પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિદેશમાંથી રાષ્ટ્રીય વારસો પરત લાવવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી શ્રી જી કિશન રેડ્ડીના ટ્વીટનો જવાબ આપતા મંત્રીએ માહિતી આપી કે ભગવાન હનુમાનની ધાતુની મૂર્તિ કે જે વિષ્ણુ મંદિર, શ્રી વરથરાજા પેરુમલ, પોટ્ટાવેલી વેલ્લુર, અરિયાલુર જિલ્લો, ચોલ કાળ (14મી -15મી સદી)માં ચોરાઈ હતી જે ઓસ્ટ્રેલિયામાં ભારતીય દૂતાવાસને સોંપવામાં આવી હતી.
અત્યાર સુધીમાં વિવિધ દેશોમાંથી 251 પ્રાચીન વસ્તુઓ પાછી મેળવવામાં આવી છે, જેમાંથી 238 2014થી પાછી લાવવામાં આવી છે, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"આપણો અમૂલ્ય વારસો ઘરે પાછો આવે તે સુનિશ્ચિત કરવા માટે અમે સતત કામ કરી રહ્યા છીએ."
We are constantly working towards ensuring our prized heritage comes back home. https://t.co/35nK2dCW8R
— Narendra Modi (@narendramodi) April 25, 2023


