શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આબોહવા સંદર્ભે નેતાઓની શિખર મંત્રણામાં ભાગ લેશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જોસેફ આર. બાઇડેનના આમંત્રણ પર 22-23 એપ્રિલ 2021ના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી આ શિખર મંત્રણાનું આયોજન થઇ રહ્યું છે. પ્રધાનમંત્રી 22 એપ્રિલ 2021ના રોજ ભારતીય સમયાનુસર સાંજે 5.30થી 7.30 કલાક દરમિયાન નેતાઓના સત્ર-1 દરમિયાન “2030 તરફ આગેકૂચમાં આપણા સહિયારા જુસ્સા” પર ટિપ્પણી આપશે.


દુનિયાભરમાંથી અંદાજે 40 અન્ય નેતાઓ આ શિખર મંત્રણામાં ભાગ લઇ રહ્યાં છે. તેઓ એવા દેશોનું પ્રતિનિધિત્વ કરશે જેઓ મુખ્ય આર્થિક મંચના સભ્ય છે (ભારત પણ તેમાં સભ્ય છે) અને જેઓ આબોહવા પરિવર્તન બાબતે વધુ સંવેદનશીલ છે, તેમજ અન્ય પણ તેમાં સામેલ રહેશે. આ નેતાઓ આબોહવા પરિવર્તન, આબોહવા સંદર્ભે ઉન્નત પગલાં, આબોહવાની સમસ્યાના શમન અને અનુકૂલન માટે નાણાંનો ઉપયોગ, પ્રકૃતિ આધારિત ઉકેલો, આબોહવા સુરક્ષા તેમજ સ્વચ્છ ઉર્જા માટે ટેકનોલોજીકલ આવિષ્કારો સંદર્ભે પોતાના અભિપ્રાયોનું આદાનપ્રદાન કરશે.


આ નેતાઓ કેવી રીતે દુનિયા સહિયારા અને મક્કમ આર્થિક વિકાસ સાથે આબોહવા સંબંધિત ક્રિયાઓને અનુરૂપ થઇ શકે અને સાથે સાથે રાષ્ટ્રીય સંજોગો અને દીર્ધકાલિન વિકાસની પ્રાથમિકતાઓને આદર આપી શકે તે બાબતે પણ ચર્ચા હાથ ધરશે.


આ શિખર મંત્રણા આબોહવા સંબંધિત સમસ્યાઓ પર કેન્દ્રિત વૈશ્વિક બેઠકોની શ્રેણીના ભાગરૂપે યોજાઇ રહી છે, જે નવેમ્બર 2021માં COP26ની દિશામાં આગળ વધવા માટે યોજાઇ રહી છે.


તમામ સત્રોનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે અને મીડિયા તેમજ જાહેર જનતા માટે પણ તે ખુલ્લા છે.

 

20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Forex reserves surge by $58.38 bn in first half of FY22: RBI report

Media Coverage

Forex reserves surge by $58.38 bn in first half of FY22: RBI report
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM condoles the loss of lives in road accident in Jammu and Kashmir
October 28, 2021
શેર
 
Comments
Approves ex-gratia from PMNRF for the victims

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the loss of lives in a road accident near Thatri, Doda in Jammu and Kashmir. Shri Modi has also approved an ex-gratia from Prime Minister's National Relief Fund (PMNRF) for the victims.

The Prime Minister Office tweeted;

"Saddened by the road accident near Thatri, Doda in Jammu and Kashmir. In this hour of grief, I convey my condolences to the bereaved families. 

I pray that the people who have been injured recover at the earliest: PM @narendramodi

An ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives due to the accident in Jammu and Kashmir. The injured would be given Rs. 50,000: PM @narendramodi"