પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માલાવી, મોઝામ્બિક અને માડાગાસ્કરમાં ચક્રવાત ફ્રેડીને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"માલાવી, મોઝામ્બિક અને માડાગાસ્કરમાં ચક્રવાત ફ્રેડીના કારણે થયેલા વિનાશથી વ્યથિત. રાષ્ટ્રપતિ @LAZARUSCHAKWERA, રાષ્ટ્રપતિ ફિલિપ ન્યુસી અને રાષ્ટ્રપતિ @SE_Rajoelina, શોકગ્રસ્ત પરિવારો અને ચક્રવાતથી પ્રભાવિત લોકો પ્રત્યે સંવેદના. ભારત આ મુશ્કેલ સમયમાં તમારી સાથે છે."
Distressed by the devastation due to Cyclone Freddy in Malawi, Mozambique and Madagascar. Condolences to President @LAZARUSCHAKWERA, President Filipe Nyusi and President @SE_Rajoelina, bereaved families and those affected by the cyclone. India stands with you in this tough time.
— Narendra Modi (@narendramodi) March 15, 2023


