સ્વતંત્રતાના 67 વર્ષ બાદ ભારતની મોટાભાગની વસ્તી એવી હતી જેની પાસે બેન્કિંગ સેવા બિલકુલ ઉપલબ્ધ ન હતી. આનો મતલબ એવો હતો કે બચત માટે કોઈ માર્ગ ન હતો કે પછી સંસ્થાકીય ઋણ મેળવવા માટેની કોઈ તક. વડાપ્રધાન મોદીએ 28 ઓગસ્ટે પ્રધાન મંત્રી જન ધન યોજના શરુ કરાવી જેણે આ મૂળભૂત મુદ્દાને સ્પર્શ કર્યો. માત્ર મહિનાઓના ગાળામાં 15 કરોડ બેન્ક એકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા. 13.5 કરોડ Rupay કાર્ડ્સ અત્યારસુધીમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. રૂ. 15,798 કરોડના મૂલ્યની થાપણો મુકવામાં આવી છે. વિક્રમી 1,25,697 બેન્ક મિત્રોની (બેન્ક સંવાદદાતાઓ) નિમણુંક કરવામાં આવી છે. તેણે એક અઠવાડિયામાં શરુ કરવામાં આવેલા સહુથી વધુ 1,80,96,130 બેન્ક એકાઉન્ટ્સ ખોલવાનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે.

આ બધું વડાપ્રધાન મોદીના ભાર મુકવા બદલ અને તેમની લોકો અને સરકારી મશીનરીને કામ પર લગાડવાની શક્તિને કારણે શક્ય બન્યું છે. આ વિશાળ કાર્યને મિશન મોડમાં હાથ ધરવામાં આવ્યું હતું અને તેને સરકાર અને જનતાની અદભુત ભાગીદારીથી સિદ્ધ કરવામાં આવ્યું હતું.
એક તરફ બેન્ક એકાઉન્ટ્સે કરોડો ભારતીયોને બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ કરવી, તો બીજી તરફ તેણે ભ્રષ્ટાચારને રોકવા માટે મોટી ભૂમિકા ભજવી. હવે સબસીડીઓને સીધી જ બેન્ક એકાઉન્ટ્સમાં જમા કરવામાં આવે છે જે કોઇપણ રિસાવ કે પછી અજુગતી ક્રિયાની શક્યતાને નાબૂદ કરે છે. પહલ યોજના હેઠળ LPG સબસીડીઓને સીધી જ બેન્ક એકાઉન્ટ્સમાં જમા કરવામ આવે છે. આ યોજના હેઠળ 10 કરોડથી પણ વધુ લોકોને સીધા રોકડ લાભ મળશે જે રૂ. 4000 કરોડની સબસીડીની બચત કરશે.

એકવાર લોકો માટે પાયાની બેન્કિંગ સેવાઓ સ્થાપિત થઇ, NDA સરકારે નાગરિકોને વીમા અને પેન્શન ઉપલબ્ધ કરાવવાના ઐતિહાસિક પગલાને અંજામ આપ્યો. પ્રધાન મંત્રી સુરક્ષા બીમા યોજના માત્ર 12 રૂપિયા પ્રતિવર્ષના દરે રૂ. 2 લાખનો અકસ્માત વીમો ઉપલબ્ધ કરાવે છે. પ્રધાન મંત્રી જીવન જ્યોતિ બીમા યોજના માત્ર રૂ. 330 પ્રતિ વર્ષના દરે જીવન વીમો ઉપલબ્ધ કરાવે છે. અટલ પેન્શન યોજના દર મહીને રૂ. 5000 સુધીનું પેન્શન વ્યક્તિગત ફાળાને આધારે ઉપલબ્ધ કરાવે છે. શરુ થયાના માત્ર બે જ દિવસની અંદર લગભગ 7.22 કરોડ લોકોએ (16/5/2015 સુધીમાં) તેમાં નોંધણી કરવી હતી. વધુમાં સરકારે કન્યાઓના શિક્ષણ માટેની બચતના પ્રોત્સાહન માટે સુકન્યા સમૃદ્ધિ યોજના પણ શરુ કરાવી છે.

More about Social Security Schemes
For more details visit: https://www.pmjdy.gov.in/




