પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 અને 18નાં સપ્ટેમ્બરનાં રોજ પોતાનાં સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લેશે.
તેઓ 17 સપ્ટેમ્બરનાં રોજ બપોરે વારાણસી પહોંચશે, તેઓ સીધા નરુર ગામ માટે રવાના થઈ જશે, જ્યાં એક પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓને મળશે, જે એક બિન-નફાકારક સંસ્થા ‘રુમ ટૂ રીડ’ની સહાયતાથી ચાલી રહી છે. ત્યારબાદ ડીએલડબલ્યુ સંકુલમાં પ્રધાનમંત્રી કાશી વિદ્યાપીઠનાં વિદ્યાર્થીઓ અને તેમનાં દ્વારા સહાયતા મેળવતાં બાળકોની સાથે મુલાકાત કરશે.
બીએચયુનાં એમ્ફિથિયેટરમાં 18 સપ્ટેમ્બરનાં રોજ પ્રધાનમંત્રી રૂપિયા 500ની વધુ કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કે લોકાર્પણ કરશે. જે યોજનાઓનું લોકાર્પણ કરશે, એમાં જૂની કાશી માટે સમેકિત વિદ્યુત વિકાસ યોજના (આઈપીડીએસ) અને બીએચયુમાં એક અટલ ઇન્ક્યુબેશન સેન્ટર સામેલ છે. જે યોજનાઓનો શિલાન્યાસ કરશે, એમાં બીએચયુનું રિજનલ ઓપ્થેલ્મોલોજી સેન્ટર સામેલ છે. પ્રધાનમંત્રી સભાને પણ સંબોધિત પણ કરશે.


