પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી સરકાર મહિલાઓના સન્માન અને સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે. શ્રી મોદીએ એમ પણ કહ્યું કે ઈન્ડિયા પોસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ “મહિલા સન્માન બચત પત્ર” તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
નાણા મંત્રાલયે મહિલા સન્માન બચત પ્રમાણપત્રો, 2023 માટે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે અને તાત્કાલિક અસરથી 1.59 લાખ પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ યોજનાની જાહેરાત 2023-24ના બજેટમાં કેન્દ્રીય નાણાપ્રધાન દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણી માટે કરવામાં આવી હતી અને તે છોકરીઓ સહિત મહિલાઓના નાણાકીય સમાવેશ અને સશક્તિકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
ઈન્ડિયા પોસ્ટ દ્વારા ટ્વીટ થ્રેડના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"અમારી સરકાર મહિલાઓના સન્માન અને સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે અને "મહિલા સન્માન બચત પત્ર" તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1912742”
महिलाओं के सम्मान और सशक्तिकरण के लिए हमारी सरकार प्रतिबद्ध है और ‘‘महिला सम्मान बचत पत्र’’ इसका बेहतरीन उदाहरण है। https://t.co/ixzvvBIkfi https://t.co/xTbrNQdv6P
— Narendra Modi (@narendramodi) April 3, 2023


