શેર
 
Comments
 1. ભારતનારાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ અને પ્રથમ મહિલા સવિતા કોવિંદના આમંત્રણથી રાષ્ટ્રપતિ યૂ વિન મિયંટ અને પ્રથમ મહિલા ડાઉ ચો ચો તા.25 થી 29 ફેબ્રુઆરી દરમિયાન ભારતની મુલાકાતે આવ્યા છે. મ્યાનમારનુંપ્રતિનિધિમંડળ પણ બોધ ગયા અને આગ્રા સહિત ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતાં સ્થળોની મુલાકાત લેશે. આ મુલાકાતથી ઉચ્ચસ્તરીય વાટાઘાટોની પરંપરાને મજબૂતી હાંસલ થઈ છે અને તે બંને પડોશીઓ વચ્ચે હાલમાં મજબૂત અને મૈત્રીપૂર્ણ સંબંધોનો સંકેત આપે છે.

 

 1. રાષ્ટ્રપતિભવન, નવી દિલ્હી ખાતે તા.27 ફેબ્રુઆરીના રોજરાષ્ટ્રપતિ યૂ વિન મિયંટ અને પ્રથમ મહિલા ડાઉ ચો ચોનુ ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ કોવિદેમુલાકાત લેનારા મહાનુભવોના માનમાં ભોજન સમારંભનુ આયોજન કર્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ રાષ્ટ્રપતિયૂ વિન મિયંટના માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું.આ મુલાકાત દરમિયાન 5 સમજૂતીના કરાર (એમઓયુ) / કરારોનુ આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.

 

 1. ચર્ચા દરમિયાનબંને આગેવાનોએસમાન હિત ધરાવતાભિન્ન પ્રકારના દ્વિપક્ષી, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી.તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નિયમિત ઉચ્ચ સ્તરની દ્વિપક્ષી વાટાઘાટોથી દ્વિપક્ષી સંબંધોમાં ગતિશીલતા આવી છે. તેમણે મ્યાનમારની સ્વતંત્ર, સક્રિય અને બિન જોડાણવાદીવિદેશી નીતિ તથા ભારતની ‘એકટ ઈસ્ટ’ અને ‘નેબરહુડ ફર્સ્ટ’ ની નીતિને બિરદાવી હતી અને બંનેએ ભાગીદારી વધુ મજબૂત કરવાની અને એક બીજાના હિતમાં બંને દેશો અનેલોકો વચ્ચે દ્વિપક્ષી સંબંધો વિસ્તરે અને સહયોગના નવા દ્વાર ખૂલે તે માટે બંને દેશોની એકરૂપતાને બિરદાવી હતી.

 

 1. બંને પક્ષોએ અગાઉથી નક્કી થઈ ચૂકેલી સરહદોના હિસ્સા અંગે પરસ્પર સન્માન દાખવવાનો પુનરોચ્ચાર કર્યો હતો અને બંને દેશોએ હાલની સંયુક્ત સરહદ માટેનાવર્કિંગ ગ્રુપની બેઠકનીદ્વિપક્ષી વ્યવસ્થા મારફતે બંને દેશો વચ્ચેના પડતર મુદ્દાઓ હલ કરવા બાબતે નિષ્ઠા વ્યક્ત કરી હતી.

 

 1. બંને પક્ષોએ પોતાના સંબંધોમાં કનેક્ટીવિટીની મધ્યસ્થતા ઉપર ભાર મૂક્યો હતો અને ભારત દ્વારા ભંડોળ અપાયું છે તેવા વિવિધ મ્યાનમારમાં હાલમાં ચાલુ પ્રોજેક્ટસમાં ઝડપલાવવા અને પૂર્ણ કરવાની નિષ્ઠા વ્યક્ત કરી હતી અનેએ માટે મ્યાનમારનો સહયોગ ચાલુ રહેશે અને અમલીકરણ માટે સુગમતા ઉભી કરાશે તેવો પુનરોચ્ચાર કર્યો હતો.

 

 1. તામુ- મોરે અને રિહખ્વાદર- ઝોખ્વાદર સરહદો જ્યાં એક બીજાને સ્પર્શે છે તે આંતરરાષ્ટ્રીય સરહદના દ્વાર ખૂલ્લા મૂકવાની બાબતને આવકારી હતી. તેમણે મુસાફરો અને માલસામાનની હેરફેર આસાન થઈ શકે તે માટે પ્રક્રિયાઓને સરળ બનાવવાની અને ઝડપભેર માળખાગત સુવિધાઓ વિકસાવવાની જરૂરિયાત અંગે નોંધલીધી હતી. ભારતે તામુ-મ્યાનમાર ખાતે આધુનિક સુસંકલિત ચેક પોસ્ટના બાંધકામ માટેની પોતાની નિષ્ઠાનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને પક્ષોએ આ પ્રોજેક્ટ વહેલી તકે શરૂ થાય તે માટે સાથે મળીને કામ કરવા માટે સંમતિ દાખવી હતી. બંને પક્ષોએ એકથી બીજા દેશમાં વાહનોની હેરફેર થઈ શકે તે માટે પડતર રહેલા દ્વિપક્ષી મોટર વાહન કરાર અંગેની ચર્ચાઓ વહેલી તકે પૂર્ણ કરવાની નિષ્ઠા વ્યક્ત કરી હતી. આ સંદર્ભમાં બંને પક્ષોએ જે તે દેશોના ખાનગી ઓપરેટરો વચ્ચે સમજૂતીના કરાર મારફતે ઈમ્ફાલ અને મંડાલય વચ્ચે 7 એપ્રિલ, 2020થી સુસંકલિત બસ સર્વિસ શરૂ કરવાની બાબતને આવકારી હતી.

 

 1. બંને દેશોમાં સરહદ પર દૂર-દૂરના વિસ્તારોમાં વસતા લોકોના કલ્યાણના મહત્વને પારખીને બંને પક્ષોએ સરહદી હાટ શરૂ કરવા માટે સંમતિ દાખવી હતી અને આ બાબતે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા વર્ષ 2012માં હસ્તાક્ષર કરાયેલા સમજૂતીના કરાર ઉપર અગાઉ બંને પક્ષોએ સંમતિ દર્શાવેલી છે. બંને પક્ષોએ પરસ્પર સંમતિ સધાય તેવી સંચાલન વ્યવસ્થા દ્વારા સરહદી હાટને આખરી સ્વરૂપ આપવા માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

 

 1. બંને પક્ષોએ ચીન સ્ટેટ અને નાગાક્ષેત્રના લોકો દ્વારા સ્વયં વ્યવસ્થા ધરાવતા વિસ્તારોમાં ભારતની ગ્રાન્ટ વડે આર્થિક સામાજિક વિકાસના પ્રોજેક્ટસ હાથ ધરવા માટે મ્યાનમાર-ભારત વિકાસ યોજનાઓમાળખાગત સુવિધાઓ પૂરી પાડવામાં સફળતા બાબતે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. આ યોજના હેઠળ 43 શાળાઓ, 18 આરોગ્ય કેન્દ્રો અને 51 પૂલ તથા માર્ગોનું છેલ્લા ત્રણ વર્ષમાં આ વિસ્તારોમાં બાંધકામ કરવામાં આવ્યું છે. બંને પક્ષોએ એ બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો કે ચોથા વર્ષમાં 5 મિલિયન યુએસ ડોલરની સહાયથી વધારાના 29 પ્રોજેક્ટસ હાથ ધરવામાં આવશે અને તેનું અમલીકરણ વર્ષ 2020-21માં કરવામાં આવશે.

 

 1. બંને પક્ષોએ સીટવે પોર્ટ અને કલાદનમલ્ટી મોડલ ટ્રાન્ઝીટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટની હકારાત્મક ગતિવિધી અંગે નોંધ લીધી હતી. તેમણે 1 ફેબ્રુઆરી, 2020થી સીટવે પોર્ટ અને પાલેટવા ઈન્ડિયન વોટર ટ્રાન્સપોર્ટ ટર્મિનલ અને તેની સાથે સંકળાયેલી સુવિધાઓના સંચાલન માટેપોર્ટ ઓપરેટરની નિમણુંકની નોંધ લીધી હતી. આ પોર્ટથી આ વિસ્તારના આર્થિક વિકાસમાં યોગદાન મળશે અને સ્થાનિક લોકોને લાભ થશે. બંને પક્ષોએ પાલેટવા-ઝોરીનપુરી બંદરથી ભારતના પૂર્વોત્તર વિસ્તાર સુધીનો માર્ગ વહેલો પૂર્ણ કરવા માટેની નિષ્ઠાનો પુનરોચ્ચાર કર્યો હતો. જ્યારે આ માર્ગ પૂર્ણ થશે ત્યારે તે સીટવે પોર્ટ ભારતના પૂર્વોત્તરવિસ્તાર સાથે જોડાશે અને પોર્ટને વધુ ટ્રાફિક પ્રાપ્ત થશે. ભારતે ઝોરીનપુરીની દક્ષિણ દિશામાં પાલેટવા ખાતે આવેલા કલાદન મલ્ટી મોડલ ટ્રાન્ઝીટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટના હિસ્સા તરીકે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી વ્યક્તિઓ, બાંધકામ સાથે સંકળાયેલી સામગ્રી અને સાધનોની હેરફેરમાં મ્યાનમારના સહયોગની કદર કરી હતી.

 

 1. બંને આગેવાનોએ ટ્રાઈ લેટ્રલ હાઈવે પર કાલેવા-યારગઈરોડ સેક્શનના બાંધકામમાં થયેલી પ્રગતિની હકારાત્મક નોંધ લીધી હતી. આ કામગીરી વર્ષ 2021 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.ભારતે ટ્રાઈ લેટ્રલ હાઈવે ઉપરના 69 પૂલનું વહેલી તકે અપગ્રેડેશન કરવાની નિષ્ઠા વ્યક્ત કરી છે અને આ માટે સુગમતા કરી આપવા માટે મ્યાનમાર સંમત થયું છે.

 

 1. ભારતે ક્ષમતા નિર્માણ અને તાલિમના ક્ષેત્રોમાં આપેલી સહાયની મ્યાનમારે કદર કરી છે. બંને દેશોએ મ્યાનમાર ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી (એમઆઈઆઈટી) અને એડવાન્સ સેન્ટર ફોર એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન (એસીએઆરઈ) જેવા ફ્લેગશીપ પ્રોજેક્ટસ સંયુક્તપણે લાંબા ગાળે સાતત્યસાથે પૂર્ણ કરવા માટે સંમતિ દાખવી છે. બંને આગેવાનોએ પ્રોજેક્ટ અંગેનીપધ્ધતિને આખરી સ્વરૂપ આપ્યા પછી યામેથીન ખાતે મહિલા પોલિસ ટ્રેનિંગ સેન્ટરનું વહેલી તકે અપગ્રેડેશન કરવા માટે આશાવાદ વ્યક્ત કર્યો છે. પકોક્કુ અને માયન્જાન ખાતે મ્યાનમાર-ઈન્ડિયા ઔદ્યોગિક તાલિમ કેન્દ્રોની ભૂમિકા અંગે બંને પક્ષોએ નોંધ લીધી હતી. આ યોજના ભારત સરકારની ગ્રાન્ટ સહાયથી હાથ ધરાશે અને મ્યાનમારના યુવકોમાં રોજગાર પાત્રતા વધે તે માટે કૌશલ્ય આપવાની કામગીરી બજાવશે. તેમણે નોંધ લીધી હતી કે મોન્યવા અને થોટાન ખાતે બે નવા કેન્દ્રો શરૂ કરવાના પ્રયાસો સારી રીતે પ્રગતિ કરી રહ્યા છે.

 

 1. ભારતે સ્ટેટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ મારફતે રાખીને રાજ્યમાં શાંતિ, સ્થિરતા અને આર્થિક-સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવાના મ્યાનમારના પ્રયાસોમાં સહયોગ આપવાની ભારતની નિષ્ઠાનો પુનરોચ્ચાર કર્યો છે. વર્ષ 2019માં ઉત્તર રાખીનેમાંથી વિસ્થાપિત થયેલા વ્યક્તિઓ માટે 250 પ્રિ-ફેબ્રિકેટેડ આવાસો અને રાહત સામગ્રી પૂરી પાડવાના ભારતના પ્રયાસોની કદર કરી હતી. બંને પક્ષોએ રાખીને સ્ટેટ ડેવલપમેન્ટ પ્રોગ્રામના બીજા તબક્કામાં 12 પ્રોજેક્ટસનું અમલીકરણ કરવામાં ઝડપ દાખવવા માટે સંમતિ દર્શાવી હતી અને મેકાન્ગ-ગંગા સહયોગ વ્યવસ્થા મારફતે હાઈ ઈમ્પેક્ટ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને ક્વિક ઈમ્પેક્ટ પ્રોજેક્ટસના માળખા હેઠળહાથ ધરવા માટે નિષ્ઠા વ્યક્ત કરી હતી. આ બાબતે બંનેએ આ મુલાકાતદરમિયાન ક્વીક ઈમ્પેક્ટ પ્રોજેકટ (ક્યુઆઈપી) માટે ભારતની ગ્રાન્ટ સહાય માટેના કરાર ઉપર કરેલા હસ્તાક્ષરને આવકાર્યા હતા.

 

 1. ભારતે ઉત્તર રાખીનેમાં ઉભા થયેલા પડકારો હલ કરવા મ્યાનમાર સરકારે તાજેતરમાં લીધેલા પગલાંને સહયોગ આપવાનો પુનરોચ્ચાર કર્યો હતો. ભારતે પણ મ્યાનમાર અને બાંગ્લાદેશે રાખીને સ્ટેટના વિસ્થાપિત વ્યક્તિઓને સ્વદેશ પાછા મોકલવા અંગે થયેલા દ્વિપક્ષી કરારને ટેકો વ્યક્ત કરીને આશા વ્યક્ત કરી હતી કે મ્યાનમાર અને બાંગ્લાદેશ સ્વૈચ્છિક રીતે, સાતત્યપૂર્વક અને હાલમાં બાંગ્લાદેશના કોક્સ બજાર ખાતે વિસ્થાપિત વ્યક્તિઓને દ્વિપક્ષી કરાર મુજબ વતનમાં પરત લાવવા માટે મ્યાનમાર કામગીરી કરવાનું ચાલુ રાખશે. મ્યાનમાર તરફથી ભારતના આ મુદ્દાની જટિલતા સમજીને મ્યાનમારને જે સહયોગ આપવામાં આવ્યો છે તે બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

 1. બંને પક્ષોએ પૂર્ણ ક્ષમતામાં દ્વિપક્ષી વ્યાપાર અને આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો કરવાના પ્રયાસોની નોંધ લીધી હતી. બંને પક્ષોએ કનેક્ટીવિટી, બજારની ઉપલબ્ધિ, નાણાંકિય વ્યવહારોમાં આસાની અને બિઝનેસથી બિઝનેસ વચ્ચે જોડાણ અને દ્વિપક્ષી તથા પ્રાદેશિક વેપાર કરાર વડે બંને પક્ષોના આર્થિક-સામાજિક વિકાસમાં યોગદાન આપવા માટે લેવાયેલા પગલાંની નોંધ લીધી હતી.

 

 1. બંને દેશોએ મ્યાનમારમાં ભારતના રૂપે કાર્ડનો પ્રારંભ કરવા માટે સાથે મળીને કામ કરવા નિષ્ઠા દાખવી હતી અને એ બાબતે નોંધ લીધી હતી કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) મ્યાનમારના કાયદા અને નિયમોનું પાલન કરશે તથા રૂપે કાર્ડ શરૂ કરવાથી મ્યાનમારના અર્થતંત્રને વેગ મળશે તથા ભારત તરફથી પ્રવાસન પ્રવૃત્તિમાં તેમજ બિઝનેસમાં સુગમતા પ્રાપ્ત થશે.

 

 1. બંને પક્ષોએ ભારત મ્યાનમાર ડીજીટલ પેમેન્ટ ગેટવેની રચના શરૂ કરવાની શક્યતાઓ બાબતે સંમતિ વ્યક્ત કરી હતી. આ કરારથી બંને દેશો વચ્ચે સરહદ પાર નાણાં મોકલવાના વિકલ્પોનો વિસ્તાર થશે. બંને દેશોએ પોતાના સ્થાનિક ચલણ વડે દ્વિપક્ષી વ્યવસ્થા હાથ ધરવા માટે પણ રસ દર્શાવ્યો હતો કે જેથી સરહદ પાર વ્યાપારને વેગ આપવાનો ઉદ્દેશ હલ થઈ શકે. આ બાબતેબંને પક્ષોએ ભારત મ્યાનમાર સંયુક્ત ટ્રેડ કમિટીની બેઠકની હાલની વ્યવસ્થા વડે ઝડપભેર કામગીરી હાથ ધરવા માટે સંમતિ દાખવી હતી.

 

 1. બંને પક્ષોએ પરસ્પરના લાભ માટે બંને દેશોના ઉર્જા ક્ષેત્ર વચ્ચે બહેતર સંકલન દાખવવાની જરૂરિયાત દર્શાવી હતી. ભારત અને મ્યાનમાર પેટ્રોલિયમ પ્રોડક્ટ એટલે કે રિફાઈનીંગ, સંગ્રહ, બ્લેન્ડીંગ મારફતે એકથી બીજી સરકાર વચ્ચે સમજૂતીના કરાર માટે સહયોગની જરૂરિયાત દર્શાવી હતી. બંને દેશો ભારત અને મ્યાનમારની ઓઈલ અને ગેસ કંપનીઓ વચ્ચે આ ક્ષેત્રે વેપાર અને મૂડીરોકાણ વધારવાના સહયોગને પ્રોત્સાહન આપવા માટે સંમતિ દર્શાવી હતી. બંને પક્ષોએ ઈન્ડિયન ઓઈલ અને મ્યાનમારમાં ગેસ પબ્લિક સેક્ટરના એકમો (જાહેર ક્ષેત્રની કંપનીઓ)અપસ્ટ્રીમ ક્ષેત્રમાં મૂડીરોકાણને આવકાર્યું હતું અને ત્યાં ભારતના ઓઈલ અને ગેસના જાહેરક્ષેત્રના એકમોએ મૂડીરોકાણ કર્યું છે તેવા આ પ્રકારનાપ્રોજેક્ટમાંથી ઉત્પાદનનો અમુક હિસ્સો ભારતમાં નિકાસ કરવાની શક્યતાઓ તપાસવાના પ્રયાસો કરાશે.

 

 1. બંને દેશોએ પુનરોચ્ચાર કર્યો હતો કે સંરક્ષણ અને સલામતીમાં સહયોગ એ મ્યાનમાર અને ભારત વચ્ચેના દ્વિપક્ષી સંબંધો એક મહત્વનો સ્તંભ બની રહેશે. તેમણે સંરક્ષણ ક્ષેત્રના કર્મચારીઓના આદાન-પ્રદાનને આ મુદ્દે હકારાત્મક ગતિવિધિ ગણાવીને તેની પ્રશંસા કરી હતી. બંને આગેવાનોએ સ્વીકાર કર્યો હતો કે સંરક્ષણ સહયોગ અંગે જુલાઈ 2019માં હસ્તાક્ષર કરાયેલા સમજૂતીના કરારથી ઘનિષ્ઠ સહયોગનો માર્ગ મોકળો થયો છે. ભારતના પક્ષે મ્યાનમાર સંરક્ષણ સેવાઓમાં ક્ષમતા નિર્માણમાં સહયોગમાં વૃધ્ધિ કરીને સલામતી અંગેની પરસ્પરની ચિંતાઓ હલ કરવામાં સહયોગની ખાત્રી આપવામાં આવી હતી. બંને પક્ષોએ સરહદી વિસ્તારોમાં શાંતિ અનેસ્થિરતા જળવાઈ રહે તે હેતુથી તથા સ્થાનિક લોકોની સમૃધ્ધિને પ્રોત્સાહન માટે બંને દેશો અને પ્રદેશો વચ્ચે પોતાની નિષ્ઠાનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને દેશોએ કોઈપણ નકારાત્મક વલણ ધરાવતા તત્વોને પોતાની જમીનનો ઉપયોગ કરવા છૂટ નહીં આપવા અને અન્ય પક્ષ વિરૂધ્ધ કાર્યવાહી કરનારને પ્રોત્સાહન નહીં આપવાનો પુનરોચ્ચાર કર્યો હતો.

 

 1. બંને આગેવાનોએ, બંને દેશો વચ્ચે વધેલા મેરિટાઈમ સહયોગને આવકાર્યો હતો. તેમણે મેરિટાઈમ પડકારોને હલ કરવાના અને મેરિટાઈમ સુરક્ષાને મજબૂત કરવાના મહત્વને પણ સ્વીકાર્યું હતું. બંને આગેવાનોએ મેરિટાઈમ સિક્યોરિટી સહયોગ (એમએસસી) અંગે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કરવાના હેતુથી સપ્ટેમ્બર 2019માં જોઈન્ટ વર્કિંગ ગ્રુપની યોજાયેલી બેઠક અંગે નોંધ લીધી હતી અને આ ક્ષેત્રમાં એક મહત્વના પગલાં તરીકે વ્હાઈટ શિપીંગ ડેટાના આદાન-પ્રદાનની શરૂઆત અંગે પણ નોંધ લીધી હતી.

 

 1. સલામતી અંગેની પરસ્પરનીચિંતાઓ હલ કરવા માટે એક ઘનિષ્ટ કાનૂની માળખું તૈયાર કરવાની બાબત ઉપર ભાર મૂકતાં બંને પક્ષોએ મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્ટ ટ્રીટી ઓન સિવિલ એન્ડ કોમર્શિયલ મેટર્સ એન્ડ ધ એક્સ્ટ્રાડીશન ટ્રીટી જેવી વિવિધ પડતર બાબતો અંગે વાટાઘાટો ચાલુ રાખવા માટે સંમતિ દાખવી હતી. બંને પક્ષોએ આ વાટાઘાટો વહેલી તકે પૂર્ણ કરવાની નિષ્ઠા વ્યક્ત કરી હતી. મ્યાનમારે ભારતના નાગરિકોને ડિસેમ્બર 2020 સુધી મ્યાનમારમાં આગમન સાથે ટુરિસ્ટ વિઝા આપવાના નિર્ણયને ભારતે આવકાર્યો છે.

 

 1. કેન્સરના દર્દીઓની સારવાર માટે મ્યાનમારે મેડિકલ રેડિએશન ઈક્વિપમેન્ટ ‘’ભાભાટ્રોન-2’’ઓફર કરવાના નિર્ણયને ભારતે આવકાર્યો છે. બંને દેશો એ બાબતે સંમત થયા છે કે આરોગ્યના ક્ષેત્રે વધુ સહયોગ આગળ ધપાવવો.

 

 1. ભારતે મ્યાનમારમાં શાંતિ પ્રક્રિયા તથા લોકશાહીપ્રણાલી સુસ્થાપિત કરવા માટેની લોકશાહી ફેડરલ યુનિયનની રચનાનાપ્રયાસોને ટેકો આપવાનો પુનરોચ્ચાર કર્યો છે. બંને પક્ષોએ હાલમાં સરકારી કર્મચારીઓ, રમતવીરો, સાંસદો, ન્યાય ક્ષેત્ર અને ચૂંટણીની કામગીરી કરતા કર્મચારીઓ તથા સંરક્ષણ ક્ષેત્રના અધિકારીઓ માટે ચાલી રહેલી કેટલીક તાલીમ યોજનાઓ, ક્ષમતા નિર્માણ કાર્યક્રમો, જાણકારી માટેની મુલાકાતો અને પ્રવચન શ્રેણીઓ યોજવાની ભારતે કરેલી ઓફરને આવકારી છે. ભારતે મ્યાનમારની યુનિવર્સિટીઓમાં નેશનલ નૉલેજ નેટવર્ક (એનકેએન) નું વિસ્તરણ કરવાની જાહેરાત કરી છે. ભારત તરફથી મ્યાનમાર ડિપ્લોમેટિક એકેડેમીની સ્થાપનાને સહયોગ આપવા માટે તૈયારી દર્શાવીને પુનરોચ્ચાર કર્યો છે. મ્યાનમારે પણ આભાર સાથે નોંધ લીધી છે કે ભારતે મ્યાનમારના નેશનલ ઓળખપત્ર પ્રોજેક્ટ માટે ભારતના “આધાર” પ્રોજેક્ટના ધોરણે ટેકનિકલ સહાય આપવાની ઓફર કરી છે.

 

 1. મ્યાનમારમાં ડેમોક્રેટિક યુનિયન સ્થાપવાના અને એ દિશામાં રાષ્ટ્રીય સ્તરે પ્રયાસો હાથ ધરવાના મ્યાનમારના પ્રયાસોને સહયોગ આપવાનો પુનરોચ્ચાર કર્યો છે. ભારતના પ્રધાનમંત્રીએ મ્યાનમારની શાંતિ પ્રક્રિયા માટે સંપૂર્ણ સહયોગ આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જે બંને દેશોની સરકારો, તેના સ્થાનિક શસ્ત્ર જૂથો વચ્ચે રાષ્ટ્ર વ્યાપી યુધ્ધ વિરામ કરારના માળખા હેઠળ હાથ ધરાશે. બંને નેતાઓએ આ વિસ્તારમાં વિકાસનાં રાષ્ટ્રીય ધ્યેયને હાંસલ કરવા માટે સ્થિરતા અને શાંતિ જાળવવાના પ્રયાસો ઉપર ભાર મૂક્યો છે.

 

 1. આતંકવાદે ઉભા કરેલા જોખમને પારખીને બંને પક્ષો આતંકવાદી જૂથોનો સામનો કરવામાં સહયોગ આપવા અને તેમની સામે પગલાં લેવા સંમત થયા છે. બંને દેશોએ તમામ સ્વરૂપના આતંકવાદને વખોડી નાંખ્યો છે અને આતંકવાદનો સામનો કરવા માટે વધુ મજબૂત આંતરરાષ્ટ્રીય સહયોગની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે, જેમાં એકબીજા સાથે માહિતી અને ગુપ્ત જાણકારીના આદાન-પ્રદાનનો સમાવેશ થાય છે. બંને દેશોએ આ મુદ્દે દ્વિપક્ષી સહયોગ વધારવા માટે સંમતિ દાખવી છે.

 

 1. વધુમાં, બંને પક્ષોએ યુનાઈટેડ નેશન્સ (યુનો) અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો મારફતે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ઘનિષ્ટ સહયોગ ચાલુ રાખવા સંમતિ દર્શાવી છે. બંને પક્ષોએ આસીયાન, બીમસ્ટેક, મેકાંગ ગંગાસહયોગ જેવા અન્ય પ્રાદેશિક માળખાઓ વચ્ચે સહયોગ દાખવવા સંમતિ દર્શાવી છે. મ્યાનમારેયુએનએસસીના સુધારેલા અને વિસ્તૃત કરાયેલા માળખામાં ભારતને કાયમી સભ્યપદ મળે તે માટે સહયોગ આપવાનો પુનરોચ્ચાર કર્યો છે. બંને પક્ષોએ સરહદો પર શાંતિ જાળવવાની નિષ્ઠાનો પુનરોચ્ચાર કર્યો છે અને આ મુદ્દે ખૂલ્લાપણાં, સમાવેશિતા, પારદર્શકતા, આંતરરાષ્ટ્રીય કાયદાઓનું સન્માન અને ઈન્ડો-પેસિફીક ક્ષેત્રમાં આસિયાનની મધ્યસ્થીને સ્વીકારવાનો પુનરોચ્ચાર કર્યો છે અને તેનાથી પ્રગતિ અને સમૃધ્ધિના સમાન હિતને વેગ મળશે તેવી ભાવના વ્યક્ત કરી છે. બંને પક્ષોએ હાલના મૈત્રીપૂર્ણ સંબંધો અને સારી પડોશી ભાવનાને આધારે 200 નોટિકલ માઈલથી કોન્ટીનેન્ટલ શેલ્ફની મર્યાદા રાખવા માટે ટેકનિકલ સ્તરે દ્વિપક્ષી વાર્તાલાપ આગળ ધપાવવાપુનરોચ્ચાર કર્યો છે.

 

 1. મ્યાનમારે યુનોના તમામ સભ્ય દેશો આઈએસએમાં જોડાય તે માટે તથા સૌર ઉર્જાના ક્ષેત્રે સહયોગને આગળ ધપાવવા વહેલામાં વહેલી તકે ઈન્ટરનેશનલ સોલાર એગ્રીમેન્ટ (આઈએસએ) ના માળખામાં કરાયેલા સુધારાને રેકટીફાય કરવા માટેના જરૂરી કદમો ભરવાની નિષ્ઠા વ્યક્ત કરી છે. ભારત જેવા દેશો માટે કોએલિએશન ઓફ ડિઝાસ્ટર રેસિલન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (સીડીઆરઆઈ) ની સુસંગતતા અંગે ભારત અને મ્યાનમારે પુનરોચ્ચાર કર્યો છે અને મ્યાનમાર સીડીઆરઆઈને ધ્યાનમાં લઈને તેમાં જોડાવા માટે પ્રોત્સાહિત થાય તેવી આશા વ્યક્ત કરી છે.

 

 1. ભારતે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટસમાં બાગાનના સમાવેશને આવકાર્યો છે. બંને પક્ષોએ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) મારફતે પ્રોજેકટના પ્રથમ તબક્કામાં 12 પેગોડાનું પુનઃસ્થાપન કરી તેની જાળવણી કરવાના તથા બાગાનમાં ભૂકંપને કારણે નુકસાન પામેલા 92 પેગોડાની પુનઃસ્થાપના અને જાળવણીની કામગીરી માટે હાથ ધરાયેલી પ્રથમ તબક્કાની કામગીરીની શરૂઆતનેઆવકારી છે. મ્યાનમાર જાળવણીની પ્રક્રિયા હાથ ધરવા માટે આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાને તમામ પ્રકારનો સહયોગ પૂરો પાડવા સંમત થયું છે.

 

 1. બંને પક્ષોએ, બંને દેશો વચ્ચે દ્વિપક્ષી સંબંધોને મૈત્રી અને સુમેળ સાથે આગળ ધપાવવા તથા તમામ સ્તરે સંપર્કો સતેજ કરવા સંમતિ દાખવી છે.

 

 1. રાષ્ટ્રપતિ યૂ વિન મિયંટ અને પ્રથમ મહિલા ડાઉ ચો ચોએ મ્યાનમારના પ્રતિનિધિ મંડળને તેમના ભારતમાં રોકાણ દરમિયાન ઉષ્માપૂર્ણ અને અપવાદરૂપ આગતા સ્વાગતા દાખવવા બદલ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને પ્રથમ મહિલા શ્રીમતિ સવિતા કોવિંદનો આભાર માન્યો છે.

 

 

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Indian startups raise $10 billion in a quarter for the first time, report says

Media Coverage

Indian startups raise $10 billion in a quarter for the first time, report says
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to visit UP on October 20 and inaugurate Kushinagar International Airport
October 19, 2021
શેર
 
Comments
PM to participate in an event marking Abhidhamma Day at Mahaparinirvana Temple
PM to lay foundation stone of Rajkiya Medical College, Kushinagar and also inaugurate & lay foundation stone of various development projects in Kushinagar

Prime Minister Shri Narendra Modi will visit Uttar Pradesh on 20th October, 2021. At around 10 AM, the Prime Minister will inaugurate the Kushinagar International Airport. Subsequently, at around 11:30 AM, he will participate in an event marking Abhidhamma Day at Mahaparinirvana Temple. Thereafter, at around 1:15 PM, the Prime Minister will attend a public function to inaugurate and lay the foundation stone of various development projects in Kushinagar.

Inauguration of Kushinagar International Airport

The inauguration of the Kushinagar International Airport will be marked by the landing of the inaugural flight at the airport from Colombo, Sri Lanka, carrying Sri lankan delegation of over hundred Buddhist Monks & dignitaries including the 12-member Holy Relic entourage bringing the Holy Buddha Relics for Exposition. The delegation also comprises of Anunayakas (deputy heads) of all four Nikatas (orders) of Buddhism in Sri Lanka i.e Asgiriya, Amarapura, Ramanya, Malwatta as well as five ministers of the Government of Sri Lanka led by Cabinet Minister Namal Rajapakshe.

The Kushinagar International Airport has been built at an estimated cost of Rs. 260 crore. It will facilitate domestic & international pilgrims to visit the Mahaparinirvana sthal of Lord Buddha and is an endeavour in connecting the Buddhist pilgrimage holy sites around the world. The airport will serve nearby districts of Uttar Pradesh and Bihar and is an important step in boosting the investment & employment opportunities in the region.

Abhidhamma Day at Mahaparinirvana Temple

Prime Minister will visit the Mahaparinirvana temple, offer Archana and Chivar to the reclining statue of Lord Buddha and also plant a Bodhi tree sapling.

Prime Minister will participate in an event, organised to mark Abhidhamma Day. The day symbolises the end of three-month rainy retreat – Varshavaas or Vassa – for the Buddhist Monks, during which they stay at one place in vihara & monastery and pray. The event will also be attended by eminent Monks from Sri Lanka, Thailand, Myanmar, South Korea, Nepal, Bhutan and Cambodia, as well as Ambassadors of various countries.

Prime Minister will also walk through the exhibition of Paintings of Ajanta frescos, Buddhist Sutra Calligraphy and Buddhist artefacts excavated from Vadnagar and other sites in Gujarat.

Inauguration & laying of Foundation Stone of development projects

Prime Minister will participate in a public function at Barwa Jangal, Kushinagar. In the event, he will lay the foundation stone of Rajkiya Medical College, Kushinagar which will be built at a cost of over Rs 280 crore. The Medical college will have a 500 bed hospital and provide admissions to 100 students in MBBS course in academic session 2022-2023. Prime Minister will also inaugurate & lay the foundation stone of 12 development projects worth over Rs 180 crore.