પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોરેશિયસ પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. નવીનચંદ્ર રામગુલામ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.
ભારત અને મોરેશિયસ વચ્ચેના ખાસ અને અનોખા સંબંધો પર ભાર મૂકતા, બંને નેતાઓએ બંને દેશો વચ્ચે ઉન્નત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે તેમની સહિયારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી.
તેમણે વિકાસ ભાગીદારી, ક્ષમતા નિર્માણ, સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકો-થી-લોકોના સંબંધો સહિત અનેક ક્ષેત્રોમાં ચાલુ સહયોગની ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રીએ 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં પ્રધાનમંત્રી રામગુલામની સંપૂર્ણ ભાગીદારીની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ વિઝન મહાસાગર અને ભારતની નેબરહુડ ફર્સ્ટ નીતિને અનુરૂપ મોરેશિયસની વિકાસ પ્રાથમિકતાઓ પ્રત્યે ભારતની દ્રઢ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
પ્રધાનમંત્રીએ મોદીએ પ્રધાનમંત્રી રામગુલામને ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.
Pleased to speak with my friend, Prime Minister Dr. Navinchandra Ramgoolam. We exchanged views on further strengthening India-Mauritius Enhanced Strategic Partnership and regional developments. Mauritius remains a key partner in India’s Vision MAHASAGAR and our Neighbourhood…
— Narendra Modi (@narendramodi) June 24, 2025


