PM to launch special digital exhibition marking 100 years of Champaran Satyagraha

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહાત્મા ગાંધીએ ચંપારણમાં કરેલ સત્યાગ્રહના પ્રથમ પ્રયોગના 100 વર્ષની ઉજવણી કરવા રાષ્ટ્રીય રાજધાનીમાં ‘સ્વચ્છાગ્રહ - બાપૂ કો કાર્યાંજલિ – એક અભિયાન, એક પ્રદર્શની’ પ્રદર્શનનું ઉદ્ગાટન કરશે. તેઓ આ પ્રસંગે ‘ઓનલાઇન ઇન્ટરેક્ટિવ ક્વિઝ’ પણ લોન્ચ કરશે, જેનું આયોજન નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે.

આ ઇવેન્ટ વિશે એક પછી એક ટ્વીટ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ચંપારણ સત્યાગ્રહ ઐતિહાસિક જન આંદોલન હતો, જેની અભૂતપૂર્વ અસર થઈ હતી તથા તેમણે દેશવાસીઓને સ્વચ્છાગ્રહી બનવા અને સ્વચ્છ ભારતનું નિર્માણ કરવા અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આવતીકાલે હું અતિ વિશેષ કાર્યક્રમમાં સામેલ થઈશ - ‘સ્વચ્છાગ્રહ - બાપૂ કો કાર્યાંજલિ – એક અભિયાન, એક પ્રદર્શની.’, જે ઐતિહાસિક ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાશે.

આ પ્રદર્શનમાં ચંપારણ સત્યાગ્રહ સાથે સંબંધિત બાબતોનું પ્રદર્શન થશે અને તે સ્વચ્છાગ્રહ સાથે સત્યાગ્રહના મૂળભૂત સિદ્ધાંતોને જોડશે. આ પ્રદર્શન સ્વચ્છ ભારત તરફ જન આંદોલન ઊભું કરવા સ્વચ્છ ભારત અભિયાન દ્વારા આવરી લેવાયેલી બાબતોને પણ પ્રદર્શિત કરશે.

એક સદી અગાઉ ભારતીયો સત્યાગ્રહી બન્યા હતા અને સંસ્થાનવાદ સામે લડ્યા હતા. અત્યારે ચાલો આપણે સ્વચ્છાગ્રહી બનીએ અને સ્વચ્છ ભારતનું નિર્માણ કરીએ. ચંપારણ સત્યાગ્રહ બાપૂના નેતૃત્વમાં થયેલું ઐતિહાસિક જન આંદોલન હતું. તેની અસર અભૂતપૂર્વ હતી.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM-SVANidhi Scheme boosts street vendors' incomes, business profits rise 20%

Media Coverage

PM-SVANidhi Scheme boosts street vendors' incomes, business profits rise 20%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Sanskrit Subhashitam, highlights the importance of fostering beneficial thoughts, words, and actions
July 24, 2026

Prime Minister Shri Narendra Modi shared a Sanskrit Subhashitam today, highlighting how continuous practice in thought, word, and action shapes one's character and direction in life.

The Prime Minister wrote on X;

"कर्मणा मनसा वाचा यदभीक्ष्णं निषेवते।

तदेवापहरत्येनं तस्मात् कल्याणमाचरेत्॥"

Whatever a person continuously practices through their actions, thoughts, and words ultimately shapes their personality and draws them in that very direction; therefore, one should always give space only to beneficial subjects in one's thoughts and conversations.