PM Modi inaugurates the Arunachal Civil Secretariat in Itanagar, Arunachal Pradesh
I can tell you with great pride that ministers & officials from the Centre are visiting the Northeast very regularly: PM Modi
I am delighted to visit Arunachal Pradesh and be among the wonderful people of this state: PM Modi in Itanagar
For farmers, we are ensuring they get better access to markets, says PM Modi
#AyushmanBharat scheme will take the lead in providing quality and affordable healthcare: PM in Itanagar
PM Modi says that development will originate in Arunachal Pradesh in the coming days & this development will illuminate India

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અરૂણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી. તેમણે ઇટાનગરમાં આયોજીત એક સમારંભમાં દોરજી ખાંડુ સ્ટેટ કન્વેન્શન સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. આ કન્વેન્શન સેન્ટર સભાગૃહ, પરિષદ હોલ અને પ્રદર્શન હોલ ધરાવે છે.

પ્રધાનમંત્રીએ અહીં રાજ્યનાં નાગરિક સચિવાયલ સંકુલની ઇમારતનું લોકાર્પણ પણ કર્યું હતું અને ટોમો રિબા સ્વાસ્થ્ય અને મેડિકલ વિજ્ઞાનનાં અકાદમિક ભવનનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.

આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને સંબોધતા તેમણે કહ્યું હતું કે, તેમને અરૂણાચલ પ્રદેશની મુલાકાત લેવાની અને રાજ્યનાં લોકોને મળવાની ખુશી છે.

તેમણે જણાવ્યું હતું કે, મોટા ભાગનાં નવા વિભાગો નવા સચિવાલયમાં કાર્યરત થયા છે. તેનાથી અંતરિયાળ ગામડાઓમાંથી આવતાં લોકો માટે સરળતા ઊભી થશે. તેમણે ઉમેર્યુ હતું કે, સચિવાલયથી સંકલન અને સુવિધા વધશે.

તેમણે ઇટાનગરમાં કન્વેન્શન સેન્ટરનું ઉદઘાટન થવાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણ કહ્યું હતું કે, આ ફક્ત ઇમારત નથી, પણ જીવંત કેન્દ્ર છે, જે અરૂણાચલ પ્રદેશનાં લોકોની આકાંક્ષા પૂરી કરશે. તેમણે જણાવ્યું હતું કે, પરિષદો અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ સરકારી અધિકારીઓ અને ખાનગી કંપનીઓને આકર્ષિક કરશે. તેઓ લોકોને વ્યક્તિગત રીતે સૂચન કરશે કે તેઓ અરૂણાચલ પ્રદેશની મુલાકાત લે અને આ કન્વેન્શન સેન્ટરમાં મહત્ત્વપૂર્ણ બેઠકોનું આયોજન કરે. તેમણે ઉત્તર-પૂર્વ પરિષદની બેઠક માટે શિલોંગની મુલાકાત અને સિક્કિમમાં કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ બેઠકોનાં આયોજનને યાદ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનાં કેન્દ્રિય મંત્રીઓ અને અધિકારીઓ નિયમિતપણે ઉત્તર-પૂર્વનાં રાજ્યોની મુલાકાત લે છે.

પ્રધાનમંત્રીએ સ્વાસ્થ્ય સુવિધાનાં ક્ષેત્ર વિશે જણાવ્યું હતું કે, આ ક્ષેત્રમાં માનવ સંસાધનનાં વિકાસ, માળખાગત સુવિધાનાં વિકાસ અને આધુનિક ટેકનોલોજીનાં ઉપયોગ પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દેશનાં તમામ વિસ્તારોમાં મેડિકલ કોલેજોનાં નિર્માણ માટે કાર્યરત છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે કોઈ વ્યક્તિ ખાસ ક્ષેત્રમાં અભ્યાસ કરે છે, ત્યારે તે સ્થાનિક ક્ષેત્રનાં સ્વાસ્થ્ય સાથે સંબંધિત પડકારોથી વધારે સારી રીતે પરિચિત થાય છે.

તેમણે કહ્યું હતું કે, સ્વાસ્થ્ય સેવાઓ ગુણવત્તાયુક્ત અને વાજબી કિંમતે ઉપલબ્ધ કરાવવી પડશે. સ્ટેન્ટની કિંમતમાં ઘટાડો થયો છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગનાં કુટુંબોને લાભ થયો છે. તેમણે કહ્યું હતું કે, આયુષ્માન ભારત યોજના ગુણવત્તાયુક્ત અને વાજબી સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરવા માટે નેતૃત્વ કરશે.

પ્રધાનમંત્રીએ અરૂણાચલ પ્રદેશનાં મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુનાં રાજ્યમાં સારાં કાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, અરૂણાચલ પ્રદેશનો વિકાસ વર્ષ 2027 સુધીમાં કેવો થવો જોઈએ તેની શ્રેષ્ઠ યોજના મુખ્યમંત્રીએ તૈયાર કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ યોજના માટે સૂચનો અધિકારીઓની સાથે સાથે તમામ ક્ષેત્રોનાં લોકો પાસેથી લેવામાં આવ્યાં હતાં.

Click here to read PM's speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka

Media Coverage

Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 5 ડિસેમ્બર 2025
December 05, 2025

Unbreakable Bonds, Unstoppable Growth: PM Modi's Diplomacy Delivers Jobs, Rails, and Russian Billions