QuoteThe Centre and state government must work together for the growth of Bihar: PM Modi
QuotePM Modi lays the foundation stone for Namami Gange and National Highways project in Mokama
QuoteWe always launch a scheme and make sure that we prepare a roadmap to fulfill it too, says PM Modi
QuoteProjects whose foundation stones are being laid will give impetus to Bihar's development: PM

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના મોકામા ખાતે નમામી ગંગે કાર્યક્રમ હેઠળ સીવેજ પ્રદૂષણ અટકાવવાની ચાર યોજનાઓ તથા ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગોના યોજનાઓનું શિલારોપણ કર્યું. આ સમગ્ર પરિયોજનાનું અંદાજીત કુલ મૂડીરોકાણ રૂ. 3700 કરોડથી વધુ છે.

|

વિશાળ જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મહાન કવિ રામધરીસિંઘ દિનકરજી સાથે ખુબ નજીકથી સંકળાયેલી આ ભૂમિ પર આવીને તેઓ ઘણી પ્રસન્નતા અનુભવે છે. એમણે દરેકને ખાતરી આપી કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બિહારના વિકાસ માટે શક્ય એટલા બધા જ પ્રયત્નો કરવામાં આવશે.

|

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે, લોકોની મહત્વકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે સરકાર અથાકપણે કાર્ય કરી રહી છે. તેમણે કહ્યું કે, જે પરિયોજનાઓનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે તે બિહારના વિકાસને ગતિ આપશે.

|

એમણે ઉમેર્યું હતું કે, સરકાર રસ્તાઓનું કામકાજ જડપથી થાય તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, અને નમામી ગંગે સાથે જોડાયેલી પરિયોજનાઓ ગંગા નદીની સુરક્ષા માટે સહાયભૂત બનશે.

|

તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલી અંત્યોદય એક્સપ્રેસનો ઉલ્લેખ કરતા એમણે જણાવ્યું હતું કે, તેનાથી બિહાર, પૂર્વ ભારતનાં અને દેશનાં અન્ય ભાગો સાથેની કનેક્ટીવિટીમાં સુધારો થશે. સારી કનેક્ટીવિટી વધુ સારા વિકાસ તરફ દોરી જશે તેવી ખાતરી આપતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ધોરીમાર્ગો, રેલ્વે અને જળમાર્ગોના વિકાસ પર ભાર મુકવામાં આવી રહ્યો છે.

.
|

જે ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટે શિલાન્યાસ કરવામાં આવ્યો તે આ મુજબ છે :

• એનએચ 31 ના ઔન્ટા-સીમરીયા વિભાગનું 4 લેન વિસ્તરણ અને 6 લેનના ગંગા સેતુનું નિર્માણ

• એનએચ – 31 ના બખ્તીયારપુર-મોકામા વિભાગનું 4 લેન વિસ્તરણ

• એનએચ – 107 ના મહેશખુંટ-સહરસા-પૂર્ણિયા વિભાગનું 2 લેનમાં નિર્માણ

• એનએચ – 82 ના બિહારશરીફ-બરબીઘા-મોકામા વિભાગનું 2 લેનમાં નિર્માણ

|

ચાર સીવેજ પ્રદૂષણ અટકાવવાની પરિયોજનાઓમાં બેઉર ખાતે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બેઉર ખાતે સીવેજ નેટવર્ક સાથેની સીવરેજ સીસ્ટમ, કરમાલીચક ખાતે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સૈદપુર ખાતે એસટીપી અને સીવેજ નેટવર્કનો સમાવેશ થાય છે. આ યોજનાઓ સાથે મળીને બેઉર ની હાલની 20 એમએલડીની ક્ષમતામાં વધારો કરશે અને એસટીપીની નવી ક્ષમતા 120 એમએલડી થશે.

|
|

Click here to read the full text speech

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Govt launches 6-year scheme to boost farming in 100 lagging districts

Media Coverage

Govt launches 6-year scheme to boost farming in 100 lagging districts
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Lieutenant Governor of Jammu & Kashmir meets Prime Minister
July 17, 2025

The Lieutenant Governor of Jammu & Kashmir, Shri Manoj Sinha met the Prime Minister Shri Narendra Modi today in New Delhi.

The PMO India handle on X wrote:

“Lieutenant Governor of Jammu & Kashmir, Shri @manojsinha_ , met Prime Minister @narendramodi.

@OfficeOfLGJandK”