મહામહિમ,

અમે ભારતમાં આપનું અને આપના પ્રતિનિધિમંડળનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરીએ છીએ. પેરાગ્વે દક્ષિણ અમેરિકામાં એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. આપણી ભૌગોલિક સ્થિતિ અલગ હોઈ શકે છે, પરંતુ આપણે સમાન લોકશાહી મૂલ્યો શેર કરીએ છીએ  અને લોકોની સુખાકારીની કાળજી રાખીએ છીએ.

મહામહિમ,

તમારી મુલાકાત ખરેખર ઐતિહાસિક છે. આ બીજી વખત છે જ્યારે પેરાગ્વેના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવી રહ્યા છે.

મહામહિમ,

મને આનંદ છે કે તમારી સાથે વરિષ્ઠ મંત્રીઓ અને એક મજબૂત પ્રતિનિધિમંડળ આવ્યું છે. તમે ફક્ત દિલ્હી જ નહીં પરંતુ મુંબઈની પણ મુલાકાત લઈ રહ્યા છો, જે બંને દેશો વચ્ચે મજબૂત સંબંધો બનાવવા માટેની તમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. મને વિશ્વાસ છે કે પરસ્પરનાં સહયોગથી, આપણે સહિયારા વિકાસ અને સમૃદ્ધિનો માર્ગ બનાવી શકશું.

મહામહિમ,

આપણી પાસે આર્થિક સહયોગ સહીત ડિજિટલ ટેકનોલોજી, મહત્વપૂર્ણ ખનિજો, ઊર્જા, કૃષિ, આરોગ્યસંભાળ, સંરક્ષણ, રેલવે અને અવકાશ જેવા ક્ષેત્રોમાં સહયોગ માટે નવી તક છે. MERCOSURની સાથે અમારે પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ છે. આપણે મળીને તેને વિસ્તૃત કરવા માટે કામ કરી શકીએ છીએ.

મહામહિમ,

આતંકવાદ સામેની લડાઈમાં ભારત અને પેરાગ્વે એક સાથે ઉભા છે. સાયબર ક્રાઇમ, સંગઠિત અપરાધ અને ડ્રગ હેરફેર જેવા સહિયારા પડકારો સામે લડવા માટે સહયોગની અપાર સંભાવનાઓ છે.

મહામહિમ,

ભારત અને પેરાગ્વે ગ્લોબલ સાઉથના અભિન્ન અંગ છે. આપણી આશાઓ, આકાંક્ષાઓ અને પડકારો સમાન છે. તેથી જ આપણે એકબીજાના અનુભવોમાંથી શીખીને આ પડકારોનો અસરકારક રીતે સામનો કરી શકીએ છીએ. અમને સંતોષ છે કે કોવિડ રોગચાળા દરમિયાન, અમે ભારતમાં બનેલી રસી પેરાગ્વેના લોકો સાથે શેર કરી શક્યા. આપણે એકબીજા સાથે આવી વધુ ક્ષમતાઓ શેર કરી શકીએ છીએ.

મહામહિમ,

મને વિશ્વાસ છે કે આપની મુલાકાતથી આપણા સંબંધોમાં વિશ્વાસ, વેપાર અને ગાઢ સહકારના સ્તંભોને નવી મજબૂતાઈ મળશે. સાથે જ ભારત-લેટિન અમેરિકા સંબંધોમાં નવા પરિમાણો પણ ઉમેરશે.

ગયા વર્ષે મેં ગુયાનામાં CARICOM સમિટમાં હાજરી આપી હતી. આપણે ઘણા વિષયો પર સહયોગ વધારવાની ચર્ચા કરી હતી. મને લાગે છે કે આપણે આ બધા ક્ષેત્રોમાં પેરાગ્વે અને બધા લેટિન અમેરિકન દેશો સાથે મળીને કામ કરી શકીએ છીએ.

ફરી એકવાર, હું ભારતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PSBs post record ₹1.98 trillion net profit in FY26 amid robust growth

Media Coverage

PSBs post record ₹1.98 trillion net profit in FY26 amid robust growth
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam, emphasising on the harmony of strength and capability
May 13, 2026
Prime Minister recalls the 1998 Nuclear tests as a defining moment in our nation’s resolve

The Prime Minister, Shri Narendra Modi today recalled the historic Nuclear tests conducted by India in Pokhran in May 1998, describing them as a defining moment in our nation's resolve. “After the May 11 tests, the entire world brought pressure to bear on India, but we demonstrated that no power can bend India”, Shri Modi remarked.

The Prime Minister shared a Sanskrit verse-

“एवं परस्परापेक्षा शक्तिशक्तिमतोः स्थिता ।

न शिवेन विना शक्तिर्न शक्त्या विना शिवः।।”

The Prime Minister wrote on X;

“1998 में इसी दिन भारत ने जो परमाणु परीक्षण किए थे, उनसे दुनिया को पता चला कि हमारे देश की इच्छाशक्ति कितनी अटल है! 11 मई के टेस्ट के बाद पूरी दुनिया का दबाव भारत पर था, लेकिन हमने दिखाया कि कोई भी ताकत भारत को झुका नहीं सकती।

एवं परस्परापेक्षा शक्तिशक्तिमतोः स्थिता ।

न शिवेन विना शक्तिर्न शक्त्या विना शिवः।।”