શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીબુદ્ધ જયંતિનાં અવસર પર નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે થયેલી ઉજવણીમાં જોડાયા હતા.

તેમણે સંઘ દાનઅર્પણ કર્યું હતું. તેમણે સારનાથની કેન્દ્રીય ઉચ્ચ તિબ્બતી શિક્ષણ સંસ્થાન અને બોધગયાનાં અખિલ ભારતીય ભિક્ષુ સંઘને વૈશાખ સન્માન પ્રશસ્તિ પત્ર પણ અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત જનસમૂદાયને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત એક અનોખી સંસ્કૃતિનું સ્થાન છે જ્યાં ઉન્નત વિચારોથીમાનવજાતીહંમેશાં લાભાન્વિત થતીરહી છે. તેમણે જણાવ્યું કે, ભગવાન બુદ્ધના શિક્ષણથી ઘણા રાષ્ટ્રોનું ઘડતર થયું છે. એમણે ઉમેર્યું હતું કે, ભારત ક્યારેય આક્રમક રહ્યું નથી.

પ્રધાનમંત્રીએ ભગવાન બુદ્ધે આપેલા આઠ માર્ગો અંગે ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે આ માર્ગને અનુસરવાથી વર્તમાન સમયમાં આપણે જે સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ તેનો ઉકેલ આવી શકે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પ્રેમ અને કરૂણા અંગે ભગવાન બુદ્ધનો સંદેશ આજે સમગ્ર વિશ્વ માટેલાભદાયી છે. તેથી જ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જે લોકો બુદ્ધમાં વિશ્વાસ રાખે છે તે તમામે તેમની શક્તિનું એકીકરણ કરીને આ ઉમદા કાર્યમાં જોડાવું જોઇએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભગવાન બુદ્ધે ચીંધેલા માર્ગ પર સરકારકરૂણા સાથે પ્રજાની સેવાનું કાર્ય કરે છે. કેન્દ્ર સરકાર ભારતનો સાંસ્કૃતિક વારસો જાળવી રાખવા માટે એક વિશાળદ્રષ્ટિકોણ સાથે કાર્ય કરે છે. જેમાં ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા વારસાનો પણ સમાવેશ થાય છે. બૌદ્ધપરિપથનાં વિકાસ માટે સરકારે રૂપિયા360 કરોડ મંજૂર કર્યા છે.

પ્રધાનમંત્રીએ ઉપસ્થિત મેદનીને દેશ તેની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી માટે 2022નાંનવાભારત માટે યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. તેમણે દરેકએકસંકલ્પલેવા જણાવ્યું હતું જે સંકલ્પને તેઓ 2022 સુધીમાં પૂર્ણકરી શકે.

 

Click here to read PM's speech

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
A confident India is taking on the world

Media Coverage

A confident India is taking on the world
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 1 જૂન 2023
June 01, 2023
શેર
 
Comments

Harnessing Potential, Driving Progress: PM Modi’s Visionary leadership fuelling India’s Economic Rise