પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ડૉ. મુખર્જીના અપ્રતિમ યોગદાનને યાદ કરતા શ્રી મોદીએ કહ્યું કે તેમણે દેશના સન્માન, ગરિમા અને ગૌરવની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. શ્રી મોદીએ વધુમાં કહ્યું કે વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે તેમના આદર્શો અને સિદ્ધાંતો અમૂલ્ય છે.
એક X પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"રાષ્ટ્રના અમર સપૂત ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમણે દેશના સન્માન અને ગૌરવની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે તેમના આદર્શો અને સિદ્ધાંતો અમૂલ્ય છે."
राष्ट्र के अमर सपूत डॉ. श्यामा प्रसाद मुखर्जी को उनकी जन्म-जयंती पर भावभीनी श्रद्धांजलि। देश की आन-बान और शान की रक्षा के लिए उन्होंने अपने प्राण न्योछावर कर दिए। उनके आदर्श और सिद्धांत विकसित और आत्मनिर्भर भारत के निर्माण में बहुमूल्य हैं। pic.twitter.com/7RzeKDh8m6
— Narendra Modi (@narendramodi) July 6, 2025


