ઈરાનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી મસૂદ પેઝેશ્કિયાને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.
રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને પ્રધાનમંત્રી મોદીને વિગતવાર માહિતી આપી અને પ્રદેશની વર્તમાન પરિસ્થિતિ, ખાસ કરીને ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ પર પોતાના વિચારો શેર કર્યા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરના તણાવ પર ભારતની ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત શાંતિ અને માનવતાનું સમર્થન કરે છે. આ સંદર્ભમાં, પ્રધાનમંત્રીઓએ તાત્કાલિક તણાવ ઓછો કરવા માટે સંવાદ અને રાજદ્વારી પગલાંની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ ભારતીય સમુદાયના સુરક્ષિત વાપસી અને સ્વદેશ પરત ફરવા માટે રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનનો સતત સમર્થન બદલ આભાર માન્યો હતો. બંને નેતાઓએ વેપાર અને આર્થિક સહયોગ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને લોકો-થી-લોકોના સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા માટે કામ કરવાનું ચાલુ રાખવાની તેમની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
બંને નેતાઓ ભવિષ્યમાં ગાઢ સંપર્કો જાળવવા સંમત થયા હતા.
Spoke with President of Iran @drpezeshkian. We discussed in detail about the current situation. Expressed deep concern at the recent escalations. Reiterated our call for immediate de-escalation, dialogue and diplomacy as the way forward and for early restoration of regional…
— Narendra Modi (@narendramodi) June 22, 2025


