NCC provides a platform to strengthen the spirit of discipline, determination and devotion towards the nation: PM Modi
India has decided that it will confront the challenges ahead and deal with them: PM Modi
A young India will play key role in fourth industrial revolution: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દિલ્હીમાં આજે નેશનલ કેડેટ કોર્પ્સ રેલીમાં જોડાયા હતા.

રેલીમાં પ્રધાનમંત્રીએ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું તથા અન્ય મૈત્રીપૂર્ણ અને પાડોશી દેશોના કેડેટ્સ સહિત એનસીસીની વિવિધ ટુકડીઓ દ્વારા કરેલી માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું.

સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે એનસીસી કેડેટ્સે પ્રધાનમંત્રી સમક્ષ સાહસપૂર્ણ રમતો, સંગીત અને કલાકૃતિ જેવા ક્ષેત્રોમાં તેમની ક્ષમતા પ્રદર્શિત કરી હતી. પ્રધાનમંત્રીએ પ્રશંસનીય એનસીસી કેડેટ્સને પુરસ્કારોનું વિતરણ કર્યું હતું.

આ સભાને સંબોધન કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દેશ પ્રત્યે યુવાનોને શિસ્ત, નિશ્ચય અને સમર્પણની ભાવનાને મજબૂત કરવા માટે એનસીસી એક સારું મંચ પૂરો પાડે છે. તેમણે કહ્યું કે આવા મૂલ્યો દેશના વિકાસમાં મદદ કરશે.

પ્રધાનમંત્રીએ ભારતને વિશ્વના એક યુવા દેશ તરીકે ગણાવ્યો હતો કારણ કે વસ્તીના 65 ટકા લોકો 35 વર્ષથી ઓછી વયની છે. તેમણે કહ્યું કે ”આપણને આ હકીકત પર ગર્વ છે, પરંતુ યુવાનની જેમ વિચારવાની જવાબદારી પણ આપણી હોવી જોઈએ.” પ્રધાનમંત્રીએ કહ્યું કે આનો અર્થ એ થશે કે ત્યાં એવી કોઇ સમસ્યા નહીં હોય અને દરેક સમસ્યાનો વાજબી ઉકેલ લાવી શકાશે. “આ એક યુવાન મનની ઇચ્છા છે અને આ જ એક યુવા ભારત છે”

તેમણે કહ્યું કે, “આપણે ભૂતકાળના પડકારોનો સામનો કરતા સમયે અને વર્તમાનની જરૂરીયાતોની કાળજી લેતી વખતે, આપણે આપણી ભવિષ્યની આકાંક્ષાઓ તરફ આગળ વધવું જોઈએ. તેમણે કહ્યું હતું કે ભારત આજે યુવા ઉત્સાહ અને મનથી આગળ વધી રહ્યું છે. “આજે ભારત એક યુવા વિચારસરણી ધરાવે છે અને તેને જ કારણે આજે તે સર્જિકલ સ્ટ્રાઈક, હવાઈ હુમલા અને આતંકવાદીઓની શિબિરો પર સીધો હુમલો કરે છે”. તેમણે કહ્યું કે યુવા માનસ દરેકને સાથે રાખીને અને કોઈ પણ પાછળ ન રહી જાય તેવી રીતે પ્રગતિ કરવા માગે છે. “આ ભાવનાથી જ અમે બોડો કરાર પર હસ્તાક્ષર કર્યા, જ્યાં તમામ હિતધારકોની સલાહ લેવામાં આવી અને કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.”

પૂર્વોત્તરના વિકાસના પ્રયાસો અંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસની સાથે, બધા હિતધારકો સાથેની વાટાઘાટો ખૂબ ખુલ્લા મન અને ખુલ્લા હૃદયથી શરૂ કરવામાં આવી હતી. બોડો કરાર આજે તેનું પરિણામ છે. આ યુવા ભારતની વિચારધારા છે. આપણે બધાને સાથે લઈને, સૌનો વિકાસ કરી, સૌનો વિશ્વાસ મેળવીને દેશને આગળ લઈ જઈ રહ્યા છીએ.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Ray Dalio: Why India is at a ‘Wonderful Arc’ in history—And the 5 forces redefining global power

Media Coverage

Ray Dalio: Why India is at a ‘Wonderful Arc’ in history—And the 5 forces redefining global power
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 25 ડિસેમ્બર 2025
December 25, 2025

Vision in Action: PM Modi’s Leadership Fuels the Drive Towards a Viksit Bharat