પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ પ્રવિંદ કુમાર જુગનૌથ સાથે તેમના પિતા સર અનીરુદ જુગનૌથના નિધન અંગે સાંત્વના આપવા ટેલિફોન પર વાતચીત કરી.
પ્રધાનમંત્રીએ સર અનીરૂદના મોરેશિયસમાં લાંબા જાહેર જીવનને યાદ કર્યુ હતુ જે દરમિયાન તેમણે અનેક વર્ષો સુધી પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ એમ બંને પદ પરથી સેવા આપી હતી.
ભારતમાં અને ખાસ કરીને તમામ રાજકીય દળોમાં સર અનીરુદ માટેનાં ભરપૂર સન્માનનો ખાસ ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ મોરેશિયસ સાથેની ભારતની અતિ વિશિષ્ટ મિત્રતામાં ક્રાંતિ લાવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પ્રશંસા કરી હતી.
તેમને ‘ગૌરવશાળી પ્રવાસી ભારતીય’ ગણાવીને, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારતને સર અનીરુદને પ્રવાસી ભારતીય સન્માન અને પદ્મ વિભૂષણ એમ બંનેથી સન્માનિત કરવાનો લહાવો મળ્યો છે.
બંને નેતાઓએ સર અનિરૂદની સ્થાયી વિરાસતની સ્મૃતિમાં વિશેષ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત અને ગાઢ બનાવવા માટે ખુદને પ્રતિબદ્ધ કર્યા હતા.


