પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં વારાણસીનો પ્રવાસ કર્યો હતો અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રીએ વારાણસીમાં લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર દેશનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

પછી તેમણે વારાણસીમાં આનંદ કાનન વાટિકામાં વૃક્ષારોપાણ અભિયાન શરૂ કર્યું હતું.




ત્યારબાદ પ્રધાનમંત્રીએ માન મહેલમાં વર્ચ્યુઅલ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી.

વારાસણીમાં દશાશ્વમેઘ ઘાટ નજીક સ્થિત આ સંગ્રહાલય એક વિશિષ્ટ સાંસ્કૃતિક સ્થળ છે, જે આપણાં સાંસ્કૃતિક વારસાનાં વિવિધ પાસાંઓ પ્રદર્શિત કરે છે.
Tribute to an exemplary leader admired by all sections of society.
— PMO India (@PMOIndia) July 6, 2019
On landing in Varanasi, PM @narendramodi unveiled a statue of former PM Shri Lal Bahadur Shastri Ji. This statue is located at the Varanasi airport. pic.twitter.com/MWFBDzDsnK


