પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન સંત શ્રી ગુરુ રવિદાસ મહારાજજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમના વિચારોમાં ન્યાય અને કરુણાની ભાવના સર્વોચ્ચ હતી, જે જન કલ્યાણ માટેની આપણી યોજનાઓનો પાયો બનાવે છે. "તેમણે પ્રગટાવેલો સામાજિક સંવાદિતા અને સદ્ભાવનાનો દીવો હંમેશા દેશવાસીઓના માર્ગને પ્રકાશિત કરતો રહેશે," શ્રી મોદીએ કહ્યું.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:
"માનવતાના પ્રખર ભક્ત, મહાન સંત શ્રી ગુરુ રવિદાસ મહારાજજીને તેમની જન્મજયંતી પર લાખો વંદન. ન્યાય અને કરુણાની ભાવના તેમના વિચારોમાં સર્વોપરી હતી, જે જન કલ્યાણ માટેની આપણી યોજનાઓના મૂળમાં છે. તેમણે પ્રગટાવેલો સામાજિક સંવાદિતા અને સદ્ભાવનાનો દીવો હંમેશા દેશવાસીઓના માર્ગને પ્રકાશિત કરતો રહેશે."
मानवता के अनन्य उपासक महान संत श्री गुरु रविदास महाराज जी को उनकी जयंती पर कोटि-कोटि नमन। उनके विचारों में न्याय और करुणा का भाव सर्वोपरि था, जो जनकल्याण की हमारी योजनाओं के मूल में है। उन्होंने सामाजिक समरसता और सद्भावना के जिस दीप को प्रज्वलित किया, वह देशवासियों के पथ को सदैव…
— Narendra Modi (@narendramodi) February 1, 2026


