શેર
 
Comments
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA) એ પર્યાવરણના ન્યાયને સુનિશ્ચિત બનાવવા માટે એક વિશાળ મંચ તૈયાર કર્યો છે.
આજે જે ભૂમિકા તેલના કુવાઓ ભજવી રહ્યા છે તે એક દિવસ સૂર્યકિરણો દ્વારા ભજવવામાં આવશે: ISAની પ્રથમ બેઠકમાં વડાપ્રધાન મોદી
અમે નિર્ણય લીધો છે કે 2030 સુધીમાં અમારી ઈલેક્ટ્રીસિટીના 40% અમે બિનઅશ્મિભૂત ઇંધણનો વપરાશ કરીને ઉત્પાદિત કરીશું.
પેરિસ એગ્રિમેન્ટના લક્ષ્યોને પરિપૂર્ણ કરવા અમે નવીનીકરણીય ઉર્જાનો અમલ કરવાના એક્શન પ્લાન પર કાર્ય કરવાનું શરુ કરી દીધું છે: વડાપ્રધાન મોદી
સૂર્ય અને પવન ઉર્જા ઉપરાંત અમે B3 એટલેકે બાયોમાસ-બાયોફ્યુઅલ-બાયોએનર્જી પર ત્વરિતતાથી કાર્ય કરી રહ્યા છીએ: ISAની પ્રથમ બેઠકમાં વડાપ્રધાન મોદી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની પ્રથમ મહાસભાનું ઉદઘાટન કર્યું હતું. આ જ કાર્યક્રમમાં આઇઓઆરએ પુનઃપ્રાપ્ય ઊર્જાની બીજી મંત્રીમંડળીય બેઠક અને બીજી ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ (રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્ષ્પો)નું ઉદઘાટન પણ થયું હતું. આ કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ શ્રી એન્ટોનિયો ગુટેરેજ઼ ઉપસ્થિત રહ્યા હતા.

અહીં ઉપસ્થિત લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં 150થી 200 વર્ષમાં માનવજાત ઊર્જાની જરૂરિયાત પૂરી કરવા માટે અશ્મિભૂત ઇંધણ પર નિર્ભર થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે, કુદરતે હવે સૌર, પવન અને જળ જેવા વિકલ્પો પ્રસ્તુત કર્યા છે, જે ઊર્જાનાં વધારે સ્થાયી સમાધાનો આપે છે. આ સંદર્ભમાં તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જ્યારે ભવિષ્યમાં લોકો 21મી સદીમાં માનવજાતનાં કલ્યાણ માટે સ્થાપિત થયેલી સંસ્થાઓની વાત કરશે, ત્યારે એમની યાદીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન ટોચ પર હશે. તેમણે કહ્યું હતું કે, ઉચિત આબોહવા સુનિશ્ચિત કરવા કામ કરવા માટેનો આ શ્રેષ્ઠ મંચ છે, ભવિષ્યમાં ઊર્જાનાં મુખ્ય સપ્લાયર તરીકે ઓપેક (પેટ્રોલિયમ નિકાસકર્તા દેશોનું સંગઠન)નું સ્થાન આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન લઈ શકે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હવે ભારતમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનાં ઉપયોગમાં વધારાની અસર દેખાય છે, ભારત કાર્યયોજના મારફતે પેરિસ સમજૂતીનાં લક્ષ્યાંકો પૂર્ણ કરવા કામ કરે છે, અમે વર્ષ 2030 સુધીમાં ભારતની ઊર્જાની કુલ જરૂરિયાતોનો 40ટકા હિસ્સો બિનઅશ્મિભૂત ઇંધણ આધારિત સ્રોતો દ્વારા પેદા કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે આથી ભારત હવે ‘ગરીબ દેશમાંથી ઊર્જાવંત રાષ્ટ્ર’નાં નવા આત્મવિશ્વાસ સાથે વિકાસનાં માર્ગે અગ્રેસર છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વીજળીનાં ઉત્પાદનની સાથે વીજળીનો સંગ્રહ પણ મહત્ત્વપૂર્ણ છે. આ સંદર્ભમાં તેમણે રાષ્ટ્રીય ઊર્જા સંગ્રહ અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત સરકાર માગને આધારે સર્જન, સ્વદેશી ઉત્પાદન, નવીનતા અને ઊર્જાનાં સંગ્રહ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સૌર અને પવન ઊર્જા ઉપરાંત ભારત બાયોમાસ, બાયોફ્યુઅલ (જૈવઇંધણ) અને બાયોએનર્જી (જૈવિક ઊર્જા) પર કામ કરે છે, ભારતની પરિવહન વ્યવસ્થાને સ્વચ્છ ઇંધણ આધારિત બનાવવા પ્રયાસો થઈ રહ્યાં છે, ભારતસરકારે જૈવિક કચરાને જૈવઇંધણમાં પરિવર્તિત કરવાનો પડકાર ઝીલી લીધો છે અને એને વિકાસ કરવાનો અવસર બનાવી લીધી છે.

 

 

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
પ્રધાનમંત્રીએ 'પરીક્ષા પે ચર્ચા 2022' માટે સહભાગી થવા આમંત્રણ આપ્યું.
Explore More
ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Undoing efforts of past to obliterate many heroes: PM Modi

Media Coverage

Undoing efforts of past to obliterate many heroes: PM Modi
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Social Media Corner 24th January 2022
January 24, 2022
શેર
 
Comments

On National Girl Child Day, citizens appreciate the initiatives taken by the PM Modi led government for women empowerment.

India gives a positive response to the reforms done by the government as the economy and infrastructure constantly grow.