એક તરફ સરકાર સશસ્ત્ર સેનાઓને મજબૂત બનાવવા માંગે છે અને બીજી તરફ એવા લોકો છે જે આપણી સશસ્ત્ર સેનાઓને મજબૂત થવા દેવા માંગતા નથી: વડાપ્રધાન મોદી
જ્યારે દેશની સુરક્ષા અને સશસ્ત્ર સેનાઓની જરૂરિયાતની વાત આવે છે ત્યારે અમારી સરકાર માત્ર દેશનું હિત જ ધ્યાનમાં રાખે છે: વડાપ્રધાન
જે લોકો માત્ર જુઠ્ઠાણાં જ ફેલાવે છે તે લોકો રક્ષા મંત્રાલય, વાયુસેના અને વિદેશી સરકાર પર પણ આરોપ મૂકી રહ્યા છે: વડાપ્રધાન મોદી

ઉત્તરપ્રદેશની એક દિવસની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાયબરેલીમાં મોડર્ન કોચ ફેક્ટરીની મુલાકાત લીધી હતી. તેમણે એક જનસભામાં 900માં કોચ અને હમસફર કોચને લીલી ઝંડી દેખાડી હતી. તેમણે રાયબરેલીમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ, ઉદઘાટન અથવા શિલાન્યાસ કર્યા હતા.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે દેશને અર્પણ થયેલા, ઉદઘાટન થયેલા કે શિલાન્યાસ થયેલા વિવિધ પ્રોજેક્ટનું કુલ મૂલ્ય રૂ. 1000 કરોડ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મોડર્ન કોચ ફેક્ટરી યુવાનોને રોજગારી પ્રદાન કરે છે અને રાયબરેલીને રેલ કોચનાં ઉત્પાદનમાં આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બનાવશે.

પ્રધાનમંત્રીએ 1971નાં આજની તારીખ કે આજનાં દિવસને યાદ કર્યો હતો, જેમાં ભારતીય સેનાએ આતંકવાદ, ક્રૂરતા અને અરાજકતાનાં પ્રતીકને પરાજય આપ્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એક તરફ આજે સરકાર સશસ્ત્ર દળોને મજબૂત કરવા પ્રયાસરત છે, તો બીજી તરફ આપણાં જ દેશમાં એવા લોકો છે, જે આપણી સેના મજબૂત થાય એવું ઇચ્છતી નથી. 

તેમણે જણાવ્યું હતું કે, જે લોકો જૂઠ્ઠાણાં ફેલાવી રહ્યાં છે, તેઓ આપણાં સંરક્ષણ મંત્રાલય પર, આપણાં વાયુદળ પર આરોપો મૂકી રહ્યાં છે.

 એટલું જ નહીં તેમને વિદેશની સરકાર પર પણ વિશ્વાસ નથી. તેમણે કહ્યું હતું કે, જ્યારે સત્યનો પ્રકાશ ફેલાશે, ત્યારે જ જૂઠ્ઠાંણાઓનો પર્દાફાશ થશે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે દેશની સુરક્ષાની વાત આવે છે અને સશસ્ત્ર દળોની જરૂરિયાતોનો પ્રશ્ન આવે છે, ત્યારે કેન્દ્ર સરકાર માટે દેશનું હિત જ સર્વોપરી છે

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ખેડૂતોની આવક વધારવા કેન્દ્ર સરકારે 22 પાક માટે લઘુતમ ટેકાનાં ભાવ (એમએસપી) વધાર્યા છે. આ નિર્ણયથી ખેડૂતો માટે રૂ. 60,000 કરોડની વધારે રકમ ખેડૂતોને મળશે.

 તેમણે જણાવ્યું હતું કે, જે ખેડૂતોનાં પાક અનપેક્ષિત કારણોસર નાશ પામ્યાં છે, તેમને ‘પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના’થી પણ લાભ થયો છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનો મંત્ર ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Since 2019, a total of 1,106 left wing extremists have been 'neutralised': MHA

Media Coverage

Since 2019, a total of 1,106 left wing extremists have been 'neutralised': MHA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 13 ડિસેમ્બર 2025
December 13, 2025

PM Modi Citizens Celebrate India Rising: PM Modi's Leadership in Attracting Investments and Ensuring Security