શેર
 
Comments
વારાણસીની સાથે સાથે આખો દેશ એ બાબતનો સાક્ષી બની રહ્યો છે કે કેવી રીતે આવતી પેઢીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રાન્સપોર્ટના સાધનોમાં પરિવર્તન લાવી શકે છે: વડાપ્રધાન મોદી
ઇનલેન્ડ વોટરવે સમય અને નાણા બચાવશે, માર્ગો પરની ભીડ ઓછી કરશે, બળતણનો ખર્ચ ઘટાડશે અને વાહનો દ્વારા થતા પ્રદુષણમાં ઘટાડો લાવશે: વડાપ્રધાન મોદી
છેલ્લા ચાર વર્ષમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેજગતિએ બાંધવામાં આવ્યું છે: વડાપ્રધાન મોદી
અંતરિયાળ વિસ્તારોમાં એરપોર્ટ્સ, ઉત્તરપૂર્વના ભાગોમાં રેલ કનેક્ટિવિટી, ગ્રામીણ માર્ગો એ કેન્દ્ર સરકારની ઓળખના ભાગરૂપ બની ગયા છે: વડાપ્રધાન મોદી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીની મુલાકાત લીધી હતી, તેમણે રૂ. 2400 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું અથવા શિલાન્યાસ કર્યો હતો.

તેમણે ગંગા નદી પર મલ્ટિમોડલ ટર્મિનલ દેશને અર્પણ કર્યું હતું અને પ્રથમ કન્ટેઇનર કાર્ગોનું સ્વાગત કર્યું હતું. તેમણે વારાણસી રિંગ રોડનાં પ્રથમ ફેઝનું ઉદઘાટન કર્યું હતું તથા રાષ્ટ્રીય રાજમાર્ગ – 56નાં બાબતપુર – વારાણસી સેક્શનનાં ફોર લેનિંગ માટે વિકાસ અને નિર્માણનું ઉદઘાટન કર્યું હતું. તેમણે વારાણસીમાં વિવિધ અન્ય વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદઘાટન અને ભૂમિપૂજન પણ કર્યું હતું.

આ પ્રસંગે મોટી સંખ્યામાં એકત્રિત થયેલી ઉત્સાહી જનમેદનીને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ દિવસ કાશી માટે, પૂર્વાંચલ માટે, પૂર્વ ભારત અને સંપૂર્ણ ભારત માટે ઐતિહાસિક છે. તેમણે જણાવ્યું હતું કે, આજે થયેલું વિકાસલક્ષી કાર્ય દાયકા અગાઉ પૂર્ણ થવાની જરૂર હતી. તેમણે કહ્યું હતું કે, વારાણસીની સાથે સમગ્ર દેશ અત્યારે અત્યાધુનિક માળખું કેવી રીતે પરિવહનનાં માધ્યમોને પરિવર્તિત કરી શકે છે એનું વિઝન દર્શાવે છે.

વારાણસીમાં પ્રથમ ઇન્લેન્ડ કન્ટેઇનર વેસ્સલનાં આગમનને સંદર્ભ આપીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પૂર્વીય ઉત્તરપ્રદેશ હવે જળમાર્ગ બંગાળની ખાડી સાથે જોડાઈ ગયું છે.

તેમણે અન્ય વિવિધ પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં રોડ અને નમામિ ગંગે સાથે સંબંધિત પ્રોજેક્ટ સામેલ છે, જેનું આજે ઉદઘાટન કે ભૂમિપૂજન થયું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આંતરિક જળમાર્ગથી સમય અને નાણાં એમ બંનેની બચત થશે, માર્ગો પર ગીચતામાં ઘટાડો થશે, ઇંધણનો ખર્ચ ઘટશે અને વાહનથી પ્રદૂષણમાં ઘટાડો થશે.

તેમણે કહ્યું હતું કે, વારાણસી સાથે બાબતપુર એરપોર્ટને જોડતો માર્ગ પ્રવાસની સુવિધાઓ કરવા ઉપરાંત પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

 
 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષમાં ઝડપથી આધુનિક માળખાનું નિર્માણ થયું છે. તેમણે કહ્યું હતું કે, અંતરિયાળ વિસ્તારોમાં એરપોર્ટ, પૂર્વોત્તર ક્ષેત્રોમાં રેલવેનું જોડાણ, ગ્રામીણ માર્ગો અને રાજમાર્ગો કેન્દ્ર સરકારની ઓળખનો ભાગ બની ગયા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યાર સુધી નમામી ગંગે હેઠળ રૂ. 23,000 કરોડનાં વિવિધ પ્રોજેક્ટને મંજૂરી મળી છે. તેમણે જણાવ્યું હતું કે, ગંગા નદીને કિનારે લગભગ તમામ ગામડાંઓ હવે ખુલ્લામાં મળોત્સર્જનથી મુક્ત (ઓડીએફ) બન્યાં છે. તેમણે કહ્યું હતું કે, આ વિવિધ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારની ગંગા નદીને સ્વચ્છ કરવાની કટિબદ્ધતાનો ભાગ છે.

Click here to read PM's speech

Pariksha Pe Charcha with PM Modi
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Nothing is further from the truth than the claim that Centre dropped ball on Covid preparedness

Media Coverage

Nothing is further from the truth than the claim that Centre dropped ball on Covid preparedness
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 10 મે 2021
May 10, 2021
શેર
 
Comments

Indian Airforce, Navy and Railways together working in ferrying oxygen and other medical equipment to fight this Covid wave

India putting up well-planned fight against Covid-19 under PM Modi's leadership