શેર
 
Comments

પ્રધાનમંત્રી વારાણસીમાં ગંગા નદી પર આંતરિક જળમાર્ગ ટર્મિનલ દેશને અર્પણ કરશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 નવેમ્બર, 2018ને સોમવારનાં રોજ વારાણસીમાં બે મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય રાજમાર્ગો દેશને અર્પણ કરશે. આ બંને રાજમાર્ગોની કુલ લંબાઈ 34 કિલોમીટર છે અને એનું નિર્માણ રૂ. 1571.95 કરોડનાં ખર્ચે થયું છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીની સાથે ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ શ્રી રામ નાઇક, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, જહાજ, જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા પુનરોદ્ધાર મંત્રી શ્રી નીતિન ગડકરી અને ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ ઉત્તરપ્રદેશમાં વારાણસીમાં હરદુઆમાં રિંગ રોડ તિરાહા ખાતે બપોરે યોજાશે.

16.55 કિલોમીટરની લંબાઈ ધરાવતા વારાણસી રિંગ રોડનો પ્રથમ ફેઝ રૂ. 759.36 કરોડનાં ખર્ચે પૂર્ણ થયો છે, ત્યારે રાષ્ટ્રીય રાજમાર્ગ (એનએચ) 56 પર 17.25 કિલોમીટરની લંબાઈ ધરાવતા બાબતપુર-વારાણસી રોડનાં ફોર-લેન અને નિર્માણનાં કામનો ખર્ચ અંદાજે રૂ. 812.59 કરોડ આવ્યો છે.

બાબતપુર એરપોર્ટ હાઇવે વારાણસીને એરપોર્ટ સાથે જોડશે અને જૌનપુર, સુલ્તાનપુર અને લખનઉ તરફ દોરી જશે. હરહુઓ પર ફ્લાયઓવર અને તરના પર આરઓબી સાથે રોડ વારાણસી અને એરપોર્ટ વચ્ચેનું અંતર ઘટાડશે. એનાથી વારાણસી અને પ્રવાસીઓને તેમજ વારાસણીની મુલાકાત લેનાર અન્ય મુલાકાતીઓને મોટી રાહત મળશે.

બે આરઓબી અને ફ્લાયઓવર સાથે રિંગ રોડ એનએચ 56 (લખનૌ-વારાણસી), એનએચ 233 (આઝમગઢ-વારાણસી), એનએચ 29 (ગોરખપુર-વારાણસી) અને અયોધ્યા – વારાણસી હાઇવે માટે વારાણસી સિટીને બાયપાસ કરવા માટેનો માર્ગ આપશે, જેથી શહેરમાં ટ્રાફિકની ગીચતામાં ઘટાડો થશે. એનાથી પ્રવાસનાં સમયમાં, ઇંધણનાં વપરાશમાં અને આ વિસ્તારમાં પ્રદૂષણમાં નોંધપાત્રપ ઘટાડો થશે. રિંગ રોડ બૌદ્ધ સંપ્રદાયનાં મહત્ત્વપૂર્ણ યાત્રાધામ સારનાથ સુધી વધારે સરળ અને સુવિધાજનક સુલભતા પ્રદાન કરશે.

આ પ્રોજેક્ટ્સ રોજગારીની તકો વધારો, લઘુ અને મધ્યમ ઉદ્યોગનાં વિકાસની તકો પૂરી પાડશે અને આ વિસ્તારમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન પણ આપશે. અત્યારે એનએચ પ્રોજેક્ટ્સની કુલ લંબાઈ 2833 કિલોમીટર છે, જેનો અંદાજિત ખર્ચ રૂ. 63,885 કરોડ છે, જે વારાણસીને પૂર્વ ઉત્તરપ્રદેશનાં અન્ય સ્થળો સાથે જોડશે.

પ્રધાનમંત્રી વારાણસીમાં ગંગા નદી પર આંતરિક જળમાર્ગ પણ દેશને અર્પણ કરશે. આ એનડબલ્યુ-1 (ગંગા નદી) પર નિર્માણાધિન ચાર મલ્ટિ મોડલ ટર્મિનલમાંથી પ્રથમ ટર્મિનલ છે, જે વિશ્વ બેંકની સહાયથી ચાલતા જલ માર્ગ વિકાસ પ્રોજેક્ટનો ભાગ છે. જલ માર્ગ વિકાસ પ્રોજેક્ટનું સંચાલન ભારતીય આંતર જળમાર્ગ સત્તામંડળ કરે છે. અન્ય ત્રણ ટર્મનિલનું નિર્માણ સાહિબગંજ, હલ્દિયા અને ગાઝીપુરમાં ચાલુ છે. પ્રોજેક્ટ ગંગા નદી પર 1500થી 2000 ડીડબલ્યુટીની ક્ષમતા સાથે જહાજોની વાણિજ્યિક અવરજવરને સુલભ કરશે.

પ્રધાનમંત્રી દેશનાં પ્રથમ કન્ટેઇનર કન્સાઇન્મેન્ટ (આઝાદી પછીના)નું સ્ગાગત કરશે, જેને આંતરિક જળમાર્ગ જહાજ પર મોકલવામાં આવશે. આ કન્સાઇન્મેન્ટમાં ફૂડ એન્ડ બેવરેજ કંપની પેપ્સિકોનાં કાર્ગો (માલવાહક) સામેલ છે, જેને ઓક્ટોબરનાં અંતિમ સપ્તાહમાં કોલકાતામાંથી રવાના કરવામાં આવ્યું છે.

Pariksha Pe Charcha with PM Modi
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
FDI hits all-time high in FY21; forex reserves jump over $100 bn

Media Coverage

FDI hits all-time high in FY21; forex reserves jump over $100 bn
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર !8 મે 2021
May 18, 2021
શેર
 
Comments

COVID-19 management: PM Narendra Modi interacted with state, district officials today

India is on the move and fighting back under the leadership of Modi Govt.