"રમતગમતની ભાવના ભવિષ્યમાં તમામ રમતવીરો માટે સફળતાના દ્વાર ખોલશે"
"પ્રાદેશિક સ્તરે સ્પર્ધાઓ માત્ર સ્થાનિક પ્રતિભાઓને જ નથી વધારતી, પરંતુ સમગ્ર ક્ષેત્રના ખેલાડીઓનું મનોબળ પણ વધારે છે"
"સાંસદ ખેલ મહાકુંભ એક નવો માર્ગ છે, એક નવી સિસ્ટમ છે"
"રમતગમતની દુનિયામાં દેશની સંભવિતતાને ઉજાગર કરવામાં સાંસદ ખેલ મહાકુંભે બહુ મોટી ભૂમિકા ભજવવાની છે"
"સાંસદ ખેલ મહાકુંભ રમતગમતનાં ભવિષ્યની ભવ્ય માળખાગત સુવિધાનો મજબૂત પાયો નાખે છે"
"2014ની સરખામણીમાં રમત મંત્રાલયની બજેટ ફાળવણી લગભગ 3 ગણી વધારે છે"

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જી, ગોરખપુરના સાંસદ રવિ કિશન શુક્લા જી, ઉપસ્થિત યુવા ખેલાડીઓ, વિવિધ કોચ, અભિભાવગણ તથા સાથીઓ.

સૌ પ્રથમ તો હું મહાયોગી ગુરુ ગોરખનાથની પવિત્ર ધરતીને નમન કરું છું. સાંસદ રમત ગમત સ્પર્ધામાં સામેલ થઈ રહેલા ખેલાડીઓને હું અભિનંદન પાઠવું છું, મારી શુભેચ્છાઓ પાઠવું છું. આપ સૌએ ખૂબ મહેનત કરી છે. આ સ્પર્ધામાં કેટલાક ખેલાડીઓને સફળતા મળી હશે તો કોઇને પરાજયનો સામનો પણ કરવો પડ્યો હશે. રમતનું મેદાન હોય કે જીવનનું મેદાન, હાર-જીત  તો થતી જ રહે છે. હું ખેલાડીઓને એટલું જ કહીશ કે જો આપ અહીં સુધી પહોંચ્યા છો તો તમે હાર્યા નથી. આપે જીતવા માટે ઘણું બધું શીખ્યું છે, જ્ઞાનાર્જન કર્યું છે. આપની રમત ગમતની ખેલદિલી ભવિષ્યમાં આપના માટે સફળતાઓના દ્વાર ખોલી નાખશે.

મારા યુવાન સાથીઓ,

મને કહેવામાં આવ્યું છે કે આ સ્પર્ધામાં કુસ્તી, કબડ્ડી, હોકી જેવી રમતોની સાથે સાથે ચિત્રકામ, લોકગીત, લોકનૃત્ય અને તબલા બાંસુરી વગેરેના કલાકારોએ પણ ભાગ લીધો છે. આ એક ખૂબ જ સુંદર, પ્રશંસનીય અને પ્રેરણા આપનારી પહેલ છે. પ્રતિભા ભલે રમતની હોય કે પછી કલા સંગીતની હોય, તેની ખેલદિલી અને તેની ઉર્જા લગભગ એક સમાન હોય છે. ખાસ કરીને તો આપણી ભારતીય વિદ્યાઓ છે, જે લોક વિદ્યાઓ છે, તેને આગળ ધપાવવાની નૈતિક જવાબદારી પણ આપણા સૌની સહિયારી જવાબદારી છે. રવિ કિશન જી ખુદ એટલા પ્રતિભાવંત કલાકાર છે તેથી સ્વાભાવિક છે કે તેઓ કલાના મહત્વને ખૂબ સારી રીતે સમજે છે. હું આ આયોજન માટે રવિ કિશન જીને વિશેષરૂપથી અભિનંદન પાઠવું છું.

સાથીઓ,

છેલ્લા કેટલાક સપ્તાહથી સાંસદ ખેલ મહાકૂંભમાં આ મારો ત્રીજો કાર્યક્રમ છે. હું  માનું છું કે જો ભારતે દુનિયાની સર્વશ્રેષ્ઠ રમત શક્તિ બનવું છે તો તેના માટે આપણે નવા નવા રસ્તાઓ શોધવા પડશે, નવા રસ્તાઓ પસંદ કરવા પડશે અને નવી વ્યવસ્થાઓનું નિર્માણ કરવું પડશે. આ સાંસદ ખેલ મહાકૂંભ આવો જ એક નવો માર્ગ છે, નવી વ્યવસ્થા છે. રમતની પ્રતિભાઓને આગળ ધપાવવા માટે તે બાબત અત્યંત જરૂરી છે કે સ્થાનિક સ્તર પર રમત સ્પર્ધાઓ સતત યોજાતી રહે. લોકસભાના સ્તર પર આ પ્રકારની હરિફાઇઓ સ્થાનિક પ્રતિભાઓને નિખારે જ છે અને સાથે સાથે સમગ્ર ક્ષેત્રના ખેલાડીઓના ઉત્સાહને પણ વેગ આપતી રહે છે. આપ જૂઓ,  આ અગાઉ જ્યારે ગોરખપુરમાં ખેલ મહાકૂંભ યોજાયો હતો તો તેમાં લગભગ  18 થી 20 હજાર ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ વખતે આ સંખ્યા વધીને લગભગ 24 થી 25 હજારની થઈ ચૂકી છે. તેમાંથી લગભગ નવ હજાર યુવાન ખેલાડી તો આપણી દિકરીઓ છે. આપમાંથી એવા હજારોની સંખ્યામાં યુવાનો છે જે કોઈને કોઈ નાના ગામડામાંથી આવ્યા છે, નાના નાના તાલુકાઓમાંથી આવ્યા છે. આ પુરવાર કરે છે  કે સાંસદ ખેલ રમત ગમત સ્પર્ધા  કેવી રીતે યુવાન ખેસાડીઓને અવસર પ્રદાન કરવા માટે નવું મંચ બની રહી છે.

સાથીઓ,

કિશોરાવસ્થામાં આપણે અવાર નવાર જોઇએ છીએ કે બાળકો કોઈ ઉંચી વસ્તુ પરથી, કોઈ વૃક્ષની ડાળ પકડીને લટકવા લાગે છે કે જેથી તેમની ઉંચાઈ થોડી વધી જાય. ટૂંકમાં ઉંમર કોઈ પણ હોય, ફિટ રહેવા માટે એક અંદરની ઇચ્છા તમામના માનસપટમાં રહેલી જ હોય છે. આપણે ત્યાં એક સમય હતો જ્યારે ગામડામાં કે પછાત પ્રદેશોમાં યોજાતા મેળામાં ખેલ-કૂદ પણ ખૂબ જ થતી રહેતી હતી. અખાડામાં અલગ અલગ પ્રકારની રમતો યોજવામાં આવતી હતી. પરંતુ સમય બદલાયો અને આ તમામ જૂની વ્યવસ્થા ધીમે ધીમે ઘટવા લાગી. સ્થિતિ તો ત્યાં સુધી આવી ગઈ કે શાળાઓમાં જે પી.ટી.ના પિરિયડ હતા તેને પણ ટાઇમ પાસનો પિરિયડ માનવામાં આવવા લાગ્યો હતો. આવી વિચારધારાને કારણે દેશે પોતાની ત્રણથી ચાર પેઢી ગુમાવી દીધી. ના તો ભારતમાં રમત ગમતની સવલતો વધી કે ના તો રમત વ્યવસ્થાઓએ આકાર લીધો. આપ લોકો જે ટીવી પર તમામ પ્રકારના પ્રતિભાશોધ કાર્યક્રમ નિહાળો છો તો તેમાં એ પણ જોતા હશો કે તેમાં કેટલાય બાળકો નાના નાના શહેરોમાંથી આવે છે. આવું જ આપણા દેશમાં ઘણું બધું છુપાયેલું સામર્થ્ય છે જે બહાર આવવા માટે આતુર છે. રમતની દુનિયામાં આવા સામર્થ્યને સામે લાવવામાં સાંસદ ખેલ મહાકૂંભની મોટી ભૂમિકા રહેલી છે. આજે દેશમાં ભાજપના સેંકડો સાંસદો આ પ્રકારના ખેલ મહાકૂંભનું આયોજન કરી રહ્યા છે. આપ કલ્પના કરો કેવડી મોટી સંખ્યામાં યુવાન ખેલાડીઓને આગળ વધવાની તક મળી રહી છે. આ સ્પર્ધાઓમાં આગળ વધીને ઘણા ખેલાડીઓ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ રમશે. આપમાંથી જ એવી પ્રતિભા બહાર આવશે જે આગળ જતાં ઓલિમ્પિક્સ જેવા આંતરરાષ્ટ્રીય આયોજનમાં દેશ માટે મેડલો જીતશે. તેથી જ હું સાંસદ ખેલ મહાકૂંભને એવા મજબૂત પાયા તરીકે માનું છું  જેની ઉપર ભવિષ્યમાં ઘણી મોટી ઇમારતનું નિર્માણ થનારું છે.

સાથીઓ,

ખેલ મહાકૂંભ જેવા આયોજનોની સાથે સાથે જ આજે દેશનું બળ નાના શહેરોમાં સ્થાનિક સ્તર પર રમત ગમત સુવિધાઓનું નિર્માણ કરવાનું પણ છે. ગોરખપુરનું રિજનલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ તેનું જ એક મોટું ઉદાહરણ છે. ગોરખપુરના ગ્રામીણ ક્ષેત્રોમાં યુવાનો માટે  100 કરતાં વધારે રમત મેદાનો બનાવવામાં આવ્યા છે. મને કહેવામાં આવ્યું છે કે ચૌરીચૌરામાં ગ્રામીણ મિની સ્ટેડિયમ પણ બનાવવામાં આવી રહ્યું છે. ખેલો ઇન્ડિયા મૂવમેન્ટ  અંતર્ગત બીજી રમત સુવિઘાઓની સાથે સાથે રમતવીરોની તાલીમ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હવે દેશ એક સર્વગ્રાહી વિઝન સાથે આગળ ધપી રહ્યો છે. આ વખતના બજેટમાં તેના માટે ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે. 2014ની સરખામણીએ રમત મંત્રાલયનું બજેટ હવે લગભગ લગભગ ત્રણ ગણું વધારે છે. આજે દેશમાં સંખ્યાબંધ આધુનિક સ્ટેડિયમ બની રહ્યા છે. TOPS જેવી યોજનાઓ મારફતે ખેલાડીઓને તાલીમ માટે લાખો રૂપિયાની મદદ કરવામાં આવી રહી છે. ખેલો ઇન્ડિયાની સાથે સાથે ફિટ ઇન્ડિયા અને યોગ જેવા અભિયાન પણ આગળ ધપી રહ્યા છે. સારા પોષણ માટે મિલેટ્સ એટલે કે મોટા અનાજ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જુવાર અને બાજરા જેવા મોટા અનાજ, સુપરફૂડની શ્રેણીમાં આવે છે. તેથી જ હવે દેશે તેને શ્રી અન્નની ઓળખ આપી છે. આપ તમામે આ અભિયાન સાથે જોડાવાનું છે. દેશના આ મિશનની આગેવાની લેવાની છે. આજે ઓલિમ્પિક્સથી લઈને બીજી અન્ય ટુર્નામેન્ટ સુધી જે રીતે ભારતના ખેલાડી મેડલો જીતી રહ્યા છે તે વારસાને તમારા જેવા યુવાન ખેલાડીઓ જ આગળ વધારશે.

મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપ તમામ આ પ્રકારે જ ચમકશો અને પોતાની સફળતાઓની ચમકથી દેશનું નામ પણ રોશન કરશો. આ જ શુભકામનાઓ સાથે આપ તમામને ખૂબ ખૂબ ધન્યવાદ.

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India's Q3 GDP grows at 8.4%; FY24 growth pegged at 7.6%

Media Coverage

India's Q3 GDP grows at 8.4%; FY24 growth pegged at 7.6%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
West Bengal CM meets PM
March 01, 2024

The Chief Minister of West Bengal, Ms Mamta Banerjee met the Prime Minister, Shri Narendra Modi today.

The Prime Minister’s Office posted on X:

“Chief Minister of West Bengal, Ms Mamta Banerjee ji met PM Narendra Modi.”