પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તા. 18 જાન્યુઆરી, 2019ના રોજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 9માં સંસ્કરણનું રાજ્યના વડાઓ તથા ઉદ્યોગજગતનાં વડાઓ અને વૈચારિક અગ્રણીઓની હાજરીમાં ઉદઘાટન કરશે.
9મી વાઇબ્રન્ટ ગુજરાત 2019 સમિટ વૈશ્વિક, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના એજન્ડા અંગે ‘નવા ભારત’નાં સમગ્રલક્ષી આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ચર્ચા માટે મંચ પૂરૂ પાડશે.
વાઇબ્રન્ટ ગુજરાતનાં ભાગરૂપે આયોજિત મુખ્ય કાર્યક્રમો ઉપરાંત સમિટના 9માં સંસ્કરણમાં વિવિધ પ્રકારની જાણકારી વહેંચવાનો ઉદ્દેશ ધરાવતા સંપૂર્ણપણે નવા ફોરમનો પ્રારંભ થશે અને સહભાગીઓ વચ્ચે નેટવર્કિંગનું સ્તર વધશે.
વાઇબ્રન્ટ ગુજરાતનો સમગ્ર વિચાર શ્રી નરેન્દ્ર મોદીનો છે. રાજ્યમાં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે આ વિચાર રજૂ કર્યો હતો. 2003માં શરૂ કરાયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ હવે ભારતના તમામ રાજ્યોને રોકાણ કરવા માટે વૈશ્વિક નેટવર્કનું મંચ બની ગઈ છે. આ સમિટ વૈશ્વિક, આર્થિક-સામાજિક વિકાસના એજન્ડાની ગહન ચર્ચા માટેના મંચ તરીકે ઉપસી આવી છે. જ્ઞાનના આદાન-પ્રદાનમાં સુવિધા પૂરી પાડવા ઉપરાંત આ સમિટ અસરકારક ભાગીદારીના નિર્માણમાં સહાયરૂપ બને છે.
8મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જાન્યુઆરી 2017માં યોજાઈ હઈ અને તેમાં 100થી વધુ દેશોના 25,000થી વધુ પ્રતિનિધિઓ સામેલ થયા હતા, જેમાં 4 રાજ્યના વડાઓ, નોબેલ પુરસ્કૃત માહાનુભાવો, વિશ્વના ઉદ્યોગ જગતના વડાઓ અને વૈચારિક અગ્રણીઓનો સમાવેશ થતો હતો.
વાઇબ્રન્ટ ગુજરાત 2019ની વિશેષતાઓ
ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનીયરિંગ અને મેથેમેટિક્સ (STEM) ક્ષેત્રે, શિક્ષણ અને અભ્યાસ માટેની તકો પર રાઉન્ડટેબલ.
આ રાઉન્ડ ટેબલમાં પ્રસિદ્ધ શિક્ષાવિદો અને મુખ્ય નીતિનિર્માતાઓ ‘ભારતમાં STEM શિક્ષણ અને સંશોધનમાં તકો માટેની યોજના’ તૈયાર કરશે.
ભવિષ્યની ટેકનોલોજીઓ અને અંતરિક્ષ સંશોધન પર પ્રદર્શન
અંતરિક્ષમાં પ્રવાસનાં ભવિષ્યનું વિઝન પુરૂં પાડશે.
વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનીયરિંગ અને મેથેમેટિક્સ (STEM) પર આંતરરાષ્ટ્રીય પરિષદ
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો
આ મુખ્ય ટ્રેડ શો 2,00,000 ચો.મી. વિસ્તારમાં પથરાયેલો છે જેમાં વિવિધ 25 ક્ષેત્રો સાથે જોડાયેલા ઉદ્યોગોનું પ્રદર્શન યોજાશે
બંદર આધારિત વિકાસ અને ભારતને એશિયાનું ટ્રાન્સ-શીપમેન્ટ હબ તરીકે સુસ્થાપિત કરવાની વ્યૂહરચના પર સેમિનાર
આ સેમિનારમાં ગુજરાતના પરિવહન ક્ષેત્રના ભવિષ્યના વિકાસ અંગેના વિવિધ વિષયો પર વાર્તાલાપ યોજાશે.
મેક ઇન ઇન્ડિયા પર સેમિનાર
આ સેમિનારમાં મેક ઈન ઇન્ડિયા કાર્યક્રમની સફળ ગાથાઓ દર્શાવવા તેમજ સરકાર દ્વારા લેવાયેલા મહત્વના પગલાઓ રજૂ કરવામાં આવશે.
સંરક્ષણ અને એરો સ્પેસ ક્ષેત્રે ઉદ્યોગો માટેનાં અવસરો પર પરિસંવાદ
આ સેમિનારમાં સંરક્ષણ અને એરોનોટિક્સ ક્ષેત્રે ગુજરાતમાં રહેલા અવસરો અંગે માહિતગાર કરીને ગુજરાત અને ભારતનો આ ક્ષેત્રે હવે પછીનો માર્ગ કેવો હશે તે અંગે વાર્તાલાપ થશે. રાજ્યને સંરક્ષણ અને એરોનોટિક્સના ઉત્પાદનનું મથક બનાવવા અંગે ચર્ચા-વિચારણા થશે.
પરિવહન આધારિત શહેરી વિકાસ
આ કાર્યક્રમમાં પરિવહન ક્ષમતાને શહેરી વિકાસના વાહક તરીકે ધ્યાનમાં લઈ શહેરોને નિવાસ યોગ્ય બનાવવા અંગે ચર્ચા થશે, જેમાં અતિ આધુનિક ટેકનોલોજીનો સમાવેશ કરીને પાર્કિંગ સમાધાન, ઈલેક્ટ્રીક વાહનો અને બીગ ડેટા જેવી બાબતો અંગે ચર્ચા થશે.
નવા ભારત માટે પર્યાવરણલક્ષી ટેકનોલોજી આધારિત કૃષિ વિકાસ
ટેક્સટાઈલ કોન્કલેવ – નવા ભારતની રચના માટે વિકાસનાં અવસરો અંગે ચર્ચા
માનનીય પ્રધાનમંત્રીના નવા ભારત અંગેના દ્રષ્ટિકોણને આગળ વધારતાં ટેક્સટાઈલ કોન્કલેવમાં ઉદ્યોગના અગ્રણીઓ, સરકારી આગેવાનો, નીતિ ઘડનાર સમુદાય અને થિન્ક ટેન્ક, ભારતમાં ટેક્સટાઈલ ક્ષેત્રના વિકાસને જાળવી આગળ વધારવા અંગે તથા નવું ભારત રચવાની પહેલ અંગે ચર્ચા કરશે.


