवाह भी अविरल बहा और निरंतर बह रहा है। अग्रदूत भी इसी परंपरा को आगे बढ़ाने का एक महत्वपूर्ण माध्यम रहा है।

साथियों,

आज की दुनिया में हम कहीं भी रहें, हमारी मातृभाषा में निकलने वाला अखबार हमें घर से जुड़े होने का एहसास कराता है। आप भी जानते हैं कि असमिया भाषा में छपने वाला दैनिक अग्रदूत सप्ताह में दो बार छपता था। वहां से शुरू हुआ इसका सफर पहले दैनिक अखबार बनने तक पहुंचा और अब ये ई-पेपर के रूप में ऑनलाइन भी मौजूद है। दुनिया के किसी भी कोने में रहकर भी आप असम की ख़बरों से जुड़े रह सकते हैं, असम से जुड़े रह सकते हैं।

इस अखबार की विकास यात्रा में हमारे देश के बदलाव और डिजिटल विकास की झलक दिखती है। डिजिटल इंडिया आज लोकल कनेक्ट का मजबूत माध्यम बन चुका है। आज जो व्यक्ति ऑनलाइन अख़बार पढ़ता है, वो ऑनलाइन पेमेंट भी करना जानता है। दैनिक अग्रदूत और हमारा मीडिया असम और देश के इस बदलाव का साक्षी रहे हैं।

साथियों,

आज़ादी के 75 वर्ष जब हम पूरा कर रहे हैं, तब एक प्रश्न हमें ज़रूर पूछना चाहिए। Intellectual space किसी विशेष भाषा को जानने वाले कुछ लोगों तक ही सीमित क्यों रहना चाहिए? ये सवाल सिर्फ इमोशन का नहीं है, बल्कि scientific logic का भी है। आप ज़रा सोचिए, बीती 3 औद्योगिक क्रांतियों में भारत रिसर्च एंड डेवलपमेंट में पीछे क्यों रहा? जबकि भारत के पास knowledge की, जानने-समझने की, नया सोचने नया करने की परंपरा सदियों से चली आ रही है।

इसका एक बड़ा कारण ये है कि हमारी ये संपदा भारतीय भाषाओं में थी। गुलामी के लंबे कालखंड में भारतीय भाषाओं के विस्तार को रोका गया, और आधुनिक ज्ञान-विज्ञान, रिसर्च को इक्का-दुक्का भाषाओं तक सीमित कर दिया गया। भारत के बहुत बड़े वर्ग का उन भाषाओं तक, उस ज्ञान तक access ही नहीं था। यानि Intellect का, expertise का दायरा निरंतर सिकुड़ता गया। जिससे invention और innovation का pool भी limited हो गया।

21वीं सदी में जब दुनिया चौथी औद्योगिक क्रांति की तरफ बढ़ रही है, तब भारत के पास दुनिया को lead करने का बहुत बड़ा अवसर है। ये अवसर हमारी डेटा पॉवर के कारण है, digital inclusion के कारण है। कोई भी भारतीय best information, best knowledge, best skill और best opportunity से सिर्फ भाषा के कारण वंचित ना रहे, ये हमारा प्रयास है।

इसलिए हमने राष्ट्रीय शिक्षा नीति में भारतीय भाषाओं में पढ़ाई को प्रोत्साहन दिया। मातृभाषा में पढ़ाई करने वाले ये छात्र कल चाहे जिस प्रोफेशन में जाएं, उन्हें अपने क्षेत्र की जरूरतों और अपने लोगों की आकांक्षाओं की समझ रहेगी। इसके साथ ही अब हमारा प्रयास है कि भारतीय भाषाओं में दुनिया का बेहतरीन कंटेंट उपलब्ध हो। इसके लिए national language translation mission पर हम काम कर रहे हैं।

प्रयास ये है कि इंटरनेट, जो कि knowledge का, information का बहुत बड़ा भंडार है, उसे हर भारतीय अपनी भाषा में प्रयोग कर सके। दो दिन पहले ही इसके लिए भाषीनी प्लेटफॉर्म लॉन्च किया गया है। ये भारतीय भाषाओं का Unified Language Interface है, हर भारतीय को इंटरनेट से आसानी से कनेक्ट करने का प्रयास है। ताकि वो जानकारी के, ज्ञान के इस आधुनिक स्रोत से, सरकार से, सरकारी सुविधाओं से आसानी से अपनी भाषा से जुड़ सके, संवाद कर सके।

इंटरनेट को करोड़ों-करोड़ भारतीयों को अपनी भाषा में उपलब्ध कराना सामाजिक और आर्थिक, हर पहलू से महत्वपूर्ण है। सबसे बड़ी बात ये एक भारत, श्रेष्ठ भारत को मज़बूत करने, देश के अलग-अलग राज्यों से जुड़ने, घूमने-फिरने और कल्चर को समझने में ये बहुत बड़ी मदद करेगा।

साथियों,

असम सहित पूरा नॉर्थ ईस्ट तो टूरिस्ट, कल्चर और बायोडायवर्सिटी के लिहाज़ से बहुत समृद्ध है। फिर भी अभी तक ये पूरा क्षेत्र उतना explore नहीं हुआ है, जितना होना चाहिए। असम के पास भाषा, गीत-संगीत के रूप में जो समृद्ध विरासत है, उसे देश और दुनिया तक पहुंचना चाहिए। पिछले 8 वर्षों से असम और पूरे नॉर्थ ईस्ट को आधुनिक कनेक्टिविटी के हिसाब से जोड़ने का अभूतपूर्व प्रयास चल रहा है। इससे असम की, नॉर्थ ईस्ट की, भारत की ग्रोथ में भागीदारी लगातार बढ़ रही है। अब भाषाओं के लिहाज़ से भी ये क्षेत्र डिजिटली कनेक्ट होगा तो असम की संस्कृति, जनजातीय परंपरा और टूरिज्म को बहुत लाभ होगा।

साथियों,

इसलिए मेरा अग्रदूत जैसे देश के हर भाषाई पत्रकारिता करने वाले संस्थानों से विशेष निवेदन रहेगा कि डिजिटल इंडिया के ऐसे हर प्रयास से अपने पाठकों को जागरूक करें। भारत के tech future को समृद्ध और सशक्त बनाने के लिए सबका प्रयास चाहिए। स्वच्छ भारत मिशन जैसे अभियान में हमारे मीडिया ने जो सकारात्मक भूमिका निभाई है, उसकी पूरे देश और दुनिया में आज भी सराहना होती है। इसी तरह, अमृत महोत्सव में देश के संकल्पों में भी आप भागीदार बनके इसको एक दिशा दीजिए, नई ऊर्जा दीजिए।

असम में जल-संरक्षण और इसके महत्व से आप भलीभांति परिचित हैं। इसी दिशा में देश इस समय अमृत सरोवर अभियान को आगे बढ़ा रहा है। देश हर जिले में 75 अमृत सरोवरों के लिए काम कर रहा है। इसमें पूरा विश्‍वास है कि अग्रदूत के माध्‍यम से असम का कोई नागरिक ऐसा नहीं होगा जो इससे जुड़ा नहीं होगा, सबका प्रयास नई गति दे सकता है।

इसी तरह, आज़ादी की लड़ाई में असम के स्थानीय लोगों का, हमारे आदिवासी समाज का इतना बड़ा योगदान रहा है। एक मीडिया संस्थान के रूप में इस गौरवशाली अतीत को जन जन तक पहुंचाने में आप बड़ी भूमिका निभा सकते हैं। मुझे यकीन है, अग्रदूत समाज के इन सकारात्मक प्रयासों को ऊर्जा देने का अपना कर्तव्‍य जो पिछले 50 साल से निभा रहा है, आने वाले भी अनेक दशकों तक निभाएगा, ऐसा मुझे पूरा विश्‍वास है। असम के लोगों और असम की संस्कृति के विकास में वो लीडर के तौर पर काम करता रहेगा।

Well informed, better informed society ही हम सभी का ध्येय हो, हम सभी मिलकर इसके लिए काम करें, इसी सदिच्छा के साथ एक बार फिर आपको स्वर्णिम सफर की बधाई और बेहतर भविष्य की अनेक-अनेक शुभकामनाएं!