પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટેક્સાસનાં હ્યુસ્ટનમાં શીખ સમુદાયનાં સભ્યો સાથે વાતચીત કરી હતી. શીખ સમુદાયનાં સભ્યોએ પ્રધાનમંત્રીને ઉષ્માસભર આવકાર આપ્યો હતો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટેક્સાસનાં હ્યુસ્ટનમાં શીખ સમુદાયનાં સભ્યો સાથે વાતચીત કરી હતી. શીખ સમુદાયનાં સભ્યોએ પ્રધાનમંત્રીને ઉષ્માસભર આવકાર આપ્યો હતો.

આ વાતચીત દરમિયાન સમુદાયનાં સભ્યોએ પ્રધાનમંત્રીનો ભારત સરકારે દેશ અને શીખ સમુદાયનાં સંપૂર્ણ વિકાસ માટે લીધેલા પથપ્રદર્શકો નિર્ણયો લેવા બદલ આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું હતું કે, “મને હ્યુસ્ટનમાં શીખ સમુદાય સાથે ઉત્કૃષ્ટ આદાનપ્રદાન કરવાની તક મળી હતી. મને ભારતનાં વિકાસ માટે તેમનો ઉત્સાહ જોઈને ખુશી થઈ!”

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ટેક્સાસનાં હ્યુસ્ટનમાં દાઉદી વોહરા સમુદાયનાં સભ્યોને મળ્યાં હતાં અને તેમની સાથે વાતચીત કરી હતી. 

આ સમુદાયનાં સભ્યોએ હ્યુસ્ટનમાં પ્રધાનમંત્રીનું સન્માન કર્યું હતું. વાતચીત દરમિયાન દાઉદી વોહરા સમુદાયનાં સભ્યોએ પ્રધાનમંત્રીનાં સૈયદના સાહિબ સાથે જોડાણ વિશે વાત કરી હતી. તેમણે ગયા વર્ષે તેમનાં સામુદાયિક કાર્યક્રમમાં ઇન્દોરમાં નરેન્દ્ર મોદીની મુલાકાતને પણ યાદ કરી હતી. 

આ વાતચીત પછી ટ્વીટ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “દાઉદી વોહરા સમુદાય દુનિયાભરમાં વિશિષ્ટ છે. હ્યુસ્ટનમાં મને તેમની સાથે સમય પસાર કરવાની અને વિવિધ મુદ્દાઓ પર વાત કરવાની તક સાંપડી હતી.”

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ટેક્સાસનાં હ્યુસ્ટનમાં કાશ્મીરી પંડિતોનાં પ્રતિનિધિમંડળોને મળ્યાં હતાં.

આ વાતચીત દરમિયાન સમુદાયનાં સભ્યોએ ભારતની પ્રગતિ અને દરેક ભારતીયને સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રીએ લીધેલા પગલાંને સમર્થન આપ્યું હતું.

પ્રધાનમંત્રીએ વાતચીત પછી ટ્વીટ કર્યું હતું કે, “હ્યુસ્ટનમાં મેં કાશ્મીર પંડિતો સાથે વિશેષ ચર્ચા કરી હતી.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi becomes first world leader to cross 100 million Instagram followers

Media Coverage

PM Modi becomes first world leader to cross 100 million Instagram followers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 26 ફેબ્રુઆરી 2026
February 26, 2026

Historic Knesset Honor and Netanyahu's Embrace: PM Modi's Diplomacy Resonates Beyond Borders