પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી કાન્તિસેન શ્રોફ (કાકા)ના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ શ્રી કાન્તિસેન શ્રોફને ગુજરાતના માયાળુ હૃદયના માણસ તરીકે યાદ કર્યા કે જેઓ એક સફળ ઉદ્યોગપતિ હતા, જેમણે નાના કારીગરોના ઉત્થાન માટે પુષ્કળ યોગદાન આપ્યું હતું.
ગુજરાતના એક સેવાભાવી શ્રેષ્ઠી શ્રી કાન્તિસેન શ્રોફ (કાકા)ના નિધનથી અત્યંત દુ:ખ થયું. એક સફળ ઉદ્યોગપતિ હોવા ઉપરાંત નાના કલા-કારીગરો માટે એમણે કરેલું પ્રદાન દીર્ઘકાળ સુધી યાદ રહેશે. મારી શ્રદ્ધાંજલિ. ૐ શાંતિ: ||
— Narendra Modi (@narendramodi) May 13, 2021


