પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આઈઆઈટી દિલ્હીના 51મા વાર્ષિક પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને 7 નવેમ્બર, 2020ના રોજ સવારે 11 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંમેલનને સંબોધિત કરશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને શિક્ષણ મંત્રી પણ ઉપસ્થિત રહેશે.
પદવીદાન સમારોહ સંસ્થાના ડોગરા હોલમાં મર્યાદિત વ્યક્તિગત હાજરી સાથે હાઈબ્રીડ ઢબે યોજાશે જેમાં તમામ સ્નાતક વિદ્યાર્થીઓ, તેમના માતાપિતા, પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થી અને આમંત્રિત મહેમાનો સુધી પહોંચવા માટે એક ઓનલાઇન વેબકાસ્ટ કરવામાં આવશે. પદવીદાનમાં પીએચડી, એમટેક, માસ્ટર્સ ઓફ ડિઝાઇન, એમબીએ અને બીટેકના વિદ્યાર્થીઓ સહિત 2000થી વધુ સ્નાતક વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. સંસ્થા સ્નાતક વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિનું ગોલ્ડ મેડલ, ડિરેક્ટરનું ગોલ્ડ મેડલ, ડૉ.શંકર દયાલ શર્મા ગોલ્ડ મેડલ, પરફેક્ટ ટેન ગોલ્ડ મેડલ અને ઇન્સ્ટિટ્યૂટ સિલ્વર મેડલ પણ આપશે.


