હિન્દી દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને ભારતની ઓળખ અને મૂલ્યોના જીવંત વારસા તરીકે હિન્દીના સાંસ્કૃતિક અને ભાવનાત્મક મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે નાગરિકોને બધી ભારતીય ભાષાઓને સમૃદ્ધ બનાવવા અને તેમને ગર્વથી ભવિષ્યની પેઢીઓને પહોંચાડવા માટે સામૂહિક રીતે કાર્ય કરવા હાકલ કરી હતી.
X પરની એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું:
"હિન્દી દિવસ પર આપ સૌને અનંત શુભકામનાઓ. હિન્દી ફક્ત સંદેશાવ્યવહારનું માધ્યમ નથી, પરંતુ આપણી ઓળખ અને સંસ્કૃતિનો જીવંત વારસો છે. આ પ્રસંગે ચાલો આપણે બધા હિન્દી સહિત તમામ ભારતીય ભાષાઓને સમૃદ્ધ બનાવવા અને તેમને આવનારી પેઢીઓને ગર્વથી પહોંચાડવાની પ્રતિજ્ઞા લઈએ. વિશ્વ મંચ પર હિન્દીનું વધતું સન્માન આપણા બધા માટે ગર્વ અને પ્રેરણાનો વિષય છે."
आप सभी को हिंदी दिवस की अनंत शुभकामनाएँ। हिंदी केवल संवाद का माध्यम नहीं, बल्कि हमारी पहचान और संस्कारों की जीवंत धरोहर है। इस अवसर पर आइए, हम सब मिलकर हिंदी सहित सभी भारतीय भाषाओं को समृद्ध बनाने और उन्हें आने वाली पीढ़ियों तक गर्व के साथ पहुँचाने का संकल्प लें। विश्व पटल पर…
— Narendra Modi (@narendramodi) September 14, 2025


