10 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી સોમનાથ મંદિરમાં ઓમકાર મંત્ર જાપ સમારોહમાં ભાગ લેશે
11 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે
11 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો માટે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું ઉદ્ઘાટન કરશે
પીએમ 11 જાન્યુઆરીએ અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાના બાકીના ભાગનું ઉદ્ઘાટન કરશે
પીએમ 12 જાન્યુઆરીએ અમદાવાદમાં જર્મન ચાન્સેલર મેર્ઝને મળશે
પીએમ મોદી અને ચાન્સેલર મેર્ઝ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે અને અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પણ ભાગ લેશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10-12 જાન્યુઆરી, 2026 દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 10 જાન્યુઆરીની સાંજે સોમનાથ પહોંચશે. લગભગ 8 વાગ્યે, પ્રધાનમંત્રી ઓમકાર મંત્ર જાપમાં ભાગ લેશે અને પછી સોમનાથ મંદિરમાં ડ્રોન શો જોશે.

11 જાન્યુઆરીના રોજ લગભગ 9:45 વાગ્યે પ્રધાનમંત્રી શૌર્ય યાત્રામાં ભાગ લેશે, જે સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપનારા અસંખ્ય યોદ્ધાઓના સન્માનમાં આયોજિત એક ઔપચારિક શોભાયાત્રા છે. ત્યારબાદ લગભગ 10:15 વાગ્યે પ્રધાનમંત્રી સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. લગભગ 11 વાગ્યે, પ્રધાનમંત્રી સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે યોજાનારા જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે.

બાદમાં પ્રધાનમંત્રી કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો માટે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં ભાગ લેવા માટે રાજકોટ જશે. બપોરે લગભગ 1:30 વાગ્યે તેઓ સમિટમાં ટ્રેડ શો અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. બપોરે લગભગ 2 વાગ્યે, પ્રધાનમંત્રી રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટનું ઉદ્ઘાટન કરશે અને આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.

રાજકોટથી પ્રધાનમંત્રી અમદાવાદ જશે. સાંજે લગભગ 5:15 વાગ્યે, મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પર પ્રધાનમંત્રી અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાના બાકીના ભાગનું ઉદ્ઘાટન કરશે, જે સેક્ટર 10A થી મહાત્મા મંદિર સુધીનો છે.

12 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી અમદાવાદમાં જર્મનીના ફેડરલ ચાન્સેલર મહામહિમ શ્રી ફ્રેડરિક મેર્ઝ સાથે મુલાકાત કરશે. સવારે લગભગ 9:30 વાગ્યે બંને નેતાઓ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે, ત્યારબાદ તેઓ સવારે 10 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે.

ત્યારબાદ સવારે 11:15 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દ્વિપક્ષીય મુલાકાતો થશે, જ્યાં પ્રધાનમંત્રી અને જર્મન ચાન્સેલર ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે, જેણે તાજેતરમાં 25 વર્ષ પૂર્ણ કર્યા છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
UPI@10: How platform changed the way we pay

Media Coverage

UPI@10: How platform changed the way we pay
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister invites citizens to share their UPI experiences as UPI completes a decade
August 25, 2026

The Prime Minister, Shri Narendra Modi recalled the transformative journey of the Unified Payments Interface (UPI), which was rolled out a decade ago and marked a major turning point in India’s digital payments journey.

Highlighting the scale and reach achieved by UPI over the past ten years, Shri Modi said that its remarkable journey is something every Indian can be proud of. The Prime Minister invited citizens to share their experiences of using UPI and how it has impacted their daily lives.

The Prime Minister posted on X:

A decade ago, UPI was rolled out, marking a major turning point in India’s digital payments journey.

The sheer scale and reach of UPI are something every Indian must be proud of.

Tell me about your UPI experience and how it impacted your life...

#10YearsOfUPI