વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈ પર લઈ ગયા છે. વિશ્વ તેમના પરિવર્તનશીલ નેતૃત્વની પ્રશંસા કરે છે. તેને ઘણા દેશો અને સંગઠનો દ્વારા અનેક સર્વઉચ્ચ એવોર્ડ એનાયત કરાયા છે.
ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રયુ ધ અપોસ્ટલ : એપ્રિલ 2019
તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રશિયન ફેડરેશનનું સર્વોચ્ચ સન્માન "તેમની રશિયા અને ભારત વચ્ચે ખાસ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી અને રશિયન અને ભારતીયના લોકો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રોત્સાહન આપવાની અસાધારણ સેવાઓ માટે" પ્રાપ્ત થયું હતું."

ઓર્ડર ઓફ ઝાયેદ સન્માન: એપ્રિલ 2019
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભારત અને યુએઈ વચ્ચેના નવા વ્યૂહાત્મક સંબંધો બનાવવા માટે અસાધારણ નેતૃત્વ પૂરું પાડવા એપ્રિલ 2019માં યુએઇનું સર્વોચ્ચ નાગરિક એવોર્ડ એનાયત કરાયો હતો.
આ એવોર્ડ વડા પ્રધાન મોદીની વિવિધતાના દેશમાં જ્યાં અલગ અલગ ધર્મો, ભાષાઓ અને સંસ્કૃતિના લોકો વસે છે ત્યાં દરેક વ્યક્તિ તરફ તેમની કામગીરીનો સ્વીકાર કરે છે.

સિઓલ શાંતિ પુરસ્કાર 2018 - ઓક્ટોબર 2018
ભારતીય અને વૈશ્વિક અર્થતંત્રના વિકાસમાં યોગદાન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઓક્ટોબર 2018 માં સિઓલ શાંતિ પુરસ્કાર એનાયત થયો હતો.
સિઓલ શાંતિ પુરસ્કાર સમિતિએ સમૃદ્ધ અને ગરીબ વચ્ચે સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે મોદીનોમિક્સની પ્રશંસા કરી. ભ્રષ્ટાચાર વિરોધી પગલાં દ્વારા સરકારને સ્વચ્છ બનાવાની વડા પ્રધાન મોદીની પહેલની પણ પ્રશંસા કરી.
તેમણે 'મોદી સિદ્ધાંત' અને 'એક્ટ ઈસ્ટ નીતિ' હેઠળ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ તરફના તેમના યોગદાન બદલ વડા પ્રધાનને શ્રેય આપ્યો છે.
વડા પ્રધાન મોદીએ ફેબ્રુઆરી 2019 માં દક્ષિણ કોરિયા ગણરાજ્યની તેમની મુલાકાત દરમિયાન વ્યક્તિગત રીતે આ એવોર્ડનો સ્વીકારો હતો.
સિઓલ શાંતિ પુરસ્કાર 2018 - ઓક્ટોબર 2018


યુએનઇપી ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ એવોર્ડ - સપ્ટેમ્બર 2018
સંયુક્ત રાષ્ટ્રનું પર્યાવરણ પરિવર્તન પર કામ માટે યુએનઇપી ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ એનાયત કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ પર તેમના અગ્રણી કાર્ય અને તેમની વર્ષ 2022 સુધીમાં ભારતથી એકલ ઉપયોગ પ્લાસ્ટિકને દૂર કરવાની અભૂતપૂર્વ પ્રતિજ્ઞામાં માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યુએનઇપી ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ એનાયત કરાયો હતો.


ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન - ફેબ્રુઆરી 2018
ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન એ વિદેશી મહાનુભાવોને અપાતું પેલેસ્ટાઇનનું સર્વોચ્ચ સન્માન છે.
વડા પ્રધાન મોદીના સુજ્ઞ નેતૃત્વ અને તેમના ઉચ્ચ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન અને પેલેસ્ટાઇન રાજ્ય અને ભારતના ગણરાજ્ય વચ્ચેના ઐતિહાસિક સંબંધોને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયત્નોની પ્રશંસામાં ગત વર્ષે ફેબ્રુઆરીમાં પેલેસ્ટાઇનની મુલાકાત દરમિયાન પુરસ્કારથી તેમના નવાજવામાં આવ્યા હતા.


આમિર અમાનુલ્લાહ ખાન સન્માન - જૂન 2016
અફઘાનિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સન્માન, આમિર અમાનુલ્લાહ ખાન પુરસ્કારને જૂન 2016 માં અફઘાનિસ્તાન સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એનાયત કર્યું હતું.
અફઘાન-ભારત મિત્ર ડેમના ઉદઘાટન પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું..

સૈશ ઓફ કિંગ અબ્દુલ અઝીઝ સન્માન - એપ્રિલ 2016
ખાસ સંકેતમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એપ્રિલ 2016 માં સૈશ ઓફ કિંગ અબ્દુલ અઝીઝ સન્માન એનાયત કરવામાં આવ્યો હતો. આ સાઉદી અરેબિયાનું ઉચ્ચતમ નાગરિક સન્માન છે.
આધુનિક સાઉદી રાજ્યના સંસ્થાપક અબ્દુલ અઝીઝ અલ સાઉદના નામ પર આધારિત આ પ્રતિષ્ઠિત પુરસ્કાર વડાપ્રધાનને સલમાન બિન અબ્દુલ અઝીઝ દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો.



