અસંખ્ય વિક્ષેપો વચ્ચે, આ દાયકો ભારત માટે અભૂતપૂર્વ વિકાસનો રહ્યો છે, જે મજબૂત ડિલિવરી અને આપણી લોકશાહીને મજબૂત કરનારા પ્રયાસો દ્વારા ચિહ્નિત થયેલ છે: પીએમ
21મી સદીના આ દાયકામાં, ભારત રિફોર્મ એક્સપ્રેસ પર સવાર છે: પીએમ
અમે બજેટને માત્ર આઉટલે-ફોકસ્ડ (ખર્ચ-કેન્દ્રીત) જ નહીં પરંતુ આઉટકમ-સેન્ટ્રિક (પરિણામ-કેન્દ્રીત) પણ બનાવ્યું છે: પીએમ
છેલ્લા એક દાયકામાં, અમે ટેકનોલોજી અને નવીનતાને વૃદ્ધિના મુખ્ય ચાલક તરીકે ગણ્યા છે: પીએમ
આજે, આપણે વિશ્વ સાથે વ્યાપારી સોદાઓ કરી રહ્યા છીએ કારણ કે આજનું ભારત આત્મવિશ્વાસ ધરાવે છે અને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે તૈયાર છે: પીએમ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ET Now ગ્લોબલ બિઝનેસ સમિટ 2026 ને સંબોધિત કરી હતી. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ ગ્લોબલ બિઝનેસ સમિટમાં ઉપસ્થિત તમામ લોકોને અભિવાદન પાઠવ્યા હતા અને તેની થીમ - ‘એ ડેકેડ ઓફ ડિસ્રપ્શન, એ સેન્ચુરી ઓફ ચેન્જ’ (વિક્ષેપોનો દાયકો, પરિવર્તનની સદી) પર ટિપ્પણી કરી હતી. તેમણે હાઇલાઇટ કર્યું હતું કે 21 મી સદીના છેલ્લા દાયકામાં વૈશ્વિક રોગચાળો, વિવિધ પ્રદેશોમાં તણાવ અને યુદ્ધો અને વૈશ્વિક સંતુલનને હચમચાવી નાખનાર સપ્લાય ચેઈન ભંગાણ સહિતના અભૂતપૂર્વ વિક્ષેપો જોવા મળ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કટોકટી રાષ્ટ્રની સાચી શક્તિ છતી કરે છે અને ગૌરવ વ્યક્ત કર્યું હતું કે આ વિક્ષેપો છતાં, ભારતનો દાયકો નોંધપાત્ર વિકાસ, ઉત્કૃષ્ટ ડિલિવરી અને લોકશાહીના મજબૂતીકરણ દ્વારા ચિહ્નિત થયો છે. શ્રી મોદીએ યાદ કર્યું કે જ્યારે છેલ્લા દાયકાની શરૂઆત થઈ હતી, ત્યારે ભારત અગિયારમું સૌથી મોટું અર્થતંત્ર હતું, અને અશાંતિ વચ્ચે પતનની આશંકાઓ હતી, પરંતુ આજે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારત પરિવર્તનની સદી માટે મુખ્ય પાયો બનશે તે વાત પર ભાર મૂકતા શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારત હાલમાં વૈશ્વિક વિકાસમાં સોળ ટકાથી વધુ યોગદાન આપે છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ યોગદાન વર્ષ દર વર્ષે વધતું રહેશે. તેમણે પુષ્ટિ આપી કે ભારત વૈશ્વિક વિકાસને વેગ આપશે અને વિશ્વ અર્થતંત્રના નવા એન્જિન તરીકે ઉભરી આવશે.

 

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે બીજા વિશ્વ યુદ્ધ પછી, એક નવી વૈશ્વિક વ્યવસ્થા ઉભરી હતી, પરંતુ સાત દાયકા પછી તે વ્યવસ્થા તૂટી રહી છે અને વિશ્વ નવી વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે પ્રશ્ન કર્યો કે આવું કેમ થઈ રહ્યું છે અને સમજાવ્યું કે અગાઉની સિસ્ટમ ‘વન સાઈઝ ફીટ્સ ઓલ’ (બધા માટે એક જ માપદંડ) અભિગમ પર બનેલી હતી. તેમણે નોંધ્યું કે એવું માની લેવામાં આવ્યું હતું કે વિશ્વ અર્થતંત્ર કેન્દ્રમાં રહેશે, સપ્લાય ચેઈન મજબૂત અને વિશ્વસનીય રહેશે અને રાષ્ટ્રોને માત્ર યોગદાન આપનારા તરીકે જોવામાં આવશે. તેમણે હાઇલાઇટ કર્યું કે આ મોડલને હવે પડકારવામાં આવ્યું છે અને તે તેની સુસંગતતા ગુમાવી રહ્યું છે, દરેક દેશ સમજી રહ્યો છે કે તેણે પોતાની સ્થિતિસ્થાપકતા બનાવવી જ જોઈએ.

શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિશ્વ આજે જે ચર્ચા કરી રહ્યું છે તેને ભારતે 2015 માં જ પોતાની નીતિનો ભાગ બનાવી દીધો હતો. તેમણે યાદ કર્યું કે જ્યારે એક દાયકા પહેલા નીતિ આયોગની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે તેના સ્થાપક દસ્તાવેજમાં ભારતનું વિઝન સ્પષ્ટપણે નક્કી કરવામાં આવ્યું હતું—કે દેશ વિદેશમાંથી એક પણ વિકાસ મોડલ આયાત નહીં કરે પરંતુ વિકાસ માટે પોતાનો અભિગમ અપનાવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ નીતિએ ભારતને પોતાની જરૂરિયાતો અને હિતો અનુસાર નિર્ણયો લેવાનો આત્મવિશ્વાસ આપ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ એક મુખ્ય કારણ રહ્યું છે કે, વિક્ષેપોના દાયકામાં પણ ભારતનું અર્થતંત્ર નબળું પડ્યું નથી પરંતુ વધુ મજબૂત બનતું રહ્યું છે.

“21 મી સદીના આ દાયકામાં, ભારત રિફોર્મ એક્સપ્રેસ પર સવાર છે”, પ્રધાનમંત્રીએ ઉદગાર કર્યો અને જણાવ્યું કે તેની સૌથી મોટી શક્તિ એ હકીકતમાં રહેલી છે કે સુધારા મજબૂરીથી નહીં પરંતુ પ્રતીતિ અને પ્રતિબદ્ધતા દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. તેમણે હાઇલાઇટ કર્યું કે ઉપસ્થિત નિષ્ણાતો અને આર્થિક નેતાઓ 2014 પહેલાના યુગના સાક્ષી છે જ્યારે સુધારા માત્ર કટોકટી અથવા મજબૂરી હેઠળ કરવામાં આવતા હતા. તેમણે યાદ કર્યું કે 1991 ના સુધારા ત્યારે આવ્યા જ્યારે દેશ દેવાળાનો સામનો કરી રહ્યો હતો અને સોનું ગીરવે રાખવું પડ્યું હતું, અને નોંધ્યું કે અગાઉની સરકારોએ તે જ પેટર્ન અનુસરી હતી—જ્યારે ફરજ પાડવામાં આવે ત્યારે જ સુધારા રજૂ કરવા. શ્રી મોદીએ આગળ 26/11 ના આતંકી હુમલા બાદ NIA ની રચના, ગ્રીડ ફેલ્યોર પછી જ પાવર સેક્ટરમાં સુધારા અને જ્યારે મોંઘવારી વધી અને આદિવાસી વિસ્તારોમાં ભૂખમરો ફેલાયો ત્યારે ફૂડ સિક્યુરિટી એક્ટ રજૂ કરવામાં આવ્યો હતો તેવા ઉદાહરણો ટાંક્યા હતા, છતાં પણ તેનો અમલ નબળો હતો. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મજબૂરીમાંથી જન્મેલા સુધારા રાષ્ટ્ર માટે ક્યારેય યોગ્ય પરિણામ આપતા નથી. તેમણે ગૌરવ વ્યક્ત કર્યું કે છેલ્લા અગિયાર વર્ષમાં નીતિ, પ્રક્રિયા, ડિલિવરી અને માનસિકતામાં પણ પ્રતીતિ સાથે સુધારા કરવામાં આવ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો નીતિ બદલાય પરંતુ પ્રક્રિયાઓ અને માનસિકતા સમાન રહે, તો સુધારા માત્ર કાગળ પર જ રહે છે, તેથી જ તેમની સરકારે સમગ્ર સિસ્ટમને બદલવા માટે કામ કર્યું છે. શ્રી મોદીએ પ્રક્રિયા સુધારાઓ પર વિગતવાર વાત કરી, કેબિનેટ નોટ્સનું ઉદાહરણ ટાંક્યું, જેને તૈયાર કરવામાં અગાઉ અઠવાડિયા કે મહિનાઓ લાગતા હતા, જેનાથી વિકાસ ધીમો પડતો હતો. તેમની સરકારે નિર્ણય લેવાની પ્રક્રિયાને સમયબદ્ધ અને ટેકનોલોજી આધારિત બનાવી, એ સુનિશ્ચિત કર્યું કે ફાઈલો અનિશ્ચિત સમય માટે પેન્ડિંગ ન રહી શકે અને તેના પરિણામો આજે દેખાઈ રહ્યા છે.

 

રેલવે ઓવર-બ્રિજની મંજૂરીનું ઉદાહરણ ટાંકતા, જેમાં અગાઉ વર્ષો લાગતા હતા અને મલ્ટિપલ ક્લિયરન્સની જરૂર પડતી હતી, શ્રી મોદીએ કહ્યું કે તેને હવે સુવ્યવસ્થિત કરવામાં આવ્યું છે, જેનાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ થયો છે. તેમણે સરહદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ પ્રકાશ પાડ્યો અને યાદ કર્યું કે અગાઉ સરહદી વિસ્તારોમાં સાધારણ રસ્તા માટે પણ દિલ્હીથી પરવાનગીની જરૂર પડતી હતી, જે સ્થાનિક નિર્ણય લેવામાં અવરોધ ઉભી કરતી હતી. 2014 પછી, તેમની સરકારે સ્થાનિક વહીવટીતંત્રને સત્તા આપી, જેના પરિણામે સરહદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ થયો.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે એક સુધારો જેણે વૈશ્વિક પ્રભાવ પાડ્યો છે તે UPI છે, ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ, જે માત્ર એક એપ નથી પરંતુ નીતિ, પ્રક્રિયા અને ડિલિવરીના કન્વર્જન્સનો પુરાવો છે. તેમણે નોંધ્યું હતું કે UPI એ નાગરિકોને બેંકિંગ અને નાણાકીય લાભો આપ્યા છે જેમણે ક્યારેય આવી સેવાઓની ઍક્સેસની કલ્પના કરી નહોતી. શ્રી મોદીએ વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અને જન ધન-આધાર-મોબાઈલ ટ્રિનિટી (ત્રિપુટી) મજબૂરીમાંથી નહીં પણ પ્રતીતિ (conviction) થી જન્મી છે, જે અગાઉ બાકાત રહી ગયેલા નાગરિકોને સમાવવાના વિઝન દ્વારા સંચાલિત છે. તેમણે પુષ્ટિ આપી કે આજે પણ સરકાર તે જ પ્રતીતિ સાથે આગળ વધી રહી છે.

ભારતનો નવો દૃષ્ટિકોણ બજેટમાં પણ પ્રતિબિંબિત થાય છે તે વાત પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ હાઇલાઇટ કર્યું કે અગાઉ બજેટ પરની ચર્ચાઓ માત્ર આઉટલે (ખર્ચ) પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી—કેટલા નાણાં ફાળવવામાં આવ્યા હતા, શું સસ્તું કે મોંઘું થયું, કેટલી નવી ટ્રેનોની જાહેરાત કરવામાં આવી—તે જાહેરાતોના પરિણામો (outcomes) પર પ્રશ્ન કર્યા વિના. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની સરકારે બજેટને આઉટલે-કેન્દ્રીત સાથે આઉટકમ-કેન્દ્રીત બનાવ્યું છે. શ્રી મોદીએ બજેટમાં અન્ય એક મોટો ફેરફાર નોંધતા જણાવ્યું કે 2014 પહેલા ઓફ-બજેટ ઉધાર ચર્ચાઓમાં પ્રભુત્વ ધરાવતું હતું, જ્યારે હવે ઓફ-બજેટ સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તેમણે બજેટની બહારના સુધારાઓ યાદ કર્યા જેમ કે નેક્સ્ટ જનરેશન GST, પ્લાનિંગ કમિશનને બદલે નીતિ આયોગની રચના, આર્ટિકલ 370 નાબૂદ કરવી, ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો અને નારી શક્તિ વંદન અધિનિયમનો અમલ. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બજેટમાં જાહેરાત કરવામાં આવે કે તેની બહાર, રિફોર્મ એક્સપ્રેસ સતત ગતિ પકડી રહી છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે માત્ર પાછલા વર્ષમાં જ બંદરો અને દરિયાઈ ક્ષેત્રમાં સુધારા કરવામાં આવ્યા હતા, શિપબિલ્ડિંગ ઉદ્યોગ માટે પહેલ કરવામાં આવી હતી, જન વિશ્વાસ એક્ટ હેઠળ સુધારાઓ આગળ વધારવામાં આવ્યા હતા, ઊર્જા સુરક્ષા માટે SHANTI એક્ટ રજૂ કરવામાં આવ્યો હતો, શ્રમ કાયદાના સુધારાઓ લાગુ કરવામાં આવ્યા હતા, ભારતીય ન્યાય સંહિતા લાવવામાં આવી હતી, વક્ફ એક્ટમાં સુધારા કરવામાં આવ્યા હતા અને ગ્રામીણ રોજગારી પેદા કરવા માટે નવું વિકસિત ભારત G RAM G બિલ ઘડવામાં આવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આખું વર્ષ આવા અનેક સુધારાઓ સતત હાથ ધરવામાં આવ્યા છે.

 

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આ વર્ષના બજેટે રિફોર્મ એક્સપ્રેસને વધુ આગળ વધારી છે અને બે મહત્વના પરિબળો—કેપિટલ એક્સપેન્ડિચર (મૂડી ખર્ચ) અને ટેકનોલોજી પર ભાર મૂક્યો છે. તેમણે હાઇલાઇટ કર્યું હતું કે, પાછલા વર્ષોની જેમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ વધારીને લગભગ 17 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે, જે વિવિધ ક્ષેત્રોમાં ક્ષમતા, ઉત્પાદકતા અને રોજગાર નિર્માણને વેગ આપવામાં કેપેક્સની નોંધપાત્ર ગુણક અસરની નોંધ લે છે. તેમણે પાંચ યુનિવર્સિટી ટાઉનશિપનું નિર્માણ, ટાયર-2 અને ટાયર-3 શહેરો માટે સિટી ઇકોનોમિક રિજનનો વિકાસ અને સાત નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોર જેવી જાહેરાતો તરફ ધ્યાન દોર્યું હતું, તેને યુવાનો અને રાષ્ટ્રના ભવિષ્યમાં સાચું રોકાણ ગણાવ્યું હતું.

છેલ્લા દાયકામાં ટેકનોલોજી અને નવીનતાને વૃદ્ધિના મુખ્ય ચાલક તરીકે ઓળખવામાં આવી છે, સ્ટાર્ટઅપ અને હેકાથોન સંસ્કૃતિના પ્રોત્સાહન સાથે, તે વાત પર ભાર મૂકતા શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારતમાં હવે વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા બે લાખથી વધુ નોંધાયેલા સ્ટાર્ટઅપ્સ છે. તેમણે ઉમેર્યું હતું કે સરકારે જોખમ લેવાને પ્રોત્સાહિત કર્યું છે અને નવીનતાને પુરસ્કૃત કરી છે, જેના દ્રશ્યમાન પરિણામો મળ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષનું બજેટ આ પ્રાથમિકતાઓને મજબૂત બનાવે છે, ખાસ કરીને બાયોફાર્મા, સેમિકન્ડક્ટર્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રો માટે નોંધપાત્ર જાહેરાતો સાથે.

પ્રધાનમંત્રીએ વધુમાં ટિપ્પણી કરી હતી કે જેમ જેમ ભારતની આર્થિક તાકાત વધી છે, તેમ સરકારે રાજ્યોને પણ સશક્ત બનાવ્યા છે. તેમણે આંકડા ટાંકતા દર્શાવ્યું હતું કે 2004 અને 2014 વચ્ચે, રાજ્યોને ટેક્સ ડેવોલ્યુશન (કર હસ્તાંતરણ) દ્વારા લગભગ 18 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે 2014 થી 2025 સુધીમાં રાજ્યોને 84 લાખ કરોડ રૂપિયા મળી ચૂક્યા છે. તેમણે ઉમેર્યું હતું કે આ વર્ષના બજેટમાં સૂચિત લગભગ 14 લાખ કરોડ રૂપિયા સાથે, તેમની સરકાર હેઠળ રાજ્યોને કુલ ટેક્સ ડેવોલ્યુશન 100 લાખ કરોડ રૂપિયાની નજીક પહોંચી જશે, જે રાજ્ય સરકારોને સમગ્ર દેશમાં વિકાસ કામોને આગળ વધારવા માટે સક્ષમ બનાવશે.

 

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે ભારતની ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ (મુક્ત વેપાર કરારો) ની વૈશ્વિક સ્તરે વ્યાપકપણે ચર્ચા અને વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેમણે એક મહત્વપૂર્ણ પરિપ્રેક્ષ્ય રજૂ કર્યું હતું કે શા માટે આવા સોદા 2014 પહેલા શક્ય નહોતા. તેમણે પ્રશ્ન કર્યો કે, સમાન દેશ, યુવા શક્તિ અને સરકારી તંત્ર હોવા છતાં, વિકસિત રાષ્ટ્રો સાથે વ્યાપક વ્યાપારી સોદા અગાઉ કેમ ગેરહાજર હતા. તેમણે સમજાવ્યું કે ફેરફાર સરકારના વિઝન, નીતિ, ઈરાદા અને ભારતની વધેલી તાકાતમાં રહેલો છે. તેમણે હાઇલાઇટ કર્યું કે જે સમયગાળા દરમિયાન ભારતની ગણતરી ‘ફ્રેજીલ ફાઇવ’ (Fragile Five) અર્થતંત્રોમાં થતી હતી, જે નીતિ વિષયક લકવા (policy paralysis) થી પીડાતું હતું અને કૌભાંડોથી ઘેરાયેલું હતું, ત્યારે કોઈ દેશ ભારત પર વિશ્વાસ કરવા તૈયાર નહોતો. શ્રી મોદીએ નોંધ્યું હતું કે 2014 પહેલા ભારતનો મેન્યુફેક્ચરિંગ બેઝ નબળો હતો, અને અગાઉની સરકારો ડરતી હતી કે વિકસિત રાષ્ટ્રો સાથેના વેપાર સોદા બજાર કબજે કરવા અને પ્રોડક્ટ ડમ્પિંગ તરફ દોરી જશે. તેમણે યાદ કર્યું કે નિરાશાના તે વાતાવરણમાં, અગાઉની સરકાર માત્ર ચાર વ્યાપક વેપાર કરારો કરી શકી હતી. તેનાથી વિપરીત, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે છેલ્લા દાયકામાં ભારતે વિવિધ પ્રદેશોમાં 38 દેશોને આવરી લેતા વેપાર કરારો પૂર્ણ કર્યા છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આજનું ભારત આત્મવિશ્વાસ ધરાવે છે, વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે તૈયાર છે અને છેલ્લા અગિયાર વર્ષમાં મજબૂત મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ બનાવી છે. તેમણે પુષ્ટિ આપી કે આ તાકાત અને સશક્તિકરણ એ વિશ્વનો વિશ્વાસ જીત્યો છે, જે ભારતની વેપાર નીતિમાં મોટા પરિવર્તનનો આધાર બનાવે છે, જે વિકસિત ભારત તરફની યાત્રાનો આવશ્યક સ્તંભ બની ગયો છે.

સરકાર દરેક નાગરિકને વિકાસમાં સહભાગી બનાવવા માટે સંપૂર્ણ સંવેદનશીલતા સાથે કામ કરી રહી છે, જેઓ પાછળ રહી ગયા હતા તેમને પ્રાથમિકતા આપી રહી છે તે વાત પર ભાર મૂકતા શ્રી મોદીએ હાઇલાઇટ કર્યું કે અગાઉની સરકારોએ દિવ્યાંગ નાગરિકો માટે માત્ર જાહેરાતો કરી હતી, પરંતુ તેમની સરકારે સાચી સંવેદનશીલતાના ઉદાહરણ તરીકે ભારતીય સાઇન લેંગ્વેજને સંસ્થાકીય બનાવી છે. તેમણે નોંધ્યું હતું કે ટ્રાન્સજેન્ડર સમુદાય લાંબા સમયથી અધિકારો માટે સંઘર્ષ કરી રહ્યો હતો, અને તેમની સરકારે તેમને ગૌરવ અને રક્ષણ આપવા માટે કાયદો ઘડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે છેલ્લા દાયકામાં કરોડો મહિલાઓને ટ્રિપલ તલાકની પ્રથામાંથી મુક્ત કરવામાં આવી હતી અને લોકસભા તથા રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામત સુનિશ્ચિત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારી મશીનરીની માનસિકતા પણ બદલાઈ છે, જે વધુ સંવેદનશીલ બની છે, જે મફત રાશન વિતરણ જેવી યોજનાઓમાં સ્પષ્ટ છે. તેમણે આ યોજનાની મજાક ઉડાવવા બદલ વિપક્ષની ટીકા કરતા ધ્યાન દોર્યું હતું કે જ્યારે 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, ત્યારે મફત રાશન એ સુનિશ્ચિત કરે છે કે જેઓ નવ-મધ્યમ વર્ગમાં પ્રવેશી રહ્યા છે તેઓ ફરીથી ગરીબીમાં ન ધકેલાય. તેમણે જણાવ્યું કે સરકારે આ યોજના પાછળ લાખો કરોડ રૂપિયા ખર્ચ્યા છે, જે ગરીબો અને નવ-મધ્યમ વર્ગને અપાર ટેકો પૂરો પાડે છે.

 

શ્રી મોદીએ વિઝનમાં તફાવત પર વધુ ટિપ્પણી કરતા નોંધ્યું હતું કે કેટલાક લોકો પ્રશ્ન કરે છે કે તેઓ 2047 અને વિકસિત ભારતની વાત કેમ કરે છે અને તેને અનિશ્ચિત ગણાવી નકારી કાઢે છે. તેમણે વળતો જવાબ આપ્યો કે જો સ્વાતંત્ર્ય સેનાનીઓએ પણ આવું જ વિચાર્યું હોત, તો ભારત ક્યારેય આઝાદી મેળવી શક્યું ન હોત. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે રાષ્ટ્ર પ્રથમ હોય છે, ત્યારે દરેક નિર્ણય અને નીતિ દેશ માટે હોય છે. પ્રધાનમંત્રીએ પુષ્ટિ આપી હતી કે સરકારનું વિઝન સ્પષ્ટ છે—ભારતને વિકસિત બનાવવા માટે સતત કામ કરવું. તેમણે ઉમેર્યું હતું કે આજની પેઢી 2047 સુધી રહે કે ન રહે, રાષ્ટ્ર અને તેની આવનારી પેઢીઓ રહેશે, અને તેથી વર્તમાનની ફરજ છે કે તે પોતાને સમર્પિત કરે જેથી ભવિષ્ય સુરક્ષિત અને ઉજ્જવળ બને.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે વિશ્વએ હવે વિક્ષેપો સાથે જીવવા માટે તૈયાર રહેવું જોઈએ, એ નોંધીને કે તેમનું સ્વરૂપ સતત વિકસિત થશે પરંતુ સિસ્ટમ્સ ઝડપથી બદલાશે. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે પહેલેથી જ દેખાઈ રહેલા વિક્ષેપોને હાઇલાઇટ કર્યા અને ભારપૂર્વક જણાવ્યું કે AI ભવિષ્યમાં હજુ પણ વધુ ક્રાંતિકારી ફેરફારો લાવશે, જેના માટે ભારત તૈયાર છે. શ્રી મોદીએ જાહેરાત કરી કે થોડા દિવસોમાં ભારતમાં ગ્લોબલ AI ઇમ્પેક્ટ સમિટ યોજાશે, જેમાં વિશ્વભરના અસંખ્ય દેશો અને ટેકનોલોજી અગ્રણીઓ ભાગ લેશે. તેમણે એ વાતની પુષ્ટિ કરીને સમાપન કર્યું કે સાથે મળીને એક ઉત્તમ વિશ્વ બનાવવા માટે પ્રયાસો ચાલુ રહેશે અને આ વિશ્વાસ સાથે સમિટની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
‘Shortcuts will cut you short’: PM Modi’s message for youngsters at former President Kovind’s autobiography launch

Media Coverage

‘Shortcuts will cut you short’: PM Modi’s message for youngsters at former President Kovind’s autobiography launch
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Sanskrit Subhashitam, highlighting determination, perseverance, and continuous effort in overcoming life's challenges
August 13, 2026

Prime Minister Shri Narendra Modi shared a Sanskrit Subhashitam today, highlighting the power of determination, perseverance, and courage in overcoming life's challenges and turning adverse circumstances into favorable ones.

The Prime Minister wrote on X;

"दैवं पुरुषकारेण यः समर्थः प्रबाधितुम्।

न दैवेन विपन्नार्थः पुरुषः सोऽवसीदति॥"

A person who possesses the determination, perseverance and courage to turn adverse circumstances into favorable ones is never defeated by the challenges of life. Instead, through continuous effort and unwavering resolve, he moves forward and ultimately achieves success.