મહામહિમ રાષ્ટ્રપતિ,
'ધ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ-III' એવોર્ડ માટે હું તમને, સાયપ્રસ સરકાર અને સાયપ્રસના લોકોને હૃદયપૂર્વક ધન્યવાદ અને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.

આ સન્માન ફક્ત મારું, નરેન્દ્ર મોદીનું જ નહીં પણ તે 140 કરોડ ભારતીયો માટે સન્માન છે. તે તેમની શક્તિ અને આકાંક્ષાઓ માટે સન્માન છે. તે આપણા દેશના સાંસ્કૃતિક ભાઈચારો અને 'વસુધૈવ કુટુમ્બકમ' ની વિચારધારા માટે સન્માન છે. હું આ પુરસ્કાર ભારત અને સાયપ્રસ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો, આપણા સહિયારા મૂલ્યો અને આપણી પરસ્પર સમજણને સમર્પિત કરું છું.
બધા ભારતીયો વતી, હું આ સન્માન અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતા સાથે સ્વીકારું છું. આ પુરસ્કાર શાંતિ, સુરક્ષા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા અને આપણા લોકોની સમૃદ્ધિ પ્રત્યેની આપણી અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
મહામહિમ,
હું આ સન્માનનું મહત્વ સમજું છું અને તેને ભારત અને સાયપ્રસ વચ્ચેના સંબંધો પ્રત્યેની જવાબદારી તરીકે સ્વીકારું છું. મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં આપણી ગતિશીલ ભાગીદારી નવી ઊંચાઈઓને સ્પર્શશે.

સાથે મળીને આપણે ફક્ત આપણા દેશોના વિકાસને મજબૂત બનાવીશું એટલું જ નહીં પરંતુ શાંતિપૂર્ણ અને સુરક્ષિત વૈશ્વિક વાતાવરણના નિર્માણમાં પણ યોગદાન આપીશું.
આ સન્માન માટે હું ફરી એકવાર આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
ખૂબ ખૂબ આભાર.


